જીવનના અંતિમ છેડા સુધી, ધન કમાવામાં પોતાની બધી જ શક્તિઓને ખર્ચી નાખનાર એક ધનાઢ્ય શેઠે, તિજોરીમાં રહેલા ધનને પૂછયુ :
“તને મેળવવા માટે, સાચવવા માટે મેં અનેક પ્રકારના પાપો, અન્યાય, અનીતિ, વિશ્વાસ-ઘાત, જીવો પ્રત્યે નિર્દયતા, ક્રુરતા…, વગેરે કરી. ધર્મના માર્ગની ઉપેક્ષા કરી… તો તું મારા મૃત્યુ પછી ક્યાં સુધી મારી સાથે રહેશે…???”
તિજોરીના રૂપિયા બોલ્યા : ‘એક ડગલું પણ અમે તારી સાથે આવવાના નથી.’
શેઠ કહે : ‘પણ, તારા ખાતર તો મેઁ શાંતિથી ખાધુ પણ નથી, મજાથી ઉંઘ્યો પણ નથી. તો પણ મારી આટલી જ કદર…. ???’
રૂપિયા કહે : ‘ખબરદાર…!!! વધુ બોલીશ તો…!!!, કડવું સત્ય એ છે કે, તારા મર્યા પછી નનામી અને બાળવાના લાકડા પણ અમે જ પૂરા પાડવાના છીએ.’
ધનાઢ્ય શેઠ તો આ જવાબ સાંભળીને સજ્જડ થઈ ગયા!!
—————
પછી પોતાની પ્રાણપ્રિય પત્નીને પૂછ્યું : ‘તારી ખાતર તો મેઁ મારું સત્ત્વ નીચોવી નાખ્યુ, બ્રહ્મચર્ય વ્રતને પણ ગૌણ કર્યું, તને શણગારવામાં મેં ઘણાના ઘાટ ઉતાર્યા, ભારે અન્યાય મેં કીધા.’
બોલ…!! મારા મૃત્યુ પછી તું ક્યાં સુધી મારી સાથે છે…??
પત્ની બોલ્યા : ‘વધુમાં વધુ હું આપણા આ આંગણાના દરવાજા સુધી…, એથી આગળ તો નહિં જ…!!!’
—————–
હવે પોતાના વ્હાલસોયા પુત્રને પૂછ્યુ : ‘બેટા…!! તું મારી સાથે ક્યાં સુધી રહીશ…??, તને વારસામાં સંપત્તિ, મકાન, પેઢી…, વગેરે આપવામાં મેઁ દિવસ-રાત મજુરી કીધી, ઘણાની સાથે વેરઝેર કર્યા, સગાભાઈને પણ પડતો મુકયો અને સામે કોર્ટે ચડ્યો, ધર્મને તો મેં સાવ પડતો જ મૂક્યો, ડગલેને પગલે હું જુઠુ જ બોલ્યો છું.’
પપ્પા/બાપુજી…!! મારે સ્મશાન સુધી તો આવવું જ પડશેને…!!, કારણ કે તમને બાળવાનો આદેશ તો વગર માંગ્યે મને જ મળેલ છે. કદાચ બહારગામ હોઈશ તો પણ તમને બાળવા માટે તો મારે જ હાજર થવું પડશેને…!!
શેઠની આંખમાં આંસુ આવી ગયા.
…અંતે, નિરાશ થઈને શેઠે છેલ્લે પોતાના શરીરને પૂછ્યું : ‘જનમ્યો ત્યારથી જ આખી જિંદગી તારી આળપંપાળ કરી, ન ખાવાનું મેં તને ખવડાવ્યુ, અભક્ષ્ય, અનંતકાય ખવડાવ્યુ, રાત્રે ખવડાવ્યુ, ન બોલવાનુ પણ હું બોલ્યો, તપ-ત્યાગ વગેરે બધુ જ પડતુ મૂકયુ, અને તને નવડાવવા – ધોવડાવવા, શણગાર સજવા, ખવડાવવા… ઘણાં ઘણાં પાપ કર્યા, હવે તું બોલ.., તું મારી સાથે ક્યાં સુધી છે…??’
શરીર બોલ્યુ : ‘હું…!! વધુમાં વધુ તારી ચિતા સુધી…!! આગળ તો નહિં જ.’
શેઠ તો આ સાંભળી બેભાન જ થઈ ગયા…!!!
જે કંચન, કામિની, કુટુંબ, કાયા…, વગેરે ખાતર આ જન્મમાં મેં ભારે પાપો કર્યા, તે બધા અહીં જ રહી જવાના…!! અને એમના ખાતર કરેલા પાપો જન્મો જનમ આત્માને દુર્ગતિમાં ભટકાવ્યા કરશે..!!, અને ત્રાસની હારમાળાઓ સર્જશે..!!
માટે જ જ્ઞાની મહાપુરૂષો ફરમાવે છે કે : મળેલી શક્તિઓને સત્માર્ગે ખર્ચી, શીઘ્ર પોતાની જાતને આત્મસાત કરી લો..!
ગુજરાતી સુવિચાર