કંડકટરને ભાડુ આપવા જેવો મેં ખીસ્સામાં હાથ નાખ્યો ત્યાં બાજુમાં બેઠેલા ભાઈએ હાથ પકડીને કીધુ બાપા રહેવા દ્યો હું તમારી ટીકીટ લઈ લઉં છું, મેં ના પાડી તો ય ધરાર મારી ટીકીટ એણે લીધી, આગળના સ્ટોપે એ ભાઈ ઉતરી ગયા ને હું મારા ખીસ્સામાં હાથ નાખીને કાંઈક કાઢવા ગયો ત્યાં મગજ બે’ર મારી ગયુ કારણ કે એ ભાઈ મારૂં ગજવું કાપી ગયો હતો.!
બીજે દિવસે એ ભાઈ મને બજારમાં મળી ગયા એ ચોર મને ગળે મળીને રડવા લાગ્યો ને કહે મને માફ કરી દયો તમારૂ ખીસ્સુ કાપ્યા પછી મારી ઘરવાળી મરી ગઈ, મેં પણ ચોરને માફ કરી દીધો.! ચોર જતો રહ્યો પણ ગળે મળ્યો ત્યારે મારો સોનાનો ચેઈન ચોરતો ગયો.!!
હવે મળે તો ધોઈ નાખવો છે એવુ પાક્કું નક્કી કરી નાખ્યું હતું ત્યાં થોડાક દિવસમાં હું મોટર સાઈકલ લઈને જતો તો ત્યાં પાછો ભટકાયો. મે કાંઠલો પકડી લીધો એ રડવા માંડયો ને માફી માંગી અને ચોરેલા રૂપીયા અને સોનાનો ચેઈન મને પાછો આપી દીધાં પછી બાજુનાં રેસ્ટોરન્ટમા મને ધરાર નાસ્તો કરવા લઈ ગયો ને ભરપેટ ખવડાવીને તે જતો રહ્યો હુ વિચારતો હતો કે બિચારો મજબુર હશે ને હું મારી ગાડી પાસે આવ્યો ત્યાં એની માને આ વખતે એ ભાઈ મારી ગાડી લઈને ભાગી ગયો..!!!
બીલકુલ આવી જ હાલત આપણાં નેતાઓ કરે છે, ભોળી જનતા એની ઉપર વિશ્ર્વાસ કરે છે અને દર વખતે ચુંટણી ટાઈમે નવા નવા તુકકા કરીને લોકો ને અને કર્મચારીઓ ને લુંટી જાય છે!!