Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

❣ગરીબ બાપનો સંસ્કારી શ્રવણ ❣
(સત્ય ઘટના)
સુરતથી લાવેલ નવા-જુના આશરે ત્રીસેક નંગ કપડા અને બુટ વિગેરે વસ્તુઓ દરીદ્રનારાયણ માટે, હુને મારા ધર્મપત્ની ગોકુલ ગાર્ડન પાસે અજયભાઈએ બનાવેલ કરુણાવંત સ્ટોરમાં મુકવા ગયેલા.. ત્યાં અનેક લોકો મૂકી જાય અને જરૂરિયાતમંદ ગરીબો લઇ જાય તેવી અનોખી વ્યવસ્થા… અમે અવાર નવાર આ યજ્ઞમાં આહુતિ આપીએ…પણ આજની વાત અલગ હતી…
અમે પહોંચ્યા ત્યારે એક નવેક વર્ષનો બાળક ત્યાં જુના કપડાં ફંમફોળી રહ્યો હતો..તેના ફાટેલા કપડા, મૅલો દેહ,દુર્બળકાયા અને અસ્ત-વ્યત વાળ જોઈ સમજાઈ ગયું કે ખૂબ ગરીબ છોકરો હશે..હોન્ડાની ઘોડી ચડાવી મેં કહ્યું, ” બેટા, શુ શોધે છે ?”
મિઠેરો જવાબ મળ્યો..”લૂગડાં (કપડા)”
મેં કહ્યું, “બેટા તારા માપના તો આ ટીંગાય જ છે,લઇ લે..”
છોકરો કરુણ અને પૂજ્ય ભાવથી બોલ્યો,”મારે તો આ પેર્યા ઇ લૂગડાં હાલે ઇમ છે.. હું તો મારા બાપા હારું ગોતું છું..”
જવાબ સાંભળી અમે દંપતી ખૂબ ખુશ થયા..ફાધર્ષ ડે ના દિવસે જ આવો જવાબ સાંભળી આનંદ સાથે મેં મારા થેલા માંથી કપડા ઠાલવતા કહ્યું..” બેટા, લે આ ડ્રેશ તારી બેન માટે લઇ જા.”
” ના… મારે બેન નથી…મા પણ મરી ગયા છે, એક બાપા જ છે,એમના માટે હોય તો આપો.” એની આંખોમાં બાપ પ્રત્યેનો પ્રેમ નીતરતો હતો…ધીરે ધીરે એના શબ્દો મારા હૃદયને વલોવતા હતા..મેં ત્રણ ચાર જોડી નવા કપડાં તેની સામે રાખી કહ્યું,”લે બેટા.. આ તારા પિતા માટે લઈ જા” કપડાં જોઈ છોકરો રીતસર ઠેકવા લાગ્યો..જાણે લાખ રૂપિયા આપ્યા હોય એટલો આનંદ…પણ કપડાં લેવાને બદલે કહે “રો’સાબ, હું મારા બાપાને બોલાવી લાવું” એમ કહી એ દોડયો….બે જ મિનિટમાં રસ્તાની બાજુમાં સુતેલા પચાસેક વર્ષના ગરીબ પિતાનો હાથ પકડી છોકરો હાજર થયો.. કપડાં જોઈ તેના પિતા પણ રાજી રાજી થઈ ગયા..મારી હાજરીમાં તેમણે ફાટેલો શર્ટ ઉતારી નવો શર્ટ પહેર્યો.. અને બોલ્યા..”સાબ, બપોરનો રાહ જોવું છું..કે મારા માપના લૂગડાં આવે તો પેરૂં, આ સાવ ફાટી ગ્યાતા.”
વાતચિત કરતા માલુમ પડ્યું કે વર્ષોથી મજૂરી અર્થે તે રાજસ્થાનથી આવેલા..પત્ની બીમારીમાં મૃત્યુ પામી…સંતાનમાં નવેક વર્ષનો આ એક છોકરો હતો..હાલ પોતે બિમાર હોવાથી કામ મળતું નથી..માટે ફૂટપાથ ઉપર આવી ગયા છે…
મારા પત્નીએ તેમના હાથમાં વધારાના બે જોડી કપડાં આપ્યા તો લીધા નહીં… કહે “ના બોન…જરૂર એક જોડની જ હતી.. વધારાનું લઇ શુ કરું ?” મેં નાસ્તા માટે પૈસા આપ્યા તો પણ મનાઈ કરી…પરાણે આપ્યા તો કહે..”સાબ, મજૂરી બંધ છે એટલે લઈ લવું છું…નકેર મફતનું નો લેવાય હો…” બુટ આપ્યા તો હાથ જોડી કહે “સાબ,આ પગ છોલાઈ ગ્યા છે,હું પેરી નો હેકુને નકામા પડયા રે …ઇના કરતા આયા જ રાખો બીજાને કામ આવશે”
છોકરા માથે હાથ ફેરવી મેં કહ્યું, “બેટા અહીં જ થોડીવાર ઉભો રહે..હું તારા માટે બે જોડી કપડાં લેતો આવું છું.” એ બોલ્યો, “ના સાબ, મારા બાપાને આઇપા એટલે રાજી..મારે તો આ ફાટેલા પેર્યા ઇ હાલે ઇમ છે.” એનો પિતાપ્રેમ જોઈ અમારી આંખો ભીંજાઈ ગઈ !!
છતાં, તેને ત્યાંજ ઉભો રાખી અમે બંને આ છોકરા માટે બે ત્રણ જોડી કપડાં લેવા ઘેર આવ્યા…ઘેરથી કપડાં લઇ પાછા ત્યાં પહોંચ્યા તો બાપ દીકરો ગાયબ હતા..!
ગરીબીમાં પણ કેવી ખુમારી !!
જરૂરતથી વધુ લેવાય નહીં… પોતે જરૂરિયાત વાળા છે , છતાં બીજાનો વિચાર કરે છે, નાનકડો દીકરો બીમાર બાપની કેટલી ચિંતા કરે છે..! વગેરે વિચારોથી હૃદય રડી પડ્યું…ઘણી શોધ કરી પણ શ્રાવણ ફરી નાજ દેખાયો..! મનમાં થયું ‘ફાધર્ષ ડે’ની કોમેન્ટો લખનારા પણ ઘણા યુવાનો કદાચ પિતાની આટલી ચિંતા નહીં કરતા હોય…!!
હવે ફરી મળેતો હું એના ભણવાની બધી વ્યવસ્થા કરી દઉં… એવા ઘણા બધા વિચારોથી ઘેરાયેલ હું ઘેર તો આવ્યો…પણ હજુય સતત એની છબી આંખોમાં અને વાતો હૃદયમાં રમ્યા જ કરે છે…
હજુય ઘરમાં શબ્દો ઘુમરાય છે, ”સાબ, મારા બાપાને આઇપા એટલે રાજી.”
(સત્ય ઘટના-)
-ફાલ્ગુની શાહ. 🌹🌹🌹

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

*#એક પુત્ર આવો પણ હોય!!!#*

“મમ્મી, હું થોડા મહિનાઓ માટે વિદેશ જવાનો છું. મેં તારા રહેવાની વ્યવસ્થા કરી દીધી છે.” લગભગ 32 વર્ષના, અવિવાહિત ડૉક્ટર સુદીપે મોડી રાત્રે ઘરે પહોચતાવેંત જણાવ્યું હતું.

“દીકરા, તારે વિદેશ જવું જરૂરી છે?” માતાએ બેચેન અને ગભરાતા અવાજે કહ્યું.

“મમ્મી, મારે ઈંગ્લેન્ડમાં અમુક વિષયો ઉપર સંશોધન કરવા જવાનું છે. આમ પણ થોડાક જ મહિનાઓની તો વાત છે.” સુદીપ જણાવ્યું હતું.

“જેવી તારી મરજી”, મરેલા અવાજમાં માતાએ કહ્યું. બે દિવસમાં સુદીપ તેની માતા પ્રભાદેવીને પડોશી શહેરના વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યો.

શરુશરુમાં વૃધ્ધાશ્રમમાં દરેક વૃદ્ધના ચહેરા પર જીવન માટે હતાશા અને નિરાશા હોય છે. પરંતુ, પ્રભાદેવીના ચહેરા પર આવા કોઈ પણ નિરાશાની કરચલી સુધ્ધાં ન હતી.

એક દિવસ કેટલાક વૃધ્ધો આશ્રમમાં તેમની નજીક વાત કરી રહ્યા હતા. એમાં બે-ત્રણ સ્ત્રીઓ હતી. તેમાંથી એક બોલી ઊઠી કે, “ડોક્ટરના કોઈ સગાસબંધી ન હતા જે તેમને અહી મૂકી ગયા?”

ત્યાં જ એક યુવતી બોલી, “પ્રભાદેવીના પતિનું મૃત્યુ યુવાનીમાં જ થઈ ગયું હતું. અને, તેમના મૃત્યુ વખતે સુદીપ આશરે ચારેક વર્ષનો હતો. પ્રભાદેવી અને તેમના પુત્રને રહેવા અને જમવાના ફાંફા પડી ગયા હતા. ત્યારે કોઈ પણ સગાંએ તેમની મદદ નહતી કરી. પ્રભાદેવીએ બીજાનાં કપડા સીવીને દીકરાનું ભણતર પૂરું કર્યું હતું. દીકરો પણ ભણવામાં ખુબ જ હોંશિયાર હતો એટલે જ તો ડોક્ટર બની શક્યો. હવે આવામાં કયા સગાને ત્યાં સુદીપ મૂકવા જાય?”

એક દિવસ, પ્રભાદેવીએ 6 મહિના પછી આશ્રમની ઓફીસના સંચાલક રામકિશન શર્માના ફોનથી સુદીપના મોબાઇલ પર ફોન કર્યો. “સુદીપ, તું ભારતમાં આવી ગયો છે કે હજુ ઇંગ્લેંડમાં જ છે?”

‘મમ્મી, હજુ ઇંગ્લેંડમાં જ છું.’ સુદીપનો જવાબ હતો.

ત્રણ-ત્રણ ચાર-ચાર મહિને પ્રભાદેવી સુદીપને ફોન કરતી અને દર વખતે તેનો એક જ જવાબ હતો, ‘મમ્મી હજુ ઇંગ્લેન્ડમાં જ છું.’

એમ કરતા કરતા લગભગ બે વર્ષ પસાર થવા આવ્યા. હવે વૃધ્ધાશ્રમમાં લોકો કહેવા લાગ્યા કે, “કેવો હોંશિયાર પુત્ર નીકળ્યો, કેવી છેતરપિંડીથી તેની માતાને છોડીને જતો રહ્યો!” આશ્રમના જ એક વૃદ્ધે કહ્યું કે, “મને નથી લાગતું નથી કે ડોક્ટર વિદેશ ગયો હોય, તે તો માત્ર આ વૃદ્ધ સ્ત્રીથી છૂટકારો મેળવવા માગતો હતો.”

પછી અન્ય એક વૃદ્ધે જણાવ્યું હતું કે, “પરંતુ તે તો પરણેલો પણ ન હતો!” “અરે! હશે કોઈ ગર્લફ્રેન્ડ કે જેણે કીધું હશે કે પહેલા આ ડોશીની રહેવાની સગવડ કર પછી જ પરણીશું.”

બે વર્ષ વૃદ્ધાશ્રમમાં રહ્યા પછી પ્રભાદેવીને પણ પોતાના નસીબની ખબર પડી ગઈ. દીકરાનું દુઃખ તેમને અંદર ને અંદર જ કોરી ખાતુ હતું. બીજા બે વર્ષ પસાર થયા પછી પ્રભાદેવીનું મૃત્યુ થઈ ગયું. વૃદ્ધાશ્રમના લોકોએ સંચાલક શર્માજીને કહ્યું, “તેમની મૃત્યુના સમાચાર તેમના દીકરાને તો આપી દો. અમને તો નથી લાગતું કે એ વિદેશમાં હોય, હશે આપણા જ દેશમાં.”

“આમના દીકરાને હું કેવી રીતે ખબર આપું? એને મૃત્યુ પામ્યે તો ત્રણ વર્ષ થઈ ગયા!” શર્માજીની આ વાત સાંભળીને ત્યાં ઉભા લોકોને ચક્કર આવી ગયા. તેમનામાંથી એક બોલ્યો, “જો તમને ખબર હતી અને તમે કહો છો એ સાચું છે તો પ્રભાદેવી મોબાઈલમાં કોની સાથે વાત કરતા હતાં?”

“તેના દીકરાનો મોબાઇલ તો મારી પાસે છે જેમાં તેના દીકરાની રેકોર્ડ કરેલી અવાજ છે.” શર્માજી બોલ્યા.

“પણ આવું કેમ?” કોઈકે પૂછ્યું.

ત્યારે શર્માજી બોલ્યા, આશરે ચાર વર્ષ પહેલા જયારે સુદીપ તેની માતાને અહી મૂકવા આવ્યો ત્યારે મને કહ્યું હતું કે,
“શર્માજી મને બ્લડ કેન્સર છે. એક ડોક્ટર હોવાના લીધે મને ખબર છે કે તેના છેલ્લા સ્ટેજમાં મને ખૂબ જ તકલીફ થવાની છે. મારા મોં તેમજ દાઢીમાંથી લોહી પણ નીકળશે. મારી આ હાલત મારી મમ્મીથી નહીં દેખાય. તે જીવતા જીવતા જ મરી જશે. મારે તો મરવાનું જ છે પણ, હું નથી ઇચ્છતો કે મારા પહેલા મારી મમ્મી મરી જાય. મારા મરણ પછી અમારો બે રૂમનો નાનકડો ફ્લેટ અને બીજી વસ્તુઓ આશ્રમના નામે કરી દઈશ પણ તમે મારી માતાનું ધ્યાન રાખજો.”

આ સાંભળીને ત્યાં ઉભેલ દરેકની આંખો ભીની થઈ ગયી.

પ્રભાદેવીના અંતિમસંસ્કાર આશ્રમના જ એક ભાગમાં કરવામાં આવ્યા. તેમના અંતિમસંસ્કારમાં આશ્રમમાં રહેતા વૃદ્ધોના પરિવારને પણ બોલાવવામાં આવ્યા.

મા-દીકરાની અતૂટ અને અનમોલ પ્રેમની વાર્તાની જ અસર હતી કે અમુક દીકરાઓ તેમના માતા-પિતાને પાછા ઘરે લઇ ગયા.

તમને આ વાર્તા ગમી? – તો બીજાને પણ ગમશે.

વાર્તા કોણે લખી તે ખબર નથી પણ સારી લાગી એટલે આ ગ્રુપમાં મુકું છું.
આભાર
🍁🙏

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ભોગવવું જોઈએ કે ભેગું કરવું જોઈએ


आश्चर्यं मधु दानभोगरहितं नष्टं चिरात् सञ्चितम्

निर्वेदादिति पाणिपादयुगलं घर्षन्त्यहो मक्षिकाः ॥

અર્થ: નવાઈની વાત એ છે કે મધમાખીઓ માત્ર લાંબા સમય સુધી મધનો સંગ્રહ કરે છે, ન તો તેનું દાન કરે છે કે ન તો તેનું સેવન કરે છે!

એક ગ્રાહક કરિયાણાની દુકાને આવ્યો અને દુકાનદારને કહ્યું – ભાઈ, મને 10 કિલો બદામ આપો.

 દુકાનદારે 10 કિલો વજન કરવાનું શરૂ કર્યું.

એટલામાં તેમની દુકાનની સામે એક કિંમતી કાર ઉભી રહી અને તેમાંથી ઉતરીને એક સૂટ-બૂટવાળો માણસ દુકાન પર આવ્યો, અને બોલ્યો – ભાઈ, 1 કિલો બદામ તોલી ધ્યો.

દુકાનદારે પહેલા ગ્રાહકને 10 કિલો બદામ આપી, પછી બીજા ગ્રાહકને 1 કિલો આપી…

જ્યારે 10 કિલો વાળો ગ્રાહક નીકળી ગયો, ત્યારે કારમાં બેઠેલા ગ્રાહકે જિજ્ઞાસાથી દુકાનદારને પૂછ્યું – આ ગ્રાહક જે હમણાં જ ગયો છે, આ કોઈ મોટો માણસ છે કે તેમના ઘરે કોઈ કાર્યક્રમ છે, કારણ કે તેઓ 10 કિલો લઈ ગયા છે.

દુકાનદારે હસતાં હસતાં કહ્યું – અરે ના ભાઈ, તે સરકારી વિભાગમાં પટાવાળા છે, પણ ગયા વર્ષે તેણે એક વિધવા સાથે લગ્ન કર્યા જેના પતિએ તેના માટે લાખો રૂપિયા છોડી દીધા હતા, ત્યારથી તે તેના પૈસા ખર્ચી રહ્યો છે. આ સજ્જન 10 કિલો બદામ દર મહિને લઇ જાય છે.

આ સાંભળીને તે ગ્રાહકે પણ 1 ને બદલે 10 કિલો બદામ લીધી.

જ્યારે તે 10 કિલો બદામ લઈને ઘરે પહોંચ્યો તો તેની પત્ની ચોંકી ગઈ અને કહ્યું- “ તુ કોઈ બીજાનો સામાન લઇ આવ્યો કે શું ? આપણા ઘરમાં 10 કિલો બદામની શું જરૂર છે..?

ભાઈએ જવાબ આપ્યો – પગલી, મારા મૃત્યુ પછી કોઈ પટાવાળાએ મારા જ પૈસાથી 10 કિલો બદામ ખાય.. તેના કરતા મારે જીવતા જીવ હું પોતે ના ખાઉં? ..”

આમ માણસને જ્ઞાન થયું ભોગવવું જોઈએ કે ભેગું કરવું જોઈએ.

હર્ષદ અશોડીયા ક

Harshad30.wordpress.com

8369123935