Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

🌸💫 એક સત્ય ઘટના 💫🌸 ઇટાલીના સરમુખત્યાર મુસોલિનીની આત્મકથામાં પડેલો આ પ્રસંગ વાંચીને *દરેક ભારતવાસી પોતાની પ્રાચીન સંસ્કૃતિ માટે ગૌરવનો અનુભવ કરી શકે તેમ છે.* *ભારતના મહાન સંગીતકાર ઓમકારનાથ ઠાકુર* એ દિવસોમાં ઇટાલીના પ્રવાસે ગયેલા. ભારતના એ મહાન સંગીતજ્ઞના માનમાં મુસોલિનીએ *એક ભોજન સમારંભનું આયોજન કરેલ.* આ રાજકીય ભોજન સમારંભમાં ઓમકારનાથ ઠાકુરની સાથે *ઇટાલીમાં વસેલા ઘણાં અગ્રગણ્ય ભારતીયો તથા ભારતના દૂતાવાસના સભ્યોને પણ ઉપસ્થિત રહેવા માટે કહેવામાં આવ્યું હતું..* સમારંભમાં મુસોલિનીએ *ભારતની પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિની મજાક કરતાં* બધાં મહેમાનોની વચ્ચે ઓમકારનાથ ઠાકુરને કહ્યું કે, 'મી. ઠાકુર મેં સાંભળ્યું છે કે *તમારા દેશમાં કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા ત્યારે આજુબાજુના વિસ્તારની બધી ગાયો નાચવા લાગતી, મોર કળા કરવા લાગતા, ગોપીઓ સૂધબૂધ ખોઈને કૃષ્ણ જ્યાં વાંસળી વગાડતા હોય ત્યાં દોડી આવતી* શું તમે આ વાતને માનો છો?' ઇટાલીના સરમુખત્યારને *ભારતના એ સપૂતે ભોજન સમારંભમાં બધાની વચ્ચે જે કરી બતાવ્યું તે જાણીને પ્રત્યેક ભારતીયનું મસ્તક ગૌરવથી ઊંચું થઈ જશે...* ઠાકુરે કહ્યું, *' કૃષ્ણ જેટલું તો મારું સાર્મથ્ય નથી કે નથી સંગીતની બાબતમાં મારી તેમના જેટલી સમજણ. '* સાચું તો એ છે કે *સંગીત સંબંધે આ પૃથ્વી ઉપર આજ સુધીમાં કૃષ્ણ જેટલી સમજણવાળો કોઈ બીજો પેદા થયો* હોવાનું પણ જાણવા મળતું નથી. પરંતુ *સંગીતનું જે થોડું ઘણું જે જ્ઞાન મને છે, તે તમે કહો તો તમને કહું અથવા કરી બતાવું...'* મુસોલિનીએ મજાકમાં જ કહ્યું કે, *'જો કે સંગીતના કોઈ સાધનો અહીં ઉપલબ્ધ નથી* છતાં પણ જો શક્ય હોય તો કંઈક કરી બતાવો તો *અહીં ઉપસ્થિત મહાનુભાવોને પણ ભારતીય સંસ્કૃતિનો પરિચય મળે.'* *ઓમકારનાથ ઠાકુરે ડાઈનીંગ ટેબલ ઉપર પડેલા કાંચના જુદાં જુદાં પ્યાલામાં* ઓછું વધારે પાણી ભરીને તેના ઉપર છરી કાંટાથી *જલતરંગની જેમ વગાડવું શરૂ કર્યું. બે મિનિટમાં તો ભોજન સમારંભની હવા ફરી ગઈ.* *વાતાવરણમાં એક પ્રકારની ઠંડક વર્તાવા લાગી.* પાંચ મિનિટ, સાત મિનિટ અને મુસોલિનીની આંખો ઘેરાવા લાગી. *વાતાવરણમાં એક પ્રકારનો નશો છવાવા લાગ્યો.* મદારી બીન વગાડે અને અવસ થઈને જેમ સાપ ડોલવા લાગે તેમ *મુસોલીની ડોલવા લાગ્યા અને તેનું માથું જોરથી ટેબલ સાથે અથડાયું.* *બંધ કરો... બંધ કરો...* મુસોલિની બૂમ પાડી ઉઠ્યો. *સમારંભમાં સન્નાટો છવાઈ ગયો.* બધા લોકોએ જોયું તો *મુસોલિનીના કપાળમાં ફૂટ પડી હતી અને તેમાંથી લોહી વહેતું હતું.* મુસોલિનીએ આત્મકથામાં લખાવ્યું છે કે *ભારતની સંસ્કૃતિ માટે મેં કરેલ મજાક માટે હું ભારતની જનતાની માફી માંગું છું.* ફક્ત છરીકાંટા વડે *પાણી ભરેલા કાચના વાસણોમાંથી ઉદભવેલા એ અદભૂત સંગીતથી જો* આ સભ્ય સમાજનો મારા જેવો મજબૂત મનનો માનવી પણ ડોલવા લાગે તો *હું જરૂર માનું છું કે એ જમાનામાં કૃષ્ણની વાંસળી સાંભળીને જંગલના જાનવરો પણ શાંત થઈ જતાં હશે અને માનવીઓ પણ સૂધબૂધ ખોઈને ભેળા થઈ જતાં હશે.* ભારતના ઋષિઓએ *હજારો વર્ષ પૂર્વે ધ્વનિશાસ્ત્ર - નાદબ્રહ્મની સાધના કરી અને મંત્રયોગ દ્વારા માનવીના ચિત્તના તરંગોને અનેક* પ્રકારે રૂપાંતરિત કરવાની પ્રક્રિયાઓ શોધેલ. *ધ્વનિ અને મંત્રોમાં એવી અદભૂત શક્તિઓ ભરી* પડી છે કે તે *જડ તત્વોને ચૈતન્યમય* બનાવી શકે છે. ઓમકારનાથ ઠાકુરે તેનો એક નાનકડો પ્રયોગ ઇટાલીમાં કરીને *ત્યાં ઉપસ્થિત બધાને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા* પંડિત ઓમકારનાથ ઠાકુર નો *જન્મ આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના જહાજ ગામમાં ૨૪ મી જૂન ૧૮૯૭ ના રોજ ઉનેવાળ બ્રાહ્મણ કુટુંબમાં* થયો હતો અને *૨૯ ડીસેમ્બર ૧૯૬૭ ના રોજ દેહાંત થયું હતું*

🌸 જય હો ગુરૂદેવ 🌸

મનોજ પટેલ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક તું અને બીજો મુરલીધર…….

આજે ICU માં એકલો પલંગ માં બેઠા બેઠા ઈમાનદારી નો થાક ઉતારતા ઉતારતા વિચારી રહ્યો હતો

ઈમાનદારી ના રસ્તે ચાલતા ચાલતા મને થાક પણ લાગ્યો છે. તો ક્યારેક પગ માં કાંટા પણ વાગ્યા છે.તો ઘણી વખત સંસાર પરિવાર કે મિત્રો ના શબ્દો થકી ઘાયલ અને અપમાનિત પણ થયો છું.

દરેક વ્યક્તિ પોતાના જીવન માં અલગ અલગ સૈદ્ધાંતિક વિચારો થકી જીવતો હોય છે, તો ઘણી વ્યક્તિઓ ક્ષણિક લાભ માટે સિદ્ધાંત છોડી પણ દેતા હોય છે. પણ મને મારી જિંદગી થી સંતોષ હતો. હું કોઈ પણ વ્યક્તિ સાથે આંખ થી આંખ મેળવી ને વાત કરી શકતો હતો એજ મારા આધ્યાત્મિક મનોબળનું કારણ હતું.

પપ્પા કહેતા તમારા અરમાનો ને તમારી હેસિયત માં રાખી આગળ વધવા નો પ્રયત્ન કરશો તો ક્યારેય સ્વમાન ગીરવે મુકવા નો વારો નહિ આવે.

કોઈ વખત મારો પુત્ર દેવાંગ મને કડવા શબ્દો કહેતો. પપ્પા તમે સરકાર માં સારી પોસ્ટ ઉપર બેઠા છતાં રૂપિયા કમાતા ન આવડ્યું એટલે અમારે આજે વૈતરું કરવું પડે છે.

હું દેવાંગને કહેતો બાળકો ને મોટા કરવા ઉચ્ચ ભણતર આપવું એ દરેક માઁ બાપ ની નૈતિક ફરજ હોય છે, તમારા અમર્યાદિત મોજશોખ પુરા કરવા હું વાલીયો લૂંટારો તો ન જ બની શકું.

મેં મારા અંતર આત્મા ના અવાજ પ્રમાણે ફરજ બજાવી છે, તું તારી મરજી નો માલિક છે. તારે અવળે રસ્તે રૂપિયા કમાવવા હોયતો કમાજે. પણ એટલું યાદ રાખજે, પાપ કરતી વખતે પીઠ થાબડનારા ઘણા મળશે પણ પાપ જ્યારે તેનો પરચો બતાવશે ત્યારે એકેય તારી બાજુ માં નહિ ઉભો રહે.

દેવાંગના નસીબ જોર કરતા હશે, સ્પર્ધાત્મક પરીક્ષા આપી એ કલાસ વન ઓફિસર બની ગયો. જે હું કરી શક્યો ન હતો. એ તમામ મર્યાદા ઓ ને ઓળંગી તેને ધનવાન બનવા ના અરમાનો જાગ્યા હતા. જે મારા સિદ્ધાંતો થી વિપરીત હતું. અમારા બન્ને વચ્ચે વિચારો અને સિદ્ધાંતોની લડાઈ ને કારણે અમે એકબીજા થી અલગ થયા.

એકબીજા થી જુદા પડતા સમયે મેં તેને કીધું હતું બેટા કોઈ નો પણ હાથ અને સાથ છોડી ને ભાગવા ની મારી ન તો આદત છે, ન તો મારા સ્વભાવ માં છે, મારાથી દુર થનાર વ્યક્તિ નો હું હાથ પકડી ને રોકવા પૂરતો પ્રયત્ન કરું છું. પણ કોઈ ના પગ પકડી કરગરવું એ મારા સ્વભાવ માં નથી. બેટા, સ્વમાન નો રોટલો અને ઓટલો જ્યારે પણ યાદ આવે ત્યારે તારા બાપ નું ઘર ખુલ્લું છે.

હું એક વખત ઘરડા ઘરમાં જવા તૈયાર થઈ ગયો પણ સિદ્ધાંતો સાથે બાંધ છોડ કરવા તૈયાર ન થયો તેથી હું મારી નિવૃત્તિ પછી મારુ પોતાનું મકાન શોધવા નીકળ્યો. મકાન ના ભાવ સાંભળી મોઢે ફિણ વળી ગઈ અને આંખે અંધારા આવવા લાગ્યા. નિવૃત્તિ દરમ્યાન મળેલ રકમ જો ઘર લેવા પાછળ ખર્ચી નાખું તો આકસ્મિક ઉપાધિ સમયે કોની પાસે હાથ લંબાવું. આખી જિંદગી કોઈ પાસે હાથ લાંબો કર્યો નથી. તો જીવન ના છેલ્લા પડાવ સમયે હું હાથ લાંબો શા માટે કરું?

ખુમારી, ના કોઈ કોચિંગ કલાસ ચાલતા હોતા નથી. ખુમારી ના બીજ તો જ્યા સંતોષ, ધૈર્ય, અને આધ્યાત્મિક વાંચન હોય છે ત્યાં તેની જાતે રોપાતા હોય છે.

મારા અને મારી પત્ની સ્મિતા ની અમે કુંડળી મેળવી ન હતી છતાં વિચારો મળતા હતા એટલે અમારું દાંપત્યજીવન આનંદમય હતું. સંતોષ, ધૈર્ય અને ઈશ્વર ની ભક્તિ એ અમારી મૂડી હતી.

હું સ્મિતા ને જોવા ગયો ત્યારે સ્મિતા ના પપ્પા ગામડા માં ટીચર હતા. સ્મિતા તેના ઘર માં મોટી દીકરી હતી. ખાધે પીધે સુખી પરિવાર હતો. મારા સિદ્ધાંતો અને વિચારો ને અનુરૂપ હોવાથી મેં લાબું વિચાર્યા વગર હા પાડી. પિયર થી વારસા માં સંસ્કાર લઈ ને આવી હતી. બસ મારા માટે એ પૂરતું હતું.

મારા સસરા નું પણ માસ્તર તરીકે આજુ બાજુ અને પોતાના ગામ માં પણ નામ હતું. લોકો તેમને આદરભાવ થી જોતા. સ્કૂલ છૂટ્યા પછી પણ ભણવા માં નબળા બાળકો ને પોતાના ઘરે કોઈ પણ પ્રકાર નું વળતર કે અપેક્ષા રાખ્યા વગર ભણાવતા. આવી વ્યક્તિઓ સંસાર માં ઓછી જોવા મળતી હોય છે.

ઈમાનદારી,વફાદારી,નિષ્કામ સેવા આ બધા વ્યસન છે. જેને નશો ચઢ્યો એ પાયમાલ થશે પણ પોતાના સિદ્ધાંતો સાથે બાંધ છોડ નહિ કરે.

અંતે લાબું વિચારી અમે 1 BHK નો ફ્લેટ ખરીદ્યો જે અમારા બન્ને માટે પૂરતો હતો ઈશ્વર કૃપા થી પેન્શન આવતું હતું. જેમાં રોજિંદા ખર્ચ, ઘડપણ ની દવા માટે વાપરતા. આકસ્મિક ખર્ચ માટે અમુક કીડી જેવી બચતરૂપી રકમ અમે બાજુ ઉપર પણ મુકતા હતા. એક તો નિવૃત્તિ ની મૂડી માંથી મેં 1BHK નો ફ્લેટ લીધો. ૫૦% મૂડી મારી તેમાં જતી રહી. બાકી બચી મૂડી ઉપર હાસ્યાસ્પદ વ્યાજ અમે મેળવતા હતા.

ત્યાં અચાનક મને હાર્ટ એટેક આવ્યો. ફ્લેટ ના સભ્યોએ 108 બોલાવી નજીક ની હોસ્પિટલ માં મને દાખલ કર્યો. ડોક્ટરે રિપોર્ટ જોઈ સર્જરી કરવાની સલાહ આપી.

મારો પુત્ર ખબર કાઢવા આવ્યો પણ હાર્ટસર્જરી ના ખર્ચ વિશે મારી સાથે કોઈ ચર્ચા કરી નહિ. ઉપર થી અમને શાબ્દિક ચિટ્યો ભરતો ગયો. ઈમાનદારી નું પૂછડું પકડી ને બેઠા છો. આત્યારે કોઈ ઈશ્વર મદદ કરવા નહિ આવે.

હું પણ સ્વમાની હતો. મેં કોઈ સામે જવાબ આપ્યો નહિ. આખી જિંદગી કોઈ ના પગ પકડ્યા નથી તો તારા થોડા પકડવાનો છું. જા બેટા જા, મોતને તો કારણ જોઈએ છે. કાલે આવતું હોય તો આજે આવે.

મેં આંખ બંધ કરી મુરલીધર ને યાદ કરી કીધું…

ચોપાટ માંડી છે તારણહાર તે,
થાકિશ જરૂર પણ હારીશ નહિ,
ફેંકવા હોય એમ ફેંકજે પાસા,
દાવ મારો પણ હજુ બાકી છે,

હારવા રમ્યો નથી, જીત પાકી છે
આજે ભલે અવળા પડે પાસા મારા ,
કાલ હજી તો બાકી છે..

સ્મિતા મારી બાજુ માં અચાનક આવી બેસી ગઈ હતી એ
તરફ મારુ ધ્યાન ન હતું. એ બોલી કે કોની સાથે વાતો કરો છો.?

મેં હસી ને કીધું, તું સારી રીતે જાણે છે. વાત કરવા માટે મારી પાસે બે જ માધ્યમ છે, એક તું અને બીજો મુરલીધર.

સ્મિતા ભીની આંખે બોલી કોઈ પ્રકાર ની ચિંતા કરતા નહિ. બધી વ્યવસ્થા થઈ ગઈ છે. હું જાણતો હતો, જેટલી ફિક્સ તૂટશે તેટલું વ્યાજ આવતું ઓછું થશે. છૂટકો પણ ન હતો, હાર્ટ સર્જરી નો અંદાજીત ખર્ચ ત્રણ લાખ ઉપરનો હતો.

ઓપરેશન સફળતા પૂર્વક પૂરું થયું. હોસ્પિટલ માંથી રજા આપતા પહેલા મને અને સ્મિતા ને ડોકટર સાહેબે તેમની ચેમ્બર માં બોલાવ્યા. ડોકટર ની ઉમ્મર ૪૦ થી ૪૫ ની વચ્ચે મને લાગતી હતી. ડોકટર સ્માર્ટ અને દેખાવડો હતો..

ડોકટર હાથ જોડી બોલ્યા, હું ડોકટર શ્યામ મેં તમારા હાર્ટ નું ઓપરેશન કરેલ છે. થોડું સ્માઈલ આપી મારા હાથ માં “મોરપીંછું” મૂકી તેઓ બોલ્યા લ્યો આ તમારા ખીસા માંથી નીકળ્યું હતું… શ્રદ્ધા નો વિષય છે.

પછી પોતાના ટેબલ ના ખાના માંથી એક પોટલી કાઢી. સ્મિતા ની સામે મૂકી બોલ્યા…. મોટી બહેન, આ તમારી અમાનત સાચવો. આ તમે ડિપોઝીટ ની રકમ પેટે હોસ્પિટલ ને આપેલ ઘરેણાં છે. તમારો નાનો ભાઈ જીવતો હોય ત્યાં સુધી ઘરેણાં ગીરવે મુકવા ના દિવસો કદી તમારે નહિ આવે.

હું અને સ્મિતા એક બીજા ની સામે જોવા લાગ્યા….

ન ઓળખ્યો ને મને ? કૃપાશંકર માસ્તરનો વિદ્યાર્થી શ્યામલો.
હું ભણવા માં નબળો હતો. સ્કૂલે થી છૂટી તમારા ઘરે મને મફત માં ભણાવતા. હું એજ શ્યામલો જેને તમે રોજ સાંજે જમાડી ને ઘરે મોકલતા.

રસ્તા ઉપર ઠોકર ખાતા પથ્થર ને ઉઠાવી કંડારી કંડારી ને તમે મૂલ્યવાન મૂર્તિ બનાવી એ પરિવાર ને હું સ્વપ્નાં માં પણ કદી ન ભૂલી શકું.

ડોકટર સાહેબ ઉભા થયા અને અમને બન્ને ને પગે લાગ્યા. સ્મિતા પણ ભીની આંખે શ્યામ ના માથે હાથ ફેરવતા બોલી, બેટા ખૂબ મોટો સાહેબ બની ગયો.

મોટી બેન ડોકટર બન્યા પછી હું ગામડે ગયો હતો. પણ તમારે ત્યાં તાળું હતું. તમારા ઉપકાર નો બદલો વાળવા ની તાકાત તો મારા માં ન હતી. પણ ઈશ્વર કોઈ પણ રીતે આ પરિવાર નું ઋણ ઉતારવાની મને તક આપે એ પ્રાર્થના હું રોજ કરતો હતો. મોટી બેન આજે આ અવસર આવી ગયો.છે.

અમે ભીની આંખે ખૂબ વિનંતી કરી પણ તેણે એક રૂપિયો અમારી પાસે થી લીધો નહિ. ઉપર થી કીધું તકલીફ સમયે હું તમારી સાથે ઉભો છું.

ડ્રાઇવર ને બોલાવી કીધું. જા મારી મોટી બેન ને તેના ઘરે મૂકી ને આવ. અને હા ઘર યાદ રાખજે. તેના હાથે બનાવેલ ભોજન ઘણા સમય થી મેં ખાધું નથી.

ડ્રાઇવર રસ્તા માં બોલ્યો ડોકટર સાહેબ ખૂબ દયાળુ છે. મારી માઁ ના ઓપરેશન ના પણ રૂપિયા લીધા ન હતા, સામે ની વ્યક્તિ ની પરિસ્થિતિ પ્રમાણે તેઓ પોતાનો ચાર્જ નક્કી કરે છે, કર્મ ના સિદ્ધાંત માં બહુ વિશ્વાસ રાખે છે.

મેં કાર મા આંખ બંધ કરી મુરલીધર ને હસતા હસતા કીધું, હે પ્રભુ ફરી તું બાજી જીતી ગયો અને હું હારી ગયો.

કાર માં ધીરુ ધીરુ ભજન વાગતું હતું

प्रबल प्रेम के पाले पड़ कर प्रभु को नियम बदलते देखा .
अपना मान भले टल जाये भक्त मान नहीं टलते देखा ..

શ્રદ્ધા એક્સપાયર થાય તો અંધશ્રદ્ધા બને, વિશ્વાસ એક્સપાયર થાય તો અંધવિશ્વાસ બને પણ જો શ્રધ્ધા અપગ્રેડ થાય તો ભક્તિ બને અને વિશ્વાસ અપગ્રેડ થાય તો આત્મવિશ્વાસ….

ઘેટાં ના ટોળા માંથી બહાર આવી તમારું પોતાનું અલગ એક વ્યક્તિત્વ બનાવો. વ્યક્તિવ ને રૂપિયા સાથે કોઈ જ મતલબ નથી.

એક ફેસબુક મિત્ર ની પોસ્ટ કોપી સાભાર.

રાધે રાધે 🙏🏻

Posted in कविता - Kavita - કવિતા

વરસો પહેલાં કોઈ આર્ષદૃષ્ટા કવિએ ભાખેલી ભવિષ્યવાણીમાંથી મોટાભાગની આજે પ્રાસંગિક થતી જાય છે.#ધીરા

બેટી કમાશે બાપ ખાશે ભૂંડો આવશે કાળ
માવતર જણયા મેલશે, ભૂપ લેશે ના ભાળ
ભૂપ લેશે ના ભાળ, માણસ માણસ ને ખાશે
સત્ય છુપાશે સુતલ, જૂઠા જગ વખણાશે
જીવતા જોશે લાખણા, પાપીના ચડશે પાળ
બેટી કમાશે બાપ ખાશે ભૂંડો આવશે કાળ !

ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત
કજીયા ખોરી કામિની , ઘણી જ ઓરશે ઘાત
ઘણી જ ઓરશે ઘાત, બોલાવી બમણી બોલે
એક કહો તાં તેર ,સુણાવશે હોલે હોલે
જીવતાં જોશે લાખણા, નહીં હોય નાત જાત
ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત !

વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ
ધરતી રહેશે તરસતી નદિયુ સુકાશે નવાણ
નદિયુ સુકાશે નવાણ, ખોરા સૌ ધાન જ ખાશે
મહેલો થાશે મસાણ, ત્યાં રમશે ચુડેલુ રાસે
જીવતા જોશે લાખણા, ભુખરા ઉગશે ભાણ
વાદળિયું વહેતી થશે પવને કરી પલાણ !

વણિક જુદ્ધે જજુમશે, ખેલશે ખાંડ ની ધાર
ચાકર ચોરી કરશે તેદી ન્યાયાધીશ હશે લાચાર
ન્યાયાધીશ હશે લાચાર, કલમ નાણે કરમાશે
વકિલ શાખ જૂઠ જાર, સર્વે સરખાજ લેખાશે
જીવતા જોશે લાખણા, તરક બાજીની તલવાર
વણિક જુદ્ધે જજુમશે, ખેલશે ખાંડા ની ધાર !

ભાગવતે જે ભાખિયા પંડિત ધીરા ના પ્રમાણ
કવિ સંતો કહિ ગયા દુજા મુંજા અનુમાન
દુજા મુંજા અનુમાન કથુ છુ છકળિયે કાંઈ
સાચી લગેસ રાખવી ઓરડો છડી ભાઈ
લાખન કહે લખિયા બને, ગાવ ગોવિંદરા ગાન
ભાગવતે જે ભાખિયા પંડિત ધીરા ના પ્રમાણ !

હિમાળો ઓગળી હાલશે, તપસે ભારી ભાણ
ઓતર ધ્રુવના ઓગળશે, પાણીમાં તરે પાખાણ
પાણીમાં તરે પાખાણ, બરફના થરજ બાજે
દરિયે હલે ન વહાણ, જોખમ વધશે જહાજે
જીવતા જોશે લાખણા, પર્વત આગની ખાણ
હિમાળો ઓગળી હાલશે, ભારી તપસે ભાણ !

જૂઠા ને માનશે જગત, સત નો છોડશે સાથ
સાચી કડવી લાગશે વળી ખોટી લાગશે ગાથ
ખોટી લાગશે ગાથ , ગેલા મળી ગીતડાં ગાવે
ભેળા થઈ ને કાગ , હંસો ની હાંસી ઉડાવે
જીવતા જોશે લાખણા, ધનપતિ ટુંકે હાથ
જૂઠા ને માનશે જગત, સત્ય નો છોડશે સાથ !

નગર નોધારા થશે, ફરી વધી જશે વનરાઈ
પાખાણ યુગ પ્રગટશે, ભૂતાવળ જાગે ભાઈ
ભૂતાવળ જાગે ભાઈ, માનવ માનવ ને ખાશે
જનાવર ભેળો જાય, માનવ પામર કહેવાશે
જીવતા જોશે લાખણા, નહીં રંક નહીં રાય
નગર નોધારા થશે ફરી વધી જશે વનરાઈ !

કાળ કરવટ બદલશે, જલ થલ પલટશે પાટ
મુરખ ની મમતા થકી, બધા ઘાટ થશે અઘાટ
બધા ઘાટ થશે અઘાટ, પીલશે પોષણ હારો
નહીં હોય ભાન કે શાન, ખલક ને ખૂંદશે ગારો
જીવતા જોશે લાખણા, નહીં તન ઢાંકવા ટાટ
કાળ કરવટ બદલશે,જલ થલ પલટશે પાટ !

બંદા ખેલ ખલકરા, અગમ અગોચર અજાણ
જીવન ચખ પલકરા, ખરી ચોરાસી ખાણ
ખરી ચોરાસી ખાણ, જીવે જનમે મર જાતા
જરા મારે જદ બાણ, સૌવ મોત મૂખે સમાતા
લાખન જાતા આવતા, ઘુમરે પીલાતા ઘાણ
બંદા ખેલ ખલકરા અગમ અગોચર અજાણ !

વિધવા શણગાર સજસે સુહાગણ વિધવા વેશ
સુંદરી મુંડન કરાવશે હશે નર ને લાંબા કેશ
નર ને લાંબા કેશ વળી ચાલશે છટકા કરતો
બેઠી બાઇ બાકડે પુરુષ પાણીલા ભરતો
જીવતા જોશે લાખણા આ દેશ થશે પરદેશ
વિધવા શણગાર સજસે સુહાગણ વિધવા વેશ !

દરિયો ડુંગર ચડશે ડુંગર થય જાશે ધાર
જંગલ જંગલ નહીં રહે, વસ્તિનો થશે વિસ્તાર
વસ્તિનો થાશે વિસ્તાર વનચર નગર વસશે
તસુ ધરા ને કાજ બેટા બાપ ને મારવા ધસશે
જીવતા જોશે લાખણા, ભાઈ ભાઈ નો ખાર
દરિયો ડુંગર ચડશે ડુંગર થય જાશે ધાર !

ધરણ ધાન સંઘરશે પાણી નો થશે પોકાર
સત્ય ચડશે ચાકડે , મારશે ધીંગા માર
મારશે ધીંગા માર , વૈદ્ય તો વેરી થાશે
ઘરના ઘાતકી હોય, નુગરા થી નગર લૂંટાશે
જીવતા જોશે લાખણા, જાર ના જાજા યાર
ધરણ ધાન સંઘરશે પાણી નો થશે પોકાર !

રૈયત લૂંટાશે રાત દિ, હરિ નય ઝાલે હાથ
પૂજારી ગણિકા પરણશે, સૌ જન દેશે સાથ
સૌ જન દેશે સાથ, ધરમ તો ધરણ દટાસે
મંદિર મંડી સમાન , પ્રસાદ પૈસે વહેંચાશે
જીવતા જોશે લાખણા, હીરના ભાવે કાથ
રૈયત લૂંટાશે રાત દિ, હરિ નય જાલે હાથ !

કાળ પીડસે કારમો , ભલા જન ભૂલશે ભાન
વિદુ વિવેક વિસરશે, સજ્જન ખોશે શાન
સજ્જન ખોશે શાન, વિચારી વલખા લેશે
આતમ પિડશે એને, કરમને દોષ જ દેશે
જીવતા જોશે લાખણા, છોડશે નિજનું સ્થાન
કાળ પિડશે કારમો, ભલા જન ભૂલશે ભાન !

સુરજ સામે ચંદર ચડાવી બેસશે બાંય
સિંહનુ મારણ શ્વાનડા, જોરે ઝુંટવી જાય
જોરે ઝુંટવી જાય કો’થી ના કાંઇ કેવાશે
ગાય ભાંભરશે ભુખી ખુટિયા ખળતાળી ખાશે
જીવતા જોશે લાખણા કાગા હંસા કેવાય
સુરજ સામે ચંદર ચડાવી બેસશે બાંય !

પોતાના થાશે પરા, પારકા આવશે પાસ
અણધારી આફતમા નાણાનો થશે નાસ
નાણાનો થશે નાસ નાશસે પ્રાણ પિયારી
મુંડ મુંડાવી મહંત બની બેસશે ભીખારી
જીવતા જોશે લાખણા લુટશે લોકો લાશ
પોતાના થાશે પરા પારકા આવશે પાસ !

કવિ કપટિ થૈ કુડા દોલત ના થશે દાસ
માંસ મદિરા ભ્રખિ વાણી નો કરશે વિલાસ
વાણી નો કરશે વિલાસ સુમ ને કરણ કેશે
વ્યભિચારી ને ભિષ્મ કહિ આશિષો દેશે
જીવતા જોશે લાખણા ગધાને જાજો ગરાસ
કવિ કપટિ થૈ કુડા દોલત નાં થશે દાસ !

દેશે ના દોલતવાન ,કહી દેવાનું દાન
નિચ ઘર જાશે જાચવા મેલી પોતાનું માન
મેલી પોતાનું માન, સાવજ ખડ ભરખશે
ઝવેરી થાશે જીરણ હરામી હિર પરખશે
લાખન જોશે જીવિત વૈખરી વાણીના ગાન
દેશે ના દોલત વાન કહી દેવાનું દાન !

પાણી પાણી ના પોકાર થાશે દસેય દિશ
વિણ બાણે વ્યાધ મારશે વિસો વીસ
મારશે વીસો વીસ વૈદ્યડા વિવેક વિસારે
બંધુ બંધુ મા વેર માનુની માહુરે મારે
લાખન જોશે જીવિત પોઢી જાશે ઈશ
પાણી પાણી ના પોકાર થાશે દસેય દિશ !

ગગન ગોખથી તારા ધૃજાવશે આવી ધરણ
ભુખ દુખ ને રોગ થી માનવના થાશે મરણ
માનવના થાશે મરણ શોક ના હશે લગારે
દય દય કર પર તાલ સ્મશાને ઠિઠાઇ ઉલારે
લાખન જોશે જીવિત નહીં વરણા વરણ
ગગન ગોખથી તારા ધૃજાવશે આવી ધરણ !

વકતા ને વાણી તણો વાલા નહીં હોય વિવેક
ખોટા પંડિત ના પાન તરકી સાસતર અનેક
તરકી શાસ્ત્ર અનેક કવિઓ ઘર ઘર થાશે
વિના વ્યાકરણરી વાણી ગળા ફાળીને ગાશે
જોશે લાખન જીવીત ભલા વેદ વાંચશે ભેક
વકતા ને વાણી તણો વાલા નહીં હોય વિવેક !

પરહરિ જાશે પુન્ય પ્રથી પર વધશે પાપ
જનની થશે જમરાજ બેટા મારશે બાપ
બેટાને મારશે બાપ ભાઇ ભગિની રે’શે ભેળા
નાગરવેલ પર ફળ થાશે થોરમા કાંઇ કેળા
જોશે લાખન જીવિત અવની પિડા અમાપ
પરહરિ જાશે પુન્ય પ્રથી પર વધશે પાપ !

ડુંગર ધારડિયુ થશે ,પરે ચડશે દરિયો દેવ
શ્રીમંત તજી નિજ નેમ નિચની કરશે સેવ
નિચની કરશે સેવ હરામી હદ જ છાડે
વેરિ કુ કરશે વ્હાલા ભાઇ ભાઇ ને ભાંડે
જોશે લાખન જીવિત બાવાના બગડે બેવ
ડુંગર ધારડિયુ થશે પરે ચડશે દરિયો દેવ !

લારાળા ની લારસુ લાંકાળા ધૃજશે લખ
દાદુર સભા ડોલાવશે કોકિલ મારશે ઝખ
કોકિલ મારશે ઝખ પાણી ના તરસ બુઝાવે
અન્ને ભાંગે નહીં ભૂખ રવી વીર ટાઢા થાવે
જીવતા જોશે લાખણા આગે કલિ ના દખ
લારાળા ની લારસુ લાંકાળા ધૃજશે લખ !

અગન રાખરા આભથી, મહા વરસશે મેહ
પશુ મનુષ પર્વત તણા, ઠિંગણા થાશે દેહ
ઠિંગણા થાશે દેહ , નમાલા નર જ પાકે
લટકા કરતા લબાડ હેરી હેરી ને જાકે
જીવતા જોશે લાખણા ગોખલ જેડા ગેહ
અગન રાખરા આભથી મહા વરસશે મેહ !

ધણી વીના ના ધણ રખડશે જય ને રાન
વાડય ચિભડા ગળશે, ધરણ ગળશે દાન
ગાવહૂકળા ગળ્યા થશે, મિઠા હશે ના મધ
ધન હશે પણ અન્ન નહીં ફરશે ઉઘાડા અધ
જીવતા જોશે લાખણા ભુખ્યા ભુલશે ભાન
ધણી વીના ના ધણ રખડશે જય ને રાન !

ધરણ દટાશે ધરમ સૌવ કરશે કુડા કામ
પુન્ય જાશે પાતાળ રદયમા નહિ હોય રામ
રદયમા નહીં હોય રામ , દયા ને ડાકણ ખાશે
વાયુ થાશે વેરી , ઝેરી જ વંટોળિયા વાશે
જીવતા જોશે લાખણા, ઉજળ થાશે ગામ
ધરણ દટાશે ધરમ સૌવ કરશે કુડા કામ !

કલીની કાલી નાગિણિ એક નર ને નવ નાર
બાપ બેટિ ના સંબંધ ને ભુમિ ન જીલે ભાર
ભુમિ ન જીલે ભાર વાવેલા વણસી જાશે
કમૌસમી ના મેઘ વરસી ને વેરી થાશે
જીવતા જોશે લાખણા નહીં હોય કોઈ નિજાર
કલીની કાલી નાગિણિ એક નર ને નવ નાર !

દેવા બુધેલીયા