Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

सुनीता की छोटी ननद रेखा की शादी हुए 3 वर्ष हो चुके थे।नंदोई सुरेश जी की शहर में बड़ी पंसारी की दुकान और शुद्ध सरसों के कच्चे तेल की अलग से दुकान थी।घर में पैसे की कोई कमी नहीं थी और उस छोटे शहर के रईसों में उनके परिवार का नाम भी आता था।सुरेश का दिमाग पढ़ने लिखने में ज़्यादा नहीं लगा था।बड़ी मुश्किल से बारहवीं पास करके अपने पिता की दोनों दुकानें संभालने लगा था।सुनीता की छोटी ननद रेखा भी पढ़ाई लिखाई में औसत ही निकली और बस किसी तरह ग्रेजुएशन ही कर पाई।
सुनीता के सास श्वसुर ने रेखा के लिए इंजीनियर,बैंक ऑफिसर जैसे लड़के ढूंढने की बहुत कोशिश की पर कहीं बात न बनी। रेखा दी देखने में भी ज़्यादा आकर्षक नहीं थीं।किसी तरह सुरेश से बात चलाने पर उनसे रेखा दी का रिश्ता तै हो पाया और कुछ दिन बाद शादी भी हो गई।
सुनीता के सास श्वसुर को यह तसल्ली थी कि पैसे वाले परिवार में गई है बेटी।सुख से रहेगी।
सुनीता ने सुरेश जी को पहली बार उनकी शादी में ही देखा।दूल्हा बने हुए सुरेश पान से रंगे दांत दिखा कर अपने दोस्तों के साथ डांस करने में मगन थे।
फेरों के समय भी जूता चुराई की रस्म के समय रिश्ते की सालियों के साथ बड़े अभद्र मज़ाक कर रहे थे।कुल मिला के सुरेश के व्यक्तित्व का ज़्यादा अच्छा प्रभाव नहीं पड़ा था सुनीता के ऊपर।
सुरेश और उसके घर वाले जब रेखा दी को पसन्द करने घर आए थे तब सुनीता अपने भाई की शादी में मायके गई हुई थी,वरना वह यह रिश्ता न होने देती।
रेखा दी और सुरेश जी एक ही शहर में होने के कारण अक्सर उससे और उसके पति संजय से मिलने उसके घर आते रहते थे।उसकी बेटी आशिमा के लिए सुरेश जी चॉकलेट्स,टॉफी ,आइसक्रीम इत्यादि लाते रहते थे और उसको गोद में बैठा के खूब प्यार करते थे।सुरेश जी की बेतुकी स्तरहीन बातों और मज़ाक को बड़ी मुश्किल से बर्दाश्त कर पाती थी सुनीता।पर नंदोई होने के कारण रिश्ते को सम्मान देने के कारण कुछ बोल नहीं पाती थी।
बेटी आशिमा भी अब नौ वर्ष की हो चुकी थी।कुछ समय से सुनीता देख रही थी कि जब कभी सुरेश जी अकेले ही उन लोगों से मिलने उनके घर आते तो आशिमा उनके सामने जाने से कतराती थी। मन का वहम समझ कर सुनीता ने ज़्यादा ध्यान नहीं दिया इस बात पर।
सुनीता कहती ” बेटा,फूफा जी से जाकर नमस्ते तो कर आओ,”तो बड़ी मुश्किल से बाहर आकर उनको नमस्ते करके अपने कमरे में भाग जाती थी।
” अरे,हमारी आशी गुड़िया कहां जा रही है,इधर आ,मेरे पास बैठ। मेरी आशी गुड़िया बड़ी हो रही है तो शर्मा रही है” ,सुरेश आशिमा के गाल पे थपकी देते हुए कहते।
दिवाली आने वाली थी।धनतेरस के दिन सुनीता को संजय के साथ दिवाली की खरीदारी करने बाज़ार जाना था।
आशिमा को हल्की हरारत सी लगी तो उसको साथ न ले जाने का निर्णय लिया दोनों ने।तभी सुरेश जी का फोन आ गया कि उस दिन जो सरसों के तेल के कुछ कनस्तर उन्होंने रिक्शेवाले से इनके घर ही उतरवा दिए थे( क्योंकि आगे किसी जुलूस के कारण बहुत बड़ा जाम लगा था),वो कनस्तर लेने आज वो उनके यहां आएंगे।पिछले कुछ महीनों से सुनीता नोटिस कर रही थी कि सुरेश जी अकसर किसी न किसी बहाने उनके यहां आ धमकते थे।
शाम तक आते आते आशिमा का बुखार बढ़ गया तो सुनीता ने संजय को यह कह कर बाज़ार भेज दिया कि अभी ज़रूरी सामान वह ले आएं,बाकी खरीदारी कल सब मिल कर करेंगे । कल तक शायद आशिमा का बुखार भी उतर जाए।
संजय शाम को मार्केट चले गए और सुनीता आशिमा के पास आके लेट गई।
” मम्मी,आज भी फूफा जी आ रहे हैं क्या”,अचानक आशिमा ने उससे पूछा।
” हां बेटा,क्यों ,क्या हुआ?”
” मम्मी,मुझे उनका आना बिलकुल नहीं अच्छा लगता।उनसे बोल दो कि यहां न आया करें।”
“क्यों?ऐसा क्यों कह रही है आशी?वह तेरे फूफा जी हैं “,सुनीता थोड़े सशंकित मन से बोली।
” मम्मी,मैं इतनी बड़ी हो गई हूं,वो मुझे गोदी में बैठा कर जबरन पप्पी लेने की कोशिश करते हैं। उस दिन तो वो मुझे गलत जगह से छू रहे थे।मुझे बड़ा अजीब सा लगा मम्मी।मुझे वो ज़रा भी नहीं अच्छे लगते” ,आशिमा बोली।
सुनीता सन्न रह गई। क्रोध से उसका शरीर कांपने लगा।वह समझदार थी।उसको ज़रा सी भी देर न लगी यह समझने में कि सुरेश किस प्रवृत्ति का आदमी है। चाइल्ड एब्यूज के बहुत से किस्से उसने सुन रखे थे।पत्र पत्रिकाओं में भी इससे संबंधित सच्ची घटनाएं प्रकाशित होती रहती थीं।पर अपने घर में भी ऐसा हो सकता है ,यह उसने स्वप्न में भी नहीं सोचा था।
अचानक दरवाज़े की घंटी बजी।
” नमस्ते भाभी,वो मैं तेल के कनस्तर लेने आया था।हमारी आशी कहां है?” कहते हुए सुरेश अंदर आ गए।
” आशी अंदर है और जो हरकतें आप उसके साथ करते हैं और जो आपकी बदनीयत है उसके प्रति,वह मैं सब जान और समझ चुकी हूं।आशिमा बच्ची है तो क्या,ईश्वर ने हर नारी को यह आंतरिक शक्ति दी है कि वोह एक स्पर्श के पीछे क्या भावना छुपी है,यह पहचान सके। स्पर्श को पहचानने की यह शक्ति एक छोटी बच्ची में भी होती है। आशिमा ने मुझे आपकी हरकतों के बारे में सब बता दिया है।कुछ बच्चियां अपने साथ होने वाली गलत हरकतों( जोकि कुत्सित मानसिकता के करीब के रिश्तेदारों ,पिता के दोस्तों या भाई के दोस्तों की भी हो सकती हैं)का विरोध डर के या शर्म के कारण नहीं कर पातीं और अपने माता पिता को कुछ नहीं बतातीं और सहम के अपने नज़दीकी रिश्तेदार पुरुषों की ये कुत्सित मनोवृत्ति वाली हरकतें सहती रहती हैं।पर मैं भाग्यशाली हूं कि मेरी बेटी बहादुर और जागरूक है।जो नीच हरकतें करने की कोशिश आप उसके साथ करते हो,वो सारी उसने मुझे बता दी हैं।
” इसी समय अपना सामान लेकर आप मेरे घर से निकल जाओ।मैं चाहूं तो अपनी सीधी सादी भोली भाली रेखा दी को फोन पर सब कुछ बता सकती हूं।पर मैं उनका दिल नहीं तोड़ना चाहती और आपको उनकी नजरों में नहीं गिराना चाहती।बेहतर है आप सुधर जाएं तो अच्छा है।जब तक आप सच्चे मन से अपने किए पर प्रायश्चित नहीं करेंगे और अपनी गंदी मनोवृत्ति को नहीं बदलेंगे,तब तक मेरे घर के दरवाज़े आपके लिए बंद हैं। अपना सामान उठाइए और तुरंत यहां से दफा हो जाइए।”
” भाभी,आप गलत समझ रही हैं।” सुरेश रिरियाते हुए बोले।
” मैं गलत हो सकती हूं पर मेरी नौ वर्षीय बेटी नहीं।उसकी छठी इंद्रिय ने आपकी कुत्सित मनोभावनाओं के प्रति उसको सचेत कर दिया है।
दरवाज़ा खुला है,सामान लेकर बाहर निकलिए।”
” मुझे माफ कर दीजिए भाभी,प्लीज रेखा को कुछ न बताना”,कहते हुए सुरेश अपने कनस्तर उठा कर बाहर चला गया।

नीति सक्सेना

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

🌹🌹ચશ્માં – હરિશ્ચંદ્ર🌹🌹

સવારના પહોરમાં રસોડામાં વાસણ પડવાના અવાજથી એકદમ આખા ઘરની ઊંઘમાં ખલેલ પહોંચી. મીઠી ઊંઘ ઊડી જતાં ચિડાયેલી રમા બબડતી આવી : ‘ઓહ, આ ઘરમાં તો કોઈ સુખે સુવાય નથી દેતું !’ સામે સસરાને જોયા. એ થોડા ગભરાયેલા અને ખિસિયાણા પડી ગયા હતા. બોલ્યા, ‘વહુ, બરાબર દેખાતું નથી. ચશ્માં બદલવાં પડશે. આ બાંકડા સાથે અથડાઈ પડ્યો.’ રમા કંઈ ન બોલી. મોઢું ફુલાવી કામે લાગી ગઈ.
ચીમનકાકાને થોડું ઓછું આવ્યું. વહુએ પોતાની વાત તરફ કાંઈ ધ્યાન ન આપ્યું ! ઊલટાની મોઢું ચઢાવીને ચાલી ગઈ. પોતે આ ઘરમાં વધારાનો થઈ ગયો છે ? આ આઘાતમાં બે-ચાર દિવસ તો ફરી ચશ્માંની વાત ન કાઢી શક્યા. પણ ખૂબ અગવડ પડતી હોવાથી પછી એક દિવસ દીકરાને કહ્યું, ‘બેટા, મારી આંખો ફરી તપાસાવવી પડશે. આજકાલ જાણે સાવ આંધળો થઈ ગયો છું. રોજ કથામાં જતાં ક્યાંક અથડાઈ જઈશ એવી બીક લાગે છે.
પણ મનુ કાંઈ બોલે તે પહેલાં જ રમા બોલી, ‘આમ તો ઘરમાં જ રહેવાનું હોય છે ને તમારે ! થોડોક વખત કથા સાંભળવા નહીં જવાય, તોયે શું બગડી જવાનું ?
ચીમનકાકા સડક થઈ ગયા. મનુ વાત વાળી લેતાં બોલ્યો :
‘આ રવિવારે કૉલેજમાંથી અજંતા, ઈલોરા, દોલતાબાદના પ્રવાસે જવાના છે. બધા પ્રાધ્યાપકો પત્ની સાથે આવશે….’
‘હા, હા….. તું અને રમા પણ જરૂર જઈ આવો.’
‘પ….ણ….. થોડો ખર્ચ વધશે તેથી તમારાં ચશ્માં આવતે મહિને બદલીશું તો ચાલશે ને ?’ મનુ થોડોક અપરાધી ભાવે બોલ્યો. ચીમનકાકાએ હા, હા કહીને જાતને સંભાળી લીધી. પણ રમા ડબકું મૂકતી ગઈ, ‘તેના કરતાં ધર્માદા દવાખાને જઈ આવે તો મફતમાં કામ પતી જશે.’

દોલતાબાદનો કિલ્લો જોઈ બધાં ગપ્પાં મારતાં બેઠાં હતાં. કિલ્લાના ભગ્નાવશેષ જોઈ મન ખિન્ન થઈ ગયેલું. એક વિદ્યાર્થી બોલ્યો : ‘આપણે વૃદ્ધ માબાપની પ્રેમથી સાર-સંભાળ રાખીએ છીએ ને ! તેવી જ રીતે પૌરાણિક ને ઐતિહાસિક દષ્ટિએ મહત્વનાં સ્થળોની સંભાળ ન લેવાવી જોઈએ ?’
ચર્ચા ચાલતી હતી. પણ મનુ શૂન્યમનસ્ક થઈ ગયો.
‘માબાપની પ્રેમથી સારસંભાળ’ વિદ્યાર્થીના ભાવનાભર્યા શબ્દો એને ચૂભી ગયા.

પિતાએ પોતાને માટે શું શું નથી કર્યું ? હતા તો એક પ્રાથમિક શાળના શિક્ષક. માંડ પૂરું થતું. છતાં કેટકેટલી મહેનત કરી ભણાવ્યો ! એમને કેટલી કરકસર કરવી પડતી ! એક ધોતિયું સાંધી-સુંધીને આખું વરસ ચલાવતા. પછી વરાવ્યો-પરણાવ્યો. રમાનો ઘરેણાંનો શોખ પૂરો કરવા પોતાની જિંદગી આખીની મામૂલી બચત ખુશીથી આપી દીધી હતી…. અને એમની આવી મામૂલી ચશ્માં જેવી આવશ્યકતા પૂરી કરતાં મેં ગલ્લાંતલ્લાં કર્યાં ?…. સામે કિલ્લાની જગ્યાએ તેને પિતા જ દેખાવા લાગ્યા – ચશ્માં વિના લથડતા, અથડાતા, કુટાતા.
હરવા-ફરવામાંથી મનુનો રસ ઊડી ગયો. નાના નાના પ્રસંગોનો સંદર્ભ નાહકનો પિતાની હાલત સાથે જ જોડાઈ જતો. એનું મન એને કોસતું રહ્યું.
પ્રવાસમાંથી ઘેર પહોંચતાં એણે અધીરા થઈ બૅલ વગાડ્યો. એને હતું કે ઝટ ઝટ પિતાને ડૉક્ટર પાસે લઈ જઈ આજ ને આજ નવાં ચશ્માં અપાવીશ. પોતાના અપરાધી ભાવમાંથી એ ઝટ મુક્ત થવા માગતો હતો. પણ બારણું ઊઘડતાંવેંત સામે પિતાની આંખો એક નવી સુંદર ફ્રેમમાંથી એના પર વહાલ વરસાવી રહી હતી, ‘કેમ, મજાનો રહ્યોને પ્રવાસ ? કોઈ તકલીફ તો નથી પડીને ? ઠંડીમાં પૂરતાં ગરમ કપડાં લઈ ગયેલાં કે નહીં ?’ પિતાની પ્રેમભરી પૂછતાછ મનુના કાનથી ચિત્ત સુધી પહોંચી જ નહીં. એ નવાં ચશ્માં જ જોયા કરતો હતો. પિતા ધર્માદા દવાખાનામાં જઈ આવ્યા હશે ?….. પણ ના, આટલી કીમતી ફ્રેમ ત્યાં ક્યાંથી મળે ?….. એ પૂછ્યા વિના ન રહી શક્યો,
‘તમે ધર્માદા દવાખાને ગયા હતા ?’
‘અરે, ના, એ તો આપણો પ્રકાશ જોશી ! ઓળખ્યો ને ? તારા કરતાં એક વરસ આગળ.’
મનુને યાદ આવ્યો પ્રકાશ. એક બહુ ગરીબ વિદ્યાર્થી. ખૂબ હોંશિયાર. પિતાનો ઘણો લાડકો. એને ભણવામાં ઘણી મદદ પણ કરતા.
‘હા, હા,…. પણ તેનું શું ?’
‘સવારે ઘેર આવેલો. એ આંખોનો મોટો ડૉક્ટર થયો છે. આટલો મોટો થયો પણ જરીકે બદલાયો નથી. આવતાંવેંત પગે પડ્યો. મેં તુરંત ઓળખ્યો નહીં, તેમાંથી આ ચશ્માંની વાત નીકળી. અને એ ન જ માન્યો. મને સાથે લઈ જઈ આ નવાં ચશ્માં અપાવી આવ્યો ! હું ના કહેતો જ રહ્યો, પણ એ માને તો પ્રકાશ શાનો ?’ કહેતાં ચીમનકાકાનું ગળું ભરાઈ આવ્યું.
પ્રકાશનાં અપાવેલ ચશ્માંથી પિતાને તો સાફ દેખાવા માંડ્યું જ હતું, પણ તેનાથી મનુની આંખો પણ સારી એવી ખૂલી ગઈ !
[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.]

Posted in હાસ્ય કવિતા

હથેળી મા વાળ નહી


હથેળી મા વાળ નહી

ગધેડા ને ગાળ નહી

ઉંદર ને ઉચાળો નહી

મિંદડી ને માળો નહી

કુવારા ને સાળો નહીઅને કયાય હંસ કાળો નહી

સંસારી ને ભેખ નહી

મરણ મા કેક નહી

સાઇકલ મા જેક નહીઅને વાંઢા ને બ્રેક નહી

કડી ઉપર તાળુ નહી

લાડુ ઉપર વાળુ નહી

કોટ ઉપર શાલ નહી

બખતર ઉપર ઢાલ નહી

કેરડા મા પાન નહીઅને ઘર જમાય ને માન નહી

કુતરાની પૂછડી સિધી નહીઅને કજીયામા વિધિ નહી

ડૂંગરા નરમ નહી

ગુલફિ ગરમ નહી

પાપી ને ધરમ નહીઅને દિગંબર ને શરમ નહી

ફળ ફુલ મા કયાય હાંધો નહી

અને હવે તમે

Posted in હાસ્ય કવિતા

લીમડાને આવી ગ્યો તાવ

લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,

જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

ટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે !

પીત્ઝા ને બર્ગરની આખ્ખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે ?

વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણાને પીવો ને પાવ.

જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

અપ ટુ ડેટ કાગડા ને કાગડીયું માઈકમાં મંડી પડ્યા છે કાંઈ ગાવા !

કંઈ પણ ભીંજાય નહી એવા ખાબોચીયામાં નીકળી પડ્યા છો તમે ન્હાવા ?

કૂંપળના ગીત લીલા પડતા મૂકીને ગાવ રીમિક્સના ગાણાઓ ગાવ.

જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો,

આપણા આ ચહેરા પર બીજાના નખ્ખ શેના મારીને જાય છે ઉઝરડો ?

માંદા પડવાનું પોસાય કદિ કોઈને’ય સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ ?

લીમડાને આવી ગ્યો તાવ

લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,

જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

– કૃષ્ણ દવે