Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

મોરબીના જાગીરદાર રણમલજી દેદા (જાડેજા) ના કપરા સમયમાં રાણી અને બંને કુંવર મોહમ્મદ બેગડા થી પોતાને સુરક્ષિત રાખવા મોરબીના મોટા દહીસરા નામના પંખીના માળા જેવડા ગામમાં આવ્યા છે.
રાણીએ ભોજા મકવાણા ની ડેલી ખખડાવી અને આ તો આહીર નું આંગણું, ઓળખતા હોય કે નય પણ આવકાર આભ જેવડો મળે.
રાણી સાહેબે ડેલી ખખડાવી ત્યાં અંદરથી અવાજ આવ્યો “ભલે પધાર્યા બેન વયા આવો”
રાણી સાહેબે ભોજા મકવાણા ને ભાઈ માનીને આખી વાત કરી અને ભોજા મકવાણા આહિરે કહ્યું, “બેન તમે આહીર ના આશરે છો અને આહીર ના આશરે આવેલા ની વારે ચઢવા કોઈ આવે તો એના મૂળિયાં ઉખેડી નાખું હો. મૂંઝાતા નય બેન.”
બંને કુંવરો અને રાણી સાહેબ ને ભોજા બાપાએ એમના ઘરમાં રહેલા કૂવામાં સંતાડી દીધા અને આ બાજુ અમદાવાદ ના બાદશાહ મોહમ્મદ બેગડા ને ખબર પડી કે મોટા દહિસરાનો આહીર છે જેણે રાણી અને કુંવર ને સાચવ્યા છે.
મોટી ફોજ ભેગી કરી બેગડો મોટા દહિસરા ના પાદરમાં આવ્યો અને સૈનિકોને મોકલી ભોજા મકવાણા ને બોલાવવામાં આવ્યા.
“બોલી જા ભોજા કે રાણી અને કુંવર કયા છે તો તને જાતો કરું” પણ આ તો આહીર નો દીકરો આંગણે આવેલા ને આમ આપી દયે તો તો આશરા ધર્મ લાજે.
ભોજા બાપાએ નવાબ ને કીધું કે, “હું તો નાનકડા ગામનો નાનો એવો માણસ હું વળી આવડી મોટી હિંમત કેમ કરું કે નવાબ ના દુશ્મનને સાચવું?”
પણ નવાબને પૂરેપૂરી ખાતરી કે ભોજા બાપા પાસે જ બંને કુંવરો અને રાણી સાહેબ છે તેમ છતાં ભોજા બાપા માનવા તૈયાર ન થયા.
અંતે નવાબે દીવાલમાં હોલ પાડવા મટે હાથેથી ચલાવવાની શારડી મંગાવી અને ભોજા બાપા ને કહ્યું, “છેલ્લી વખત વિચારી લે નહિતર હવે તને યાતનાઓ ભોગવવી પડશે”
ભોજા બાપાએ પોતાની વાતથી રતીભાર ફર્યા નહિ અને અંતે એમના હાથ અને પગમાં શારડીઓ ચાલવા લાગી અને લોહીની શેરું ફૂટવા લાગી.
ત્યારે કોઈક ટોળામાં ઉભેલા માણસે કહ્યું કે એની માતાને બોલાવો એ દીકરાનું દુઃખ નહિ જોઈ શકે અને કહી દેશે. ભોજા મકવાણા ના માતાને તેડાવવામાં આવ્યા અને દીકરાની હાલત જોઈને માતા હચમચી જાય એની બદલે પોતાના આવેશ પર કાબૂ કરીને ભોજા મકવાણા ના માતા તેમની પાસે આવ્યા અને લોહીની વહેતી ધારામાં હાથ બોળી એને સૂંઘીને ચાલતા થયા.
નવાબે કહ્યું કે “તમે એના માતા છો તમારો દીકરો આટલી પીડા ભોગવે છે તો તમને કાઈ દુઃખ નથી થતું.?”
ત્યારે ભોજા મકવાણા ના માતા એ એક આહીરાણી ને શોભે એવો જવાબ આપ્યો કે “મારા દીકરા ના લોહીમાં હજી મારા ધાવણ ની ફોરમ આવે છે. આ તો શારડી મુકાવી છે હજી તો એને કદાચ આનાથી પણ કપરી સજા કરશો તો પણ મારો ભોજો નઈ બોલે એટલો મને વિશ્વાસ છે.”
આજે પણ મોટા દહિસરા ના ઇ પાદરમાં ભોજાબાપા મકવાણા ની પ્રતિમા અડીખમ ઉભી છે અને એમનો પાળિયો ત્યાંથી માંડ ૫૦૦ મીટરના અંતરમાં છે, એમનું એ ઘર આજે પણ એમના બલિદાનની યાદ અપાવે છે અને એ કૂવો જેમાં રાણી અને કુંવર સાચવ્યા હતા એ પણ આજે અડીખમ ઊભો છે…

આવા વીર પુરુષ ભોજાબાપા મકવાણા ની પુણ્યતિથિ નિમિતે એમને શત શત વંદન 🚩

તુષાર ઉપાધ્યાય

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

Posted in खाना खजाना - રસોઈ

पान


#मिथिला में पान की परंपरा के बारे में कहा जाता है –
माछ-पान-मखान
मिथिलाक तीन पहिचान।

इसी तरह #देवघर (झारखंड) के मैथिल ब्राह्मणों में एक व्यंग कहावत है –
सौव्वें सुपाड़ी, लाखें पान
बेसि होवै तै गांजा टान।

वैसे तो आर्य और द्रविड़ों से पान को जोड़कर देखा जाता है। मगर सम्पूर्ण भारतीय प्रायद्वीप (साउथ ईस्ट एशिया) में पान की परंपरा होने का प्रमाण मिलता है। श्रीलंका में तीसरी शताब्दी ईसापूर्व के इसके प्रमाण मिले हैं। समय के साथ सम्पूर्ण विश्व में यह फैल गया। मुग़लिया दरबार भी इससे अछूता नहीं रहा। बौद्ध तंत्रयान में भी इसके प्रयोग की जानकारी मिलती है।

मिथिला में पान की परंपरा अति प्राचीन है। ऋषि #जमदग्नि का कौशिकी तीर के आश्रम में माँ मृगावती के साथ अज्ञातवास में रह रहे बालक उदयन (राजा सहस्रानीक पुत्र) ने सर्वप्रथम ‘पान’ का पौधा देखा था। ये वही यमदग्नि हैं जिन्होंने #सामवेद की कुछ ऋचाएं रचे हैं। इनकी ससुराल कौशिकी (कोशी क्षेत्र) में थी। यह क्षेत्र मिथिला का अंग रहा है।

इसी उदयन ने वासवदत्ता से विवाह के पश्चात मगध नरेश की भगिनी (बहन) और अंग नरेश दृढ़वर्मा की पुत्री प्रियदर्शिका से भी विवाह किया। राजा #हर्षवर्धन ने ‘प्रियदर्शिका’ में इसे विस्तार दिया है।

#गर्ग_संहिता में मिथिला के नरेश उग्रसेन के राजसूय यज्ञ के लिए प्रद्युम्न द्वारा पान का बीड़ा उठाये जाने की चर्चा मिलती है।

#स्कंद_पुराण में चर्चा मिलती है कि समुद्र मंथन के क्रम में पान का बेल निकला था। मंथन की धुरी #मंदार_पर्वत आज भले ही प्राचीन अंग जनपद का भूभाग रहा हो मगर यह मिथिला का पड़ोसी राज्य था।

#महाभारत में चर्चा है कि युद्ध के पश्चात जब पांडव राजसूय यज्ञ करने को उद्यत हुए तब याज्ञिक ऋषियों ने पान लाने का अनुरोध किया। इसके लिए #अर्जुन को नागों के क्षेत्र में जाना पड़ा।

‘महाभारत’ के एक अन्य प्रकरण में चर्चा मिलती है कि #विदुर के घर #कृष्ण को भोजन के उपरांत पान भी परोसा गया।

13वीं-14 वीं सदी के मिथिला के प्रख्यात लेखक #ज्योतिरीश्वर_ठाकुर ‘वर्ण रत्नाकर’ में मिथिला में पान की परंपरा के बारे में जानकारी देते हैं। पान की पत्तियों तथा इसमें प्रयुक्त चूना और मसालों के प्रकार के बारे में वे अन्य लेखकों से अव्वल लिखते हैं।

13 प्रकार के पान तथा मसालों की लंबी सूची वे प्रस्तुत तो करते ही हैं। वे यह भी बताते हैं कि विभिन्न भौगोलिक क्षेत्रों से लाई सुपाड़ी और चूना इसे विशिष्ट बनाते हैं। ज्योतिरीश्वर कहते हैं कि पान और मखाना स्वर्ग में भी नहीं मिलते। यह मिथिला में ‘मुखशुद्धि’ है।

13वीं सदी में आये तिब्बती यात्री #धर्मस्वामिन कहते हैं कि यहां पान के पत्तों पर सूखे गोबर को जलाकर बनाए गए राख का पेस्ट तथा सुगंधित कत्था लगाकर बीड़ा बनाया जाता है जिसे गीले कपड़ों में दो दिनों तक रखकर खाया जा सकता है।

16वीं सदी के महाकवि #विद्यापति अपने पदों में काकेर, बेलहरी, मगही, बंगला जैसे पान के पत्तों की चर्चा करते हैं। उस समय के मिथिला की परंपराएं बिना पान के संपन्न नहीं होती थी। ऐसा आज भी है।

इतिहासकार #जदूनाथ_सरकार कहते हैं कि बंगाल के सोनारगांव के लोग प्राचीन काल से नदी में मिलनेवाले सीप के कवच (प्रवाल भस्म) को जलाकर चूना बनाते हैं। इसे बिहार और बंगाल में बेचा भी जाता है मगर अब ‘खान-ए-पुरनियमत’ के आधार पर सोनारगांव के मदरसे में इसे अधार्मिक बताकर बहिष्कार किया गया है।

10वीं-11वीं सदी में भारत आए ईरानी लेखक #अलबरूनी कहते हैं कि भारत में पान चबाना राष्ट्रीय आदत है। यहां के समाज में पान से लोगों की आवभगत की जाती है। मुसलमान इसे खाना नहीं जानते थे। अब सीख चुके हैं। इसे ‘देवल रानी खिज़िर खान’ में #अमीर_खुसरो भी लिखते हैं। खुसरो ने पान की बुराइयां भी बहुत की है।

पान 20वीं शताब्दी तक भारत में बहुत प्रचलन में था। 21वीं शताब्दी में आते-आते कैंसरजन्य तत्वों की पहचान विशेषज्ञों ने की और पारंपरिक पान को ग्रहण लग गया। बताया गया कि पान के पत्तों में Hydroxychavicol और Eugenol तथा सुपाड़ी में Nitrosamines नामक तत्व पाया जाता है जो कैंसर उत्पन्न कर सकता है।

प्राचीन भारतीय आरोग्य ग्रंथों में पान को कामोद्दीपक तथा अन्य दर्जनों रोगों का इलाज माना गया है।

इस मुआं कैंसर ने तो Amitabh Bachchan के ‘खाइके पान बनारस वाला…’ के धर्म-दर्शन को भी पलीता लगा दिया। बावजूद इसके विद्वान एच. व्ही. नागराजराव के अनुसार पान की महिमा निम्नलिखित है –

ताम्बूलं मुखरोगनाशि निपुणं संवर्धनं तेजसो
नित्यं जाठरवह्निवृद्धिजननं दुर्गन्धदोषापहम् ।
वक्त्रालंकरणं प्रहर्षजननं विद्वन्नृपाग्रे रणे
कामस्यायतनं समुद्भवकरं लक्षम्याः सुखस्यास्पदम् ॥

पान मुख के रोगों को नाश करने में निपुण और तेज को बढ़ाने वाला है। नित्य जठराग्नि को बढ़ाने वाला और (मुख) दुर्गन्ध के दोष को नष्ट करने वाला है। विद्वानों और राजा के सम्मुख, रण में मुख की शोभा बढ़ाने वाला हर्ष का जनक है। काम का घर और लक्ष्मी के सुख का कारण है।

– उदय शंकर झा ‘चंचल’

Posted in संस्कृत साहित्य

*ધાર્મિક પ્રશ્નોત્તરી*

પ્ર.1.શ્રી કૃષ્ણના ધનુષ્યનું નામ શું હતું?
જવાબ – શારંગ
પ્રશ્ન 2. અર્જુનના ધનુષનું નામ શું છે?
જવાબ – ગાંડીવ
પ્રશ્ન 3. શિવના ધનુષનું નામ શું હતું?
જવાબ – પિનાક
પ્ર.4. રામનું નામ કયા ઋષિએ રાખ્યું?
જવાબ – વશિષ્ઠ
પ્રશ્ન.5. કૃષ્ણના વડીલ કોણ હતા?
જવાબ – ગર્ગાચાર્ય
પ્રશ્ન.6. કૃષ્ણના શિક્ષણ ગુરુ કોણ હતા?
જવાબ – મહર્ષિ સાંદીપનિ
પ્રશ્ન.7. સંજયને દિવ્ય દ્રષ્ટિ કોણે આપી હતી?
જવાબ – વેદ વ્યાસ
પ્રશ્ન.8. શિખંડી રાજાનો પુત્ર કોણ હતો?
જવાબ – દ્રુપદ
પ્ર.9.અર્જુનને ગાંડીવ કોણે આપ્યું?
જવાબ – વરુણ
પ્રશ્ન.10. અહિલ્યા કોની પત્ની હતી?
જવાબ – મહર્ષિ ગૌતમ ઋષિ
પ્ર.11. વેદવ્યાસના પિતાનું નામ શું હતું?
જવાબ – પરાશર
પ્ર.12. પાંડવોના રાજ પુરોહિત કોણ હતા?
જવાબ – ધૌમ્યા
પ્રશ્ન.13. ગુડાકેશ કોનું નામ હતું?
જવાબ – અર્જુન
પ્રશ્ન.14. મહાભારતમાં ઋષિ કિન્દમે કોને શ્રાપ આપ્યો હતો?
જવાબ – પાંડુ

પ્રશ્ન.15. મહાભારતમાં ગૃહસ્થ આશ્રમનું વર્ણન કોને કોને કર્યું હતું?
જવાબ – શિવ થી પાર્વતી.
પ્ર.16. મહાભારતમાં કેટલા શ્લોક છે?
જવાબ – એક લાખ સો હજાર.
પ્રશ્ન.17. શુકદેવ કોનો પુત્ર હતો?
જવાબ – વેદ વ્યાસ
પ્રશ્ન.18. શુકદેવની પત્નીનું નામ શું હતું?
જવાબ – પિવેરી
પ્ર.19 શુકદેવની માતાનું નામ શું હતું?
ઉત્તર બગીચો
પ્ર.20. બલરામના પિતાનું નામ શું હતું?
જવાબ – વાસુદેવ
પ્ર.21. અહિલ્યાને કોણે શાપ આપ્યો?
જવાબ- મહર્ષિ ગૌતમ.
પ્રશ્ન.22. દેવતાઓનો સેનાપતિ કોણ હતો?
જવાબ – કાર્તિકેય
પ્ર.23. અસુરોના ગુરુ કોણ હતા?
જવાબ – શુક્રાચાર્ય
પ્રશ્ન.24. દેવતાઓના ગુરુ કોણ હતા?
જવાબ – ગુરુ
પ્ર.25. પુત્રમોહ માટે કોણ પ્રખ્યાત હતું?
જવાબ – ધૃતરાષ્ટ્ર
પ્ર.26. ભીષ્મની માતાનું નામ શું હતું?
જવાબ – ગંગા
પ્રશ્ન.27. કર્ણના ગુરુ કોણ હતા?
જવાબ: પરશુરામ.
પ્ર.28. કૃપાચાર્ય અશ્વત્થામા કોણ હતા?
જવાબ – માતુલ
પ્ર.29. નરકના કેટલા દરવાજા છે?
જવાબ- ત્રણ 1. વાસના 2. ક્રોધ 3. મોહ
પ્ર.30. યોગીઓ કેટલા પ્રકારના હોય છે?
જવાબ આઠ (1. કર્મયોગી 2.જ્ઞાનયોગી 3.ધ્યાનયોગી 4.લયયોગી 5.હઠયોગી 6.રાજયોગી 7.મંત્રયોગી 8.અનાષ્ટયોગી).
પ્ર.31 મહાભારતનું યુદ્ધ કયા યુગમાં થયું હતું?
જવાબ – દ્વાપર યુગ.
પ્ર.32. ધૃતરાષ્ટ્રને કેટલા પુત્રો હતા?
જવાબ- 101. દીકરીનું નામ – દુશાલા
પ્ર.33. બલરામની પત્નીનું નામ શું હતું?
જવાબ – રેવતી
પ્રશ્ન.34. ઈન્દ્રની પત્નીનું નામ શું હતું?
જવાબ – શચી
પ્રશ્ન.35. પાંડવ ભાઈઓમાં સૌથી મોટા કોણ હતા?
જવાબ: યુધિષ્ઠિર
પ્રશ્ન. 36. અર્જુનને મારવાનું વચન કોણે આપ્યું હતું?
જવાબ – કર્ણ
પ્રશ્ન.37. કુંતીનો સૌથી મોટો પુત્ર કોણ હતો?
જવાબ – કર્ણ
પ્ર.38. ધૃતરાષ્ટ્રની પુત્રી દુશાલાના લગ્ન કોની સાથે થયા હતા?
જવાબ – જયદ્રથ
પ્ર.39. યોગ કેટલા છે?
જવાબ- 27
પ્ર.40. કેટલા વર્ષ છે સાહેબ?
જવાબ- 60
પ્ર.41. ઋષિ તર્પણ કઈ દિશામાં કરવું જોઈએ?
ઉત્તર ઉત્તર દિશા
પ્ર.42. દેવ તર્પણ કઈ દિશામાં કરવું જોઈએ?
ઉત્તર પૂર્વ દિશા
પ્ર.43. પિતૃ તર્પણ કઈ દિશામાં કરવું જોઈએ?
ઉત્તર-દક્ષિણ દિશામાં
પ્ર.44. રામના વાઇસ ચાન્સેલર કોણ હતા?
જવાબ – વશિષ્ઠ
પ્ર.45. રામને શસ્ત્રો શીખવવાના શિક્ષક કોણ હતા?
જવાબ – વિશ્વામિત્ર
પ્ર.46. સીતાનો જન્મ ક્યારે થયો હતો?
જવાબ- વૈશાખ શુક્લ પક્ષ નવમી તિથિ પુષ્ય નક્ષત્ર
પ્રશ્ન.47. કયા કિસ્સામાં ગંગાના વંશની વાર્તા વર્ણવવામાં આવી છે?
જવાબ – બાલકાંડ
પ્ર.48. રામાયણમાં કેટલા સર્ગ છે?
જવાબ- 500 કેન્ટો
પ્ર.49. ગંગા દશેરા ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ – જ્યેષ્ઠ શુક્લ પક્ષ દશમી તિથિ
પ્ર.50. રામનો જન્મ નક્ષત્ર કયો હતો?
જવાબ – પુનર્વસન
પ્રશ્ન.51. રામના લગ્ન ક્યારે થયા હતા?
જવાબ- માર્ગશીર્ષ શુક્લ પક્ષ પંચમી તિથિ
પ્રશ્ન.52. રામનો જન્મ ક્યારે થયો હતો?
જવાબ- ચૈત્ર શુક્લ પક્ષ નવમી તિથિ
પ્રશ્ન. 53. સીતાનો જન્મ ક્યારે થયો હતો?
જવાબ – વૈશાખ શુક્લ પક્ષ નવમી તિથિ પુષ્ય નક્ષત્ર
પ્રશ્ન.54. જ્હાન્વી કોનું નામ હતું?
જવાબ – ગંગા
પ્ર.55 ગંગા સપ્તમી ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ- વૈશાખ શુક્લ પક્ષ સપ્તમી
પ્રશ્ન.56. ગંગા કઈ તારીખે પૃથ્વી પર ઉતરી હતી?
જવાબ- જ્યેષ્ઠ શુક્લ પક્ષ દશમી
પ્રશ્ન.57. રામાયણમાં કયો રસ પ્રબળ છે?
જવાબ: કરુણ રસ
પ્રશ્ન.58. શ્રી કૃષ્ણનો જન્મ કયા યુગમાં થયો હતો?
જવાબ – દ્વાપર યુગ
પ્ર.59. કૃષ્ણના ભાઈ અને બહેનનું નામ શું હતું?
જવાબ – બલરામ અને સુભદ્રા
પ્રશ્ન.60. શ્રી કૃષ્ણના પાલક માતા-પિતા કોણ હતા?
જવાબ – યશોદા માતા, નંદ બાબા પિતા
જય જય શ્રી રામ


હિંદુ હિતને સર્વોપરી માનીને તમામ જૂથોમાં તેને મોકલો..
🙏 હર હર મહાદેવ🙏
મહાદેવ સૌનું કલ્યાણ કરો🙏🙏

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

જીવનના અંતિમ છેડા સુધી, ધન કમાવામાં પોતાની બધી જ શક્તિઓને ખર્ચી નાખનાર એક ધનાઢ્ય શેઠે, તિજોરીમાં રહેલા ધનને પૂછયુ :

“તને મેળવવા માટે, સાચવવા માટે મેં અનેક પ્રકારના પાપો, અન્યાય, અનીતિ, વિશ્વાસ-ઘાત, જીવો પ્રત્યે નિર્દયતા, ક્રુરતા…, વગેરે કરી. ધર્મના માર્ગની ઉપેક્ષા કરી… તો તું મારા મૃત્યુ પછી ક્યાં સુધી મારી સાથે રહેશે…???”

તિજોરીના રૂપિયા બોલ્યા : ‘એક ડગલું પણ અમે તારી સાથે આવવાના નથી.’
શેઠ કહે : ‘પણ, તારા ખાતર તો મેઁ શાંતિથી ખાધુ પણ નથી, મજાથી ઉંઘ્યો પણ નથી. તો પણ મારી આટલી જ કદર…. ???’

રૂપિયા કહે : ‘ખબરદાર…!!! વધુ બોલીશ તો…!!!, કડવું સત્ય એ છે કે, તારા મર્યા પછી નનામી અને બાળવાના લાકડા પણ અમે જ પૂરા પાડવાના છીએ.’

ધનાઢ્ય શેઠ તો આ જવાબ સાંભળીને સજ્જડ થઈ ગયા!!
—————

પછી પોતાની પ્રાણપ્રિય પત્નીને પૂછ્યું : ‘તારી ખાતર તો મેઁ મારું સત્ત્વ નીચોવી નાખ્યુ, બ્રહ્મચર્ય વ્રતને પણ ગૌણ કર્યું, તને શણગારવામાં મેં ઘણાના ઘાટ ઉતાર્યા, ભારે અન્યાય મેં કીધા.’
બોલ…!! મારા મૃત્યુ પછી તું ક્યાં સુધી મારી સાથે છે…??

પત્ની બોલ્યા : ‘વધુમાં વધુ હું આપણા આ આંગણાના દરવાજા સુધી…, એથી આગળ તો નહિં જ…!!!’
—————–
હવે પોતાના વ્હાલસોયા પુત્રને પૂછ્યુ : ‘બેટા…!! તું મારી સાથે ક્યાં સુધી રહીશ…??, તને વારસામાં સંપત્તિ, મકાન, પેઢી…, વગેરે આપવામાં મેઁ દિવસ-રાત મજુરી કીધી, ઘણાની સાથે વેરઝેર કર્યા, સગાભાઈને પણ પડતો મુકયો અને સામે કોર્ટે ચડ્યો, ધર્મને તો મેં સાવ પડતો જ મૂક્યો, ડગલેને પગલે હું જુઠુ જ બોલ્યો છું.’

પપ્પા/બાપુજી…!! મારે સ્મશાન સુધી તો આવવું જ પડશેને…!!, કારણ કે તમને બાળવાનો આદેશ તો વગર માંગ્યે મને જ મળેલ છે. કદાચ બહારગામ હોઈશ તો પણ તમને બાળવા માટે તો મારે જ હાજર થવું પડશેને…!!

શેઠની આંખમાં આંસુ આવી ગયા.

…અંતે, નિરાશ થઈને શેઠે છેલ્લે પોતાના શરીરને પૂછ્યું : ‘જનમ્યો ત્યારથી જ આખી જિંદગી તારી આળપંપાળ કરી, ન ખાવાનું મેં તને ખવડાવ્યુ, અભક્ષ્ય, અનંતકાય ખવડાવ્યુ, રાત્રે ખવડાવ્યુ, ન બોલવાનુ પણ હું બોલ્યો, તપ-ત્યાગ વગેરે બધુ જ પડતુ મૂકયુ, અને તને નવડાવવા – ધોવડાવવા, શણગાર સજવા, ખવડાવવા… ઘણાં ઘણાં પાપ કર્યા, હવે તું બોલ.., તું મારી સાથે ક્યાં સુધી છે…??’

શરીર બોલ્યુ : ‘હું…!! વધુમાં વધુ તારી ચિતા સુધી…!! આગળ તો નહિં જ.’

શેઠ તો આ સાંભળી બેભાન જ થઈ ગયા…!!!

જે કંચન, કામિની, કુટુંબ, કાયા…, વગેરે ખાતર આ જન્મમાં મેં ભારે પાપો કર્યા, તે બધા અહીં જ રહી જવાના…!! અને એમના ખાતર કરેલા પાપો જન્મો જનમ આત્માને દુર્ગતિમાં ભટકાવ્યા કરશે..!!, અને ત્રાસની હારમાળાઓ સર્જશે..!!

માટે જ જ્ઞાની મહાપુરૂષો ફરમાવે છે કે : મળેલી શક્તિઓને સત્માર્ગે ખર્ચી, શીઘ્ર પોતાની જાતને આત્મસાત કરી લો..!

ગુજરાતી સુવિચાર

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

बँटवारे के बाद लगभग पंद्रह साल तक मुसलमान भारत से पाकिस्तान और पाकिस्तान से भारत आते जाते रहे। बहुत से लोग तो बरसों तक तय नहीं कर पा रहे थे कि यहाँ रहें या वहाँ रहें। हमारे एक सहपाठी थे उनकी महत्वाकांक्षा थी कि वह एयर फोर्स में पायलट बनेंगे, अगर भारत में चयन नहीं हुआ तो पाकिस्तान चले जायेंगे, उनके परिवार के बहुत से लोग पाकिस्तान में बस गये थे।

मुसलमानों के दोनों हाथ में लड्डू थे। हमारे बरेली के हाशम सुर्मे वाले बताते हैं कि उनके दो ताया कराची चले गये और वहाँ बरेली का मशहूर सुर्मा बेच रहे हैं। बचे दो भाई बरेली का कारोबार संभाले हुए हैं। यूनानी दवायें बनानी वाली हमदर्द भी आधी हिंदुस्तान में रह गई आधी पाकिस्तान चली गई और वहाँ भी रूह अफ़्ज़ा पिला रही है।

साहिर लुधियानवी का पाकिस्तान में वारंट कटा तो रातोरात भारत भाग आये। कुर्रतुल ऐन हैदर भारत से पाकिस्तान गईं थीं, जहाँ उन्होंने उर्दू का अमर उपन्यास आग का दरिया लिखा जो लाहौर से छपा। यह उपन्यास प्राचीन भारत से बँटवारे तक के इतिहास के समेटते हुये भारत की संस्कृति को महिमा मंडित करता था, जो पाकिस्तानी मुल्लाओं को बर्दाश्त नहीं हुआ और क़ुर्रतुल ऐन हैदर को इतनी धमकियाँ मिलीं कि वह सन ५९ में भारत वापस आ गईं और संयोग से उसी बरस जोश मलीहाबादी पाकिस्तान के लिये हिजरत कर गये। जोश की आत्मकथा यादों की बारात में वह अपने इस निर्णय के लिये पछताते दीख रहे हैं। बड़े गुलाम अली खाँ भी इसी तरह भारत वापस आ गये।

यह सुविधा मुसलमानों को ही थी कि जब जहाँ चाहे जा के बस जायें। हिंदू एक भी भारत से पाकिस्तान नहीं गया बसने। पाकिस्तान के पहले क़ानून मंत्री प्रसिद्ध दलित नेता जेएन मंडल बड़ी बेग़ैरती के साथ पाकिस्तान छोड़ने पर मजबूर हुए और भारत में कहीं गुमशुदगी में मर गये।

पाकिस्तान एक मुल्क नहीं मौलवियों की एक मनो दशा है कि इस्लाम हुकूमत करने के लिये पैदा हुआ है तो वह जहाँ भी रहेगा या तो हुकूमत करेगा या हुकूमत के लिये जद्दोजहद करेगा। मुसलमान कोई नस्ल या जाति नहीं है अपितु दुनिया के किसी कोने का इंसान मुसलमान बन सकता है और धर्म परिवर्तन करते ही उसकी मानसिकता सोच और व्यक्तित्व बदल जाता है और वह स्वयं को उन मुस्लिम विजेताओं के साथ जुड़ा हुआ महसूस करने लगता है, जिन्होंने उसके हिंदू पूर्वजों पर विजय पाई थी और मुसलमान बनने पर मजबूर किया था। सच्चाई यही है कि उपमहाद्वीप के लगभग ९९% मुसलमान कन्वर्टेड हिंदू हैं। यहाँ तक कि पठान भी।

आज आज़म ख़ान इस बात को लेकर रंजीदा हैं कि उनके पूर्वज पाकिस्तान नहीं गये इस बात की उन्हें सज़ा दी जा रही है। आज़म ख़ाँ के वोटरों में हिंदू भी शामिल रहे होंगे वरना सिर्फ मुस्लिम वोटों से न वह विधायक बन सकते थे न सांसद। बिना एक पैसा स्टांप शुल्क चुकाये उन्होंने करोड़ों रुपये की ज़मीन जुटा कर उस मुहम्मद अली जौहर के नाम से यूनीवर्सिटी बना ली जिसने इस नापाक मुल्क में न दफ़नाये जाने की वसीयत की थी और आज एक दूसरे नापाक मुल्क इज़्राइल में दफ़्न है। इस यूनीवर्सिटी के वह आजीवन कुलपति रहेंगे। और यह नापाक मुल्क उनकी क्या ख़िदमत कर सकता है।

मुसलमानों में एक कट्टरपंथी मौलानाओं की अलग अन्तर्धारा चलती रहती है, जिसके आगे आम मुसलमान बेबस हो जाता है। समय समय पर यह आम मुसलमान भी विक्टिम कार्ड खेलता रहता है। कभी अज़हरुद्दीन भी कहते सुने गये थे कि उन्हें मुसलमान होने के कारण प्रताड़ित किया जा रहा है। मिर्ज़ा मुहम्मद रफी सौदा का एक शेर है जो उन्होंने कभी नवाब अवध के दरबार में अर्ज किया था, बहुत से मुसलमानों की भावनाओं की अभिव्यक्ति अल्लामा इकबाल की इन दो लाइनों में बयाँ है। आज़म ख़ाँ भी उन्हीं में से एक हैं,

हो जाये अगर शाहे ख़ुरासाँ का इशारा,
सजदा न करूँ हिंद की नापाक ज़मीं पर।

और हम वंदे मातरम की उम्मीद करते हैं।

– Rajkamal Goswami

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

દ્રૌપદી મુર્મૂ


૧૯૭૦ નો દાયકો..ઓડીશાના મયુરભંજ જેવા પછાત વિસ્તારમાં લોકોની ભીડ જામી હતી..રાજ્યના મંત્રીઓ ,કલેકટર અને અન્ય મોટા અધિકારીઓ ગામની મુલાકાતે આવ્યા હતા..મિટિંગ ચાલુ હતી દરમિયાન એક નાનકડી દીકરી લોકોની ભીડ ચીરતી આગળ આવે છે અને કહે છે…સાહેબ મારે આપને એક વાત કરવી છે…!
આશ્ચર્ય સાથે મંત્રીજીએ અનુમતિ આપી…દીકરી એ કહ્યું કે સાહેબ મારે ભણવાની ખૂબ ઈચ્છા છે પણ અહીં અમારા ગામમાં બાળકીઓ માટે કોઈ સ્કૂલ નથી…આપ ભુવનેશ્વરની કન્યા શાળામાં મારો દાખલો કરાવી આપશો…?

મંત્રીજી એ કલેકટર સાહેબને આ બાળકીનો દાખલો કરાવી આપવાની જવાબદારી સોંપી….

લગભગ ૫૨ વર્ષ બાદ પ્રૌઢ અવસ્થાએ આ દીકરી પોતાના મયુરભંજના બે માળ અને છ કમરાના મકાનમાં જીવનના ઘણા ઉતાર ચડાવ જોઈ સંતોષકારક સામાજિક સન્માન મેળવી નિવૃત જીવન જીવી રહી હતી ત્યારે એક બપોરે ટીવી પર સમાચાર ચમકે છે કે…ભારતીય જનતા પાર્ટીએ દ્રૌપદી મુર્મૂને ભારતના ૧૬ માં રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે….!

હવે આ બે માળ છ રૂમનું મકાન છોડી ૩૩૦ એકરના રાષ્ટ્રપતિ ભવનમાં જવાનું છે એવું જાણી કેવી અનુભૂતિ થઈ હશે ? કદાચ બીજું કોઈ હોય તો એમ કહી શકાય કે એ ખૂબ ખુશ થયા હશે..આનંદમાં ઝૂમ્યા હશે..પણ દ્રૌપદી મુર્મૂનું જીવન જોતા લાગે છે કે એમને કાંઈ ફરક નહીં પડ્યો હોય…એમનો જન્મ જે એક રૂમની ઓરડીમાં થયો હતો ..ત્યાંથી બે માળ અને છ રૂમ સુધી પહોંચવાની કિંમત જિંદગી એ એમની પાસે એટલી વસૂલી છે કે ૩૩૦ એકરનું રાષ્ટ્રપતિ ભવન પણ ઝાજરમાન નહીં જ લાગે…!

કોલેજ સુધીનો અભ્યાસ પૂરો કર્યા બાદ દ્રૌપદી મુર્મૂનું એક જ સપનું હતું..સરકારી નોકરી ….એમને ખ્યાલ હતો કે સરકારી નોકરી મળી જશે તો પરિવારની હાડમારી દૂર થશે…અને એમણે સિંચાઈ વિભાગમાં કારકુન તરીકે નોકરી પણ મેળવી લીધી..સમય વીતતા બેન્ક અધિકારી સાથે લગ્ન થયા..બાળકો થયા…સાસરી પક્ષના કહેવાથી બાળકોની જવાબદારી સંભાળવા નોકરી છોડી…બાળકો મોટા થયા ત્યાર બાદ એમને વિચાર આવ્યો કે હું આટલું ભણી છું એ પણ સરકારની સહાયથી તો મારે એ ઋણ ચૂકવવા કામ કરવું જોઈએ..એમણે એક શાળામાં માનદ શિક્ષક તરીકે સેવા આપી…એટલું ઉત્તમ પરિણામ આપ્યું કે એમની કીર્તિ અને નામ બને આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયા..આ રીતે સામાજિક સેવાના અન્ય કાર્યોમાં પણ દ્રૌપદી મુર્મૂ જોડાયા ..ત્યાર બાદ સૌ પ્રથમ બીજેપી અને બીજું જનતા દળના ગઠબંધનના સમયમાં કૉપોરેટર ની ચૂંટણી લડ્યા અને જીત્યા … આગળ જતાં બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને મંત્રી પણ બન્યા…૨૦૦૯ માં તેઓ ચૂંટણી હારી ગયા…સરકારી મકાન ખાલી કરવું પડ્યું..મંત્રી રહ્યા હોવા છતાં આર્થિક સ્થિતિ ખરાબ હતી…એ જ વર્ષે એમણે પોતાનો ૨૫ વર્ષનો દીકરો બીમારીને કારણથી ગુમાવી દીધો…તેઓ ડીપ્રેશનનો શિકાર બન્યા…ગામના લોકોએ કહ્યું આ હવે મરી જશે….આ જ અરસામાં તેઓ આધ્યાત્મના રસ્તે બ્રહ્માકુમારીના માધ્યમથી વળ્યા…૨૦૧૩ માં એમનો બીજા દીકરો પણ રોડ એક્સીડેન્ટમાં મૃત્યુ પામ્યો..આ જ વર્ષે એમની માતા અને ભાઈનું પણ મૃત્યુ થયું…એક બાદ એક સ્વજનને આમ નજર સામે ખરી જતા જોઈ …શું ગુજરી હશે એમના પર..? એમણે પોતાની જાતને કેમ સંભાળી હશે…?

કુદરતના આટલા પ્રહાર ઓછા હોય એમ થોડા વર્ષો બાદ એમના પતિનું પણ અવસાન થયું…સમય વીતતા મેડિટેશનના માધ્યમથી દુઃખો ભુલાવી સ્વસ્થ થયા બાદ તેઓ ફરી જાહેર જીવનમાં એક્ટિવ થયા…૨૦૧૫ માં ઝારખંડના રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ…આમ તો રાજ્યપાલ ને પાળેલો પોપટ માનવામાં આવે છે પણ દ્રૌપદી મુર્મૂએ અયોગ્ય કાયદા વખતે સહી કરવાની ચોખ્ખી ના પાડીને એ સાબિત કરી ચુક્યા છે કે એ એક રબર સ્ટેમ્પ રાજ્યપાલ નથી…

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લગભગ ૬૦ ટકા મતદાન એમની તરફેણમાં થયાનું અનુમાન છે…બાકીની ઔપચારિકતા પુરી થયા બાદ આ દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ભવનમાં પગ મુકશે..

સમયના સપાટે …સંઘર્ષના સમુદ્ર ઉલેચ્યા બાદ…અહીં પહોંચાયું છે…એનો આનંદ ચોક્કસ હશે..પણ પોતાના પાસે નથી ક્યાંક આંખના ખૂણે એ વાદળ પણ વરસતું હશે…..!

મને નથી લાગતું કે ભારતમાં મહિલાઓ માટે આનાથી મોટો આદર્શ કોઈ હોઈ શકે…મહિલા સશક્તિકરણનો જો કોઈ સિમ્બોલ રાખવાનો હોય તો ત્યાં દ્રૌપદી મુર્મૂની તસવીર મૂકી દેવી જોઈએ….

સ્વાગત છે મેડમ પ્રેસિડેન્ટ….!