આદતો
लोभात्क्रोधः प्रभवति लोभात्कामः प्रजायते ।
लोभान्मोहश्च नाशश्च लोभः पापस्य कारणम् ।।
(हितोपदेश, मित्रलाभ, २७)
એટલે કે લોભમાંથી ક્રોધની ભાવના ઉત્પન્ન થાય છે, લોભમાંથી કામના કે ઈચ્છા ઉત્પન્ન થાય છે, લોભથી જ વ્યક્તિ મોહ પામે છે, એટલે કે તે પોતાનો વિવેક ગુમાવે છે અને તે જ વ્યક્તિના વિનાશનું કારણ બને છે. વાસ્તવમાં, લોભ જ બધા પાપનું કારણ છે.
માણસ આદતોનો ગુલામ છે. યાદ રાખો, આદતો થી વ્યક્તિ નો સ્વભાવ બને છે. અને પછી સ્વભાવ થી વ્યક્તિત્વ અને પછી વ્યક્તિત્વ થી વ્યક્તિનું જીવન સુંદર બદલી જાય છે. તેથી, જો જીવનને સુધારવું હોય તો, આદતોમાં સુધારો કરવો પડશે. એકવાર ખરાબ આદત બની જાય પછી તેને તોડવી ખૂબ મુશ્કેલ છે.
ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ. નદી કિનારે એક માણસ તેના મિત્રો સાથે બેઠો હતો. પછી તેણે નદીમાં એક ધાબળો વહેતો જોયો. ધાબળો પકડવા તેણે નદીમાં કૂદીને ધાબળો પકડી લીધો. થોડી વાર પછી તેને લાગ્યું કે ધાબળો તેને પકડીને તેની સાથે લઈ જઈ રહ્યો છે. તેણે બચાવો-બચાવોની બૂમો પાડવા માંડી. બાજુમાં બેઠેલા મિત્રોએ કહ્યું ધાબળો છોડી દે. તેણે તણાતા તણાતા બૂમ પાડી અને કહ્યું – ‘પહેલાં મેં ધાબળો પકડ્યો હતો, હવે આ ધાબળોએ મને પકડ્યો છે. હું તેને છોડવા માંગુ છું પણ તે મને છોડતો નથી.
તે ‘ધાબળો વાસ્તવમાં રીંછ હતો, ધાબળો નહીં, જે ઉપરથી જોવામાં આવે ત્યારે ધાબળો જેવો દેખાતો હતો. રીંછે તેને પકડી લીધો હતો. હવે કોઈ તેને બચાવી સકે તેમ ન હતું. કહેવત છે લોભે લક્ષણ જાય, આની તો જાન જ ગઈ.
આવી ખરાબ ટેવો છે, પહેલા આપણે તેને ‘પકડીએ છીએ’, પછી તે આપણને પકડે છે. અને તે જયારે આપણને પકડે છે ત્યારે આપણે છુટી સકતા નથી.
હર્ષદ અશોડીયા ક.
૮૩૬૯૧૨૩૯૩૫
harshad30.wordpress.com