Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

પત્નીએ પતિ પાસે આવી કહ્યુ છોકરાઓ આપણાથી અલગ થવા માંગે છે, ભાગ પાડી આપો. પતિ આ વાત સાંભળી ગુસ્સે થઈ ગયો અને કહ્યું…
કિશોરભાઈ ની ઉંમર ૭૫ વર્ષની થઇ ચૂકી હતી, તેઓ પોતાના ગામડે ત્રણ દીકરા સાથે એક જ ઘરમાં રહેતા હતા. ત્રણે દીકરાને પરણાવીને વર્ષોથી કિશોરભાઈ નિવૃત્ત જીવન આનંદથી વિતાવી રહ્યા હતા.
એક દિવસ કિશોરભાઈ ની પત્ની એ તેને કહ્યું સાંભળો છો. થોડા દિવસ પહેલા રમેશ મારી પાસે આવ્યો હતો અને બધા લોકોનો વિચાર મારી સમક્ષ રજૂ કર્યો હતો. બધા દીકરા-વહુ હવે આપણાથી અલગ થવા માંગે છે.
કિશોરભાઈ નો સ્વભાવ ગરમ હોવાથી આ વાત સાંભળીને પહેલા તો ગુસ્સે થઈ ગયા અને કહ્યું: શું કામ અલગ રહેવા માંગે છે, આ ઘરમાં શું વાંધો છે? પરંતુ તેની પત્નીએ તેને સમજાવીને કહ્યું હવે તે લોકો મોટા થઈ ચૂક્યા છે એટલે તેઓ ઇચ્છે છે એ રીતે તમે સરખા ભાગ પાડી દો. તેઓ હવે આ ઘરમાં રહેવા નથી માંગતા.
કિશોરભાઈ થોડા દિવસ સુધી કશું ન બોલ્યા એટલે રમેશે તેના પિતાને કહ્યું બાપુજી, હવે અમારે બધાને અલગ થવું છે. અને અલગ રહેવું છે. હું સરપંચ ને બોલાવું છું એની હાજરીમાં જ તમે અમને બધી વસ્તુઓની સરખી રીતે વહેંચણી કરી દો.
કિશોરભાઇ ને ગુસ્સો આવ્યો પરંતુ તે કશું બોલ્યા નહીં. માત્ર રમેશ ને કહ્યું વાંધો નહીં સરપંચ ને બોલાવી લે. હું ભાગ પાડી દઈશ.
રમેશ સરપંચ પાસે ગયો અને આખી વાતની જાણ કરી. સરપંચ સાંજના તેઓની ઘરે આવશે એવું નક્કી કરીને રમેશ પાછો ઘરે આવ્યો જમ્યો અને સાંજે સરપંચ ઘરે આવશે એ વાતની બધાને જાણ કરી.
સાંજે સરપંચ આવ્યા એટલે તરત જ રમેશ પિતા પાસે જઈને બોલ્યો બાપુજી સરપંચ આવી ગયા છે. હવે તમે તમારી રીતે વહેંચણી કરી આપો.
બાપુજી ઘરમાંથી બહાર આવ્યા. સાંજનો સમય હતો. ઢળતી સાંજે એક ખાટલા ઉપર બાપુજી અને સામે સરપંચ બેઠા હતા. અને કિશોર ભાઈ ના ત્રણ દીકરાઓ ત્યાં બાપુજી ના ખાટલા પાસે ઊભા હતા.
સરપંચ વાતની શરૂઆત કરી અને કહ્યું જો છોકરાઓને ભેગા રહેવું તે ફાવતું ન હોય તો ભાગ પાડી આપો એ જ સારી વાત છે. જેટલી વસ્તુઓ છે એ પ્રમાણે સરખી રીતે બધાને ભાગ પાડી દો અને હવે કિશોરભાઈ તમે અને તમારી પત્ની કહો કે તમે કયા દીકરા સાથે રહેશો?
કિશોરભાઈ સરપંચ ને હજુ કંઈ પણ જવાબ આપે તે પહેલા રમેશ બોલી ઉઠ્યો અરે એમાં શું પૂછવાનું હોય, બાપુજી ચાર મહિના મારા ઘરે રહેશે, ચાર મહિના વચલા ભાઈ ના ઘરે રહેશે,અને ચાર મહિના નાના ભાઈને ઘરે રહેશે.
જાણે રમેશ પહેલેથી આ વાત તેના બન્ને ભાઇઓ સાથે નક્કી કરીને આવ્યો હોય એ રીતે બંને ભાઈઓને ઔપચારિકતા માટે પૂછ્યું, આ નિર્ણય બરાબર છે ને? બંને ભાઈઓએ તરત જ કહ્યું હા ઠીક છે. અમને આ નિર્ણય મંજુર છે.
સરપંચ બોલ્યા ચાલો એ તો નક્કી થઈ ગયું કે કિશોરભાઈ અને તેની પત્ની તેના ત્રણેય દીકરાની ઘરે ચાર ચાર મહિના સુધી રહેશે. તો હવે કિશોર દાદા ઘર,જમીન તેમજ બીજી કોઈ મિલકત હોય તેના ભાગ કરી નાખો.
કિશોરભાઈ અંદરથી ખૂબ ગુસ્સે હતા પરંતુ દીકરાઓના મનમાં શું છે એ વાત જાણવા માટે તે કશું બોલ્યા નહીં. એમાં પણ આ ચાર મહિના દરેક દિકરાને ઘરે જઈને કિશોરભાઈ અને તેની પત્નીએ રહેવાનું આ વાતથી તો તેનો ગુસ્સો જાણે આસમાન ઉપર પહોંચી ગયો હતો.
ઘણા સમયથી એક શબ્દ ન બોલેલા કિશોરભાઈ હવે બોલ્યા શેનો ભાગ પાડવો છે? શેની વહેચણી?
પછી બધા દીકરાની સામું જોઈ અને બોલ્યા ભાગ અને વહેંચણી તમે નહીં પરંતુ હું એટલે કે તમારો બાપ કરશે…
સાંભળી લો મારો ફેસલો… ત્રણેય દીકરાઓએ પહેરેલે કપડે આ ઘરમાંથી નીકળી જવાનું છે. પછી ચાર મહિના વારાફરતી વારા મારા ઘરે આવી અને રહેવાનું. એટલે કે ચાર મહિના મોટો રહેશે, બાકીના ચાર મહિના વચલો રહેશે અને પછીના ચાર મહિના નાનકો અહીં રહેવા આવશે. અને આ સિવાયના મહિનાઓની વ્યવસ્થા જેને જેમ કરવી હોય એમ કરી શકે છે…
તમે મારી વહેંચણી કરવા નીકળ્યા છો પરંતુ આ સંપત્તિનો માલિક હજુ હું જ છું. બાપુજીના મોઢેથી આવા વેણ સાંભળીને બધા દીકરાઓને સમજાઈ ગયું કે તેઓએ કેટલી મોટી ભૂલ કરી છે. તેઓ બધા કિશોરભાઈ ની માફી માંગવા લાગ્યા. કિશોરભાઈ જે બોલ્યા તે સાંભળી સરપંચ તો આશ્ચર્યચકિત થઈ ગયા પરંતુ ત્યાં હાજર રહેલા ઘણા બીજા વડીલોની પણ આંખ ખૂલી ગઈ.
આજે કિશોરભાઈ ના નિર્ણયને સરપંચ ખુદ કહ્યું કે વાહ કિશોરદાદા આને કહેવાય સાચો નિર્ણય. વહેંચણી દીકરાઓએ નહીં પરંતુ માતા-પિતાએ કરવાની હોય.

મુકુંદ્રી ધારિયા

Posted in બાળ ગીતો

બાળ જોડકણાં


“ વારતા રે વારતા, ભાભા ઢોર ચારતા,
ચપટી બોર લાવતા, છોકરા સમજાવતા,
એક છોકરુ રીસાણું,કોઠી પાછળ સંતાણું,
કોઠી પડી આડી,અરર….ર…..માડી “.

“ ચકા રાણા, ચકા રાણા,
નથી ઘરમાં દાણા !
ચક ચક કરતા ચકારાણા,
લાવ્યા ઘરમાં દાણા “.

“ ચાંદો સૂરજ રમતા ‘ તા,રમતા રમતા કોડી જડી ,
કોડીના મે બીજ લીધા,બીજ મે વાડે નાખ્યા,
વાડે મને વેલો આપ્યો,વેલો મે ગાયને નાખ્યો,
ગાયે મને દૂધ આપ્યુ ,દૂધ મે મોરને પાયુ,
મોરે મને પીંછુ આપ્યુ,પીંછુ મે બાદશાહ ને આપ્યુ,
બાદશાહે મને ઘોડો આપ્યો,ઘોડો મે બાવળે બાંધ્યો,
બાવળે મને શૂળ આપી,શૂળ મે ટીમ્બે ખોસી,
ટીમ્બે મને માટી આપી,માટી મે કુંભારને આપી,
કુંભારે મને ઘડો આપ્યો,ઘડો મે કૂવાને આપ્યો,
કૂવાએ મને પાણી આપ્યુ,પાણી મે છોડને પાયુ,
છોડે મને ફૂલ આપ્યુ,ફૂલ મે મહાદેવ ને ચડાવ્યુ,
મહાદેવે મને ભાઇ આપ્યો,ભાઈ મે ભાભીને આપ્યો,
ભાભીએ મને કેરી આપી,કેરી કેરી ખાઇ ગયો,
ગોટલો એ પડ્યો…પેલે પાર..”

Posted in બાળ ગીતો

બાળ જોડકણા


 1. 1) બેઠા બેઠા રમતી વખતેના જોડકણાં
  “ અડકો દડકો દહી દડૂકો,
  સાવન ગાજે , પીંલુ પાકે,
  ઉલ મૂલ , ધતુરાનુ ફૂલ “
 2. 2) ઉભા ઉભા રમતી વખતેના જોડકણાં
  “ ટામેટુ રે ટામેટુ,
  ઘી ગોળ ખાતુ ‘તુ,
  નદીએ નાવા જતુ’તુ,
  અસમસ ને ઢસ “
 3. 3) દોડીને પકડવા જતી વખતેના જોડકણાં
  “ ઇતે ઇતે પોણી, શેર શેર ધોણી,
  યે દરવાજા ખોલુંગા , છરા લેકે મારુંગા‘’
 4. 4) સામ- સામે સવાલ જવાબ કરતા જોડકણાં
  ડોશીમાં ડોશીમાં ક્યાં ચાલ્યા ?
  છાણા વીણવા …
  છાણામાંથી શુ મળ્યુ ?
  રૂપિયો…
  રૂપિયાનુ શુ લાવ્યા ?
  ગાંઠિયા…
  બળ્યા તમારા ટાંટીયા…..”

  “ મારા માથા પર કોણ છે ?હોલોરાણો….
  શુ ખાય…? ઝારનો દાણો..
  ઉતર હોલા…નહી ઉતરુ..
  તને નવડાવુ….નહી ઉતરુ..
  તને ખવડાવુ ….નહી ઉતરુ..
  તારી બેનને બોલાવુ …આ ઉતરુ ….! “
Posted in कविता - Kavita - કવિતા

બાળ જોડકણાં


મામાનું ધર કેટલે ?
દીવા બળે એટલે.
દીવા તો મેં દીઠા
મામા લાગે મીઠા.
ભાણીયા રમે ચોકમાં,
મામી બેઠા ગોખમાં.
*****************

અડકો દડકો દહી દડાકો
શ્રાવણ ગામે બીલુ પાકે
ઉલ મૂલ ધતુરાનું ફુલ
સાકર શેરડીનું ખજુર
*****************

ચકી ચોખા ખાંડે છે.
મોર પગલા માંડે છે.
રાજિયો ભોજિયો,
ટીલડીનો ટુંચકો,
માર ભડાકા ભૂસકો
*****************

લોઢાના બે લાટા,
એનું નામ પાટા.
પાટે ગાડી દોડી જાય,
છૂક છૂક કરતી ચાલી જાય
જરાક પાટા આડા થાય,
ધડાક કરતી તૂટી જાય.
*****************

ડોસા ડોસી ક્યાં ચાલ્યા ?
‘છાણા વિણવા’
છાણામાંથી શું જડ્યું ?
‘રૂપિયો’
રૂપિયાનું શું લીધું ?
‘ગાંઠિયા’
ભાંગે તમારા ટાંટિયા
*****************

ખાટલા ઉપર પગ મૂકીને,
ખાટલે ચડી બેઠા,
કડાક કરતો ખાટલો તુટ્યો,
ધડામ ગબડ્યા હેઠા.
*****************

મરચું કહે હું લાલ-લીલું,
પહેરું ટોપી નાની,
તીખું ભડકા જેવું,
જીભ રહે ના છાની.
*****************

કૂતરો મારો શાણો કેવો,
ચોર દેખી ભસતો,
ચોકી કરતો ઘર આંગણે,
રાત આખી ફરતો.
*****************

સસલાભાઈ તો બીકણ ભારે,
કાતરી ખાતા પાન,
ઉંદરભાઈના મામા એ તો,
લાંબા લાંબા કાન.
*****************

Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

પંચતંત્ર: વાંદરાની સલાહ


રત્નપુર નગરના રાજાને ઘોડા પાળવાનો ખૂબ શોખ હતો. એના ઘોડારમાં દેશ દેશના કીમતી ઘોડાઓ હતા. એ બધા ઘોડા રાજાને ખૂબ વહાલા હતા.

આ રાજાનો એક કુંવર હતો. એકનો એક. બધાનો લાડકો. તેને ઘેંટા ને વાંદરાં પાળવાનો શોખ હતો. ધોળાં ધોળાં રૂના ઢગલા જેવાં અલમસ્ત ઘેટાં તેણે પાળ્યાં હતાં. અને વાંદરાનું તો આખું ઝુંડ તેના બગીચામાં હતું. અને વાંદરાં પણ જેવા તેવા નહિ. તાલીમ પામેલાં કુંવર આવે એટલે સલામ કરે. કુંવર સાથે જાતજાતની રમતો રમે. કુંવરને ખુશ કરવા જાત-જાતના ખેલ કરે.

રાજાએ એક વિશાળ જગા આ લોકો માટે અલગ કાઢી હતી. ત્યાં એક તરફ ઘોડાર અને બીજી તરફ વાંદરાં અને ઘેટાં રહેતાં. ઘોડાર સામે જ રાજાનું રસોડું હતું.

હવે એક ઘેટું બહુ તોફાની હતું. તે લાગ મળે ત્યારે આ રસોડામાં ઘૂસી જતું અને જે મળે તે ખોરાક ખાઈ જતું. એના બગાડથી રસોઇયા ખૂબ ગુસ્સે થતા. કુંવરનું ઘેટું એટલે એને મારી તો ન નખાય. પરંતુ મેથીપાક તો બરાબર આપતા.

પરંતુ ઘેટાને એની જરાય પડેલી નહિ. તે તેનું તોફાન ચાલુ જ રાખતું. હવે તેનું આ તોફાન બુઢ્ઢો વાંદરો જોતો. એક દિવસ એણે પોતાના પરિવારને ભેગું કર્યું અને કહ્યું, ‘જુઓ આપણે આનંદથી રહીએ છીએ. કુંવરજી આપણને સારો સારો ખોરાક આપે છે. પણ એક બહુ મોટું જોખમ આપણા માટે ઊભું થયું છે.’

‘શું ?’ બધાં વાંદરાં પૂછવા લાગ્યાં.

‘પેલું તોફાની ઘેટું ઘણી વાર રાજાના રસોડામાં ઘૂસી જાય છે. જો કોઈ વાર રસોઇયો વધારે ખિજવાઈ જશે તો એને સળગતું લાકડું મારશે. એટલે તેના વાળ સળગી ઊઠશે. હવે રસોડાની સામે જ ઘોડારનો દરવાજો છે. ઘેટું ગભરાઈને એ ઘોડારમાં ઘૂસી જશે. આથી ત્યાંનું ઘાસ સળગી ઊઠશે. અને ઘાસ સળગી ઊઠશે તો ઘોડા દાઝી જશે. ઘોડા રાજાને બહુ વહાલા છે. એટલે તરત જ ઘોડાને બચાવવા વૈદો આવશે. વૈદો ઘોડાના દાઝેલા ભાગ પર લગાડવા વાંદરાનાં હાડકાંનું તેલ મંગાવશે. તાત્કાલિક વાંદરાં ક્યાંથી મળે ? એટલે રાજા આપણને મરાવી નાખશે અને આપણાં હાડકાંનું તેલ કઢાવશે. અને એમ આપણો નાશ થશે. માટે એવો કોઈ બનાવ બને તે પહેલાં જ આપણે અહીંથી ભાગી જવું જોઈએ.’

લગભગ બધાં જવાંદરાં આ વાત સાંભળીને હસી પડ્યાં. એક જુવાન વાંદરો બોલ્યો : ‘દાદા ! તમારી તો સાંઠે બુદ્ધિ નાઠી લાગે છે ! તમે તો બહુ જ લાંબા લાંબા વિચાર કરો છો. અને આપણી જિંદગી છે ટૂંકી. માટે હાલ જે સુખસાહ્યબી મળી રહી છે તેને ભોગવો અને શાંતિથી ઊંઘી જાઓ.’

‘નહિ. હું બહુ વિચારીને કહું છું. હું આજે જ અહીંથી ભાગી જાઉં છું. તમે આવો… ન આવો એ તમારી મરજીની વાત છે. પરંતુ હું તમને ચેતવી દઉં છું કે આવી વાત બનવાની શક્યતા છે જ.’

બધાં જ વાંદરાંએ બુઢ્ઢા વાંદરાની મશ્કરી કરી. અને કોઈએ તેની વાત ન માની. દુઃખી હૃદયે બુઢ્ઢો વાંદરો ત્યાંથી ભાગી ગયો.

બીજે દિવસે કુંવરે જોયું તો બુઢ્ઢો વાંદરો ન મળે. તેણે રાજાને કહ્યું. બધાંએ બહુ શોધ કરી પણ એ વાંદરો ન મળ્યો તે ન જ મળ્યો.

દિવસો વીતવા લાગ્યા.

એમ કરતાં દશેરાનો દિવસ આવ્યો. રાજ્યમાં મોટો ઉત્સવ ઊજવાતો હતો. આજે રાજાની સવારી નીકળવાની હતી. અને ત્યાર પછી રાજમહેલમાં મોટો ભોજન સમારંભ હતો. રસોઇયાઓ રાતથી જાતજાતની વાનગીઓ બનાવી રહ્યા હતા. એક તરફ ખીર બનાવીને ઠંડી કરવા મૂકેલી હતી. રાજાને ખીર બહુ જ ભાવતી. એમાં જાતજાતના તેજાના નાખવામાં આવ્યા હતા. બધા ઉતાવળે ઉતાવળે રસોઈ બનાવતા જતા હતા. બધા જ પોતાની ધૂનમાં હતા.

પેલું તોફાની ઘેટું ત્યાં આવ્યું. તેણે જોયું તો પોતાના આગમન તરફ કોઈનું લક્ષ ન હતું. એણે રસોડામાં નજર કરી તો ખીર જોઈ એના મોંમાં પાણી આવ્યું. અને ધીરેથી સરકીને એ ખીર પાસે પહોંચી ગયું અને ખીર ચાટવા લાગ્યું.

અચાનક પૂરી તળી રહેલા રસોઇયાની નજર એ ઘેટા પર પડી. ઘેટાએ રાજાની ખીર બગાડી એટલે રસોઇયો ક્રોધથી લાલચોળ બની ગયો. ગુસ્સાથી એણે ચુલામાંથી સળગતું લાકડું ખેંચી કાઢ્યું અને ઘેટા પર છૂટું માર્યું. સળગતા લાકડાનો સ્પર્શ થતાં જ ઘેટાના વાલ સળગી ઊઠ્યા. તે ભાગ્યું. અને સીધું સામે ના ખુલ્લા દરવાજામાંથી ઘોડારમાં ઘૂસી ગયું. અને આળોટીને પોતાના શરીરની આગ ઠારવા માંડ્યું. તેના શરીરની આગ તો ઓલવાઈ ગઈ પરંતુ ઘાસ સળગવા લાગ્યું.

ઘેટું તો ભાગી છૂટ્યું. હવે રસોઇયાને પણ ખ્યાલ નહિ કે ઘેટું સળગીને ઘોડારમાં ઘૂસી ગયું છે. વળી ઘોડારમાં પણ તે સમયે કોઈ ન હતું. બધા ઘોડાઓને વહેલા નવડાવીને પોતે તૈયાર થવા ગયા હતા. એટલે ધીરે ધીરે ઘાસ વધારે સળગવા લાગ્યું અને જોતજોતામાં આખું ઘોડાર સળગી ઊઠ્યું. ઘોડારના માણસો દોડતા આવ્યા અને ઝડપથી બધા ઘોડાઓને છોડવા લાગ્યા છતાં ઘણા ઘોડા દાઝી ગયા.

આ તો રાજાના પ્રિય ઘોડાઓ હતા. એટલે તાબડતોબ રાજવૈદને બોલાવવામાં આવ્યા.

વૈદે કહ્યું, ‘તાત્કાલિક વાંદરાંનાં હાડકાંનું તેલ જોઈએ. તે લગાડવાથી તરત જ ઘોડાઓને આરામ થશે.’

હવે તેલ માટે વાંદરાંનાં ઘણાં હાડકાં જોઈએ. તે હાડકાં ક્યાંથી લાવવાં ? એટલે રાજાએ રાજનાં વાંદરાંઓને મારી નાખવાનો હુકમ આપ્યો. તરત જ બધાં વાંદરાંઓને મારી નાખવામાં આવ્યાં.

આમ બુઢ્ઢા વાંદરાએ કરેલી આગાહી સાચી પડી. બધાં વાંદરાંઓનો નાશ થઈ ગયો.૦ ૦ ૦

થોડો સમય વીત્યો એટલે બુઢ્ઢા વાંદરાને પોતાનો પરિવાર યાદ આવ્યો. એને તેઓ વગર ગમતું ન હતું. અને તેઓની ચિંતા પણ ખૂબ થતી હતી. તે લોકોએ એની વાત મશ્કરીમાં કાઢી નાખી હતી, તે વાતનું એને બહુ દુઃખ હતું. આથી તે લપાતો છુપાતો રાજાના રસોડા પાસે ગયો, જ્યાં એ પોતાના પરિવાર સાથે રહેતો હતો.

ત્યાં જઈને એણે જોયું તો પોતાના પરિવારનો એકે વાંદરો ન દેખાયો. પેલા તોફાની ઘેટાં પર દાઝવાનાં નિશાન હતાં. અને ઘોડારમાં ઘણા ઘોડાનાં શરીર પર પણ દાઝેલાનાં નિશાન આછાં આછાં દેખાતાં હતાં. તે બધી વાત સમજી ગયો. તેની વાત સાચી પડી હતી. રાજાએ ઘોડા ખાતર પોતાના પરિવારનો નાશ કરી નાખ્યો હતો.

આથી વાંદરો રડી પડ્યો. તેને બહુ જ દુઃખ થયું. પરંતુ બનવાકાળ બની ગયું. હવે શું થાય ? વાંદરો ધીરે ધીરે પાછો ચાલ્યો ગયો. હવે એને રાજાના રાજ્યમાં રહેવાનો કંટાળો આવ્યો. એટલે એ જંગલમાં ચાલ્યો ગયો. જંગલમાં એ આગળ ને આગળ વધતો ગયો. એમ કરતાં કરતાં એ એક તળાવને કિનારે આવ્યો. કિનારાના એક વૃક્ષ પર એ શાંતિથી બેઠો. અને એણે પહેલાં આજુબાજુની જગ્યાનું નિરીક્ષણ કર્યું. પછી એણે જમીન પર જોયું તો બધાનાં પગલાં તળાવની અંદર જતાં હતાં. પણ કોઈ પગલાં પાછાં વળતાં દેખાતાં ન હતાં. એટલે એને આશ્ચર્ય થયું. એને થયું કે, આ તળાવમાં ચોક્કસ વસ્તુ લાગે છે. પગલાં અંદર તરફ જાય છે તો બહાર કેમ વળતાં નથી ! જરા વાર એણે વિચાર કર્યો. એને જોખમ લાગ્યું. એણે તળાવમાં જઈને પાણી પીવાનું માંડી વાળ્યું. પણ તરસ તો ખૂબ લાગેલી. ગળું તરસથી સુકાતું હતું. હવે શું કરવું ? આથી એણે આજુબાજુ નજર કરી. તો એને બે-ત્રણ કેળનાં ઝાડ દેખાયાં. એના મનમાં એક યુક્તિ સૂઝી. એણે કેળનું એક મોટું પાન તોડ્યું. તેની ભૂંગળી બનાવી. અને એ ભૂંગળીનો એક છેડો તળાવના પાણીમાં ડુબાડ્યો. અને એના બીજા છેડેથી હવા ખેંચવા લાગ્યો. આથી પાણી સીધું એના મોંમાં આવી ગયું. આ રીતે એણે ઝાડ ઉપર બેઠા બેઠા જ પાણી પીધું.

હવે એ તળાવમાં એક રાક્ષસ રહેતો હતો. તે પાણીમાં છુપાઈ રહેતો. અને જ્યારે કોઈ પ્રાણી પાણી પીવા આવે એટલે એને પકડીને ખાઈ જતો. આ એનો રોજનો ક્રમ હતો.

આજે પણ એ પાણીમાં છુપાઈને આ વાંદરાને જોઈ રહ્યો હતો. વાંદરાનું માંસ તો એનું પ્રિય ભોજન હતું. એટલે એ ખૂબ ખુશ થઈ ગયો હતો. અને વાંદરો ક્યારે પાણી પીવા તળાવની પાળ પર આવે, ક્યારે પોતાનું મોં પાણીમાં બોળે તેની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ વાંદરાએ કેળના પાનની ભૂંગળી બનાવી પાણી પીધું, ત્યારે એ આશ્ચર્યચકિત બની ગયો. તે વાંદરાની અક્કલ પર આફરીન થઈ ગયો. આવું બુદ્ધિશાળી પ્રાણી એણે એની જિંદગીમાં જોયું ન હતું.

એ ખુશ થઈને પાણીની સપાટી પર આવ્યો અને બોલ્યો : ‘હે વાનર ! હું તારા પર બહુ ખુશ છું. મેં તારા જેવું બુદ્ધિશાળી પ્રાણી મારી જિંદગીમાં જોયું નથી.’

વાંદરો તો એને જોઈ ચમક્યો. એને તળવમાં જતાં પગલાંનું રહસ્ય સમજાઈ ગયું. એને થયું, ઉતાવળ કરી જો એ પાણી પીવા ગયો હોત તો એ પણ રાક્ષસના મોંમાં પહોંચી જાત. એ કંઈ બોલ્યો નહિ. એણે રાક્ષસ સમે જોઈને પ્રણામ કર્યાં.

‘હે વાનર ! હું તારા પર ખુશ છું. આથી તને આ હીરાનો હાર ભેટ આપું છું. તેનો તું સ્વીકાર કર.’

‘રાક્ષસરાજ ! સાચું કહું ? મને તમારો ભય લાગે છે. એટલે હું તમારી નજીક કેવી રીતે આવું ?’ વાંદરાએ નમ્રતાથી કહ્યું.

રાક્ષસ હસી પડ્યો. અને બોલ્યો, ‘તારો ભય સ્વાભાવિક છે. વાંધો નહિ. તું આ હાર ઝીલી લે.’ કહીને એણે હર વાંદરા તરફ ફેંક્યો, વાંદરાએ એ હાર સ્ફૂર્તિથી ઝીલી લીધો. અને ગળામાં પહેરી લીધો. વાંદરાએ જોયું તો તે અતિ મૂલ્યવાન મોટા મોટા હીરાનો બહુમૂલ્ય હાર હતો.

તેણે રક્ષસને કહ્યું, ‘રાક્ષસરાજ ! આ હાર તો ઘણો કીમતી છે. મેં તમારો અવિશ્વાસ કર્યો તે બદલ મને ક્ષમા કરો.’ અચાનક વાનરના મનમાં એક વિચાર આવ્યો. અને તે તેણે અમલમાં પણ મૂકી દીધો.

‘રાક્ષસરાજ ! મારા પર એક કૃપા કરશો ?’

‘કહે.’

વાનરે પોતાના પરિવારના નાશની આખી વાત રાક્ષસને કરી. પછી ઉમેર્યું, ‘હું રાજા સામે બદલો લેવા માગું છું. આ હારની લાલચમાં એ રાજાના પરિવારને હું અહીં લઈ આવીશ. અને તમારે હવાલે કરી દઈશ. પરંતુ કૃપા કરી તમે મને જોઈને બહાર દેખાતા નહિ.’

‘સારું.’ રાક્ષસ તો ખુશ ખુશ થઈ ગયો. માનવ માંસ તો એને અતિપ્રિય હતું.

વાંદરો તો ઊપડ્યો રાજા પાસે. સીધો દરબારમાં પહોંચી ગયો અને રાજાને પ્રણામ કરી ઊભો રહ્યો. રાજા અને એનો કુંવર આ બુઢ્ઢા વાંદરાને જોઈને ખુશ થઈ ગયા. ત્યાં જ રાજાની નજર વાંદરાના ગળા પર પડી. તેના ગળામાં ઝળહળતા હારને જોઈને રાજા નવાઈ પામ્યો. અને બોલ્યો, ‘હે વાનર ! તારા ગળામાં બહુમૂલ્ય હાર દેખાય છે. તે તને ક્યાંથી મળ્યો ?’

વાંદરો મનોમન ખુશ થઈ ગયો. જે રીતે વાત શરૂ થવી જોઈએ, એ જ રીતે વાત શરૂ થઈ હતી. તેણે ગળામાંથી હાર કાઢીને રાજાના હાથમાં મૂક્યો અને કહ્યું, ‘મહારાજ ! હું આ હાર આપને બતાવવા આટે જ આવ્યો છું. આપ એનું મૂલ્ય કરાવો.’

રાજાએ એ હાર રાજ્યના મુખ્ય ઝવેરીને આપ્યો. ઝવેરીએ હાર જોઈને કહ્યું, ‘મહારાજ ! આ હારના બધા જ હીરા એટલા કીમતી છે કે આ હારની કિંમત સામે આપના રાજ્યનો ભંડાર છે તેવા દશ ભંડારો જોઈએ. તોય કિંમત ઓછી કહેવાય.’

રાજા ચકિત બની ગયો. અને વાંદરાને પૂછ્યું, ‘તને આ હાર ક્યાંથી મળ્યો ?’

‘મહારાજ ! આ હાર હું તમને ભેટ આપવા આવ્યો છું.’

રાજા ખુશ થઈ ગયો. તેણે એ હાર પહેરી લીધો. પછી વાંદરો બોલ્યો : ‘મહારાજ ! આ હાર એક ગુપ્ત જગ્યાએથી મળ્યો છે. જો આપને આવા બીજા કીમતી હાર જોઈતા હોય તો મારી સાથે ગુપ્ત-ખંડમાં આવો. હું તમને બાકીની વાત કરું.’

રાજા તૈયાર થઈ ગયા. તેમણે સભા બરખાસ્ત કરી અને વાંદરા સાથે ગુપ્તખંડમાં પ્રવેશ્યા. વાંદરાએ કહ્યું, ‘મને એક દિવસ સપનું આવ્યું કે, આપણા રાજ્યની બહાર પશ્ચિમ દિશામાં એક ગાઢ જંગલ છે. તેમાં એક તળાવ છે. તેમાં મોટો ખજાનો છે. આથી હું સવારે ઊઠીને ચાલી નીકળ્યો. આપણા રાજ્યની સરહદ વટાવી હું પશ્ચિમ તરફ ગાઢ જંગલમાં પ્રવેશ્યો. ત્યાં એક તળાવ હતું. હું એ તળાવ પાસે આવ્યો અને જ્યાં પાણી પીવા ગયો ત્યાં એક દેવ દેખાયા. તેણે કહ્યું, ‘હે વાનર ! તેં આ જળને સ્પર્શ કર્યો એટલે મારે તને કંઈક આપવું જોઈએ. માટે તું અંદર આવ.’ હું હિંમત રાખીને તળાવમાં પ્રવેશી ગયો. ત્યાં સુંદર ભવન હતું. તે દેવ મને ભંડારમાં લઈ ગયા. ત્યાં અનેક પ્રકારનાં રત્નો, આભૂષણો, સુવર્ણ, ચાંદી વગેરેના ચરુ ભરેલા હતા. તે દેવે એક ચરુમાંથી આ હાર કાઢી મને આપ્યો. પછી મને આંખો મીંચી દેવા કહ્યું. મેં આંખો ખોલી તો હું તળાવની બહાર હતો. હું ઝડપથી આપની પાસે આવી પહોંચ્યો છું. અને મેં આપને આ રહસ્યની વાત કહી સંભળાવી છે. હે પ્રભુ ! હવે આપ જલદી આપના પરિવાર સાથે તે તળાવ પાસે આવો. હું આપને રસ્તો બતાવીશ.’

રાજા ખુશ ખુશ થઈ ગયો. તેને થયું, હવે હું અખૂટ સંપત્તિ મેળવી શકીશ. અને તેમાંથી શસ્ત્રો-સૈનિકો ખરીદી મારું રાજ્ય મોટું કરીશ. આગળ જતાં હું ચક્રવર્તી રાજા બનીશ.

રાજાએ પોતાના પરિવારને, મુખ્ય મંત્રીઓને અને સ્વજનોને સાથે લીધા. અને બધા ઘોડા પર બેસી વાંદરા સાથે નીકળ્યા.

થોડા સમયમાં તેઓ તળાવ પાસે આવી પહોંચ્યા. વાંદરાએ રાજાને એક વૃક્ષ નીચે ઊભો રાખ્યો. અને બાકીના બધાંને એક પછી એક અંદર જવા ખ્યું. ધનની લાલસામાં વાંદરો જેમ કહેતો આવ્યો તેમ રાજા અને તેના સ્વજનો કરતાં ગયાં. પછી લાંબો સમય વીતી ગયો. છતાં કોઈ પાછું આવ્યું નહિ. એટલે રાજાએ વાંદરાને પૂછ્યું, ‘હે વાનર ! કેમ કોઈ પાછું ન ફર્યું ? હવે હું જાઉં ?’

‘નહિ રાજન્‌ ! તમે ન જશો. અને ગયેલા છે તેમાંથી કોઈ પાછું આવવાનું નથી. તમે મારા નિરપરાધી પરિવાર-સ્વજનોનો નાશ કર્યો એટલે મેં તમારા પરિવાર-સ્વજનોનો નાશ કર્યો. આમ આપણો હિસાબ સરભર થઈ ગયો. હવે કદી કોઈ નિર્દોષને મારશો નહિ. પછી એ માનવ હોય કે પશુ-પંખી.’

આમ કહીને વાંદરો છલાંગ મારતો દૂર દૂર ચાલ્યો ગયો.

‘હે કુમારો ! તમારે પણ એ જ વાત શીખવાની છે કે, કદી કોઈ નિર્દોષ-નિરપરાધી માનવી, પશુ-પંખી કે કોઈ પણ જીવને મારવો નહિ.’

https://gu.wikisource.org/

Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

રક્ષક ને ભક્ષક


એક માણસે ઘેટાં- બકરા સાચવવા એક કૂતરો રાખ્યો જેથી ચરતી વખતે ઘેટાં નું રક્ષણ કરે પણ આ કુતરો ગદ્દાર નિકળ્યો.

ઘેટાનું રક્ષણ કરવાની જગ્યાએ માણસની નજર ચૂકવી રોજ એક ઘેટું ખાઇ જતો. થોડા દિવસ આવુ ચાલ્યુ. માણસને શંકા ગઇ અને તેણે બરાબર ધ્યાન રાખ્યુ

અને એક દિવસ કુતરો માણસના હાથે ઝડપાઇ ગયો

તે માણસ તેને એક ઝાડ પર લટકાવીને મારવા લાગ્યો કૂતરો કહેવા લાગ્યો મને એકલાને શું કામ મારો છો તમારો દુશ્મન તો વરુ છે એ તમારા ઘેટા બકરાને મારી નાખે.

ત્યારે માણસે સરસ જવાબ આપ્યો વરુ તો અમારો ઉઘાડો દુશ્મન છે જેથી તેનાથી ચેતીને જ રહી એ છીએ વખત આવે ભડાકે દઇએ છે પણ તુ ખતરનાક છાનો દુશ્મન છે. રક્ષણના બહાને ભક્ષક પેટમાં પેસી પગ પહોળા કરે છે તને છોડીશ નહીં બિલકુલ.

આપણામાં પણ જે પેલા કૂતરા જેવા રક્ષક ને બદલે ભક્ષક છે જે પેટ માં પેસી પગ પહોળા કરે છે જે ખતરનાક છે તેને ક્યારેય માફ ન કરવા જોઇએ. માટે ખોટૂ કરનાર, કરાવનાર, મૂકપ્રેક્ષક બની જોનાર અને આવાનો બચાવ કરનાર એટલા જ ગુનેગાર છે.

રાધા પટેલ

Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

The lock of Nilambaug


આજે પણ ભાવનગરની કબ્રસ્તાનમાં જોવા મળે

છે : The lock of Nilambaug

એક ઊંચા પડછંદ અને ખુમારી વાળી આંખ અને ગામડાના ડુંગરમાં બકરીઓ ચરાવતો યુવાન પોતાના મહારાજાને જોઈને આદરથી પ્રણામ કરીને બોલે છે —- ” અન્નદાતા – જય માતાજી! “

ઝવેરી જેમ સાચા મોતીને પારખી લે, તેમ ભાવનગરના મહારાજા એ પહેલી નજરમાં જ આ યુવાનને પારખી લીધો, અને પૂછ્યું :

” શું નામ છે તારું? “

” મુબારક, અન્નદાતા….”

” ભાવનગર માટે કામ કરીશ? “

” જરૂર અન્નદાતા…. “

” તો ચાલ, બેસીજા બગીમાં….”

” માફ કરજો મહારાજા, અત્યારે બીજાની બકરીઓ ચરાવું છું, તેમના માલિકને સોંપીને આવું…. “

” હું નિલમબાગ ના દરવાજા પાસે તારી રાહ જોઇશ “

પછી મહારાજા ત્યાંથી પોતાની શાહી બગીમાં નિલમબાગ તરફ ચાલી નીકળ્યા.

અઢાર સો પાદરના ધણી એક મુસ્લિમ યુવકની રાહ જોતા નિલમબાગ દરવાજા પાસે ઉભા.

ત્યાં મુબારક આવ્યો.

” હુકમ, મહારાજા…. “

” આ નિલમબાગ ની રખેવાળી કરી શકીશ? “

” જ્યાં સુધી ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી મહારાજા “

નિલમબાગ ની રખેવાળીનું કામ મુબારક ને સોંપાયું.

થોડાક જ મહિનાઓમાં મુબારક ની મહેનત અને ઈમાનદારી એવી પ્રસરી ગઈ કે મુબારકની ઇજાજત વગર પાંદડું પણ ના હલે.

તેનું કામ અને ઈમાનદારી જોઈને મહારાજાએ તિજોરીની ચાવીઓ મુબારક ને સોંપી અને તિજોરીની જવાબદારીઓ સોંપી. રાણી ને પણ ઘરેણાં જોઈતા હોય તો મુબારક દ્વારા જ લઇ શકે.

ઘણા મહિનાઓ વિત્યા.

એક વખત રાણીને કોઈ પ્રસંગ માટે પોતાના કિંમતી હારની જરૂર પડી, આથી મુબારક ને બોલાવ્યો અને હાર મંગાવ્યો.

મહારાણી પ્રસંગ પતાવી પાછા આવ્યા અને હાર ગળામાં જ રહી ગયો. પણ એ રાત્રે મહારાણી ને નીંદર ના આવતી હોવાથી તેમણે એક પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. રાતના ૩ વાગ્યા. મહારાણી ની આંખો ઘેરાવા લાગી આથી ગળામાં પહેરેલો હાર તે પુસ્તકમાં રાખી, પુસ્તક બાજુમાં પડેલા કબાટમાં મૂકી સૂઈ ગયા.

ઘણો સમય વીત્યો.

મહારાણી ને કોઈ પ્રસંગોપાત ફરી વખત એ હાર ની જરૂરિયાત ઊભી થઈ. મુબારક પાસે હાર મંગાવ્યો. પણ તે હાર તિજોરીમાંથી નીકળ્યો નહિ.

મહારાણીએ મહારાજા ને હાર તિજોરીમાં ન હોવા બાબતે જણાવ્યું.

મહારાજાએ તુરંતજ મુબારક ને બોલાવ્યો.

” મુબારક, તે ચાવીઓ કોઈને આપી હતી? “

” મહારાજા, હું મારા પ્રાણ આપી શકું પરંતુ તિજોરીની ચાવીઓ કોઈ ને કેમ આપી શકું? “

” મહારાણી નો હાર ક્યાં? તે લીધો છે? “

તેજ ઘડીએ મુબારક તેના ખભા પર રહેલો રૂમાલ જમીન પર પાથરે છે અને તેના પર ઊભો રહે છે અને હાથ જોડીને બોલે છે કે, ” મહારાજ, મને હાર વિશે કંઈ પણ ખબર નથી.”

મહારાજા એ આશ્ચર્ય સાથે પૂછ્યું, તું આ વાત આમનેં આમ પણ કરી શકતો હતો, તો રૂમાલ ઉપર કેમ?

” હું આ રૂમાલ દિવસમાં ૫ વખત પાથરું છું અને ખુદાને બંદગી કરું છું.” — મે આ હાર નથી લીધો તેનો આ પુરાવો છે.

” મુબારક મહારાજા નો વિશ્વાસુ હતો,, મહારાજા ને ખાતરી હતી કે તે ખોટું બોલી રહ્યો નથી.”

થોડાક દિવસો વીત્યા.

મહારાણી ને ઓચિંતું યાદ આવ્યું કે હાર તો તેણે પુસ્તકમાં રાખ્યું છે. મહારાણી એ મહારાજા ને જાણ કરી.

મહારાજા એ તુરંત મુબારક ને બોલાવ્યો અને કહ્યું,—–

” અમને માફ કરજે મુબારક,, હાર મળી ગયો છે.”

મુબારકે તિજોરીની ચાવી નો જુડો કાઢ્યો અને મહારાજા સામે ધર્યો અને કીધું કે મહારાજા સાહેબ હું આ હાર ને લીધે જ અહીંયા હતો,, જો આ હાર મળ્યા પહેલાં વયો ગયો હોત તો તમને મારા પરજ શંકા જાત.

મહારાજા બોલ્યા કે —- બેટા, હવે પ્રાણ મુકાય પણ મુબારક ને ના મુકાય!!!! અને મુબારકે જિંદગીના અંતિમ શ્વાસ સુધી મહારાજા ની સેવા કરી અને નિલમબાગ ની ચાકરી કરી.

એક વાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ નિલમબાગ ના દરવાજે મુબારક ને જોયો નહિ,, આથી ત્યાં હાજર રહેલા બીજા સેવક ને પૂછ્યું કે મુબારક ક્યાં છે???? કેમ આજે દેખાતો નથી????

” મહારાજા હવે મુબારક ક્યારેય નહી દેખાય,, તે હવે આ દુનિયામાં રહ્યો નથી.”

મહારાજા તેજ ઘડીએ પોતાની સવારી પરથી ઉતરીને બોલ્યા, ” આજે દરબાર નહિ ભરાઈ અને રાણી ને કહી દેજો કે આજ હું મહેલમાં જમવા નહિ આવું.”

આજે મારે મુબારક ના જનાજા ને કાંધ આપવા જાવું છે.”

મહારાજા જનાજા ની રાહે ઉભા છે. ઘણી રાહ જોયા પછી પણ જનાજો ન નીકળ્યો. મહારાજા એ હુકમ કર્યો કે તપાસ કરો કે જનાજો કેમ ના નીકળ્યો??

” મહારાજા, મુબારક ના ઘરે એક ખૂણામાં મુબારકની બીબી રડે છે અને બીજા ખૂણામાં તેમના બાળકો.

તે લોકો પાસે કફન લેવાના પૈસા નથી. કફન વગર જનાજો કેમ નીકળે??”

કેમ?? ભાવનગર પગાર તો આપતું હતું? શું એને કોઈ વ્યસન હતું??

હા, મહારાજા એને વ્યસન હતું. જ્યારે ઘરે જાય રસ્તામાં સાધુ સંતો ફકીરો મળે એમને થોડું થોડું આપતો જાય. ઘરે પહોંચે ત્યારે એક પાઈ પણ ના વધી હોય.

આ સાંભળી કૃષ્ણકુમારસિંહજી ની આખો મા આસું આવી ગયા. અને મહારાજા એ જનાજા ની તૈયારી કરાવી.

મહારાજાએ પોતાની પાઘડી ઉતારી અને માથે રૂમાલ બાંધ્યો અને તેમના પરિવારને પ્રાર્થના કરી કે ઇસ્લામ ના નિયમ પ્રમાણે તમે કાંધ બદલતા રહો છો, પણ આજે મારી તમને વિનંતી છે કે તમે આજે ત્રણ કાંધ બદલજો પણ એક કાંધ હું તમને નહિ બદલવા દઉ.

અને મહારાજા એ છેક કબ્રસ્તાન સુધી મુબારક ના જનાજા ને કાંધ આપી.

અંતે દફનાવતી વખતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ના હાથમાંથી ધૂળ અને આંખમાંથી આસું પડતા રહ્યા.

૨૦ એપ્રિલ,૧૯૪૦ ના રોજ મુબારક અલ્લાહ ને પ્યારા થયા હતા.

આજે ભાવનગરની કબ્રસ્તાનમાં એક કબર આરસ ની જોવા મળશે અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ તેમના પર લખાવ્યું હતું : The lock of Nilambaug

તુષાર પટેલની કલમે……..

Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

અમરતફઇ


( તા. ૮ માર્ચના રોજ સત્યઘટના પર આધારિત આ વાર્તા પોસ્ટ કરવા માંગતો હતો પણ અન્ય વ્યસ્તતાને કારણે કરી ન શક્યો જે આજે રજું કરું છું.)

અમરતફઇ

રંગપુર ગામનાં સ્મશાનમાં માણસો ક્યાંય સમાતું નહોતું. ડાઘુઓના ચહેરા પર ગમગીની છવાયેલી હતી અને આંખમાં આંસું હતા. આજે આખાં ગામનાં ફઈ

‘અમરત ફઇ’ બે દિવસની ટૂંકી બીમારી ભોગવીને પાંસઠ વર્ષની આયુષ્ય ભોગવીને અણધાર્યા જ સૌ ને રડતાં મૂકી મોટે ગામતરે ઉપડી ગયાં હતાં.

હા એ ગામાત ફોઇ હતાં. આખુંએ ગામ આબાલવૃદ્ધ સૌ તેને ફઈ તરીકે ઓળખતું.ખેડૂત બાપની એકની એક દીકરી અમરત જન્મી ભલે કન્યા રૂપે પણ નાનપણથીજ તે ‘ભાયડાછાપ’ મિજાજ ધરાવતી હતી. પાછી વાલામૂઈ નમણી અને સવળોટી એવી કે નાની હતી ત્યારથી આડોશીપાડોશી સૌ ની લાડકી બની ગયેલી. નાની ઉમરે માં વિહોણી થયેલી અમરતને એનાં પિતાએ માં ની ખોટ પડવા દીધી નહોતી. સમજણી થઇ ત્યારથી જ એને છોકરાંના કપડાં પહેરવાં વધારે ગમતાં. રમવાનું પણ મોટે ભાગે છોકરાઓ સાથે પસંદ કરતી.

સ્મશાનમાં એકલવાયા બેઠેલાં અરજણના ચહેરા ઉપર ઉંડા દુઃખની લાગણીઓ સ્પષ્ટ નજરે ચડતી હતી. તેણે એક ઉંડો નિશ્ર્વાસ નાખી ખીસ્સામાંથી બીડી કાઢીને સળગાવી. ઉંડો કસ ખેંચી તેણે નાક, મોં વાટે ધૂમાડો કાઢ્યો. ઉંચે ચડતી ધૂમ્રસેર સાથે તે પચ્ચાસેક વરસ જૂના ભૂતકાળમાં સરી પડ્યો.

અમરત તેની જ ઉંમરની. એક જ શેઢે બંનેનાં ખેતર. નીશાળનુ પગથિયું પણ સાથે ચડ્યાં.

અરજણ અને અમરત વધારે ભણી ન શક્યાં, ત્રણ ધોરણ માંડ પૂરા કર્યાં. અને પરિસ્થિતિને અનુરૂપ સૌ સૌના કામમાં જોતરાઈ ગયાં.

અરજણ હંમેશા અમરતની નિડર વર્તણૂકથી આકર્ષાયેલો રહેતો. ઉભી બજારે પાણીની ભરી હેલ્ય માથે મૂકી સડસડાટ ચાલી જતી પાંચ હાથ પૂરી અમરત જગદંબાના અવતાર સમી જણાતી, તો ગાય, બળદ, ભેસોને હવાડે પાણી પાવા લઈ જતી હાડેતી અમરત કો અડિયલ ચારણકન્યા જોઈ લો.

આમછતાં તેનાંમાં સ્ત્રી સહજ કોમળતા, ગળાનું માધુર્ય, અને સ્ત્રેણ સંવેદનાઓ છલકાતી રહેતી. પરંતું તેની આંખોમાં હંમેશા નિડરપણુ ડોકિયાં કરતું અને પગ પુરુષ સમોવડી બનવાની તમામ ક્ષમતા ધરાવતાં હોય તેમ મજબૂત અને કઠોર જણાતાં.

અરજણને તે દિવસ નજર સામે ખડો થયો જ્યારે તેઓ બંને પોત પોતાનાં લગોલગ આવેલાં ખેતરને શેઢે આમને સામને આવી ગયાં. અને ઘણાં સમયથી હૈયાના કોઈ અગોચર ખૂણે ધરબી લીધેલી વાત હોઠે આવી ને તેણે પૂછી જ નાખ્યું, ” અમરત, મેં સાંભળ્યું છે કે તારે માટે ઘણાં માંગા આવે છે પણ તું હા જ નથી ભણતી નથી, શું એ વાત સાચી છે?”

તેણે વાઘણ સમી આંખો અરજણ સામે માંડી. અરજણ જેવાં મરદને પણ પેટમાં ઉભો શેરડો પડ્યો, “કા’તો હમણાં જ મને ઉધડો લઈ નાંખશે” પણ અરજણની આંખોમાં નિર્દોષતા પારખી ને કહ્યું, ” કેમ તારે શું પંચાત છે?” એવું બોલી તો ખરી પણ તેની આંખોમાં કઠોરતા ને સ્થાને સ્ત્રી સહજ રમતિયાળપણુ દેખાતાં તેણે આગળ પૂછ્યું, “તે દિ’ તને આઠમના મેળામાં રાસડા લેતાં જોઈ ત્યારથી મને ગમવા લાગી છો. હું પણ તારી વાટ જોઈ ને … “. તેણે હિંમત કરીને પ્રસ્તાવ મૂક્યો.

અમરતની આંખોમાં હકારાત્મક પ્રતિભાવથી તેને ખાતરી થઈ કે તેણી પણ આ ક્ષણની રાહ જોતી હતી.

યુવાનીનાં ઉબરે હજૂ તો પગ મૂકી રહેલાં આ બંનેમાં યૌવનનુ છીછરાપણુ નહોતું. આ પ્રસંગ પછી બંને મળતાં પણ અલપઝલપ. હા, બંનેની આંખો મળતી અને પરસ્પર લાગણીનો એકરાર પણ કરતી.

આ પછી તો બે પાંચ ચોમાસાં રંગપુરની સીમને તરબતર કરીને પસાર થઈ ગયાં.

અમરતનો મોટાભાઈ બે સંતાનોનો પિતા બની ગયો. અમરત સૌ પ્રથમ બે બાળકોની વ્હાલસોયી

ફઈ બની. ઘરકામ, ખેતીકામ અને માલઢોરમા વ્યસ્ત રહેતી અમરતના દેહમાં હવે થનગનતું યૌવન છલકાતું હતું તેણે હવે પૂરૂ કાઠું કાઢ્યું હતું.

એક દિવસ ખેતરને શેઢે અલપઝલપ મળેલ અમરતે અરજણને કહ્યું, ” અરજણ તારા બાપુને કહે તે મારા બાપુને કાને આપણી વાત નાખે.”

“મને મોકો મળશે કે તરત બાને કે મારા ભાભીને કહીશ, બાપુને કહેતાં શરમ આવે” શેઢે ઘાસ વાઢતા અરજણ જવાબ આપ્યો.

“મારી ભાભી તો માં ને ભૂલવાડે એવી છે, એણે મને માં ની ખોટ પડવાં દીધી નથી, વળી એ વગર કહ્યે જાણી ગયાં છે અને મારાં ભાઈને તો વાત પણ કરી દીધી છે. હવે તો તારાં ઘરનાં માંગાની રાહ જોવાય છે.” આટલી વાત કહેતાં એ ‘ભાયડા છાપ’ અમરતનુ મોં શરમથી રાતુચોળ થઈ ગયું.

કોઈ આવી જવાથી વાતનો દોર આટલેથી જ અટક્યો પણ બંનેનાં ચહેરાં પર ખૂશીની લહેર ચમકતી હતી.

સ્મશાનમાં છપાયેલી ઘોર શાંતિમાં સળવળાટ થયો અને અરજણ ભૂતકાળની ગર્તામાંથી વર્તમાનમાં આવ્યો.

અમરતનો દેહ સંમ્પુર્ણ અગ્નિ દેવતાને સમર્પિત થઈ ગયો હતો. સૌ ડાઘુઓ સ્મશાનમાં જ આવેલ સ્નાનાગાર તરફ વળ્યાં.

તે સાંજે અરજણને ખાવાનું ભાવ્યું નહીં. તેણે હાથમાં લાકડી લીધી ખભે ધાબળો નાખ્યો અને પગમાં જોડા પહેરતાં ફળિયામાંથી જ બોલ્યો, હું વાડીએ જાઉં છું, અને આજે ત્યાં જ સૂતો રહીશ.”

તે વાડીએ પહોચ્યો ત્યારે પુનમનો સોળે કળાયે ખીલેલો ચંદ્ર પણ તેને ઝાંખો તેજોહિન લાગ્યો. લીમડા નીચે પડેલ ખાટલાં પર તે આડો પડ્યો. નજીકનાં વીજ થાંભલા પરથી આવેલાં ભેરબના કર્કશ અવાજથી તેનાં ખિન્ન હ્રદયમાં વધું ખિન્નતા ભરી દીધી. વળી અતિતના દ્વાર ઉઘડ્યાં અને અને ત્યારે બનેલી એ દુઃખદ ઘટના નજર સામે ખડી થઈ.

તે દિવસે અમરતના ભાઈ ભાભી કોઈ કામ સબબ મોટરસાયકલ ઉપર બહારગામ ગયેલાં. પાછા ફરતાં મોટરસાયકલને કોઈ કાળમુખા ટ્રકે હડફેટે લીધાં અને તેનાં તોતીંગ પૈડાં નીચે બંને કચડાઇ મૂઆ.

નાનકડાએ રંગપૂર ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ. ગામનાં નાનાંમોટાં સૌ ની આંખો આસુડે છલકાણી.

નાનાં બંને બાળકોએ માં બાપની છત્રછાયા ગુમાવી હતી. વૃધ્ધ બાપના જીવન આધાર સમો એકનો એક કંધોતર અને સવાઈ દીકરી સમી વહુનાં અવસાનથી જીવનના આરે પહોચેલા તે ભડભાદર ખેડૂત ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો.અને બેભાન થઈ ઢળી પડ્યો. રડતી નહોતી એક અમરત. તેની આંખો બાઘાની જેમ અકળ વિકળ થતી હતી.

સ્મશાનયાત્રામાં તે જીદ્દ કરીને જોડાણી. તેણે બંનેની એક સાથે જ ખડકેલી ચિતાને જ્યારે મુખાગ્નિ આપ્યો ત્યારે આખું સ્મશાન હિબકે ચડ્યું. અને પછી તો અમરતના રૂદને તમામ બંધનો તોડી નાખ્યાં. તે હૈયાફાટ રડી પડી. સ્મશાનના વૃક્ષો જાણે આવું કારૂણ્ય સભર રોણુ પહેલીવાર સાંભળતા હોય તેમ હલનચલન બંધ કરીને રડી રહેલાં ભાસતા હતાં. અરજણની નજર સામે પચ્ચાસ વરસ પહેલાંનું એ દ્શ્ય તાદ્રશ્ય થયું અને તેની આંખો માં આંસુ ડોકાયા. તેણે એક નિશ્ર્વાસ નાખ્યો.

ગામનાં વડિલોએ આશ્વાસન આપી તેને શાંત તો કરી પણ તેનાં ચહેરાં પર તેજની એક આભા જોવાં મળી. નજરે જોનારાને એનાં ચહેરાં પર કોઈ દ્ર્ઢ નિર્ધાર વંચાયો અને તે સૌ ડાઘુઓ સાથે મક્કમ પગલે ઘેર પાછી ફરી.

ચોમાસું માથા ઉપર ઝળુંબી રહ્યું હતું. અમરતના પિતાને ખેતીકામની ચિંતા કોરી ખાતી હતી પણ અમરતનો ચહેરો કોઈ મક્કમ નિર્ધાર સાથે માબાપની છત્રછાયા ગુમાવી બેઠેલ બંને બાળકોની સંપૂર્ણ દેખરેખ સાથે તેણે વાવણીની તૈયારીઓ આરંભી દીધી. તે પોતાનાં જીવન પ્રત્યેની સ્ત્રીસહજ કોમળતા તજીને એક પુરુષ સમોવડી બની રહી હતી.

એક દિવસ તેણે તેનાં પિતાને કહ્યું, “આતા, જે થવાનું હતું તે થઇ ગયું છે. આમ લમણે હાથ દઈને બેસી રહેવાથી આરો નહીં આવે. આપણે આ બે બાળકોની સામે જોઈને બધું ભૂલી તેનાં ઉછેરમાં, ખેતીકામમાં ધ્યાન દેવું પડશે અને હું તમારી દીકરી નહીં પણ દીકરો છું તેમ સમજીને ઉઠો અને તમારાથી થાય તેટલું કામ કરો બાકીનું બધું હું સંભાળી લઈશ.

“ગમે તેમ તોય તું અસતરી જાત, કાલ સવારે ખેતરોમાં વાવણી, રખોપાં, માલઢોર આ બધું તારાથી થોડું થવાનું છે. અને દીકરી તો પારકી થાપણ કાલ સવારે તું પરણીને પારકે ઘરે જઈશ પછી અમારૂ કોણ?” બોલતાં બોલતાં વૃધ્ધ ખેડૂતની આંખોમાં ચોધાર આંસુ ઉભરાણા.

તેણે પિતાને હિંમત આપી અને કહ્યું હું હવે પરણવાની જ નથી, આતા. આ મારો મક્કમ નિર્ધાર છે. અને ખેતર આંટો મારવાં ઉપડી ગઈ.

અમરતે અરજણના ખેતરમાં ચોમેર નજર ફેલાવી. તે કંઈક કામ કરી રહ્યો હતો. તેણે સાદ પાડ્યો, “અરજણ આ બાજું આવજે તારૂં થોડું કામ છે.”

અરજણને નવાઈ લાગી, “આજે આ મને આ છડેચોક સાદ પાડીને કાં બોલાવી રહી છે, કંઇક અજુગતું બનાવાની ફાળ સાથે તે આવ્યો કહ્યું, બોલ, કેમ મને સાદ પાડ્યો?”

“અરજણ હવે તું તારાં જેવું ઠેકાણું ગોતી લેજે મારી વાટે રહેતો નહીં, હું હવે લગ્ન કરવાં માંગતી નથી.” તેણે અડગપણે અરજણને કહ્યું, ત્યારે તેની આંખોને ખૂણે એક આંસુ દેખાયુ ન દેખાયું તેને મક્કમતાથી લૂછી નાખ્યું.

અરજણની માથે તો વીજળી પડી હોય તેમ આભો બનીને જોતો રહ્યો. તેણે ઘણુ આશ્વાસન આપ્યુ, ઘરજમાઈ રહેવાની તૈયારી દેખાડી પણ તે તેનાં નિર્ણયમાં અડગ રહી.

ભારે હૈયે બંને છુટાં પડ્યાં, અરજણને આજે એ પ્રસંગ એવો ને એવો આખો સામે ખડો થયો ને આંખો સજળ બની.

ઘેર આવીને અમરતે પોતાનો સ્ત્રેણ પહેરવેશ કાઢી નાખ્યો પેટીમાંથી ભાઈનો ચોરણો અને ખમીસ કાઢીને ધારણ કર્યાં. કમ્મર સુધીના લાંબા કાળા ભંમર વાળને પોતાનાં હાથે જ કાતર મૂકી.માથે ફાળિયું બાંધ્યું.

તેનાં પિતા બાઘાની જેમ જોઈ રહ્યાં પણ એ વીરાંગના દીકરીને કંઈ કહેવાની હિંમત ન કરી શક્યાં.

આપણાં દેશનો ઈતિહાસ સ્ત્રીઓની ગૌરવગાથાથી ભરેલો છે. એવાં આ ઈતિહાસમાં તે એક સોનેરી છોગું ઉમેરી રહી હતી.

બીજે દિવસે તે બળદગાડું જોડીને ઉભી બજારે નીકળી. ગામના લોક જોઇ રહ્યા. ખેતર જઈ નાનું મોટું કામ આટોપી નીરણ વાઢી ગાડામાં ભરી પરત આવી.

હવે તે પુરૂષો કરી શકે તેવા તમામ કરવા લાગી હતી. વાવણીની તમામ તૈયારીઓ કરી લીધી. વાવણીલાયક વરસાદ થતાં એક ખંતીલા ખેડૂતની જેમ આ અઘરૂં વાવણી કાર્ય સુપેરે પાર પાડ્યું.જો કે શરૂઆતમાં તેના પિતાની મદદ લેવી પડી.

આજે આ દેશની બહેનો, દીકરીઓ શું નથી કરી શકતી? સરકારમાં કર્મચારી થી અધિકારી સુધીની અઘરી કામગીરી સુપેરે નિભાવી રહી છે. સરહદની સુરક્ષાનું કામ હોય કે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું. જાહેરક્ષેત્રના તમામ વિભાગો પછી ભલે ગાઢ જંગલોમાં અંધારી રાતે વન્યજીવોના રક્ષણનું કામ હોય કે પરિવહન ક્ષેત્રે રેલ્વે કે એસટી ચલાવવા કે કન્ડક્ટર તરીકે પણ બહેનો અવ્વલ કામગીરી કરે છે.

જ્યારે આજથી પચ્ચાસ વરસ પહેલાં અમરતે મહિલા જગતમાં એક ઉમદા દાખલો બેસાર્યો કે સ્ત્રી ફક્ત રસોડાની ચાર દિવાલો વચ્ચે કે મોટો ઘૂઘટો તાણીને રાતદિવસ કામ કરવાં જ સર્જાઈ નથી.એક સ્ત્રી પણ એક ઉમદા ખેડૂત, એક આદર્શ દિકરો, ઘર અને સમાજનો એક સશક્ત મોભી બન શકે છે.

ભાઇના બને સંતાનો ફઈની દેખરેખ હેઠળ ઉછેરવા લાગ્યાં.એક ભડભાદર દીકરીએ બાપની તમામ ચિંતા અને ભાર હળવાં કરી દીધા. સાથે સામાજિક કામ પણ સંભાળી લીધા.

પોતાની રાહે કુંવારા રહેલ અરજણને સમજાવીને સારૂ ઠેકાણું જોઈ પરણી જવા સમજાવ્યો અને તક મળતાં જ પોતાનાં જ એક નાતીલાની દીકરી સાથે પરણાવી દીધો.

ઘરમાં એકનાએક વડિલ એવાં વયોવૃદ્ધ પિતા બધો જ ભાર અમરતને ખભે નાંખીને અવસાન પામ્યાં.

ડર જેવો શબ્દ તેનાં શબ્દકોષમાં હતો જ નહીં ઘોર અંધારી રાતનાં વાડીયે પાણી વાળવું હોય કે મોલાતનુ રખોપુ કરવું હોય. અમરત ખભે ધાબળો, એક હાથમાં બેટરી બીજા હાથમાં લાકડી લઈને ઉભી બજારે ખડીંગ ખડીંગ કરતી નીકળે તો સૌને ખબર પડે કે અમરતફઈ નીકળ્યાં. પછી કોઈનાં બાપની તાકાત નથી કે તેના કે પાડોશીઓના ખેતરમાં પણ કોઈ પગ મૂકે.

સમયનું વહેણ કોઈની રાહ જોતું નથી. દિવસો, મહિનાઓ અને વરસો વિતતા રહ્યાં.

ભાઈના સંતાનો પણ હવે ઉંમરલાયક થયાં. દીકરીનું મેટ્રિક સુધીનો અભ્યાસ કરીને ફઈ સાથે ઘરકામ, ખેતીકામ વિ. મદદરૂપ થવા લાગી. અને યોગ્ય ઠેકાણું મળતાં પરણાવી દીધી.

અમરતના મગજમાં એક વાત ઘૂમતી હતી કે ગામમાં જો માધ્યમિક શિક્ષણની વ્યવસ્થા થાય તો દીકરીઓને શહેરનું અપડાઉન કરવું મટે. તેણે તે માટે ઝૂંબેશ ઉપાડી. પોતે પણ યથાશક્તિ આર્થિક ફાળો આપ્યો. આજે ગામનાં પાદરમાં ધો ૯, ૧૦માટે હાઈસ્કૂલ ચાલે છે.

ભાઈનો દિકરો ઉચ્ચ અભ્યાસ કરીને સારી સરકારી નોકરીમાં લાગી ગયો છે.

હંમેશા પુરૂષ વેશમાં જ રહેતી આ વીરાંગનાના ચહેરાં પર હવે પ્રોઢાવસ્થા સાથે પીઢ પણુ પણ દેખાવા લાગ્યું. ગામમાં હવે તે ‘પૂછવા ઠેકાણુ’ ગણાતી હતી. નાનાં મોટા સૌ તેની આમાન્યા રાખતાં, એ મહિલાઓના સત્સંગ મંડળમાં પણ બેસતી અને પુરૂષો સાથે ગામના વિકાસ માટે ચર્ચા પણ કરી લેતી.

ગ્રામપંચાયતની ચૂંટણી વખતે આગેવાનોએ તેને સરપંચ પદ માટે આગ્રહ કર્યો પણ અમરતે આ પ્રસ્તાવને સવિનય અસ્વિકાર કર્યો.

કોરોનાનો વિકરાળ પંજામાં સમગ્ર દેશ ફસાયો ત્યારે અમરતફઈએ પોતાનાં ગામમાં કોરોનાનો ફેલાવો અટકાવવા ગામનાં આગેવાનો, નોકરિયાતો, યુવાનોનો સહકાર લઈ ગામમાં જાગૃતિ ફેલાવી, પણ ધંધાર્થે શહેરોમાં વસેલાં બે પાંચ જણ ગામમાં ચેપ લાવ્યાં પણ ફઈની ટીમે સાવચેતીના પગલાં લઈ તેમને સારવાર અપાવી, જરુર પડી તેને ઘરમાં જ કેદ કરી રોગનો ફેલાવો અટકાવ્યો. પણ આ બધી દોડાદોડીમાં ફઈ પોતેજ ચેપગ્રસ્ત થયાં. ગામની અને ડોક્ટરોની

અથાક મહેનત છતાં અમરતને બચાવી ન શક્યાં.

ગામનાં સરપંચે સ્મશાનમાં જ અમરતફઈને શ્રધ્ધાંજલિ આપતાં જાહેર કર્યું કે આપણાં ગામમાં હાઇસ્કૂલ બનાવવા માટે જેમનો સિંહફાળો છે એવાં અમરતફઈનુ નામ હાઈસ્કૂલ સાથે જોડવા અમે મહેનત કરી પણ ફઈ એકનાં બે ન થયાં. પણ આજે આપણે જાહેર કરીએ છીએ કે હવેથી હાઈસ્કૂલનું

નામ ‘ અમરતફઈ વિદ્યા મંદિર’ રહેશે.

સૌ એ આ પ્રસ્તાવને તાળીઓથી વધાવી લીધો.

વાડીએ ખાટલામા આડા પડેલ અરજણને ફરીવાર આ તાળીઓના ગડગડાટનો ભાસ થયો ને તે અતિતના ઊંડાણમાથી બહાર આવ્યો.

ખાટલામાથી બેઠાં થતાં તેણે જોયું કે પૂર્વ ક્ષિતિજે શુક્ર થોડીવારમાં જ ઉદય પામનાર સૂર્યનારાયણના તેજ સામે ઝઝુમવા પોતાનાં તેજ પાથરી રહ્યો હતો.

તે ગામમાં પહોંચ્યો ત્યારે રામજીમંદિરે આરતી થતી હતી.

(સરહદે સિમાડાનુ રક્ષણ કરતી કે ગાઢ જંગલોમાં હિંમતપૂર્વક ફરજ નિભાવતી, વળી અન્ય ક્ષેત્રોમાં પણ પુરૂષ સમોવડી બની સાચાં અર્થમાં વીરાંગનાઓ એવી મારા દેશની બહેનો, દિકરીઓ ને અર્પણ)

ભાનુભાઈ અધ્વર્યુ,

ગાંધીનગર.

ફોન. ૯૪૨૮૧૯૧૭૧૧, ૮૩૨૦૯૯૫૩૩૬.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

शिवजी के पिनाक धनुष की कथा –

भगवान श्री राम ने सीता जी के स्वयंवर में गुरु विश्वामित्र जी की आज्ञा से शिवजी का कठोर धनुष तोड़ कर सीता जी से विवाह किया था। लेकिन शिवजी का वह धनुष किसने और किससे बनाया था तथा वह शिव धनुष महाराज जनक जी के पास कैसे पहुंचा, इस रहस्य को बहुत कम लोग जानते हैं। आइये जानें, भगवान शिव जी के उस दिव्य धनुष की कथा –

पिनाक धनुष की बड़ी विचित्र कथा है। कहते हैं एक बार घोर कानन के अंदर कण्व मुनि बड़ी भारी तपस्या कर रहे थे। तपस्या करते करते समाधिस्थ होने के कारण उन्हें भान ही नहीं रहा कि उनका शरीर दीमक के द्वारा बाँबी बना दिया गया। उस मिट्टी के ढ़ेर पर ही एक सुंदर बाँस उग आया। कण्व जी की तपस्या जब पूर्ण हुई, तब ब्रह्मा जी प्रकट हुए और उन्होंने अपने अमोघ जल के द्वारा कण्व जी की काया को सुंदर बना दिया।

ब्रह्मा जी ने उन्हें अनेक वरदान प्रदान किए और जब ब्रह्मा जी जाने लगे, तब उन्हें ध्यान आया कि कण्व की मूर्धा पर उगी हुई बाँस कोई साधारण नहीं हो सकती। इसलिए इसका सद्उपयोग किया जाना चाहिए। यह विचारकर ब्रह्मा जी ने वह बाँस काटकर विश्वकर्मा जी को दे दिया। विश्वकर्मा जी ने उससे दो दिव्य धनुष बनाये, जिनमें एक जिसका नाम सारंग था, उन्होंने भगवान विष्णुजी को और एक जिसका नाम पिनाक था,‌शिव जी को समर्पित कर दिया।

पिनाक धनुष धारण करने के कारण ही शिवजी को पिनाकी कहा जाता है। शिवजी ने जिस पिनाक धनुष को धारण किया था, उसकी एक टंकार से बादल फट जाते थे और पृथ्वी डगमगा जाती थी। ऐसा लगता था मानों कोई भयंकर भूकंप आ गया हो। यह असाधारण धनुष अत्यंत ही शक्तिशाली था। इसी के मात्र एक ही तीर से भगवान शंकर ने त्रिपुरासुर की तीनों नगरियों को ध्वस्त कर दिया था। देवी और देवताओं के काल की समाप्ति के बाद यह धनुष देवताओं को सौंप दिया। देवताओं ने इस धनुष को महाराजा जनक जी के पूर्वज देवरात को दे दिया।

महाराजा जनक जी के पूर्वजों में निमि के ज्येष्ठ पुत्र देवरात थे। शिवजी का वह धनुष उन्हीं की धरोहर स्वरूप जनक जी के पास सुरक्षित था। इस शिव-धनुष को उठाने की क्षमता कोई नहीं रखता था। एक बार देवी सीता जी ने इस धनुष को उठा दिया था, जिससे प्रभावित हो कर जनक जी ने सोचा कि यह कोई साधारण कन्या नहीं है। अत: जो भी इससे विवाह करेगा, वह भी साधारण पुरुष नहीं होना चाहिए। इसी लिए ही जनक जी ने सीता जी के स्वयंवर का आयोजन किया था और यह शर्त रखी थी कि जो कोई भी इस शिव-धनुष को उठाकर, तोड़ेंगा, सीता जी उसी से विवाह करेंगीं । उस सभा में भगवान श्री राम ने शिव-धनुष तोड़ कर सीता जी से विवाह किया था। जब शिवजी का वह कठोर धनुष टूटा तो उसकी ध्वनि सुनकर परशुराम जी इसलिए क्रोधित होकर जनक जी की सभा में आए थे क्योंकि भगवान शंकर, परशुराम जी के आराध्य देव हैं।

हर हर महादेव 🙏🙏

#અમૃતબિન્દુ

Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

Gooooooooood morning frends, કેમ છો?મજામાં…મજાને પણ લાગવું જોઈએ કે તમે મજામાં છો. લોકો ગમે તેટલી નિંદા કરીને નીચે પડવાનો પ્રયત્ન કરે તો પણ હસતા હસતાં ઊભા થઈ જવાનું. આપણા બધાની લાઇફ ની ચાવી અને તાળું બન્ને ક્યારેય ખોવાઈ નહિ એનું ધ્યાન રાખવાનું.ભૂલથી પણ પત્ની ને પણ શેર નહિ કરવાનું😀. મારામાં positivity એ મોદીજીના ભાષણો સાંભળી ને વધારે આવી,હું તો હમેશાં થી મોદીજીના વિચારો ને ફોલો કરું છું,એની સાથે બનતી એમને તકલીફ ઘટના ને પોઝિટિવ વે માં લઈને એની ખડખડાટ હસવા ની અદા પર તો ફિદા છું.ગુજરાત ના નવા નવા સી.એમ બન્યા હતા ત્યારે લોકો ટીકા કરીને સતત પરેશાન કરવાનો પ્રયત્ન કરતા ત્યારે એનું એક વાક્ય હતું “રસ્તામાં કેટલાય પથ્થર ફેંકીને મને અટકાવવાનો પ્રયત્ન કરશો તો એનાથી હું સીડી બનાવીશ…” …લોકસભામાં રાહુલજી એ મોદીજીની મજાક ઉડાડવા ના હેતુથી ગળે પડીને હસતા હસતાં સિંધ્યાજી સામુ જોઈને આંખ મિચકરી ત્યારે સિંઘ્યાજી ને ગુમાવવાનું નુકશાન કોંગ્રેસ ને વેઠવું પડ્યું હતું😀😀😀.મારી બહેનપણીઓ મને કહે કે શું એલી આટલી બધી મોદી ભક્તિ કરવાની? ત્યારે માત્ર મે એને સમજાવ્યું કે “મધ્ય દરિયાના ભયાનક તોફાનો વચ્ચે પણ પોતાની નાવ માં બેઠેલ પેસેન્જર ને કિનારા પર પોહચડવા ની જે તાકાત ધરાવે છે એનું નામ”મોદીજી”….મારા ગ્રુપ ના સર્વે મિત્રો તરફથી મોદીજી ને જન્મ દિવસ ની શુભકામના પાઠવું છું. Happy birthday sr 🎁

politics માં રુચિ ધરાવનાર બે મિત્રોને થયું કે આખું વર્ષ નોકરીના કારણે ક્યાંય આઉટિંગ કરવા જવાતું નથી તો ચલો થોડું ફરી આવીએ.બન્ને બેચલર એટલે પત્ની બાળકો વગેરે ની ઝંઝટ નહતી.થયું કે જવું તો ક્યાં જવું? આજકાલ ગુજરાતમાં કેજરીવાલજી દિવસ રાત હોલ બુક કરાવી ને દિલ્હી ની વિકાસ ગાથા મહોલ્લા ક્લિનિક, શાળા વિકાસ, ફ્રી ફ્રી ફ્રી આઈટમ વગેરે ગાયા કરે છે તો થયું કે ચલો દિલ્હી જઈ આવીએ.દિલ્હી ઉતરી ને મેટ્રો માં બેઠા એ પહેલા મેટ્રો નો ઈતિહાસ ચેક કર્યો તો જાણવા મળ્યું કે “કોંગ્રેસ નો વિકાસ” હોટેલ ના રૂમમાં જઈને ફ્રેશ થઈ ને લાંબા કાળા રોડ ને ઓવર બ્રિજ જોઈને ખુશ ખુશાલ થતાં બોલ્યાં નક્કી આતો …ત્યારે ખબર પડી “ગડકરીજી અને કોંગ્રેસ ના મહિલા સી એમ ની મહેનત”… એવું કશુંય નવું જાણવા ના મળ્યું એટલે નિરાશ થઈ ચલતા ચલતા રસ્તાની સાઇડ ની દુકાનો પર નજર પડતાં બન્નેની આંખો ચકળવકળ થઈ ગઈને બોલ્યાં ,”હાયલા, ક્યાં બાત હે દેખતે હીઁ દિલ ખુશ હો ગયા..ભાઈ, ઈશકા વિકાસ કરને વાલે કે બીવી બચ્ચે આબાદ હો..”😀😀😀😀

દીકરાએ મને કહ્યું કે મમ્મી,હું તારાથી ખૂબ નારાજ છું ,તારુ ધ્યાન ઘર કરતા મોબાઇલ માં વધારે હોય છે.શું આટલું વધુ મોબાઈલમાં ઘુસેલી રહે છે?તું આ કારણોસર કેટલી બધી આળસુ થઈ ગઈ છો.તું ભયાનક એક્ટિવ હતી આખો દિવસ ઘરકામમાં વ્યસ્ત રહીને કેટકેટલા કામ કરતી હતી.જેવો સવારે ઉઠું એ ભેગા મીઠું સ્માઈલ કરીને ચા નો કપ હાથમાં આપતી હતી,મને તો ગરમ પાણી વગર ચાલે છે છતાંય પરાણે કરી આપતી હતી, મારું મો જોઈને તને ખબર પડી જતી હતી કે મને ભૂખ લાગી છે, અમારા કપડા ઈસ્ત્રી વગર ઘરમાં પણ નહતા પહેરતા.અત્યારે તો તું જ્યારે હોઈ ત્યારે મને અને પપ્પાને માત્ર ને માત્ર બેઠા બેઠા ઓર્ડર આપ્યા કરે છે..બિચારા પપ્પા તારા ડરના કારણે ચૂપચાપ કરચલી વાળા કપડા પહેરીને ઓફિસ જવા નીકળી જાય છે એને જોઈને મને ચિંતા થાય છે😀😀😀😀 દીકરાની સામુ જોઈને હસતા હસતાં કહ્યું કે બેટા,” દિલ વાલે દુલ્હનીયા લે જાયેંગે” ફિલ્મની રીમેક બનશે ત્યારે એના એન્ડ માં ” સિમરન ને એના ડેડી ધીમી ચાલતી ટ્રેન માં દોડીને રાજ નો હાથ પકડવાનું કહેજે ત્યારે એ સ્માર્ટ મોબાઇલ થી સ્ટેશન પર ઊભા ઊભા ચાલતી ટ્રેન ની રિલ બનાવતી હોઈ એવું દ્ર્શ્ય હશે😀😀😀😀.

સંસાર છે ચાલ્યા કરે ભઈલા દૂધીનું શાક મારા પતિદેવ ને ઘરનું નથી ભાવતું પરંતુ પડોશણ આપી જાય ત્યારે વાટકી પણ ચાટી જાય છે.દીકરા ને વાલોળ બટેટા ,ગુવાર ઢોકળી,ચોળી વડી નું ઘરે બનાવેલા શાક નથી ભાવતા પણ હોટેલ ની ગુજરાતી થાળીમાં આવે તો વખાણી ને બોલે છે કે મમ્મી, સબ્જી ખૂબ ટેસ્ટી છે આવું ઘરે બનાવતી હોઈ તો ક્યારેક,શું કહો છો પપ્પા?..પપ્પા એ નજીક જઈને કહ્યું ડફોળ તું તો ઘરે બટેટા સિવાય કશું નથી ખાતો, વખાણવા નું બંધ કર તારી મમ્મીનો ઉત્સાહનો શિકાર હું થઈ જઈશ. 😀😀😀

સારું ચાલો મિત્રો,આખો દિવસ ખૂબ મજા કરવાની ભૂલ થી પણ ભૂલમાં બબાલ નું પૂછડું પકડાઈ જાય તો હળવે થી છોડી ને હસતા હસતાં બોલવાનું કે મજાક કરતો હતો ભોળા ભાઈબંધ તને મજાક પણ સમજમાં નથી આવતી.

ચલો ત્યારે બધાને “જય શ્રી કૃષ્ણ 🙏❤️”
Rupali dave.