Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

શિક્ષક


એક પાનવાળો જ્યારે હોય ત્યારે શિક્ષકને ટોણા મારતો હતો કે, “શિક્ષકોને કામ ઓછું અને પગાર વધારે” એક દિવસ શિક્ષક કંટાળી ગયો. તેણે કહ્યું – “એક પાન કેટલા રૂપિયાનું છે?”
પાનવાલાએ કહ્યું, “10 રૂપિયા.”
શિક્ષક – ઠીક છે. આજથી હું તમને આ પાન માટે 30 રૂપિયા આપીશ. તમારે ફક્ત કેટલાક નિયમોનું પાલન કરવાની જરૂર છે.

આ રજીસ્ટર લો, તેમાં દરેક પાન ની માહિતી લખો. ઉદાહરણ તરીકે :-*

1. આ પાન શેનું છે?

2. તે વૃક્ષ છે કે છોડ કે વેલો ?

3. તે કયા ખેતરમાં છે? (ખેતરનો ફોટો પુરાવા તરીકે જોડવો)

4. તે ક્યારે તેના પાંદડા તોડે છે?

5.(અ) પાંદડા તમે જાતે તોડો છો ? હા/ના ?
5.(બ) જો ઉપરના પ્રશ્નમાં “ના” તો તમે પાન કંઇ રીતે મેળવો છો એની વિગત અહી ભરવી
5. (ક)જો “હા” તો પાંદડા તોડવાની તારીખ, તે તમારી દુકાન પર લાવવાની તારીખ ?

6. આ પાનમાં જે પણ મૂકવામાં આવે છે તે છે કાથો, ચૂનો, સોપારી વગેરે. ખોરાકની માહિતી?
(તે માટે 3 અ નું પત્રક ભરવુ)
વસ્તુનું નામ, વજન, કઇ કંપનીનું, રીમાર્કસ
તમારે તેના પર સહી કરવી.

7. મારી સહી લો.

8. મારા મુખ્ય શિક્ષકની સહી લો.

9. પાન ખાતા પહેલા મારું વર્ણન.

10. પાન ખાધા પછી મારી હાલત.

11. આવનાર દરેક વ્યક્તિનો લેખિત રેકોર્ડ રાખવો ,

12. ગ્રાહક ના હસ્તાક્ષર કરાવવા

13. જો કોઈ નવો ગ્રાહક આવે તો તેની સંપૂણ માહિતી (ફોટા રજીસ્ટર નિભાવવુ)

14. જો તે ખરાબ વર્તન કરે તો તેનો ઉપાય

15. જે ગ્રાહક ખરાબ વર્તન કરે તેવા ગ્રાહકોની ફાઇલ બનાવો.

16. જો તે ગ્રાહક દરરોજ આવે તો પ્રશંસા કરો.

17. જો તે ન આવે, તો એને શોધો

18. સરકારી ઝુંબેશ આવે ત્યારે રેકોર્ડ બનાવવાના પાન અને માવા ખાનારા નો

19. ગામની વસ્તી ગણવવી. પાન ખાનારા અને ન ખાનારાઓને શોધવા માટે.

22. આ બધી માહિતી લખી અને પછી તેને હું કહું તે સોફ્ટવેર દાખલ કરવું.

23. જો તેની સમીક્ષા કરતી વખતે કોઈપણ ભૂલો જોવા મળે, તો તેના પરિણામો માટે તમે જવાબદાર હશો. . .

આં બધું કીધા સુધી તો પાનવાળો ચક્કર ખાઈને પાડી ગયો..

🙏સમર્પણ બધા શિક્ષકોને

અમર કથાઓ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

પોતાના અને પરાયા


પોતાના અને પરાયા

परोऽपि हितवान् बन्धुः बन्धुरप्यहितः परः।

अहितो देहजो व्याधिः  हितमारण्यमौषधम्॥

આપણા શરીરની અંદર રહીને પણ રોગો આપણને ખરાબ કરે છે અને દવાઓ (ઔષધિઓ) વૃક્ષો અને છોડમાં આપણાથી દૂર રહીને પણ આપણું ભલું કરે છે, એટલે કે રોગો આપણા દુશ્મન છે અને દવાઓ મિત્રો છે. એવી જ રીતે જે કોઈ સ્વજન ન હોવા છતાં આપણું નુકસાન ન કરે તે વાસ્તવમાં પોતાનો છે અને સ્વજન હોવા છતાં આપણું નુકસાન કરે છે તે પરાયો છે.

એક સોનાર હતો, તેની દુકાનની બાજુમાં જ એક લુહારની દુકાન હતી. જ્યારે સોનાર કામ કરતો ત્યારે તેની દુકાનમાં ખૂબ જ ધીમો ટક ટક અવાજ આવતો, પણ જ્યારે લુહાર કામ કરતો ત્યારે તેની દુકાનમાંથી કાન ફાડી નાખવાનો અવાજ સંભળાતો. ધમ ધમ ધમ…નીચે એરણ વચ્ચે લોઢું ને ઉપર હથોડી.

એક દિવસ સોનાનો એક કણ લુહારની દુકાનમાં ઉડીને પડ્યો. ત્યાં તેને લુહારનો એક કણ મળ્યો. સોનાના કણે લોઢાના કણને પૂછ્યું – ‘ભાઈ, આપણા બંનેનું દુઃખ એક સરખું છે, આપણે બંને એક જ આગમાં તપેલા છીએ અને હથોડી પણ એ જ રીતે સહન કરીએ છીએ. તારા ઉપર પણ હથોડી પડે છે અને મારા ઉપર પણ હથોડી પડે છે. આ બધો માર હું ચૂપચાપ સહન કરું છું, પણ તું આટલી રાડીયું પાડીને રડે છે, કેમ?’

લોખંડના કણે તેનું ભારે હ્રદયે કહ્યું,

‘તારી વાત સાચી છે, પણ તને જે હથોડી મારે છે તે તારો સગો ભાઈ નથી.

મને મારનાર લોખંડનો હથોડો મારો સગો ભાઈ છે.

આપણા લોકોએ દીધેલા જખમ, બીજા લોકોએ દીધેલા ઘાત કરતાં વધારે અસહ્ય હોય છે.

હર્ષદ અશોડીયા ક.

૮૩૬૯૧૨૩૯૩૫

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ચુની


લઘુકથા: ‘ ચુની ‘

” એય ,ઉભી રે અલી “
એક બારેક વષૅની માંગવાવાળી છોકરીને બપોરે પત્નીએ બૂમ પાડી ઉભી રાખી.” બેન પાણી આપજો અને એક પ્લાસ્ટિકની થેલી પણ ” છોકરી બોલી .
પત્ની નિમિષા સ્વભાવની ખૂબ સારી, દયાળુ,પણ બબડે ખરી.એટલે એણે બબડતાં.. બબડતાં.. બોલી ” હવે માંગવા વાળાને પણ
જુઓને કેવો પાવર આવ્યો છે.. રોજ વટથી
ઠંડુ પાણી ,તાજું ખાવાનું અને પેકિંગ માટે
કોથળી માંગે છે..”
એટલે હું ખડખડાટ હસ્યો.. મેં મજાક કરી.
મેં હસતાં હસતાં પત્નીને કહ્યું. ….. ” પાંચ રૂપિયાની દાળ એની પાસેથી લઈ ને ટેસ્ટ કર .આપણી ખાવાનું કરવા વાળીનેપણ ટેસ્ટ કરાવ..એટલે મઢીની દાળનું મસાલા બદલતા કેટલો ઉઠાવ આવે છે એ ખબર પડે…”
એટલે એણે .. છણકા કરતાં કરતાં પેલી છોકરીને એક કોથળીમાં રોજ આપે એમ ખાવાનું આપ્યું …ઠંડુ પાણી આપ્યું..એ છોકરી જતી રહી..
અડધો કલાક થયો.અને અમારા ઘરનો ઝાંપો ખખડયો..એટલે મેં પત્નીને કહ્યું..
” જો તો કોણ છે..? “
તો પેલી માંગવાવાળી છોકરી અને એની મા ઉભા હતાં. એટલે પત્નીએ કહ્યું ..”બેન ગરમામાં હવે રોટલી નથી.. બધીઆપી દીધી તમને. સાંજે આવજો.. પૈસા આપું છું તો કંઈક લઈ લેજો..”
ત્યાં તો પેલી છોકરીની મા બોલી ..” બેન ફરી માંગવા નથી આવ્યાં. તમે અને ભાઈ કદી કોઈને ખાલી હાથે જવા દેતા નથી…. પણ .. કોથળીમાંથી તમારું આપેલું ખાવાનું કાઢતાં આ નાકની ચુની નીકળી.. એટલે અમે પાછી આપવા આવ્યાં “…
હું બહાર આવ્યો… તો એ સોનાની ચુની અમે
લગ્ન પછી શરૂઆતમાં અમૃત સિદ્ધિ યોગમાં પૈસાની મધ્યમ આવક વચ્ચે ખરીદેલી અને
દર વરસે ધન તેરસે ધન પૂજામાં પહેલી પૂજા
તેની કરતાં હતાં..એ હતી.
લોકરમાં દાગીના મૂકવા પેલી પ્લાસ્ટીક થેલીનો ઉપયોગ કરેલો.. એટલે એમાં પડી ગઈ હશે..
પણ અમારા માટે તો તે અમુલ્ય હતીને.. કારણ લગ્ન પછીની પ્રથમ ખરીદી અમૃત સિદ્ધિ યોગની હતી..પછી જ ઘણું બધું આવ્યું એવી આસ્થા હતી.
એટલે અમે તો મા દીકરીને ભગવાનની પ્રતિમા જોતાં હોઈએ એમ જોઈ જ રહ્યાં..
ચુની લઈ લીધી.. અને છોકરીને સો રૂપિયા
આપતાં હતાં.. તો એની મા એ ના લીધા..અને બોલી ,
” અમારા માટે તો તમે જ
ભગવાન.. કોઈ દિવસ અમારા જેવા ગરીબનો અનાદર નથી કયૉઁ.. તો અમેય માણસ છીએ..અમારામાં પણ ભાવના હોય..જો આ ચુની પાછી ના આપી હોત તો તમારા ઘેરમાંગવાનો રોજ ખચકાટ થાત “
આમ બોલી છોકરીને લઈ જતી રહી.. પેલી છોકરી પાછળ વળી વળી અમને ..ચાલતાં
ચાલતાં ..જોતી જતી હતી.
એની સામે મને વિચાર આવ્યો કે ‘આ જાડી ચામડીના , કરોડોનું કૌભાંડો કરનારાને આ બધું કેવી રીતે હજમ થતું હશે .

ઈમાનદારી નો ગુણ એકલા ગરીબ, મધ્યમ વગૅને જ આપ્યો છે કે ..એ દુઃખી છે એટલે ભગવાન સાથે બનાવટ કરતાં નથી…..

અજ્ઞાત

Posted in संस्कृत साहित्य

સમાનાર્થી શબ્દો


લોચન :-ચક્ષુ, આંખ, નયન, નેણ, દગ, નેત્ર, આંખ્ય, ઈક્ષણ , લિપ્સા, ચાક્ષુસ, આર્ક્ષ,નેન

અવાજ :-રવ, ધ્વની, નિનાદ, શોર, ઘોઘાટ, ઘોષ, સ્વર, બૂમ, વિરાવ,કલરવ,કિલ્લોલ,શબ્દ,સૂર,કંઠ,નાદ

આકાશ :- વ્યોમ, નભ, અંબર, આભ, ગગન, અંતરિક્ષ, અવકાશ, આસમાન, ગયણ, સુરપથ,વિતાન, નભસિલ,ફલક

રજની :-રાત્રિ, નિશા, ક્ષિપા, શર્વરી, યામિની , વિભાવરી, નિશીથ, ઘોરા, દોષા, ત્રિયામા,રાત

સાગર :-સમુદ્ર, ઉદધિ, રત્નાકર, અબ્ધિ, દરિયો, સમંદર, અંભોધી, મહેરામણ, જલધિ , અર્ણવ , સિધુ, અકૂપાર, મકરાકટ, કુસ્તુભ,સાયર,જ્લનિધી,દધિ, સાયર, અર્ણવ,રત્નાકર,મહેરામણ,મહોદધિ

નસીબ :-ભાગ્ય, કર્મ, કિસ્મત, ઇકબાલ, નિયતિ , વિધાતા, પ્રારબ્ધ, દૈવ, તકદીર

સુવાસ :-પમરાટ, મહેંક , પરિમલ, સૌરભ, મઘમઘાટ, ખૂશ્બુ, વાસ,પીમળ,સુગંધ ,પરિમણ,ફોરમ,

ધરતી :-પૃથ્વી, ધારિણી, વસુંધરા, વસુધા, અવનિ, વિશ્વભંરા,અચલા, વસુમતી,ધરા, ભોય,જમીન, ભોમકા,ધરિત્રી , ક્ષિતી, ધરણી, ભૂપુષ્ઠ , મેદિની, ભૂતળ, પ્રથમી, ભૂમિ, ઈલા, ઉર્વી, ભૂલોક, રત્નગર્ભા,અવનિ,

સૂરજ :-રવિ, સૂર્ય, શુષ્ણ, ચંડાશુ, માર્તડ, પુષ્કર, દીશ, અર્યમા ,આદિત્ય, ચિત્રભાનુ, તિગ્માંશુ , મધવા, અંશુમાલી , મરીચી , ખગેશ ,ભાણ, વિભાકર, ક્લિંદ, સવિતા, ભાસ્કર, દિવાકર, ભાનુ, દિનકર ,ખુરશદે, કિરણમાલી, મિહિર,દિનકર,આફતાબ,આદિત્ય,અર્ક,ઉષ્ણાંશુ.દીનેશું

પંકજ :-કમળ, પદ્મ, અરવિંદ, નલિન, ઉત્પલ , અંબુજ, જલજ, સરોજ, રાજીવ, સરસિજ , નીરજ, શતદલ , તિલસ્મી, તોયજ, પુંડરિક, કોકનદ,કુવલય, કુસુમ,વારિજ,પોયણું,

ભમરો :-ભ્રમર, મધુકર,દ્વિરેફ , આલિ, ભૃંગ, ઘંડ, મકરંદ, શિલીમુખ,મધુપ , દ્વિફ

પાણી :-જલ, સલિલ, ઉદક, પય, વારિ, અંબુ, નીર, આબ, તોય, તોયમ

વિશ્વઃ- સૃષ્ટિ, જગ,જગત,દુનિયા ,સંસાર, લોક,આલમ,બ્રહ્માંડ, ભુવન,ખલક,દહર

દિવસ:-દહાડો,દિન,દી,અહ્‌ર (આજ),

રાત:- રાત્રિ,રાત્રી,નિશા,નિશ,રજની,તમિસ્ત્

ચાંદની:-ચંદની,ચાંદરડું,ચાદરણું,ચંદ્રકાંતા,ચંદ્રજ્યોત,ચંદ્રપ્રભા,ચંદ્રિકા,ચાંદરમંકોડું,કૌમુદી,જયોત્સના,ચંદ્રિકા,ચન્દ્રપ્રભા

શાળા:- શાલા,નિશાળ,વિદ્યાલય,વિદ્યામંદિર,શારદામંદિર,વિનયમંદિર,જ્ઞાન મંદિર, ફૂલવાડી,મકતબ, અધ્યાપન મંદિર,બાલમંદિર,શિશુવિહાર,પાઠશાલા,મહાશાલા,વિદ્યાનિકેતન ગુરુકુળ,અધ્યાપનવિદ્યાલય,વિદ્યાભારતી,ઉત્તરબુનિયાદી,આશ્રમશાળા, આંગણવાડી

ઘર:ગૃહ,આવાસ,મકાન,ધામ,સદન,નિકેત,નિકેતન,નિલય,રહેઠાણ,નિકાય,નિવાસ્થાન,બંગલી,બંગલો,હવેલીખોરડું,ખોલી,કુટિર,ઝૂંપડી,મઢી, છાપરી,ઠામ,પ્રાસાદ,મંજિલ, મહેલાત,મહેલ,મહોલાત,ફલેટ,વિલા,

પર્વતઃ–પહાડ,ગિરિ,નગ,અદ્રિ,ભૂધર,શૈલ,અચલ,કોહ,તુંગ,અશ્મા,ક્ષમાધર,ડુંગર,

જંગલ :-વન,વગડો,અરણ્ય,રાન,ઝાડી,અટવિ,વનરાઇ.કંતાર,આજાડી,કાનન,અટવી

વરસાદ :વૃષ્ટિ,મેઘ,મેહ,મેહુલો,મેવલો,મેવલિયો,પર્જન્ય,બલાહક

ભમરો :-ભ્રમર , મધુકર, દ્વિરેફ, આલિ, ભૃંગ, મકરંદ , શિલિમુખ, મધુપ, દ્વીફ

પક્ષી :- પંખી, વિહંગ,અંડજ ,શકુંત,દ્વિજ,શકુનિ,ખગ,બ્રાભણ,નભસંગમ, વિહાગ,વિહંગમ.શકુન,શકુનિ,ખેચર

વાદળ:-નીરદ,પયોદ,ઘન,મેઘલ,જીમૂત.જલદ,મેઘ,બલાહક,અબ્રફુલ,અંબુદ,વારિદ,ઉર્વી,અબ્દ,જલઘર,પયોધર, અંબુધર,અંબુવાહ, અંભોદ,અંભોધર,તોયદ,તોયધર

મુસાફર:-પથિક, અધ્વક, પંથી,રાહદારી,યાકિ, વટેમાર્ગુ,ઉપારૂ, પ્રવાસી

પ્રવીણ:-કાબેલ, હોંશિયાર,ચાલાક,પંડિત,વિશારદ,ધીમાન,વિદગ્ધ, પ્રગ્ન બુધ,દક્ષ, કોવિંદ, તજજ્ઞ,કર્મન્ય,ચકોર,નિષણાંત, આચાર્ય, ખૈર,વિદ્યાગુરૂ,ભેજાબાજ,પારંગત , ચતુર,કુશળ ,પાવરધો ,કુનેહ, ખબરદાર

બગીચો :-વાટિકા,વાડી,ઉધાન,પાર્ક,વનીકા,આરામ,ફૂલવાડી,ગુલિસ્તાન,ગુલશન, ખેતર,બાગ,ઉપવન

અરજ :-વિનંતી, વિનવણી, પ્રાર્થના, આજીજી, બંદગી,વિજ્ઞપ્તિ ,કરગરી,કગરી,અભ્યર્થના,ઈબાદત,અનુનય, અરજી,ઇલ્તિજા, અર્ચના,આર્જવ,સરળતા

ભપકો:- ઠાઠ, દંભ,દમામ, પાખંડ, ઠસ્સો,ઠઠારો,શોભા,શણગાર,આડંબર,દબદબો,રોફ,ભભક,ચળકાટ,રોફ,તેજ,ડોળ

સેના :- લશ્કર, સૈન્ય, ચેમૂ,અનીક,કટક,ફોજ,પૃતના,અસ્કર,દલ.

ઝઘડો :-બબાલ, વિગ્રહ,લડાઈ,જંગ, ધમસાણ, અનિક, તકરાર, યુદ્ધ, ટંટો, તકરાર, કલહ, રકઝક,તોફાન, કજીયો,કંકાસ,હુલ્લડ, પંચાત, ઝંઝટ, બળવો, ધીંગાણું, બખેડો, ભંડન,ચકમક

કાપડ :- વસ્ત્ર, અશુંક,અંબર , વસન,પટ,ચીર,કરપટ,પરિધાન,લૂંગડુ,વાઘા

ઝાકળ :- શબનબ,ઓસ,ઠાર,બરફ,હેમ,તુષાર

સફેદ:- ધવલ, શુક્લ,શ્વેત,શુભ્ર,શુચિ,વિશદ,ઉજળું,ગૌર

વૃક્ષ :- તરૂ,ઝાડ,પાદપ,તરુવર ,દ્રુમ.દરખત,

અંધારું:- તમસ,વદ,તિમિર,તમિસ્ત્ર,ધ્વાંત,અંધકાર,કાલિમા,

પુત્ર:- નંદ,દીકરો,સુત,આત્મજ,વત્સ,તનય,તનુજ,બેટો,છોકરો

પુત્રી :- દીકરી,સુતા,તનુજા,ગગી,છોકરી,બેટી,આત્મની,આત્મજા,દુહિતા,કન્યા,તનયા

ફૂલ :– પુષ્પ,કુસુમ,ગુલ,સુમન,પ઼સૂન,કુવ,કળી,

ગંધ :- વાસ,બાસ,સોડ,સોરમ,બદબૂ, બૂ,કુવાસ

સુગંધ:- સુગંધી,સૌગંધ,સુવાસ,ફોરમ,સૌરભ,મહેક,ખુશબુ,પમરાટ, સોડમ,પરિમલ

છાત્ર:– શિષ્ય,શિક્ષાર્થી,અભ્યાસી,વિદ્યાર્થી

પશુ:- ઢોર,જાનવર,જનાવર,તૃણચર,ચોપગું

સિંહ:- વનરાજ,કેશરી,પંચમુખ,પંચાનન,કેશી,કરભરી,હરિ,શેર,ત્રસિંગ,સાવજ,મૃગેન્દ્ર,મયંદ

શિક્ષક:- ગુરુ,અધ્યાપક,શિક્ષણકાર,શિક્ષણશાસ્ત્રી,પ઼ાધ્યાપક

વાઘ :- વ્યાધ઼,શેર,શાર્દુલ,દ્વીપી

અશ્વ:- ઘોડો,તોખાર,તેજી,ઘોટક,તુરંગ,હય,વાજી,રેવંત,સૈધવ

ગઘેડો:- ખર,ગર્દભ,ગર્ધવ,ખોલકો,વૈશાખનંદન

ઉજાણી:- જાફાત,જિયાફત,મિજબની,જમણ,મિજસલ,મેળાવડો,ઉત્સવ, ઉજવણી,સભા,સંમેલન

દુઃખ :- આર્ત, પીડિત,વિષાદ,વેદના,પીડા,દર્દ ,ઉતાપો,વ્યાધિ,વ્યથા ,લાય,બળતરા,કષ્ટ,તકલીફ,અજીયત,આપત્તિ,વિપત્તિ શૂળ,આપદા,મોકાણ,

કનક :- સોનું, હેમ,સુવર્ણ,હિરણ્ય,કંચન,કુંદન,કજાર,જાંબુનદ, હાટક,

ભારતી:- સરસ્વતી,શારદા,ગિરા,શ્રી,રાગેશ્વરી,વાણી,મયુરવાહીની,વીણાધારિણી,હંસવાહની,હંસવાહિણી,વાગીશા,વાગીશ્વરી, વાગ્દેવી

કોમળ:- મુલાયમ,મૃદુ,કોમલ,મંજુલ,સુકુમાર,નાજુક,ઋજુ,મૃદુતા,

કોતર :-ખીણ,કરાડ,ભેખડ,બોડ,ગુફા,બખોલ,કુહર,ખોભણી,ગહવર,ગુહા,ઘેવર

સાપ :- સર્પ,ભૂજંગ,નાગ,અહિ,વ્યાલ,ભોરીંગ,પન્નગ,કાકોદર,ફ્ણધર,ઉરગ,વિષઘર,ભોમરંગ,આશીવિષ,અર્કણ, ચક્ષુ:શ્રવા, કાકોલ,

હાથી :- ગજ, દ્વીપ,કુંજર,વારણ,ગજાનન, હરિત, દ્વિરદ, માતંગ,સિંધુર,મતરંજ,કરિણી,ઐરાવત,કુરંગ,હસ્તી, મેગળ,

મહેશ:-મહાદેવ,આશુતોષ,ઉમાપતિ,નીલકંઠ,રુદ્ર,શંકર,શિવ,ધૂર્જટી,ઉમેશ,શંભુ,ચંદ્રમૌલી,યોગેશ,નીલકંઠ,ત્રિલોચન,ચંદ્રાગદ,શર્વ, ભોળાનાથ

હાથણી:-કરિણી,કરભી,માતંગી,હસ્તિની,વારણી

વાનર:- વાંદરો,કપિ,હરિ,શાખામૃગ,મર્કટ,લંગૂર,કપિરાજ,કાલંદી,હનુમાન,બાહુક,બજરંગબલી, પવનપુત્ર,પ્લવંગ,હરિ,વલીમુખ

મૃગ:- હરણ,કુરંગ,સાબર,રુરુ,કૃષ્ણસાર,કાળિયાર,સારંગ,છીંકારવું

મૃગલી:- મૃગી,હરણી,હરિણી,કુરંગણી,કુરંગી

મોર:- મયૂર,કલાપી,શિખંડી,શિખી,ધનરવ,કલાકર,નીલકંઠ,શકુંત,કેકાવલ,કલાપી,ઢેલ

શરીર:- દેહ,કાયા,ઘટ,ખોળિયું,તન,તનુ,બદન,ડિલ,પંડ,પિંડ,કલેવર,ધાત્ર,બદન ,જીસ્મ

ભંડાર:- કોશ, ખજાનો, કોઠાર , વખાર, ગોડાઉન

નરાધમ :- નીચ, અધમ,કજાત,કપાતર,હરામી,નજિસ, નઠારું,નફફટ,ક્રૂર, નૃશંસનબત્તર

બુદ્ધિ :- પ્રજ્ઞા,ચેતના, મતિ,અક્કલ,મેઘા,તેજ,મનીષ,સમજ,મતિ,ડહાપણ,દક્ષતા,મનીષા,જ્ઞાન

દુનિયા :-સંસાર ,જગત,આલમ,જહાં,વિશ્વ,ભુવન,ખલફત,મેદિની

બાળક :-શિશુ, અર્ભક, શાવક,બચ્ચું, બાલ,સંતતિ,છોકરું,સંતાન,દારક,વત્સ

સરોવર :-સર,કાસાર,તળાવ,જળાશય ,સ્ત્રોવર,મહાકાંસાર,ખાબોચિયું,તડાગ,દિર્ઘીકા,નવાણ,પલ્લવ,છીલર,જલાશય,પોખર પણઘટ,તડાગ

અનલ :-આગ,આતશ, ક્રોધ,પાવક, જાતવેદ,દેવતા,તણખો, નાચિકેત, વહની, વિશ્વાનર, દેતવા, ચિનગારી,જવલન,અગ્નિ, દેવતા,પાવક,આતશ,અંગાર,જાતવેદ-જાતવેદા,નચિકેતા,પલેવણ, પવમાન જ્વાલામાલી,વહિન

પડદો :-આવરણ,પટંતર, આડ,ઓજલ,પડળ,જવનિકા,ઓથું,આંતરો,આચ્છાદન

ચહેરો:- મુખ,વદન,શકલ,મુખારવિંદ,દીદાર,મુખમુદ્રા,ચાંડુ,સ્વરૂપ, આનંદ,વકત્ર,સૂરત,સિકલ,આનન,મોઢું, તુંડ

મસ્તક:- મસ્તિકમસ્તિષ્ક.માથું,શિર,શીર્ષ,સિર.

મગજ:- ભેજું,દિમાગ,દિમાક

કપાળ:- લલાટ,ભાલ,નિલવટ,લિલવટ

વાળ:- બાલ,કેશ,રોમ,નિમાળો,તનુરુહ,

નાક:- નાસિકા,ઘ઼ાણિન્દ઼િય,નાસા,નાખોરું

જીભ:- જિહવા,રસના,રસવતી,જીભલડી,જીભડી,લૂલી,લોલા,બોબડી,બોલતી,વાચા,વાણી,

નસીબદાર:- નસીબવંત,ભાગ્યવાન,ભાગ્યશાળી,નસીબવાન,સુભાગી,ખુશનશીબ

હોશિયાર:- ચાલાક,ચતુરાઇ,પટુતા,કાબેલિયાત,કુશળતા,નિપુણતા,બાહોશ,ચપળતા

બુદ્ધિમાન:- ધીસ,ધીમંત,ધીમાન,પ઼ાજ્ઞ,દક્ષ,ચતુર,મતિમાન,

ગુસ્સો:- કોપ,ચીડ,ખોપ,રોષ,ખીજ,ખિજવાટ

નસીબ:-ભાગ્ય,દૈવ,દૈવ્ય,પ઼ારબ્ધ,તકદીર,નિયતિ,નિર્માણ,કરમ,

શક્તિ :-તાકાત,સામર્થ્ય,જોર,જોમ,મગદૂર,હિંમત,દેન,કૌવત,બળ

બળવાન:-તાકાતવાન,શક્તિમાન,સબળ,સમર્થ,બળકટ,જોરાવર,ધરખમ,ભડ

બહાદુર:- જવાંમર્દ,શૂરવીર,હિંમતવાન,ભડવીર,સાહસિક

સુંદર:- મજેદાર,મનોરમ,મોહક,રૂપાળું,રૂપવાન,રમ્ય,સુરમ્ય,રંગીન,રમણીય,સૌદર્ય,સુંદરતા,સુહાગી,કાન્ત,ખૂબસુરત,જમાલ, પેશલ,મનોહર,મનોજ્ઞ ,હસીન,લલિત,સુભગ,ચારુ

આનંદ:-હર્ષ,ખુશી,વિનોદ,હરખ,મજા,મઝા,લહેર,પ઼મદ,પ઼મોદ,ખુશાલી,મોજ,

ઉદ્વેગ:- ચિંતા,વિષાદ,દુઃખ,અજંપો,ઉચાટ,મૂંઝવણ,ખેદ,ક્ષોભ

નિર્બલ:-દુર્બલ,કમજોર,નબળું,પાંગળું,નમાલું,લાચાર,પોપલું,કાયર

પરમાત્મા:પરમેશ,હરિ,અંતર્યામી,ખુદા,બ઼હ્મ,કર્તાહર્તા,ખુદાતાલ,પરેશ,જગદાત્મા,કિરતાર,માલેક,ઈશ્વર,પરવરદિગાર,સ્ત્રષ્ટા, સર્જનહાર, ભગવાન,ઈશ,જગદીશ,જગનિયંતા,દેવેશ,દરિદ્રનારાયણ,દીનાનાથ,કર્તાર,જગદેશ્વર,જગનિયંતા,અચ્યુતાનંદ, આનંદઘન,નિયંતા, અલ્લા,ખુદા,ખુદાતાલા,માલિક,ખાવિંદ,ઈશુ,અરિહંત,અશરણચરણ,સવિતા

અખબાર:-છાપું,વર્તમાનપત્ર,વૃત્તપત્ર,સમાચારપત્ર,સમાચારપત્રિકા,ન્યૂઝપેપર,વાવડ,સંદેશો

નક્ષત્ર:- તારા,તારક,તારકા,તારિકા,તારલિયા,તારલો,સતારો,સિતારો,ઉડું,ગ્રહ ,ૠક્ષ

નદી:-આપગા,સરિતા,તટિની,તરંગિણી,નિર્ઝરિણી,વાહિની,શૈવલિની,લોકમાતા,દ્વીપવતી,સલિતા,નિમન્ગા,આનગા, શૈવાલિની, સ્ત્રોતસ્વિની

કોકિલ:-કોકિલા,કોયલ,પરભૃતા,પરભૃતિકા,કાદંબરી,અન્યભૃતા\

પવન:-હવા,વાયુ,વા,વાયરો,સમીર,સમીરણ,અનિલ,પવમાન

ચંદ્ર :-શશાંક,સુધાકર,મયંક,શશી,ચાંદો,હિમાંશુ,સોમ,રજનીશ,ચંદિર,અત્રીજ,સિતાંશુ,રાકેશ,કલાધર,હિમકર,મૃગાંક ,જૈવાતૃક,ઇન્દુ

દાસ,ચાકર,અનુચર,ચેટક,સેવક,ચપરાસી,પટાવાળો,પાસવાન,હજુરિયો,અભિચર,ગુલામ,પરિજન,પરિચારિક ફીંદવી,ખાદિમ, કિંકર

ગીચ :- ભરચક,અજાજુડ,અડાબીડ, ઘનઘોર,ગાઢ,જમાવ,ભરાવો,ગિર્દી,જમાવડો,

અભિમાન :-ગર્વિષ્ઠ,ઘમંડ, મગરૂર,તુમાખી,અહંકાર,ગુમાન,ગર્વ,મદ

ખેસ :- પામરિયું,ઉપરણું,પછેડી,ઉત્તરીય,અંગવસ્ત્ર ,દુપટ્ટો , ચલોઠો

સવાર :-પ્રભાત, પરોઢ,પ્હોર, મળસકું,પ્રાગટ,ઉષા,ઉસ:કાળ,અરૂણોદય,ભળભાખરું,પાત:કાળ

હોડી:- નાવ,વહાણ,હોડકું,નૌકા,મછવો,વારણ,બેડલી,પનાઈ,નૈયા ,તરાપો,કિશ્તી,નાવડું,તરંડ,તરણી

અફવા:-ગપ,કિવદંતી, લોકવાયકા,ગતકડું,જુઠાણું,તૂત,તડાકો,ગપગોળા,કાતળ

પંક્તિ :-કતાર,હાર,હરોળ,લાઈન,લીટી,પંગત,ઓળ,ધારા,લકીર,લેખા,અલગાર,શ્રેણી,લંગાર

સ્ત્રી:-મહિલા,વનિતા,અબળા,નારી,વામા,લલના,અંગના,ભામા,ઓરત,ભામિની,રમણી,માનિની,કામિની પ્રમદા,

કામદેવ :-મદન,મંથન,કંદર્પ,અનંગ,રતિ–પીત,મનોજ,કંજન,મનસિજ,મયણ,પુષ્પધન્વા,મકરધ્વજ

દાનવ:-રાક્ષસ,દૈત્ય,અસુર,શયતાન,નિશાચર,ગીર્વાણ,સુર,દેવ,ત્રિદ્શ,દશાનન,શૈતાન,લંકેશ,નરપિશાચ,રાવણ,જાતુધાન

ખિતાબ:-ઈલકાબ,શરપાવ,ઇનામ,પારિતોષિક,પુરસ્કાર,ભેટ,બક્ષિસ,ઉપહાર,સોગાદ,સન્માન,બદલો,પુરસ્કાર,

આભુષણ:-ઘરેણા,ઝવેરાત,દાગીના,જણસ,અલંકાર,જેવર,ભૂષણ,સોનામહોર,અશરફી

શ્રીકૃષ્ણગોવિંદ,જનાર્દન,વિઠ્ઠલ,નંદુલિયો,શામળ,દાશાર્દ,નંદલાલ,વાસુદેવ,બંસીધર,દામોદર,ગોપાલ,માધવ,ગિરિધર,શ્યામ, કેશવ,મોરલીધર,મુરારિ.કાનુડો,નટવર

બ્રહ્મા:-સ્ત્રષ્ટા, વિધાતા,વિધિ,પ્રજાપિતા,પિતામહ,કમલાસન,વિશ્વકર્મા,પ્રજેશ,

ભય:-બીક,ડર,ખતરો,ખોફ,આતંક ,ભીતિ,દહેશત,ભો,ભીરયા,ફડક.ગભરાટ

જિજ્ઞાસા:-કુતૂહલ,કૌતુક,ચમત્કારીક,અજાયબી,આતુરતા,તાલાવેલી,તલવલાટ,તલસાટ

ઢગલો:-પુંજ,ખડકલો,ઢગ,સમૂહ,પ્રકર,ટીંબો,અંબાર,

તલવાર:-સમશેર,ખડગ,તેગ,મ્યાન,ભવાની,અસિની,કુતેગ ખગ્ગ

ભૂલ:-અપરાધ,વાંક,ગફલત,કસૂર,તકસીર,ક્ષતિ,ખામી,ચૂક,ગોટાળો,છબરડો,ભ્રાંતિ,સ્ખલન, દોષ,ત્રુટી

ગરીબ:-રંક,દીન,કંગાળ,નિર્ધન,દરીન્દ્રતા,પામર,તૃચ્છ,અકિંચન,મુફલિસ,મવાલી,યાચક,માગણ,ભિખારી,અલાદ,

ગરદન:-ગળું,ડોક,બોચી,ગ્રીવા,ગળચી,કંધર ,શિરોધાર,કંઠ

કાફલો :-સંઘ,સમુદાય,વણઝાર,કારવાં,પલટન,ટોળું,વૃંદ,સંઘાત,ગણ,સમૂહ

ધન:-મિલકત, દ્વવ્ય,મિરાત,અર્થ,પૈસા,દોલત,વસુ,તેગાર,વિત્ત

ગોપાલ:-ભરવાડ,અજપાલ,આભીર,આહીર,રબારી,ગોવાળિયો,વછપાલ

અટાર,રેતી,રજ,વેળુ,કસ્તર,વાલુકા,સિકતા,ધૂલિ, ખેરો, ખેરંટો, રજોટી, રજકણ,ગીરદ,જેહું,સિલિકા,માટી, મૃતિકા

તફાવત:-ભેદ.ફરક, ભિન્ન, જુંદુ,નિરાળું,અસમાનતા,જુજવા,વિવિધ,અલગ,નોખું,

પ્રયોજન :-હેતુ, મકસદ,ઉદેશ,ઈરાદો,મતલબ,અભિસંધી,કોશિશ,નિમિત્ત.કારણ

મજાક:- ટીખળ,ચાપલૂસી,ખુશામત,મશ્કરી,ચવાઈ,ઠેકડી,હુદડો,ચેષ્ટા,

વિજય:-જય,ફતેહ,પરિણામ,અંજામ,સફળતા,કામયાબી,સિદ્ધી,નતીજો,ફેંસલો,ફળ,પોબાર,જૈત્ર ,જીત

પરાજય:-હાર,પરાસ્ત,અપજય,રકાસ,શિકસ્ત,પરાધીન,પરાભૂત,અભિભવ

વંદન:- નમન, નમસ્કાર,પ્રણામ,જુહાર,સલામ,તસ્લીમ,પડણ

તન્મય :-લીન,મગ્ન,એકાગ્રતા,ઓતપોત,ચકચૂર,તલ્લીન,મસ્ત

તવંગર:-શ્રીમંત,ધનવાન,માલદાર,પૈસાદાર,અમીર,આબાદ,ધનિક,માલેતુજાર,ધનાઢ્ય,રઈઝ

ધનુષ :-કામઠું,કોદંડ,ગાંડીવ,ચાપ,શાંગ,પણછ,શરધરણી,પ્રત્યંચા,શરાસન,કમાન

પતિ :- ધણી,ઈશ્વર,સ્વામી,ભર્તા, રમણ,ખસમ,કંથ,જીવણ,શૌહર,વલ્લભ,નાથ,ભરથાર,વર,પરણ્યો,પ્રાણનાથ

પત્ની:-વહું,ધનિયાણી,જીવનસંગિની,બૈરી,પ્રાણેશ્વરી,અર્ધાંગના,સૌભાગ્યવતી,વધૂ,જાયા,શ્રીમતી,વાગ્દત્તા,ગૃહલક્ષ્મી, વલ્લભા,

કાદવ:- કંદર્પ,પંક,કાંપ,કીચડ,ક્લષ,ગંદુ,મેલું,જંબાલ,ચગું

વિનાશ:-મરણ, ખુવારી,અવસાન,મોત,પરધામ,અક્ષર,નિધન,દેવલોક,મયણું

વિચાર:-ધારણા,ઈરાદો,મનસૂબો ,તર્ક,મકસદ,કલ્પના,ઉત્પેક્ષા,હેતુ,આશય,ખ્યાલ,મનન,ચિંતન,મત,અભિપ્રાય, અભિગમ,અભિસંધિ

મિત્ર:- સહોદર, ભાઈબંધ,રફીક,સખા,દોસ્ત,સહચર,ભેરૂ,રઝાક,સાથી,ભિલ્લુ,ગોઠીયો,સુહદ

દુશ્મન:-રિપુ,અમિત્ર,વૈરી,શત્રુ,અરિ

ભક્તિ :-ઉપાસના,સ્તુતિ,ઈબાદત,પૂજન,આરાધના,પૂજા,અર્ચના,પ્રાર્થના

ઉત્તમ:- શ્રેષ્ઠ,ચુનંદા,પરમ,અપ્રિતમ,અનુપમ,સર્વોત્તમ,અભિજાત,સુંદર,બેનમૂન,ખાનદાન,સરસ,અજોડ,અદ્વિતીય,ઉત્કૃષ્ઠ, વર્ય

બહાદૂરી,શૂરાતન,શૌર્ય,પરાક્રમ,બળ,તાકાત,જોમ,હિંમત,કૌવત,તૌફીક,

ઉજવણી:-જિયાફત, મહેફિલ,જાફ્ત,મિજલસ,જલસો

ધજા:- પતાકા,ધ્વજ,વાવટો,ઝંડો,કેતન,ચિહન

વિજળી:-વિદ્યુત , તડિત,વીજ,દામિની,અશનિ,રોહિણી,ઉર્જા,ઐરાવતી

મકાન :-નિકેતન,ઘર,સદન,રહેઠાણ,ગૃહ,નિવાસ,આલય,ભવન ગેહ

આજ્ઞા:- હુકમ,પરવાનગી,અનુજ્ઞા,મંજુરી,નિર્દેશ,મુક્તિ,ફરમાન,તાકીદ,રજા,આદેશ

આમંત્રણ:-દાવત,ઈજન,નોતરૂં,નિમંત્રણ,સંદેશો

વ્યવસ્થા:-સંચાલન, તજવીજ,પેરવ,ગોઠવણ,યુક્તિ,બંદોબસ્ત

વિવાહ :-લગ્ન, પરિણય,શાદી,પાણીગ્રહણ, વેવિશાળ

પાગલ:-ગાંડું,ગમાર,બેવકૂફ,મૂર્ખ,શયદા,ઘેલું,બુડથલ,અણસમજુ,બર્બર,જડભરત,અસંસ્કારી,ઠોઠ,કમઅક્કલ, નાસમજુ ,

અધિકાર :-હક,સત્તા,હકુમત,પાત્રતા,લાયકાત,પદવી

અરીસો:-દર્પણ,આયનો,મિરર,આદર્શ,આરસી

સ્વભાવ:-પ્રકૃતિ,તાસીર,લક્ષણ,અસર,છાપ

આનંદ:-હર્ષ,હરખ,પુલકિત,અશોક,ઉલ્લાસ,આહલાદ,ઉત્સાહ,રંજન,લહેર,પ્રમોદ,લુત્ફ,મોજ,સ્વાદ

લક્ષ્મી:- ઇન્દિરા,સિંધુસીતા,સિંધુજા,શ્રી,અંબુજા

સમય:- વખત,કાળ,લાગ,અવસર,તક,મોસમ,સંજોગ,નિયતિ

સ્મશાન:-અક્ષરધામ,મશાણ,કબ્રસ્તાન

મીઠું:- શબરસ,નમક,લુણ,ક્ષાર,લવણ,નમકીન

કોયલ:- સારિકા,મેના,કોકિલા,કાદંબરી,બુલબુલ,પરભૃતા

વેદ:- નિગમ,ધર્મશાસ્ત્ર,ઉપનિષદ,જ્ઞાન,સમજ,ચૈતન્ય,ચેતના શ્રુતિ

કાવ્ય:- પદ્ય,કવિતા,નજમ,કવન

ગણેશ:- ગણપતિ,વિનાયક,ગજાનંદ,લંબોધર,કાર્તિકેય,ખડાનન,ગૌરીસુત,એકદંત,હેરંબ

પાર્વતી:-ગિરિજા,અર્પણા,શર્વાણી,શંકરી,ગૌરી,હેમવતી,દુર્ગા,કાત્યાયી,અંબિકા,ભવાની,શૈલસુતા,સતી,શિવાની,ઈશ્વરી,ઉમા, ભ્રામરી

ગણિકા:-વૈશ્યા,રામજણી,તવાયફ,પાત્ર,બંધણી,કનેરા,ગુણકા,માલજાદી

વિવેક :-નમ્રતા, સભ્યતા,દાક્ષિણય,ડહાપણ,દાનિશ,વિનયી,સાલસ,ઇક્લાક,અદબ,મર્યાદા,સમજુ,સીમા,મલાજો

ભરોસો:-યકીન,અકીદા, પ્રતીતિ,વિશ્વાસ,પતીજ,ખાતરી,શ્રધ્ધા,મદાર,આસ્થા,ઇતબાર,

કામના:-ઈચ્છા, મનીષા,મહેચ્છા,સ્પૃહા,તૃષ્ણા,વાસના,ઐષણા,આકાંક્ષા,મરજી

કચેરી:- કાર્યાલય, મહેકમ,વિભાગ,ખાતું,દફતર

લાગણી:-ભાવના,ધારણા,કલ્પના

કબુતર:-કપોત,શાંતિદૂત,પારેવું,પારાયત

મોરલી:-વાંસળી,મહુવર,બીન,બંસરી,પાવો,વેણું

ખલાસી:-નાવિક,મલ્લાહ,ખારવો

દવા:- ઔષધી,ઓસડ,અગદ,ભેષજ

સીતા:- જાનકી,વૈદેહી,મૈથિલી,જનકનંદીની

વેપારી:-તાજિર,વણજ,નૈગમ,વાણીયો

લપડાક,થપ્પડ,ચાપડ,ચર્પટ,ધોલ,તલપ્રહાર,ચપેટો

જાદુગર:-મદારી,ગારૂડી,ગૌડીયો,ખેલાડી

ઉપવાસ :-અનશન, બાંધણ,ક્ષપણ,લાંઘણ

પ્રકરણ :-ખંડ,ભૂમિકા,વંશાવલી,પીઠિકા,વિષય,પ્રસંગ,અધ્યાય,વિભાગ,શકલ

ઝેર:- વિષ,ગરલ,સોમલ,વખ,હળાહળ,વેર

શરૂઆત :-પ્રારંભ, મંડાણ,પગરણ,આરંભ,આદ્ય,પહેલ

કિરણ:- રશ્મિ,મરીચિ,અંશુ,મયૂખ

કારકૂન :-વાણોતર,ગુમાસ્તો,મહેતાજી,ક્લાર્ક,લહિયો,કારીંદો

પગાર :-દરમાયો ,વેતન,મહેનતાણું,મળતર

રિવાજ :-પ્રથા,રસમ,રૂઢી,ધારો,પ્રણાલી,પધ્ધતિ,પરંપરા,પ્રણાલિકા,શૈલી,તરીકો ,રીત

કોઠાર:- વખાર,અંબાર,ગોદાન,ભંડાર,ગોડાઉન

ગુસ્સો:- કોપ,ક્રોધ,રોષ,ખીજ,ચીડ,અણગમો,આવેશ,ખોફ

શુભ:- મંગલ,ઉજ્જવલ,નિર્મલ,અવદાત,કલ્યાણકારી,પનોતા,સુંદર

કંજૂસ:- પંતુજી,ચૂધરો,મારવાડી,કૃપણ,મખ્ખીચૂસ,ચીકણું

સ્વર્ગ :- દેવલોક,સોરલોક,ત્રિવિષ્ટપ ,દ્યુલોક,જીન્ન્ત,મલકૂત,ત્રિભુવન,દેવભૂમિ

દીવો :- ચિરાગ,બત્તી,શગ,દીપક,ઉત્તેજક,પ્રદીપ,મશાલ,દીપ

બ્રાહ્મણ:-ભૂદેવ,દ્વિજ,બ્રહ્મદેવ,પુરોહિત,ઋત્વિજ,ભૂસુર

સારવાર :-ઈલાજ,ઉપચાર,ઉપાય,સેવા,ખિદમત,સુશ્રવા,સંભાળ,માવજત

વીંટી:- અંગૂઠી, અનામિકા,અંગુશ્તરી

જાસૂસ:-દૂત,ખેપિયો,ગુપ્તચર,કાસદ,ચરક,બાતમીદાર

માર્ગદર્શક:-ભોમિયો,ગાઈડ,પથદર્શક,સલાહકાર

પ્રશંસા :-ખુશામત,ચાંપલુંસી,મોટાઈ,

વરસાદ:-મેઘ,મેહુલો,વૃષ્ટિ,પર્જન્ય,વર્ષા,મેહ,મેહુલો

ખાનગી:-વિશ્રમ્ભ,ગુપ્ત,અંગત,છાનું,પોતીકું

આશા:-ઉમેદ,સ્પૃહા,અભિલાષા,ઈચ્છા,ધારણા,મહેચ્છા,લિપ્સા,આકાંક્ષા,કામના,તમન્ના,મનોરથ,અપેક્ષા,આસ્થા,લાલસા,લાલચ, લોભ, અરમાન,મનીષા,તૃષ્ણા

ભયંકર :-કરાલ,ભિષણ,ભયાનક,દારૂણ,ભૈરવ,ક્રૂર, કરપીણ,ઘોર ભિષ્મ

રાજા:- નરેશ,ભૂપ,રાય,પાર્થિવ,મહિપાલ,નરપતિ,દેવ,રાજન,નૃસિંહ,નૃપ,નરાધિપ,બાદશાહ ,ભૂપાલ

માનવ:-માણસ,મનુજ,મનેખ,જન,માનુષ,ઇન્સાન,મનુષ્ય,

પવિત્ર:-પાવન,વિમલ,નિર્મળ,શુચિ,પુનિત,શુદ્ધ,નિર્દોષ,વિશુધ્ધ,શુધ્ધ

બળદ:- આખલો,ચળવળ,ડોલન,ઝૂબેંશ

ઘાસ:- તણખલું,કડબ,ચારો,તૃણ,ખડ

સહેલી:- સખી,બહેનપણી,સહિયર,જેડલ,ભગિની,સ્વસા

પ્રતિજ્ઞા:-સોગંધ,કસમ,નિયમ,માનતા,ટેક,બાધા

પિતા:- બાપ,વાલિદ,વાલી,જનક,તાત,જન્મદાતા

પરીક્ષા:-પરખ,કસોટી,મૂલ્યાંકન,ઇમ્તિહાન,તપાસ,તારવણી

શિક્ષણ:-કેળવણી,તાલીમ,ભણતર

ગણવેશ:-લેબાસ,યુનીર્ફોમ,પહેરવેશ

શિખામણ:-બોધ,સલાહ,ધડો,સબક,ઉપદેશ,શિક્ષા,જ્ઞાન

તસ્વીર:-ફોટો,છબી,છાયા,પ્રતિકૃતિ

નસીબ:-તકદીર,કિસ્મત,ઇકબાલ,ભાગ્ય ,પ્રારબ્ધ,દૈવ,નિયતિ

લાચાર:-પરવશ,પરાધીન,મજબૂર,ઓશિયાળું,કમજોર,વિવશ,વ્યાકુળ,વિહવળ,વ્યગ્ર,અશાંત,બેચેન,બેબાકળા

લોહી:- રક્ત,રુધિર,શોણિત,ખૂન

અવસાન:-મોત,મૃત્યું,નિધન,નિવારણ,સ્વર્ગવાસ,મરણ, કૈલાસવાસ,વૈકુંઠવાસ

નદી:- સરિતા,નિમ્નગા,તટિની,નિર્ઝરિણી, શૈવાલિની,સ્ત્રોતસ્વિની

કૌશલ્ય:-કુશળતા,પ્રવીણતા,દક્ષતા,પટુતા,નિપુણતા,આવડત,કારીગરી,કુનેહ

હરણ:- મૃગયા,સારંગ ,કુરંગ

મઢુલી:-કુટીર,ઝૂંપડી,ખોરડું,કુટિયા,છાપરી

નફો:- લાભ,ફાયદો,ઉપજ,મળતર,પેદાશ,બરકત,જયવારો,આવક

વિકાસ:-ઉત્કર્ષ, ઉન્નતિ,પ્રગતિ,ચડતી

પથ્થર:-પાષાણ,ઉપલ,શિલાખંડ,પ્રસ્તરચટ્ટાન

કાયમ :-શાશ્વત,લગાતાર,હંમેશાં,નિરંતર,સતત, નિત્ય,સદા ધ્રુવ,સનાતન,અવિનાશી

દર્દી :- બિમાર,માંદુ,રોગી,મરીઝ,રુગ્ણ

પગરખાં:-જૂતાં,ચંપલ,પાદત્રાણ,જોડાં

આભાર :-ઉપકાર,પાડ,અહેસાન,કુતજ્ઞતા

માર્ગ:- રસ્તો,પંથ,રાહ,ડગર,વાટ,સડક,પથ

સીમા:- હદ,મર્યાદા,અવધિ,સરહદ,મલાજો,લાજ,લાનત,શરમ

અનુગ્રહ :-કુપા,દયા,કરુણા,મહેરબાની,મહેર,અનુકંપા

પવિત્ર:-પાવન,પનોતું,શુચિ,નિર્મલ,શુદ્ધ,ચોખ્ખું,સ્વચ્છ,વિમળ,પુનીત

અચરજ:-વિસ્મય,આશ્ચર્ય,નવાઈ,અચંબો,હેરત

મંદિર:- નિકેતન,દેવાલય,દેરું,દેવળ

દૂધ:- ક્ષીર,દુગ્ધ,પય

નામ:- અભિધાન,સંજ્ઞા

માતા:- જનની,જનેતા,મા,મૈયા,

મોતી:- મૌક્તિક,મુકતા

સમીક્ષા:-અવલોકન,નિરીક્ષણ,વિવેચન

વિષ્ણુ:- ચતુર્ભુજ,વૈકુંઠ,મુરારિ,ગોવિંદ

ચિંતા:- બળાપો,ઉદ્વેગ,કલેશ,સંતાપ,ફિકર

પ્રેમ:- સ્નેહ,હેત,રાગ,પ્રીતિ,મમતા,વહાલ,નેડો,ચાહ,વાત્સલ્ય

ખેડૂત:- કિસાન,કૃષિકાર,કૃષક,કૃષિવલ

બ્રહ્મા:- પ્રજાપતિ,વિધાતા,વિરંચી,સ્ત્રષ્ટા

ચંદન:- સુખડ,મલયજ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

મેસેજ મને ગમ્યો એટલે મોકલુ છું આપ્ને પણ ગમે તો ફોર્વર્ડ કરજો.
શાંતિ….
આબુના ભયંકર ખતરનાક અને છતાં પણ રમ્ય ઢોળાવો પર રમકડાંની જેમ સરકતી જતી કાર આખરે એક આશ્રમ પાસે આવીને ઊભી રહી. ફટાફટ દરવાજા ઊઘડ્યાં અને અંદરથી ‘અમે બે, અમારાં બે’ની જાહેરાતના ચિત્રમાં હોય છે એવું નાનું, ચાર જણાંનું બનેલું, સુખી કુટુંબ નીચે ઊતરી પડ્યું. પુરુષ, સ્ત્રી અને બે બાળકો. પુરુષે આશ્રમના બગીચાને પાણી પાઈ રહેલાં માળીને પૂછ્યું : ‘સચ્ચિદાનંદજીનો આશ્રમ આ જ છે ને ?’
‘હા.જી.’ માળીએ વિવેકપૂર્વક જવાબ આપ્યો : ‘પધારોને ! માતાજી અંદર જ છે.’
હા, સચ્ચિદાનંદજી એ કોઈ સંતપુરુષ નહોતાં, પણ સ્ત્રી હતાં, સાધ્વીજી હતાં. સત ચિત અને આનંદના સરવાળાને સ્ત્રીલિંગ કે પુંલિંગ નથી હોતું, હોઈ પણ ન શકે. એ તો મનની અંદર વ્યાપ્ત પવિત્ર આનંદની સમાધિ અવસ્થા છે. માળીએ પ્રેમપૂર્વક મહેમાનોને આવકાર આપ્યો અને અંદરના મોટા ખંડમાં દોરી ગયો. પરસેવાથી રેબઝેબ ચારેય જણાં ઠંડુ પાણી પીને જરા સ્વસ્થ થયા.
‘કહાં સે આતે હો ?’ માતાજીએ શિષ્ટ અવાજે શરૂઆત કરી.
‘ગુજરાતસે.’
‘તો આપણે ગુજરાતીમાં વાત કરીએ.’ માતાજી હસ્યાં : ‘હું પણ જન્મે ગુજરાતી છું. તમારું નામ ?’
‘પ્રશાંત.’
‘શું કરો છો ?’
‘ડૉક્ટર છું. એમ.એસ. થયો છું. જનરલ સર્જરીમાં માસ્ટર ડીગ્રી મેળવેલી છે. પ્રાઈવેટ સર્જીકલ હોમ ધરાવું છું. આ મારી પત્ની છે. આ બાબો છે, નાની છે એ બેબી છે.’
‘કમાઈને બેઠા છો ?’
‘ધરાઈ જવાય એટલું. સમૃદ્ધ છું.’
‘તો પછી અહીં સુધી લાંબા થવાનું કારણ ?’
‘સમૃદ્ધ ખરો, પણ સુખી નથી. મનની શાંતિ માટે ભટકું છું. ક્યાંકથી તમારો રેફરન્સ મળ્યો, એટલે અહીં આવ્યો છું.’
સાધ્વીજી હસ્યાં. ડૉક્ટર સામે નજર નોંધીને જોયું. પાંચ ફીટ દસ ઈંચની હાઈટ, મજબૂત દેહકાઠી, મોંઘાદાટ પેન્ટ-શર્ટ, પ્રેમિકા જેવી પત્ની, રમકડાં જેવાં બાળકો અને આશ્રમના ઝાંપા પાસે પડેલી રૂપકડી કાર ! સુખ તો આટલામાં જ પરખાઈ આવતું હતું. સમૃદ્ધિ ઘરે હશે. પણ શાંતિ ? મનનું ચેન ? ચિત્તનો આનંદ ? એ તો આદમીની અંદર વસતો હોય, એને પારખવો શી રીતે ? સાધ્વીજીએ નજરને ધારદાર બનાવી. ડૉક્ટરના મગજના પોલાણમાં ઉતારીને પાછી ખેંચી લીધી. માણસ સાચો લાગ્યો, સાત્વિક પણ…..! ખરેખર એને શાંતિની ઝંખના હતી અને જબરજસ્ત હતી.
‘ખરેખર શાંતિ મેળવવી છે ? હું મેળવી આપું એવી !’
‘હા. પણ મારા દિલને એનાથી સમાધાન મળવું જોઈએ.’
‘હું કહું એમ કરવું પડશે. છે તૈયારી ?’
‘કસોટી કરી જુઓ. માથું માગો તો એ પણ ઉતારી દઉં.’ ડૉક્ટરે કમળપૂજા કરવાના અભિનય સાથે કહ્યું.
‘તો ચાલો, ઊભા થાવ. તમારી ગાડી ભલે અહીં જ રહી. આપણે બીજી ગાડીમાં જઈએ છીએ.’
‘પણ ક્યાં ?’
‘નીચે. આબુ રોડ.’ આટલું કહીને માતાજી ઊભાં થયાં. બીજા એક ભક્ત ગાડી લઈને થોડી વાર પહેલાં જ એમને મળવા માટે આવ્યા હતા. એમની ગાડી ઉછીની લીધી. એમનો ડ્રાઈવર પણ માંગી લીધો. ‘હમણાં જ આવું છું.’ કહીને નીકળી પડ્યા. સીધા જઈ પહોંચ્યા આબુરોડની એક રેડીમેઈડ કપડાની દુકાનમાં. દુકાનદારને હુકમ કર્યો : ‘એક જોડી ઝભ્ભો-લેંઘો આપ.’ પેલો માતાજીને ઓળખતો હતો. એમની કાર્યપદ્ધતિને પણ ઓળખતો હતો. એટલે સૌથી સસ્તો, ઘરાકોના હાથમાં ફરીને ચોળાઈ ગયેલો, મેલોદાટ ઝભ્ભો-લેંધો કાઢી આપ્યો.
‘ડૉક્ટર, અંદરની ઓરડીમાં જઈને કપડાં બદલી આવો. તમારા કિંમતી શર્ટ-પેન્ટ અહીં જ મૂકી દો અને આ પહેરી લો.’
‘કેમ, એનાથી શું વળશે ?’
‘એ ધીમે ધીમે સમજાશે.’ માતાજી મર્માળુ સ્મિત કરી રહ્યાં હતાં. ડૉ. પ્રશાંતે આદેશનું પાલન કર્યું. ઓરડીના અરીસામાં જોયું તો હસવાનું પણ ભૂલી ગયા. આ કપડામાં એમનું તેજ, ડૉક્ટર તરીકેનું ગૌરવ, એમની આભા બધું જ ઓસરી જતું હતું.
‘હવે ?’
‘હવે અમે જઈએ છીએ આશ્રમ તરફ ગાડીમાં બેસીને, તમારે અહીં જ રહેવાનું છે. સાંજ સુધીમાં આશ્રમ ઉપર આવી જજો. મને ખબર છે કે તમારું પાકીટ તમારી પત્ની પાસે પડ્યું છે. તમારે ઘડીયાળ, વીંટી કે ચેઈન વેચવાના નથી. કોઈની પાસેથી ઉછીના પૈસા માંગવાના નથી. તમે ડૉક્ટર છો એવી ઓળખાણ કોઈને આપવાની નથી. તમારી પાસે બે કલાકનો સમય છે. જો તમે એટલા સમયમાં આવી નહીં પહોંચો તો ખોટી માથાકૂટ પડતી મૂકજો. હું તમારી ગાડી અને પરિવારને અહીં મોકલી આપીશ. સીધા અમદાવાદ જવાનો રસ્તો પકડી લેજો. શાંતિ નામનું સ્ટેશન તમારા જેવા પ્રવાસી માટે નથી એમ સમજી લેજો.’ માતાજી કોઈ ગુરુ જેમ શિષ્યની આકરી કસોટી કરે એમ ડૉક્ટરની સામે બીજી વાર જોયા પણ વગર ગાડીમાં બેસીને સડસડાટ ઊપડી ગયાં.
ડૉક્ટર હતપ્રભ બનીને જોતા રહ્યાં. દુકાનદારે લાકડી ઉપર બાંધેલું કપડું ઝાટકીને માંખો ઉડાડવાનો અભિનય કર્યો. ઈશારો ખુલ્લો હતો : ‘દુકાન આગળથી ટળો. હવા આવવા દો. અહીં શું ભિખારીની જેમ ઊભા રહ્યા છો ?’ હા….! ભિખારી જ ! ડૉ. પ્રશાંતના પેટમાં આંતરડાનું બુમરાણ ઊઠ્યું. કકડીને ભૂખ લાગી હતી. સવારનું કશું ખાધું ન હતું. મનમાં હતું કે માતાજીનાં આશ્રમે જઈને પેટપૂજા કરીશું. પણ માતાજીએ તો ભારે કરી. કપડાં ઉતારી લીધાં. પાછું કોઈની પાસેથી ઉધાર માંગવાની પણ મનાઈ કરતાં ગયાં.
અચાનક એમના મગજમાં વિચાર ઝબક્યો. ઉધાર માગવાની મનાઈ છે, પણ માગવાની ક્યાં ના છે ? તરત જ મનમાંથી બ્રેક લાગી, માગવું એ તો ભીખ કહેવાય. તો શું કરવું ? પદયાત્રા શરૂ કરી દેવી ? ભૂખ્યા પેટે બળવો કર્યો. પગ કરતાં હાથને તકલીફ દેવી બહેતર રહેશે. ભીખ તો ભીખ, અહીં કોણ પોતાને ઓળખવા નવરું બેઠું છે ? ડૉક્ટરે આજુબાજુ નજર દોડાવી. સામે મંદિરના પગથિયાં પાસે પાંચ-સાત ભિખારીઓ બેઠા હતા. ગંદા, ફાટેલા કપડાં પહેરેલાં, વધેલી દાઢીવાળા, નિસ્તેજ ચહેરાવાળા, અપંગ, જુગુપ્સા ઉત્પન્ન થાય એવા…! ડૉક્ટરે વધુ વિચાર કરવાનું માંડી વાળ્યું. ભિખારીઓની વચ્ચે જઈને ગોઠવાઈ ગયા. આવતા-જતા શ્રદ્ધાળુઓ સામે હાથ લાંબો કરીને ભીખ માટે યાચના કરી.
‘શું છે ?’ એમનો કલીનશેવ્ડ ચહેરો અને આંખ પરના સોનેરી ફ્રેમના ચશ્માં જોઈને એક પુરુષે પૂછપરછ કરી.
‘પૈસાની જરૂર છે.’
‘શરમાતો નથી ? ગળામાં સોનાની ચેઈન છે, હાથમાં વીંટી અને ઘડિયાળ છે. મારા બેટા ભીખ માગીને દાગીના પહેરે છે અને અહીં સોનું જોવાના સાંસા છે ! શું જમાનો આવ્યો છે ?’ બબડતો બબડતો પેલો પગથિયા ચડી ગયો. કદાચ આજે એ ભગવાન પાસે હાથ જોડીને માગણી પણ આવા નસીબદાર ભિખારી થવાની જ કરવાનો હશે.
ડૉક્ટરે બીજી જ મિનિટે શરીર ઉપરનો તમામ શણગાર ઉતારીને ઝભ્ભાના ખિસ્સાને હવાલે કરી દીધો. પણ ચહેરા ઉપર ઝલકતી સુંવાળપને ક્યાં સંતાડવી ? ભિખારીનો અભિનય અસલી ભિખારીઓની પંગતમાં તો નહીં જ જામે એમ સમજીને એ ઊભા થઈ ગયા. બાજુમાં થોડે દૂર પાનનો ગલ્લો હતો, ત્યાં જઈને ગલ્લાવાળાને આજીજી કરી, ‘બોસ, વખાનો માર્યો હું વધુ કંઈ કહી શકું એમ નથી. ઉપર સુધી જવા માટેનું ભાડું આપ. તારો ઉપકાર કદી નહિ ભૂલું.’
પણ પાનવાળો પીગળ્યો નહીં. ભિખારીઓ એણે કરેલા ઉપકારને યાદ રાખે એ બાબતમાં એને ખાસ રસ જેવું લાગ્યું નહીં હોય. બહુ બહુ તો એણે મફત પાન બનાવી આપવાની ઓફર કરી. પણ એ વાત ડૉક્ટરને મંજૂર નહોતી. પાન ખાતાં ભિખારીને તો કોઈ પૈસોયે ના આપે ! સમય સરકી રહ્યો હતો. ડૉક્ટર એક અવળવાણી જેવો પડકાર હારી જવાની અણી પર હતા. ભીખ માગવી અને મેળવવી પણ કેટલી મુશ્કેલ વાત છે એ આજે સમજાયું. એમણે હવે શરમ સાથે છુટાછેડા લઈ લીધા. રસ્તા ઉપર ચાલતા એક એક માણસને રોકીને રૂપિયા માગવાનું શરૂ કર્યું. છેવટે એક જણ હરિનો લાલ નીકળ્યો. એમને સાવ ભિખારી માનીને નહીં, પણ સંજોગોનો શિકાર બનેલા ગૃહસ્થ સમજીને વીસ રૂપિયા આપી દીધા.
ડૉક્ટરની આંખમાં આંસુ આવી ગયા. રૂપિયાનું આ મૂલ્ય છે ? પેશન્ટની પલ્સ પર અડધી મિનિટ હાથ મૂકીને એ સો-દોઢસો રૂપિયા કમાઈ લેતા હતા. એકાદ કલાકનું ઓપરેશન દસ-પંદર હજાર રૂપિયા તાણી લાવતું હતું. પૈસો એમની પાસે બહુ સરળતાથી આવતો હતો. પણ એ તો એમની પાસે ! એ જેમની પાસેથી આવતો હતો એમનું શું ? એમના અસંખ્ય દર્દીઓ ગામડાંના હતા. ગરીબ હતા. એમણે આપેલી નોટોમાં પરસેવાની ભીનાશ હતી. એ ભીખ નહોતી, મજૂરી હતી અને ભીખ કરતાં મજૂરીની ટંકશાળમાં બહાર પડતી કરન્સી વધુ મોંઘી હોય છે. આ વાત આજે સમજાણી. એક ટેક્સીવાળો જોરજોરથી ઘરાકોને ખેંચી રહ્યો હતો : ‘એક સવારી કે બારહ રૂપયે…. એક સવારી કે બારહ રૂપયે !….’ ડૉ. પ્રશાંતે ગણતરી કરી જોઈ. ભાડું કાઢતાં આઠ રૂપિયા વધતા હતા. એટલામાં પેટ ભરીને નાસ્તો પણ થઈ જાય. પણ કોણ જાણે કેમ. હવે ‘ભૂખ’ મરી ગઈ હતી. વધારાના આઠ રૂપિયા મંદિરની બહાર બેઠેલાં ‘જાતભાઈઓ’માં વહેંચીને એ ટેક્સીમાં ગોઠવાઈ ગયા. સવારી ‘પેક’ થઈ ગઈ એટલે ડ્રાઈવરે ગાડી ઉપાડી. થોડી જ વાર પછી ડૉક્ટર મા સચ્ચિદાનંદની સન્મુખ બેઠા હતા.
માતાજીએ વહાલપૂર્વક એમની સામે જોયું. પ્રસાદની થાળી મંગાવીને આગ્રહપૂર્વક ભોજન કરાવ્યું. પાણી પાયું. પછી શાંતિથી પૂછ્યું : ‘બેટા, કંઈ ફરક જેવું લાગે છે ?’
‘હા, મા ! મનમાંથી અહંકાર ઓગળી ગયો. મારો પૈસો તો મારી ડીગ્રીને આભારી છે, મારી ચમક-દમકને આભારી છે. મારા કપડાંને આભારી છે. મારી ઓળખમાંથી આ બધું કાઢી નાખું તો બાકી શું રહે છે ? ઊભી બજારે એક કલાક સુધી અથડાયા કરું તો યે કોઈ આ દેહને એક રૂપિયો પણ આપતું નથી.’
‘બેટા, દુનિયાની કડવી વાસ્તવિકતા જોઈ લીધી ને ?’
‘જોઈ લીધી, મા…..!’
‘તારા માટે ભીખ માગી એવી બીજા માટે માગી શકાશે, બેટા ?’ માતાજી ધીમે ધીમે વાતનાં મર્મ તરફ આવી રહ્યાં હતાં.
‘એટલે ?’
‘છોડી દે આ માયા તમામ ! તારી જે દશા આ એક કલાક દરમ્યાન હતી, એવી જ દશા, એના કરતાં પણ વધુ દયાજનક, વધુ ક્ષોભજનક સ્થિતિ આ દેશના એંશી ટકા લોકોની છે. ઈશ્વરે તારા હાથમાં જાદુ મૂક્યો છે. એ કુદરતની કૃપાને કમાણીનું સાધન બનાવવાનું બંધ કરી દે. તારા ઈલમને છુટ્ટો મેલી દે. ચેરીટેબલ હોસ્પિટલ શરૂ કર. સાવ પડતર ભાવે સારવાર, ઓપરેશન કરવાનું ચાલુ કર. પૈસા ખૂટે તો તવંગરોની પાસે જઈને હાથ લાંબો કરજે. આ જગત માત્ર ભિખારીઓથી જ ભરેલું નથી. એમાં જગડુશા જેવા દાતાઓ પણ વસે છે. તું મારી પાસે શાંતિની ખોજમાં આવ્યો હતો ને ? જા, તને મારાં આશીર્વાદ છે. તું ગરીબ દર્દીઓને તનની શાંતિ આપ. તારા મનની શાંતિનું મૂળ એમાં જ પડેલું છે.’ માતાજીએ હથેળી ઊંચી કરી. ડૉ. પ્રશાંત પ્રણિપાતની મુદ્રામાં ઢળી પડ્યા.
આ લેખ એ મારી કવિકલ્પના નથી. આ માની ન શકાય એવી વાત જ્યારે તમે વાંચી રહ્યા હશો, બરાબર એ જ સમયે ડૉ. પ્રશાંતનું અદ્યતન ચેરીટેબલ દવાખાનું અમદાવાદના ધરણીધર દેરાસર વિસ્તારમાં શુભારંભ પામી રહ્યું હશે. તાલુકાના શહેરમાં આવેલી એમની ખાનગી, ધીકતી પ્રેક્ટીસ એમણે બંધ કરી દીધી છે. આખા પરિવારે જિંદગીની જાહોજલાલી જોઈ લીધી છે, હવે ફકીરીનો માર્ગ સ્વીકાર્યો છે. એમની પત્ની રાજીખુશીથી એમની પાછળ જ છે, અદ્દલ એ જ રીતે જે રીતે આજથી બાર વર્ષ પહેલાં લગ્નની ચૉરી ફરતે ચાર ફેરા ફરવામાં પતિની સાથે હતાં.
આજે એક વાત મારા ડૉક્ટર મિત્રોને પણ કહેવી છે. ગુજરાતભરના જુનિયર-સિનિયર તબીબોએ ‘ડૉ.ની ડાયરી’ને ખૂબ ખૂબ પ્રેમ આપ્યો છે. એટલે જ મારા મનમાં પડેલી વાત એમની આગળ રમતી મૂકું છું. જિંદગીના દસ, વીસ કે ત્રીસ વર્ષ ભલે નોટો છાપવામાં ગાળી દો, દુકાનો ખોલો કે પોલીકલીનિકના અડ્ડાઓ ચલાવો, પણ ઓડકાર આવી ગયા પછી તો કંઈક વિચારો ! પ્રત્યેક શહેરમાં કમ સે કમ એક તો એવો મર્દ પાકે જે આપણી જમાતને ઊજળી દેખાડી બતાવે. એમ ન માનશો કે નિશાન ફક્ત તમારી જ દિશામાં નોંધાયેલું છે, હું પણ તમારી વચ્ચે જ ઊભો છું. બાપદાદાની બાંધેલ ડહેલી, એક મેડીબંધ હોલ હવેલી, ગામની ચિંતા ગોંદરે મેલી, સૌ સૂતાં હોય એમ કાં લાગે ? આપણામાંથી કો’ક તો જાગે ! (જેને જાગવું હોય એ મારો સંપર્ક કરી શકે છે, બાકી ઊંઘવું જ હોય તો બિછાનાં ક્યાં કમ છે ? હા, પૈસો પથારી આપી શકે છે, ઊંઘ નહીં.)
ડૉ. શરદ ઠાકર (સત્ય ઘટના)

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

માયા દેસાઈ મોડરેટર
::::::::::::::::::::.અંકુર ફૂટશે! ::::::::::::::::::

વિઠ્ઠલ જો કે મૂર્તિ બનાવતા શીખ્યો નહોતો પણ ગણુ બાપ્પાનાં આશીર્વાદથી એ જાન રેડી એમને ઘડતો,રંગતો અને જાણે જીવંત કરતો.વધતી જતી મોંઘવારી સામે ટકવા એ ટૂંકા સમય માટે લોન લઈ કામ કરતો.આમ બાપ્પા એનું ગાડું હળવે હળવે હંકારી રહ્યાં હતાં.વિઠ્ઠલની એમનાં પ્રત્યે અપાર શ્રદ્ધા જ કદાચ એની કલાને ચાર પૈસા કમાવવા યોગ્ય બનાવી રહી હતી.
કોરોનાએ ચક્કા જામ કર્યાં પણ એને આશા હતી કે એની મૂર્તિઓ તો દર વર્ષની જેમ વેચાશે જ.તહેવાર નજીક આવતાં એણે ઉધારીમાં રંગો લાવી આખરી ઓપ આપવા માંડ્યો .પત્નીએ ઘરમાં કઠિન આર્થિક પરિસ્થિતિ વિશે જણાવી મૂર્તિઓ ન રંગવાની તાકીદ કરી.” એ જો ભગવાન હોય તો આમ કસોટી લે? ખાવાં ધાન નથી,હાથ પર ખરાબ પરિસ્થિતિ માટે બચત રહી નથી. શા માટે આ રંગ લાવો છો?” એની સતત બડબડથી બચવા વિઠ્ઠલ વહેલો સૂઈ ,સૌ સૂતાં હોય ત્યારે ઊઠી રંગની છટા ઉપસાવતો.
તે દિવસે તો પત્નીએ ઉઠતાં જ કકળાટ માંડ્યો. એની વાત સાવ ખોટી નહોતી. મોટા મંડળોએ કોરોનાને લીધે સ્થાપના કરી પણ રૂપ બદલીને. કોઈએ સાવ નાની મૂર્તિ સ્થાપિત કરી તો કોઈએ એ રકમ કોરોના યોદ્ધાઓ માટે વાપરવાનું નક્કી કર્યું. શોર નહીં,શણગાર નહીં પણ‌ બાપ્પા તો આવશે જ ,એમ વિઠ્ઠલને વિશ્વાસ હતો. એણે ખૂબ ઓછી, ખાસ જ મૂર્તિઓ ઘડી હતી પણ દિવસ નજીક આવ્યો તો ય વેચાવાનાં એંધાણ નહોતા.
આ વિશેષ મૂર્તિ તો પરમાર દંપતિએ ઓર્ડર આપ્યો હતો એ હતી. એમનાં કહ્યાં પ્રમાણે જાત જાતનાં બિયાં નાખી આ મૂર્તિ ઘડી હતી કારણ આ તો માનતાની મૂર્તિ હતી !વિવિધ સારવાર લીધાં બાદ પણ એ દંપતિને સંતાન સુખ ન મળ્યું ત્યારે કોલોનીમાં નવાં રહેવા આવ્યાં ત્યારે આ ગણુ બાપ્પાની માનતા પડોશીના કહેવાથી લીધી. સારાં સમાચાર મળતાં જ એ દંપતિ વિઠ્ઠલને શોધતું આવ્યું હતું અને દસ વર્ષે આવનાર નવાં મહેમાનની ખુશીમાં ખૂબ વહેલો ઓર્ડર અને થોડી રકમ પણ આપી ગયાં.એમની વિનંતી હતી કે વિસર્જનની બિયાં વાળી માટીમાંથી એમનાં અંકુરની જેમ ઘણાં છોડ ઊગે.
એમનો ફોન નંબર હતો તેથી ફોન જોડ્યો તો સામેથી જવાબ આવ્યો ,” મારી પત્નીને કોરોના થયો છે,આય સી યુ માં છે.” વિઠ્ઠલ તો અવાક્ થઈ ગયો પણ સ્વસ્થ થઈ કામ ચાલુ રાખ્યું. કોરોનાએ રહી સહી આશા પર પાણી ફેરવી દીધું હતું. ઘરે દીકરીને તાવ આવ્યો અને પત્નીનો ગુસ્સો આસમાને. ” તમારાં બાપ્પા દીકરીને સાજી કરી દેશે નહીં ? કશે જઈ મજૂરીનું કામ શોધી લો નહીં તો વિષ ઘોળવું પડશે અમારે.”
સરનામું શોધી પરમાર દંપતિને ઘેર પહોંચ્યો વિઠ્ઠલ પણ જાણવા મળ્યું કે ગર્ભનું બાળક ગુમાવી દીધું હતું અને તેઓ વતન ચાલી ગયાં હતાં. ઘસડાતે પગે ઘેર આવી એણે બાપ્પાની મૂર્તિને વળગી આક્રંદ કર્યું,” તારી પ્રેરણાથી હું વર્ષોથી તને ઘડતો આવ્યો.એ સિવાય કોઈ કામ કરવાનું કદી વિચાર્યું નહોતું. હા, તને કદી સોનાની દુર્વા,મોદક કે ચાંદીની માળા નથી પહેરાવી પણ તને ઘડતી વખતે અશ્રુધારાનો અભિષેક જરૂર કરું છું. સ્વપ્નમાં પણ તારી પ્રેમાળ આંખો મને શાતા આપે છે.. આજે હવે હું ક્યાં જાઉં?” તેની પત્ની અને દીકરી પણ એની સાથે ગળગળા થઈ ગયાં.
એવામાં બારણે ટકોરા પડ્યાં જોયું તો પરમાર દંપતિ. તેમણે વિનમ્રતાથી મોડું થવા માટે માફી માંગી કે લોકડાઉનના લીધે ધારેલાં સમયે ન પહોંચી શક્યાં. સાથે કવરમાં મૂર્તિ ખાતે આપવાનાં રૂપિયા વિઠ્ઠલને આપતાં વાત માંડી ,” અમારી બદલી થઈ હોવાથી અને કોરોનાના કાયદાને લીધે આ વર્ષે આ મૂર્તિનું આપ જ સ્થાપન કરશો.અમારાથી નહીં લઈ જઈ શકાય. વિસર્જન બાદ એની માટી વધુમાં વધુ વહેંચજો. થોડી માટી અમારાં નવાં સરનામે જરૂર મોકલજો, ગણુ બાપ્પાની જય હો! સેંકડો નવાં અંકુરો ફૂટશે,ફાલશે અને ધરતીને શણગારશે.”
વિઠ્ઠલ તો કંઈ બોલવાની સ્થિતિમાં જ નહોતો,એક સ્વપ્ન જેવું જ ભાસી રહ્યું હતું બધું જ.એણે બાળક વિશે અફસોસ કર્યો ત્યારે પરમાર દંપતિએ મંદ સ્મિત સાથે હાથ જોડીને કહ્યું,”બાપ્પાની મરજી..એટલો જ સહવાસ હશે એનો.ગણુ બાપ્પાએ કદાચ એનાં થકી વધુ ને વધુ અંકુર ફૂટે એવો નિર્દેશ કર્યો છે. આ ચેક આવતાં બે વર્ષ માટે છે. મોંઘવારી પ્રમાણે જે ઊંચાઈની બને તેવી મૂર્તિ આમ જ બિયાં સાથે બનાવજો.હવે આ ઓર્ડર કાયમનો છે. હવે વતનમાં માતા પિતા છે ત્યાં દર વર્ષે મૂર્તિની સ્થાપના કરીશું. ત્યાં પણ બાપ્પાનાં આશીર્વાદથી અંકુરો વિસ્તાર પામશે. સંતાન થાય કે ન થાય પણ ધરતીનાં પટ પર અંકુરમાંથી વધુ રોપા લગાડવાનો ગણેશજીનો ઈશારો માથે ચઢાવ્યો છે.જય ગણેશ.”
પરમાર દંપતિએ રજા લેતા જ પત્નીએ ઘરમાંથી વાટકીમાં ગોળ લાવી ધરાવ્યો અને વિઠ્ઠલને રંગનાં ડબ્બાઓ ખસેડી લેવા કહ્યું. કબાટમાંથી એક સાડી લાવી પાથરી, દીકરી સાથે બાપ્પાની આરતી ઉતારી ત્યારે વિઠ્ઠલ તો તેજોમય વિઘ્નહર્તા પોતાનાં ઘરમાં સ્થાપિત થયાંનું ગૌરવ અનુભવી રહ્યો. એમને સાષ્ટાંગ વંદન કર્યાં ત્યારે જાણે મંદ મુસ્કાન સાથે બાપ્પા વિઠ્ઠલને કહી રહ્યાં હતાં,” તું ફક્ત શ્રદ્ધાના બી રોપ , હું એને હજાર ગણા આશીર્વાદમાં પાછું વાળતો રહીશ. અંકુર, રોપ,છોડ,વૃક્ષ!”
આર્દ્ર થયેલાં વિઠ્ઠલની અશ્રુધારા મૂર્તિનાં પગ પ્રક્ષાલન કરી રહી ત્યારે જ એકાદ બી અંકુર થવાની તૈયારી કરી રહ્યું હતું !
#©️માયા દેસાઈ મોડરેટર
મુંબઈ ભારત.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

🔆શ્રધ્ધા_ની_કસોટી

એક સંત વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા હતા. લગભગ ૬૦ વૃદ્ધોને સાચવે સ્વજનથી વિશેષ ધ્યાન રાખે. પૈસાની સતત ખેંચ છતાંય વૃદ્ધોને આશ્રમની આર્થીક પરિસ્થિતી ખબર પડવા ન દે, કોઈ પણ બાબતની ઉણપ વર્તાવા ન દે. એક બપોરે મુનિમે આવીને કહ્યું ‘ આપણી સ્થિતી ભયંકર ખરાબ છે આજે સાંજે ભોજનની વ્યવસ્થા થાય તેમ નથી. બધાએ ભૂખ્યા રહેવું પડશે.’

સંતને જાણીને દુઃખ થયું. હજાર હાથવાળો કેવી કસોટી કરે છે ? સંસાર છોડી ભેખ ધર્યો. સમાજના સ્વજનોએ ત્યજેલા વૃદ્ધોની સેવાનો સંકલ્પ લીધો. રડતાના આંખના આંસુ લુછ્યા. છતાંય આજે આ પરિસ્થિતિ.. સંતને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા. ઉપરવાળો સવારે ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડે નહીં.

આશ્રમના મેદાનમાં હરતા ફરતા આનંદિત વૃદ્ધોને તો આ વાતનો અણસાર સુધ્ધાં પણ હતો નહીં.
“બાજી હરિને હાથ”…

તેમણે સાંજ પડ્યે ટેબલ પર થાળીઓ ગોઠવવાનું કહી દીધું. સાથે કહ્યું ‘ આજે એક થાળી વધારે રાખજો.’
મુનિમને મનમાં વિચાર થયો એક માણસ જમે તેટલું પણ અનાજ નથી અને એક થાળી વધારે?? !!!

સંતને ઈશ્વર પર અપાર શ્રદ્ધા મારો વાલો ભૂખ્યા નહીં રાખે. જમવાનો સમય પસાર થતો હતો. ઈશ્વર પરની શ્રદ્ધાની કસોટી હતી.

એવામાં ફોનની ઘંટડી રણકી. ‘ સંત વૃદ્ધાશ્રમ ?

હું મનહર શેઠનો સચિવ બોલું છું એક વિનંતી કરવાની આજે શેઠે જન્મ દિવસ ઉજવણીનો કાર્યક્રમ ગોઠવેલ પણ તેઓશ્રીની તબિયત અચાનક બગડતાં કાર્યક્રમ રદ કરવો પડેલ છે. લગભગ ૬૫ માણસની રસોઈ તૈયાર છે. તમે કહો તો આપના આશ્રમે મોકલી દઈએ, સાથે શેઠ જન્મ દિવસની શુભેચ્છા પ્રસંગે આશ્રમને રુપિયા ૨૫૦૦૦નુ અનુદાન પણ આપવા ઇચ્છુક છે.’

સંતે મનોમન શામળિયા સમા શેઠ મનહરલાલનો આભાર વ્યક્ત કરતાં ખુશી ખુશી હા પાડી અને બધાને જમવા બેસી જવા કહ્યું. થોડી વારમાં રસોઈ આવી ગઈ.
કદીએ ન ચાખેલ અવનવી વાનગીઓ ખાતાં વૃદ્ધો પણ ખૂબ ખુશ હતાં.

મુનિમને રુપિયા ૨૫૦૦૦નો આશ્રમના નામનો ચેક મળી ગયો હતો. બધાના જમી રહ્યે મુનિમ સંત પાસે આવીને બોલ્યા ‘ વંદન છે તમારી ઈશ્વર પ્રતિની શ્રદ્ધાને મને તો હતું આજે ભૂખ્યા જ સૂવું પડશે પણ રસોઈ આવી ગઈ.. પરંતુ આપે આજે એક થાળી વધુ કેમ રખાવી હતી ? ‘

સંતે સુંદર જવાબ આપ્યો ‘ એ વધારાની થાળી મારા વાલા મોરલીવાળા શામળિયાની, મેં આજે એને કહી દીધેલ કે જો આજે અમે ભૂખ્યા રહ્યા તો ભલે તું જગતનો નાથ હોય શામળિયા અમારી સાથે તારે પણ આજે ભૂખ્યા રહેવું પડશે અને મારા વાલે ભાવતા ભોજન મોકલી દીધા.’

ઈશ્વરમાં શ્રદ્ધા રાખો એ બધાનું સારું કરશે…!!!!!

*🔆સત્ય ઘટના🔆*

તસ્વીર પ્રતિકાત્મક છે

જ્યોતિષ પાઠક