Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

“ઊંઘ”

મોટાં મોટાં બંગલાવાળા શેઠોના એરિયામાં એક માણસ નીકળ્યો અને કોઈ વસ્તું વેંચવા નીકળ્યો હોય એ અદાથી બોલવા લાગ્યો, ” ઊંઘ લેવી….. ઊંઘ….. ” બધાંને ભારે આશ્ચર્ય થયું કે આ માણસ પાગલ તો નથી ને? તેવામાં અનિંદ્રા થી પીડિત એક શેઠ તેની પાસે ગયાં અને બોલ્યાં, ” ભાઈ, મને ઊંઘ નથી આવતી.” તે માણસ બોલ્યો, ” શેઠ, એક કલાક માટે તમે બધાં ઘરની બહાર નીકળો. હું એક કલાકમાં તમને એવું ઓશીકું બનાવી આપું કે ત્યાં માથું ટેકવ્યા બાદ તરત જ ઊંઘ આવી જશે.” શેઠને મનમાં શંકા ઉપજી કે, ” આ ચોરીનાં ઇરાદે તો નહિ આવ્યો હોય ને?” કેટલીક શંકા – કુશંકાઓ શેઠ મનમાં કરવાં લાગ્યાં.

શેઠને વિચાર મગ્ન જોઈને, તેનાં મોં પરના ભાવો કળીને કુશળ માણસ બોલી ઉઠ્યો, ” શેઠ, તમે ચિંતા ન કરો. મારો ઈરાદો ચોરી કરવાનો નથી.” શેઠે તે માણસ પર વિશ્વાસ મૂકીને પોતાનું ઘર એક કલાક સોંપી દીધું. તે માણસે એક કલાકમાં ઓશીકું તૈયાર કરી આપ્યું. શેઠને આપ્યું. શેઠે કહ્યું કે, ” આજ રાત્રે જોઈ જોવું કે કેવીક ઊંઘ આવે છે પછી તમને પૈસા આપીશ.” આખરે તો શેઠ ને! ખાતરી કર્યા વિના પૈસા થોડા આપે? તે માણસ હસતાં હસતાં બોલ્યો, ” શેઠ, મારે કંઈ પૈસાની ઉતાવળ નથી. હું જ્યારે ફરતો ફરતો તમારે ઘરે આવીશ ત્યારે હું જે માંગુ તે તમારે મને આપવું પડશે.બોલો છે મંજૂર?” શેઠ બોલ્યા, ” ભાઈ, મારી ઊંઘ – મારાં આરામના બદલામાં જે જોઈતું હોય તે તું લઈ શકે છે.” શેઠની વાત સાંભળીને પ્રસન્ન થઈને તે માણસ ચાલી નીકળ્યો.

તે રાત્રિએ શેઠને ઘસઘસાટ ઊંઘ આવી. શેઠે પોતાનાં આડોશી – પાડોશી ને આ વાત કરી. બધાં ને તે માણસને મળવાની ઉત્સુકતા થઈ. કેટલાકને થયું કે તે માણસ તંત્ર – મંત્રનો જાણકાર હશે જેથી આવું જાદુઈ ઓશીકું બનાવી શક્યો. થોડાં દિવસો બાદ ફરી એ માણસ આવ્યો.

બધાં શેઠનાં પાડોશીઓ અને સગા – વ્હાલાં જાદુઈ ઓશિકા માટે પડાપડી કરવાં લાગ્યાં. ધીરે – ધીરે આખી શેરીના લોકોને તે માણસે આ જાદુઈ ઓશીકું બનાવી આપ્યું. બધાં ને ઘસઘસાટ ઊંઘ આવવાં લાગી ! જ્યારે પૈસાનું પૂછ્યું ત્યારે કહ્યું કે, ” શેઠ લોકો, હું એક મહિના પછી તમારી બધાની પાસે આવીશ. તમે બધાં ભેગાં થજો. હું આપની પાસે મારાં મહેનતાણા ની માંગણી કરીશ.” તે માણસ ચાલી નીકળ્યો.

મહિના બાદ તે આવ્યો. બધાં શેઠ લોકોએ તે માણસનું ફૂલ હારથી સ્વાગત કર્યું. કોઈએ પાણી પાયું, કોઈ ચા અને શરબત લઈ આવ્યા. બધાએ તેની આગતા – સ્વાગતા કરી. તે માણસે બધાં શેઠને બોલાવીને મિટિંગ કરી. બધા એ પૂછ્યું, ” બોલો ભાઈ, તમારે શું અપેક્ષા છે? તમે કહો તે પૈસા આપીએ. રહેવાનું ઠેકાણું ન હોય તો ઘર બનાવી આપીએ. આપ જે બોલો તે અમો કરી આપવા તૈયાર છીએ.” તે માણસે કહ્યું, ” ગમે તે એક ઘરમાંથી મે બનાવેલું જાદુઈ ઓશીકું મંગાવી આપો.” એક શેઠ ઓશીકું લઈ આવ્યાં. તે માણસ બોલ્યો, ” હું તમને મારી કહાની કહેવા માંગીશ.”


હું પણ તમારી જેમ સંપત્તિવાન શેઠ જ છું. મારી પત્નીના કહેવા પ્રમાણે હું મારી માતાને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો હતો તે દિવસથી મારી ઊંઘ હરામ થઈ ગઈ હતી. મારી માતા એ વૃધ્ધાશ્રમમાં અંતિમ શ્વાસ લીધો. ત્યાંના વ્યવસ્થાપકો એ મને ફોન કરીને બોલાવ્યો. મે મારી માતાની અંતિમ વિધિ સંપન્ન કરી. માતાની યાદગીરી રૂપે તેમનો સાડલો મારાં ઘરે લઈ આવ્યો. તે રાત્રે મારાં મોં પર સાડલો વીંટાળીને, માં ને યાદ કરીને ખૂબ જ રડ્યો. તે રાત્રે શું જાદુ થયો કે મને ઘસઘસાટ નીંદર આવી ગઈ ! તે રાતથી રોજ હું મારી માતાના સાડલા ને પાસે રાખીને સૂવું છું. મને સારી નીંદર આવે છે. “એકવાર અચાનક રાત્રે મને મારી માં સપનામાં આવી અને બોલી, ” બેટા, તે ભલે મને વૃદ્ધાશ્રમ માં મોકલી. મને કોઈ વાંધો ન હતો. તું તો મારો પેટ જણ્યો હું કાયમ તારું ભલું ઇચ્છું છું પણ બેટા, દુનિયામાં બીજી માં કોઈને કોઈ વૃધ્ધાશ્રમમાં જીવન ગુજારી રહી છે. તેમને ઘરે પાછી લાવ તો મને મોક્ષ થશે બેટા !

હું ઊંઘમાંથી સફાળો જાગી ગયો અને મને પ્રેરણા થઈ. હું આસપાસના વિસ્તારમાં ફર્યો અને માહિતી મેળવી કે કોનાં ઘરની માં વૃધ્ધાશ્રમમાં છે? મે સર્વે કર્યો. હું તમારાં બધાની માતાને મળવા વૃધ્ધાશ્રમમાં ગયો હતો અને વચન આપ્યું હતું કે થોડાક મહિનામાં જ હું તમને તમારા ઘરે આદર સાથે લાવીશ. તે માણસે શેઠનાં ઓશિકાનું કવર કાઢ્યું તો ગાદી અને કવરની વચ્ચે કેટલાક સાડલાના લીરા અને કટકા ગોઠવેલાં હતાં.

તે માણસ બોલ્યો, ” જે ઘરમાં હું ઓશીકું બનાવવાં ગયો ત્યાં ત્યાં તેમની માતાના સાડલાનાં લીરાં લેતો આવ્યો અને ઓશિકા વચ્ચે ગોઠવી દીધાં. તમારી ઊંઘનું રહસ્ય કોઈ જાદુ નથી પણ તમારી માતાઓ નો પ્રેમ છે. મારે કોઈ પૈસા નથી જોઈતા પણ હું જે તમારી માતાને વચન આપીને આવ્યો છું તે તમે પૂરું કરજો.” આટલું બોલીને માણસ અટકી ગયો ! બધેય નીરવ શાંતિ હતી. તમામ શેઠ જનોની આંખોમાં પસ્તાવાના આંસૂ હતા. બધા જ લોકોએ વચન નિભાવ્યું. આજે ઘરે ઘરે માતાની સન્માન ભેર પધરામણી થઇ છે.

સંતોષ પામીને તે માણસ હવે બીજી શેરી અને બીજા ઘરોની મુલાકાતે નીકળ્યો છે. કદાચ એ તમારાં ઘરે પણ આવશે, શું તમે તેનાં માટે બારણું ખોલશો ને??

સુકલા ભાસ્કર

Posted in ૧૦૦૦ જીવન પ્રેરક વાતો

કુતરો વાંદરો અને સિંહ


आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः |

आगमैः सदृशारम्भ आरम्भसदृशोदयः ||

अर्थात- 

જેમ તેનું શરીર હતું, તેવી જ તેની બુદ્ધિ પણ હતી, જેવી  તેની બુદ્ધિ હતી, તેવું તેનું શાસ્ત્રોનું જ્ઞાન પણ હતું,  તેમ પ્રયત્ન પણ હતા, અને જેમ તેના પ્રયત્નો હતા, તેવી જ તેને સફળતાઓ પણ મળે છે.

એક દિવસ એક કૂતરો જંગલમાં ખોવાઈ ગયો. ત્યારે તેણે જોયું કે એક સિંહ તેની પાસે આવતો હતો. કૂતરાનો તો શ્વાસ રૂંધાઇ ગયો, મનમાં વિચાર્યું.”આજે તો મારા રામ રમી ગયા.”  આ કુતરા ની લુચ્ચા શિયાળ સાથે ગાઢ દોસ્તી હતી અને એની પાસેથી ગણી લુચ્ચાઈઓ સીખી હતી. કુતરાએ વિચાર્યું મારી જગ્યાએ શિયાળ હોત તો શું કરત ? બસ આટલું વિચારતા મગજ માં વીજળી ચમકી.પછી તેણે તેની સામે કેટલાક સૂકા હાડકાં પડ્યાં જોયાં, અને તે આવતા સિંહ તરફ તેની પીઠ કરી ફરી ગયો અને સૂકા હાડકાને ચૂસવા લાગ્યો અને જોરથી બોલ્યો, “વાહ, સિંહને ખાવાનો આનંદ જ કંઈક અનેરો હોય છે, જો મને એક વધુ મળે તો આખી મિજબાની થઈ જાય.”

અને તેણે મોટેથી ઓડકાર ખાધો, આ વખતે સિંહ વિચારમાં પડી ગયો, તેણે વિચાર્યું, “આ શિકારી કૂતરો તો સિંહનો શિકાર કરે છે! આની સાથે ક્યાં બાથ ભીડે. આજે જાન બચી તો પાગડી હજાર, ભાગો અહીંથી.”અને સિંહ પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી ગયો.

ઝાડ પર બેઠેલો એક વાંદરો આ બધો તમાશો જોઈ રહ્યો હતો, તેણે વિચાર્યું કે સિંહને આખી વાર્તા કહેવાની આ એક સારી તક છે – સિંહ મિત્ર બનશે અને તેના પરથી જીવનું જોખમ જીવનભર દૂર થઈ જશે. તે તરત જ છુપાઈ છુપાઈ સિંહ પાછડ દોડ્યો.

કૂતરાએ વાંદરાને સિંહ પછડ જતો જોયો એટલે સમજી ગયો કે ડાળ માં કાઈ કાળું છે. બીજી તરફ, વાંદરાએ સિંહ પાસે જઈ ને બધું કહ્યું કે કૂતરાએ તેને કેવી રીતે મૂર્ખ બનાવ્યો. સિંહ ભલે બીનો પણ એ તો જંગલનો રાજા એટલે અહં ગવાયો તો ખરો.

સિંહે જોરથી ગર્જના કરી, “ચાલ મારી સાથે હવે હું તેની રમત પૂરી કરું” અને વાંદરાને તેની પીઠ પર બેસાડીને સિંહ કૂતરા તરફ દોડી ગયો.

શું તમે કલ્પના કરી શકો છો કે કૂતરાએ શું મુશ્કેલી માં બુદ્ધિ ચલાવી હસે?

કૂતરાએ સિંહને આવતા જોઈને ફરી એકવાર તેની તરફ પીઠ કરી જોરથી બોલવાનું શરૂ કર્યું, “આ વાંદરાને મોકલ્યાને એક કલાક થઈ ગયો, સાલું એક સિંહને પટાવી પકડી લાવી સકતો નથી.” બસ આટલું સાંભળતા શિહ નો પત્તો છટક્યો. કુતરાએ એટલા વીરતા વાળા અવાજમાં આત્માંવીસ્વાસ થી કહ્યું કે સિહ થાપ ખાઈ ગયો.

સિંહે તો વાંદરાભાઈ ને પટકી પટકી ને માર્યો. વાંદરો જીવ બચાવી માંડ માંડ ભાગ્યો. જીંદગી ભર ચુંગલી કરવાનું ભૂલી ગયો.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

તૃષ્ણા


लोभेन बुद्धिश्चलति लोभो जनयते तृषाम् । तृषार्तो दुःखमाप्नोति परत्रेह च मानवः ॥

ભાવાર્થ:

લોભથી બુદ્ધિ વિચલિત થઈ જાય છે, લોભ અતૃપ્ત તૃષ્ણાને જન્મ આપે છે. અને એ તૃષ્ણાથી પીડાતા દુ:ખનો સહભાગી બને છે

નદીમાં હાથીનું શબ તણાઈ રહ્યું હતું. એક કાગડો શબને જોઈને ખુશ થઈ ગયો, તરત જ તેના પર બેસી ગયો. પૂરતું માંસ ખાધું. નદીનું પાણી પીધું. કાગડો, એ શબ પર અહી-ત્યાં કૂદતો, પરમ સંતોષથી છલકાયો. તેણે વિચાર્યું, આહા, આ એક ખૂબ જ સુંદર વાહન છે, અહીં ખોરાક અને પાણીની કોઈ ઓછપ નથી. તો પછી હું મારું ખાવાનું હાથીને છોડીને બીજે શા માટે ભટકતો ફરું?

નદી કિનારે વહેતી લાશ પર કાગડો ઘણા દિવસો સુધી મોજ કરતો રહ્યો. જ્યારે તેને ભૂખ લાગતી ત્યારે તે શબને ચીરીને ખાતો અને જ્યારે તેને તરસ લાગતી ત્યારે તે નદીનું પાણી પીતો. અફાટ જળાશય, તેનો ઝડપી પ્રવાહ, કિનારા પર દૂર દૂર સુધી ફેલાયેલા કુદરતના સુંદર નજારા – તે જોઈને તે આનંદિત થઈ ગયો. એક દિવસ નદી આખરે સમુદ્રમાં મળી. નદી ધન્ય હતી કે તેણીને તેણીની મંઝિલ મળી ગઈ હતી. તેનું અંતિમ ધ્યેય સમુદ્રને મળવાનું હતું, પરંતુ તે દિવસે ધ્યેય વિનાના કાગડાની મોટી કમનસીબી હતી.

ચાર દિવસની મસ્તી તેને એવી જગ્યાએ લઈ આવી હતી જ્યાં ખાવાનું નહોતું, પીવાનું પાણી નહોતું અને તેના માટે કોઈ આશ્રય નહોતો. સર્વત્ર અમર્યાદ, અમર્યાદ ખારા પાણી અને સમુદ્રની લહેરો હતી.કોઈ કિનારો દેખાતો ન હતો. થાકેલા અને ભૂખ્યા અને તરસ્યા કાગડાએ થોડા દિવસો સુધી ચારેય દિશામાં પાંખો ફફડાવી, પોતાની છીછરી અને કુટિલ ઉડાનથી ખોટો અભિમાન ફેલાવ્યો, પરંતુ તે સમુદ્રનો અંત જોઈ શક્યો નહીં. અંતે, થાકીને, દુ:ખથી ડૂબેલો, તે સમુદ્રના એ જ ગગનચુંબી મોજામાં પડ્યો. એક વિશાળ  વહેલ માંછલી તેને ગળી ગઈ.

આપણા બધાનું જીવન પણ એક સરખું છે, એટલે કે આપણે ભગવાન સિવાય બધું જ મેળવવાની કલ્પનામાં છીએ, અને ભ્રમણા એટલી બધી છે કે આજે જે મળ્યું છે. તે આપનાર ભગવાન છે. જેને આજ મારો દિવસ ચલાવ્યો તે કાલે મને ભૂખ્યો નહિ સુવડાવે. તૃષ્ણા એક દિવસ કાગડા ને સમુદ્રમાં એટલે કે મૃત્યુની દુનિયામાં લઇ જાય છે. સત્ય નું ભાન થાય ત્યારે ખુબ મોડું થઇ ગયું હોય છે.

હર્ષદ અશોડીયા ક.

૮૩૬૯૧૨૩૯૩૫

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

1990 ના હોલિવૂડ સ્ટાર આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર ના સમયની વાત છે મિત્રો, લોકો તમારી સાથે નહીં તમારી પરિસ્થિતિ સાથે હાથ મેળવે છે તેમનું વધુ એક જીવતું જાગતું ઉદાહરણ.
30મી જૂલાઈ 1947 ના રોજ ઓસ્ટ્રિયામાં જન્મેલા વિખ્યાત બોડી બિલ્ડર, અભિનેતા અને બે વખત કેલિફોર્નિયાના ગવર્નર રહી ચૂકેલા આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરે પોતાની જ પ્રસિદ્ધ કાંસ્ય પ્રતિમાની નીચે પોતે શેરીમાં સૂતેલા હોવાનો એક ફોટો પોસ્ટ કરી એની નીચે લખ્યું, “સમય કેટલો બદલાઈ ગયો છે !!!”
તેમણે જે વાક્ય લખ્યું તેનું કારણ એ હતું કે જ્યારે તેઓ કેલિફોર્નિયાના ગવર્નર હતા ત્યારે તેમણે તેમની પ્રતિમા સાથેની એક હોટલનું ઉદ્ઘાટન કર્યું હતું. તે સમયે, હોટેલ માલિક અને સ્ટાફ આર્નોલ્ડની આસપાસ ફરતાં રહેતાં અને કહેતાં, “કોઈપણ સમયે તમે આ હોટલમાં આવીને રહી શકો છો. તમારા માટે અહીં એક રુમ કાયમને માટે અનામત રાખવામાં આવશે.” જ્યારે આર્નોલ્ડે ગવર્નર તરીકેનું પદ છોડ્યું અને હોટેલમાં ગયા ત્યારે, વહીવટીતંત્રે એવી દલીલ કરી દીધી કે તેમણે રુમ લેવો હોય તો તેના માટે ચૂકવણી કરવી જોઇએ, કારણ કે આ હોટલની ડીમાન્ડ બહુ વધી ગઈ છે..
આર્નોલ્ડ સ્લીપિંગ બેગ લાવ્યાં અને પ્રતિમાની નીચે જ સૂઈ ગયાં. તેઓ આમજનતાને એવો મેસેજ આપવા માંગતા હતા, ” જ્યારે હું એક મહત્વના પદ પર હતો ત્યારે તેઓ હંમેશા મારા વખાણ કર્યા કરતાં અને જ્યારે મેં એ પદ ગુમાવ્યું ત્યારે તેઓ મારા વિશે બધું જ ભૂલી ગયા અને તેમનું વચન પણ યાદ ન રાખ્યું.”
દોસ્તો, આપણાં પદ પર અથવા આપણાં નાણાંની રકમ પર વિશ્વાસ કરવા જેવો નથી. આપણી શક્તિ, કે આપણી બુદ્ધિ પણ કાયમી નથી. આપણું પદ કે પ્રતિષ્ઠા મહત્વનું હોય ત્યારે દરેક વ્યક્તિ આપણી મિત્ર હોય છે. પરંતુ, એ જ પદ, પ્રતિષ્ઠા કે પૈસા ન રહે ત્યારે કોઈ આપણી પાસે ફરકતું પણ નથી. એટલે, “મારી પાસે આજે જે કંઈ છે એ બધું જ કાયમી છે એવું માનવાની ભૂલ કદી ન કરવી !!!