Posted in कृषि

અષાઢ માસનાં ભડલી વાક્યો


ભીમ અગિયારસ ગઈ… જેઠ માસ અડધો પુરો થવા આવ્યો ફક્ત ૧૫ દિવસ પછી મેઘરાજાનો ધોરી મહિનો અષાઢ શરૂ થશે, કચ્છી માડું નાં (૧૨મી જુલાઈ) નવ વર્ષ અને ભગવાન શ્રી જગન્નાથજી, બળભદ્ર અને સુભદ્રાજી ની અષાઢી બીજની રથયાત્રા (૧૩મી જુલાઇ) આવશે. અષાઢ માસ વર્ષાનો પહેલો મહિનો ગણાય છે તેના પર ખેતીનો પાયો છે, ભારત ખેતીપ્રધાન દેશ છે અને ખેડુત જનતાને વરસાદ સાથે પરાપૂર્વનાં સંબંધ છે. વરસાદની સચોટ આગાહી માટે ગુજરાતનાં જ નહિ પણ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબ સુધી જેનું નામ જાણીતું છે એવા લોકકવિ અને જનતાનાણ જ્યોતિષ તરીકે જાણીતા એવા ભડલી વાક્યોમાં અષાઢ માસ માટે ખાસ ભડલી વાક્યો પ્રસ્તુત છે.

ધર અષાઢી બીજડી નીમે નીરખી જોય,

સોમે, શુકરે, સુરગુરૂ, જળ બંબાકાર હોય,

રવિ તાતો બુધ શીતળો, મંગંળ વ્રષ્ટિ ન સોય

કરમ સંજોગે શનિ પડે, વિરલા જીવે કોય.

અષાઢ માસની પહેલી બીજે સોમ,શુક્ર અને ગુરૂવાર હોય તો ભારે વ્રષ્ટિ થાય, રવિ હોય તો તાતો ગણાય, બુધ શીતળ અને મંગળ હોય તો વ્રષ્ટિ ન થાય. નસીબ સંજોગે શનિવાર હોય તો કોઈ વિરલા જ જીવતા રહે. ( આ વરસે અષાઢી બીજ નાં દિવસે મંગળવાર છે)

અષાઢ સુદિ પંચમી જો ઝ્બુકે વીજઃ

દાણા વેચી ઘર કરો, રાખો બળદ ને બીજ.

સુદિ અષાઢી પંચમી, ગાજત ઘન ઘનઘોરઃ

ભડલી કહે તો જાણજે, મધુર મેઘાસોર.

ધોરી અષાઢી પંચમી, વાદળ હોય ન વીજઃ

વેચો હળ બળદને, નીપજે કંઇ ન ચીજ.

સુદિ અષાઢી સપ્તમી, શશી જો નિર્મળ દેખઃ

જા પિયુ! તુ તો માળવે, ભીખ માંગવી પેખ.

અષાઢ સુદી પાંચમે વીજળી થાય તો વરસ સારૂ પાકે એ કથન બહુ પ્રચલિત છે. અષાઢી પાંચમે ધનઘોર વાદળા ગાજે તો ભડલી કહે છે સારો વરસાદ થાય, પણ જો પાંચમે વાદળ ન હોય, વીજળી પણ ના થાય તો કોઈ ચીજ પાકશે નહી એમ ભડલીનું કથન છે. અષાઢ સુદી સાતમે જો ચંદ્ર વાદળ વગરનો નિર્મળ હોય તો દુકાળ પડશે. માટે પત્ની પતિને દુકાળમાંથી બચવા માળવા જવાનું કહે છે.

અષાઢ સુદિ નવમી દિને, વાદલડાનો ચંદ્રઃ

તો ભાગે ભડલી ખરૂ, ભોભ ઘણો આનંદ.

શનિ રવિ ને મંગળે, જો પોઢે જદુરાયઃ

અન્ન બહું મોંઘુ સહી, દુઃખ પ્રજાને થાય.

અષાઢ સુદ નોમની સવારે સૂર્ય નિર્મળ (વાદળ વગરનો) ઉગે અને ચંદ્ર-વાદળ છાયો હોયતો ભરપૂર મેઘ થાય અને ધરતી ઉપર આનંદ ફેલાય, જો દેવ-પોઢી એકાદશી(અષાઢ સુદ અગિયારશ) જો શનિવાર, રવિવાર કે મંગળવાર આવે તો અનાજ બહું મોંધુ થાય અને પ્રજા દુઃખી થાય(લાગે છે કે છેલ્લ ઘણા વર્ષોથી દેવ-પોઢી એકાદશી શનિ,રવિ કે મંગળવારે જ આવતી હશે)

અષાઢ માસે દો દિન સારા આઠમ પૂનમ ધોર અંધારાઃ

ભડલી કહે મે પાયા છેહ, જિતના બાદલ ઇતના મેહ.

અષાઢી પુનમની સાંજ, દિન વાદળ હોય નભમાંયઃ

પૂર્વ દિશા ઉત્તર ઇશાન, જોરે વહેતો સમ્યો મન.

અગ્નિ નૈઋત્ય વાયું કોણ, નાશે સબળો પવન જાણઃ

દક્ષિણ પશ્રિમ ધો એવ, કહે જાણ્યા જોષી સહદેવ.

અષાઢમાં આઠમ અને પુનમનાં દિવશે ખુબ વાદળ છવાયા હોય તો સારા. ભડલી કહે છે કે જેટલા વાદળ તેટલોજ સારો વરસાદ સમજી લેવો. અષાઢી પુનમની સાંજે ધજા બાંધીને પવનની દિશા જોવાની રીત તથા એનું ફળ ભડલી બતાવે છે. જો પૂર્વ, ઉત્તર કે ઇશાનનો પવન વાતો હોય તો તે વ્રષ્ટિ લાવનાર તથા સારૂ અનાજ આપનારો જાણવો. જો અગ્નિ અને નૈઋત્ય કોણનો પવન વાતો હોયતો સામય સાધારણ જાણવો અથવા અર્ધદુકાળ સમજવો.

અષાઢ માસનાં ભડલી વાક્યો

ભીમ અગિયારસ ગઈ… જેઠ માસ અડધો પુરો થવા આવ્યો ફક્ત ૧૫ દિવસ પછી મેઘરાજાનો ધોરી મહિનો અષાઢ શરૂ થશે, કચ્છી માડું નાં (૧૨મી જુલાઈ) નવ વર્ષ અને ભગવાન શ્રી જગન્નાથજી, બળભદ્ર અને સુભદ્રાજી ની અષાઢી બીજની રથયાત્રા (૧૩મી જુલાઇ) આવશે. અષાઢ માસ વર્ષાનો પહેલો મહિનો ગણાય છે તેના પર ખેતીનો પાયો છે, ભારત ખેતીપ્રધાન દેશ છે અને ખેડુત જનતાને વરસાદ સાથે પરાપૂર્વનાં સંબંધ છે. વરસાદની સચોટ આગાહી માટે ગુજરાતનાં જ નહિ પણ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબ સુધી જેનું નામ જાણીતું છે એવા લોકકવિ અને જનતાનાણ જ્યોતિષ તરીકે જાણીતા એવા ભડલી વાક્યોમાં અષાઢ માસ માટે ખાસ ભડલી વાક્યો પ્રસ્તુત છે.

ધર અષાઢી બીજડી નીમે નીરખી જોય,

સોમે, શુકરે, સુરગુરૂ, જળ બંબાકાર હોય,

રવિ તાતો બુધ શીતળો, મંગંળ વ્રષ્ટિ ન સોય

કરમ સંજોગે શનિ પડે, વિરલા જીવે કોય.

અષાઢ માસની પહેલી બીજે સોમ,શુક્ર અને ગુરૂવાર હોય તો ભારે વ્રષ્ટિ થાય, રવિ હોય તો તાતો ગણાય, બુધ શીતળ અને મંગળ હોય તો વ્રષ્ટિ ન થાય. નસીબ સંજોગે શનિવાર હોય તો કોઈ વિરલા જ જીવતા રહે. ( આ વરસે અષાઢી બીજ નાં દિવસે મંગળવાર છે)

અષાઢ સુદિ પંચમી જો ઝ્બુકે વીજઃ

દાણા વેચી ઘર કરો, રાખો બળદ ને બીજ.

સુદિ અષાઢી પંચમી, ગાજત ઘન ઘનઘોરઃ

ભડલી કહે તો જાણજે, મધુર મેઘાસોર.

ધોરી અષાઢી પંચમી, વાદળ હોય ન વીજઃ

વેચો હળ બળદને, નીપજે કંઇ ન ચીજ.

સુદિ અષાઢી સપ્તમી, શશી જો નિર્મળ દેખઃ

જા પિયુ! તુ તો માળવે, ભીખ માંગવી પેખ.

અષાઢ સુદી પાંચમે વીજળી થાય તો વરસ સારૂ પાકે એ કથન બહુ પ્રચલિત છે. અષાઢી પાંચમે ધનઘોર વાદળા ગાજે તો ભડલી કહે છે સારો વરસાદ થાય, પણ જો પાંચમે વાદળ ન હોય, વીજળી પણ ના થાય તો કોઈ ચીજ પાકશે નહી એમ ભડલીનું કથન છે. અષાઢ સુદી સાતમે જો ચંદ્ર વાદળ વગરનો નિર્મળ હોય તો દુકાળ પડશે. માટે પત્ની પતિને દુકાળમાંથી બચવા માળવા જવાનું કહે છે.

અષાઢ સુદિ નવમી દિને, વાદલડાનો ચંદ્રઃ

તો ભાગે ભડલી ખરૂ, ભોભ ઘણો આનંદ.

શનિ રવિ ને મંગળે, જો પોઢે જદુરાયઃ

અન્ન બહું મોંઘુ સહી, દુઃખ પ્રજાને થાય.

અષાઢ સુદ નોમની સવારે સૂર્ય નિર્મળ (વાદળ વગરનો) ઉગે અને ચંદ્ર-વાદળ છાયો હોયતો ભરપૂર મેઘ થાય અને ધરતી ઉપર આનંદ ફેલાય, જો દેવ-પોઢી એકાદશી(અષાઢ સુદ અગિયારશ) જો શનિવાર, રવિવાર કે મંગળવાર આવે તો અનાજ બહું મોંધુ થાય અને પ્રજા દુઃખી થાય(લાગે છે કે છેલ્લ ઘણા વર્ષોથી દેવ-પોઢી એકાદશી શનિ,રવિ કે મંગળવારે જ આવતી હશે)

અષાઢ માસે દો દિન સારા આઠમ પૂનમ ધોર અંધારાઃ

ભડલી કહે મે પાયા છેહ, જિતના બાદલ ઇતના મેહ.

અષાઢી પુનમની સાંજ, દિન વાદળ હોય નભમાંયઃ

પૂર્વ દિશા ઉત્તર ઇશાન, જોરે વહેતો સમ્યો મન.

અગ્નિ નૈઋત્ય વાયું કોણ, નાશે સબળો પવન જાણઃ

દક્ષિણ પશ્રિમ ધો એવ, કહે જાણ્યા જોષી સહદેવ.

અષાઢમાં આઠમ અને પુનમનાં દિવશે ખુબ વાદળ છવાયા હોય તો સારા. ભડલી કહે છે કે જેટલા વાદળ તેટલોજ સારો વરસાદ સમજી લેવો. અષાઢી પુનમની સાંજે ધજા બાંધીને પવનની દિશા જોવાની રીત તથા એનું ફળ ભડલી બતાવે છે. જો પૂર્વ, ઉત્તર કે ઇશાનનો પવન વાતો હોય તો તે વ્રષ્ટિ લાવનાર તથા સારૂ અનાજ આપનારો જાણવો. જો અગ્નિ અને નૈઋત્ય કોણનો પવન વાતો હોયતો સામય સાધારણ જાણવો અથવા અર્ધદુકાળ સમજવો.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

❤️बुद्धिमानी ❤️

गाँव का नाम था ठगपुरा। गाँव का बच्चा-बच्चा जैसे माँ के पेट से ठगी सीख कर आया था । ठगी के काम से गाँव का कोई भी इन्सान खुद को बचा ना सका था। उसी गाँव में नन्दू के चाचा भी रहते थे। ठगपुरा में रहने कारण नन्दू के चाचा भी इस ठगी की संज्ञा से बच न सके थे। ठगी के बेमिसाल ज्ञाताओं में उनकी गिनती होती थी।

इसी कारण उन्हें गाँव वालों ने चाचा ठग का नाम दे दिया था। मगर सब उन्हें सिर्फ चाचा ही कहते थे। नन्दू आज पहली बार अपने चाचा के गाँव आया था, इसी कारण वह गाँव के लोगों के स्वभाव से परिचित न था।

शाम को चाचा ने उससे पूछा-“बेटा! तुम यहाँ कितने दिन रहने आये हो?”

अपने चाचा के इस प्रश्न पर नन्दू हड़बड़ा गया। वह बोला- “बस चाचा, तीन-चार दिन, फिर मुझे मामी के यहाँ जाना है।”

“ठीक है बेटे!” कहकर चाचा अपने काम में लग गये । मगर नन्दू की समझ में यह ना आया कि उसके चाचा ने उससे ऐसा प्रश्न क्यों किया था, इस बारे में वह काफी देर तक सोचता रहा, मगर उसकी समझ में ना आया। आखिरकार वह सो गया।

अगले दिन उसके चाचा ने कहा-बेटे मैं खेत पर जा रहा हूँ, मगर जाने से पहले एक बात बता देना उचित समझता हूँ। देखो बेटा, समय बहुत खराब है। वैसे भी यह गाँव बदनाम है और गाँव वाले भी कुछ ऐसे ही हैं। बाहर से आने वाले को यहाँ खास सावधानी बरतनी पड़ती है । अतः घर से ज्यादा दूर मत जाना।” कहकर चाचा खेत पर चले गये।

दोपहर के समय नन्दू ने सोचा कि क्यों ना गाँव की रौनक ही देख ली जाए। यह सोचकर वह घर से बाहर निकल गया। अभी वह कुछ दूर चला ही था कि अचानक उसके पास एक आदमी आया। नन्दू ने देखा कि वह एक आंख

से काना था। नन्दू के पास आते ही वह बोला।

“काहे भैया! का हाल है। मेरा नाम अच्छन है, तुम राघव हो ना ?”

“नहीं, मेरा नाम नन्दू है।” नन्दू ने कहा।

“ओहो” वह व्यक्ति अंगड़ाई तोड़ बोला-“अच्छा-अच्छा! नाम में कुछ गलती हो गयी। वैसे मैं तुम्हें अच्छी तरह पहचानता हूँ। तुम्हारे दादा से मेरे बड़े अच्छे सम्बन्ध थे। अच्छी बैठक रहती थी, हुक्का पानी रहता और भी साथ था वे मेरे मेरहबानों में से… ।”

नन्दू ने उसकी बात काटकर कहा-“उन्हें तो गुजरे हुए भी वर्षो हो गये। आपकी उम्र तो अभी बहुत कम है। इसीलिए आप उनके साथियों में से मालूम नहीं पड़ते।”

“ओह यह बात नहीं है बेटे! असल में मैं अपनी देखरेख बहुत ज्यादा रखता हूं। इसलिए मेरी उम्र का एहसास नहीं होता। खैर छोड़ो ! अब काम की बात पर आ जाओ।” वह व्यक्ति बोला।

“काम की बात? कौनसे काम की बात?” नन्दू ने हैरानी से उस व्यक्ति को घूरा। “मैं बताता हूँ बेटे! जरा कान खोल कर सुनो!” वह व्यक्ति बहुत ही प्यार से बोला-“वैसे तो तुम खुद ही देख रहे हो मेरी एक आँख नहीं है, जानते हो इसका क्या कारण है?”

“ना तो मैं जानता हू और ना जानना चाहता ।” नन्दू बिना वजह गले पड़ी इस मुसीबत से पीछा छुड़ाना चाह रहा था। अत: इतना कहकर जैसे ही वह आगे बढ़ा, उस व्यक्ति ने उसका हाथ थाम लिया और बोला-

“सुनो बेटे! पहले मेरी सुनो! जानते हो मेरी एक आंख क्यों है, क्योंकि दूसरी आख तुम्हारे दादा पास गिरवी रखी है। उन्होंने वायदा किया था तुम उनकी पीढ़ी-दर-पीढ़ी से भी ले लेना। संयोग से आज उनके पोते यानि तुमसे भेट हो गई। इसलिए लाओ, दे दो मेरी आँख” वह बहुत ही मीठे स्वर में बात कर रहा था।

यह सुनकर नन्दू घबरा गया- “यह तो अजीब मुसीबत है। उसने सोचा।”

नन्दू की खामोशी देखकर वह व्यक्ति गरमी अख्तियार करने लगा। बात बढ़ने लगी तो नन्दू को एक उपाय सूझा। वह उस व्यक्ति से बोला-“ठीक है। भाई! यदि तुम्हारी आँख हमारे यहाँ गिरवी रखी है तो तुम घर चलो। चाचा के पास रखी तो है, मगर वे मुझे हाथ नहीं लगाने देंगे। तुम्हीं चलकर ले लो।”

यह सुनकर अच्छन नामक वह व्यक्ति नन्दू के साथ चाचा के घर की ओर रवाना हो गया।

घर पहुंचकर उसने पाया कि चाचा उसी का इन्तजार कर रहे हैं, उसने जल्दी-जल्दी चाचा को सारी बातें बताईं। हालांकि चाचा उसके साथ अच्छन को देखते ही समझ गये थे कि मामला गड़बड़ है, फिर भी नन्दू से सारी बात सुनने के बाद उन्होंने अन्जान बनकर अच्छन से पूछा- “कहो भाई अच्छन! कैसे आना हुआ?”

“जी कुछ ऐसी वैसी बात नहीं है, वैसे आप तो जानते ही होंगे कि इनके दादा, यानि आपके पिताजी बड़े सज्जन पुरुष थे। सारे गाँव की देखभाल रखते थे और आड़े टैम मै सबकी मदद भी करते थे ।” अच्छन ने कहा।

“जी! वह तो ठीक है, मगर यह तो बताइये कि आज आपको हमारे पिताजी की याद कैसे आ गई?” चाचा ने मुस्कुराकर पूछा।

“अब काहै बताऊँ चाचा । याद तो बहुत दिनों से आ रही थी मगर अब तक दिल में ही छुपा रखी थी।” अच्छन अपनी बात पर खुद ही ठहाका लगा बैठा। मजबूरी वश चाचा को भी उसकी हंसी में हिस्सा लेना पड़ा।

“असल में चाचा बात ये है कि एक बार गाँव में बड़ी भयंकर बीमारी फैल गई थी, तो मैंने अपने बीवी-बच्चों और जमीन को बचाने के लिए आपके पिताजी के पास अपनी एक आँख गिरवी रख दी थी। अब यह रही उधार ली गई रकम और अब मैं नन्दू से अपनी आँख वापस मांग रहा हूं। यह इस बात के फैसले के लिए मुझे आपके पास ले आया ।”

तब चाचा ने अच्छन को समझा बुझाकर एक दिन की मोहलत ले ली।

अच्छन के जाने के बाद चाचा ने नन्दू से कहा-देखा! हो गया ना लफड़ा, इसीलिए तो मैं तुमसे पूछ रहा था कि कितने दिन रहोगे ।”

नन्दू चुप रहा। फिर चाचा पास के बूचड़खाने की ओर रवाना हुए। वहाँ पहुँचकर उन्होंने कुछ भेड़ बकरियों की आँखें खरीदीं और वापस लौट आए। वापस आकर उन्होंने नन्दू को कुछ समझाया और दोनों सो गये।

अगले दिन अच्छन मियां चाचा के यहाँ पहुँचे। उन्होंने देखा कि चाचा घर पर नहीं हैं, उन्होंने नन्दू पर अपनी हेकड़ी जमानी शुरू कर दी । बोले- “देखो नन्दू भाई, जल्दी से मुझे मेरी आँख ला दो।” वह जानता था कि नन्दू के पास आँख होगी ही नहीं तो वह देगा कहां से?”

मगर नन्दू ने उसकी आशाओं पर पानी फेर दिया। वह तेजी से अन्दर गया और चाचा की योजना के तहत वह अन्दर से एक बकरी की आँख ले आया।

और अच्छन से बोला-“लो भाईतुम्हारी आँख”

अच्छन ने चौंक कर नन्दू की हथेली पर रखी आँख को देखा फिर उसे अपने हाथ में लेकर उलट-पुलट कर देखने लगा। वह मन ही मन परेशान भी हो रहा था, मगर आखिरकार ठगपुरा की इज्जत का प्रश्न था। उलट-पुलट कर देखने के बाद अच्छन ने मुंह बनाकर कहा।

यह तो बड़ी है, यह मेरी आँख नहीं है।” वह समझ रहा था कि नन्दू के पास वही एक आँख होगी।

मगर ऐसा तो था ही नहीं। नन्दू वापस अन्दर गया और दूसरी आँख ले आया और बोला- “तब यह वाली होगी?”

दूसरी आँख देखते ही अच्छन के होश-मन्तर होने को तैयार हो गये।

मगर जल्दी ही उसने खुद को सम्भाल लिया और बोला-“नहीं, यह भी मेरी आँख नहीं है

तब नन्दू ने योजनाबद्ध तरीके से एक-दो बार और आँखें दिखाईं, मगर जब अच्छन ने उन्हें अपनी आंखें ना बताई तो नन्दू झुझलाकर वह टोकरी जिसमें आंखें रखी थीं, उठा लाया और अच्छन के सामने पटक कर बोला-“इसमें से छाँट ले अपनी । तुम्हारे जैसे बहुत से गरीबों ने दादाजी के पास अपनी आँखें गिरवी रख दी थीं।”

यह सुन और देखकर अच्छन ने झेप उतारने के लिए सभी आँखों से अपनी आँख ढूंढ़ने का नाटक किया फिर कुछ देर बाद गुस्से में भरते हुए बोला-“यह क्या मजाक है?”

“क्यों, क्या हुआ?” नन्दू ने जल्दी से पूछा।

“देखो चुपचाप, शराफत से मुझे मेरी आँख वापस लौटा दो… ” वह आग-बबूला होने का भरसक प्रयास करते हुए बोला।

क्यों इसमें तुम्हारी आँख नहीं है क्या?” नन्दू ने उसकी बात काट कर पूछा।

“लड़के मुझे ज्यादा बकवास पसन्द नहीं है, शराफत से मेरी आंख दो वरना.दुगुनी रकम वसूल लुगा।” उसने नन्दू के आगे टोकने से पहले ही जल्दी-जल्दी सब कुछ कह डाला।

यह गरमा-गरमी सुनकर अन्दर खामोश बैठे, नन्दू से यह सब नाटक करवा रहे चाचा फुर्ती से बाहर आए -“बोले

अच्छन भाई! इस तरह तो तुम्हारी आँख मिलने से रही। ऐसा करो तुम अपनी आँख नन्दू को दे जाओ, ताकि कल वह तुम्हारी दूसरी आंख से मिलाकर वैसी ही आँख तलाश दे।”

“क्या?” अच्छन का मुंह खुला का खुला रह गया।

“अगर कहो तो मैं निकाल दें अच्छन भाई?” चाचा ने गम्भीर मुद्रा बनाकर कहा।

इतना सुनते ही अच्छन मियाँ वहाँ से इस तरह भागे जैसे उनके पीछे यमदूत पड़े हों।

अच्छन मियाँ को इस तरह भागते देख चाचा-भतीजे खिल-खिलाकर हंस पड़े। इस तरह चाचा ने नन्दू की जान बचा कर बुद्धिमत्ता की नई मिसाल कायम कर दी।

यह कहानी सिद्ध करती है कि बुद्धिमान कभी मात नहीं खाता, अतः हमें बुद्धिमान बनने के लिए सतत् प्रयास करते रहना चाहिए।

शिक्षा-“अवसर पड़ने पर जो युक्ति काम कर जाये, वही बुद्धिमत्ता कहलाती है। इसलिये अपनी बुद्धि का प्रयोग उसी जगह करना चाहिए जहाँ उसकी आवश्यकता हो।”

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ખૂબ જ હોંશિયાર એવો અતિશ્રીમંત ઘરનો એક
નવયુવક કૉલેજના અંતિમ
વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.
એના પિતા એ વિસ્તારના સૌ થી ધનવાન અને
પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા.
એના પિતાએ પૂછયું કે
પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે ? દીકરાએ
જવાબ આપ્યો કે કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ
નંબર આવી જાય તો પણ નવાઈ નહીં. બાપ આ
સાંભળીને
ખૂબ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકે
ફરી પૂછ્યું
કે, ‘પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે
તો ફલાણા શૉરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટસ
કાર મને ભેટમાં આપશો ખરા ?’
બાપે હા પાડી. એના માટે
તો આવી કારની ખરીદી એ
રમતવાત હતી. પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો.

કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી.
એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો.
મહેનતુ અને હોશિયાર તોએ હતો જ. રોજ
કૉલેજથી આવતાં જતાં એ પેલા શૉ-રૂમ પાસે
ઊભો રહી હોન્ડા-સ્પૉર્ટસ-કારને બેક્ષણ જોઈ
લેતો.
થોડા દિવસો પછી જ આ કારના સ્ટિયરિંગ પર
પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચારમાત્ર એને
રોમાંચિત કરી દેતો. એની પરીક્ષા ખૂબ જ સરસ
રહી.
યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે એવી જાણ
થતાં જ એણે કૉલેજ પરથી પોતાના પિતાને ફોન
કરી દીધો. પોતાની ભેટની વાત પણ યાદ કરી. ઘર
નજીક એ ઘરે પહોંચ્યો.
કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને
આંગણામાં એણે નજર નાખી, પણ પેલી કાર ક્યાંય
દેખાઈ નહીં. એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ
ગયો.
કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ
વિચારીને એ ઘરમાં દાખલ થયો. નોકરે એને
આવીને
કહ્યું કે શેઠ સાહેબ
એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે.
દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો.
એના પિતાજી જાણે એના આવવાની રાહ જ જોઈ
રહ્યા હોય તેવું લાગ્યું. એના આવતાં જ એમણે
ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો. અમીર
બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે
તાગડધિન્ના કરવાને બદલે દિલ દઈને
ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે
એવું પણ કહ્યું. પછી સુંદર કાગળમાં વીંટાળેલું એક
નાનકડું બૉક્સ એને આપીને કહ્યું ; ‘દીકરા, આમ

આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે. આ લે
તારા માટે મારા તરફથીઉત્તમ ભેટ !’ એટલું
કહી બૉક્સ દીકરાના હાથમાં આપી તેઓ
પોતાના કામે
જવા નીકળી ગયા.
પિતાના ગયા પછી દીકરાએ બૉક્સ ખોલ્યું. જોયું
તો એમાં પાકા પૂઠાંવાળું સોનેરી અક્ષરોથી લખાયેલું
રામાયણ હતું. રામાયણ બંને હાથમાં પકડીને એ
થોડી વાર એની સામે જોઈ રહ્યો. એને અત્યંત
ગુસ્સો આવ્યો. રામાયણ એમ જ ટેબલ પર મૂકીને
એ વિચારમાં પડી ગયો. ઘરમાં અઢળક
પૈસો હોવાછતાં પોતાની એક જ
માગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ
વાત એને હાડોહાડ કોરી ખાતી હતી. સ્પોર્ટસ કાર
અપાવવાની હા પાડ્યા પછી પણ પિતાનો જીવ ન
ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું.
એ પોતે પણ સ્વમાની હતો. એટલે બીજી વખત
પિતા પાસે માગવાનો કે એમને યાદ
અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા થતો.
ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો.
એમાં ટૂકમાં એટલું જ લખ્યું કે, ‘પૂજ્ય પિતાજી,
સ્પૉર્ટસ કારને બદલે રામાયણ
આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ
માનું
છું. પણ મારે સ્પૉર્ટસકાર જોઈતી હતી. હું
ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું તે નહીં કહું. જ્યારે
તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે
તમને મોં બતાવીશ. એ જ… પ્રણામ.’
ચિઠ્ઠી રામાયણના બૉક્સ પર મૂકી એ
ઘરેથી નીકળી ગયો.
વરસો વીતી ગયાં. યુવકનાં નસીબ ખૂબ સારાં હતાં.
મહેનતુ અને હોશિયાર તો એ હતો એટલે એણે જે
બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને
અણધારી સફળતામળી અને એ અતિશ્રીમંત
બની ગયો. સુંદર મજાનું ઘર બનાવી એણે લગ્ન
પણ કરી લીધાં. વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ
પિતા યાદ આવી જતા.પરંતુ એ પ્રેમાળ
ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને
તરત જ દેખાતો. માતાના મૃત્યુ પછી પોતે
આટલા વરસમાં એક સ્પોર્ટસ-કાર જ માગી અને
અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ કારને બદલે
ફિલૉસૉફી ઝાડવા ફકત રામાયણ જ
આપ્યું, એ યાદ આવતાં જ એનું મન
કડવાશથી ભરાઈ જતું.
પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ
એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી. હવે
તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે. કંઈ
નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ.
વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ
શાતા વળતી હોય છે. પિતા સાથે ફોન પર વાત
કરવાની એને અતિતીવ્ર ઈચ્છા થઈ આવી. આમેય
સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય
છે
અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ
થાય કે, ‘અરે ! આવા નાનાઅને વાહિયાત કારણ
માટે
આપણે આટલા બધા ગુસ્સે થયા હતા ?!’ આવું જ
કંઈક એ યુવાનની સાથે બની રહ્યું હતું. એણે ફોન
લઈ પોતાના ઘરનો નંબર ઘુમાવ્યો.
સામા છેડે જ્યારે કોઈએ ફોન ઊંચક્યો ત્યારે
એના ધબકારા ખૂબ વધી ગયા હતા. પિતાજી સાથે
પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ સાથે
એણે ‘હેલો !’ કહ્યું. પણ એને નિરાશા સાંપડી.

04:33 સામા છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર
હતો. નોકરે કહ્યું કે : ‘શેઠ સાહેબ
તો અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા. તમે
પોતાનું
સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ શી રીતે
કરી શકાય ? પણ મરતાં સુધી તમને યાદ કરીને
રડતા હતા. એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય
પણ
આવે તો તમને બધો કારોબાર
સંભાળવા બોલાવી લેવા. એટલે તમે આવી જાવ !’
પેલા યુવક પર તો જાણે વજ્રઘાત થયો.
પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ
મળી ન શકાયું એ વાતની વેદનાએ એના હૈયાને
વલોવી નાખ્યું. પણ હવે શું થાય ? પોતાના ઘરે
પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન
તરફ
પ્રયાણ કર્યું. ઘરે આવીને સીધો જ એ
પોતાના પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે
ઊભા રહેતાં જ એની આંખો વરસી પડી. થોડી વાર
આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો.
પછી પોતાના રૂમમાં આવ્યો.
એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ
સોનેરી અક્ષરવાળા રામાયણ પર પડી, આ એ જ
રામાયણ હતું જેના કારણે એણે ઘર છોડ્યું હતું.
એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાશ
ગાયબ થઈ ગઈ હતી. એણે રામાયણ હાથમાં લઈ
ખોલ્યું. પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું
હતું:
‘હે ભગવાન ! મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને
ભેટ
કઈ રીતે આપવી તે તું મને શિખવાડજે. એણે
માગેલ
વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ
આપી શકું એવું કરજે.’
એ યુવકને આજે પોતાના પિતાએ લખેલ આ
શબ્દો રામાયણના શબ્દો જેટલા જ મહાન લાગ્યા.
એ શબ્દોને ચૂમવા એણે રામાયણને હોઠે લગાડ્યું.

જ વખતે એનાં પાનાંઓ વચ્ચે ક્યાંક છુપાયેલ એક
નાનકડું કવર નીચે જમીન પર પડ્યું.
પેલા યુવાને એ કવર ખોલ્યું.
એમાં હોન્ડા સ્પૉર્ટસ-કારની ચાવી અને સંપૂર્ણ
ચૂકતે લખેલું પેલા શૉ-રૂમનું બિલ હતું. એના પર
તારીખ હતી : એ પ્રથમ નંબરે પાસ થઈને
આવ્યો હતો એ જ દિવસની….!કંઈકેટલીય વાર
સુધી એ નીચે બેસી રહ્યો. પછી હૃદય ફાટી જાય
એટલું બધું રડ્યો. ધ્રુસકે ધ્રુસકે. એ
પછી કલાકો સુધી સૂનમૂન બની એ
પોતાનાપિતાજીની છબી સામે જોતો રહ્યો.
ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે
એનો સ્વીકાર કરીએ એ તો કેવું ? વડીલો તો ઠીક,
ભગવાન તરફથી જુદી જુદી રીતે પૅકિંગ કરાયેલ
આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર
કરતાં હોઈશું ? કારણ એક જ કે
આપણી ધારણા પ્રમાણે એનું પૅકિંગ થયું
નથી હોતું.
બસ ! એટલું જ !!

Posted in હાસ્ય કવિતા

તુંબડું જે એક પ્રકાર નું ફળ છે જે કડવું હોઈ છે


સબ તીરથ કર આઈ તુંબડીયાં…
સબ તીરથ કર આઈ
ગંગા નાઈ ગોમતિ નાઈ
અડસઠ તીરથ ધાઈ
નિત નિત ઉઠ મંદિરમેં આઈ
તો ભી ન ગઈ કડવાઇ
તુંબડીયાં સબ તીરથ કર આઈ….


સત્ ગુરુ સંકટે નજર ચડી જબ
અપને પાસ મંગાઈ
કાટ-કૂટ કર સાફ બનાઈ
અંદર રાખ મિલાઈ
તુંબડીયાં સબ તીરથ કર આઈ….


રાખ મિલાકર પાક બનાઈ
તબ તો ગઈ કડવાઈ
અર્મૃત જલ ભર લાઈ
સંતન કે મન ભાઈ
તુંબડીયાં સબ તીરથ કર આઈ….


યે બાતા સબ સત્ય સુનાઈ જુઠ્ઠ નહિ હૈ મેરે ભાઈ
દાસ સતાર તુંબડીયાં ફિર તો
કરતી ફીરે ઠકુરાઈ
તુંબડીયાં સબ તીરથ કર આઈ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક વખત એક માણસ ના ખીસ્સામાં 2000 રૂપિયાની નોટ અને એક રૂપિયાનો સિક્કો ભેગા થયા. M

સિક્કો તો અભીભૂત થઇને નોટની સામે જોયા જ કરતો હતો.

નોટે પુછ્યુ, “આટલું ધ્યાનપૂર્વક શું જુએ છે?’

સિક્કાએ કહ્યુ, “આપના જેટલા મોટા મૂલ્યની વ્યક્તિ સાથે ક્યારેય મૂલાકાત થઇ નથી એટલે આપને જોવ છું.

આપનો જન્મ થયો ત્યારથી અત્યાર સુધીમાં આપ કેટલું બધુ ફર્યા હશો !

આપનું મૂલ્ય મારા કરતા હજારગણું વધારે છે એટલે કેટલા લોકોને ઉપયોગી થયા હશો ?”

નોટે દુ:ખી વદને કહ્યુ, “ભાઇ, તું વિચારે છે એવું કંઇ નથી.

હું એક ઉદ્યોગપતિના કબજામાં હતી. એણે મને સાચવીને એની તિજોરીમાં રાખેલી.

એકવખત મને તિજોરીમાંથી બહાર કાઢીને એણે કરેલા ટેકસચોરીના કૌભાંડને ઢાંકવા માટે લાંચ તરીકે એક અધિકારીના હવાલે કરી.

મને એમ થયુ કે ચાલો જેલમાંથી છુટ્યા હવે કોઇના ઉપયોગમાં આવીશ.

પણ મારા સપનાઓ સપનાઓ જ રહ્યા કારણકે અધિકારીએ મને એના બેંકલોકરમાં કેદ કરી દીધી.

કેટલાય મહિનાઓ બાદ અધિકારીએ એક મોટો બંગલો ખરીદ્યો એટલે મને બેંકલોકરમાંથી બહાર નીકળવાની તક મળી.

જેવી બીલ્ડરના હાથમાં આવી કે એણે તો કોથળામાં પુરીને એક અંધારી જગ્યાએ મુકી દીધી.

મારો તો શ્વાસ પણ રુંધાતો હતો.

હજુ થોડા દિવસ પહેલા જ ત્યાંથી નીકળીને આ માણસના ખીસ્સામાં પહોંચી છું.

ભાઇ સાચુ કહુ તો મેં મારી જીંદગી જેલમાં જ વિતાવી છે.”

નોટે પોતાની વાત પુરી કરીને પછી સિક્કાને પુછ્યુ, “દોસ્ત, તું તો કહે તારા જન્મ પછી તું કેટલુક ફર્યો ? કોને કોને મળ્યો ?”

સિક્કાએ હરખાતા હરખાતા કહ્યુ, “અરે દોસ્ત, શું વાત કરુ ? હું તો ખૂબ ફર્યો.

એક જગ્યાએથી બીજી જગ્યાએ અને ત્યાથી વળી ત્રીજી જગ્યાએ સતત ફરતો જ રહ્યો.

ક્યારેક ભીખારી પાસે જઇને એને બીસ્કીટનું પેકેટ અપાવ્યું તો ક્યારેક નાના બાળકના હાથમાં જઇને એને ચોકલેટ અપાવી.

પવિત્ર તીર્થસ્થાનોમાં જઇ આવ્યો, પવિત્ર નદીઓમાં નાહી આવ્યો અને પ્રભુના ચરણસ્પર્શ પણ કરી આવ્યો.

ક્યારેક હું આરતીની થાળીમાં જઇ આવ્યો તો ક્યારેક અલ્લાહની ચાદરમાં પણ પોઢી આવ્યો.

મને ખૂબ મજા આવે છે અને જેની જેની પાસે જાવ છું એને પણ મજા કરાવું છું.”

સિક્કાની વાત સાંભળીને નોટની આંખો ભીની થઇ ગઇ.

મિત્રો,

*તમે કેટલા મોટા છો એના કરતા તમે લોકોને કેટલા ઉપયોગમાં આવ્યા એ વધુ મહત્વનું છે.*

મોટા હોય પણ ઉપયોગમાં ન આવે તો એ નાના જ છે અને નાના હોય પણ બીજાને ઉપયોગમાં આવે તો *એ નાના નહી બહુ મોટા છે.*

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

_*“રોટલી”*_

*મિત્રએ પૂછ્યું ‘શું તમારી વહુ તમને 3 જ રોટલી આપે છે’, પછી વડીલે જે કહ્યું તે સાંભળી બધાની આંખો ભરાઈ ગઈ*

 ઉંમર લાયક માણસોના એક ગ્રુપમાંથી એક મિત્રએ તેમની પત્નીના દુનિયા છોડીને ગયા પછી પાર્કમાં ચાલવા જવું અને પોતાના મિત્રો સાથે ગપસપ કરવી, નજીકના મંદિરમાં સવાર-સાંજ જવું વગેરે પ્રવૃતિઓને પોતાની દિનચર્યા બનાવી લીધી હતી.

જોકે, તેમણે ઘરમાં કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો. બધા તેમની ખૂબ કાળજી રાખતા હતા. પણ ઘરમાં તેમનું મન લાગતું ન હતું. ઘણી વખત આ બધા મિત્રો ઘરેથી ટિફિન લાવતા અને સાથે જમતા હતા. તેમાં આ મિત્ર હંમેશા 3 રોટલી જ લાવતા હતા.

એક દિવસ તેમના એક મિત્રએ કુતૂહલવશ પૂછ્યું કે –
*શું તમારી વહુ તમને ત્રણ જ રોટલી આપે છે ?*

પેલા મિત્રએ પૂછ્યું કે – *શું તમને ઓછી ભૂખ લાગે છે?*

પછી વડીલ બોલ્યા કે, હું ભગવાન પાસે હંમેશા ત્રણ રોટલી જ માંગું છું. અને આજે હું તમને લોકોને રોટલી વિષે એક વાત કહું
છું તે ધ્યાનથી સાંભળો.

મારા મત અનુસાર હકીકતમાં, રોટલી ચાર પ્રકારની હોય છે. પહેલી “સૌથી સ્વાદિષ્ટ” રોટલી જે “માતાના પ્રેમ” અને “વાત્સલ્ય” થી ભરેલી હોય છે. જેનાથી પેટ ભરાય છે, પણ મન હંમેશા તેને ખાવા માટે અતૃપ્ત રહે છે.

આ સાંભળી એક મિત્રએ કહ્યું – સોળ આના સાચી વાત કરી તમે. પણ લગ્ન પછી માઁ ના હાથની રોટલી ભાગ્યે જ મળે છે.

વડીલે આગળ કહ્યું – હા, બરાબર. અને બીજી રોટલી પત્નીની હોય છે, જેમાં સ્વભાવ અને “સમર્પણ” ની ભાવના હોય છે, જે “પેટ” અને “મન” બંનેને ભરે છે.

આ સાંભળી બીજા એક મિત્ર બોલ્યા – અરે આ વાત અમે ક્યારેય વિચારી જ નથી.

તો પછી ત્રીજી રોટલી કોની હોય છે? અન્ય એક મિત્રએ પૂછ્યું.

વડીલે કહ્યું – ત્રીજી રોટલી વહુની હોય છે, જેમાં માત્ર “ફરજ”ની ભાવના હોય છે જે થોડો સ્વાદ પણ આપે છે અને પેટ પણ ભરે છે અને વૃદ્ધાશ્રમની તકલીફોમાંથી પણ બચાવે છે.

એ પછી થોડીવાર માટે મૌન છવાઈ ગયું.પણ આ ચોથી રોટલી કઈ હોય છે? મૌન તોડતાં એક મિત્રએ પૂછ્યું.

પછી વડીલ બોલ્યા – ચોથી રોટલી નોકરાણીની હોય છે. જેનાથી ન તો વ્યક્તિનું “પેટ” સંતુષ્ટ થાય છે કે ન તો “મન” સંતુષ્ટ થાય છે અને “સ્વાદ” ની કોઈ ગેરંટી નથી.

આ વખતે મૌનની સાથે સાથે દરેકની આંખો ભીની થઈ ગઈ હતી.

એટલે મિત્રો …

હંમેશા માતાની પૂજા કરો, પત્નીને તમારી શ્રેષ્ઠ મિત્ર બનાવીને જીવન જીવો, પુત્રવધૂને તમારી પુત્રી સમજો અને તેની નાની-નાની ભૂલોને નજરઅંદાજ કરો, અને કોઈ વાત સમજાવવા જેવી હોય તો શાંતિથી અને પ્રેમથી સમજાવો. જો તે ખુશ હશે તો તમારું સારી રીતે ધ્યાન રાખશે.

પણ જો પરિસ્થિતિ તમને ચોથી રોટલી પર લઈ આવે, તો એ વાત માટે ભગવાનનો આભાર માનો કે તેમણે તમને જીવતા રાખ્યા છે અને હવે સ્વાદ પર ધ્યાન ન આપો, બસ જીવવા માટે થોડું ઓછું ખાઓ જેથી વૃદ્ધાવસ્થા આરામથી કાપી શકાય.

એ પછી બધા મિત્રો ચુપચાપ વિચારતા હતા કે…..

*આપણે ખરેખર કેટલા નસીબદાર છીએ.*C.S.B.