Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

• સદભાવના પણ ચેપી હોય છે !
૩૫ વર્ષનો એક યુવાન દરરોજ પોતાની મોટરબાઈક લઈને એક રેસ્ટોરન્ટ પાસે આવતો અને આસપાસ ઊભેલા પાંચ ભિખારીઓને ભોજન માટે ટિફિન બંધાવી આપતો.
એક વખત એ રેસ્ટોરન્ટના માલિકે વાતવાતમાં પૂછ્યું તો યુવાને કહ્યું, ‘મારા પિતાજી કહેતા હતા કે કોઈકને જમાડયા પછી જમવાથી ભોજન પ્રસાદ બની જાય છે અને એ બહુ મીઠું લાગે છે. હું નાનો હતો ત્યારથી પિતાજીની સાથે આ રીતે ગરીબોને ટિફિન અપાવવા જતો હતો. હવે પિતાજી નથી, પણ એમનું કામ મેં ચાલુ રાખ્યું છે. મને મજા આવે છે.’
એ યુવાન રોજ નિયમિત રીતે રેસ્ટોરન્ટ પાસે આવતો. પાંચ ભિખારીઓને ટિફિન અપાવતો. કાઉન્ટર પર પેમેન્ટ કરીને ચુપચાપ ચાલી જતો. રેસ્ટોરન્ટનો માલિક અને કેટલાક ભિખારીઓ પણ એ યુવાનને ઓળખી ગયા હતા.
એક વખત એવું બન્યું કે પેલો યુવાન રેસ્ટોરન્ટ પર આવ્યો જ નહીં. બે-ચાર ભિખારીઓ એની રાહ જોતા રેસ્ટોરન્ટની બહાર ઊભા હતા, તે થોડીક વાર એની રાહ જોયા પછી પાછા ચાલ્યા ગયા. બીજા દિવસે પણ એવું જ બન્યું. ત્રણ-ચાર દિવસ સુધી યુવાન દેખાયો જ નહિ.
એવામાં એક વખત એક જૂના ભિખારીએ આવીને રેસ્ટોરન્ટ પરથી બીજા એક ભિખારીને ટિફિન અપાવ્યું અને એનું પેમેન્ટ કર્યું. રેસ્ટોરન્ટના માલિકે નવાઈ અનુભવતાં એને પૂછ્યું તો એ ભિખારીએ જવાબ આપ્યો, ‘અમને જે યુવાન દરરોજ ટિફિન અપાવતો હતો એનું એક અકસ્માતમાં અવસાન થયું છે. અમે બે-ચાર મિત્રોએ ભેગા મળીને એ યુવાનને શ્રદ્ધાંજલિ આપવા રૂપે, અમને દરરોજ ભીખમાં જે રકમ મળી હોય એમાંથી એક વ્યક્તિને ટિફિન અપનાવવાનું નક્કી કર્યું છે !’
ભિખારીની વાત સાંભળીને રેસ્ટોરન્ટના માલિકને શું બોલવું તે ન સૂઝયું, પણ શું કરવું એ એને તરત સૂઝયું. એણે કહ્યું, ‘ભાઈ ! હવે પેલા યુવાને શરૂ કરેલી ટિફિનસેવા મારા તરફથી ચાલુ રહેશે. તમારે એ માટે પૈસા ખર્ચવાની જરૂર નથી.’
ત્યારે પેલો ભિખારી બોલ્યો, ‘સાહેબ ! સાચું કહું ? અમે બહુ નાના માણસ છીએ, સમાજસેવા અને લોકસેવાનાં બહુ મોટાં કામ કરવાની અમારામાં ત્રેવડ નથી. બહુબહુ તો અમે હળીમળીને એકબીજાને આવી સાવ મામૂલી મદદ કરી શકીએ ! પેલા યુવાન પાસેથી અમને આવી પ્રેરણા મળી છે અને એ પ્રેરણાનો દીવો ઝળહળતો રહે એ માટે અમે એક ટિફિનની સેવા તો હવે અમારા છેલ્લા શ્વાસ સુધી ચાલુ રાખીશું…!’
રેસ્ટોરન્ટનો માલિક બોલ્યો, ‘એ યુવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે તમે જે દીવો ઝળહળતો રાખ્યો છે, એમાં મારે પણ થોડુંક તેલ પુરાવવું છે. હવેથી હું પણ લાઈફટાઈમ નિયમિત રૂપે દરરોજ પાંચ ગરીબોને મફત ટિફિન આપીશ ! સંસારમાં બીમારીઓના ચેપ તો ઘણા લાગે છે, થોડાક ચેપ આવાં સત્કાર્યોના પણ લાગતા રહેવા જોઈએ !’
આપણી લાઇફમાં આપણને આવા કોઈ એક સારા કામનો ચેપ ન લાગે તો સમજી લેવું કે આપણો ભવનો ફેરો ફોગટ ગયો છે !

મુકુંદરાય ધરૈયા

Posted in ज्योतिष - Astrology

राम शलाका


ज्योतिष में श्री राम शलाका
प्रश्नावली का महत्त्व !!💐

श्री राम शलाका प्रश्नावली में २२५
खाने है इनका मूलांक २+२+५=९,
आता है जो कि अंक शास्त्र में सबसे
बड़ी संख्या है।

अब यदि २२५ को नौ से भाग दिया
जाय तो २५ कि संख्या हमे प्राप्त होती
है जिसका मूलांक २+५=७ आता है जो
कि ७ ग्रहों का ही रूप है।

गोस्वामी जी ने नौ चौपाई का प्रयोग इस
श्री राम शलाका प्रश्नावली में किया है।

एक एक चौपाई अलग अलग
ग्रह का प्रतिनिधित्व करती है।

गोस्वामी तुलसीदास जी का ज्योतिष
में महत्वपूर्ण स्थान है श्री राम चरित
मानस एक धार्मिक आस्था का प्रतीक
तथा पूज्यनीय ग्रन्थ होने के साथ साथ
ज्योतिषीय शास्त्र के रूप में भी अपनी
प्रतिष्ठा रखता है।

परम पूज्य गोस्वामी जी का ज्योतिष
के अंतर्गत गणित व फलित दोनों में
महत्वपूर्ण स्थान है।

गोस्वामी जी एक पूर्ण ज्योतिषी का
ज्ञान रखते थे,यह हमें श्री राम चरित
मानस में स्पष्ट दिखाई देता है।

श्री राम चरित मानस को यदि हम
ज्योतिष का मानस शास्त्र कहें तो
भी ठीक है गोस्वामी जी ने मानव
जाति के जीवन के सभी प्रश्नों के
उत्तर रामायण में स्पष्ट दिए है।

आज मैं श्री राम चरित मानस अंतर्गत
श्री राम शलाका प्रश्नावली के विषय में
बताने जा रहा हूं जिसमें कि गोस्वामी
जी ने गणित और फलित दोनों को ही
उपयोग कर प्रश्नों के उत्तर चौपाइयो
द्वारा दिए है।

अंक ज्योतिष के अनुसार सूर्य आदि
नवग्रहों को एक से लेकर नौ अंको के
बीच माना गया है।

श्री राम शलाका प्रश्नावली में नव
चौपाइयों को लेकर ही प्रत्येक प्रश्न
का समाधान कर फलित ज्योतिष
को सार्थक किया है।

इन नौ चौपाइयों में से तीन चौपाइयों
के अंतर्गत कार्य में संदेह दिखाया गया
है जो कि शनि,राहू, और केतु का फल
बताती है।

श्री राम शलाका प्रश्नावली में तीन
चौपाइयों में कार्य सिद्ध होना बताया
है जो कि चन्द्र,वृहस्पति और शुक्र का
फल हमारे सामने रखा है।

तथा श्री राम शलाका प्रश्नावली में
तीन चौपाइयों में अनिश्चय की स्थिति
रख कर सूर्य,मंगल और बुध के गुणों
को हमारे सामने रखा है।

श्री राम शलाका प्रश्नावली में गोस्वामी
जी ने तीन तीन चौपाई द्वारा फल को
बाँट कर अपने आत्म ज्ञान से सज
राज और तम का सन्देश दिया है।

श्री राम शलाका प्रश्नावली की रचना
कर गोस्वामी जी के भविष्यवक्ता के
ज्ञान का परिचय कराती है।

रामशलाका प्रश्नावली की नौ चौपाइयां ;-

होइहि सोइ जो राम रचि राखा।
को करि तर्क बढ़ावहिं साखा।।

कार्य पूर्ण होने में सन्देह है।
अतः उसे भगवान पर छोड़
देना चाहिए।

सुनु सिय सत्य असीस हमारी।
पूजिहि मन कामना तुम्हारी।।

प्रश्न उत्तम है।
कार्य सिद्ध होगा।

प्रबिसि नगर कीजै सब काजा।
हृदयँ राखि कोसलपुर राजा।।

भगवान का स्मरण करके
कार्यारम्भ करें।
सफलता मिलेगी।

उधरहिं अंत न होइ निबाहू।
कालनेमि जिमि रावन राहू।।

इस कार्य में भलाई नही है।
कार्य की सफलता में सन्देह है।

बिधि बस सुजन कुसंगत परहीं।
फनि मनि सम निज गुन अनुसरहीं।।

खोटे मनुष्य का संग छोड़ दें।
कार्य पूर्ण होने में सन्देह है।

मुद मङ्गलमय संत समाजू।
जो जग जंगम तीरथराजू।।

प्रश्न उत्तम है।
कार्य सिद्ध होगा।

गरल सुधा रिपु करहिं मिताई।
गोपद सिंधु अनल सितलाई।।

प्रश्न बहुत श्रेष्ठ है।
कार्य सफल होगा।

बरुन कुबेर सुरेस समीरा।
रन सन्मुख धरि काहुँ न धीरा।।

कार्य पूर्ण होने में सन्देह है।

सुफल मनोरथ होहुँ तुम्हारे।
राम लखनु सुनि भये सुखारे।।

प्रश्न बहुत उत्तम है।
कार्य सिद्ध होगा।

प्रश्नोत्तर जानने की विधि ;-

सर्वप्रथम स्नानादि से निवृत होकर प्रभु
श्री राम का ध्यान करते हुए तथा श्रद्धा
विश्वासपूर्वक मनसे अभीष्ट प्रश्न का
चिंतन करते हुए मनचाहे कोष्ठक में
अंगुली या कोई शलाका रख देनी
चाहिए।

कोष्ठक में जो अक्षर हो उसे किसी
कोरे कागज पर लिख लें।

तदुपरांत आगे बढ़ते जाएँ तथा
प्रत्येक नवें कोष्ठक के अक्षरों को
क्रम से लिखते जाए।

कोष्ठक के अंत तक 9 चौपाई में के
किसी एक चौपाई का अंश सामने
आएगा।

उस चौपाई के अनुसार प्रश्नोत्तर
को जान लें।

ध्यान रहे कि किसी कोष्ठक में केवल
“आ” की मात्रा या संयुक्त अक्षर हैं।

क्रम से उन्हें भी अवश्य लिखें तभी
चौपाई का अंश पूरा होगा।

आवश्यकता है तो आस्था
और विश्वास की …….

श्री राम चरित मानस रुपी इस शास्त्र
को बड़ी श्रद्धा के साथ पीले रंग के
वस्त्र में लपेट कर घर में उचित स्थान
दे नित्य प्रति पूजन करें तो यह आपके
जीवन के सभी प्रश्नों का समाधान करने
में सक्षम है।

श्री रामायण जी की आरती ;-

आरती श्री रामायण जी की ।
कीरति कलित ललित सिय पी की ।।

गावत ब्रहमादिक मुनि नारद ।
बाल्मीकि बिग्यान बिसारद ।।
शुक सनकादिक शेष अरु शारद ।
बरनि पवनसुत कीरति नीकी ।।1
आरती श्री रामायण जी की……..।।

गावत बेद पुरान अष्टदस ।
छओं शास्त्र सब ग्रंथन को रस ।।
मुनि जन धन संतान को सरबस ।
सार अंश सम्मत सब ही की ।।2
आरती श्री रामायण जी की……..।।

गावत संतत शंभु भवानी ।
अरु घटसंभव मुनि बिग्यानी ।।
ब्यास आदि कबिबर्ज बखानी ।
कागभुशुंडि गरुड़ के ही की ।।3
आरती श्री रामायण जी की……..।।

कलिमल हरनि बिषय रस फीकी ।
सुभग सिंगार भगति जुबती की ।।
दलनि रोग भव मूरि अमी की ।
तात मातु सब बिधि तुलसी की ।।4
आरती श्री रामायण जी की……..।।

गोस्वामी जी को
शत् शत् नमन…ll

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

♦️♦️♦️ रात्रि कहांनी ♦️♦️♦️


👉 *एक प्रेरणादायक एवम ज्ञानवर्धक कहानी…..* 🏵️
🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅
मृत्यु के देवता ने अपने एक दूत को पृथ्वी पर भेजा । एक स्त्री मर गयी थी, उसकी आत्मा को लाना था। देवदूत आया, लेकिन चिंता में पड़ गया।

क्योंकि तीन छोटी-छोटी लड़कियां जुड़वां–एक अभी भी उस मृत स्त्री के स्तन से लगी है। एक चीख रही है, पुकार रही है। एक रोते-रोते सो गयी है, उसके आंसू उसकी आंखों के पास सूख गए हैं ।

तीन छोटी जुड़वां बच्चियां और स्त्री मर गयी है, और कोई देखने वाला नहीं है। पति पहले मर चुका है। परिवार में और कोई भी नहीं है। इन तीन छोटी बच्चियों का क्या होगा?

उस देवदूत को यह खयाल आ गया, तो वह खाली हाथ वापस लौट गया। उसने जा कर अपने प्रधान को कहा कि मैं न ला सका, मुझे क्षमा करें, लेकिन आपको स्थिति का पता ही नहीं है। तीन जुड़वां बच्चियां हैं–छोटी-छोटी, दूध पीती।

एक अभी भी मृत स्तन से लगी है, एक रोते-रोते सो गयी है, दूसरी अभी चीख-पुकार रही है। हृदय मेरा ला न सका। क्या यह नहीं हो सकता कि इस स्त्री को कुछ दिन और जीवन के दे दिए जाएं? कम से कम लड़कियां थोड़ी बड़ी हो जाएं। और कोई देखने वाला नहीं है।

मृत्यु के देवता ने कहा, तो तू फिर समझदार हो गया; उससे ज्यादा, जिसकी मर्जी से मौत होती है, जिसकी मर्जी से जीवन होता है!

तो तूने पहला पाप कर दिया, और इसकी तुझे सजा मिलेगी। और सजा यह है कि तुझे पृथ्वी पर चले जाना पड़ेगा। और जब तक तू तीन बार न हंस लेगा अपनी मूर्खता पर, तब तक वापस न आ सकेगा।

इसे थोड़ा समझना। तीन बार न हंस लेगा अपनी मूर्खता पर–क्योंकि दूसरे की मूर्खता पर तो अहंकार हंसता है। जब तुम अपनी मूर्खता पर हंसते हो तब अहंकार टूटता है।

देवदूत को लगा नहीं। वह राजी हो गया दंड भोगने को, लेकिन फिर भी उसे लगा कि सही तो मैं ही हूं। और हंसने का मौका कैसे आएगा?

उसे जमीन पर फेंक दिया गया। एक मोची, सर्दियों के दिन करीब आ रहे थे और बच्चों के लिए कोट और कंबल खरीदने शहर गया था, कुछ रुपए इकट्ठे कर के। जब वह शहर जा रहा था तो उसने राह के किनारे एक नंगे आदमी को पड़े हुए, ठिठुरते हुए देखा। यह नंगा आदमी वही देवदूत था, जो पृथ्वी पर फेंक दिया गया था।

उस को दया आ गयी। और बजाय अपने बच्चों के लिए कपड़े खरीदने के, उसने इस आदमी के लिए कंबल और कपड़े खरीद लिए। इस आदमी को कुछ खाने-पीने को भी न था, घर भी न था, छप्पर भी न था जहां रुक सके। तो मोची ने कहा कि अब तुम मेरे साथ ही आ जाओ।

लेकिन अगर मेरी पत्नी नाराज हो–जो कि वह निश्चित होगी, क्योंकि बच्चों के लिए कपड़े खरीदने लाया था, वह पैसे तो खर्च हो गए–वह अगर नाराज हो, चिल्लाए, तो तुम परेशान मत होना। थोड़े दिन में सब ठीक हो जाएगा।

उस देवदूत को ले कर मोची घर लौटा। न तो मोची को पता है कि देवदूत घर में आ रहा है, न पत्नी को पता है। जैसे ही देवदूत को ले कर मोची घर में पहुंचा, पत्नी एकदम पागल हो गयी। बहुत नाराज हुई, बहुत चीखी-चिल्लायी।

और देवदूत पहली दफा हंसा। मोची ने उससे कहा, हंसते हो, बात क्या है? उसने कहा, मैं जब तीन बार हंस लूंगा तब बता दूंगा।

देवदूत हंसा पहली बार, क्योंकि उसने देखा कि इस पत्नी को पता ही नहीं है कि मोची देवदूत को घर में ले आया है, जिसके आते ही घर में हजारों खुशियां आ जाएंगी। लेकिन आदमी देख ही कितनी दूर तक सकता है! पत्नी तो इतना ही देख पा रही है कि एक कंबल और बच्चों के कपड़े नहीं बचे।

जो खो गया है वह देख पा रही है, जो मिला है उसका उसे अंदाज ही नहीं है–मुफ्त! घर में देवदूत आ गया है। जिसके आते ही हजारों खुशियों के द्वार खुल जाएंगे। तो देवदूत हंसा। उसे लगा, अपनी मूर्खता–क्योंकि यह पत्नी भी नहीं देख पा रही है कि क्या घट रहा है!

जल्दी ही, क्योंकि वह देवदूत था, सात दिन में ही उसने मोची का सब काम सीख लिया। और उसके जूते इतने प्रसिद्ध हो गए कि मोची महीनों के भीतर धनी होने लगा। आधा साल होते-होते तो उसकी ख्याति सारे लोक में पहुंच गयी कि उस जैसा जूते बनाने वाला कोई भी नहीं, क्योंकि वह जूते देवदूत बनाता था। सम्राटों के जूते वहां बनने लगे। धन अपरंपार बरसने लगा।

एक दिन सम्राट का आदमी आया। और उसने कहा कि यह चमड़ा बहुत कीमती है, आसानी से मिलता नहीं, कोई भूल-चूक नहीं करना। जूते ठीक इस तरह के बनने हैं। और ध्यान रखना जूते बनाने हैं, स्लीपर नहीं। क्योंकि रूस में जब कोई आदमी मर जाता है तब उसको स्लीपर पहना कर मरघट तक ले जाते हैं।

मोची ने भी देवदूत को कहा कि स्लीपर मत बना देना। जूते बनाने हैं, स्पष्ट आज्ञा है, और चमड़ा इतना ही है। अगर गड़बड़ हो गयी तो हम मुसीबत में फंसेंगे।

लेकिन फिर भी देवदूत ने स्लीपर ही बनाए। जब मोची ने देखे कि स्लीपर बने हैं तो वह क्रोध से आगबबूला हो गया। वह लकड़ी उठा कर उसको मारने को तैयार हो गया कि तू हमारी फांसी लगवा देगा! और तुझे बार-बार कहा था कि स्लीपर बनाने ही नहीं हैं, फिर स्लीपर किसलिए?

देवदूत फिर खिलखिला कर हंसा। तभी आदमी सम्राट के घर से भागा हुआ आया। उसने कहा, जूते मत बनाना, स्लीपर बनाना। क्योंकि सम्राट की मृत्यु हो गयी है।

भविष्य अज्ञात है। सिवाय उसके और किसी को ज्ञात नहीं। और आदमी तो अतीत के आधार पर निर्णय लेता है। सम्राट जिंदा था तो जूते चाहिए थे, मर गया तो स्लीपर चाहिए। तब वह मोची उसके पैर पकड़ कर माफी मांगने लगा कि मुझे माफ कर दे, मैंने तुझे मारा। पर उसने कहा, कोई हर्ज नहीं। मैं अपना दंड भोग रहा हूं।

लेकिन वह हंसा आज दुबारा। मोची ने फिर पूछा कि हंसी का कारण? उसने कहा कि जब मैं तीन बार हंस लूं…।

दुबारा हंसा इसलिए कि भविष्य हमें ज्ञात नहीं है। इसलिए हम आकांक्षाएं करते हैं जो कि व्यर्थ हैं। हम आशायें करते हैं जो कि कभी पूरी न होंगी। हम मांगते हैं जो कभी नहीं घटेगा। क्योंकि कुछ और ही घटना तय है। हमसे बिना पूछे हमारी नियति घूम रही है। और हम व्यर्थ ही बीच में शोरगुल मचाते हैं। चाहिए स्लीपर और हम जूते बनवाते हैं। मरने का वक्त करीब आ रहा है और जिंदगी का हम आयोजन करते हैं।

तो देवदूत को लगा कि वे बच्चियां! मुझे क्या पता, भविष्य उनका क्या होने वाला है? मैं नाहक बीच में आया।

और तीसरी घटना घटी कि एक दिन तीन लड़कियां आयीं जवान। उन तीनों की शादी हो रही थी। और उन तीनों ने जूतों के आर्डर दिए कि उनके लिए जूते बनाए जाएं। एक बूढ़ी महिला उनके साथ आयी थी जो बड़ी धनी थी। देवदूत पहचान गया, ये वे ही तीन लड़कियां हैं, जिनको वह मृत मां के पास छोड़ गया था और जिनकी वजह से वह दंड भोग रहा है। वे सब स्वस्थ हैं, सुंदर हैं।

उसने पूछा कि क्या हुआ? यह बूढ़ी औरत कौन है?

उस बूढ़ी औरत ने कहा कि ये मेरी पड़ोसिन की लड़कियां हैं। गरीब औरत थी, उसके शरीर में दूध भी न था। उसके पास पैसे-लत्ते भी नहीं थे। और तीन बच्चे जुड़वां। वह इन्हीं को दूध पिलाते-पिलाते मर गयी। लेकिन मुझे दया आ गयी, मेरे कोई बच्चे नहीं हैं, और मैंने इन तीनों बच्चियों को पाल लिया।

अगर मां जिंदा रहती तो ये तीनों बच्चियां गरीबी, भूख और दीनता और दरिद्रता में बड़ी होतीं। मां मर गयी, इसलिए ये बच्चियां तीनों बहुत बड़े धन-वैभव में, संपदा में पलीं। और अब उस बूढ़ी की सारी संपदा की ये ही तीन मालिक हैं। और इनका सम्राट के परिवार में विवाह हो रहा है।

देवदूत तीसरी बार हंसा। और मोची को उसने कहा कि ये तीन कारण हैं। भूल मेरी थी। नियति बड़ी है। और हम उतना ही देखते हैं, जितना देख पाते हैं। जो नहीं देख पाते, बहुत विस्तार है उसका। और हम जो देख पाते हैं उससे हम कोई अंदाज नहीं लगा सकते, जो होने वाला है, जो होगा। मैं अपनी मूर्खता पर तीन बार हंस लिया हूं। अब मेरा दंड पूरा हो गया और अब मैं जाता हूं।

जो प्रभु करते है अच्छे के लिए करते है ।
*सीताराम जय सीताराम*
*सीताराम जय सीताराम*

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक बार जब एक राज्य के नगर सेठ पर जबरदस्त आर्थिक संकट आया तो वह मज़बूरी में कोई उपाय न देख अपने राजा के पास मदद के लिये गया।

उसने राजा से कहा कि राजा उसे आवश्यक धन उधार दे, वह परदेश से लौटने पर रकम वापस कर देगा।

राजा ने उसे अपेक्षित राशि राजकोश से दिलवा दी।

सेठ की एक प्रार्थना और भी थी। वह चाहता था कि उसके लौटने तक राजा उसके चार दृष्टिहीन बेटों को अपने आश्रय में रखे रहे।

“मेरे बेटे दृष्टिहीन अवश्य हैं, महाराज”, सेठ बोला, “लेकिन हुनरमंद हैं , एक रत्न विशेषज्ञ है तो एक घोड़ों का नंबर एक पारखी, तीसरा औरतों का विशेषज्ञ है और चौथा आदमियों का ! कभी आजमाकर देखियेगा मेरे बेटों के हुनर को !”

सेठ परदेस चला गया। दिन बीतने लगे।

एक दिन एक जौहरी महल पर आया।

राजा को एक बड़ा सा हीरा पसंद आया। एकाएक उसे सेठ के बेटों का खयाल आ गया। “वो जो रतनों का जानकार है, उसको लेकर आओ ” , राजा बोला।

अंधा युवक आकर बताये गये स्थान पर बैठ गया। हीरे को अपनी हथेलियों में उसने मला।

“ये एक नहीं, दो हीरे हैं, जिन्हें जोड़ा गया है।” युवक बोला , “जोड़ का पत्थर पहनना अशुभ मानते हैं ।”

जौहरी भड़क कर खड़ा हो गया, “एक नेत्रहीन व्यक्ति के कहने पर आप लोगों को फैसला करना है तो मुझे क्षमा करें ।”

दृष्टिहीन युवक ने जौहरी को बैठने का संकेत किया, “अभी सच झूठ सामने आ जाता है, श्रीमान । बैठिये तो। कोई एक मोमबत्ती लाओ।”

जब युवक ने जलती मोमबत्ती की लौ के पास हीरा किया तो एक महीन रेखा रत्न पर दिखने लगी। कुछ पलों बाद हीरा युवक की हथेली पर एक से दो हो कर पड़ा था।
लाखों माफियाँ मांग जौहरी किसी तरह अपनी जान बचा कर भागा ।

राजा को हँसते हँसते आँखों में आँसू आ गये।
“कमाल का काम किया” वह बोला । उसने दो बार तालियाँ बजाईं, “कोई है ! हम बहुत खुश हैं । आज से इस जवान के दो परांठे और एक कटोरी दाल बढा दिये जायें ।”

कुछ दिनों बाद एक घोड़ों का सौदागर आया।

सेनापति ने राजा के लिये एक तगड़ा अरबी घोड़ा पसंद किया ।

स्याह काले रंग के इस घोड़े की शान देखने वाली थी।
मैदान में उसे घुमाकर देखा गया। घोड़ा तूफानी गति से भागता था। हर देखने वाला घोड़े पर मोहित हो गया।

” यही घोड़ा लेंगे” राजा चिल्लाया, “लेकिन सेठ के बेटे को भी एक बार दिखा दो।”

सेठ का दूसरा पुत्र आया और घोड़े के पास पहुंचा ।

घोड़े के माथे और पीठ पर हाथ फेरने के बाद जब वह उसे सूंघने लगा तो कई दरबारी हंसते हंसते लोट गये।

इस सारे हाहा हीही का युवक पर कोई असर नहीं पड़ा।

वह अपनी शानदार चाल चलता , राजा के सामने, सर उठाये, आ खड़ा हुआ, “यह घोड़ा किसी योध्दा की सवारी के लायक नहीं है। चलते युद्ध के दौरान जब इस पर सवार योद्धा को इसके पूरी गति से भागने की आवश्यकता होगी, तब कहीं इसने रास्ते में कोई पोखरी या कीचड़ देखा तो सवार को लिये दिये ये उसमें लोटने लगेगा।”

सेनापति ने मुस्कुराते हुये सौदागर की तरफ देखा तो पाया कि वह राजा के सामने हाथ जोड़े खड़ा है।

“माफ कर दें सरकार ।” अवाक राजा और दरबारी कुछ समझे , न समझें, तब तक सौदागर अपने हाली हवाली और घोड़े लेकर गायब हो चुका था ।

प्रभावित राजा ने पूछा, “तुमने कैसे जाना कि घोड़ा ऐसा है ?”

युवक मुस्कराया, “मैंने उसका पसीना सूंघा था। ये बचपन में भैंस के दूध पर पला है। शायद माँ मर गई होगी।”

राजा झूम गया, “ऐ शाबाश है! कोई है ? आज से इसके दो परांठे और एक कटोरी दाल बढवा दो।”

कोई एक हफ्ते बाद महारानी के साथ राग रंग में लगे राजा को न जाने क्या सूझी कि सेठ के तीसरे बेटे को बुलवा भेजा।

कुछ देर बाद राजा सेठ के बेटे से मुखातिब हुआ,
“आज तुम महारानी के बारे में कुछ बताओगे।”

नौजवान ने दाहिना हाथ बढाया और महारानी के कंधे पर रख दिया। महारानी का चेहरा सुर्ख होने लगा मगर नौजवान ने लगभग तुरत ही हाथ हटा लिया ।

उसका चेहरा गंभीर हो चुका था। एक लंबी सांस खींचकर उसने कहा, “ये किसी तवायफ की बेटी हैं, महाराज!”

राजा ने दो बार तालियाँ बजाईं, “बहुत खूब! दरअसल इनके पिता अपनी रानी से बहुत ज्यादा प्रेम करते थे । रानी साहिबा को एक बेटी हुई और एक दिन बाद मर गयी। उनको सदमे से बचाने के लिये महाराज ने अपनी रक्षिता तवायफ की बेटी रानी की गोद में डाल दी।
ये बात उन्होंने हमारे पिताजी महाराज, जो उनके घनिष्ठ मित्र थे, छुपाई नहीं थी।लेकिन तुमने कैसे जाना ?”

नौजवान ने जवाब दिया,”गैर मर्द का स्पर्श बता देती है औरत की सीरत!”

राजा चकित था, बोला, “मगर कमाल हो तुम । चलो, इनाम में आज से तुम्हारे दो परांठे और एक कटोरी दाल बढाई जाती है।”

सेठ के आने का समाचार आ चुका था।

एक दिन पहले राजा ने सेठ के चौथे बेटे को बुलवाया ।

कक्ष में सिर्फ वही दो लोग थे।

राजा ने कहा,”अब कल तुम लोग चले जाओगे। तुम्हारे तीन भाइयों के हुनर की आजमाइश तो हो गई, तुम बचे हो। तो तुम हमारे बारे में कुछ बताओ!”

सेठ का सबसे छोटा बेटा अभी किशोर ही था। वो ठठाकर हँसा, “महाराज!” वो बोला ” मेरे भाइयों ने अपने अपने हुनर में दाग लगाया कि उन्हें हाथ का इस्तेमाल करना पड़ा। मैं बिना आपको हाथ लगाये आपके बारे में बताऊंगा, लेकिन जान की अमान मिले और साबुत , सलामत जिस्म की !”

राजा हैरान हो गया,
“ठीक है। तुम कुछ भी कहो तुम्हारे प्राणों और शरीर को कोई क्षति नहीं पहुँचेगी।” वह बोला ” अब बोलो ! “

किशोर ने मानों बम सा फोड़ दिया,
“आप किसी ढाबे वाले की संतान हैं!”

राजा मां के पास पहुंचा, सारी बात बता कर आत्मघात की धमकी दी तो राजमाता ने बताया कि वे एक साधारण परिवार की लड़की थीं । एक ढाबे वाले से प्रेम था और सारी सीमायें ढह चुकी थीं । वे शादी करने ही वाले थे कि तत्कालीन महाराज की गिद्धदृष्टि किसी उत्सव में उनपर पड़ी और किसकी मजाल थी कि इनकार करता।

राजा वापस कक्ष में पहुंचा । वह बोला।
” ये राज राज ही रहे। लेकिन तुमने जाना कैसे ? ”

किशोर मुस्कराया तो मुस्कराहट की उजास उसके तरुण चेहरे पर फैल गयी। “मेरे भाइयों ने जो काम करके दिखाये”, “अगर कोई सच्चा राजा होता तो हीरे मोतियों से लाद देता, लेकिन आपने सिर्फ़ दो परांठे और एक कटोरी दाल बढ़ाने का आदेश दिया। ये ढाबे वाले की कृपा का नमूना है, किसी चक्रवर्ती राजा की कृपा का नहीं……!

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

અમરેલીનો રાજમહેલ બંધાઇ ગયો હતો, સર સયાજીરાવ પહેલી વખત નવાં રાજમહેલમાં પધાર્યા હતાં, આખું નગર આનંદ ઉલ્લાસમાં તરબોળ હતું. લાઠી ઠાકોર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (આપણે તેમને ‘કલાપી’ તરીકે ઓળખીએ છીએ) સયાજીરાવને મળવા આવ્યા અને પોતાને ત્યાં લાઠી પધારવા અને બે ચાર દિવસ મહેમાનગતિ કરવા આંમત્રે છે.

લાઠી ત્યારે ગાયકવાડી તાબાનું રાજ એટલે મહારાજાએ આમંત્રણ સ્વીકારી બીજા દિવસે વહેલી સવારે સુરજ દાદાનાં કિરણો પૃથ્વી પર રેલાવે એ પહેલાં તો લાઠી જવા બન્ને ઘોડેસ્વારી કરી રવાના થયા. ઘોડાની હણહણાટી સાથે બન્ને વાતોને વાગોળતા ધૂળની ડમરી ઉડાડતા રસાલાને પાછળ રાખી લાઠી તરફ આગળ નીકળી ગયા. રસ્તામાં મહારાજા સયાજીરાવને તરસ લાગી એટલે લાઠી દરબારને વાત કરી. નજદીકમાં રોડ કાંઠે સૌરાષ્ટ્રી ધીંગી ધરામાં શેરડીનાં ખેતર પાસે ડોસો અને ડોસી ઠંડીથી બચવા તાપણું કરીને બેઠા હતાં. લાઠી દરબારે તોડ કાઢ્યો અને કહ્યું: “ચાલો, બાપુ. આપણને અમારા ખેડૂતની શેરડીનો મીઠો મધુરો રસ પીવડાવું. તમારી તરસ પણ છીપાશે અને શરીરમાં તાજગી પણ આવી જશે.

અજાણ્યા બે નરબંકાને આવતાં જોઇને ડોસીમાએ હાથ જોડીને મીઠો આવકારો આપ્યો એટલે લાઠી દરબારે શેરડીનો રસ પીવાની ઇચ્છા વ્યક્ત કરી. માડી તો અજાણ્યા આગંતુકની ઇચ્છાને આધીન
મજબૂત ખાટલાંની ઇંસ જેવો સાંઠો જોઇને દાતરડાં વડે થડમાંથી કાપીને બે છેડા બે હાથમાં લઇ વચ્ચેથી ગોંઠણ મારી બે ભાગ કરી લાગ્યા નિચોવવા, નિચોવીને તાંસળીમાં કાઢેલો રસ બન્ને યુવાનને પીરસ્યો, સયાજીરાવ તો ઘટક ઘટક રસ પીતા જાય અને વિચારે ચડી ગયા. આહાહા !! આવી આ રસાળ ધરતી આ રાજ અને આ ઠાકોરનાં ખેડૂતો તો બહૂ કમાય છે. આ રાજનાં ખેડૂત પર કર વધારી દેવો પડશે! આવું વિચારતાં મા’ડી પાસે વધુ એક તાંસળી રસ કાઢી આપવા કહ્યું. માડી તો ફરી એક સાંઠો લઇને બે હાથમાં બે છેડાં અને વચ્ચેથી ગોંઠણ મારી બે ટુકડા કરી માંડ્યા નિચોવવા પરંતુ આ શું ? શેરડીનાં સાંઠાંમાંથી રસ જ ના નીકળે! લાઠી દરબારે પુછ્યું : “માડી શું થયું કેમ રસ નથી નીકળતો ?”
માડીએ હાથ જોડીને કહ્યું: “નક્કી મારો રાજા દયાહીન થયો છે નહીંતર આ ધરા રસહીન ના થાય!

સયાજીરાવ સડક થઇ ગયા! મારા મનની વાત આ ડોસી કેમ પામી ગયા? સર સયાજીરાવે કહ્યું: ‘માડી તમે ખરેખર જોગમાયા છો! લક્ષ્મી છો!” માડીની માફી માંગતા ઓળખ આપતાં કહ્યું: “હું જ સયાજીરાવ ગાયકવાડ. તમારો રાજા જ તમારો ગુનેગાર છું રસ પીતાં પીતાં મને વિચાર આવ્યો કે આવો પાક લણતાં ખેડૂતો વધુ કમાય છે થોડો વધુ કર નાંખી શકાય! પણ માવડી તું મારા મનની વાત પામી ગઇ, ખરેખર ખેડૂત જગનો તાત છે. હવે પછી આ રીતે ખેડૂતનો કર વધારવાનું વિચારીશ નહીં અને કોઇ દિ’વધારીશ પણ નહી. હવે સાંઠો કાપીને રસ કાઢ હવે જરૂરથી રસ નીકળશે.

આવાં હતાં દરિયાદિલ સર સયાજીરાવ ગાયકવાડ સાહેબ અને ખંતીલા સૌરાષ્ટ્રી ખેડૂતો!

નોંધ: આ ઘટનાથી પ્રેરિત લાઠી દરબાર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કલાપી)એ આપણને ‘ગ્રામ માતા’ શીર્ષકથી અદ્ભૂત કવિતા આપી. ચાલો, આપણે માધ્યમિક શાળામાં હતાં ત્યારે કંઠસ્થ કરેલી વિવિધ છંદોમાં કંડારેલ આ કવિતાનો પણ રસાસ્વાદ માણીએ.

# ગ્રામમાતા ~કવિ કલાપી

ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !

મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોનાં બાલ નાનાં કરે છે;
કમલવત્ ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !

વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !

ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !

ધીમે ઊઠી, શિથિલ કરને, નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા, નયન નબળાં, ફેરવીને જુએ છે;
ને તેનો એ, પ્રિય પતિ હજુ, શાંત બેસી રહીને, જોતાં ગાતો, સગડી પરનો, દેવતા ફેરવે છે.

ત્યાં તો આવી પહોંચ્યો એ, અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક, એ ઊઠી ત્યારે ‘આવો, બાપુ !’ કહી ઊભો.

‘લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને’
બોલીનેઅશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ;
‘મીઠો છે રસ ભાએ! શેલડી તણો’ એવું દયાથી કહી,
માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી !

પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈં વિચાર કરતો નર તે ગયો પી.

‘બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા,’
કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું.

કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની,
એકે બિંદુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
‘શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે !’ આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં

‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી.

એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતાતણે પગ પડી ઊઠીને કહે છે :
‘એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ !
એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !’

‘પીતો’તો રસ હું પ્રભુ ! અરે ત્યારે જ ધાર્યું હતું,
આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે, એવી ધરા છે અહીં;
છે તોયે મુજ ભાગ કૈં નહીં સમો, તે હું વધારું હવે,
શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની, પાસેથી લેવું નહીં ?

રસ હવે દે ભરી પાત્ર બાઈ ! પ્રભુક્રુપાએ નકી એ ભરાશે;
સુખી રહે બાઈ! સુખી રહો સૌ, તમારી તો આશિષ માત્ર માગું !’

પ્યાલુ ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું !
– સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કલાપી)

આલેખન :વિનોદ કરકર
[19/07, 10:40 pm] pradiptalsaniya28974: રાત્રે મેં કોઈ સારું ભોજન કરવાનું વિચાર્યું, જેથી હું એક હોટેલ મા ગયો. મેનુ જોઈને મેં અમુક વસ્તુઓ ઓર્ડર કરી. 20 મિનિટ બાદ અમુક લોકોનું એક ગ્રુપ આવ્યું અને તેઓએ પણ ઓર્ડર કર્યો….
આશ્ચર્યની વાત એ હતી કે તેઓ મારા બાદ આવ્યા છતાં તેઓને મારી પહેલા ઓર્ડર સર્વ કરવામાં આવ્યો…મેં જોયું કે તેઓએ જમવાનું ચાલુ કરી દીધું અને ધીમે ધીમે હસતા પણ હતા. તેમાંથી એક વ્યક્તિ બડાઈ કરીને મારી મજાક પણ ઉડાડતો હતો.મેં હોટલમાંથી બહાર ચાલ્યા જવા વિચાર કર્યો.ખૂબ રાહ જોયા બાદ મેં વેઈટર ને બોલાવ્યો અને મારી વ્યથા જણાવી..વેઈટરે ખૂબ વિવેકપૂર્વક કહ્યું કે,” તમારો ઓર્ડર ખાસ છે.” જે ચીફ સેફ ખુદ બનાવી રહ્યા છે. તેઓનો ઓર્ડર શિખાઉ સેફ દ્વારા જલ્દીમાં બનાવાયો છે..જ્યારે માસ્ટર સેફ તમારો ઓર્ડર તૈયાર કરવામાં વ્યસ્ત છે..જેથી તેઓને જલ્દી સર્વ કરી દેવામા આવ્યું….
વેઇટેરે કહ્યુ કે તમારો ઓર્ડર આવે ત્યાં સુધી તમે જ્યુસ લો…મેં શાંતિપૂર્ણ રાહ જોઈ અને થોડીવાર માં મારો ઓર્ડર 6 વેઈટરે સર્વ કર્યો…બન્યું એવું હતું કે હોટેલ નો માલિક મારો એક જૂનો ફેમિલી ફ્રેન્ડ હતો…જે મને જોઈ ગયો હતો.અને સરપ્રાઈઝ આપવા માંગતો હતો…તેણે મારા સામાન્ય ઓર્ડર ને બદલી 5 સ્ટાર ઓર્ડર સર્વ કરાવ્યો.બીજા ટેબલ પર બેસેલું ગ્રુપ આશ્ચર્ય માં મુકાઈ ગયું.તેઓ ગણગણ કરવા લાગ્યા કે આપણને આવું ભોજન અને સર્વિસ કેમ ના મલી….
જીવન મા કાંઈક આવું જ છે.અમુક લોકો તમારા થી આગળ છે અને અત્યારે જમી રહ્યા છે…તમારા પર હસી રહ્યા છે…અને પોતાની બડાઈ કરી રહ્યા છે તેઓ વિચારી રહ્યા છે કે તેઓ તમારા થી નસીબદાર છે તેઓની પાસે પૈસા છે અને તેઓ વેલ સેટલ છે…
અને તમે અધીરા થઈને રાહ જોઈ રહ્યા છો કે મને આ બધું મળવામાં આટલી વાર કેમ લાગી રહી છે…તમે પોતાની જાત ને નાની સમજો છો, ડિપ્રેશન માં ચાલ્યા જાઓ છો અને ક્યારેક આત્મહત્યા કરવા વિચારો છો…પરંતુ ચિંતા ના કરો…
આ જગત ના માલિક તમને જોઈ ગયા છે અને તમને સામાન્ય ભોજન નથી આપવા માંગતા .તમારે વધુ રાહ જોવી પડી રહી છે કારણ કે તમારો ઓર્ડર ખાસ છે અને તે ઓર્ડર ટોપ નોચના સેફ બનાવી રહ્યા છે….
હાલ તમે જ્યુસ પીને કામ ચલાવો અર્થાત નાની નાની મોજમાં સંતોષ રાખો અને તમારા ખાસ ઓર્ડર અર્થાત અણધારી સફળતા માટે રાહ જુવો…જે રીતે હોટેલ નો માલિક મારો દોસ્ત નીકળ્યો એજ રીતે સતત મહેનત કરતા લોકોનો દોસ્ત ઉપરવાળો છે જે સમય આવ્યે ખાસ ઓર્ડર જરૂર સર્વ કરશે….
એક વાત યાદ રાખો કે ધીરજ રાખીને રાહ જોઈ લેજો પણ હોટલમાંથી બહાર ના નીકળી જતા મહેનત ક્યારેય બંધ ના કરતા, જંગ ક્યારેય છોડતાં નહીં,જિંદગી માત્ર 4 દિવસ છે એમ વિચારી અધીરા ના થતાં પણ જિંદગી 100 વર્ષ ની છે એમ વિચારી રાહ જોજો…જ્યારે તમારો ઓર્ડર આવશે ત્યારે તમારા પર હસવાવાળા પણ શાંત થઈ જશે…..🙏

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

👌એક નાનકડી વાર્તા :

એક બાળકને સ્વર્ગ અને નરક જોવાની ખુબ જ ઇચ્છા હતી. એ રોજ આ માટે ભગવાનને પ્રાર્થના કરતો. એક દિવસ ભગવાન તેના પર રાજી થયા અને બાળકને સ્વર્ગ તથા નરક બતાવવાનું વચન આપ્યુ. કોઇ એક ચોક્કસ દિવસે ભગવાનને થોડી ફુરસદ મળી એટલે એ પેલા બાળક પાસે આવ્યા અને કહ્યુ, “ચાલ બેટા, આજે તને સ્વર્ગ અને નરકની મુલાકાત કરાવું. બોલ તારે પહેલા કોની મુલાકાત લેવી છે?”

બાળકે કહ્યુ, “પ્રભુ, પહેલા નરક બતાવો પછી સ્વર્ગમાં થોડો સમય આરામ કરવો હોઇ તો પણ વાંધો ન આવે.”

ભગવાન બાળકને લઇને નરકમાં ગયા. દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા. સૌ પ્રથમ ભોજનશાળાની મુલાકાતે ગયા. બાળકે જોયુ તો ત્યાં અનેક પ્રકારના ભોજન હતા. જાત જાતના પકવાનોના થાળ પડ્યા હતા. આમ છતા લોકો ભુખના માર્યા તરફડીયા મારી રહ્યા હતા. કેટલાકના મોઢામાંથી સારુ ભોજન જોઇને લાળો ટપકતી હતી પરંતું એ ભોજન લેતા ન હતા.

બાળકે ભગવાનને પુછ્યુ, “પ્રભુ આવુ કેમ ? ભોજન સામે હોવા છતા આ લોકો કેમ ખાતા નથી અને દુ:ખી થઇને રાડો પાડે છે?”

ભગવાને બાળકને કહ્યુ, “બેટા, આ તમામ લોકોના હાથ સામે જો. બધાના હાથ સીધા જ રહે છે એને કોણીથી વાળી શકતા નથી અને એટલે એ ભોજનને હાથમાં લઇ શકે છે પણ પોતાના મુખ સુધી પહોંચાડી શકતા નથી. ભોજનને મુખ સુધી પહોંચાડવા એ હવામાં ઉંચે ઉડાડે છે અને પછી પોતાના મુખમાં ઝીલવા માટેનો પ્રયાસ કરે છે પણ એમા એ સફળ થતા નથી.”

બાળકે દલીલ કરતા કહ્યુ, “પ્રભુ આ તો નરકના લોકો માટે હળાહળ અન્યાય જ છે. ભોજન સામે હોવા છતા તમે કરેલી કરામતને કારણે હાથ વળતો નથી અને એ ખાઇ શકતા નથી.”

ભગવાને કહ્યુ, “ચાલ બેટા હવે તને સ્વર્ગની ભોજનશાળા બતાવું એ જોઇને તને નરક અને સ્વર્ગ વચ્ચેનો ભેદ બહુ સરળતાથી સમજાઇ જશે અને હું અન્યાય કરુ છુ કે કેમ તે પણ તને ખબર પડી જશે.”

બાળક ભગવાનની સાથે સ્વર્ગની ભોજનશાળામાં ગયો. અહિંયા નરકમાં હતા એ જ પ્રકારના બધા ભોજન હતા અને એવી જ વ્યવસ્થાઓ હતી છતાય બધાના ચહેરા પર આનંદ હતો. બધા શાંતિથી ભોજન લઇ રહ્યા હતા. બાળકે ધ્યાનથી જોયુ તો અહિંયા પણ દરેક લોકોની શારિરીક સ્થિતી નરક જેવી જ હતી મતલબ કે કોઇના હાથ કોણીથી વળી શકતા નહોતો પરંતું લોકો ભોજન લેતી વખતે એકબીજાને મદદ કરતા હતા સામ-સામે બેસીને પોતાના હાથમાં રહેલો કોળીયો સામેવાળી વ્યક્તિના મુખમાં મુકતા હતા અને સામેવાળી વ્યક્તિના હાથમાં રહેલો કોળિયો પોતાના મુખમાં સ્વિકારતા હતા.

બાળકે ભગવાનની સામે જોઇને હસતા હસતા કહ્યુ, “પ્રભુ મને સ્વર્ગ અને નરક વચ્ચેનો તફાવત બરોબર સમજાઇ ગયો.”

સ્વર્ગ મેળવવા માટે મરવાની જરુર નથી એકબીજાને મદદ કરવાની ભાવના હોય તો આ ધરતી પર જ સ્વર્ગની અનુભૂતિ થશે.

‘તારુ જે થવુ હોય તે થાય હું મારુ કરુ’ આવી વિચારસરણી જ્યાં છે તે નરક છે અને
‘મારુ જે થવુ હોય તે થાય પહેલા હું તારુ કરુ’ આવી ભાવના જ્યાં છે ત્યાં સ્વર્ગ છે……👏

@pustako_ni_duniya