Posted in यत्र ना्यरस्तुपूज्यन्ते रमन्ते तत्र देवता:

સ્ત્રીની આંતર મનની વ્યથા


સ્ત્રીની આંતર મનની વ્યથા:-

નાની હતી.
ખુબ બોલતી.
મા ટોકતી :
ચુપ રહે,
નાનાં છોકરાં બહું ના બોલે…..!

કિશોરી બની.
તોળીને બોલતી.
છતાં મા કહેતી :
ચુપ રહે,
હવે તું નાની નથી…..!

યુવતી બની.
મ્હોં ખોલું,
ત્યાં મા ઠપકારતી :
ચુપ રહે,
પારકા ઘરે જવાનું છે…..!

નોકરી કરવા ગઈ.
સાચું બોલવા ગઈ.
બોસ બોલ્યા :
ચુપ રહો,
માત્ર કામમાં ધ્યાન આપો…..!

પુત્રવધુ બની.
બોલવા જાઉં
તો સાસુ ટપારતી :
ચુપ રહે,
આ તારું પિયર નથી…..!

ગૃહિણી બની.
પતિને કાંઈ કહેવા જાઉં,
પતિ ગુસ્સે થતો :
ચુપ રહે,
તને શું ખબર પડે…..!

માતા બની.
બાળકોને કાંઈ કહેવા જાઉં.
તો તે કહેતા :
ચુપ રહે,
તને એ નહીં સમજાય…..!

જીવનની સાંજ પડી.
બે બોલ બોલવા ગઈ.
સૌ કહે :
ચુપ રહો,
બધામાં માથું ના મારો…..!

વૃદ્ધા બની.
મ્હોં ખોલવા ગઈ.
સંતાનો કહે :
ચુપ રહે,
હવે, શાંતિથી જીવ…..!

બસ……..,
આ ચુપકીદીમાં અંતરના ઊંડાણમાં ઘણુંય સંઘરાયું છે…..
એ સઘળું શબ્દોમાં ઉજાગર કરવા જાઉં,
ત્યાં તો સામે યમરાજા દેખાયા.
તેમણે આદેશ આપ્યો:
ચુપ રહે,
તારો અંત આવી ગયો…..!

હું ચુપ થઈ ગઈ…..
હંમેશના માટે……….!
🙏🏻🙏🏻

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

જમાઈની સમસ્યા


🙏🙏 “જમાઈની સમસ્યા” 🙏🙏

એકવાર એક સસરા બિમાર પડ્યા

_સસરા માંદા પડે અને દોડાદોડ કરી મૂકે એવા જમાઈ ઘણાં હશે પરંતુ…..સસરાની બિમારીથી સાચા હૃદયથી દુઃખી થાય એવા જમાઈની ટકાવારી બહુ ઓછી છે_

બાકી પત્ની અથવા સાળીને રાજી રાખવા માટે દોડાદોડ કરવી એ પુરુષનો લગ્નસિદ્ધ અધિકાર છે

_સસરા માંદા પડ્યા એટલે તબિયત પૂછવા જવું પડે…..નહીંતર ઘરની શાંતિ જોખમાય એટલે જમાઈ બિચારો અનિચ્છાએ તૈયાર થયો…._

જમાઈની સમસ્યા એક જ હતી કે …..એ બન્ને કાને બહેરો હતો

જમાઇ નાં કાન માત્ર ચશ્માની દાંડલી ખોસવા માટે જ છે, આ વાત સસરાનાં કાન સુધી પહોંચી નહોતી

જમાઈ નેતાની પેઠે પોતાની નબળાઈ જાહેર કરવા માગતો નહોતો એટલે એણે આઈડીયા માર્યો

જમાઈએ નક્કી કર્યું કે ત્રણ સાદા સવાલો એવા કરવા જેનો જવાબ દરેક દર્દી પાસેથી સરખો જ આવે

૧. પહેલા પૂછવું કે ‘દવાથી કંઈ ફરક પડ્યો ?’

જવાબ પૂરો થાય એટલે કહેવું કે …… ‘બસ એ જ ચાલુ રાખો.’

૨.બીજો સવાલ કરવો કે ‘જમવામાં શું લ્યો છો ?’

સસરાનાં હોઠ ફફડતાં બંધ થાય એટલે કહેવું કે …..‘તમારા માટે એ જ બરાબર છે.’

૩. ત્રીજો અને છેલ્લો સવાલ કરવો કે…’ક્યા દાક્તરની દવા લ્યો છો ?’

જવાબ મળે એટલે કહેવું કે..‘એનાથી વધુ અનુભવી કોઈ નથી.’

આ રીતે તૈયારી કરીને બહેરાકુમાર દવાખાને પહોંચ્યા.

પ્રથમ સવાલ કર્યો કે ‘દવાથી કંઈ ફરક પડ્યો ?’

સસરો થોડો આખા બોલો નીકળ્યો એટલે જવાબ આપ્યો કે ‘દવાનું બિલ ભરવામાં અડધું ફર્નિચર વેચાઈ ગયું છે.’

એટલે જમાઈ બોલ્યો : ‘બસ, એ જ ચાલુ રાખો એટલે સાવ રાહત થઈ જશે.’

જમાઈનો જવાબ સાંભળી સસરા ની આંખે અંધારા આવી ગયા છતાં ગમ સાથે પપૈયુ પણ ખાતા રહ્યા

જમાઈએ બીજો ઘા કર્યો કે ‘શું જમો છો ?’

આ વખતે સાસુ બોલ્યા કે……”પથરાં ખાય છે ,અને ધૂળ ફાકે છે.”

જમાઈ કહે, ‘એ જ ચાલુ રાખો.

તમારા માટે એ જ યોગ્ય છે.’

હવે સાસુનું બી.પી. વધવા માંડ્યું હતું

ત્યાં જમાઈએ ત્રીજો પ્રહાર કર્યો કે….‘આ ક્યા દાક્તરની દવા ચાલે છે ?’

આ વખતે તો સલમાનખાન જેવો સાળો ઊભો થઈને બરાડ્યો કે, ‘યમરાજાની દવા ચાલે છે.’

અને તરત જ જમ જેવો જ જમાઈ બોલ્યો કે, ‘એમનાથી અનુભવી બીજું કોઈ નથી

એમની દવા ચાલુ રાખો એટલે સાવ શાંતિ થઈ જશે.’ …

પછી જમાઈનું શું થયું એ ખબર નથી ….

પણ છેલ્લા સમાચાર મલ્યા કે સસરાનાં રૂમની બાજુનાં રૂમમાં જ દાખલ કર્યા છે

😁😁😁😁😁

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

સેવંતીલાલ જે સરકારી કચેરીમાંથી બે વર્ષથી રીટાયર્ડ થયા હતા. તેમને ફિલ્મ જોવાનો, ટીવી જોવાનો કે પુસ્તક તો શું ન્યૂઝ પેપર વાંચવાનો પણ શોખ નહીં. નિવૃત્ત થયા પછી એ ટાઈમપાસ કેમ કરતા હશે એ તેના મિત્રોને સવાલ થયો જે તેઓએ સેવંતીલાલને કર્યો.

સેવંતીલાલે જવાબમાં કહ્યું કે કાલનો જ એક દાખલો આપું એમાંથી સમજી લેજો.

સૂરજ જવેલર્સના અદ્યતન શો રૂમમાં હું અને મારા મિસિસ ગયા અને પાંચ મિનીટમાં બહાર નીકળી ગયા. બહાર આવી ને જોયું તો આ શું? શો રૂમની સામે કાર પાસે ચલણની રસીદબુક લઇ ટ્રાફિક પોલીસ ઊભો હતો.

અમે ગભરાયા અને તેને કહ્યું, ” ભાઈ માંડ પાંચ મિનિટ અંદર ગયા હતા..આ વખતે જવા દયો ને…”

એ બોલ્યો બધા માણસો અમને આમ જ કહે છે… હજાર રૂપિયા દંડ થશે ને પછી સમજાશે…

મેં કહ્યું, રીટાયર્ડ માણસ છું… મારા સફેદ વાળની તો શરમ રાખો… પહેલા એ ન માન્યો પણ પછી બોલ્યો…લાખોની ગાડી ફેરવો છો, જ્વેલરી ખરીદો છો અને પછી પાછા કરગરો છો… તમારી ઉંમર જોઈ ઠીક છે,ચાલો, માત્ર બસ્સો રૂપિયા આપી દો.

મેં પૂછી લીધું… આ બસ્સોની રસીદ-પહોચ મળશે ને? પેલાએ ના પાડી. કહ્યું કાયદાથી કામ કરવું હોય તો એક હજાર થશે.

મેં દલીલ કરી એમ કેમ ચાલે,રીસીપ્ટ તો આપવી જ પડે ને? અને પછી તો મેં દલીલોનો એવો મારો ચલાવ્યો કે પેલો પોલીસ ખૂબ ખિજાયો અને બોલ્યો કે બહુ કાયદાની વાત કરો છો ને તો હવે તમને કાયદાઓ બતાવું. એક મિરર તૂટેલો છે.પાછળની નંબર પ્લેટ બરાબર નથી… તમે કહો છો એમ પીયુસી પણ નથી. હવે તો દંડ ચાર હજાર થશે.

મેં મારી પત્નીને કહ્યું કે આ પોલીસને સમજાવ. પછી તેની સાથે પણ ચર્ચા લાંબી ચાલી… પોણા બે કલાક જેટલો સમય થઇ ગયો.

એટલીવારમાં અમારી સીટીબસ આવી ગઈ. અમે તો એમાં ચડી ગયા. પોલીસ બિચારો અમને જોતો રહી ગયો…!
વાસ્તવમાં કાર ક્યાં અમારી હતી?!

હવે આવી તો હજાર જાતની રીતો છે ટાઈમપાસ કરવાની…
😃😂😀😃😅 કેમ મજા આવી ને ? 😄😃😄😂😀

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

કયા કારણસર કોઈ વાત અટકી પડે, અંગ્રીજી માં જેને ટીપીકલ ભેજા ના માણસ કહેવાય તેને કારણે, અમુક લોકો શિસ્તતા ને વધુ પડતી માથા પર ચડાવે, અમુકજ શબ્દ અથવા વાક્ય બોલસું તેવી જીદ્દ પકડે, અમુક રીતે વર્તીશું તેમાં ફેરફાર નહિ કરીયે.

એક લશ્કર ના સૈનિક ના લગ્ન થઇ રહ્યા હતા અને લગ્ન વિધિ ચાલી રહી હતી, અમુક મંત્ર અને વિધિ કાર્ય બાદ ગોર મારાજ બોલ્યા કન્યા પધારવો સાવધાન, જેવું આ વર રાજા આ સાંભળ્યું, તે ઉભો થઇ સાવધાન અવસ્થા માં ઉભો રહી ગયો અને રાષ્ટ્ર ગાન પણ કરવા લાગ્યો, તે જોઈને હાજર મેહમાન પણ ઉભા થઇ ને રાષ્ટ્ર ગાન ગાવા મંડ્યા. એવું બેત્રણ વર ચાલ્યું. પછી વર રાજા ને સમજવા માં આવ્યા કે અહીં સાવધાન નો અર્થ તમારા લશ્કર ના નિયમ સાથે સંબંધ નથી, પણ વાર રાજા મને નહિ, કહે સાવધાન બોલશે તો મારે સાવધાન અવસ્થા માં ઉભા રહેવું પડે, જો લશ્કર માં ખબર પડે કે હું સાવધાન શબ્દ સાંભળી, સાવધાન ના થયો તો મારી નૌકરી જતી રહે. પછી મહારાજ ને સમજાવ્યું કે તમે કન્યા પધરાવો કૈંક બીજી રીતેય બોલો પણ મહારાજે કહ્યું મારી ચોપડી માં તો આ વાક્યજ છે, હું તો આજ બોલીશ

એનો કોઈ ઉપાય ના મળતા બધા કંટાળી ગયા અને તે દિવસે લગ્ન રદબાતલ થયા, મેહમાન જમી ને, અને અમુક લોકો ચાંદલો આપ્યા વગર જતા રહ્યા, તેથી વરના, તેમેજ કન્યા ના માતાપિતા નારાજ થયા સોટાકા ખર્ચ થયો, કન્યા વિચારવા લાગી હવે મારુ સુ થશે.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક રાજા એના મંત્રી જોડે વિહાર કરવા નીકળ્યા. રસ્તામાં એણે લીલુંછમ ખેતર જોયું એ ખેતરના બીજા છેડે એક પરિવાર રહેતો હતો. પતિ-પત્ની અને એમના બે સંતાનો. અતિશય આનંદમાં તેઓ ગીતો ગાતા હતા. આમ-તેમ વિહાર કરી રહ્યા હતા અને એમના ચહેરાઓ ઉપર સૂર્ય સમું તેજ હતું. સુખ શું હોઈ શકે એ આ પરિવારને જોતા જ સમજાઇ જાય એમ હતું.

રાજા ને અતિશય આશ્ચર્ય થયું. એણે મંત્રી ને સવાલ કર્યો, “હું આખા પ્રદેશનો રાજા છું! દોમ દોમ સાહ્યબી છે તેમ છતાં હૂં આ લોકો જેટલો ખુશ કેમ નથી?”
મંત્રી એ હસીને જવાબ આપ્યો, “એ લોકો 99 ક્લબના સભ્યો નથી અને તમે છો ને એટલે!!”
“99 ક્લબ? એ શું છે??” રાજા ને આશ્ચર્ય થયું.
મંત્રી એ કહ્યું, “મને 99 સોના મહોર આપો અને આ પ્રશ્ન નો જવાબ હું એક મહિના પછી બસ આ જ જગ્યાએ આપીશ.” રાજા આ મુત્સદિ જવાબથી ચિડાયો, પણ જવાબ જાણવાની ઉત્સુકતાએ એણે મંત્રીને 99 સોનામહોર આપી. મંત્રી એ એજ રાત્રે જઈને એ 99 સોનામહોર ભરેલી થેલી પેલા સુખી પરિવારની ઝુંપડી આગળ મૂકી દીધી.

બીજે દિવસે સવારે જ્યારે પતિએ જાગીને દરવાજા પાસે જોયું તો એને પેલા મંત્રીએ મુકેલી થેલી મળી. એણે અંદર જઈને જોયું તો અંદર સોનામહોર દેખાઈ.
એના આનંદનો પાર ન રહ્યો. એ બધી જ સોનામહોર બહાર કાઢીને ગણવા લાગ્યો. એક,બે,ત્રણ,ચાર…..નવ્વાણું. કંઈક ભૂલ થઈ લાગતી હોય એમ એણે ફરીવાર ગણવાનું શરૂ કર્યું. ફરીથી આંકડો 99 નો આવ્યો. એણે એની પત્નીને બોલાવી અને કહ્યું, “તું આ સોનામહોર ગણ. એને ય આંકડો 99 નો જ આવ્યો.”

સહેજ હતાશ થઈને પતિએ મનોમન વિચાર કર્યો, “જો એક સોનામહોર હું મહેનત કરીને કમાઈ લઈશ તો અમારી પાસે પૂરા 100 સોનામહોર થઈ જશે.” એ દિવસ રાત મહેનત કરવા લાગ્યો. ખેતરમાંથી પાક વધુ અને સારો થાય એને માટે અથાક પરિશ્રમ કરવા લાગ્યો.

એવામાં એક દિવસ સાંજે ઘરે આવીને એણે સોનામહોર ગણ્યા……તો આંકડો 97 આવ્યો.
“આમાંથી બે સોનામહોર ઓછા કેમ થઈ ગયા?” એણે અતિશય ગુસ્સામાં કહ્યું.એની પત્ની એ અંદરથી જવાબ આપ્યો, “બે સોનામહોર માંથી હું ખરીદી કરી આવી! જુઓ આ ડ્રેસ ……કેવો લાગ્યો?” પતિનો પિત્તો ગયો, “તને બે સોનામહોર વાપરવાનું કોણે કહ્યું હતું? હું અહીં આટલી મહેનત કરીને એક સોનામહોર કમાવાની કોશિશ કરું છું અને તું બે વાપરી આવી?” “તમે તો સ્વભાવે જ કંજૂસ છો. ક્યારેય વાપરવાના તો હતા નહીં એટલે મેં જ એનો ઉપયોગ કર્યો”, પત્નીએ છણકો કર્યો. એવામાં બીજે દિવસે એનો છોકરો એક સોનામહોર વેચીને નવી ઘડિયાળ લઈ આવ્યો. પેલો માણસ ફરી એની ઉપર ચિડાયો.

સોનામહોર ઘટતી ગઈ……કંકાસ વધતો ગયો.

બરાબર એક મહિને રાજા અને મંત્રી ફરી એ જ જગ્યા એ ઊભા રહીને જુએ છે તો પરિવારમાંથી સુખનું નામો નિશાન નહોતું. ચહેરા ઉપરની રોનક ઉડી ગઈ હતી. અતિશય ગંભીરતા ભર્યું વાતાવરણ હતું. એમ લાગતું હતું કે ગમે ત્યારે ઝઘડો ફાટી નીકળશે. રાજાને અતિશય નવાઈ લાગી. મંત્રી ને મંદ મંદ હસતા જોઈ એણે પૂછ્યું, “શું થયું આ લોકોને? સુખ ક્યાં ગયું?” મંત્રીએ હસીને જવાબ આપ્યો, “રાજન! હવે આ લોકો પણ 99 ક્લબ ના સભ્યો છે.” “તમે આપેલી 99 સોનામહોર મેં એમના ઘરને દરવાજે મૂકી દીધી. અને એ 99 સોનામહોર ને 100 કેમ કરવી એની પળોજણમાં આ પરિવારનું સુખ હણાઈ ગયું.”

આપણામાંથી એવા ઘણા છે જેની પાસે 99 સોનામહોર પડેલી છે. પણ બીજી એક સોનામહોર કમાવાની માથાકૂટમાં એ 99 સોનામહોર એમને એમ પડી રહી છે.

જે નથી મળ્યું એની પાછળ દોડવા કરતા જે મળ્યું છે એનો આનંદ માણતા જો આવડી જાય ને તો 99 ટકા મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે અને 99 સોનામહોર નો ભાર પણ માથે નહીં રહે!