Posted in હાલરડું

હાલરડું વાલું


હાલરડું વાલું

વાલીડા વીરનું હાલરડું વાલું !
હૈયાના હીરનું હાલરડું વાલું !

ઉંઘી જા ઝટ
પોઢી જા પટ
તને દેખાડું સોણલું રૂપાળું
હો વીરનું હાલરડું વાલું ! – વાલીડા૦

તારૂં પારણીયું સાફ ને સુંવાળું
હો વીરનું હાલરડું વાલું ! – વાલીડા૦

વ્હાણે ચડીને વીર ! બાપુજી આપણા
પોગ્યા છે સમદર – પારે રે,
આઘા પરદેશની વિદ્યા આણીને
આપણે દેશ ઉતારે
હો વીરનું હાલરડું વાલું ! – વાલીડા૦

Posted in હાલરડું

શિવાજીનું હાલરડું


શિવાજીનું હાલરડું

આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈને આવ્યા બાળ
બાળુડા ને માત હિંચોળે
ઘણણણ ડુંગરા બોલે !
શિવાજીને નીંદરૂ ના’વે,
માતા જીજીબાઈ ઝૂલાવે.
પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત
માતાજીને મુખ જે દી થી,
ઊડી એની ઉંઘ તે દી થી…. શિવાજીને ….
પોઢજો રે મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ
કાલે કાળા જુધ્ધ ખેલાશે
સુવાટાણું ક્યાંય ન રે’શે…. શિવાજીને ….
ધાવજો રે, મારા પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ
રેશે નહીં રણ ઘેલુડા
ખાવા મુઠ્ઠી ધાનની વેળા …. શિવાજીને ….
પેરી ઓઢી લેજો પાતળા રે ! પીળા – લાલ પીરોજી ચીર
કાયા તારી લોહીમાં ના’શે
ઢાંકણ તે દી’ ઢાલનું થાશે …. શિવાજીને ….
ઘૂઘરા, ધાવણી પોપટ લાકડી ફેરવી લેજો આજ
તે દી તો હાથ રે’વાની
રાતી બંબોળ ભવાની …. શિવાજીને ….
લાલ કંકુ કેરા ચાંદલાને ભાલે તાણજો કેસર આડપ
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા…. શિવાજીને ….
આજ માતા ચોડે ચૂમીયું રે ! બાળા ઝીલજો બેવડ ગાલ,
તે દી તારા મોઢડા માથે
ઘુંવાધાર તોપ મંડાશે. શિવાજીને ….
આજ માતાજીની ગોદમાં રે, તુંને હુંફ આવે આઠે પોર,
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે …. શિવાજીને ….
આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડા કેરી સેજ
તે દી તારી વીર પથારી
પાથરશે વીશ ભુજાળી …. શિવાજીને ….
આજ માતાજીને ખોબલે રે, તારા માથડાં ઝોલે જાય
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર બંધૂકા …. શિવાજીને ….
સૂઇ લેજે મારા કેસરી રે ! તારી હિંદવાણું જોવે વાટ
જાગી વે’લો આવ બાલુડા
માને હાથ ભેટ બાંધવા …. શિવાજીને ….
જાગી વે’લો આવજે વીરા
ટીલું માના લોહીનું લેવા.
શિવાજીને નીંદરૂ ના’વે
માતા જીજીબાઇ ઝૂલાવે.
બાળુડાને માત હિંચોળે, ઘણણણ ડુંગરા બોલે !
          – ઝવેરચંદ મેઘાણી

આભમાં ઉગેલ ચાંદલો ને , જીજીબાઈને આવ્યા બાળ
બાળુડા ને માત હિંચોળે , ઘણણણ ડુંગરા બોલે
શિવાજીને નીંદરૂ ના’વે ,માતા  જીજીબાઈ ઝૂલાવે.. 

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત
માતાજીને મુખ જે દી થી , ઊડી એની ઉંઘ તે દી થી
શિવાજીને નીંદરૂ ના’વે ,માતા જીજીબાઈ ઝૂલાવે. 

પોઢજો રે મારા બાળ , પોઢી લેજો પેટ ભરીને આજ
કાલે કાળા જુધ્ધ ખેલાશે , સુવાટાણું ક્યાંય ન રે’શે
શિવાજીને નીંદરૂ ના’વે ,માતા જીજીબાઈ ઝૂલાવે. 

ધાવજો રે, મારા પેટ , ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ
રેશે નહીં રણ ઘેલુડા , ખાવા મુઠ્ઠી ધાનની વેળા
શિવાજીને નીંદરૂ ના’વે ,માતા જીજીબાઈ ઝૂલાવે. 

પેરી ઓઢી લેજો પાતળા રે , પીળા – લાલ પીરોજી ચીર
કાયા તારી લોહીમાં ના’શે , ઢાંકણ તે દી’ ઢાલનું થાશે
શિવાજીને નીંદરૂ ના’વે ,માતા જીજીબાઈ ઝૂલાવે. 

ઘૂઘરા, ધાવણી પોપટ લાકડી ફેરવી લેજો આજ
તે દી તો હાથ રે’વાની , રાતી બંબોળ ભવાની
શિવાજીને નીંદરૂ ના’વે ,માતા જીજીબાઈ ઝૂલાવે.  

લાલ કંકુ કેરા ચાંદલાને ભાલે તાણજો કેસર આડપ
તે દી તો સિંદોરિયા થાપા , છાતી માથે ઝીલવા, બાપા
શિવાજીને નીંદરૂ ના’વે ,માતા જીજીબાઈ ઝૂલાવે. 

આજ માતા ચોડે ચૂમીયું રે , બાળા ઝીલજો બેવડ ગાલ
તે દી તારા મોઢડા માથે , ઘુંવાધાર તોપ મંડાશે. શિવાજીને
શિવાજીને નીંદરૂ ના’વે ,માતા જીજીબાઈ ઝૂલાવે. 

આજ માતાજીની ગોદમાં રે, તુંને હુંફ આવે આઠે પોર
તે દી કાળી મેઘલી રાતે , વાયુ ટાઢા મોતના વાશે
શિવાજીને નીંદરૂ ના’વે ,માતા જીજીબાઈ ઝૂલાવે. 

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડા કેરી સેજ
તે દી તારી વીર પથારી , પાથરશે વીશ ભુજાળી
શિવાજીને નીંદરૂ ના’વે ,માતા જીજીબાઈ ઝૂલાવે. 

આજ માતાજીને ખોબલે રે, તારા માથડાં ઝોલે જાય
તે દી તારે શિર ઓશીકાં , મેલાશે તીર બંધૂકા
શિવાજીને નીંદરૂ ના’વે ,માતા જીજીબાઈ ઝૂલાવે. 

સૂઇ લેજે મારા કેસરી રે , તારી હિંદવાણું જોવે વાટ
જાગી વે’લો આવ બાલુડા , માને હાથ ભેટ બાંધવા
શિવાજીને નીંદરૂ ના’વે ,માતા જીજીબાઈ ઝૂલાવે. 

જાગી વે’લો આવજે વીરા , ટીલું માના લોહીનું લેવા
શિવાજીને નીંદરૂ ના’વે , માતા જીજીબાઇ ઝૂલાવે
બાળુડાને માત હિંચોળે, ઘણણણ ડુંગરા બોલે.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

સવાર સવારમાં દૂધ ફાટી ગયું ને ચા નો જુગાડ ના થયો એટલે એશિયન પેઈન્ટ ના આદિપુર ના શો રૂમ ના માલિક કુમાર જિનેશ જી થી ભૂલ થી બીજા ના નંબર માં બેલેન્સ નંખાઇ ગયું.
એમને ને પોતા ની ભૂલ ખબર પડી.
તેને પેલા નંબરવાળા ને ફોન કર્યો.
પેલા એ ફોન ઉપાડ્યો નહિ.
કેટલીય વાર કરીને થાક્યા બાદ જીનેશજી એ તે નંબર પર મેસેજ કર્યો.
લશ્કરે તાલિબાન મેં આપકા સ્વાગત હૈ….
બેલેન્સ સ્વીકાર કરકે આપ હમારે સદસ્ય બન ગયે હૈ, અબ સે જરા સતર્ક રહીયેગા, સરકારી એજન્સીયા હમ પર નજર રખે હુએ હૈ. સંભલ કર ફોન
ઇસ્તીમાલ કરીયેગા.
તરત જ ગભરાતા ગભરાતા પેલા નો ફોન આવ્યો:
યહ ક્યાં માજરા હૈ?
જીનેશજી એ ફ્રી માં સલાહ આપી
બેલેન્સ વાપસ કરને પર અપને આપ મેમ્બરશીપ કેન્સલ હો જાયેગી.
બસ થોડીવાર માં બેલેન્સ પાછી આવી ગયુ.

શિક્ષા:🌹
1. વાણિયા ની સલાહ ફ્રી હોય.
2. વાણિયા ના પૈસા કોઈ હજમ કરી શકે નહીં.
3. વાણિયા જન્મજાત MBA હોય છે.🌹
4.સવારમાં દૂધ ફાટી ના જાય એની ખાસ કાળજી રાખવી.