Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

મુક્તિ


नाप्नोति कर्मणा मोक्षंविमूढोऽभ्यासरूपिणा।

धन्यो विज्ञानमात्रेणमुक्तस्तिष्ठत्यविक्रियः॥

અજ્ઞાની માણસ કર્મના આચરણથી મુક્તિ મેળવી શકતો નથી અને જ્ઞાની કર્મથી રહિત હોવા છતાં જ્ઞાનથી જ મુક્તિ પ્રાપ્ત કરે છે.

એક પંડિત રાણીવાસમાં રોજ ભાગવત કથા કહેતા. કથાના અંતે તે બધાને કહેતા કે ‘રામ બોલે તો બંધન છુટી જાય’. ત્યારે પિંજરામાં રહેલો પોપટ કહે, ‘આવું ન બોલો પંડિત તમે જૂઠા છો’. પંડિતને ગુસ્સો આવતો કે આ બધા શું વિચારશે, રાણી શું વિચારશે. પંડિત તેના ગુરુ પાસે ગયા, ગુરુને બધી માંડીને વાત કરી. ગુરુ પોપટ પાસે ગયા અને પૂછ્યું કે, ‘તું આવું કેમ બોલે છે?’

પોપટે કહ્યું- ‘હું પહેલા ખુલ્લા આકાશમાં ઉડતો હતો. એકવાર હું એક આશ્રમમાં બેઠો જ્યાં બધા ઋષિ-મુનિઓ રામ-રામ-રામ બોલતા હતા, ત્યારે મેં પણ રામ-રામ બોલવાનું શરૂ કર્યું. એક દિવસ હું એ જ આશ્રમમાં રામ-રામ બોલતો હતો, ત્યારે એક આશ્રમ ના કામદારે મને પકડીને પાંજરામાં બંધ કરી દીધો, પછી મને એક-બે શ્લોક બીજા શીખવ્યા.

એક શેઠે થોડા પૈસા આપીને મને એક તે આશ્રમના કામદાર પાસેથી ખરીદ્યો. હવે શેઠે મને ચાંદીના પાંજરામાં રાખ્યો, ભલે ચાંદીનું હતું પણ બંધન તો એ નું એજ રહ્યું. બહાર નીકળવાની કોઈ શક્યતા નહોતી. એક દિવસ શેઠે મને પોતાનું રાજા પાસે થી કામ કઢાવવા મહેલમાં ભેટ આપી દીધો. રાજાએ ખુશીથી મને લઈ લીધો, કારણ કે હું રામ-રામ બોલતો હતો. રાણી ધાર્મિક સ્વભાવની હતી એટલે રાજાએ રાણીને પીંજરું આપ્યું.. હવે હું કેવી રીતે કહું કે ‘રામ-રામ બોલો તો બંધનમાંથી મુક્તિ મળશે’.

પોપટે ગુરુને કહ્યું, ‘તમે મને કોઈ યુક્તિ જણાવો, જેથી મને બંધનમાંથી મુક્તિ મળે.’

ગુરુએ કહ્યું – ‘આજે તું શાંતિથી સૂઈ જા જાણે મરી ગયો હોય તેવો દેખાવ કર. હલનચલન પણ ન કર. રાણી સમજી જશે કે તું  મરી ગયો છે અને એમ સમજી તને પિંજારા માંથી બહાર કાઢશે. ત્યારે તુ ઉડી જજે.

 આમ જ થયું. બીજા દિવસે કથા પછી પોપટ બોલ્યો નહિ, ચાલ્યો નહિ. ત્યારે સંતે રાણીએ વિચાર્યું કે પોપટ મરી ગયો લાગે છે.રામ નામ સત્ય થઈ ગયું. રાણીએ પાંજરું ખોલ્યું ત્યારે પોપટ પાંજરામાંથી બહાર આવ્યો અને આકાશમાં મુક્ત થઇ ઉડવા લાગ્યો. રાણી પોપટ ને ઉડતા જોતા જોતા નજર તેમની મહેલની અંદર પડી ને પછી ચાંદીના પીંજરા પર.

મૃત્યુ વખતે બોલાતા સબ્દો ‘ રામ નામ સત્ય છે.’ આ મૃત્યુ પછી જ ખબર પડે છે. પણ ત્યાં સુધી ખુબ મોડું થઇ ગયું હોય છે.

પોપટ ને થયું સાચી દિશા અને વિચાર મળે તો જરૂર મુક્તિ મળે.

હર્ષદ અશોડીયા ક.

Posted in हिन्दू पतन

“हिंदू आज भी बहीं खड़े है


कोई उन्नति नहीं की है”

“हिंदू आज भी बहीं खड़े है

कोई उन्नति नहीं की है”

अकबर के दरबार में एक कट्टर सुन्नी मुस्लिम “अब्द अल कादीर बदायूंनी” था,

उसने हल्दीघाटी के युद्ध का आंखों देखा वर्णन, जिसमें वह स्वयं सम्मिलित था , अपनी पुस्तक ‘मुंतखाब-उल-वारीख’ में किया है,

मूल पुस्तक अरबी में है, जिसका 18वीं सदी में अंग्रेजी में अनुवाद किया गया,

दोनों तरफ की सेनाओं में 90% राजपूत लड़ रहे थे। अकबर की तरफ से सेनापति मानसिंह और राजा लूणकरण थे तो दूसरी तरफ स्वयं महाराणा प्रताप और राजपूत राजा थे,

दोनों तरफ से राजपूतों ने केसरिया साफे पहन रखे थे, इससे अकबर का एक सेना नायक ‘अबुल फजल इब्न मुबारक’ असमंजस में पड़ गया कि कौन हमारी तरफ से लड़ रहा है और कौन शत्रु की तरफ से है ?

फिर अबुल फजल इब्न मुबारक ने अब्द अल कादिर से पूछा दोनों तरफ से राजपूत केसरिया साफा पहनें हैं .. मैं कैसे पहचान करूं कि कौन अपनी तरफ से लड़ रहा है और कौन शत्रु की तरफ से है ?

तब अब्द अल कादिर ने कहा .. “अबुल फजल बस तीर और फरसा चलाते रहो , भाला फेंकते रहो मरने वाले “काफिर” ही होंगे ! चाहे हमारी तरफ के मरे या शत्रु की तरफ के मरे ..किधर भी तीर चलाओ , किसी को भी मारो … जीत “इस्लाम” की ही होगी,

अगर हम युद्ध में विजय हो सके तो ठीक नहीं जीते तो कम से कम खुदा को यह तो कह देंगे कि हमने काफिरों को मारा !”

काश हिन्दू इतिहास पढ़ते और इतिहास से सीख लेते , हिन्दुओं की स्थिति आज भी वैसी ही है.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

સુધાર


अनागत विधाता च प्रत्युत्पन्नमतिस्तथा।

द्वावेतौ सुखमेवैते यद्भविष्यो विनश्यति।।

એવી વ્યક્તિ જે ભવિષ્યમાં આવનારી આફત વિશે હંમેશા જાગૃત રહે છે અને યોગ્ય કાર્ય કરે છે, જેની બુદ્ધિ મુશ્કેલીના સમયે પણ ખૂબ ઝડપથી ચાલે છે, તે હંમેશા ખુશ રહે છે. અને તેનાથી વિપરિત, જે વ્યક્તિ માત્ર ભાગ્ય પર નિર્ભર હોય છે, કોઈ કામ કરતો નથી, તેનો વિનાશ નિશ્ચિત છે.

વૃદ્ધ દાદાને ઉદાસ બેઠેલા જોઈને બાળકોએ પૂછ્યું, ‘શું થયું દાદા, આજે આટલા ઉદાસ બેસીને શું વિચારી રહ્યા છો?’

“કંઈ નહિ, ફક્ત મારા જીવન વિશે વિચારી રહ્યો છું!”, દાદાએ કહ્યું.

“કૃપા કરીને અમને તમારા જીવન વિશે પણ જણાવો…”, બાળકોએ આગ્રહ કર્યો.

દાદાએ થોડીવાર વિચાર્યું અને પછી કહ્યું, “હું નાનો હતો ત્યારે મારા પર કોઈ જવાબદારી નહોતી, મારી મહત્વાકાંક્ષા ને પણ કોઈ સીમા નહોતી…. હું વિશ્વને બદલવા વિશે વિચારતો હતો …

જ્યારે હું થોડો મોટો થયો… થોડો સમજણો થયો … તેથી મેં વિચારવાનું શરૂ કર્યું કે દુનિયા બદલવી એ બહુ મુશ્કેલ કામ છે, તેથી મેં મારું લક્ષ્ય થોડું નાનું કરી લીધું… વિચાર્યું કે દુનિયા બરાબર નથી, હું મારા દેશ ને બદલી સકું છુ, વધુ શ્રેષ્ઠ બનાવી સકું છુ.

પણ જ્યારે થોડો સમય વીતી ગયો ત્યારે હું ઉમર માં વૃદ્ધ થઇ ગયો … તો લાગ્યું કે દેશ બદલવો એ નાનીસૂની વાત નથી… દરેક વ્યક્તિ આ કરી શકે તેમ નથી… મને બસ મારા પરિવાર અને નજીકના લોકોને બદલવા સકીશ…

પરંતુ અફસોસ હું તે પણ કરી શક્યો નહીં.

અને હવે જ્યારે હું આ દુનિયામાં થોડા દિવસોનો જ મહેમાન છું, ત્યારે મને અહેસાસ થાય છે કે જો મેં મારી જાતને બદલવાનું વિચાર્યું હોત તો હું આમ કરી શક્યો હોત… અને કદાચ મને જોઈને મારો પરિવાર બદલાઈ ગયો હોત…મારા જેવા આ વિચાર ને લઇ કેટલાય સ્વયં બદલાયા હોત, એમ આ દેશ કંઈક બદલાઈ ગયો હોત… અને પછી કદાચ હું પણ આ દુનિયા બદલી શક્યો હોત.

આ કહેતાં દાદાની આંખો ભીની થઈ ગઈ અને તેમણે હળવાશથી કહ્યું, “બાળકો! મારી જેમ ભૂલ ન કરો… બીજું કંઈપણ બદલતા પહેલા, તમારી જાતને બદલો… બાકીનું બધું જાતે જ બદલાઈ જશે.

હર્ષદ અશોડીયા ક.

૮૩૬૯૧૨૩૯૩૫

Isometric grandfather tells grandchildren tales in the nursery. Happy family and childhood concept
Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ભગવાન શું કરે છે ?


એક વાર અકબરે બીરબલને પૂછયું, ”ભગવાન શું કરે છે ?”
બીરબલે જવાબ આપતાં કહ્યું, ”જહાંપનાહ, આ સવાલનો જવાબ તો એક સામાન્ય ભરવાડ પણ આપી શકે.”
આથી બાદશાહે આવા એક ભરવાડને દરબારમાં હાજર કરવાનો હુકમ કર્યો. ભરવાડ આવ્યો. આ ગામડિયા જેવા લાગતા છોકરાને એ સવાલ પૂછવામાં આવ્યો ઃ ”ભગવાન શું કરે છે ?”
આ ભરવાડે સામો સવાલ કર્યો, ”શહેનશાહ આ સવાલ ગુરુ તરીકે પૂછી રહ્યા છે કે ચેલા તરીકે ?”
શહેનશાહે કહ્યું, ”ચેલા તરીકે.”
ભરવાડે તરત સામે ચોપડાવ્યું ઃ ”ચેલાની ઉદ્ધતાઇ તો જુઓ. તે સિંહાસન પર બેઠો છે જ્યારે ગુરુ નીચે જમીન પર ઊભા છે.”
આ સાંભળી અકબર શરમાઇ ગયા. તેઓ તરત સિંહાસન પરથી નીચે ઊતરી ગયા અને ભરવાડને શાહી પોષાક પહેરાવી સિંહાસન પર બેસાડવામાં આવ્યો આ પછી બાદશાહે ભરવાડનાં કપડાં પહેર્યાં અને તે ભરવાડ સામે ઊભા રહી બે હાથ જોડી ફરીથી એ જ સવાલ પૂછયો ઃ ”ગુરુ, ભગવાન શું કરે છે ?”
ભરવાડે જવાબ આપ્યો, ”ભગવાન ભરવાડને શહેનશાહ બનાવી દઇ શકે છે અને શહેનશાહને ભરવાડ.”

” એટલે હું કાઈ સમજ્યો નહિ ” અકબરે કહ્યું

એટલે રાજાન, માણસ જેવા કર્મ કરે તેવી તેની ગતિ થાય. સત્કર્મ માણસ ને રાજા બાનાવી દે અને દુષ્કર્મ રંક . ભગવાન બસ કર્મ નો ફેસલો કરે છે.– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક હતા જોશી


એક હતા જોશી. તે ટીડા જોશી તરીકે ઓળખાતા. ગામોગામ ફરીને લોકોના જોશ જોઈને પેટિયું રળતા. આમ ખાસ કંઈ જ્યોતિષ તેમને આવડતું નહિ પણ ગપ્પા મારીને ગાડું ગબડાવતા.
એક વાર તે એક ગામથી બીજે ગામ જતા હશે ત્યાં તેમને રસ્તામાં માલિક વગરના બે બળદ મળ્યા. આગળ જતાં એક પટેલ રસ્તામાં મળ્યા. તેમના મોઢે ચિંતાની રેખાઓ જોઈને ટીડા જોશીએ મુઝવણનું કારણ પૂછ્યું.પટેલે કહ્યું કે મારા બે બળદ ખોવાયા છે.ટીડા જોશીએ તરત ટીપણુ કાઢીને આડાઅવળા લીટા કરીને કહ્યું, તમારા બળદ આથમણી દિશામાં છે.તપાસ કરો ત્યાંથી મળી જશે.પટેલે તપાસ કરી તો બળદ થોડે દુર જ ચરતા હતા.પટેલ તો રાજી રાજી થઈ ગયા.ટીડા જોશીને આગ્રહ કરીને ઘેર તેડી ગયા.ઘરની બહાર ઢોલિયો પાથરી દીધો ને પટલાણીને જમવાનું બનાવવા કહ્યું. ટીડા જોશી બહાર બેઠા બેઠા રોટલાના ટપાકાના અવાજ સાંભળે. વાળુનો સમય થયો એટલે પટેલે હાથ પગ ધોવાનું પાણી આપીને તેમને જમતા પહેલા પ્રશ્ન પૂછ્યો.કહો જોશી મહારાજ કેટલા રોટલા થયા હશે? ટીડા જોશીએ રોટલાના ટપાકાના અવાજ પરથી કેટલા રોટલા થયા હશે તેનું અનુમાન કરી લીધું હતું.છતાં ગ્રહોની ગણતરી કરવાનો ડોળ કરીને બોલ્યા: રાહુ વક્રી છે, શુકકરને માથે ડુક્કરનો ગ્રહ છે.શનિ બુધને જુએ છે એટલે રોટલા તેર થયા હશે.પટેલ તો અવાક થઈ ગયા.
ટીડા જોશીની વાત રાજા સુધી પહોંચી.રાજાએ તેમને મહેલે તેડાવ્યા અને ઉતારો આપ્યો.થોડા દિવસોમાં જ એવું થયું કે રાણી આભૂષણો ઉતારીને ન્હાવા ગઈ એ સમયે અચાનક નિંદરડી નામે દાસી આવી ચડી તેણે રાણીનો રત્નજડિત હાર જોયો.તેની દાનત બગડી એટલે હાર લઈને જતી રહી.મહેલમાં હલચલ મચી ગઇ.ચારેકોર તપાસ થઈ પણ હારનો ચોર પકડાયો નહિ.રાજાએ ટીડા જોશીને હારનો ચોર કોણ છે તે જોશ જોઈને સવાર સુધીમાં કહેવા આદેશ આપ્યો.હવે ખરેખર તો તેને કાઈ આવડતું નહોતું.ચિંતામાં ને ચિંતામાં તેને રાતે નિંદર આવતી નહોતી એટલે નીંદરણી આય, નીંદરણી આય એવું બોલવા લાગ્યો.રાજાએ ટીડા જોશીને હારનો ચોર શોધી કાઢવાનું કામ સોંપ્યું છે તે વાતની નિંદરડી દાસીને ખબર પડી હતી એટલે તે ટીડા જોશીની હિલચાલ જોતી હતી.પણ તેના મોઢેથી પોતાનું જ નામ સાંભળતા નીંદરડી ગભરાઈ ગઈ.પોતે ચોરેલો હાર બતાવીને તે ટીડા જોશીને પગે પડી ગઈ.અને તેને કોઈ રીતે બચાવી લેવાની વિનંતી કરવા લાગી.ટીડા જોશીએ નીંદરડીને રાણીના પલંગ નીચે હાર નાખી દઈને સુઈ જવા કહ્યું.
સવાર પડતા ટીડા જોશીએ રાજાને કહ્યું કે હાર કોઈ ચોરી ગયું નથી. ઉંદર હાર રાણીના પલંગ નીચે ખેંચી ગયો છે ત્યાં તપાસ કરો.તપાસ કરતાં હાર પલંગ નીચેથી મળી આવ્યો.ટીડા જોશીની તો આખા ય રાજ્યમાં વાહ વાહ થઈ રહી.
હવે લાંબો સમય રોકાવું પોતાના જીવની સલામતી માટે સારું નથી એવું વિચારીને ટીડા જોશીએ રાજા પાસે રજા માંગી. રાજાએ કહ્યું આજનો દિવસ રોકાઈ જાવ.એક છેલ્લી પરીક્ષામાં પાસ થાવ તો તમને જવાની રજા મળશે નહિતર પછી…ટીડા જોશી ધ્રુજી ગયા.
ટીડા જોશી સાથે બગીચામાં ફરતા અચાનક રાજાએ છોડ પર બેઠેલું તીડ ઝપટ મારીને પકડ્યું અને મુઠ્ઠી વlળી દીધી અને પૂછ્યું : બોલો મારી મુઠ્ઠીમા શુ છે? ટીડા જોશી ઢીલા થઈને સાચે સાચું બોલી ગયા : ટપ ટપ કરતાં તેર જ ગણ્યl, માર્ગમાં તો ધોરી (બળદ) મળ્યા.નીંદરડીએ આપ્યો હાર કાં રાજા ટીડાને માર ? (અર્થાત આવી રીતે અકસ્માતે બધું જ્યોતિષ કથન સાચું પડ્યું, ખરેખર તો મને કઈ આવડતું નથી.હે રાજા તું ટીડા જોશીને મારવા શુ કામ તૈયાર થયો છે.)..રાજાએ હસીને મુઠ્ઠી ખોલી દીધી.તીડડું તરત ઉડી ગયું.
આમ તીડ અને ટીડા જોશીનો પણ પ્રlસ બેસી જતા છેલ્લું જોષ પણ સાચું પડ્યું.રાજાએ તેને ખૂબ ઇનામ અકરામ આપ્યા. ટીડા જોશી હેમખેમ ઘરે પાછા ગયા અને હવે પછી જોશ નહિ જોવાનું પાણી મૂક્યું (પ્રતિજ્ઞા કરી).