Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક દિવસ કાઠિયાવાડી


એક દિવસ કાઠિયાવાડી છોરો પોતાની વાડીનો તાજો ઉતારેલો ભીંડો લઈને ગામના નગરશેઠ જયંતિલાલ વિરચંદની દુકાને ગયો.

છોરો : “એ જય જીનેન્દ્ર જંતિકાકા, મજામાં ને?”

શેઠ : આવ આવ, આજ તો આ બાજુ હૂં ભુલો પડ્યો કે

છોરો : કાય નઈ કાકા, વાડીએ આઇજ તાજો ભીંડો ઉતાર્યો તે થયુ કે પેલી વીણનો છે એટલે શેઠ હારું થેલી ભરતો જાવ

હારૂં હારૂં છોરા, મુક્ય થેલી તારા હાથે કમાડ વાહેં.

પછે શેઠે છોરાને એક જૂબાં કેસરી ખવરાવી ને છોરો દાને દાને મેં કેસર કા દમ લેતો લેતો ઘર ભણી હાલતો થ્યો ,

હાંયજે શેઠાણીએ શેઠને કીધુ આજ તાજા ભીંડાનુ શાક બનાવુ ને ?

એટલે શેઠે કીધુ દુધી અને ચણાની દાળનુ બનાવી નાખ્ય ભીંડો હવાર પડ્યે વાયડો પડે .

શેઠાણી કે અરે વનેચંદના બાપા તાજો કુણો ભીંડો છે. શુ વાયડો પડે?

શેઠ તાડુક્યા એ ગોલકીની ઈ હવાર પડ્યે વાયડો પડે તને કીધુ નઈ દુધી અને ચણાની દાળ બનાવી નાખ્ય.

શેઠાણીતો રહોડામાં હાલ્યા ગ્યા ને બબડતા ગ્યા આ વનેચંદના બાપાનુઈ ચહકી ગ્યુ લાગછ. તાજો કુણો ભીંડો થોડો વાયડો પડે ?

બીજે દિ’ હવારે છોરો શેઠની દુકાને ગ્યો. શેઠબાપા બા’ર ગામ જાવુંછ. એક પાંસો રૂપિયાની જરૂર છે , થોડા દિ’ મા પાછા આપી દઈશ ,

શેઠ કે છોરા ને કે જો પડ્યો તારો ભીંડો તુ મેલિન ગ્યો ન્યા ઈમ નિમ પડ્યો છ કોઈ અડ્યુઈ નથ ઉપાડ્ય તારો ભીંડો.

તઈ શેઠાણીને ઝબુક વિજળી થઈ કે આ તાજો ભીંડો હવારે વાયડો પડે ઈમ શેઠ કેતા’તા ઈ આમ અઢી કીલો તાજો ભીંડો હવારે પાંસો રૂપિયાનો થાત .

રોહિત પટેલ

Author:

Buy, sell, exchange old books

Leave a comment