Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

आज की लघुकथा “वृद्धाश्रम”

रेवा और मनीष, एक खुशहाल दाम्पत्य को बिताते हुए, प्यारा सा परिवार, नज़र न लगे, वाला—-
पर नज़र तो लगती है है, समय की😊 समय रेंगा नही उड़ गया। दोनो बच्चे बड़े हो गए, शिक्षा पूरी हुई दोनो की नौकरी और शादी।
मनीष और रेवा को लगा चलो समय रहते उन्होंने जिम्मेदारी निपटा दी।
दोनो बच्चे अपने परिवार में खुश। एक की नौकरी बंगलौर में, और दूसरे की गुड़गांव में। समय रहते वो भी माँ, डैडी बनने की पायदान पर खिसके। यानी सब कुछ बेहतर से बेहतर।
मनीष को अपने निर्णय की क्षमता पर पूरा भरोसा था जो उनको सत्य सिद्ध करता गया।
बच्चों से वो घुले मिले थे सो उनका रुझान भी पकड़ पाए और बच्चे अपनी रुचि के क्षेत्र में जा सके। पापा की गाइडेन्स जो थी।
पर अब अमित यानी बड़े पुत्र की जॉब भी गुड़गांव में ही थी सो एक बार फिर पूरा परिवार साथ। सुमित और अमित दोनो के ही एक एक बच्चा था।
दादी बाबा के दुलारे, लेकिन एक बार फिर परीक्षा का दौर। अमित और सुमित जो बचपन से ही एकसाथ पले बढ़े थे अब एक ही मकान में रहना उनको असुविधाजनक लगने लगा था।
और जो बात मनीष और रेवा को हतप्रभ कर गई वो दोनो का ये डिमांड करना कि पापा इलाहाबाद वाला मकान बेच कर गुड़गांव शिफ्ट करिये यहां ही दो फ्लैट ले लेते हैं।
एक बार फिर बच्चों की रुचि का निर्णय—-
इलाहाबाद की कोठी बिक चुकी थी और उससे दो फ्लैट लिए जा चुके थे। और वो दोनो 6 महीने एक के साथ फिर 6 महीने दूसरे के साथ।
जो कल्पना उन्होंने नही की थी, या जो चूक उनसे हुई थी वो समझ रहे थे कि सेवानिवृत होने के बाद वो दायित्व मुक्त भी हो गए है। पर खाने से लेकर झाड़ू पोंछे का काम भले ही मेड के सुपुर्द हो,
पर सुपरविजन भी आसान काम नही होता। दोनो ही बहुएं सर्विस वाली थी।
मनीष की नज़र जब भी रेवा पर पड़ती उसका उदास और थका चेहरा उन्हें बेचैन कर देता और रेवा जब देखती मनीष को स्कूल बस तक बच्ची को छोड़ने, लेने जाते, या डांस क्लास, स्विमिंग क्लास पहुंचाते लाते तो उसके भी दिल मे दर्द साहोता।
दोनो ही गहरी सांस लेकर रह जाते। बच्चों के हिसाब से तो दादी बाबा को फ्रेश रखते थे उनके बच्चे।
फिर एक दिन उनकी नज़र पड़ी एक विज्ञापन पर रेवाड़ी हरियाणा में बनाई गई सीनियर सिटिजंसकी एक कॉलोनी पर।
एक दिन अकेले जाकर वो देख भी आये दो कमरों का एक घर।
आधुनिक वृद्धाश्रम😊 एक मुस्कान खेल गई चेहरे पर।
टहलने , स्पोर्ट्स, डॉक्टर, मेस ,थियेटर सब कुछ था वहां।
इस बार फिर से एक सही निर्णय अपने दोनो के पक्ष में। बच्चों के चक्कर मे कहाँ जी पाए थे एक दूसरे के साथ?
अमित , सुमित के विरोध के बाद भी वो अपने निर्णय पर अडिग थे।
उस आधुनिक वृद्धाश्रम में वो अपनी खुशियों की दस्तक सुन पा रहे थे।
अरे गुड़गांव कहाँ दूर है, आते जाते रहेंगे, और तुमलोग भी तो आते रहोगे नाती पोतों को हमसे मिलवाने।
और आज फिर वो एक युवा दंपत्ति में बदल चुके थे हंसते खिलखिलाते, अपने जैसे कई युवाओं के मध्य।
रश्मि सिन्हा
मौलिक रचना

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ज्ञान का अहंकार

एक समय की बात है, एक घमंडी व्यक्ति शहर से पढ़ लिख कर अपने पुराने गांव आया, गांव और शहर के बीच में एक नदी पड़ती थी जिसको पार करने के बाद ही वह अपने गांव जा सकता था, इसलिए उसने एक नाव वाले को बुलाया और उसकी नाव में सवार होकर अपने गांव की ओर चल दिया🚣‍♂️

कुछ देर चलने के बाद वह घमंड में भरकर नाविक से पूछना लगा– क्या तुमने कभी व्याकरण पढ़ा है..?📚📖

नाविक कुछ देर के लिए सोच में पड़ गया और फिर बोला ‘नहीं’ साहब मैंने नहीं पढ़ा है❓

घमंड और अहंकार से भरे हुए व्यक्ति ने हंसते हुए कहा फिर तो तुमने अपनी आधी जिंदगी व्यर्थ में गंवा दी😜

थोड़ी देर बाद अपनी पढ़ाई का और घमंड दिखाने के लिए उस व्यक्ति ने नाभिक से फिर पूछा, तुमने इतिहास और भूगोल पढ़ा है?

नाविक ने ना में सिर हिलाते हुए कहा ‘नहीं’ साहब।❌

अहंकारी व्यक्ति ने फिर जोर से ठहाका लगाकर नाविक का मजाक उड़ाते हुए कहा फिर तो तुमने अपना पूरा जीवन व्यर्थ कर दिया🤨😗

नाविक को इस बात पर बहुत क्रोध आया लेकिन मन मार कर रह गया और उस व्यक्ति से कुछ नहीं बोला चुपचाप नाव चलाने लगा।

कुछ दूर नाव चलाने के बाद अचानक नदी में उफ़ान आ गया और नाव जोर-जोर से हिचकोले खाने लगी। यह देख कर नाविक ने चेहरे पर छोटी सी मुस्कान के साथ ऊंचे स्वर में उस व्यक्ति से पूछा– ‘साहब’ आपको तैरना भी आता है या नहीं…?🏊‍♀️

व्यक्ति ने कहा– ‘नहीं’ मुझे तैरना नहीं आता है🙄

नाविक ने कहा फिर तो आपको अपने इतिहास भूगोल और व्याकरण को सहायता के लिए बुलाना पड़ेगा, वरना आपकी सारी उम्र बर्बाद हो जाएगी. क्योंकि यह नाव डूबने वाली है।

यह कहकर नाविक नदी में कूद तैरता हुआ किनारे की ओर चला गया।

शिक्षा:-
कभी भी अपने ज्ञान पर व्यर्थ का अहंकार प्रदर्शित नहीं करना चाहिए और किसी को अपने ज्ञान के बल पर नीचा नहीं दिखाना चाहिए।

जय श्री राम
ज्योतिषाचार्य डॉ संदीप चड्ढा 🙏🙏

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

સાધુ”નો ઈન્ટરવ્યું……..

એક “સાધુ”નો ન્યુયોર્કમાં મોટો પત્રકાર ઈન્ટરવ્યું લઈ રહ્યો હતો.
પત્રકાર: સર! તમે છેલ્લા પ્રવચનમાં “સંપર્ક” (“Contact”) અને જોડાણ (“Connection”) પર વાતો કરી પરંતુ એ વાતો બહુ જ મૂંઝવણ”માં મુકનારી છે, શું તમે “સમજાવી” શકશો?

“સંન્યાસી”એ “સ્મિત” કર્યું અને તેમણે કંઈક અલગ જ બીજા પત્રકારો સાથે પ્રશ્નો પૂછવાનું ચાલુ કર્યું.

પત્રકારને પૂછ્યું: તમે ન્યુયોર્કમાં રહો છો?
પત્રકાર: હા.
“સંન્યાસી”. તમારા ઘરમાં કોણ કોણ છે?
પત્રકારને લાગ્યું કે “સાધુ” એનો સવાલ ટાળવાની કોશિશ કરી રહ્યો છે કારણકે “સાધુ”નો સવાલ “બહુ જ વ્યક્તિગત” અને તેણે પૂછેલા સવાલના જવાબથી અલગ હતો.
છતાં પણ પત્રકાર બોલ્યો: મારી “માં” હવે નથી, “પિતા” છે અને “3 ભાઈઓ” અને એક “બહેન” છે. બધા જ પરણેલા છે.
“સંન્યાસી”એ “ચહેરા” પર “સ્મિત”શલાવી પૂછ્યું: તમે તમારા “પિતા” સાથે વાત કરો છો?
પત્રકાર “ચહેરા”થી “ગુસ્સે” થતો લાગ્યો.
“સંન્યાસી”એ પૂછ્યું: તમે તમારા “પિતા” સાથે “છેલ્લે ક્યારે વાત” કરી હતી?

પત્રકારે પોતાના “ગુસ્સા”ને દબાવતા જવાબ આપ્યો: કદાચ એક મહિના પહેલા”.

“સંન્યાસી”એ પૂછ્યું: “શું તમે ભાઈ બહેન” કાયમ મળો છો? તમે “બધા જ” એક “પરિવાર”ની જેમ “છેલ્લા ક્યારે મળ્યાં” હતાં?

એ સવાલ પર પત્રકારના માથા પર પરસેવો આવી ગયો, ઈન્ટરવ્યૂ “હું” લઉં છું કે આ “સાધુ”? એવું લાગ્યું જાણે “સાધુ પત્રકાર”નો ઈન્ટરવ્યું લઈ રહ્યા છે?
એક “ઉદાસીભર્યા ઉદગાર” સાથે પત્રકાર બોલ્યો: બે વર્ષ પહેલાં “ક્રિસમસ” પર.

“સંન્યાસી”એ પૂછ્યું: “કેટલા દિવસ તમે બધા સાથે રહ્યા”?
પત્રકાર પોતાની “આંખો”માંથી નીકળેલા “આંસુ”ઓ લૂછતાં બોલ્યો: “ફક્ત 3 દિવસ”!

“સંન્યાસી”એ પૂછ્યું: “કેટલો સમય” તમે “ભાઈ-બહેનો”એ તમારા “પિતા”ની “એકદમ નજીક બેસી”ને પસાર કર્યો?

પત્રકાર “હેરાનગી” અને “શર્મિન્દગી” અનુભવવા લાગ્યો અને એક કાગળ પર કંઈક લખવા લાગ્યો.

“સંન્યાસી”એ પૂછ્યું: “શું તમે તમારા “પિતા” સાથે “નાસ્તો” કર્યો? “બપોરે” કે “રાત્રે” સાથે “જમ્યા” છો? શું તમે તમારા “પિતા”ને પૂછ્યું કે “કેમ છો”? તેમની “તબિયત” કેવી છે? “માતા”ના “મૃત્યુ” પછી તેમનો “સમય” કેવી રીતે “પસાર” થઈ રહ્યો છે?

“સંન્યાસી” એ “પત્રકાર”નો “હાથ” પકડ્યો અને કહ્યું: “શરમાશો” કે “દુઃખી ના” થશો. “મને અફસોસ” છે કદાચ “મારા”થી “તમને અજાણતાં દુઃખ” પહોચાડ્યું હોય તો! પરંતુ “આ જ” તમારા સવાલનો “જવાબ” છે “સંપર્ક” અને ” જોડાણ” (Contact and Connection).

“તમે તમારા પિતા” સાથે “ફક્ત સંપર્ક”
(Contact)માં છો પણ “તમારૂં” એમની સાથે “કોઈ જ” “Connection” નથી. “તમે” તેમની સાથે “જોડાયેલા જ” નથી. You are not connected to him.
તમે તમારા “પિતા” સાથે ફક્ત “સંપર્ક”માં છો, “જોડાયેલા જ” નથી.

“Connection” હંમેશા “આત્મા”નું હોય છે. “હૃદય”થી ‘હૃદય”નું હોય છે. એક સાથે “બેસવું” અને “ભોજન” લેવું, “એકબીજા”ની “સારસંભાળ” કરવી, “સ્પર્શ” કરવો, “હાથ” મિલાવવો, “આંખો”નો “સંપર્ક” થવો, કેટલોક “સમય” એકસાથે વિતાવવો આ “જરૂરી” છે.

તમે તમારા “પિતા”, “ભાઈ” અને “બહેનો”ના “સંપર્ક”માં (“Contact”) છો પરંતુ તમારૂ “એકબીજા” સાથે કોઈ “જોડાણ” (“Connection”) નથી.

પત્રકારે “આંખો” લૂછી અને બોલ્યો: મને એક “સારો” અને “અવિસ્મરણીય પાઠ” શીખવવા બદલ “ધન્યવાદ”!

આજે પણ “લોકો”ની આવી “જ” પરિસ્થિતિ થઈ રહી છે. બધાના “હજારો સંપર્ક” (“contacts”) છે પણ કોઈને “એકબીજા” સાથે “લગાવ”-“જોડાણ” (“connection”) નથી. કોઈ “જ” “વિચાર વિમર્શ” નહિં. પ્રત્યેક “વ્યક્તિ” પોતાની “નકલી” દુનિયામાં ખોવાયેલી છે.

એ “સંન્યાસી” એ બીજું કોઈ “જ” નહીં પરંતુ “સ્વામી વિવેકાનંદ” હતા.

🌹 સંપર્કમાં રહો અને જોડાયેલા રહો 🌹
🙏🙏

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

🔯 माता_लक्ष्मी_की_कथा 🔯
—————————–
एक बूढ़ा ब्राह्मण था वह रोज पीपल को जल से सींचता था । पीपल में से रोज एक लड़की निकलती और कहती पिताजी मैं आपके साथ जाऊँगी। यह सुनते-सुनते बूढ़ा दिन ब दिन कमजोर होने लगा तो बुढ़िया ने पूछा की क्या बात है? बूढ़ा बोला कि पीपल से एक लड़की निकलती है और कहती है कि वह भी मेरे साथ चलेगी। बुढ़िया बोली कि कल ले आना उस लड़की को जहाँ छ: लड़कियाँ पहले से ही हमारे घर में है वहाँ सातवीं लड़की और सही।
अगले दिन बूढ़ा उस लड़की को घर ले आया। घर लाने के बाद बूढ़ा आटा माँगने गया तो उसे पहले दिनों की अपेक्षा आज ज्यादा आटा मिला था। जब बुढ़िया वह आटा छानने लगी तो लड़की ने कहा कि लाओ माँ, मैं छान देती हूँ। जब वह आटा छानने बैठी तो परात भर गई। उसके बाद माँ खाना बनाने जाने लगी तो लड़की बोली कि आज रसोई में मैं जाऊँगी तो बुढ़िया बोली कि ना, तेरे हाथ जल जाएँगे लेकिन लड़की नहीं मानी और वह रसोई में खाना बनाने गई तो उसने तरह-तरह के छत्तीसों व्यंजन बना डाले और आज सभी ने भरपेट खाना खाया। इससे पहले वह आधा पेट भूखा ही रहते थे।
रात हुई तो बुढ़िया का भाई आया और कहने लगा कि दीदी मैं तो खाना खाऊँगा। बुढ़िया परेशान हो गई कि अब खाना कहाँ से लाएगी। लड़की ने पूछा की माँ क्या बात है? उसने कहा कि तेरा मामा आया है और रोटी खाएगा लेकिन रोटी तो सबने खा ली है अब उसके लिए कहाँ से लाऊँगी। लड़की बोली कि मैं बना दूँगी और वह रसोई में गई और मामा के लिए छत्तीसों व्यंजन बना दिए। मामा ने भरपेट खाया और कहा भी कि ऎसा खाना इससे पहले उसने कभी नहीं खाया है। बुढ़िया ने कहा कि भाई तेरी पावनी भाँजी है उसी ने बनाया है।

शाम हुई तो लड़की बोली कि माँ चौका लगा के चौके का दीया जला देना, कोठे में मैं सोऊँगी। बुढ़िया बोली कि ना बेटी तू डर जाएगी लेकिन वह बोली कि ना मैं ना डरुँगी, मैं अंदर कोठे में ही सोऊँगी। वह कोठे में ही जाकर सो गई। आधी रात को लड़की उठी और चारों ओर आँख मारी तो धन ही धन हो गया। वह बाहर जाने लगी तो एक बूढ़ा ब्राह्मण सो रहा था। उसने देखा तो कहा कि बेटी तू कहाँ चली? लड़की बोली कि मैं तो दरिद्रता दूर करने आई थी। उसने बूढे के घर में भी आँख से देखा तो चारों ओर धन ही धन हो गया।

सुबह सवेरे सब उठे तो लड़की को ना पाकर उसे ढूंढने लगे कि पावनी बेटी कहां चली गई। बूढ़ा ब्राह्मण बोला कि वह तो लक्ष्मी माता थी जो हमारी दरिद्रता दूर करने आई थी । और हमारी दरिद्रता दूर करके चली गई । हे लक्ष्मी माता ! जैसे आपने उनकी दरिद्रता दूर की वैसे ही सबकी करना।
🌺🌼🙏🙏🚩🚩
🌺जय लक्ष्मी माता 🌺
🌻🌻🌷🌻🌻🌷🌻🌻🌷🌻🌻🌷🌻🌻

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

રાંધણ છઠ અને બાળકો

જા તો મોટાબાપુના ઘરે જઈને મોટાબાને કે જે કે અમારો મોટો જારો નવરો થયો હોય તો આપો અને તમારું પુરીઓ પાડવાનું મશીન પણ આપજો

ને કાકીના ઘરે જઈને કે’ જે કે અમારે અડધા ઢેબરા વણાઈ ગ્યા છે ને ઘાણ ઉતારવા છે તો અમારો મોટો તવો બેન હારે મોકલી દે અને અને તમારે બધુ તળાઈ ગ્યું હોય તો નાનીબાનને મોળીને તીખી પુરીનો લોટ બાંધવા ને પુરી વણવાં ઘડીક મોકલજો
ને નાના કાકાના ઘરેથી વળતાં ગાંઠીયા પાડવાનો હંચો ઝાલતો આવજે

રાંધણ છઠ નાં દિવસે ઉપર માં જણાવેલ કામગીરી ઘરનાં સૌથી નાના સભ્ય અને છોકરાઓએ લગભગ કરવાની હોય છે
અમારી પોલીસની ભાષામાં કહું તો આ કામગીરી કરનારને TTO કહેવાય ( ટાંપા ટૈયા ઓફિસર )
ઓલું લાવો પેલું લાવો આ મુકો તે મુકો વિગેરે વિગેરે

આવી વસ્તુઓ ભેગી થાય એટલે ભાઈશ્રી તેમની મમ્મી કે બેનને પુરીઓ વણવામાં કે વણેલી પુરી ગોઠવવામાં મદદરૂપ થતાં હોય છે. અને પુરીઓ પણ કેવી ગોઠવે લાઈનસર કટ ટુ કટ જાણે પ્લોટ હોય 😃🤣

પુરીઓ વણવાની શરુંઆત થાય એટલે એ બાંધેલ લોટમાંથી પેલાં બને ગણપતિ બાપા, એક ઉંદરડી અને પાંચ નાનકા લાડવા અને તવામાં પણ સૌથી પહેલાં એને જ તળીને ઘાણવાના શ્રી ગણેશ કરવામાં આવે.

વારા ફરતી મોળી પુરી, તીખી પુરી, ઢેબરા, સુંવાળી વિવિધ વાનગીઓના ઘાણ ઉતરતા જાય અને પુરીઓ તળાતી જાય. એ વણાયેલી વાનગીને તળવા વાળા સુધી પહોંચાડવાની જવાબદારી હોય છે TTO સાહેબની

કેમ કે મોઢામાં પાણી આવતાં હોય ઓલ્યા ગણપતીબાપા માટે બનાવેલા લાડવા ખાવાની ઉતાવળમાં
પણ જ્યાં સુધી એ બધું તળાય ત્યાં સુધીમાં તો TTO સાહેબ થાકીને લોથ થઈ ગ્યા હોય એ પુરીઓ ખાવાનો વેંત જ ન રહ્યો હોય. સુગંધથી જ પેટ ભરાઈ ગયું હોય

એમાંય અમુક આળવિતરા TTO તો પુરીઓ વણવા વાળા પાસેથી વેલણ આંચકીને પુરીઓ બનાવે 😃 પછી બેન ભાઈ વચ્ચે થાય ડખ્ખો 🤣😃
આગેવાનને કહેવામાં આવે કે મમ્મી ભાઈને કે ને વેલણ નથી દેતો પછી નો કેતી કે મોડું થયું 😆🤣😃
રસોડામાંથી એક હાંક આવે એટલે TTO સાહેબ ખારા થઈ જાય ને પરાણે પરાણે વેલણ આપે

બપોરથી લઈને રાત્રી સુધી વિવધ વાનગીઓ તળીને ડબ્બામાં ભરવામાં આવે અને છેલ્લે બને મોળી કઢી અને લસણ મીર્ચ પાવડરની ચટણી બને પછી ચુલેથી તાવડો ઉતરી ચુલાને કંકુથી સાંખીયો ચાંદલા કરી ચોખાથી વધાવવામાં આવે અને ચુલાને બે દિવસ માંટે વિશ્રામ આપવામાં આવે. ચૂલામાં બહાર ઉગેલ છોડ રોપવામાં આવે જેમાં મોટાભાગે આંબો કે કપાસનો છોડ રોપવામાં આવતાં.

હવે તો આ સુવિધા વાળા જમાનામાં ચુલા ગયા અને ગેસ આવ્યા. મહેનત ન કરવી પડે એ માટે બજારમાં બધુ તૈયાર મળે પણ એ તૈયાર વસ્તુમાં એ મજા ક્યાં ❓ એ વસ્તુ માં એ સ્વાદ ક્યાં ❓ કેમ કે એ તો આપણી માતાઉ બહેનોએ મહેનત કરીને પ્રેમ ઉમેરીને પોતાના પરિવાર માટે આ બધુ બનાવ્યું હોય છે.

એમાં ખાસ મહેનત હોય છે TTO સાહેબની 🤣😃😆
આ TTO સાહેબ આમ તો બધાને નડ્યા જ હોય છે મહેનત કરવામાં પણ આખા ઘરમાં સૌથી વધારે ઉત્સાહ આ TTO મહાશય ને જ હોય છે.

હાળા એ દિવસો તો કેમ ભુલાય ?

“ સ્હેજ શેરી સાંભરી ને બાળપણ બેઠું થયું,
મેં નજર પાછળ કરી ને બાળપણ બેઠું થયું.
ભાવતી ચીજો અને સૌ ફેરીયાઓ સાંભર્યા,
જીભ આ હોઠે ફરી ને બાળપણ બેઠું થયું.
લાલ આંખો થૈ હતી કૈં ધુબકા માર્યા પછી,
આંખ આ ચોળી જરી ને બાળપણ બેઠું થયું.
યાદ આવી ગૈ ફરીથી આજ જુની વારતા,
ઉડતી આવી પરી ને બાળપણ બેઠું થયું.
યાદ આવ્યા સ્વપ્નમાં કૈં રાક્ષસોના મુખવટા,
નીંદથી જાગ્યો ડરી ને બાળપણ બેઠું થયું.
સ્વર્ગ શો ખોળો અને હેતાળ ફરતો હાથ એ,
મા મને એ સાંભરી ને બાળપણ બેઠું થયું.
મોજ મસ્તીના દીવસ કેવા હતા, કોને કહું ?
હું રડ્યો ખોબો ભરી ને બાળપણ બેઠું થયું.”

કાવ્ય સ્રોત- શ્રી બી.કે.રાઠોડ ‘બાબુ’

-અસ્તુ
જય માતાજી

#આપડેપોતે

ચેતનસિંહ ગોહિલ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

उन्मादी (लघुकथा)
———
उस किशोर की उम्र लगभग सत्रह- अठारह साल की होगी। वह खेतों के पगडंडियों पर फसलों को सहलाते हुए चला जा रहा था। खेतों में खड़ी फसलों, पेड़ -पौधों, पर्वत श्रृंखलाओं को देख आनंदित हो रहा था। शायद वह गांव पहली बार आया था। उसकी नजर थोड़ी दूर खड़े एक बच्चे पर पड़ी जिसके हाथ में एक पोटली थी; शायद वह खेत में काम कर रहे अपने पिता के लिए खाना लेकर जा रहा था। बच्चा पानी से भरे एक नाला के पास खड़ा रो रहा था। वह किशोर दौड़ता हुआ उस बच्चे के पास गया और उसे उठाकर नाला के पार ले जाने लगा।’ बच्चा चोर ‘ ‘ बच्चा चोर ‘चिल्लाते हुए कुछ लोग उस ओर दौड़ पड़े। उन्मादी भीड़ ने ‘”बच्चा चोर है ‘, मारो मारो” कहते हुए उस लड़के को घेर लिया। किसी ने उसे जोर का धक्का मारा, वह जमीन पर गिर पड़ा। लड़का गिड़गिड़ाने लगा लेकिन किसी ने उसकी एक न सुनी। वह रोता रहा, गिड़गिड़ाता रहा और भीड़ में मारो -मारो की आवाज गूंजती रही। किसी ने लात मारी किसी ने घूंसा, किसी ने लाठी से प्रहार किया। वह चीखता रहा गिड़गिड़ाता रहा लेकिन उन्मादी आवाज के बीच उसकी चीख दब गई। भीड़ उसे तबतक पिटती रही जबतक कि वह ढेर नहीं हो गया। खून से लथपथ उसका शरीर जमीन पर पड़ा था और उन्मादी अपनी जीत का जश्न मना रहे थे। भयाक्रांत वह छोटा सा बच्चा थर -थर कांप रहा था। किसी ने उसे गोदी में उठा कर सहलाते हुए कहा,”डरो नहीं बेटा, उसे मार डाला है, अब कोई तुम्हे ले नहीं भागेगा।” सिसकियां लेते हुए उस बच्चे ने कहा,” वह भैया बहुत अच्छे थे, मुझे नाला पार करवा रहे थे। आपलोग बहुत गंदे हो।” बच्चा बार -बार अपनी बात दोहराता रहा लेकिन उन्मादी शोर में उस बच्चे की आवाज दबकर रह गई।
(टी पी पोद्दार)

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

कबाड़ी !!

पड़ौस का दो सौ साल से भी पुराना खंडहर जैसा मकान अब तोड़ दिया जाएगा , खबर थी ।

आज देखा कि मजदूर आ गए , शायद एक ही परिवार लग रहा था ….तीन मर्द और दो औरतें और तीन बच्चे खड़े थे ।

बिखरे उलझे बाल, गंदे मैले कपड़े, खस्ता हाल से , जैसे मजदूर होते , मजबूर से ! मर्दों के हाथ मे तीन बड़े बड़े झोले थे , कुछ मर्दों ने झाड़ू उठाई और एक टूटे कमरे की साफ सफाई मे जुट गए और फिर … उनकी झोला गृहस्ती खुलने लगी ।

पहले झोले में , चकला , तवा , परात , दो करछुल, दो बर्तन, दो तीन थालियां और दो तीन मग्गे !

दूसरे झोले से औरतों बच्चों और मर्दों के कपड़े , मैले कुचैले और तीसरे झोले से निकले दो तीन गमछे , तीन चार चादरें एक बड़े दांते वाली कंघी, एक गोल छोटा शीशा और एक घिसी हुई लाल सी साबुन टिक्की और निकलीं…. दो फटी हुई गेंदें और एक मैली कुचैली गुड़िया !!

देखा एक भी सामान फालतू नही था , एक भरे पूरे परिवार की गृहस्ती बस इत्ती सी ?सामान खुलते ही परिवार हरकत मे आ गया । ईंटो से चूल्हा बन गया, टूटे घर से ही निकली सूखी डालीयां लकड़ी, टहनियों ने उसमे आग जला दी औरतों ने मोटी मोटी रोटियां थापीं फिर बर्तन में दाल चढ़ी सबसे बाद में भात बना ढेर सारा ।

खाना तैयार था…..एकदम सादा खाना !!

अचानक मेरी नज़र अपने घर मे चारों तरफ घूमने लगी…..

तीन चार अलमारियों और एल्युमिनियम के बड़े बक्सो में वो कपड़े भरे पड़े थे जिनको मैं कभी नहीं पहनने वाला था ।
दूसरी अलमारियों मे किताबें, पुराने ब्लंकेट्स, रजाइयाँ, तकिये , गिलाफ, चादरें और मुझे ही नहीं पता की क्या क्या ।

दो अलमारीयों मे पुराने स्टील, पीतल और तांबे के बर्तन थे, पर उनमे अब कुछ भी बनने वाला नहीं था । चालीस साल की ग्रहस्ती मे बस खरीदते गए चाहे उपयोग एकाध बार ही हुआ हो… अब सब फालतू ही हो गया था ।

घर मे बचे थे मै और श्रीमती जी बस !

डॉक्टर दोनों को सख्त हिदायत दे गए थे फिट रहना है तो… खाना रखना होगा एकदम सादा !!! ठीक वैसा जो इन्होंने चूल्हे पे बनाया था ।

मैं कभी अपने घर के करीने से सजे सामानों को देखता तो कभी इन लोगों के झोलों को …. कितना क्या, क्यूँ इकट्ठा कर बचा रखा था मैंने ..फालतू का सब ……..कबाड़ !!!?

निरंजन धुलेकर

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એકવાર સાંજે ઓફિસથી ઘરે આવતા સમય જોયું કે નાનું બોર્ડ રેકડીની છત ઉપર લટકતું હતું જેના પર માર્કરથી લખ્યું હતું :

*ઘરમાં કોઈ નથી, મારી ઘરડી માં બિમાર છે, મારે થોડી-થોડી વાર એમને ખવડાવવા, દવા અને હાજત કરાવવા જવું પડે છે, જો તમને ઉતાવળ હોય તો તમારી ઈચ્છાથી ફળ તોલીને ખુણામાં પડેલા પથ્થર નીચે પૈસા મુકી દેશો. સાથે જ મુલ્ય પણ લખેલું છે.*

*અને જો તમારી પાસે પૈસા ના હોય તો મારી તરફથી લઇ લેજો. અનુમતિ છે.*

મેં આમ તેમ જોયું.બાજુમાં પડેલું ત્રાજવું લઇને બે કિલો સફરજન અને એક ડઝન કેળા લીધા,બેગમાં નાખ્યા, ભાવ પત્રકમાં ભાવ જોયો, પૈસા કાઢીને પથ્થર ઉપાડ્યો, ત્યાં સો, પચાસ અને દસ- દસની નોટ પડી હતી. મેં પણ પૈસા ત્યાં મુકી દીધા. બેગ ઉપાડી ને ઘરે આવી ગયો.જમ્યા પછી મારી પત્ની અને હું ફરતા -ફરતા ત્યાંથી નીકળ્યા તો જોયું કે જર્જરિત આધેડ વયનો વ્યક્તિ મેલા કુર્તા પાયજામો પહેરીને લારી લઈને બસ જવાનાં જ હતા. એણે અમને જોઇને સ્મિત આપ્યું અને બોલ્યા,

“સાહેબ ! ફળ તો ખતમ થઇ ગયા. મેં એમ જ વાત શરૂ કરવાના ઈરાદાથી પૂછ્યું, એમણે કહ્યું પણ મેં સાંભળ્યું ના સાંભળ્યું કરી ને કુતુહલવશ લારી પર લટકાવેલ બોર્ડ વિશે જાણવા પ્રયત્ન કર્યો તો તેમણે કહ્યું, “ પાછલા ત્રણ વર્ષથી માં પથારીમાં છે, થોડી પાગલ જેવી છે અને હવે તો એને લકવો પણ થઇ ગયો છે. મારી કોઈ સંતાન નથી, પત્ની સ્વર્ગવાસી થઇ ગઈ છે. હવે ફક્ત છીએ હું અને માં. માં ની દેખરેખ કરવાવાળું કોઈ નથી એટલે મારે દર વખતે માંનું ધ્યાન રાખવું પડે છે.

એક દિવસ મેં માં નાં પગ દબાવતી વખતે બહુ નરમાશથી કહ્યું, “ માં! તારી સેવા કરવાનું બહુ મન થાય છે. પણ ખિસ્સું ખાલી છે અને તું મને રૂમની બહાર નીકળવા નથી દેતી. તું જ કહે હું શું કરું? હવે આકાશમાંથી તો જમવાનું ઉતરશે નહિ.

આ સાંભળી માં ઢીલું ઢીલું હસી અને હાસ્ય સાથે હાંફતા કાંપતા ઉભા થવાની કોશિશ કરી. મેં તકિયાનો ટેક લગાવ્યો. માં એ કરચલી વાળો ચહેરો ઉંચો કર્યો, પોતાના કમજોર હાથોથી નમસ્કારની મુદ્રા માં હાથ જોડ્યા અને ભગવાનને બડબડ કરીને ના જાણે શું વાત કરી, પછી બોલી …….

“તું લારી ત્યાં મુકીને આવ, આપણા ભાગ્યનું આપણને આ રૂમમાં બેઠા બેઠા મળી જશે.”

મેં કીધું, “માં શું વાત કરે છે. ત્યાં મુકીને આવીશ તો ચોર – મવાલી કઈક લઇ જશે. આજકાલ કોણ કોની મજબૂરી સમજે છે? અને માલિક વગર કોણ ફળ ખરીદવા આવશે?”
માં કહેવા લાગી, “તું સવારે ભગવાનનું નામ લઈને ફળોની લારી ભરીને મુકી આવ અને રોજ સાંજે ખાલી લારી લઇ આવ, બસ. મારી સાથે જીભાજોડી નાં કર. મને મારા ભગવાન પર ભરોસો છે. જો તારું નુકશાન થાય તો મને કહેશે.

અઢી વર્ષ થયા સાહેબ … સવારે લારી મુકીને આવું છું અને સાંજે લઇ આવું છું. લોકો પૈસા મુકી જાય છે, ફળ લઇ જાય છે. એક ફળ ઉપર નીચે નથી થતું પરંતુ કોઈક તો વધારે મુકી જાય છે. ક્યારેક કોઈ માં માટે ફૂલ મુકી જાય છે ક્યારેક કોઈક બીજી વસ્તુ. પરમદિવસે જ એક દિકરી પુલાવ મુકી ગઈ અને સાથે એક ચિટ્ઠી પણ હતી – *“માં માટે”*

એક ડોક્ટર સાહેબ પોતાનું કાર્ડ મુકી ગયા, પાછળ લખ્યું હતું.. માંની તબિયત નાજુક હોય તો કોલ કરી લેજો, હું આવી જઈશ, આ મારી માંની સેવાનું ફળ છે કે મારી માંની દુઆની શક્તિ, હું નથી જાણતો.

નાં મારી માં મને એની પાસેથી ખસવા દે છે નાં મારો ભગવાન મારો વિશ્વાસ ડગવા દે છે. માં કહે છે તારા ફળ દેવદૂતો વેચાવી દે છે. ખબર નહિ.. માં ભોળી છે અથવા હું અજ્ઞાની.

હું તો એટલું જ સમજી શક્યો કે આપણે માં બાપ ની સેવા કરીએ તો ઈશ્વર આપણને સફળ બનાવવા માટે અગ્રેસર થઇ જાય છે.

આ કહીને ચાલ્યા કરે અને હું ત્યાં જ ઉભો રહી ગયો. અવાક….. પણ શ્રદ્ધાથી તરબોળ…

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

હેમુભાઈ ગઢવી


#હેમુ_ગઢવી પુણ્યતિથી…(20/8/1965)

“ચડશે ઘટા ઘનઘોર ગગને મેઘ જળ વરસાવશે,
નિલવરણી ઓઢણી જઇ ધરા સર પર ધારશે.
ગહેકાંટ થાતા ગીર મોરા પીયુ ધન પોકારશે,
એ વખતે આ ગુજરાતને હા યાદ હેમુ આવશે..”

ગુજરાતી લોકસાહિ‌ત્ય અને ગુજરાતી લોકસંગીતને અમરત્વ બક્ષનાર મહાન લોકગાયક હેમુ ગઢવીની આજે પુણ્યતિથિ છે.

આજે પણ એમના કામણગારા કંઠનો જાદુ હજારો-લાખો લોકોને મુગ્ધ કરી રહ્યો છે.૧૯૨૯માં ચોટીલાના ખોબા જેવડા ઢાંકણિયા ગામમાં જન્મેલા હેમુભાઇને ઇશ્વરે ઠાંસોઠાંસ કલાનો ખજાનો ભરીને મોકલ્યા હતા. તેમણે કારકિર્દીની શરૂઆત તો રંગભૂમિથી કરી હતી. માત્ર ૧૪ વર્ષની તરુણ વયે તેમણે ‘મોરલીધર ’ નામના નાટકમાં ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવ્યું અને રંગભૂમિને એક નવા સિતારાની ભેટ મળી. હેમુભાઇનો રંગભૂમિ પર પ્રવેશ થાય ત્યારે જાણે રંગભૂમિ તેમને ચૂમતી હોય એવું લાગે. શેતલને કાંઠેમાં તેમણે એકસાથે ત્રણ-ત્રણ ભૂમિકા ભજવી હતી. જયશંકર સુંદરીનું પાત્ર તો એમણે એવું આબેહૂબ ભજવ્યું કે દુનિયા તેમના પર ઓળઘોળ થઇ ગઇ. એમની લોકપ્રિયતાની પરાકાષ્ટા તો એ હતી કે એ પાત્ર ભજવ્યા બાદ તેમના રક્ષણ માટે ખાસ બંદોબસ્ત રાખવો પડયો હતો.

રંગભૂમિને ઘેલી કરનાર આ રતનની સાચી ક્ષમતાને રાજકોટ આકાશવાણીના ચંદ્રકાંતભાઇ ભટ્ટ ઓળખી ગયા. આગ્રહ કરીને ‘રેડિયો’ માં લઇ ગયા. ૧૯પ૬માં તેઓ આકાશવાણીમાં તાનપુરા આર્ટિ‌સ્ટ તરીકે જોડાયા અને ત્યારબાદ, ૧૯૬પમાં તેમનું અવસાન થયું. એ ૯ વર્ષના ગાળામાં એમણે લોકસંગીતની જે વિરાસત આપી તે બદલ ગુજરાત સદા તેમનું ઋણી રહેશે.

હેમુભાઇના અવાજમાં કંઇક દૈવી તત્ત્વ હતું. કામણ પાથરનારો ગૂઢ જાદુ હતો એમના કંઠમાં. શાંત રાત્રિમાં સમુદ્ર ઘૂઘવતો હોય એવી બુલંદી અને એવું ગાંર્ભીય એમના ગળામાંથી વહેતું. હેમુભાઇના અવાજમાં સાવજની ત્રાડ, મોરલાનો ગહેંકાટ, કોયલનો કલરવ અને અષાઢનો ગડગડાટ એકસામટા ઓગળ્યા’તા. લોકસંગીતને લોકગીતોને લોકભોગ્ય બનાવવા માટે હેમુભાઇએ જે પરિશ્રમ કર્યો તેનો જોટો જડે તેમ નથી. હેમુભાઇ રેકોર્ડિંગના સાધનો સાથે આકાશવાણીની ટીમો લઇને ગામડાંઓ ખૂંદતા, લોકગીતો, રાસડા અને લોકકથા શોધતા અને જે-તે વિસ્તારના મૂળ લોકઢાળ મુજબ જ તેનું રેકોર્ડિંગ કરતા. લોકગીતોનું અસ્સલ સ્વરૂપ યથાવત્ રાખીને પણ હેમુભાઇએ લોકસંગીત, સાહિ‌ત્ય અને સંસ્કૃતિને ઘરે-ઘરે ગાજતું કર્યું તે તેમની મહાન સિધ્ધિ હતી. એમણે લોક સંગીતને એવું સર્વાંગી અને સર્વોત્કૃષ્ટ સ્વરૂપ આપ્યું કે આજે અડધી સદી બાદ પણ તેમાં કોઇ ખાસ નવું ઉમેરી શકાયું નથી. વર્તમાન લોક સંગીત ગમે તે સ્વરૂપે રજૂ થતું હોય તેનો મૂળ તંતુ હેમુભાઇ સાથે જ જોડાયેલો છે અને જોડાયેલો રહેશે.

હેમુભાઇ આજીવન લોક સંગીતને સમર્પિ‌ત રહ્યા. રેડિયો પર હેમુભાઇનો એક ‘અબાજી ગબાજી’ નામનો કાર્યક્રમ આવતો.

મૃત્યુના આગલા દિવસે એ કાર્યક્રમમાં હેમુભાઇ દુહો બોલેલા, ”નામ રહંતા ઠાકરા નાણા ઇ નવ રહંત, કીર્તિ‌ કેરા કોટડા, પાડયા નહીં પડંત’’ તા. ૨૦-૮-૧૯૬પના રોજ જન્માષ્ટમીના દિવસે પડધરીમાં લોકગીતોનું રેકોર્ડિંગ કરવા હેમુભાઇ ગયા હતા. હાજીભાઇ તબલા પર અને ટપુ દેગામા મંજીરા પર રમી રહ્યા હતા. હેમુભાઇએ લય વધારવા હાથ ઊંચો કર્યો, લય વધ્યો અને બરાબર તે જ ક્ષણે હેમુભાઇને હૃદય રોગનો હુમલો આવ્યો. મંચ પર સંગીતના સૂરો વહી રહ્યા હતા ત્યાં ગુજરાતી લોક સંગીતનો સહુથી વધુ સૂરીલો મધ મીઠો સૂર સદા માટે શાંત થઇ ગયો.

ગોકુળ આઠમ, ગોકુળિયા ગામ પડધરીનો મેળો, રાસડાના સૂર અને એની મસ્તીમાં લિન થઇ ગયેલા હેમુભાઇ કોઇ અણદિઠી વ્રજની કુંજ ગલીઓમાં શ્યામ અને રાધાની રાસલીલામાં ગીતડાં ગાવા સિધાવી ગયા. હેમુભાઇએ રેડિયો દ્વારા, ડાયરાઓ દ્વારા ગુજરાતના ઘરે-ઘરે લોક સાહિ‌ત્ય અને લોક સંગીતના અસંખ્ય લીલા તોરણે બાંધ્યા. આજેય એ તોરણોના લીલાછમ્મ પાન લહેરાય છે. હેમુભાઇ સદેહે નથી. પણ, એમના પુત્રો સ્વ. જીતુદાન ગઢવી અને બિહારીદાને કસૂંબલ વારસો જાળવી રાખ્યો છે. હેમુભાઇ સદેહે નથી, પણ સ્વરદેહે તેઓ સદા ગૂંજતા રહેશે.

કવિ દાદે યથાર્થ જ લખ્યું છે ‘ચડશે ઘટા ઘનઘોર ગગને મેઘ જળ વરસાવશે, નિલવરણી ઓઢણી જઇ ધરા સર પર ધારશે. ગહેકાંટ થાતા ગીર મોરા પીયુ ધન પોકારશે, એ વખતે આ ગુજરાતને હા યાદ હેમુ આવશે..’

સોર્સ – દિવ્યભાસ્કર

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

🙏🏻 *અચુક વાંચશો* 🙏🏻

*ભગવાને એક ગધેડાનું સર્જન કર્યું અને એને કહ્યું, “તું ગધેડા તરીકે ઓળખાઇશ. તું સુર્યોદય થી લઈને સુર્યાસ્ત સુધી થાક્યા વગર તારી પીઠ પર બોજો ઉઠાવવાનું કામ કરીશ, તું ઘાસ ખાજે, તને બુદ્ધિ નહિ હોય અને તું ૫૦ વર્ષ સુધી જીવીશ.”*

*ગધેડો બોલ્યો, “હું ગધેડો થયો એ બરાબર છે. પણ ૫૦ વર્ષ નું આયુષ્ય ઘણું બધું કહેવાય. મને ૨૦ વર્ષ નું આયુષ્ય આપો.” ઈશ્વરે એની અરજ મંજુર કરી.*

*ભગવાને કુતરાનું સર્જન કર્યું, એને કહ્યું “તું કુતરો કહેવાઇશ. તું મનુષ્યોના ઘરોની ચોકીદારી કરીશ. તું મનુષ્ય નો પરમ મિત્ર કહેવાઈશ. તું એણે નાખેલા રોટલાના ટુકડા ખાઇશ અને તું ૩૦ વર્ષ જીવીશ.*

*કુતરાએ કહ્યું, “હે પ્રભુ ૩૦ વર્ષ નું આયુષ્ય તો ઘણું કહેવાય ૧૫ વર્ષ રાખો,” ભગવાને મંજુર કર્યું.*

*ભગવાને વાંદરો બનાવ્યો અને કહ્યું, “તું વાંદરો કહેવાઇશ. તું એક ડાળી થી બીજી ડાળી પર જુદા જુદા કરતબ કરતો કુદાકુદ કરીશ. અને સૌને મનોરંજન પૂરું પાડીશ. તું ૨૦ વર્ષ જીવીશ.” વાંદરો બોલ્યો “૨૦ વર્ષ તો ઘણા કહેવાય. ૧૦ વર્ષ રાખો”. ભગવાને મંજુર કર્યું.*

*છેલ્લે ભગવાને મનુષ્ય બનાવ્યો અને એને કહ્યું : “તું મનુષ્ય છે, પૃથ્વી પર તું એક માત્ર બુદ્ધિજીવી પ્રાણી હોઇશ. તું તારી અક્કલ નાં ઉપયોગ વડે સર્વે પ્રાણીઓનો સ્વામી બનીશ. તું વિશ્વને તારા તાબામાં રાખીશ અને ૨૦ વર્ષ જીવીશ.”*

*માણસ બોલ્યો : ” પ્રભુ, હું મનુષ્ય ખરો. પણ ૨૦ વર્ષનું આયુષ્ય ઘણું ઓછું કહેવાય. મને ગધેડાએ નકારેલ ૩૦ વર્ષ, કુતરાએ નકારેલ ૧૫ વર્ષ અને વાંદરાએ નકારેલ ૧૦ વર્ષ પણ આપી દો.” ભગવાને મનુષ્ય ની ઈચ્છા સ્વીકારી લીધી.*

*ત્યારથી, માણસ પોતે માણસ તરીકે ૨૦ વર્ષ જીવે છે્ લગ્ન કરીને ૩૦ વર્ષ ગધેડો બનીને જીવે છે. પોતાની પીઠ પર બધો બોજો ઉપાડી સતત કામ કરતો રહે છે. બાળકો મોટા થાય એટલે ૧૫ વર્ષ કુતરા તરીકે ઘરની કાળજી રાખી જે કંઇ મળે તે ખાઈ લે છે. અંતે જ્યારે વૃદ્ધ થાય ત્યારે નિવૃત્ત થઈને વાંદરા તરીકે ૧૦ વર્ષ સુધી એક પુત્રના ઘરથી બીજા પુત્રના ઘરે અથવા એક પુત્રીના ઘરેથી બીજી પુત્રીના ઘરે જઈને જુદા જુદા ખેલ કરીને પૌત્રો અને ભાણીયાંઓને મનોરંજન પૂરું પાડે છે.*

*ક ડ વું છે, પ ણ સ ત્ય છે*.
*સાચી વાસ્તવિકતા છે..!!*
🌹🙏🏻🌹