લગ્ન સમયે વર કહે છે-
“द्यौरहं पृथ्वी त्वं सामाहम्हक्त्वम्।
सम्प्रिदौ रोचिष्णू सुमनस्यमानौजीवेव शरदः शतम्॥”
“હું આકાશ છું, તું પૃથ્વી છો. હું સામવેદ છું, તું ઋગ્વેદ છો. ચાલો એકબીજાને પ્રેમ કરીએ. એકબીજાને સુંદર બનાવિયે. એકબીજાના પ્રિય બનીએ. એકબીજા સાથે ઈમાનદારીથી વર્તીને એક હજાર પૂર્ણિમા સુધી જીવીએ.
એક સજ્જન માણસ રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેણે એક અંધ વટેમાર્ગુને સામેથી આવતો જોયો. એ જમાના માં હોટલ નહિ કે જમવાની ફિકર નહિ કરવાની. તે અંધ માણસ ના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું કે ભૂખ્યો થયો છે. પાછો જમવાનો સમય. સજ્જન ના હૃદયમાં લાગણી જન્મી ને પેલાં અંધને પોતાને ઘેર જમવા આવવા કહ્યું. “અહીંથી ત્રીસ મિનિટ ના અંતરે મારું ઘર આવશે. કોઈને પણ પુછીસ કે હેમા ભાઈ નું ઘર ક્યાં ટો તે તુરંત કહી દેશે. પણ પોતાને તો ઉતાવળેથી ઘેર જવાનું હતું જેથી ઘેર વહેલા પહોચી પત્ની ને કહી રસોઈ બનાવી દે.
અંધ માણસને ધીમેધીમે ચાલતો હતો ને સજ્જન ઉતાવળે પોતાને ઘેર ગયો. તેણે તેની પત્નીને એક અંધ માણસનું ભોજન વધારે કરવા કહ્યું. ત્યારે તેની પત્નીએ બે માણસો ધરાઈને જમે તેટલી રસોઈ બનાવી. જમવા માટે બે બાજોઠ તૈય્યાર કર્યા એ જોઇને તેનાં પતિએ કહ્યું ” તને એક થાળી બનાવવાનું કહ્યું ને તે બે થાળી કેમ તૈયાર કરી?”
તેની પત્નીએ જવાબ આપ્યો કે ” અંધ માણસ કાંઈ એકલો નહિ આવે, તેની સાથે તેને દોરનારો પણ આવશે તમે જેમ સજ્જન અને કૃપાળુ છો તેમ હું પણ તમારી પત્ની છુ. તમારે રસ્તે ચાલનારી. હું કેમ પાછળ રહી જાઉં !.
પત્ની નું ઔદાર્ય જોઈ પતિ ખુશ થયો. ભગવાનનો આભાર માન્યો.
सानन्दं सदनं सुताश्च सुधियः कान्ता प्रियभाषिणी
सन्मित्रं सधनं स्वयोषिति रतिः चाज्ञापराः सेवकाः ।
आतिथ्यं शिवपूजनं प्रतिदिनं मिष्टान्नपानं गृहे
साधोः सङ्गमुपासते हि सततं धन्यो गृहस्थाश्रमः ॥
ઘરમાં સુખ હોવું જોઈએ, દીકરો સમજદાર હોવો જોઈએ, પત્ની મીઠી વાત કરનારી હોવી જોઈએ, સારા મિત્રો હોવા જોઈએ, સંપત્તિ હોવી જોઈએ, પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોવો જોઈએ, નોકર આજ્ઞાકારી હોવો જોઈએ. આતિથ્ય સત્કાર થાય છે, પૂજા થાય છે, દરરોજ સારું ભોજન રાંધવામાં આવે છે, અને સત્પુરુષોનો સંગ થવો જોઈએ. – આવા ગૃહસ્થાશ્રમ ધન્ય છે.
હર્ષદ અશોડીયા ક.
૮૩૬૯૧૨૩૯૩૫
harshad30.wordpress.com
