Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

જેતપુર નો પ્રસંગ , મર્યાદા અને ચારિત્ર્યની વાત

હોળીનો તહેવાર હતો.જેતપુરના રાજદરબારમાં રંગરોગાનની છોળો ઉડતી હતી.દરબાર એભલવાળા હોળી રમીને ઉત્સાહથી ઉછળતા રાણીવાસમાં આવ્યા.

રાણીવાસમાં મહારાણી મીનળદેવી પલંગ પર બેઠા-બેઠા ઘોડિયામાં પોઢેલા પુત્ર ચાંપરાજ વાળાને હિંચકાવી રહ્યાં હતાં.દરબાર એભલ આજ ઉલ્લાસમાં હતાં,તે રાણી પાસે પલંગ પર બેઠા અને હસતાં-હસતાં ઉત્સવના ઉમંગમાં રાણીના શરીરને માત્ર જરા સ્પર્શ કરી અડપલું કર્યું.

મીનલદે બોલ્યાં – ” હા દરબાર ! ચાંપરાજ જુએ છે “

એભલે રાણીનું વેણ હસી કાઢ્યું – ” રાણી ! ચાંપરાજ છ મહિનાનું બાળક છે.એ શું સમજવાનો હતો ? “

ત્યાં તો ચાંપરાજે ઘોડિયામાં રહેલું બાળોતીયું ( વસ્ર ) માથે ઓઢી લીધું અને પડખું ફરી ગયો.

દરબાર તો પછી ચાલ્યાં ગયાં પણ મીનલદેવીને હવે જીવવું ઝેર થયું,પોતાની મર્યાદા જતી રહી એવું લાગ્યું અને એ વખતે જ ભારતની એ જોગમાયાએ પોતાની જીભ કરડી ને પોતાના પ્રાણ ત્યજી દીધાં !!

શું મર્યાદા ! વાહ ! આ દેવીને મુલવવાં માટે શબ્દ ક્યાંથી લાવવાં ! આજે જ્યારે ભારતની જે સ્ત્રીઓ ખુલ્લેઆમ પોતાની ઇજ્જતની હરાજી કરી રહી છે ત્યારે આ ઘટના કેટલો મહાન ઉપદેશ આપે છે !

એક વાત કહેવાની ગુસ્તાખી કે – ભારતના સંવિધાનમાં ભલે ગમે તેટલાં ટુંકાં કે મનફાવે તેવા વસ્ત્રો પહેરવાની પરવાનગી હોય પણ એ બધું કરતાં પહેલાં એકવાર વિચાર કરી જોજો !

પશ્વિમી સંસ્કૃતિ અપનાવીને તમે આપણી મહાન નારીઓએ આપેલાં બલિદાનને ભુલી રહ્યાં છો તમે એ જોગમાયાઓનો અનાદર કરી રહ્યાં છો પોતાની અમુલ્ય વિરાસત,તમારા ભવ્ય ધર્મનો એકવાર વિચાર કરજો આ સતીઓના બલિદાનોને નિરર્થક ના જવા દેતા તમે એના સંતાન છો.

મીનલદેવી અમર થયાં છે પોતાની મર્યાદા ખાતર બલિદાન આપીને.એની કુખે પછી દુશ્મનોના મસ્તક વાઢતાં ચાંપરાજ વાળા જેવા નરવાહન જ જન્મે !

એભલ ગયો નિજ ઓરડે, ત્રીય ઉપહાસ્ય કર્યુ

પોઢેલ ચાંપો પારણે, વસ્ત્ર લઈ મુખ પર ધર્યુ

તે દી’ જીભ કરડી જોગમાયા, સિધાવી સ્વર્ગવાસમાં

અમ દેશની એ આર્યરમણી અમર છે ઇતિહાસમાં

શત શત નમન જય માતાજી

રવિ રબારી

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s