Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

પીઝાની બીજી બાજુ


પત્ની એ કહ્યું – આજે ધોવા માટે વધારે કપડા નહિ કાઢતા કામવાળી બે દિવસ નહિ આવે…

પતિ: કેમ???

પત્ની: ગણપતી ના તહેવાર માટે તે તેની દીકરી ના છોકરાઓ ને મળવા જવાની છે. અને હા ગણપતિ ના તહેવાર માં તેને 500 રૂપિયા બોનસ ને??

પતિ: કેમ?? હમણાં દિવાળી આવે જ છે ને ત્યારે આપશું..

પત્ની: અરે ગરીબ છે બિચારી, દીકરી ને મળવા જાય છે તો તેને પણ સારું લાગશે…. અને આ મોંઘવારી માં આટલા પૈસા થી એ શું તહેવાર ઉજવશે?

પતિ: તું પણ જરૂર થી વધારે દયાળુ થઇ ગઇ છો…

પત્ની: ના હો, ચિંતા નહિ કરો, આજે તમે મને પીઝઝા ખાવા લઇ જવાના હતા એ પ્રોગ્રામ હું કેન્સલ કરી નાખું છું, તમારું બજેટ સલામત ને….? વાસી પાવ ના એ 8 ટુકડા માં ખાલી ખોટા 500 રૂપિયા તો ખર્ચાઇ જ જશે.

પતિ (મનમાં): વાહ…અમારા મોઢા માંથી પીઝઝા છીનવી ને બાઈ ને બોનસ..???

ત્રણ દિવસ પછી કચરું કાઢતી કામવાળી ને સાહેબે પૂછ્યું: કેમ રહી તમારી રજા?

કામવાળી: બહુ સારી રહી સાહેબ…, દીદી એ 500 રૂપિયા આપ્યા હતા ને… તહેવાર નું બોનસ….

પતિ: તો જઈ આવી જમાઈ ને ત્યાં?? મળી લીધું દીકરી અને છોકરાઓ ને..? મજા આવી ને..?

કામવાળી: હા સાહેબ, બધાને મજા આવી, બે દિવસ માં 500 રૂપિયા ખર્ચી નાખ્યા….

પતિ: એમ?? શું કર્યું 500 રૂપિયા નું???

કામવાળી:

દીકરી ના છોકરા માટે ૧૫૦ રૂપિયા નો શર્ટ લીધો,

બેબી માટે 40 રૂપિયા ની ઢીંગલી,

દીકરી ને 50 રૂપિયા આપ્યા મીઠાઈ ના,

50 રૂપિયા નો મંદિર માં પ્રસાદ ચઢાવ્યો,

60 રૂપિયા તો આવવા જવા નું ભાડું થયું,

25 રૂપિયા ની બંગડી દીકરી ને આપી,

50 રૂપિયા નો બેલ્ટ જમાઈ ને આપ્યો

અને વધેલા 75 રૂપિયા દીકરી ના છોકરાઓ ને આપ્યા બુક અને પેન્સિલ લેવા માટે કચરા પોતા કરતી વખતે પુરેપુરો હિસાબ એના મોઢે હતો!!!

પતિ: 500 રૂપિયા માં આટલું બધું???? મન માં જ વિચાર આવવા લાગ્યા….
તેની સામે 8 ટુકડા કરેલા પીઝઝા ફરી રહ્યા હતા અને દરેક ટુકડો એને વ્યર્થ લાગી રહ્યો હતો…

પોતાના એ એક પીઝઝા ના ખર્ચ ની બરાબરી તે કામવાળી બાઈ ના તહેવાર ના ખર્ચ સાથે કરી રહ્યો હતો.

પહેલો ટુકડો છોકરા ની શર્ટ નો,

બીજો ટુકડો દીકરી ની મીઠાઈ નો,

ત્રીજો મંદિર માં પ્રસાદ નો,

ચોથો ભાડા નો,

પાંચમો ઢીંગલી નો,

છઠ્ઠો બંગડી નો,

સાતમો જમાઈ ના બેલ્ટ નો

છેલ્લો આઠમો અને સૌથી ઉત્તમ, બાળકો ને બુક-પેન્સિલ નો.

આજ સુધી તેણે હમેશા પીઝઝા ની એક બાજુ જ જોઈ હતી ક્યારેય પણ પીઝઝા પાછળ થી કેવો દેખાય છે એ જોવાનો પ્રયત્ન નહોતો કર્યો. પરંતુ આજે આ કામવાળી બાઈ એ પીઝઝા ની બીજી બાજુ દેખાડી હતી…

પીઝઝા ના એ આઠ ટુકડા આજે તેમને જીવન નો અર્થ સમજાવી ગયા હતા.

“જીવન માટે ખર્ચ” કે “ખર્ચ માટે જીવન” એને એક ઝાટકે સમજાઈ ગયું હતું.

Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

મુસીબત સામે પડકાર


મુસીબત સામે પડકાર

तुलसी साथी विपत्ति के, विद्या विनय विवेक।

साहस सुकृति सुसत्यव्रत, राम भरोसो एक॥

– ગોસ્વામી તુલસીદાસ

આ સાત ગુણો તમને પ્રતિકૂળ સમયે બચાવશે: તમારું જ્ઞાન અથવા શિક્ષણ, તમારી નમ્રતા, તમારી બુદ્ધિ, તમારી આંતરિક હિંમત, તમારા સારા કાર્યો, સત્ય બોલવાની તમારી ટેવ અને ભગવાનમાં વિશ્વાસ.

જંગલી ભેંસોનું ટોળું જંગલમાં ફરતું હતું, ત્યારે એક વાછરડા (પાડા નું બચ્ચું )એ પૂછ્યું, “બાપા, આ જંગલમાં ડરવા જેવું કંઈ છે?”

“સિંહથી સાવધ રહો…”, ભેંસે કહ્યું.

“હા, મેં એ પણ સાંભળ્યું છે કે સિંહ બહુ ખતરનાક હોય છે. જો હું ક્યારેય સિંહ ને જોઇસ, તો હું શક્ય તેટલી ઝડપથી ભાગીશ.”, વાછરડાએ કહ્યું.

“તારું વિચારવું ખુબ બાલીસ છે, આનાથી વધારે બેવકૂફી ભર્યું તુ સુ કરી સકે ?..”, ભેંસે કહ્યું.

વાછરડાને આ વાત ખુબ વિચિત્ર લાગી, તેણે કહ્યું “કેમ? તેઓ ખતરનાક છે, તેઓ મને મારી શકે છે, તો શા માટે હું ભાગીને મારો જીવ ન બચાવું?”

ભેંસ સમજાવવા લાગ્યો, “જો તુ ભાગશ તો સિંહ તારી પાછળ આવશે, દોડતી વખતે તેઓ તારી પીઠ પર આસાનીથી હુમલો કરી શકે છે અને તને નીચે પછાડી શકે છે… અને એકવાર તુ નીચે પડી જઈશ તો મૃત્યુ નિશ્ચિત છે…”

Bisons family with kid in the grass near a lake

“તો પછી. .. આવી સ્થિતિમાં મારે શું કરવું જોઈએ?”, વાછરડે આશ્ચર્યમાં પૂછ્યું.

“જો તું ક્યારેય સિંહ જુએ છે, તો તારી જગ્યાએ ઉભા રહે અને બતાવી દે કે તુ સિંહ થી બિલકુલ ડરતો નથી. જો સિંહ ન જાય, તો તેને તારા અણીયાળા સિંગડા દેખાડ, મોટી આંખો કાઢીને. તારા આગલા બે પગને જમીન પર ઘસડી જોરથી પછાડ. જો સિંહ હજી ન જાય, તો ધીમે ધીમે તેની તરફ આગળ વધ; અને છેવટે તારી બધી શક્તિથી તેના પર ઝડપથી હુમલો કર”, ભેંસે ગંભીરતાથી સમજાવ્યું.

“આ ગાંડપણ છે, આવું કરવામાં ઘણું જોખમ છે… જો સિંહ પાછળ ફરીને મારા પર હુમલો કરે તો??”, વાછરડાએ ગુસ્સામાં કહ્યું.

“દીકરા, તારી આજુબાજુ જો. તને સુ દેખાય છે?”, ભેંસ બોલ્યો.

વાછરડું આજુબાજુ જોવા લાગ્યું, ચારેબાજુ જોરદાર ભેંસોનું મોટું ટોળું હતું.

“જો તને ક્યારેય દર લાગે , તો યાદ રાખજે કે અમે બધા તારી સાથે છીએ. જો તું મુશ્કેલીનો સામનો કરવાને બદલે ભાગી જઈશ, તો અમે તને બચાવવા આવશું નહિ. કારણ તારા ભાગવા પાછળ પાછળ આપણું ટોળું વિખરાઈ જાય.પરંતુ જો તું હિંમત બતાવીસ અને મુશ્કેલી સામે લડીશ તો અમે મદદ કરવા તારી પાછળ ઊભા રહીશું.”

વાછરડે ઊંડો શ્વાસ લીધો અને આ પાઠ માટે તેના પિતાનો આભાર માન્યો.

હર્ષદ અશોડીયા ક.

Harshad30.wordpress.com

૮૩૬૯૧૨૩૯૩૫

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक समय की बात है। एक गाँव में एक मूर्तिकार रहता था।


एक समय की बात है। एक गाँव में एक मूर्तिकार रहता था। मूर्तिकला के प्रति अत्यधिक प्रेम के कारण उसने अपना सम्पूर्ण जीवन मूर्तिकला को समर्पित कर दिया। फलत: वह इतना पारंगत हो गया कि उसकी बनाई हर मूर्ति जीवंत प्रतीत होती थी।
उसकी मूर्तियों को देखने वाला उसकी कला की भूरी-भूरी प्रशंसा करता था। उसके गाँव में ही नहीं, बल्कि उसकी कला के चर्चे दूर-दूर के नगर और गाँव में होने लगे थे। ऐसी स्थिति में जैसा सामान्यत: होता है, वैसे ही मूर्तिकार के साथ भी हुआ। उसके भीतर अहंकार की भावना जागृत हो गई। वह स्वयं को सर्वश्रेष्ठ मूर्तिकार मानने लगा।
उम्र बढऩे के साथ जब उसका अंत समय निकट आने लगा, तो वह मृत्यु से बचने की युक्ति सोचने लगा। वह किसी भी तरह स्वयं को यमदूत की दृष्टि से बचाना चाहता था ताकि वह उसके प्राण न हर सके। अंतत: उसे एक युक्ति सूझ ही गई। उसने अपनी बेमिसाल मूर्तिकला का प्रदर्शन करते हुए 10 मूर्तियों का निर्माण किया। वे सभी मूर्तियां दिखने में हूबहू उसके समान थीं। निर्मित होने के पश्चात् सभी मूर्तियां इतनी जीवंत प्रतीत होने लगी कि मूर्तियों और मूर्तिकार में कोई अंतर ही ना रहा।
मूर्तिकार उन मूर्तियों के मध्य जाकर बैठ गया। युक्तिनुसार यमदूत का उसे इन मूर्तियों के मध्य पहचान पाना असंभव था। उसकी युक्ति कारगर भी सिद्ध हुई। जब यमदूत उसके प्राण हरने आया तो ग्यारह एक जैसी मूर्तियों को देख चकित रह गया। वह उन मूर्तियों में अंतर कर पाने में असमर्थ था। किंतु उसे ज्ञात था कि इन्हीं मूर्तियों के मध्य मूर्तिकार छुपा बैठा है।
मूर्तिकार के प्राण हरने के लिए उसकी पहचान आवश्यक थी। उसके प्राण न हर पाने का अर्थ था- प्रकृति के नियम के विरूद्ध जाना। प्रकृति के नियम के अनुसार मूर्तिकार का अंत समय आ चुका था। मूर्तिकार की पहचान करने के लिए यमदूत हर मूर्ति को तोड़ कर देख सकता था। किंतु वह कला का अपमान नहीं करना चाहता था। इसलिए इस समस्या का उसने एक अलग ही तोड़ निकाला।
उसे मूर्तिकार के अहंकार का बोध था। अत: उसके अहंकार पर चोट करते हुए वह बोला, ”वास्तव में सब मूर्तियां कलात्मकता और सौंदर्य का अद्भुत संगम है किंतु मूर्तिकार एक त्रुटि कर बैठा। यदि वो मेरे सम्मुख होता, तो मैं उसे उस त्रुटि से अवगत करा पाता।”
अपनी मूर्ति में त्रुटि की बात सुन अहंकारी मूर्तिकार का अहंकार जाग गया। उससे रहा नहीं गया और झट से अपने स्थान से उठ बैठा और यमदूत से बोला, ”त्रुटि? असंभव! मेरी बनाई मूर्तियां सर्वदा त्रुटिहीन होती हैं।” यमदूत की युक्ति काम कर चुकी थी। उसने मूर्तिकार को पकड़ लिया और बोला, ”बेजान मूर्तियां बोला नहीं करती और तुम बोल पड़े। यही तुम्हारी त्रुटि है कि अपने अहंकार पर तुम्हारा कोई बस नहीं।” यमदूत मूर्तिकार के प्राण हर यमलोक वापस चला गया।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक गांव था वहां एक (मूर्तिकार) रहता था।


एक गांव था वहां एक (मूर्तिकार) रहता था। एक बार उसे (मूर्ति) बनाने के लिए पत्तरों की ज़रूरत पडी।
वह जंगल की ओर जाता है। जंगल में इधर-उधर पत्तरों की तलाश करता है। तो उसे एक पत्थर दिखाई देता है।
जो (मूर्ति) बनाने के लिए सही होता हैं।

वह उस (पत्थर) को उठा के अपनी गाड़ी में रख लेता हैं।
कुछ दूर जाने के बाद उसे एक और पत्थर दिखाई देता हैं।
वह उसे भी उठा के अपनी गाड़ी में रख लेता हैं।
और अपने गांव की ओर चल देता हैं।

जब वह उस (पत्थर) पे चोट मारने लगता हैं तो उस (पत्थर) में से आवाज़ आती हैं।
(पत्थर) बोला- रूक जाओ मुझे मत मारो।

कृप्या करके मुझपर हथौड़ा मत चलाओ। मुझे हथौड़ा से बहुत डर लगता हैं। अगर तुम मुझपर हथौड़ा चलाओगे तो मैं टूट जाऊंगा बिखर जाऊंगा कृप्या करके मुझे छोड़ दो किसी और (पत्थर) से मूर्ति बना लो।

उसे उस (पत्थर) पर दया आ जाती हैं। वह उस (पत्थर) को छोड़कर दूसरा पत्थर उठा लेता हैं।
मूर्तिकार बोला-हु ये पत्थर बढ़िया लग रहा है इससे (मूर्ति) बनाता हूँ। यह सोंचकर वह उस (पत्थर) पर ज़ोर-ज़ोर से चोट करना शुरू करता है।
और इस बार पत्थर से कोई आवाज़ भी नहीं आती है।

कुछ ही देर में (मूर्ति) बनकर तैयार हो जाती हैं।
और फिर गांव के मंदिर में मूर्ति की स्थापना का दिन आता हैं।
कुछ गांव वाले मूर्तिकार के घर जाते हैं।
और बोलते हैं- अरे भैया मोहन क्या तुमनें (मूर्ति) बना दी मंदिर में स्थापना के लिए ?

(मूर्तिकार) बोला- हाँ वो तो मैंने दो दिन पहले ही बना दी थी।
मैं तो आप लोगो का ही इन्तज़ार कर रहा था।
गांव वाले बोले-ये तो बहुत अच्छी बात है मोहन। चलो हम सब ये मूर्ति उठाकर मंदिर में स्थापना के लिए ले चलते हैं।

तभी एक व्यक्ति बोला- अरे भाई रुको मूर्ति के आगे एक (पत्थर) और भी तो रखना पड़ेगा जिससे लोग उस (पत्थर) पर नारियल फोड़ सके। वह व्यक्ति इधर-उधर देखता है ताकि उसे कोई (पत्थर) मिल सके।

तभी उसकी नज़र उस (पत्थर) पे पड़ती हैं जिसे (मूर्तिकार) ने छोड़ दिया था।
और वह व्यक्ति उस (पत्थर) को उठा लेता है।
व्यक्ति बोला- ये (पत्थर) बढ़िया लग रहा है और मजबूत भी हैं। जब लोग इसके ऊपर (नारियल) फोड़ेंगे तो (नारियल) फूट जाएगा।

और सब गांव वाले मंदिर की ओर चल देते हैं।
तभी उस (पत्थर) में से ज़ोर ज़ोर से आवाज़ आती है
अरे रुको मूर्ख लोगों मुझे कहाँ ले जा रहे हों ?
रुक जाओ मुझे कहीं नहीं जाना मुझे तो कठिन परिस्थितियों से डर लगता हैं।

रास्ते भर वह (पत्थर) ज़ोर-ज़ोर से चिल्लाता हैं।
तभी सब गांव वाले मंदिर पहुँच जाते हैं।
और (मूर्ति) की स्थापना कर देते हैं। और उस (पत्थर) को उसके आगे रख देते हैं। फिर सब लोग उस (मूर्ति) की पूजा करना शुरू देते हैं।

(मूर्ति) बना हुआ (पत्थर) इससे बहुत खुश हो जाता हैं।
लोग इस पत्थर का दूध से इस्नान करते हैं और उसे चंदन का लेप लगाते हैं। और उसके ऊपर फूल चढ़ाते हैं।

दूसरा (पत्थर) ये सब देखकर (मूर्ति) बने हुए (पत्थर) से बोलता है।
अरे भाई तुमहारे तो मज़े हैं तुम्हें तो लोग दूध से स्नान कर रहे हैं। तुम्हारी पूजा कर रहे है।
तुम्हारे ऊपर फूलों की बारिश कर रहे हैं। तुम्हारी ज़िन्दगी तो बढ़िया हैं…. तभी एक व्यक्ति उस (पत्थर) पे नारियल फोड़ता हैं।

पत्थर बोला-अरे मर गया हाय मेरी कमर तो टूट ही गई हे प्रभु मुझे बचाओ अरे मूर्ख व्यक्ति मेरे ऊपर नारियल क्यो फोड़ रहा है।

तभी एक और व्यक्ति उस पत्थर पे नारियल फोड़ता हैं।
(पत्थर) बोला- हाय मर गया हे भगवान आज कहां फसा दिया आपने मुझे…..मैं तो जंगल में पेड़ के नीचे आराम कर रहा था। यह आपने मुझे कहां फसा दिया ये सारे वियक्ति बारी बारी से मेरे ऊपर नारियल फोड़ फोड़ के मार ही डालेंगे।

ये सब देखकर (मूर्ति) बना (पत्थर) उसपर ज़ोर ज़ोर से हसने लगा।
हँसते देख दूसरा (पत्थर) बोला-तुम तो खुश होगे ही तुम्हारी सेवा जो हो रही हैं। तुम्हें तो मिठाइयां खाने को मिल रही हैं। लेकिन मेरी कमर की हालत विगाड़ दी इन इंसानो ने। हाय बहुत दर्द हो रहा है।

तब मूर्ति बना हुआ (पत्थर) दूसरे पत्थर से बोलता है-
दोस्त अगर तुमने भी थोड़ी परेशानी सह ली होती तो आज तुम मेरी जगह होते और लोग तुम्हारी पूजा कर रहे होते।
तुम्हें भी दूध और मक्खन से स्नान करवा रहे होते।

मूर्ति बना (पत्थर) लेकिन तुम उस दिन डर गए तुमनें आसान रास्ता चुना और आज तुम्हें कठनाइयों का सामना करना पड़ रहा है।
हम जब भी किसी परिस्थिति से डर के कोई भी आसान रास्ता चुनते हैं। उस वक़्त तो बहुत सुकून और आराम मिलता है।
पलभर के लिए खुसी भी मिल जाती हैं और आगे की राह और मुस्किल हो जाती हैं। मेरे (दोस्त)…….

तब उस (पत्थर) को अपनी भूल का एहसास होता हैं।
और वह (मूर्ति) बने (पत्थर) से बोलता है-

मुझसे गलती हो गई मैं समझ गया जो लोग मुस्किल परिस्थितियों से नहीं गबराते और जो उनका सामना करते हैं।
तो लोग उन्हीं का सम्मान करते हैं। आपने उस हथौड़ा की चोट सही कठिन परिस्थितियों का सामना किया इसलिए लोग आपकी पूजा अर्चना कर रहे हैं। मुझे अपनी गलती का एहसास हो चुका हैं। मैं अब किसी भी कठिन परिस्थिति से नहीं घबराऊँगा…….

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

बहुत समय पहले की बात है|


बहुत समय पहले की बात है| एक गाँव में एक मूर्तिकार ( मूर्ति बनाने वाला ) रहता था| वह ऐसी मूर्तियाँ बनता था, जिन्हें देख कर हर किसी को मूर्तियों के जीवित होने का भ्रम हो जाता था| आस-पास के सभी गाँव में उसकी प्रसिद्धि थी, लोग उसकी मूर्तिकला के कायल थे| इसीलिए उस मूर्तिकार को अपनी कला पर बड़ा घमंड था| जीवन के सफ़र में एक वक़्त एसा भी आया जब उसे लगने लगा की अब उसकी मृत्यु होने वाली है, वह ज्यादा समय तक जीवित नहीं रह पाएगा| उसे जब लगा की जल्दी ही उसकी मृत्यु होने वाली है तो वह परेशानी में पड़ गया|

यमदूतों को भ्रमित करने के लिए उसने एक योजना बनाई| उसने हुबहू अपने जैसी दस मूर्तियाँ बनाई और खुद उन मूर्तियों के बिच जा कर बेठ गया| यमदूत जब उसे लेने आए तो एक जैसी ग्यारह आकृतियों को देखकर दांग रह गए| वे पहचान नहीं कर पा रहे थे की उन मूर्तियों में से असली मनुष्य कौन है| वे सोचने लगे अब क्या किया जाए| अगर मूर्तिकार के प्राण नहीं ले सके तो श्रथि का नियम टूट जाएगा और सत्य परखने के लिए मूर्तियों को तोड़ा गया तो कला का अपमान हो जाएगा|

अचानक एक यमदूत को मानव स्वाभाव के सबसे बड़े दुर्गुण अहंकार को परखने का विचार आया| उसने मूर्तियों को देखते हुए कहा, “कितनी सुन्दर मूर्तियाँ बने है, लेकिन मूर्तियों में एक त्रुटी है| काश मूर्ति बनाने वाला मेरे सामने होता, तो में उसे बताता मूर्ति बनाने में क्या गलती हुई है”|

यह सुनकर मूर्तिकार का अहंकार जाग उठा, उसने सोचा “मेने अपना पूरा जीवन मूर्तियाँ बनाने में समर्पित कर दिया भला मेरी मूर्तियों में क्या गलती हो सकती है”| वह बोल उठा “कैसी त्रुटी”…

झट से यमदूत ने उसे पकड़ लिया और कहा “बस यही गलती कर गए तुम अपने अहंकार में, कि बेजान मूर्तियाँ बोला नहीं करती”…

कहानी का तर्क यही है, कि “इतिहास गवाह है, अहंकार ने हमेशा इन्सान को परेशानी और दुःख के सिवा कुछ नहीं दिया”| 

Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

હું તો જાણું છું ને !


સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો. પોતાના હાથના અંગુઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા પરદેશના એક નર્સિંગહોમનાં વેઇટિંગ રૂમમાં બેઠા હતાં.

ડ્યુટિ પરની નર્સ પોતાના કામમાં થોડી વ્યસ્ત હતી. પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ – બે વખત કહ્યું એટલે નર્સે એમનો કેસ હાથમાં લીધો. દાદાના અંગુઠા પરનો ઘા જોયો, બઘી વિગત જોઈ. એ પછી એ નર્સે અંદર જઈ ડૉકટરને જાણ કરી.

ડૉક્ટરે દાદાના ટાંકા કાઢી નાંખવાની નર્સને સૂચના આપી.

નર્સે દાદાને ટેબલ પર સૂવડાવ્યા. પછી પૂછ્યું, ‘દાદા ! તમારી ઉતાવળનું કારણ હું પૂછી શકું? કોઈ બીજા ડૉક્ટરને બતાવવા માટે જવાનું છે?’

‘ના બહેન ! ફલાણા નર્સિંગહોમમાં મારી પત્નીને દાખલ કરેલી છે. એની સાથે નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે. છેલ્લા પાંચ વરસથી સવારે સાડાનવ વાગ્યે એની જોડે નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે. છેલ્લાં પાંચ વરસથી એ નર્સિંગહોમમાં મારી પત્ની દાખલ થયેલી છે.’

‘પાંચ વરસથી? શું થયું છે એને?’ નર્સે પૂછ્યું .

‘એને સ્મૃતિભ્રંશ – અલ્ઝાઇમર્સનો રોગ થયેલો છે.’ દાદાએ જવાબ આપ્યો.

મોં પર સહાનુભૂતિના ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી. એકાદ ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી સહેજ સિસકારો થઈ ગયો એટલે તેમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરી વાતની શરૂઆત કરી, દાદા ! તમે મોડા પડશો તો તમારાં પત્ની ચિંતા કરશે કે તમને ખિજાશે ખરાં?’

દાદા બે ક્ષણ નર્સ સામે જોઈ રહ્યા. પછી બોલ્યા, ‘ના જરા પણ નહીં. એ ચિંતા પણ નહીં કરે અને ખિજાશે પણ નહીં, કારણકે છેલ્લાં પાંચ વરસથી એની યાદ શક્તિ સંપૂર્ણપણે ચાલી ગઈ છે. એ કોઈને ઓળખતી જ નથી. હું કોણ છું એ પણ એને ખબર નથી !’

નર્સને અત્યંત નવાઈ લાગી. એનાથી પુછાઈ ગયું, દાદા! જે વ્યક્તિ તમને ઓળખતી પણ નથી એના માટે તને છેલ્લાં પાંચ વરસથી નિયમિત નર્સિંગહોમમાં જાઓ છો? તમે આટલી બધી કાળજી લો છો, પરંતુ એને તો ખબર જ નથી કે તમે કોણ છો?’

દાદાએ નર્સનો હાથ પોતાના હાથમાં લઈ હળવેથી કહ્યું, ‘બેટા ! એને ખબર નથી કે હું કોણ છું, પરંતુ મને તો ખબર છે ને કે એ કોણ છે?’

દાદાની આંખોના ખૂણામાં ભીનાશ આવી ગઈ અને નર્સની આંખોમાં આંસુ !

સાચો પ્રેમ એટલે… સામી વ્યક્તિનો જેમ છે તેમ સંપૂર્ણ સ્વીકાર, એના સમ્રગ અસ્તિત્વનો સ્વીકાર, જે હતું તેનો સ્વીકાર, જે છે તેનો સ્વીકાર, ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર અને જે કંઈ નહીં હોય તેનો પણ સ્વીકાર !

– ડૉ. આઈ કે વીજળીવાળા

હું તો જાણું છું ને !

સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો. પોતાના હાથના અંગુઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા પરદેશના એક નર્સિંગહોમનાં વેઇટિંગ રૂમમાં બેઠા હતાં.

ડ્યુટિ પરની નર્સ પોતાના કામમાં થોડી વ્યસ્ત હતી. પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ – બે વખત કહ્યું એટલે નર્સે એમનો કેસ હાથમાં લીધો. દાદાના અંગુઠા પરનો ઘા જોયો, બઘી વિગત જોઈ. એ પછી એ નર્સે અંદર જઈ ડૉકટરને જાણ કરી.

ડૉક્ટરે દાદાના ટાંકા કાઢી નાંખવાની નર્સને સૂચના આપી.

નર્સે દાદાને ટેબલ પર સૂવડાવ્યા. પછી પૂછ્યું, ‘દાદા ! તમારી ઉતાવળનું કારણ હું પૂછી શકું? કોઈ બીજા ડૉક્ટરને બતાવવા માટે જવાનું છે?’

‘ના બહેન ! ફલાણા નર્સિંગહોમમાં મારી પત્નીને દાખલ કરેલી છે. એની સાથે નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે. છેલ્લા પાંચ વરસથી સવારે સાડાનવ વાગ્યે એની જોડે નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે. છેલ્લાં પાંચ વરસથી એ નર્સિંગહોમમાં મારી પત્ની દાખલ થયેલી છે.’

‘પાંચ વરસથી? શું થયું છે એને?’ નર્સે પૂછ્યું .

‘એને સ્મૃતિભ્રંશ – અલ્ઝાઇમર્સનો રોગ થયેલો છે.’ દાદાએ જવાબ આપ્યો.

મોં પર સહાનુભૂતિના ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી. એકાદ ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી સહેજ સિસકારો થઈ ગયો એટલે તેમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરી વાતની શરૂઆત કરી, દાદા ! તમે મોડા પડશો તો તમારાં પત્ની ચિંતા કરશે કે તમને ખિજાશે ખરાં?’

દાદા બે ક્ષણ નર્સ સામે જોઈ રહ્યા. પછી બોલ્યા, ‘ના જરા પણ નહીં. એ ચિંતા પણ નહીં કરે અને ખિજાશે પણ નહીં, કારણકે છેલ્લાં પાંચ વરસથી એની યાદ શક્તિ સંપૂર્ણપણે ચાલી ગઈ છે. એ કોઈને ઓળખતી જ નથી. હું કોણ છું એ પણ એને ખબર નથી !’

નર્સને અત્યંત નવાઈ લાગી. એનાથી પુછાઈ ગયું, દાદા! જે વ્યક્તિ તમને ઓળખતી પણ નથી એના માટે તને છેલ્લાં પાંચ વરસથી નિયમિત નર્સિંગહોમમાં જાઓ છો? તમે આટલી બધી કાળજી લો છો, પરંતુ એને તો ખબર જ નથી કે તમે કોણ છો?’

દાદાએ નર્સનો હાથ પોતાના હાથમાં લઈ હળવેથી કહ્યું, ‘બેટા ! એને ખબર નથી કે હું કોણ છું, પરંતુ મને તો ખબર છે ને કે એ કોણ છે?’

દાદાની આંખોના ખૂણામાં ભીનાશ આવી ગઈ અને નર્સની આંખોમાં આંસુ !

સાચો પ્રેમ એટલે… સામી વ્યક્તિનો જેમ છે તેમ સંપૂર્ણ સ્વીકાર, એના સમ્રગ અસ્તિત્વનો સ્વીકાર, જે હતું તેનો સ્વીકાર, જે છે તેનો સ્વીકાર, ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર અને જે કંઈ નહીં હોય તેનો પણ સ્વીકાર !

– ડૉ. આઈ કે વીજળીવાળા

Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

ચાંચ દેનાર ચણ પણ દે છે


“ચાંચ દેનાર ચણ પણ દે છે …”

૧૯મી સદીની વાત છે. રાજસ્થાનના કોઈ એક શહેરમાં એક કરોડપતિ શેઠ રહેતા હતા. બધી રીતે ભર્યોભાદર્યો પરિવાર, સુંદર પતિપરાયણ સ્ત્રી અને બે આજ્ઞાકારી તંદુરસ્ત પુત્ર.

બધી રીતે શેઠજી સુખી. પાંચે આંગળીએ ઘી. વેપાર અને વ્યાજવટાવથી સંપત્તિ વધતી રહે છે. આડંબર વિનાનું જીવન અને ખર્ચમાં ઘણી કરકસર. ડર વર્ષને અંતે આવકજાવકનો હિસાબ – મેળવણું કરી લે અને એટલું જોઈ લેતાં કે ગયા વર્ષ કરતાં આ વર્ષે વધારો કેટલો થયો!

એક દિવસ એ શહેરમાં એક પ્રસિદ્ધ જ્યોતિષી આવ્યા. શેઠજીએ એમના વિષે સાંભળ્યું હતું. માં-આદર આપીને એમને પોતાને ઘેર લાવ્યા. સેવાથી એને ખુશ કરી દીધા. પેલા વિદ્વાન જ્યોતિષીએ જન્મકુંડલી જોઈ, પછી બોલ્યા: ‘ગુરુ ઉચ્ચસ્થાને છે. બધા પ્રકારના સુખો સાથેનું જીવન જીવશો. ભાગ્યમાં યશ કીર્તિ પણ ઘણાં છે. તમે સાધુ-મહાત્માઓ અને દીનદુઃખીઓને દરરોજ અન્નવસ્ત્ર આપતાં રહેજો. એ પુણ્યથી પાંચ પેઢી સુધી ધન- વૈભવ અને યશ અખંડ રહેશે.’

પેલા જ્યોતિષી તો આ બધું કહીને ચાલ્યા ગયા.

શેઠજી બીજે દિવસે અન્ન વસ્ત્ર વિતરણ કરવા લાગ્યા. પણ મનમાં એક ચિંતા થવા લાગી: ‘મારી પાંચ પેઢી તો ઠીક પણ છઠ્ઠી પેઢી કેવી હશે ? એની દશા કેવી હશે ? એને માટે શું કરવું ?’

શેઠાણી, મુનીમ અને સારા સલાહકારોએ ઘણું સમજાવ્યું : ‘હવે છઠ્ઠી પેઢીની ચિંતા છોડો. આટલી સંપત્તિ છે, જમાવેલો વેપાર-કારોબાર છે. પાંચ પેઢી સુધી તો ચાલશે પછી કોઈક સમર્થ હશે તો બધું સંભાળી લેશે.’ પણ શેઠજીનું મન માન્યું નહિ; એ ચિંતામાં ને ચિંતામાં દુબળા-પાતળા થતા ગયા અને માંદા પણ પાડવા લાગ્યા.

એક દિવસ અન્નવસ્ત્ર વિતરણ માટે પોતાના કોઠારની પેઢીએ બેઠા હતા. ત્યાં એક ગરીબ બ્રાહ્મણ ભગવાનનું ભજન કરતાં કરતાં એમની સામેથી પસાર થયો. શેઠજીએ પૂછ્યું : ‘મહારાજ, આ અન્નવસ્ત્ર તો ભેટ લેતા જાઓ!’


પેલા બ્રાહ્મણે નમ્રતાથી જવાબ આપ્યો : ‘શેઠજી, અત્યારે તો મને પૂરેપૂરું અનાજ મળી ગયું છે. સાંજનું પણ કોઈક દાતા દ્વારા સીધું મળી રહેશે.

થોડીવાર પછી એ બ્રાહ્મણ પાછો આવ્યો. શેઠજીને કહ્યું : ‘ઘરે સીધું આવી ગયું છે, એટલે આજનું તો બધું થઇ રહેશે.’

શેઠજી આ સાંભળીને આશ્ચર્યમાં ડૂબી ગયા. બ્રાહ્મણને કહ્યું : ‘મહારાજ, તમારા જેવા સાત્વિક બ્રાહ્મણની સેવા મારે કરવી છે. ઓછામાં ઓછું એક મણ અનાજ મારા માણસો દ્વારા તમારે ઘરે પહોંચાડી દઉં છું. ઘણા દિવસ સુધી તમારે ચિંતા નહી રહે.’

બ્રાહ્મણે સરળભાવે કહ્યું : ‘ હે દયાળુ શેઠ, શાસ્ત્રમાં લખ્યું છે કે પરિગ્રહ પાપનું મૂળ છે ; અને એમાંય અમારા બ્રાહ્મણો માટે ખાસ. તમે કોઈક જરૂરતવાળાને આ અનાજ આપી દો એ સારું. દયાળુ પ્રભુએ અમારી આજની વ્યવસ્થા કરી દીધી છે. અને કાલ માટે એની મેળે કોઈકને મોકલી દેશે. એવું છે ને શેઠ ! જેણે ચાંચ આપી છે ને એ ચણ ય આપે છે !’


શેઠજી આ ગરીબ બ્રાહ્મણની વાત સાંભળતા હતા. મનમાં આશ્ચર્ય સાથે વિચાર આવ્યો : ‘અરે ! આને તો આવતીકાલનીયે ચિંતા નથી. જે સહજભાવે મળે છે એનેય લેતા નથી અને અહીં હું બેઠો બેઠો છઠ્ઠી પેઢીની ચિંતામાં નકામો મરું છું !’

બીજે જ દિવસે એ પોતે ખુશ દેખાયા. હવે દાનધર્મની માત્રા વધી ગઈ અને શેઠના ચહેરા પર શાંતિનું તેજ ફરી વળ્યું.

– હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ ટીમ

Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

કોથળામાંથી બિલાડું ! (બાળવાર્તા)


ઘણા જૂના સમયની આ વાત છે. તે વખતે અત્યારની જેમ વાહન-વ્યવહારની સગવડો ન હતી. માણસો પગપાળા કે પશુઓ ઉપર બેસીને મુસાફરી કરતા હતા. અત્યારે છે તેટલાં શહેરો પણ વસેલાં ન હતાં. માણસો નાનાં-નાનાં ગામડાંઓમાં રહેતાં હતાં.

વખતપુર નામનું એક નાનકડું ગામ હતું. તે ગામના રાજાનું નામ વખતસિંહ હતું. તે સમયે બાજુબાજુમાં નાનાં-નાનાં રાજ્યો હતાં અને દરેક રાજ્યના જુદાજુદા રાજા હતા. તે વખતના રાજાઓ પોતાની હદમાંથી બીજા રાજ્યની હદમાં દહીં, દૂધ, ઘી જેવી વસ્તુઓ જવા દેતા નહીં. વખતપુર ગામમાં વખતચંદ નામે એક વેપારી રહેતો હતો. તે સમયના વેપારી ખાસ દુકાન જેવું રાખતા ન હતા અને એક કોથળામાં જુદી-જુદી વસ્તુઓ ભરીને લઈ જતા અને આજુબાજુનાં ગામોમાં જઈને વેચતા હતા. આ રીતે વેપારી માલ વેચવા જાય, તેને ‘કોથળે ગામ જવા નીકળ્યો’ એમ કહેવાતું હતું.

વખતચંદ પોતાની સાથે કોથળામાં સૂંઠ, મરી, લસણ, ખાંડ અને બીજી પરચૂરણ વસ્તુઓ ભરીને બાજુનાં મનપુર અને ધનપુર ગામે વેચવા નીકળ્યો. તે મનપુર ગામથી વેપાર કરીને ધનપુર ગામે પહોંચ્યો, ત્યારે સાંજ પડી ગઈ હતી. તેથી ત્યાંથી આગળ જવાનું તેણે માંડી વાળ્યું, કારણ કે રાતના સમયે રસ્તામાં ચોર, લૂંટારાની બીક રહેતી હતી. વખતચંદે મનપુર અને ધનપુર ગામે વેપાર કરીને તેના બદલામાં બધા પાસેથી ઘી લીધું હતું. તે વખતે વસ્તુના બદલામાં વસ્તુ આપવાનું ચલણ હતું. પૈસાની લેવડદેવડ બહુ જ ઓછી થતી હતી. વળી, વખતચંદને પોતાની દીકરી માટે ઘીની જરૂર હતી, એટલે તેણે બધેથી ઘી જ લીધું હતું. આ ઘી તેણે એક પવાલીમાં ભરીને તેને ઢાંકણાથી ઢાંક્યું હતું. તે ગામની બહાર આવેલી ધર્મશાળામાં ગયો. બીજે દિવસે ત્યાંથી એક ગાઉ દૂર આવેલા ગૌતમપુર ગામે જવાનું તેણે નક્કી કર્યું. તે ગામ મોટું હતું, તેથી ત્યાં ઘરાકી મળશે એવો તેને વિશ્વાસ હતો. તેણે ધર્મશાળાના રખેવાળ પાસે ભોજન તૈયાર કરાવ્યું ને જમ્યો. પછી થોડી વાર તેની સાથે તેણે વાતો કરી. શિયાળાનો સમય હતો, ઠંડીનું પ્રમાણ ઠીક-ઠીક હતું, એટલે થોડી વાર તાપણું કરીને તાપ્યું ને પછી તે સૂઈ ગયો.

મોડી રાતે એક બિલાડી ખોરાકની શોધમાં ભટકતી-ભટકતી વખતચંદ સૂતો હતો ત્યાં આવી. તેણે આજુબાજુ નજર ફેરવી તો વખતચંદે મૂકેલો કોથળો તેની નજરે ચડ્યો. બિલાડી તો પોતાના આગલા પગના પંજા વડે કોથળાનું મોં પહોળું કરીને કોથળામાં પેસી ગઈ. બહાર ઠંડી ઘણી હતી. અહીં તેને ઠંડી સામે હૂંફ મળી એટલે ભૂખી હતી, છતાં તે કોથળાની અંદર પડી રહી. પરોઢિયું થયું ત્યાં તો બિલાડીની ઊંઘ ઊડી ગઈ. ઊડી જ જાયને ? આટલી રાતે તેને કશું ખાવાનું મળ્યું ન હતું. ઠંડીમાં ઠૂંઠવાઈને તે કોથળામાં સૂઈ રહી હતી. પરંતુ હવે બિલાડીના પેટમાં બિલાડાં બોલવા માંડ્યાં હતાં. બિલાડી કોથળામાં સળવળી ત્યાં તો કોથળામાંથી ઘીની મીઠી સુગંધ તેના નાક સુધી આવી. આમેય બિલાડીને ઘી તો ખૂબ જ ભાવે. તેણે પોતાની આંખો બરાબર ખોલીને કોથળામાં જોયું, તો પિત્તળનાં ત્રણ વાસણ હતાં. તેણે એક વાસણ ઉઘાડીને જોયું તો પવાલીમાં ઘી નજરે ચડ્યું. બીજાં વાસણોમાં પણ ઘી ભર્યું હતું, પરંતુ બિલાડી તો જે પહેલાં નજરે ચડ્યું તે ઘી ચપચપ ખાવા માંડી. તેને તો ખૂબ મજા પડી ગઈ. થોડી વારમાં તો તે ઘણું ઘી ખાઈ ગઈ. પછી કોથળામાં જ સૂઈ ગઈ.

મેહુલ સોલંકી

Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

જય વીર મેહુરજી


એક લોકવાયકા એવી પણ છે કે ભરૂચ ઉપર જ્યારે આક્રમણ થયું ત્યારે વીર મેહુર જીને વહારે અનેક રજવાડા વહાર કરવાને માટે ભરૂચ દોડી ગયા હતા પણ ભરૂચ ને બચાવી શક્યા નહીં મોગલોયે અનેક લોકોને કત્લેઆમ કરી નાખ્યા હતા બચી ગયા હતા તેવોને વીર મેહુરજીના આદેશથી ભરૂચ છોડી ને દરિયામાર્ગે સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે વસવાટ કરવા લાગ્યા ભરૂચ ગયેલાઓને પાછા પોતાની નાતમાં રાખવામાં આવ્યા નહોતા દુશ્મનોના બીકને લીધે યુદ્ધે ચડતાં પહેલા યોદ્ધાઓને કહેવામાં આવ્યું હતું કે મેહુરજી ની વાર કરશો તો આપણા રાષ્ટ્ર આપણી કોમ પાછળથી મોગલ ફોજનો સામનો કરવો પડશે માટે ના જાવુ પણ મેહુર જીની વાર કરનારાઓએ સગા સબંધીઓએ કોઇપણ વાત ધ્યાનમાં લીધી નહીં અને યુદ્ધ એ જ કલ્યાણ તેઓ નક્કી કરેલું યુદ્ધ પછી સૌરાષ્ટ્રમાં વસવાટ કર્યો ૩૯ શાખાઓ એ એક એટલે કે બર્બર (સિંહ)જાતિ તરીકે સ્થાપિત થવું તેવુ નક્કી થયું તે નામ પદભષ્ટ થતાં બાબર રાજપુત નામ પડયું.પેટ કરાવે વેઠ આજીવિકા માટે અને અમુક સમય અને દુશ્મનો થી બચવા વાણંદ નો આશરો લીધો નાટકીય રીતે હજામત ના ધંધાની ભૂમિકા ભજવી અને બાબર રાજપુત કહેવડાવાને બદલે ફક્ત બાબર શબ્દોનો ઉપયોગ કરવો તેઓ જે તે વખતના મુખીયાઓએ નક્કી કરેલું પણ કમનસીબે આજે બાબર નામ રહી ગયુ તે રહી જ ગયું આમ બાબર જ્ઞાતિ મૂળ ભરૂચિયા રાજપૂત જ્ઞાતિ હોવા છતાં આજે પણ વાણંદ જ્ઞાતિની સાથે આ સમાજની સરખામણી થાય છે…હકીકતમાં વાળંદ..નાઈ…હજામ આ સમાજ સાથે કોઈપણ જાતના લેવા દેવા આ ભરૂચિયા રાજપૂત અર્થાત બાબર સમાજને નથી.. હકીકત એ છે કે સમગ્ર ભરૂચ ગઢ અને તેની સાથે જોડાયેલા પરગણા રજવાડાઓ વગેરે નો સમૂહ એટલે ભરૂચિયા રાજપૂત અર્થાત બાબર(સિંહ) રાજપુત સમાજ સમય જતા આજે ફક્ત તે સમૂહને બાબર તરીકે ઓળખાય છે અલાઉદ્દીન ખીલજી ના સમયમાં ભરુચમા જે મુળ પુરૂષોએ યુધ્ધ કયુૅ તે અટકો બાબર નાતમા આવે છે .મુળ પુરૂષોને યુધ્ધ પછી અલ્લાઉદીનની હાંકના લીધે પરત પોતપોતાના રાજ્યમાં નાતમાં કે.સમાજમાં સ્વીકારવામાં નહી આવતા.જે તે સમયે એક નવી નાતનુ નિમાણૅ કરવામાં આવ્યું.સીંહની જેમ યુધ્ધ કયુૅ બબૅર (સિંહ)રાજપુત એવુ નામ આપ્યું.સાથે સાથે અલ્લાઉદીનની પકડી પાડવાની દહેશતતો ખરી અને આજીવીકાનો પ્રશ્ન ખરો.બંન્ને વાતને ધ્યાનમાં રાખીને દુશ્મનની આંખમા ધુળ નાખવા(મતલબ)કે તેવો થી બચવા અને આજીવીકાનો પ્રશ્ર હલ કરવા માટે અમુક સમય સુધી ગુપ્ત વેશમા રહેવું આ યોજના એક રાજપુત ની રણ નિતી પણ કહી શકાય.ગુપ્ત વેશની કોઇ સમય મયાૅદા નક્કી નહોતી.પરીણામ એ આવીયુ કે મુળ પુરૂષો નુ આયુષ પુણૅ થયુ કાઠીયાવાડમાં આશરો લીધો કાઠીની વસ્તી ધરાવતી કોમની સેવા સાકરી કરવાની વાળંદ પાસેથી વાળંદના વાણોતર તરીકે કામગીરી લીધી તે ફકત કાઠીઓની જ દરબાર ગઢમા અને દરબારી વસ્તી ની પગચંપી કરવી નખ કાપવા સરસ વાળ ઓળાવી આપવા પાગરણ પથારી કરી આપવી. ચા પાણી કચુંબા ઘોળી આપવા.અે કાઠીઓના લગ્નપ્રસંગમા નાના મોટા કામ કરવા.કયારેક નવરા બેઠા કોઇ કામ (ગઢમાં)નજરે ચડે તો મનપસંદ સેવા કરી લેવી નિષ્કામ (નિવાથેૅ) ભાવે કરી લેતા પણ એ કામ રોજીદુ બની જતુ અને મજબુરન તે કામ કરવુ પડતુ.આમ ધીરે ધીરે નિમ્ય જાતીમા નાત ધંકેલાતી ગય અને દાહોલાની વણજાર શરુ થય.વગેરે બાકી હજામતનુ કામ મુળ પુરુષોએ કયુૅ નથી સમય જતા વાળંદનુ વાણોતરપણુ પાછળની પઢીએ વષોૅપછી સંસ્કૃતી ભુલાતી ગય અને સરમ જતી રહી. અને અંગ્રેજ સરકાર આવી પછી સવૅ નાતની સેવા સ્વકારી .લોક વાયકા એવી પણ છે કે મેહુરજીધામમાં અનેક ખીજડાના ઝાડ હતા તે કોઇ ચોક્કચ ગણી શકતુ નહોતુ આ તેમનો મોજુત પરચો કાયમી રહેતો.પણ આજે દાદાએ અબોલા લીધા હોય તેમ નારાજગી દેખાય છે.ધંધામા કયારેક બરકત તો કયારેક બારબાંધે ત્યા તેર તુટે “આવુ સમાજ પણ સ્વીકારે છે.”અને જે તે સમયે ઘડેલી રણનિતી અકબંધ રહી.ત્યારબાદ એવુ બન્યુ કે વડીલોએ બારોઠજીના ચોપડામાં એવો ઉલ્લેખ કરાવીયો કે મુળ પુરૂષ મેહુરજીપરમાર ક્ષત્રિય રાજપુત અને બાબર જાતી તે મુળ રાજપૂત કુળ અને તેનો સમાવેશ.બારોઠજી ના ચોપડામાં આજ પણ છત્રીય રાજપુત લખેલુ જોવા મળે છે 39 શાખાઓમા જે આવરેલી છે. તેવોના પોતપોતાના બારોઠજીના ચોપડામાં સુયૅવંશી અને ચંદ્રવંશીનો ઉલ્લેખ બતાવે છે. આમ બાબર જ્ઞાતિનો ઇતિહાસ બોલાય છે લોકવાયકાના આધારે વિર મેહુરજી (ભરૂચ)ની સખાતે જે તે સમયે યુધ્ધ દરમિયાન વિર ગતિ વ્હોરી તેવા સાત વિર પુરૂષ ના પાળીયા હાલ ખારી= ગળથર ગામ વચ્ચે જે મંદીર આવેલુ છે ત્યા સાથે પુજાય છે અને ઉપરોકત બાબતની સાક્ષી પુરે છે. ભાંગ્યું તૂટ્યું તોય ભરૂચ એ લોકવાયકા વીર મેહુરજી અને યોદ્ધાઓની વીરગતિ તથા સતી કુંવરબા અને બીજી રાણીઓએ ભરૂચ ગઢ માં કરેલ જોહર ના કારણે જ એ લોકવાયકા પડી છે કે આખું ભરૂચ ભાંગી ગયું…તૂટી ગયું વેરણ ચેરણ થઇ ગયું તે છતાં મોગલો સામે શરણાગતિ નોતી સ્વીકારી.. ત્યારબાદ ભરૂચ છોડી હિજરત કરીને મહુવા જાફરાબાદ વગેરે સ્થળોએ રહેવા લાગ્યા. અગાઉ કહ્યું તુર્કી ભાષામા બર્બર નો અર્થ વાઘ થાય. બાબર રાજપુત નામ ધારણ કરીને આજનો કહેવાતો બાબર સમાજ રહેવા લાગ્યો પણ ગુપ્ત સર ધ્યાનમાં આવ્યું તેમને સુબાહને વાત કરી સુબાહે ફરમાન કયુૅ પકડી પાડો. ફરીથી બાબર રાજપૂત સમાજ ફરીથી મુશ્કેલીમાં મૂકાયો અને અને જાતિ નું નામ કરણ ફેરબદલી કર્યું ફક્ત બાબર શબ્દ વાળંદ જાતિનો ધંધો આવું જાહેર કરવું જેથી કરીને ગુપ્તસર ને હાથ આવવાના કિસ્સા ના બને.છતાં અમુક મુળ જાહેર જીવન વાળા વ્યકતીઓ સુત્રાપાડા મુકામેથી અને પડીપાર અમરાબાપુ અમદાવાદથી જડપાયા અને ત્યાર પછી બિલકુલ નબળુ પરિવર્તન આવ્યું પૂર્વજોના નામ પણ ફેરબદલી કર્યા મહા સુરસિંહજી પરમાર કે જેને આપણે વીર મેહુર જી કહીએ છીએ કફોડી પરિસ્થિતિ માં રાજપૂત સમાજે ખૂબ જ સંઘર્ષ કર્યો પણ ફરીથી રાજપાટ મેળવવા શક્ય જ ન બન્યું તે જ બન્યુ ત્યારપછીના સંદર્ભમાં. વિર મેહુરજીના પુત્ર દીલોજી અને બીજા રાજપુતોએ અને વાઘજી બારોઠના વંશજના સાનિધ્યમા વીર મેહુરજીની મસ્તકની અન્ય બીજા શહીદોની સ્થાપના કરી. શ્રદ્ધાંજલિ આપવા અને તે બહાને રાત્રી દરમીયાન ભેગુ થવુ દર વર્ષે માં મહાસુદ બીજના દીવશે.આવુ નક્કી થયુ. આપણા સમાજે અહીં ખારી ગળથર મુકામે એક વર્ષે એકઠું થયું અને આપણી સંસ્કૃતિ ભુલાય ના જાય તે લગ્નપ્રસંગે દીકરીને વિદાય વખતે વીર મેહુરજી નો ડાયરો કરવો અને કંસુબો કરવો આવું બંધારણ કર્યું તે આજે પણ જોવા મળે છે આપણી સંસ્કૃતિનું પ્રતિક છે આ રાજપુતી સંસ્કૃતિ હોય તો જ આવું શક્ય બને કસુંબો કરવાનું. આખા સમાજ ના પ્રાણદાતા વીર મેહુર જી બન્યા એટલે તેમને ઈષ્ટદેવની પદવી આપવામાં આવી કોઈ મનુષ્ય દેહધારીને આવી પદવી મળે નહીં પણ અહી શક્ય બન્યું છે. આ સંસ્કૃતિ અને પરંપરા જાળવવા માટે આપણા વડીલોએ વર્ષો પહેલા સારું કામ કર્યું છે અને તે જ રસ્તે આજના યુવાનો કામ કરી રહ્યા છે વર્ષો પહેલા ગભરુ દાદા સોલંકી જાફરાવાદ વાળા એ આ માટે કાર્ય કર્યું છે . દેવકીગાલોલ વાળા કેશુ બાપા પરમાર એ માટે પણ ખૂબ કામગીરી કરેલ છે. ચીમનભાઈ પરમાર સરદારપુર વાળાએ જહેમત ઉઠાવી હતી . માટે આગામી સમયમાં ભરૂચિયા રાજપૂત સમાજનો ફરીથી સૂર્યોદય થાય અને વીર મેહુરજી તથા સતી કુંવરબા તથા સમગ્ર ભરૂચ ગઢ તથા તેની સાથે જોડાયેલા ભરૂચિયા રાજપૂતો એ આપેલા બલિદાન ને સાચી સ્મરણાંજલિ ત્યારે જ પછી મળશે જ્યારે બાબર માંથી ભરૂચિયા રાજપૂત નામકરણ પરત મળશે… ⚔વીર પુરુષોને ⚔શત શત પ્રણામ*👏

જય વીર મેહુરજી.

Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

” ઓઢો ખુમાણ ” – ઝવેરચંદભાઈ મેઘાણી સાહિત્ય


” ઓઢો ખુમાણ ” – ઝવેરચંદભાઈ મેઘાણી સાહિત્ય

આંસોદર ગામની ડેલીમાં ચોપાટની કોર ઉપર બેઠાં દરબાર ઓઢો ખુમાણ દાતણ કરે છે, પ્રભાતમાં ‘કરણ મહારાજનો પહોર’ ચાલે છે. બરાબર એ જ ટાણે પરગામથી કોઇ એક બાઇ પોતાની સાથે એક પંદર વરસના કિશોરને આંગળીએ વળગાડી ડેલીમાં થઇને ગઢની અંદર આઇને ઓરડે ચાલી ગઇ.

“ભગા ડેર !! ઓઢા ખુમાણે આ અજાણ્યાં પગલાં ઉપરથી વહેમાઇને પોતાના ચાકરને કહ્યું : જાવ.. તપાસ કરો, કોણ મહેમાન આવ્યાં છે ?”

ભગો ડેર ઓઢા ખુમાણનો વફાદાર જોદ્ધો હતો, ઓરડે જાય ત્યાં તો નવા આવનાર બાળકને આઇ પોતાના ખોળામાં લઇને બેઠેલાં છે, બાળકને મોઢે ને માથે હાથ પંપાળી રહ્યાં છે, અને વડારણ આખી વીતક વાર્તા સંભળાવે છે :

“માડી ! આ દીકરા પાલીતાણા દરબાર નોંઘણજીના કુંવર છે, એમનું નામ “ઉન્નડજી” અટાણે એમના કાકા અલ્લુજી પાલીતાણાની ગાદીએ ચડી બેઠા છે, અને કુંવરને મારવાનો મનસૂબો કરી રહ્યા છે. આ બાતમી અમારા કાને પડી અટલે માં બિચારાં ફફડી હાલ્યાં, દીકરો કોને જઇ સોંપવો ? અલ્લુજીની ધાકના માર્યા કોણ સાચવે ? અને પૈસાને લોભે દગોય કોણ ન રમે ? આઇ !! એકાએક મારાં માઁ ને આપા-ઓઢો ખુમાણ-સાંભર્યા.., એણે મને કહ્યું કે, ” આપો મારા જીભના માનેલ ભાઇ બરોબર છે એના ખોળામાં મારા ઉન્નડ આશરો પામશે.” જા, ઝટ આપાને સોંપી દે.. અને વીરને કે જે કે બોન ઓળખતી-પાળખતીયે નથી, તોય ‘ભાઇ’ કહીને ભાણેજનાં રખવાળાં ભળાવે છે.”

વડારણની વાત સાંભળીને ઓઢા ખુમાણનાં ઘરવાળાં બાઇનું અંતર ભીનું થઇ ગયું. ઉન્નડજીને હૈયા સમો દાબી લીધો અને પાછું વડારણને પૂછ્યું : તયીં બાપ !! તમે એકલાં કાં આવ્યાં ? માં ને કેમ ન લાવ્યાં ?

“અરેરે આઇ !! માં તો અલ્લુજીની કેદમા કે’વાય જરાક જાણ થાય તો અલ્લુજી નીકળવા જ શેના આપે ? હું તો અધરાતે આ દીકરાને લઇને છાનીમાની નીકળી આવી છું., તોય રસ્તામાંય ધરતી અમને માકારો કરતી’તી.

કેમ ?

“કેમ શું ? રસ્તે રૂપાવટી ગામ આવ્યું અને રૂપાવટીમાં કાકો ભગવતસંગ રહે. ત્યાં કુંવર સાટુ હજામ હોકો ભરવા ગયો, કાકાને ખબર પડી કે ઉન્નડજી ભાગી જાય છે. અલ્લુજી તો ઊગતો સૂરજ ! એને પૂજવાનુું કોણ ભૂલે ? કાકાએ હોકામાં સોમલ ભેળવેલી તમાકુ ભરાવી, હજામ પીતો પીતો આવ્યો અને થોડીવારમાં તો માર્ગે ઢળી પડ્યો, ભગવાનનાં રખવાળાં, તે કુંવર બચી ગયા, માંડ આંહીં તમારે ખોળે પહોંચ્યાં છીએ. આઇ ! મારાં માને માથે તો વળી હવે થવાની હોય તે ખરી !”

ભગા ડેર !! આઇએ કહ્યું : ” કુંવર ઉન્નડજીને ડેલીએ તેડી જાવ, અને કાઠીને કે’જો કે આખ્યુંનીય ઓળખાણ વિનાની રજપૂતાણીએ વિશ્વાસે વીરપહલી માગેલ છે તો સાચા ધરમ-ભાઇને શોભે તેવું કરી દેખાડજો.”

દાતણની ચીરોને ધરતી પર મેલીને મોઢું ધોઇ જેમ ઓઢા ખમાણે ઊગતા સૂરજ સામા હાથ જોડ્યા અને સ્તુતિ કરી કે..,

” ભલે ઊગા ભાણ ! ભાણ તુંહારાં ભામણાં,

મરણ જીયણ લગ માણ, રાખો કાશપરાઉત..!! “

કુંવરને આંગળીએ વળગાડીને ભગો ડેર ચોપાટમાં આવ્યા, ઓળખાણ આપી, અને વાડારણે કહેલી આખી વાત વર્ણવી, તેમ તો ઓઢા ખુમાણની છાતીમાં ગર્વભરી ભક્તિ ઊભરાઇ, એ બોલ્યા :

“આવ્ય, બાપ ઉન્નડ, આવ્ય. તને પાલીતાણાની ગાદી ઉપર બેસાડું.” એમ કહી કુંવરને પોતાના ખોળામાં બેસાડ્યો.

એ વખતે ત્યાં મહેમાન બનીને આવેલા એક ખુમાણના મોંમાંથી એક અટ્ટહાસ્ય નીકળી ગયું.

ઉન્નડજી તો કૂદીને ઓઢા ખુમાણના ખોળામાં ચડી બેઠો, પણ ઓઢા ખુમાણની આંખ મહેમાન તરફ ફરી એણે પૂછ્યું : ” કેમ મેરામભાઇ ! તમારા હસવાનો મરમ શું છે ? “

” મરમ બીજો શું ? તમારે કહ્યે કાંઇ ત્યાં ખોળામાં પાલીતાણાની ગાદી આવી પડવાની છે, ઓઢા ખુમાણ !! એ તો બોલાય, પણ ભાયડા હોય તે વિચારીને બોલે.”

ઓઢો ખુમાણ જરી ઝાંખા પડ્યા અને પછી એક ઘૂંટડો પીધઓ હોય તેમ બોલ્યા :

” ખરું છે, મેરામભાઇ !! લ્યો, ત્યારે આ ખોળામાં જ ઉન્નડજીને બેસાડી રાખી પરબારા પાલીતાણાની ગાદી ઉપર ન બેસાડું ત્યાં સુધી આંસોદર ગામનું પાણી હરામ છે. ” એમ કહીને પડખે પડેલા લોટામાંથી અંજલિ ભરીને નીચે ઢોળી, ચોપાટમાંથી ઊભા થઇ ગયા અને હુકમ કર્યો : લાવો મારી ઘોડી.” ધોડી પર બેસી, અંગે હથિયાર ધરી, ઓઢો ખુમાણ ચાલી નીકળ્યા, ખોળામાં કુંવર ઉન્નડજી બિરાજે.

ઓઢા ખુમાણે પોતાના બાર ગામની અંદર સંદેશા પહોંચાડ્યા કે ” એક સો, એક સો ઘોડેસવાર આવીને આજ રાતે મને પાંચતોબરાને પાદર ભેગા થાય.” એ પ્રમાણે બારસો શસ્ત્રધારી યોદ્ધાનાં ઘોડાં આવીને પાંચતોબરામાં હણહણી ઊઠ્યાં, રાતને ત્રીજે પહોરે ચીબરી બોલી. એ ચીબરીની ભાષા પારખી સાથેનો શુકનાવાળી મેર બોલ્યો : આપા !! જો અત્યારે ઘોડાં ઉપાડો તો શુકન કહે છે કે એક પણ જોદ્ધાને એક છોઇ ફાડ પણ ઇજા નહિ થાય અને વિના જખમે પાલીતાણું લેવાશે.”

ફોજ ચડી પાલીતાણા, પોહ ફાટતાં પાલીતાણાને પાદર પહોંચ્યા. દરવાજો ખૂલ્યો કે તરત જ તમામ પાલીતાણાની અંદર પેસી ગયા અને ધીંગાણું આદર્યું.., રાજના અમીરોએ, પ્રજાજનોએ, અને સૈનિકોએ ઓઢા ખુમાણના ખોળામાં ઉન્નડજીને બેઠેલા દીઠા એટલે તમામ ખસી ગયા. તમામ સમજી ગયા કે આ યુદ્ધ સ્વાર્થનું નથી, પોતાના બાળરાજાના હિતનું છે, કોઇએ સામાં શસ્ત્ર ન ઉગામ્યાં.

પણ દરબારગઢની ડેલી પર કેસર ભાથી નામનો એક રજપૂત પોતાના એંશી ઘોડે સવારોને લઇને સામે ઊભો હતો, ઓઢા ખુમાણે એને બહુ સમજાવ્યો : ” કેસર !! હું પાણીતાણાના ધણીની ખાતર આવ્યો છું. મારે પાણીતાણાનો દાણોય ન ખપે.. તું ખસી જા.”

“આપા ઓઢા ખુમાણ !! આજ આ બુઢ્ઢા દાંતની અંદર અલ્લુજીનું અન્ન ભર્યું છે. હું રજપૂત છું અટલે એક ભવમાં બે ધણી નહિ કરું. ” કેસર ભાથીએ એવો જવાબ દઇને અવતાર દીપાવ્યો. “

ધીંગાણું જામ્યું બન્ને બાજુ શૂરવીરો હતા, કેસરના જોદ્ધા કપાવા લાગ્યા, ઓઢાના આદમીઓ પણ ઊડવા લાગ્યા. સહુ જુદ્ધમાં તલ્લીન છે, કોઇનું ધ્યાન નથી તેવામાં માઢ માયથી અલ્લુજી દેખાણો, હાથમાં પ્રચંડ સાંગ હતી તે અલ્લુજી એ બરાબર ઓઢાની ઉપર તાકીને ફેંકી પલવારમાં ઓઢો અને કુમાર ઉન્નડજી બંનેનો જીવ નીકળી જાત, પણ.. નિમકહલાલ ભગા ડેરે જોયું કે પોતાનો ધણી અને પાલીતાણાનો ધણી બેય ઊડશે ! એણે પોતાનો ઘોડો મોઢા આગળ નાખ્યો અને ઉપરથી પડતી સાંગ એની છાતીને ચીરી જમીનમાં પેઠી ગઈ પોતાનો માલિક બચી ગયો. એ બધું એક પલમાં બન્યું.. અલ્લુજી હથિયાર વિનાનો થઇ પડ્યો, ઓઢાએ ભાલાનો ઘા કર્યો અલ્લુજીની ખોપરી ફાડીને ભાલું પાછું વળ્યું.

એ જ દિવસે દરબાર ભરીને ઓઢા ખુમાણે કુંવર ઉન્નડજીને પાલીતાણાના તખ્ત ઉપર બેસાડ્યો અને બંદીજનોએ ઓઢા ખુમાણને બિરદાવ્યો કે..,

।। દુહો ।।

” ઘાટોડે ઘડિયો, તુંને લૂણ તણા,

માટીઆઇએ માણા, એતી જ હૂતી ઓઢિયા..!! “

અર્થાતઃ હે લૂણા ખુમાણના દીકરા ઓઢા ખુમાણ ! તને જ્યારે પ્રભુરૂપી કુંભારે ઘડ્યો ત્યારે એની પાસે બસ એટલી જ, તને બનાવવા પૂરતી જ, માટી (મરદાનગીરૂપી) રહી હતી. તે પછી એણે શૂરવીરો સર્જ્યા જ નથી.

– આભાર

સૌરાષ્ટ્ર રસધાર

આપણી સંસ્કૃતિ અને આપણો વારસો.