Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मकએક શનિવારે નાનકડો છોકરો શાળાએથી ઘેર આવ્યો અને તેણે પોતાના પિતાને કહ્યું, “મારા શિક્ષકે અમને ઘરકામમાં એક કામ સોંપ્યું છે – દસ જણને ભેટવાનું અને તેમને કહેવાનું કે ‘ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું’. “

તેના પિતાએ કહ્યું, “કંઈ વાંધો નહીં. હું કાલે તને મોલમાં લઈ જઈશ. ત્યાં તું આ કામ પતાવી શકીશ.”

છોકરો બીજે દિવસે સવારે ઉઠી, અતિ ઉત્સાહ પૂર્વક તૈયાર થઈ ગયો અને તેના પિતાને કહેવા લાગ્યો, “ચાલો પપ્પા મોલ જઈએ!”.

બહાર ખૂબ જોરથી વરસાદ પડી રહ્યો હતો એટલે પિતાએ કહ્યું, “બેટા, થોડી વાર રહી ને જઈશું? અત્યારે આટલાં વરસાદમાં મોલમાં કોઈ નહીં હોય.”

પણ છોકરાએ તો જીદ જ પકડી. આથી પિતાએ તેની બાળહઠ આગળ ઝૂકી જઈ, તેને ભારે વરસાદ વચ્ચે પણ કાર હંકારી મોલમાં લઈ જવો પડ્યો.

તેમણે મોલમાં એકાદ કલાક પસાર કર્યો અને છોકરો જુદા જુદા નવ લોકોને ભેટયો. હવે તેના પિતાએ કહ્યું, “બેટા વરસાદ ઘણો વધી ગયો છે, આપણે ફસાઈ જઈએ એ પહેલાં ચાલ ઘેર પહોંચી જઈએ.”

છોકરો તેનો દસ જણને ભેટવાનો લક્ષ્યાંક પૂરો ન થતાં થોડો ઉદાસ થયો પણ આખરે તેણે પિતાની વાત માની અને તેઓ ઘેર પાછા ફરવા કારમાં બેઠાં. તેઓ થોડાં જ આગળ વધ્યાં હતાં ત્યાં એક ઘર માર્ગમાં સામે જ દેખાયું તેના તરફ આંગળી ચીંધતા છોકરાએ પપ્પાને કાકલૂદી કરી કાર થંભાવવા કહ્યું અને ઉમેર્યું “પપ્પા, મને પેલાં ઘરમાં જઈ આવવા દો. મારે એક જ જણને ભેટવાનું બાકી છે. મને ચોક્કસ એ ઘરમાં કોઈક મળી જશે અને હું મારું ઘરકામ પૂરું કરી શકીશ.”

પિતાએ સસ્મિત પોતાના નાનકડાં પુત્રની ઈચ્છા પૂરી કરવા કાર બાજુએ લીધી અને થોભાવી.

છોકરાએ તે ઘર પાસે જઈ દરવાજાની ઘંટડી દબાવી. થોડી વાર પછી એક મહિલાએ બારણું ખોલ્યું, જે ખૂબ ઉદાસ દેખાતી હતી. છોકરાને જોઈ તેને થોડી નવાઈ લાગી. તેણે પ્રેમથી પૂછયું, “બેટા, તને કોનું કામ છે?”

આંખોમાં ચમક અને ચહેરા પર મોટા સ્મિત સાથે એ નાનકડાં છોકરાએ કહ્યું,” મારાં શિક્ષકે અમને દસ જણને ભેટવા કહ્યું છે અને તેમને એમ જણાવવા કહ્યું છે કે ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું. હું નવ જણાં ને ભેટી ચૂક્યો છું, હવે એક જ જણ ને ભેટવાનું બાકી છે. શું હું તમને ભેટી શકું છું અને મારા શિક્ષકનો સંદેશો પાઠવી શકું છું?”

તે મહિલા નાનકડાં છોકરાને ભેટી પડી અને ચોધાર આંસુએ રડવા માંડી. આ જોતાં છોકરાના પિતા ત્યાં પાસે આવી ગયાં અને તેમણે મહિલાને પૂછયું કે શું તેમને કોઈ સમસ્યા છે?

મહિલાએ પોતાની જાતને સંભાળી લીધી. પિતા પુત્રને ઘરની અંદર આવવા આમંત્રણ આપ્યું. તેમને ચા પાઈ અને પછી કહ્યું, “મારા પતિનું થોડાં સમય પહેલાં મૃત્યુ થયું છે અને એ પછી હું સાવ એકલી પડી ગઈ છું. આજે તો હદ થઈ ગઈ. સવારથી મને થતું હતું કે બસ હવે મારે પણ મારા જીવનનો અંત આણી દેવો જોઈએ. થોડી વાર પહેલાં મેં ખુરશી લીધી તેના પર ચડી હું પંખે લટકી મારો જાન આપવા જ તૈયારીમાં હતી ત્યાં દરવાજે ઘંટડી વાગી. મને આશ્ચર્ય થયું કે મને મળવા તો કોઈ આવતું નથી તો પછી અત્યારે બારણે કોણ આવ્યું હશે? મેં કુતૂહલવશ દરવાજો ખોલ્યો અને ત્યાં આ દેવદૂત આવીને મને કહે છે ‘ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું.’ મને ખાતરી છે કે ચોક્કસ ઈશ્વરે પોતે મને આ સંદેશો તમારા પુત્ર દ્વારા મોકલ્યો છે. મારી મરવાની ઈચ્છા અને ઉદાસી ગાયબ થઈ ગયાં અને હવે મને જીવવા એક નવું બળ મળ્યું છે. “

યાદ રાખો : હંમેશા હકારાત્મક વિચારો લોકો સાથે વહેંચો. લોકોની પડખે ઉભા રહો. કંઈ બીજું ન કરી શકો તો માત્ર તેમને સાંભળો. કદાચ તમે કોઈકનું જીવન બચાવવાનું એક માધ્યમ બની શકશો.
🙏🙏🙏

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

👌ખાસ વાંચવા જેવી નાની વાર્તા👌

એક શનિવારે નાનકડો છોકરો શાળાએથી ઘેર આવ્યો અને તેણે પોતાના પિતાને કહ્યું, “મારા શિક્ષકે અમને ઘરકામમાં એક કામ સોંપ્યું છે – દસ જણને ભેટવાનું અને તેમને કહેવાનું કે ‘ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું’. “

તેના પિતાએ કહ્યું, “કંઈ વાંધો નહીં. હું કાલે તને મોલમાં લઈ જઈશ. ત્યાં તું આ કામ પતાવી શકીશ.”

છોકરો બીજે દિવસે સવારે ઉઠી, અતિ ઉત્સાહ પૂર્વક તૈયાર થઈ ગયો અને તેના પિતાને કહેવા લાગ્યો, “ચાલો પપ્પા મોલ જઈએ!”.

બહાર ખૂબ જોરથી વરસાદ પડી રહ્યો હતો એટલે પિતાએ કહ્યું, “બેટા, થોડી વાર રહી ને જઈશું? અત્યારે આટલાં વરસાદમાં મોલમાં કોઈ નહીં હોય.”

પણ છોકરાએ તો જીદ જ પકડી. આથી પિતાએ તેની બાળહઠ આગળ ઝૂકી જઈ, તેને ભારે વરસાદ વચ્ચે પણ કાર હંકારી મોલમાં લઈ જવો પડ્યો.

તેમણે મોલમાં એકાદ કલાક પસાર કર્યો અને છોકરો જુદા જુદા નવ લોકોને ભેટયો. હવે તેના પિતાએ કહ્યું, “બેટા વરસાદ ઘણો વધી ગયો છે, આપણે ફસાઈ જઈએ એ પહેલાં ચાલ ઘેર પહોંચી જઈએ.”

છોકરો તેનો દસ જણને ભેટવાનો લક્ષ્યાંક પૂરો ન થતાં થોડો ઉદાસ થયો પણ આખરે તેણે પિતાની વાત માની અને તેઓ ઘેર પાછા ફરવા કારમાં બેઠાં. તેઓ થોડાં જ આગળ વધ્યાં હતાં ત્યાં એક ઘર માર્ગમાં સામે જ દેખાયું તેના તરફ આંગળી ચીંધતા છોકરાએ પપ્પાને કાકલૂદી કરી કાર થંભાવવા કહ્યું અને ઉમેર્યું “પપ્પા, મને પેલાં ઘરમાં જઈ આવવા દો. મારે એક જ જણને ભેટવાનું બાકી છે. મને ચોક્કસ એ ઘરમાં કોઈક મળી જશે અને હું મારું ઘરકામ પૂરું કરી શકીશ.”

પિતાએ સસ્મિત પોતાના નાનકડાં પુત્રની ઈચ્છા પૂરી કરવા કાર બાજુએ લીધી અને થોભાવી.

છોકરાએ તે ઘર પાસે જઈ દરવાજાની ઘંટડી દબાવી. થોડી વાર પછી એક મહિલાએ બારણું ખોલ્યું, જે ખૂબ ઉદાસ દેખાતી હતી. છોકરાને જોઈ તેને થોડી નવાઈ લાગી. તેણે પ્રેમથી પૂછયું, “બેટા, તને કોનું કામ છે?”

આંખોમાં ચમક અને ચહેરા પર મોટા સ્મિત સાથે એ નાનકડાં છોકરાએ કહ્યું,” મારાં શિક્ષકે અમને દસ જણને ભેટવા કહ્યું છે અને તેમને એમ જણાવવા કહ્યું છે કે ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું. હું નવ જણાં ને ભેટી ચૂક્યો છું, હવે એક જ જણ ને ભેટવાનું બાકી છે. શું હું તમને ભેટી શકું છું અને મારા શિક્ષકનો સંદેશો પાઠવી શકું છું?”

તે મહિલા નાનકડાં છોકરાને ભેટી પડી અને ચોધાર આંસુએ રડવા માંડી. આ જોતાં છોકરાના પિતા ત્યાં પાસે આવી ગયાં અને તેમણે મહિલાને પૂછયું કે શું તેમને કોઈ સમસ્યા છે?

મહિલાએ પોતાની જાતને સંભાળી લીધી. પિતા પુત્રને ઘરની અંદર આવવા આમંત્રણ આપ્યું. તેમને ચા પાઈ અને પછી કહ્યું, “મારા પતિનું થોડાં સમય પહેલાં મૃત્યુ થયું છે અને એ પછી હું સાવ એકલી પડી ગઈ છું. આજે તો હદ થઈ ગઈ. સવારથી મને થતું હતું કે બસ હવે મારે પણ મારા જીવનનો અંત આણી દેવો જોઈએ. થોડી વાર પહેલાં મેં ખુરશી લીધી તેના પર ચડી હું પંખે લટકી મારો જાન આપવા જ તૈયારીમાં હતી ત્યાં દરવાજે ઘંટડી વાગી. મને આશ્ચર્ય થયું કે મને મળવા તો કોઈ આવતું નથી તો પછી અત્યારે બારણે કોણ આવ્યું હશે? મેં કુતૂહલવશ દરવાજો ખોલ્યો અને ત્યાં આ દેવદૂત આવીને મને કહે છે ‘ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું.’ મને ખાતરી છે કે ચોક્કસ ઈશ્વરે પોતે મને આ સંદેશો તમારા પુત્ર દ્વારા મોકલ્યો છે. મારી મરવાની ઈચ્છા અને ઉદાસી ગાયબ થઈ ગયાં અને હવે મને જીવવા એક નવું બળ મળ્યું છે. “

યાદ રાખો : હંમેશા હકારાત્મક વિચારો લોકો સાથે વહેંચો. લોકોની પડખે ઉભા રહો. કંઈ બીજું ન કરી શકો તો માત્ર તેમને સાંભળો. કદાચ તમે કોઈકનું જીવન બચાવવાનું એક માધ્યમ બની શકશો.
🙏🙏🙏

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

અદૃશ્ય શક્તિ દ્વારા સહાય

મારા પિતા મારા વતનનાં આંબરડી ગામે રહેતાં હતાં અને હું નોકરી તથા સંતાનોનાં અભ્યાસ અર્થે ગોંડલ રહેતો હતો અને હાલ પણ ગોંડલ રહું છું.
એક વખત હું સવારે આઠ વાગ્યે ગોંડલ વેરી દરવાજા પાસે આવેલી શાક માર્કેટમાં શાકભાજી ખરીદવા ગયેલો. શાક ખરીદી બહાર નીકળ્યો ત્યાં મારા આંબરડી ગામનાં એક ખેડૂત મને બજારે ભેગાં થયાં. તેણે વાતવાતમાં મને કહ્યું કે, “તમારા બાપુજીની તબિયત બરાબર રહેતી નથી. ઉંમર થઈને!” તેથી હું ચમક્યો. તબિયત ઓચિંતાની લથડી હશે એવું મને લાગ્યું. ત્યારે મોબાઈલ ન્હોતાં અને આંબરડી લેન્ડ લાઈન ફોન પણ ન્હોતાં. જેથી આંબરડી રૂબરૂ જઈને અત્યારે જ ખબર કાઢવી એવું મેં નક્કી કર્યું. હું ઘરે ગયો.
ગોંડલથી મારા પૂ. પિતાશ્રીની તબિયત જોવા આંબરડી ગામે જવાનું હતું. પરંતુ આંબરડી જવાની ગોંડલ-મેસપર બસ બપોરે સાડાબાર વાગ્યે ગોંડલથી ઉપડીને બપોરે દોઢ વાગ્યે ત્યાં પહોંચતી. ત્યારે મારી પાસે બાઈક ન્હોતું. મારે આંબરડી સવારે જવું હતું. કારણ કે બપોર પછી ગોંડલ ઓફિસ કામ હતું એટલે ત્યાં બે કલાક રોકાઈને પરત ફરી જવું હતું. આંબરડી થઈને ચાલતી ગોંડલ-મેસપર બસ અત્યારે સવારે નવ વાગ્યે પણ ગોંડલથી ઉપડે છે એ ત્યારે શરૂ ન્હોતી થઈ. આમ છતાં કંઈક વાહન મળશે એ આશાએ અથવા આજુબાજુનાં ગામ સુધી બસમાં બેસીને ત્યાં જઈને આંબરડી સુધી પગપાળા ચાલ્યો જઈશ એમ નક્કી કરીને હું સાયકલ લઈને ઘરેથી તુરત જ બસ સ્ટેશને પહોંચ્યો. ત્યાં સાયકલ મૂકી દીધી.
હું બસ સ્ટેશને પહોંચ્યો ત્યારે સવારના નવ વાગ્યા હતાં. અન્ય કોઈ વાહન નહીં મળતાં હું ગોંડલ-ખરેડી બસમાં બેઠો. આ બસ અનિડા(વાછરા) થઈને ચાલે. અનિડા(વાછરા)થી આંબરડી સાડા છ કિલોમીટર થાય. ત્યાંથી ચાલીને આંબરડી જઈશ અને આંબરડીથી બપોરે બે વાગ્યે પરત ફરતી મેસપર-ગોંડલ બસમાં બેસીને ત્રણ વાગ્યે ગોંડલ પહોંચી જઈશ એવો નિર્ણય લીધો.
ગોંડલથી બસ ઉપડી અને એક કલાક બાદ અનિડા(વાછરા) ગામે પહોંચી. ત્યાં હું ઉતરી ગયો અને આંબરડી જવાનો રસ્તો લીધો.
ગોંડલ તાલુકાનું અમારું આંબરડી ગામ ચાર તાલુકાનાં ચતુર્ભેટે આવેલું છે. અમારો ગોંડલ તાલુકો અને પશ્ચિમે જામ કંડોરણાં તાલુકો તથા વાયવ્ય ખૂણામાં કાલાવડ તાલુકો, ઉત્તરે કોટડાસાંગાણી તાલુકાનાં બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ગામો.
આંબરડી ગામ તરફ ચાલતાં અનિડા(વાછરા)થી ત્રણ કિલોમીટરનાં અંતરે અને આંબરડીથી સાડા ત્રણ કિલોમીટરનાં અંતરે ખરખરીયા મહાદેવની જગ્યા છે. આ જગ્યા ત્યારે ખુલ્લી હતી. ધતુરિયો ડેમનાં પાણી માત્ર ચોમાસામાં જ આ જગ્યાને ઘેરી વળે. પણ ઓટાની અંદર મહાદેવજી બિરાજમાન હોય, ત્યાં સુધી આ પાણી જઈ ન શકે. મહાદેવજીનાં બે લીંગ (દ્વિલિંગી મહાદેવ) અને તેની ફરતી બાજુ ચારેક ફૂટ ઊંચી ચોરસ દિવાલ અને અને દિવાલને સ્પર્શતો ચાર ફૂટ ઊંચો ઓટો. ઓટા પરથી એ ચોરસ કોઠામાં ત્રણ પગથિયાં ઉતરીને ખરખરીયા મહાદેવજીનાં દર્શન થઈ શકે. દિવાલોમાં પૂજાનો સામાન રાખવા નાનાં ગોખલાઓ કરેલાં હતાં. ઘણાં પ્રાચીન સમયનું આ મંદિર છે. બાજુમાં ધતુરીયો નદી છે એ ફોફળ નદીને મળે છે અને ત્યાંથી તે આંબરડી ગામનાં પાદરમાંથી પસાર થાય છે.
ગલઢેરાઓ કહેતાં કે, અહીં ખરખરીયા મહાદેવજીની જગ્યા પાસે વર્ષો પહેલાં ગામ હતું. અત્યારે ગામનાં કોઈ અવશેષો ત્યાં મળતાં નથી પણ ભૌગોલિક સ્થિતિ જોતાં અહીં ગામ હોવાની વાત સો ટકા સાચી જણાય છે.
ખરખરીયા મહાદેવજીની આ જગ્યાએ એક વડ ઊભો છે. તેની વડવાઈઓ જમીનને સ્પર્શે છે. અહીં પહેલાં ઉગમણાં બારનું એક મકાન હતું. તેમાં એક સંત રહેતાં. તેમાં ધૂણો પણ હતો. અત્યારે ત્યાં કોઈ સંત રહેતાં નથી અને મકાન પણ પડી ગયેલ છે. અમુક સંતો/બાવાઓ ક્યારેક ક્યારેક અહીં આવે છે પણ ટકતાં નથી. આ જગ્યાએ શ્રાવણ વદી આઠમ જન્માષ્ટમી અને અમાસનો મેળો ભરાતો. આ મેળામાં મંદિરથી ચારેય દિશાઓનાં બાજુનાં ચાર ગામો આંબરડી, ખડ વણથલી, અનિડા(વાછરા) અને કાલમેઘડા આ ચારેય ગામનાં લોકો મેળામાં આવતાં.
આંબરડીથી સાડા ત્રણ કિલોમીટર ચાલીને આવીને એ બન્ને મેળા મેં કરેલાં છે. અમે અહીં વન ભોજન કરતાં. મંદિરની જગ્યાથી અઢીસો ફૂટ છેટે જ દક્ષિણમાં પૂર્વથી વળાંક વળીને દક્ષિણ તરફ જતી ધતુરીયો નદી છે જેમાં વનભોજન કર્યાં બાદ અમે પાણી પીવા જતાં. સુંદર નિર્મળ પાણી હતું. આજુબાજુમાં ખાખરાનાં વૃક્ષોથી પ્રાકૃતિક રીતે સુંદરતાં અને જુદા જુદા પક્ષીઓનાં અવાજોથી ત્યાંથી ખસવાનું મન ન થાય એવી સુંદર જગ્યા. વળી ત્યાં એકદમ શાંતિ. મેળા સિવાયનાં દિવસોએ જાઓ તો સમાધિમાં બેસીને ભગવાન સાથે તલ્લીન થઈ શકો એવું એકાંત. એ મંદિરની જગ્યાથી ધતુરીયો નદી સુધીનો રસ્તો છે તે રસ્તાનાં બન્ને કાંઠે સુંદર વૃક્ષો અને વનસ્પતિ છે.
એ પછી અમાસનો મેળો બંધ થયો અને ઝઘડાઓ થતાં ધીમે ધીમે જન્માષ્ટમીનો મેળો પણ ૧૯૭૬ થી બંધ થયો.
હવે ફરી મૂળ વાત પર આવીએ.
અનિડા(વાછરા)થી આંબરડી જવાનો રસ્તો ખરખરીયા મહાદેવજીની જગ્યાથી આથમણી બાજુ છસો ફૂટ છેટેથી પસાર થાય છે. અનિડા(વાછરા)થી ચાલતો ચાલતો હું એ જગ્યાની બાજુમાં ત્યાં પહોંચ્યો. હું ત્યાં પહોંચ્યો એટલે મને બાળપણનાં સંસ્મરણો તાજા થયાં. મને થયું કે, હું અહીં સુધી આવ્યો છું તો ધતુરીયો નદીનું નિર્મળ પાણી પીતો જાઉં અને પ્રાકૃતિક સુંદરતાનો આનંદ માણતો જાઉં અને પક્ષીઓનાં સુંદર અવાજો સાંભળતો જાઉં! હું થોડીવાર ત્યાં બેસીશ અને પછી ઉતાવળા પગે આંબરડી ચાલ્યો જઈશ. સવારે વહેલાં ખરખરીયા મહાદેવથી આ નદીએ ચાલીને જતાં કેટલો આનંદ આવે! આહલાદક વાતાવરણ હોય. ઠંડી હવા આવતી હોય. ભલે અત્યારે સવાર નથી તો પણ હું ત્યાં જાઉં આમ વિચારી હું ધતુરીયો નદીએ જવા ખરખરીયા મહાદેવની બાજુમાંથી વીશ ફૂટ છેટેથી જ પસાર થયો. ધતુરીયો નદીએથી હું કાંઠે કાંઠે થોડું ચાલીને આંબરડીનો રસ્તો પકડી લઈશ એવું મેં વિચાર્યું હતું.
હું ખરખરીયા મહાદેવની બાજુનાં એ ગૌચરમાં આવેલાં ગાડા મારગ જેવા રસ્તે ચાલતો ચાલતો ખાખરાનાં વૃક્ષો અને અન્ય વનસ્પતિઓ તથા પક્ષીઓનાં અવાજો માણતો માણતો એ તરફ ચાલી રહ્યો હતો.
ત્યાં મેં એક આશ્ચર્ય જોયું તો મારા ચાલવાનાં મારગમાં મારાથી આશરે દસ ફૂટ છેટે એક પક્ષી રસ્તામાં નીચે બેસી જતું હતું અને હું તેનાં સુધી પહોંચું એટલે તે ત્યાંથી ઊડી જઈને ફરી મારાથી દસ ફૂટ છેટે રસ્તામાં બેસી જતું હતું! એ જોઈને મને આનંદ સાથે અલૌકિક આશ્ચર્ય થતું હતું. એ પક્ષી છેક નદીકાંઠા સુધી આવ્યું અને પછી ત્યાંથી પરત ફરી ગયું.
હું ધતુરીયો નદીનાં કાંઠે પહોંચી ગયો. તેમાં નિર્મળ જળ હતું પણ ઉનાળો હોવાથી તે વહેતું ન હતું. નદીનાં પાણી સુધી કાંઠાની જમીન સુકાયેલી હતી. મને એ પાણી પીવાનું અને મારા પગ તેમાં ઝબોળવાનું મન થયું. મારી પાસે ટુવાલ હોત તો હું ત્યાં નહાત પણ ખરો.
હું જેવો કાંઠા બાજુ આગળ વધ્યો કે હું ગોઠણ સુધી કાંઠે ખૂંપી ગયો. સુકાયેલી લાગતી જમીન ઉપરથી જ ધૂળ કલરની સુકાયેલી માત્ર જણાતી હતી. હકીકતે તે સુકાયેલી ન્હોતી. પણ લીલી હતી. હું બહાર નીકળવાની જેમ જેમ કોશિશ કરવા લાગ્યો તેમ તેમ હું એ ભીની કાળી માટીમાં અંદર ખૂંપતો જ ગયો અને સાથળ સુધી ખૂંચી ગયો. એ નિર્જન વિસ્તાર હતો અને ઉનાળો હતો. આમ, ખરીફ કે રવિ સીઝન ન્હોતી કે બૂમો પાડવાથી કોઈ ખેડૂતને સંભળાય અને તે મદદે આવી પહોંચે. કદાચ સીઝન હોય તો પણ ત્યાંથી કોઈને સંભળાય નહીં એવી એ નિર્જન જગ્યા હતી અને એટલે જ ત્યાં પ્રકૃતિ ટકી રહી હતી અને એટલે જ પક્ષીઓનાં અવાજો ત્યાં આવતા હતાં.
હું જેમ જેમ બહાર નીકળવાની કોશિશ કરવા લાગ્યો તેમ તેમ હું એ ભીની કાળી માટીમાં અંદર ખૂંપતો હતો. બહાર નીકળી શકતો જ ન્હોતો. આમને આમ પચીસેક મિનિટનો સમય વીતી ગયો. હું પ્રયત્નો કરીને હાંફતો હતો. છેવટે મેં ભગવાનનું સ્મરણ કર્યું.
એકાએક મને વિચાર આવ્યો કે, હું અહીં આવવા ખરખરીયા મહાદેવની બાજુમાંથી વીશ ફૂટ છેટેથી જ પસાર થયો છું પણ મેં મહાદેવજીનાં દર્શન કરવાનો વિવેક પણ દર્શાવ્યો નથી! નોકરી મળી ત્યારે જ મારે ભગવાનનો આભાર માનવા અહીં દર્શન કરવા આવવું જોઈતું હતું. નોકરી મળ્યા પછી હું પ્રથમવાર અહીં આવ્યો પણ મેં મહાદેવજીનાં દર્શન કરવાનો વિવેક પણ દર્શાવ્યો નથી એ મારી ભૂલ કહેવાય. મેં મનોમન ખરખરીયા મહાદેવજીને પ્રાર્થના કરી કે, “હે મહાદેવજી! મને બચાવો. આ કળણમાંથી હું નીકળી જઈશ તો પ્રથમ તમારા દર્શન કર્યાં પછી જ આંબરડી જઈશ. હું તમારા મંદિરથી સાવ નજીક નીકળ્યો પણ મેં તમારા દર્શન કર્યાં નથી એ મારી ભૂલ છે.”
આમ પ્રાર્થના કરી મેં રોકેટ જેમ આકાશ તરફ ઊડે એમ જોરથી આકાશ તરફ ઠેકડો માર્યો. આ છેલ્લો પ્રયત્ન હતો. આમ કરવાથી જ્યારે પડીએ ત્યારે એ બળનાં કારણે વધારે ખૂંપવાની પણ શક્યતા હતી. પણ ડૂબતો માણસ તરણું ઝાલે, પણ અહીં તો મેં ભગવાનની શ્રદ્ધારૂપી હૂક પકડીને ઠેકડો માર્યો હતો. આ પ્રયત્ન સફળ થયો. ઠેકડો મારવાથી મારું માથું અને છાતી જ્યાં કાદવ ન્હોતો ત્યાં કાંઠે પડ્યાં અને મારું પેટ તથા શરીરનાં કટિબંધથી નીચે થોડાં સાથળ સહિત શરીર કાંઠે કાદવની બાજુમાં જ આડા થઈને પડ્યું. સાથળનો બાકીનો ભાગ અને તેની નીચેનો ભાગ તો હજુ થોડો કાદવમાં જ હતો. હું ચતો પડ્યો હતો તેમાં જોર કરીને ઊંધો થઈ ગયો અને સૂકી જમીન સુધી હાથ પહોંચી ગયાં અને એ તરફ બન્ને હાથનાં આંગળાં હથેળી ભરાવવા લાગ્યો અને હાથ ભરાવતો ભરાવતો કાંઠા બાજુ ખસવા લાગ્યો. તેથી પેટ તથા સાથળનો સંપૂર્ણ ભાગ સૂકી જમીન સુધી આવી ગયાં અને વળી મેં હાથ ભરાવતાં પગની પિંડીઓ પણ સૂકી જમીનમાં આવી ગઈ. હું હવે સલામત હતો પણ હાંફી ગયો હતો અને મારી શક્તિ ખુટી ગઈ હતી. તેથી હું ત્યાં જ અડધો કલાક સુધી હાંફતો હાંફતો પડ્યો રહ્યો. મારું શરીર કપડાં સહિત ગારાવાળું થઈ ગયું હતું.
પછી ત્યાંથી ધીમે ધીમે ઉઠી હું એ નદીનાં કિનારે કાંઠાથી દૂર ચાલતો ચાલતો એક છીપરા પાસે પહોંચ્યો. ત્યાં પાણીને સ્પર્શતું છીપરું હતું, ત્યાં માટી કે કાદવ ન્હોતાં અને છીછરા પાણીમાં નીચે રેતી દેખાતી હતી. ત્યાં ખીસ્સામાંથી પાકીટ વગેરે કાઢીને એકબાજુ મૂક્યું. તેમાં નોટો જેવી તેવી ભીની થઈ ગઈ હતી. હું કાદવવાળા પહેરેલ લૂગડે નાહ્યો અને નાહતાં નાહતાં કપડાં ધોયાં. શરીર અને કપડાં કાદવ રહિત થયાં. આ પછી મેં બુશકોટ અને ગંજી કાઢીને નીચોવ્યાં અને બુશકોટનું જેવું તેવું ધોતિયું વાળીને ચડી તથા પાટલૂન નીચોવ્યાં!
એ બધું-એનાં એજ ભીનાં કપડાં પહેરીને હું આવ્યો હતો એ જ રસ્તે ખરખરીયા મહાદેવે પહોંચ્યો અને ત્યાં બેસીને દર્શન કર્યાં. બચી ગયાનો આનંદ હતો અને એક બોધપાઠ પણ હતો. મને મહાદેવજીએ નહીં પણ મારા અવિવેકે કળણમાં ડૂબાડ્યો હતો અને મહાદેવજીએ બચાવ્યો હતો. આંબરડી જવાનો મારો હેતુ સારો હતો એ પણ ભગવાને લક્ષમાં લીધું હશે!
દર્શન કરીને હું આંબરડીને રસ્તે ચાલ્યો. હું ત્યાં પહોંચ્યો ત્યાં સુધીમાં પવનનાં કારણે તથા તડકાનાં કારણે કપડાં થોડાં થોડાં સુકાઈ ગયાં હતાં. ત્યાં પહોંચીને મેં મારા પિતાશ્રીનાં ખબર અંતર પૂછ્યાં. આજે મારા પૂ. પિતાશ્રીની તબિયત સારી હતી. ચિંતાનું કોઈ કારણ ન્હોતું. ત્યાંથી હું બપોરે બે વાગ્યે પરત ફરતી મેસપર-ગોંડલ બસમાં બેસીને ત્રણ વાગ્યે ગોંડલ સમયસર પહોંચ્યો.
કાળી માટીનાં એ કાદવમાં હું સાથળ સુધી ખૂંપી ગયાં પછી બચી શકું એમ જ ન્હોતો પણ મારી પ્રાર્થના અને અવિવેકની ભૂલ સુધારવાનાં સંકલ્પે કોઈ અદૃશ્ય શક્તિએ મને સહાય કરી હતી.
–ગુણવંતરાય જોબનપુત્રા.

————————-

Posted in भारत का गुप्त इतिहास- Bharat Ka rahasyamay Itihaas

#ये है देश के दो बड़े गद्दारोकी कहानी….

जब दिल्ली में भगत सिंह पर अंग्रेजों की अदालत में असेंबली में बम फेंकने का मुकद्दमा चला तो…
*#भगत सिंह और उनके साथी बटुकेश्वर दत्त के खिलाफ #शोभा सिंह ने गवाही दी और #दूसरा गवाह था शादी लाल !
दोनों को वतन से की गई इस गद्दारी का इनाम भी मिला। दोनों को अंग्रेजोसे न सिर्फ सर की उपाधि दी गई बल्कि और भी कई दूसरे फायदे मिले।

#शोभा सिंह को दिल्ली में बेशुमार दौलत और करोड़ों के सरकारी निर्माण कार्यों के ठेके मिले आज कनौट प्लेस में सर शोभा सिंह स्कूल में कतार लगती है बच्चो को प्रवेश नहीं मिलता है जबकि

#शादी लाल को बागपत के नजदीक अपार संपत्ति मिली। आज भी श्यामली में शादी लाल के वंशजों के पास चीनी मिल और शराब कारखाना है।

👉 सर शादीलाल और सर शोभा सिंह, भारतीय जनता कि नजरों मे सदा घृणा के पात्र थे और अब तक हैं
लेकिन शादी लाल को गांव वालों का ऐसा तिरस्कार झेलना पड़ा कि उसके मरने पर किसी भी दुकानदार ने अपनी दुकान से कफन का कपड़ा तक नहीं दिया। शादी लाल के लड़के उसका कफ़न दिल्ली से खरीद कर लाए तब जाकर उसका अंतिम संस्कार हो पाया था।

*#शोभा सिंह खुशनसीब रहा। उसे और उसके पिता सुजान सिंह (जिसके नाम पर पंजाब में कोट सुजान सिंह गांव और दिल्ली में सुजान सिंह पार्क है) को राजधानी दिल्ली समेत देश के कई हिस्सों में हजारों एकड़ जमीन मिली और खूब पैसा भी। शोभा सिंह के बेटे खुशवंत सिंह ने शौकिया तौर पर पत्रकारिता शुरु कर दी और बड़ी-बड़ी हस्तियों से संबंध बनाना शुरु कर दिया। सर शोभा सिंह के नाम से एक चैरिटबल ट्रस्ट भी बन गया जो अस्पतालों और दूसरी जगहों पर धर्मशालाएं आदि बनवाता तथा मैनेज करता है। आज दिल्ली के कनॉट प्लेस के पास बाराखंबा रोड पर जिस स्कूल को मॉडर्न स्कूल कहते हैं वह शोभा सिंह की जमीन पर ही है और उसे सर शोभा सिंह स्कूल के नाम से जाना जाता था।

खुशवंत सिंह ने अपने संपर्कों का इस्तेमाल कर अपने पिता को एक देशभक्त. दूरद्रष्टा और निर्माता साबित करने की भरसक कोशिश की।

खुशवंत सिंह ने खुद को इतिहासकार भी साबित करने की भी कोशिश की और कई घटनाओं की अपने ढंग से व्याख्या भी की। खुशवंत सिंह ने भी माना है कि उसका पिता शोभा सिंह 8 अप्रैल 1929 को उस वक्त सेंट्रल असेंबली मे मौजूद था जहां भगत सिंह और उनके साथियों ने धुएं वाला बम फेंका था। #बकौल खुशवंत सिह, बाद में शोभा सिंह ने यह गवाही दी, शोभा सिंह 1978 तक जिंदा रहा और दिल्ली की हर छोटे बड़े आयोजन में वह बाकायदा आमंत्रित अतिथि की हैसियत से जाता था। हालांकि उसे कई जगह अपमानित भी होना पड़ा लेकिन उसने या उसके परिवार ने कभी इसकी फिक्र नहीं की।
खुशवंत सिंह का ट्रस्ट हर साल सर शोभा सिंह मेमोरियल लेक्चर भी आयोजित करवाता है जिसमे बड़े-बड़े नेता और लेखक अपने विचार रखने आते हैं,
और…बिना शोभा सिंह की असलियत जाने (य़ा फिर जानबूझ कर अनजान बने) उसकी तस्वीर पर फूल माला चढ़ा आते हैं

👉#आज़ादी के दीवानों के विरुद्ध और भी गवाह थे ।

*1. शोभा सिंह
*2. शादी राम
*3. दिवान चन्द फ़ोर्गाट
*4. जीवन लाल
*5. नवीन जिंदल की बहन के पति का दादा
*6. भूपेंद्र सिंह हुड्डा का दादा

👉#दीवान चन्द फोर्गाट DLF कम्पनी का Founder था इसने अपनी पहली कालोनी रोहतक में बनाई थी .इसकी इकलौती बेटी थी जो कि K.P.Singh को ब्याही और वो मालिक बन गया DLF का ।
*👉#अब K.P.Singh की भी इकलौती बेटी है जो कि कांगरेस के गुलाम नबी आज़ाद के बेटे सज्जाद नबी आज़ाद के साथ ब्याही गई है । अब वह DLF का मालिक बनेगा ।

👉#जीवन लाल मशहूर एटलस साईकल कम्पनी का मालिक था।

#हुड्डा को तो आज किसी परिचय की जरुरत नहीं है हरियाणा के पूर्व मुख्यमंत्री जिनकी कुर्सी जाने से आज वो इतना तिलमिला गए हैं की उन्होंने जाट आंदोलन की आड़ में पूरा हरियाणा जला दिया .इसका बेटा भी काँग्रेसका सांसद है.
*प्रभाकर मुंबईकर

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक शहर में प्रतिवर्ष माता पिता अपने पुत्र को गर्मी की छुट्टियों में उसके दादा दादी के घर ले जाते । 10-20 दिन सब वहीं रहते , और फिर लौट आते ।
ऐसा प्रतिवर्ष चलता रहा । बालक थोड़ा बड़ा हो गया ।
एक दिन उसने अपने माता पिता से कहा कि अब मैं अकेला भी दादी के घर जा सकता हूंँ तो आप मुझे अकेले को दादी के घर जाने दो ।
माता पिता पहले तो राजी नहीं हुए । परंतु बालक ने जब जोर दिया तो उसको सारी सावधानी समझाते हुए अनुमति दे दी ।
जाने का दिन आया ।
पिता बालक को छोड़ने स्टेशन पर गए ।
ट्रेन में उसको उसकी सीट पर बिठाया । फिर बाहर आकर खिड़की में से उससे बात की । उसको सारी सावधानियांँ फिर से समझाईं ।
बालक ने कहा कि मुझे सब याद है आप चिंता मत करो।
ट्रेन को सिग्नल मिला । व्हीसिल लगी । तब पिता ने एक लिफाफा पुत्र को दिया और कहा कि बेटा अगर रास्ते में तुझे डर लगे तो यह लिफाफा खोल कर इसमें जो लिखा उसको पढ़ना ।
बालक ने पत्र जेब में रख लिया ।
पिता ने हाथ हिलाकर विदा किया । ट्रेन चलती रही । हर स्टेशन पर नए लोग आते रहे , पुराने उतरते रहे ।
सबके साथ कोई न कोई था ।
अब बालक को अकेलापन लगने लगा ।
अगले स्टेशन पर ट्रेन में ऐसी शख्सियत आई जिसका चेहरा बहुत भयानक था।
बालक पहली बार बिना माता-पिता के , बिना किसी सहयोगी के , यात्रा कर रहा था ।
उसने अपनी आंँखें बंद कर सोने का प्रयास किया परंतु बार-बार वह भयानक चेहरा उसकी आंँखों के सामने घूमने लगा । बालक भयभीत हो गया । रुआँसा हो गया ।
तब उसको पिता की चिट्ठी याद आई।
उसने जेब में हाथ डाला । हाथ कांँप रहा था । पत्र निकाला । लिफाफा खोला और पढ़ा ।
पिता ने लिखा था तू डरना मत ।
मैं पास वाले कंपार्टमेंट में ही हूँ , इसी गाड़ी में बैठा हूंँ ।
बालक का चेहरा खिल उठा । सब डर काफूर हो गया ।
जीवन भी ऐसा ही है

जब भगवान ने हमको इस दुनिया में भेजा उस समय उन्होंने हमको भी एक पत्र दिया है , जिसमें लिखा है
“उदास मत होना , मैं हर पल, हर क्षण , हर जगह तुम्हारे साथ हूंँ “🙏🙏

🚩🚩#_______जय_____श्री______राम 🚩🚩
#हिन्दू_सनातन__धर्म_की_जय 🙏
🚩🚩#जय_हिन्दू_जय_हिंदुत्व 🙏

धीरेश मिश्रा