એક માણસે દુકાનદારને પૂછ્યું —–
“કેળાં અને સફરજન કેમ આપ્યાં ?”
“કેળાં ૨૦ રુપીયે કિલો અને સફરજન ૧૦૦ રુપીયે કિલો …..”
બરાબર એક સમયે એક ગરીબ સ્ત્રી લઘરવઘર વસ્ત્રોમાં ત્યાં આવી અને બોલી —-
“કેળા અને સફરજનનો શું ભાવ છે ભાઈ ? “
દુકાનદાર : ” કેળાં ૫ રૂપિયે ડઝન અને સફરજન ૨૫ રૂપિયે કિલો ….. “
સ્ત્રી બહુજ ખુશ થઇ અને બોલી ——” મને એક કિલો સફરજન અને એક ડઝન કેળાં આપીદો ….. !!!”
દુકાનમાં પહેલેથીજ મોજુદ ગ્રાહકે દુકાનદાર રેફ ખાઈ જવાની નજરે જોયું
એ કઈ પણ બોલે એ પહેલાં જ દુકાનદારે ગ્રાહકને થોડી રાહ જોવા કહ્યું !!!!
સ્ત્રી રાજીની રેડ થતી થતી ફળો ખરીદીને બડબડતી નાહર નીકળી
“હે ભગવાન !!!! તારો લાખ લાખ આભાર …….મારાં છોકરાઓ ફળ ખાઈને આજે બહુજ ખુશ થશે ….. !!!”
જેવી પેલો સ્ત્રી બહાર નીકળી કે તરત જ પેલાં હાજર ગ્રાહકે મારી તરફ જોઈને કહ્યું —–” ઈશ્વર સાક્ષી છે ભાઈ સાહેબ ……”
” મેં તમારી સાથે કોઈ જ છેતરપીંડી નથી કરી
કે નથી હું જુઠ્ઠું બોલ્યો તમારી આગળ …..”
” આ એક વિધવા સ્ત્રી છે
અને ૪ અનાથ બાળકોની માતા છે કોઈની પણ પાસે હાથ લંબાવવા તોયાર નથી કે મદદ લેવાં તૈયાર નથી ….. “
“મેં એને અનેકોવાર મદદ કરવાની કોશિશ કરી પણ દરેક વખતે મને નિષ્ફળતા જ મળી છે !!!! “
“ત્યારે મને આ તરકીબ સુઝી કે જ્યારે તે આવે ત્યારે એને ઓછામાં ઓછાં ભાવે હું ફળો આપું છું હું ઇચ્છું છું કે એનો એ અહમ જળવાઈ રહે કે એ કોઇની પણ મોહતાજ નથી ….. !!!!”
પછી થોડીવાર અટકીને દુકાનદાર બોલ્યો
” આ સ્ત્રી અઠવાડીયા માં એક જ વાર આવે છે ભગવાન સાક્ષી છે એ વાતના કે એ જયારે પણ આવે છે તે દિવસે મારો ધંધો ખુબજ ધમધોકાર ચાલે છે અને એ દિવસે જાણે ભગવાન મારાં પર મહેરબાન હોય એવું લાગે છે ….. સાહેબ !!!”
આ સાંભળીને ગ્રાહકની આંખમાં આંસુ આવી ગયાં અને આગળ વધીને એણે દુકાનદારને ગળે લગાવી દીધો અને કોઈ ફરીયાદ કર્યા વગર એણે પોતાનાં ફળો ખરીદી લીધાં
અને એ ખુશ થતો થતો દુકાનના પગથીયાં ઉતરી ગયો !!!
પણ એ જેવો ઉતાર્યો એવો એ પાછો ચડયો
અને પોતાના ઝભ્ભાનાં ખીસામાંથી પાકીટ કાઢીને ૨૦૦૦ની ત્રણ નોટ કાઢીને પેલા દુકાનદાર ના હાથમાં મહા પરાણે પકડાવી દીધી અને કહ્યું —–
” પેલી સ્ત્રી જયારે પણ આવે તો તેને આપવાના ફળોના પૈસા છે આખાં વર્ષના !!!
અને એ જે પૈસા આપે એ તું રાજીખુશીથી લઇ લેજે અને ભગવાનના કાર્યોમાં દાન પુણ્ય કરતો રહેજે એમાંથી !!!!”
આ સંભાળીને દુકાનદાર પણ ગળગળો થઇ ગયો !!!!
ક્થા મર્મ —— ખુશી જો વહેંચવામાં આવે તો ભગવાન એના અનેક રસ્તાઓ સુઝાડતાં જ હોય છે !!!!