Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

*”ઊંઘ” નથી તો આ સંવેદના ની સમજ સમજાય તો ઊઘં*

*મોટાં મોટાં બંગલાવાળા શેઠોના એરિયામાં એક માણસ નીકળ્યો અને કોઈ વસ્તું વેંચવા નીકળ્યો હોય એ અદાથી બોલવા લાગ્યો,* *”ઊંઘ લેવી….. ઊંઘ….. “*

*બધાંને ભારે આશ્ચર્ય થયું કે આ માણસ પાગલ તો નથી ને? તેવામાં અનિંદ્રા થી પીડિત એક શેઠ તેની પાસે ગયાં અને બોલ્યાં, “ભાઈ, મને ઊંઘ નથી આવતી.”*

*તે માણસ બોલ્યો, ” શેઠ, એક કલાક માટે તમે બધાં ઘરની બહાર નીકળો. હું એક કલાકમાં તમને એવું ઓશીકું બનાવી આપું કે ત્યાં માથું ટેકવ્યા બાદ તરત જ ઊંઘ આવી જશે.*
*” શેઠને મનમાં શંકા ઉપજી કે, ” આ ચોરીનાં ઇરાદે તો નહિ આવ્યો હોય ને?” કેટલીક શંકા – કુશંકાઓ શેઠ મનમાં કરવાં લાગ્યાં.*

*શેઠને વિચાર મગ્ન જોઈને, તેનાં મોં પરના ભાવો કળીને કુશળ માણસ બોલી ઉઠ્યો,*
*” શેઠ, તમે ચિંતા ન કરો. મારો ઈરાદો ચોરી કરવાનો નથી.”*

*શેઠે તે માણસ પર વિશ્વાસ મૂકીને પોતાનું ઘર એક કલાક સોંપી દીધું. તે માણસે એક કલાકમાં ઓશીકું તૈયાર કરી આપ્યું. શેઠને આપ્યું. શેઠે કહ્યું કે,*
*”આજ રાત્રે જોઈ જોવું કે કેવીક ઊંઘ આવે છે પછી તમને પૈસા આપીશ.”* *આખરે તો શેઠ ને! ખાતરી કર્યા વિના પૈસા થોડા આપે?*
*તે માણસ હસતાં હસતાં બોલ્યો,*
*” શેઠ, મારે કંઈ પૈસાની ઉતાવળ નથી. હું જ્યારે ફરતો ફરતો તમારે ઘરે આવીશ ત્યારે હું જે માંગુ તે તમારે મને આપવું પડશે.બોલો છે મંજૂર?”*
*શેઠ બોલ્યા, ” ભાઈ, મારી ઊંઘ – મારાં આરામના બદલામાં જે જોઈતું હોય તે તું લઈ શકે છે.” શેઠની વાત સાંભળીને પ્રસન્ન થઈને તે માણસ ચાલી નીકળ્યો.*

તે *રાત્રિએ શેઠને ઘસઘસાટ ઊંઘ આવી. શેઠે પોતાનાં આડોશી – પાડોશી ને આ વાત કરી. બધાં ને તે માણસને મળવાની ઉત્સુકતા થઈ.*
*કેટલાકને થયું કે તે માણસ તંત્ર – મંત્રનો જાણકાર હશે જેથી આવું જાદુઈ ઓશીકું બનાવી શક્યો. થોડાં દિવસો બાદ ફરી એ માણસ આવ્યો.*

*બધાં શેઠનાં પાડોશીઓ અને સગા – વ્હાલાં જાદુઈ ઓશિકા માટે પડાપડી કરવાં લાગ્યાં. ધીરે – ધીરે આખી શેરીના લોકોને તે માણસે આ જાદુઈ ઓશીકું બનાવી આપ્યું. બધાં ને ઘસઘસાટ ઊંઘ આવવાં લાગી ! જ્યારે પૈસાનું પૂછ્યું ત્યારે કહ્યું કે, *” શેઠ લોકો, હું એક મહિના પછી તમારી બધાની પાસે આવીશ. તમે બધાં ભેગાં થજો. હું આપની પાસે મારાં મહેનતાણા ની માંગણી કરીશ.” તે માણસ ચાલી નીકળ્યો.*

*મહિના બાદ તે આવ્યો*.
*બધાં શેઠ લોકોએતે માણસનું ફૂલ હારથી સ્વાગત કર્યું. કોઈએ પાણી પાયું, કોઈ ચા અને શરબત લઈ આવ્યા. બધાએ તેની આગતા – સ્વાગતા કરી. તે માણસે બધાં શેઠને બોલાવીને મિટિંગ કરી. બધા એ પૂછ્યું, ” બોલો ભાઈ, તમારે શું અપેક્ષા છે? તમે કહો તે પૈસા આપીએ. રહેવાનું ઠેકાણું ન હોય તો ઘર બનાવી આપીએ. આપ જે બોલો તે અમો કરી આપવા તૈયાર છીએ.*”

*તે માણસે કહ્યું, ” ગમે તે એક ઘરમાંથી મે બનાવેલું જાદુઈ ઓશીકું મંગાવી આપો.” એક શેઠ ઓશીકું લઈ આવ્યાં. તે માણસ બોલ્યો, ” હું તમને મારી કહાની કહેવા માંગીશ.”*

*”હું પણ તમારી જેમ સંપત્તિવાન શેઠ જ છું. મારી પત્નીના કહેવા પ્રમાણે હું મારી માતાને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો હતો તે દિવસથી મારી ઊંઘ હરામ થઈ ગઈ હતી.*

*મારી માતા એ વૃધ્ધાશ્રમમાં અંતિમ શ્વાસ લીધો, ત્યાંના વ્યવસ્થાપકો એ મને ફોન કરીને બોલાવ્યો, મે મારી માતાની અંતિમ વિધિ સંપન્ન કરી.*

*માતાની યાદગીરી રૂપે તેમનો સાડલો મારાં ઘરે લઈ આવ્યો. તે રાત્રે મારાં મોં પર સાડલો વીંટાળીને, માં ને યાદ કરીને ખૂબ જ રડ્યો, તે રાત્રે શું જાદુ થયો કે મને ઘસઘસાટ નીંદર આવી ગઈ ! તે રાતથી રોજ હું મારી માતાના સાડલા ને પાસે રાખીને સૂવું છું, મને સારી નીંદર આવે છે.*

*”એકવાર અચાનક રાત્રે મને મારી માં સપનામાં આવી અને બોલી, ” બેટા, તે ભલે મને વૃદ્ધાશ્રમ માં મોકલી, મને કોઈ વાંધો ન હતો, તું તો મારો પેટ જણ્યો હું કાયમ તારું ભલું ઇચ્છું છું પણ બેટા, દુનિયામાં બીજી માં કોઈ ને કોઈ વૃધ્ધાશ્રમમાં જીવન ગુજારી રહી છે, તેમને ઘરે પાછી લાવ તો મને મોક્ષ થશે બેટા !”*

*હું ઊંઘમાંથી સફાળો જાગી ગયો અને મને પ્રેરણા થઈ. હું આસપાસના વિસ્તારમાં ફર્યો અને માહિતી મેળવી કે કોનાં ઘરની માં વૃધ્ધાશ્રમમાં છે? મે સર્વે કર્યો. *હું તમારાં બધાની માતાને મળવા વૃધ્ધાશ્રમમાં ગયો હતો અને વચન આપ્યું હતું કે થોડાક મહિનામાં જ હું તમને તમારા ઘરે આદર સાથે લાવીશ.*

*તે માણસે શેઠનાં ઓશિકાનું કવર કાઢ્યું તો ગાદી અને કવરની વચ્ચે કેટલાક સાડલાના લીરા અને કટકા ગોઠવેલાં હતાં.*

*તે માણસ બોલ્યો, ” જે ઘરમાં હું ઓશીકું બનાવવાં ગયો ત્યાં ત્યાં તેમની માતાના સાડલાનાં લીરાં લેતો આવ્યો અને ઓશિકા વચ્ચે ગોઠવી દીધાં.*
*તમારી ઊંઘનું રહસ્ય કોઈ જાદુ નથી પણ તમારી માતાઓ નો પ્રેમ છે, મારે કોઈ પૈસા નથી જોઈતા પણ હું જે તમારી માતાને વચન આપીને આવ્યો છું તે તમે પૂરું કરજો.” આટલું બોલીને માણસ અટકી ગયો !*

*બધેય નીરવ શાંતિ હતી. તમામ શેઠ જનોની આંખોમાં પસ્તાવાના આંસૂ હતા. બધા જ લોકોએ વચન નિભાવ્યું. આજે ઘરે ઘરે માતાની સન્માન ભેર પધરામણી થઇ છે.*
*સંતોષ પામીને તે માણસ હવે બીજી શેરી અને બીજા ઘરોની મુલાકાતે નીકળ્યો છે. કદાચ એ તમારાં ઘરે પણ આવશે, શું તમે તેનાં માટે બારણું ખોલશો ને??*

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક અમેરિકન લંડન ની હોટલમાં ગયો


એક અમેરિકન લંડન ની હોટલમાં ગયો ,જેવો તે દાખલ થયો,તેણે જોયુ કે એક ખૂણામાં એક ભારતીય પણ બેઠો હતો. તેથી તેણે કાઉનટર પર જઈ પોતાનું પાકીટ કાઢ્યું અને બુમ પાડી, “વેઈટર હું આ હોટલ માં બેઠેલ તમામ વ્યક્તિ માટે ખાવાનું મગાવું છું, ફક્ત ત્યાં બેઠેલ ભારતીય સિવાય.” એટલે વેઈટરે પૈસા લીધા અને ભારતીય સિવાય દરેકને જમવાનું પીરસવા લાગ્યો.

ભારતીય વ્યક્તિ જરા પણ વિચલિત ન થતા અમેરિકન સામે જોયું અને ચિલ્લાયો “થેંક યુ”.
આ વાતે અમેરિકન ઘવાયો અને પાછું પોતાનું પર્સ કાઢ્યું અમે બુમ પાડી “વેઈટર,આ લે પૈસા અને પેલા ભારતીય સિવાય દરેકને એક એક દારૂની બોટલ અને જે જોઈએ તે બધું ખાવાનું આપ“ એટલે વેઈટરે ફરી તેની પાસેથી પૈસા લીધા અને ભારતીય સિવાય દરેકને દારૂ અને વધુ જમવાનું પીરસવા લાગ્યો.
જયારે વેઈટરે ભારતીય ને છોડી ને દરેક ને દારૂ અને ભોજન આપવાનું પૂરું કર્યું ત્યારે ભારતીય વ્યક્તિએ અમેરિકન સામે જોયું , સ્માઈલ કર્યું અને જોરથી ચિલ્લાયો “થેંક યુ”.આ વાતે અમેરિકનને બેબાકળો બનાવી દીધો તે કાઉનટર પર ઝૂક્યો અને વેઈટરના કાનમાં બબડ્યો “આ ભારતીયને તકલીફ શું છે, હું તેને છોડીને બધા માટે જમવાનું માંગવું છું ,તો તે ગુસ્સે થયા વગર બેઠો રહે છે ,સ્માઈલ કરે છે અને પછી ‘થેંક્યું’ બોલીને બરડે છે , શું તે ગાંડો છે ?”

વેઈટર અમેરિકન તરફ જોઈ હસ્યો અને કહ્યું “ ના એ ગાંડો નથી પણ તે આ હોટલ નો માલિક છે .

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

પરિવર્તનની શરૂઆત ખુદ થી કરો


ઘણા વખત પેલાં, એક મોટા રાજ્ય માં એક ચોર ચોરી કરતો હતો. પાંચ સૈનિક એના પાછળ ભાગ્યા. ચોર દૂર એક ખાડા માં સંતાઈ ગયો. પરંતુ સૈનિક એના ખાડા ના આગળ-પાછળ નજર રાખવા માંડ્યા. 

બહુ વાર પછી, સૈનિકો કંટાળી ને બીજી દિશામાં ચોર ને શોધવા દોડી ગયા. હવે, ચોર ને ભૂખ લાગવા મંડી એટલે એ પણ સાવધાની થી નિકળી ને ભાગ્યો. ભાગતા ભાગતા તે કે સાધુ ના આશ્રમ માં આવ્યો, જીવ બચાવવા માટે તેણે નક્કી કર્યું કે થોડા દિવસો સુધી તે આ આશ્રમ માં રહેશે. તે સાધુઓ ના વસ્ત્ર પેરી ને ત્યાં જ રહેવા લાગ્યો. સૈનિકો દિવસો સુધી ચોર ને શોધતા રહ્યા પણ સાધુઓ વચ્ચે રહેતા આ ચોર ને ઓળખી ના શક્યા.

હવે, આશ્રમ માં એ ચોર ને બધાં સાધુ ઓ બહુ પ્રેમથી અને આદર થી રાખતા. તેની ઘણી દેખભાળ થઈ. તે હવે પૂજાપાઠ માં અને ભગવાનની કથાઓ માં રસ લેવા લાગ્યો. તેને ભગવાન ના નામનો જપ કરવામાં બહુ જ આનંદ આવવા લાગ્યો અને જીવન સંપૂર્ણ લાગવા લાગ્યું. વર્ષોથી ચોરી કરતો આ માણસ ને આશ્ચર્ય એ વાતનું થતું કે તેનું મન પણ હરી ના નામ માં મગ્ન થઈ ગયું. 

ઘણા દિવસો પછી, રાજ્ય ના મહારાજ આયા. તેમણે બહુ વિનમ્રતા થી નિવેદન કર્યું કે ૧૦૦ સાધુઓ તેના રાજમહલ માં જમવા આવે અને આ નિમંત્રણ નો સ્વીકાર કરીને તેને ધન્ય કરે. ઘણા સમ્માન થી બધા સાધુઓ ને મહેલ માં બોલાવી ને તેમને જમાડ્યા. 

મિત્રો, આ ૧૦૦ સાધુઓ માંથી એક સાધુ પેલો ચોર હતો. જમતા જમતા એ ચોરે વિચાર્યું કે જે સૈનિકો તેને પકડીને જેલમાં નાખવા માટે દિવસરાત તેનો પીછો કરતાં હતા એ જ સૈનિકો આજે તેને સન્માનપૂર્વક જમાડી રહ્યા હતા.

સાધુ જીવન જીવતા આ ચોરે ઊંડો વિચાર કર્યો કે તેના કર્મ બદલતા જ તેનું જીવન અને ભાગ્ય બદલાઈ ગયું. તેણે જીવનભર ચોરી ન કરવાનો સંકલ્પ લીધો.

ગુજજુમિત્રો, આ વાર્તા સચોટ ઉદાહરણ છે કે જેવી કરણી , એવી ભરણી . મને આશા છે કે આ પ્રેરણાદાયી વાર્તા તમને સાચા નિર્ણય લેવામાં મદદ કરશે.

gujjumitro.com

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

જીવનમાં સંઘર્ષનું મહત્વ


એક વ્યકિત રસ્તા પર ચાલીને ઘરે જઈ રહ્યો હતો, રસ્તા પર તેની નજર વિશાળ વૃક્ષ નીચે રાખેલા પાણીના પરબ ઉપર પડી, પોતાને તરસ લાગી હોવાથી તે પરબનું પાણી પીને થોડી વાર માટે વૃક્ષ નીચે બેસી જાય છે, વૃક્ષ નીચે બેઠો હતો ત્યારે તેની નજર પાસે પડેલા ઈંડા ઉપર પડી. ઈંડા ને તે વ્યકિત પોતાની સાથે પોતાના ઘરે લઈ જઈ એક મખમલના કાપડ ઉપર રાખી દે છે. મખમલના કાપડ ઉપર રાખેલું ઈંડુ પતંગિયાનું હોય છે.

ઘર પર લઈ આવેલા ઈંડા ને તે વ્યકિત રોજ જોઈ ખાતરી કરતો કે તેમાંથી જીવ બહાર આવે છે કે નહી. થોડા દિવસ બાદ ઈંડામાં એક નાનું કાણું દેખાય છે, ઈંડામાં પડેલા કાણાને નિરખીને જુએ તો એક નાનું પતંગિયુ બહાર નીકળવાની ગડમથલ કરી રહ્યું હતું. ઘણા પ્રયત્નો કરવા છતાં તે નાનું પતંગિયુ બહાર આવી શકતું ના હતું. પતંગિયુ થોડી વાર માટે બહાર નીકળવાના પ્રયત્ન બંધ કરે છે. પતંગિયાની ગડમથલ જોઈ રહેલા વ્યક્તિને લાગ્યું કે પતંગિયુ થાકી ગયું હોવાથી નિકળી શકશે નહી. આથી તે વ્યકિતને પતંગિયાની દયા આવી. તેમણે હાથમા એક કાતર લીધી અને નિરાંતે કાળજી પૂર્વક ઈંડાનું બાકીનું પડ ખોલી નાખ્યું અટલે પતંગિયુ સહેલાઈથી બહાર આવી ગયું.

ઈંડાનું પડ હટતા સહેલાઈથી બહાર આવેલા પતંગિયાની પાંખો નાની અને નબળી હતી. તેમજ પતંગિયાનું શરીર પણ ફુલી ગયેલું હતું. તે વ્યક્તિ હજુ પતંગિયાને જોઈ રહ્યો હતો. વ્યક્તિને આશા હતી કે હમણા પાંખો મોટી થઈ પતંગિયુ ઉડવા લાગશે. પરંતુ વ્યક્તિની આશા પ્રમાણે કંઈ થયું નહીં. પતંગિયુ વ્યકિતની આશા મુજબ ઉડી તો ના શક્યું ઉલટાનું ફુલી ગયેલા શરીરના કારણે ચાલી પણ શકતું ના હતું અને પતંગિયાને પોતાની બાકીની જિંદગી પણ ફુલી ગયેલા શરીરે ઘસડાઈને પસાર કરવી પડી.

પતંગિયાને ઘસડાઈને ચાલતા જોઈ તે વ્યક્તિ ખુબ દુઃખી બન્યો. દયાથી પ્રેરાયેલો તે વ્યકિત ઉતાવળમા ઈશ્વરની કરામત સમજી શકયો નહીં કે ઈંડામા રહેલું પ્રવાહી પતંગિયાની પાંખોમા જાય ત્યારે પાંખો ઉડી શકે તેટલી મજબુત બને, પતંગિયાને ઉડવા માટે સક્ષમ બનાવનાર ઈંડા અંદર રહેલું પ્રવાહી હતું જે પતંગિયાના નીકળવાના સંઘર્ષ દરમિયાન પાંખો મજબુત બનાવતું હતું અને તેના માટે પતંગિયાને સંઘર્ષ કરવો જરૂરી હતો. પરંતુ તે વ્યક્તિએ કાતરથી ઈંડાનું પડ દુર કરી પતંગિયાને ઉડવા સક્ષમ કરતું પ્રવાહી પણ પતંગિયા સાથે બહાર કાઢી નાખ્યું આથી પતંગિયુ ઉડી શક્યું નહીં.

આપણા જીવનમાં પણ આવી ગડમથલ જરૂરી હોય છે. વ્યક્તિ સંઘર્ષ દ્વારા જ જીવન સંગ્રામનું બળ પ્રાપ્ત કરી શકે છે. સંઘર્ષ વગરનું જીવન નિર્માલ્ય બની જાય છે. આપણા વડીલો કહે છે કે ગોળાઈ અને ખાડાં કે ટેકરા વગરનો જીવન પથ વ્યક્તિને ક્યાંય લઈ જતો નથી..!!

http://www.janvajevu.com

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક કૂતરા અને મરઘા વચ્ચે ગજબની મિત્રતા હતી


એક કૂતરા અને મરઘા વચ્ચે ગજબની મિત્રતા હતી. એક દિવસ બંને ફરતા-ફરતા ગાઢ જંગલમાં પહોંચી ગયા. ધીમે ધીમે રાત પડી. મરઘો ડરી ગયો અને બોલ્યો હવે શું થશે? રાત્રે ઘરે પહોંચવું મુશ્કેલ થઈ જશે. કૂતરાએ તેને સમજાવ્યો કે ડરવાની કોઈ જરૂર નથી. તું ઊડીને પેલા ઝાડી પર બેસીને શાંતિથી રાત પસાર કરી દે.

હું પણ તે ઝાડની નીચે જ ઊંઘી જાઉ છું. જયારે સવાર પડશે ત્યારે સાથે પાછા જતાં રહીશું. રાત આરામથી પસાર થઈ ગઈ. સવાર પડતાં જ મરઘાએ પોતાની ટેવ અનુસાર કૂકડેકૂકની બાંગ પોકારી, જેને સાંભળીને એક શિયાળ ઝાડની પાસે આવી પહોંચ્યું.

મરઘાને જોઈને તે ખુશ થઈ ગયું કે આજની સવાર તો સારી પસાર થશે. ચતુર શિયાળે મરઘાને જણાવ્યું, અરે મરઘાભાઈ, કેટલું સરસ ગાઓ છો. થોડી વાર માટે નીચે આવો અને મને પણ ગાવાનું શીખવાડો ને. મરઘો પણ કંઈ બુઘ્ધુ ન હતો.

તે શિયાળના મનની વાત સમજી ગયું અને બોલ્યું કે હું હમણાં જ નીચે આવું છે, પહેલાં મારા મિત્રને તો જગાડી દો, જે પેલા ઝાડ નીચે આરામ કરી રહ્યો છે. તે વગાડશે અને આપણે બંને ગાઈશું. શિયાળ ખુશ થઈને પેલા ઝાડ પાસે ગયું જયાં કૂતરો ઊંઘતો હતો. કૂતરાને જોતાં જ તેના હાથ-પગ ધ્રૂજવા લાગ્યા અને તે ઊભી પૂંછડીએ ભાગ્યું.

મરઘાની વાત સાંભળીને કૂતરો સાવધાન થઈ ગયો હતો. તેણે એક ઝટકામાં જ શિયાળને પોતાના જડબામાં પકડી લીધું. આ જોઈને મરઘો બોલ્યો, આવ્યો તો મને ખાવા અને પોતાનો જ જીવ ગુમાવી બેઠો. અર્થાત્ દુરવ્યવહાર અને છળકપટનું ફળ ખરાબ જ મળે છે. પોતાના વ્યવહારને બધા પ્રત્યે સરળ અને પ્રેમાળ રાખવો જોઈએ.

હિરેન પટેલ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

અમેરિકાના એક શહેરના રસ્તા પર ગળામા પાટિયું


અમેરિકાના એક શહેરના રસ્તા પર ગળામા પાટિયું ટાંગીને એક માણસ ભીખ માંગી રહ્યો હતો. પાટિયા પર લખ્યું હતું.મને કેન્સર છે. મારી સારવાર માટે પૈસાની જરૂર છે.

રસ્તેથી પસાર થતા લોકો એની હેટમાં યથાશક્તિ ડોલર નાખતા જતા હતા.

એક પોલીસ ઓફિસર ત્યાંથી નીકળ્યો તેનું ધ્યાન પણ બોર્ડ પર પડ્યું. તેનું હૃદય દ્રવી ઉઠ્યું. કેન્સરની સારવાર કેટલી મોંઘી છે. અમેરિકામાં તો મેડિકલેમ વિના તમે હોસ્પિટલમાં દાખલ થાવ એટલે આખી જીંદગીની બચત વપરાઇ જાય. તેણે ખિસ્સામાં હાથ નાખ્યો અને જે સો બસ્સો ડોલર હાથમાં આવ્યા તે હેટમાં નાખી દીધા.

સાંજે તે ઘેર આવ્યો ત્યારે ટીવી પર પ્રસારિત થતા સમાચારમા પેલા ભીખારીનો ફોટો બતાવીને ન્યૂઝ એન્કર બોલતા હતા કે
આ ઠગ કેન્સરના નામે લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે.
તેની દીકરીએ તેના પપ્પાને સમાચાર બતાવીને કહ્યું કે આવા ઠગ ફરે છે સીટીમાં.
તેને મનમાં એ તાજું થઈ ગયું કે પોતે એને 200 ડોલર દાનમાં આપીને આવ્યો હતો.

પોલીસ ઓફિસર ફક્ત આટલું બોલ્યા. થેન્ક ગોડ એને કેન્સર નહોતું. આ માણસના મનની ઉદારતા જુઓ તેને છેતરાયાનો રંજ નથી. કોઈ માણસ સંભવિત ગંભીર રોગમાંથી મુક્ત છે તેની રાહત તેને લાગે છે.

રોહિત પટેલ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

રાજા ભોજના દરબારમાં ત્રણ પંડિતો હતા


રાજા ભોજના દરબારમાં ત્રણ પંડિતો હતા. ત્રણેયની સ્મૃતિ ખૂબ સારી હતી. પહેલો પંડિત એકપાઠી પંડિત હતો, બીજો દ્વિપાઠી અને ત્રીજો ત્રીપાઠી પંડિત હતો.પહેલા પંડિતને કોઈ પણ વાત એક વાર સાંભળીને યાદ રહી જાય.બીજા પંડિતને વાત બે વાર સાંભળીને યાદ રહી જાય અને ત્રીજા પંડિતને વાત ત્રણ વાર સાંભળીને યાદ રહી જાય.

ભોજ રાજાના દરબારમાં કોઈ પણ બ્રાહ્મણ નવો શ્લોક રચીને આવે તેને રાજા સોનામહોરથી નવાજતા.કોઈ પણ બ્રાહ્મણ નવા શ્લોક સાથે રાજા ભોજના દરબારમાં જાય અને તેનું પઠન કરે એટલે તરત એક પાઠી પંડિત “આ શ્લોક તો જાણીતો છે” એવુ કહીને તે શ્લોક બોલી બતાવે. એ સાંભળી દ્વિપાઠી પંડિત કહે,મેં પણ આ શ્લોક સાંભળેલ છે.તે પણ શ્લોક બોલી બતાવે.એવું જ ત્રીપાઠી પંડિત કરે.આમ ગરીબ બ્રાહ્મણને નવ રચિત શ્લોકનો પુરસ્કાર મળે નહીં.આવું હર વખતે થતું અને બ્રાહ્મણો નિરાશ થઈને પાછા જતા.એક બ્રાહ્મણ કાલિદાસ પાસે ગયો અને સઘળી વાત કરી. કાલિદાસે તે બ્રાહ્મણને એક શ્લોક રચીને આપ્યો અને કહ્યું કે તું આ શ્લોકનું પઠન કરજે.તેણે કાલિદાસે આપેલ શ્લોકનું પઠન કર્યું.એ શ્લોકનો એવો અર્થ થતો હતો કે હે રાજા મારા પિતાએ તમારા પિતાશ્રીને એક હજાર સોનામહોર ઉછીની આપી હતી જે તમારે મને પરત આપવાની થાય છે.જો આ ત્રણ પંડિતો એવું કહે કે આ શ્લોક તો સાંભળેલો છે તો એનો અર્થ એવો થાય કે એક હજાર સોનામહોર ઉછીની આપી હોવાની વાત સાચી છે અને રાજાએ શ્લોક બોલનાર બ્રાહ્મણને એક હજાર સોનામહોર આપવાની થાય. એ કારણે ત્રણેય પંડિતો ચૂપ રહયા અને પેલા બ્રાહ્મણને તેનો પુરસ્કાર મળી ગયો. કાલિદાસ ભોજરાજાના દરબારનું રત્ન હતા.

રોહિત પટેલ

Posted in भारत का गुप्त इतिहास- Bharat Ka rahasyamay Itihaas

बिठूर


11 सितम्बर 1857 आज का ही दिन था जब…बिठूर में एक पेड़ से बंधी 13 वर्ष की लड़की को, ब्रिटिश सेना ने जिंदा ही आग के हवाले किया, धूँ धूँ कर जलती वो लड़की, उफ़ तक न बोली और जिंदा लाश की तरह जलती हुई, राख में तब्दील हो गई।

ये लड़की थी नाना साहब पेशवा की दत्तक पुत्री मैना कुमारी।
जिसे 160 वर्ष पूर्व, आज ही के दिन, आउटरम नामक ब्रिटिश अधिकारी ने जिंदा जला दिया था।

जिसने 1857 क्रांति के दौरान, अपने पिता के साथ जाने से इसलिए मना कर दिया, की कही उसकी सुरक्षा के चलते, उसके पिता को देश सेवा में कोई समस्या न आये।और बिठूर के महल में रहना उचित समझा।

नाना साहब पर ब्रिटिश सरकार इनाम घोषित कर चुकी थी।
और जैसे ही उन्हें पता चला नाना साहब महल से बाहर है, ब्रिटिश सरकार ने महल घेर लिया, जहाँ उन्हें कुछ सैनिको के साथ बस मैना कुमारी ही मिली।

मैना कुमारी, ब्रटिश सैनिको को देख कर महल के गुप्त स्थानों में जा छुपी, ये देख ब्रिटिश अफसर आउटरम ने महल को तोप से उड़ने का आदेश दिया।। और ऐसा कर वो वहां से चला गया पर अपने कुछ सिपाहियों को वही छोड़ गया।
रात को मैना को जब लगा की सब लोग जा चुके है, और वो बहार निकली तो 2 सिपाहियों ने उसे पकड़ लिया और फिर आउटरम के सामने पेश किया।

आउटरम ने पहले मैना को एक पेड़ से बंधा, फिर मैना से नाना साहब के बारे में और क्रांति की गुप्त जानकारी जाननी चाही।
पर उस से मुह नही खोला।

यहाँ तक की आउटरम ने मैना कुमारी को जिंदा जलने की धमकी भी दी, पर उसने कहा की वो एक क्रांतिकारी की बेटी है, मृत्यु से नही डरती। ये देख आउटरम तिलमिला गया और उसने मैना कुमारी को जिंदा जलने का आदेश दे दिया।
इस पर भी मैना कुमारी, बिना प्रतिरोध के आग में जल गई, ताकि क्रांति की मशाल कभी न बुझे।

बिना खड्ग बिना ढाल वाली गैंग या धूर्त वामपंथी लेखक चाहे जो लिखे पर हमारी स्वतंत्रता इन जैसे असँख्य क्रांतिवीर और वीरांगनाओं के बलिदानों का ही प्रतिफल है ….और इनकी गाथाएँ आगे की पीढ़ी तक पहुँचनी चाहिए, इन्हें हर कृतज्ञ भारतीय का नमन पहुँचना चाहिये !

शत शत नमन है इस महान बाल वीरांगना को ! 🙏🏻
Nidhi Singh जी की wall se साभार

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક વ્રુધ્ધ માણસ અદાલતમાં દાખલ થયાં જેથી પોતાની શિકાયત જજ સામે રજૂ કરે.


એક વ્રુધ્ધ માણસ અદાલતમાં દાખલ થયાં જેથી પોતાની શિકાયત જજ સામે રજૂ કરે.

જજે પૂછ્યું : તમારો કેસ કોની વિરુધ્ધ છે?

તેમણે કહ્યું : મારા પુત્ર વિરુધ્ધ.

જજ હેરાન થયો અને પુછ્યું : શું ફરિયાદ છે?

વ્રુધ્ધે કહ્યું : હું મારા પુત્ર પાસેથી એની તાકત મુજબ માસિક ખર્ચો માંગી રહ્યો છું.

જજે કહ્યું : આ તો તમારો તમારા પુત્ર પર એવો હક છે કે જેની દલીલો સાંભળવાની કોઈ જરૂરત જ નથી.

વ્રુધ્ધે કહ્યું : જજ સાહબ ! એ છતાં કે હું માલદાર છું અને પૈસાની જરૂરત નથી, પરંતુ હું ઈચ્છું છું કે મારા પુત્ર પાસેથી માસિક ખર્ચ પ્રાપ્ત કરતો રહું.

જજ હેરાન થઈ ગયો અને એની પાસેથી એના પુત્રનું નામ અને સરનામું લઈ એને અદાલતમાં હાજર થવાનો હુકમ જારી કર્યો.

પુત્ર અદાલતમાં હાજર થયો તો જજે એને પૂછ્યું : આ તમારા પિતા છે?

પુત્રે કહ્યું : જી, હાં આ મારા પિતા છે.

જજે કહ્યું : તેમણે તમારા વિરુધ્ધ કેસ કર્યો છે કે તમે એમને માસિક ખર્ચ થોડો ઘણો પણ ખર્ચ આપતા રહો.

પુત્રે હેરાનીથી કહ્યું : તેઓ મારી પાસેથી ખર્ચ કેમ માંગી રહ્યા છે જ્યારે કે તેઓ ખુદ ખૂબ માલદાર છે અને એમને મારી મદદની કોઈ જરૂરત નથી.

જજે કહ્યું : આ તમારા પિતાની માંગ છે અને તેઓ પોતાની માંગમાં આઝાદ અને હક પર છે.

વ્રુધ્ધે કહ્યું : જજ સાહબ ! જો તમે ફક્ત માસિક એક ડોલર આપવાનો હુકમ આપશો તો પણ હું ખૂશ થઈ જઈશ પરંતુ શર્ત એટલી કે તે એક ડોલર મને પોતાના હાથથી મોડું કર્યા વગર આપ્યા કરે.

જજે કહ્યું : બિલકુલ એવું જ થશે, એ આપનો હક છે.

પછી જજે હુકમ જારી કર્યો કે ફલાણો પોતાના પિતાને પિતાની હયાતી સુધી માસિક એક ડોલર સમયસર પોતાના જ હાથથી આપ્યા કરશે.

અદાલતનો રૂમ છોડતા પહેલા જજે વ્રુધ્ધ બાપને પૂછ્યું : જો તમને ખોટું ન લાગે તો મને બતાવો કે તમે ખરેખર આ કેસ કેમ કર્યો? જ્યારે કે તમે માલદાર છો અને તમે ઘણી જ મામૂલી રકમની માંગણી કરી?

વ્રુધ્ધે રડતાં રડતાં કહ્યું : જજ સાહબ ! હું મારા તે પુત્રને જોવા માટે તરસી રહ્યો છું અને તેને તેના કામોએ એટલો વ્યસ્ત કરી દીધો છે કે મેં ઘણા લાંબા સમયથી એનો ચેહરો સુધ્ધાં નથી જોયો, જ્યારે કે હું મારા પુત્રને ખૂબ જ પ્રેમ કરું છું. અને દરેક ક્ષણે મારા દિલમાં એનો ખ્યાલ રહે છે, તે મારી સાથે ટેલિફોનથી પણ વાત સુધ્ધાં નથી કરતો, એ જ કારણથી કે હું એને જોઈ શકું ચાહે મહિનામાં એક વખત કેમ ન હોય ? એટલે મેં આ કેસ દાખલ કર્યો છે.

આ સાંભળી જજ બેકાબુ થઈ રડવા લાગ્યાં અને સાથે સાથે બીજાઓ પણ, અને વ્રુધ્ધ બાપ ને કહ્યું : ઇશ્વર સોગંધ ! જો તમે પહેલાથી મને આ બાબતની જાણ કરી હોત તો હું એને જેલની અને કોરા મારવાની સજા સંભળાવતો.

વ્રુધ્ધ બાપે મુસ્કુરાતા કહ્યું : મારા વ્હાલા જજ ! તમારો એ હુકમ મારા દિલને તકલીફ પહોંચાડતો.

કાશ !!! બાળકો જાણતા કે એમના માતા-પિતાના દિલોમાં એમની કેટલી લાગણીઓ છે, એના પહેલા કે સમય નીકળી જાય.

આ મેસેજ બીજાઓ સુધી પહોંચાડો જેથી ઇશ્વર કોઈની જીંદગી તમારા ઝરીયે બદલી દે.

*ઇશ્વર આપણા સૌને સીધા રસ્તાની સદ્બુદ્ધિ આપે.*

Manish Gajjar

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક કઠિયારો ખૂબ જ સમયથી એક શેઠને ત્યાં કામ કરતો


એક કઠિયારો ખૂબ જ સમયથી એક શેઠને ત્યાં કામ કરતો હોવા છતાં એને પગારવધારો મળતો ન હતો. તેવામાં શેઠે બીજા કઠિયારાને કામે રાખ્યો, બીજે જ વર્ષે તેનો પગાર વધવા માંડ્યો. આ જોઈ પહેલા કઠિયારાએ પોતાને તો કદી પગારવધારો નહિ મળવાની ફરિયાદ કરી. શેઠે જવાબ આપ્યો, વર્ષોથી જેટલાં ઝાડ તું કાપતો હતો, તેટલાં જ ઝાડ આજે પણ કાપે છે. ‘જો તું વધારે ઝાડ કાપી લાવ તો તનેય પગારવધારો મળે.’ જૂનો કઠિયારો ખુશ થતો કામે વળગ્યો, તેણે કામના કલાકો પણ વધારી દીધા. પણ એથીયે એની ઝાડ કાપવાની સંખ્યામાં વધારો ન થયો. એથી તેણે શેઠ પાસે જઈ પોતાની વ્યથા રજૂ કરી. નવો કઠિયારો શા માટે વધુ ઝાડ કાપી શકતો હતો, તેનું રહસ્ય જાણવા શેઠે તેને તેની સાથે મોકલ્યો. નવો કઠિયારો એક ઝાડ કાપી લેતો કે, તરત જ પોતાની કુહાડીની ધાર કાઢી લેતો. આ જોઈ જૂના કઠિયારાને પોતાનો જવાબ મળી ગયો.

ઈશ્ર્વરે તમામ લોકોને સરખી બુદ્ધિ આપી છે, છતાં અમુક લોકો ખૂબ જ સફળ, જ્યારે કેટલાક ઓછા અને કેટલાક ધરાર નિષ્ફળ રહેતા હોય છે. સફળ લોકો પોતાના પ્રત્યેક કામ કોઠાસૂઝ દ્વારા કરતા હોય માટે જ તેઓ સફળ થાય છે અને  આ કોઠાસૂઝ કેળવવાનું કુહાડીની ધાર સજાવવા બરાબર છે.

Gurjar Upendra