Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

પુસ્તકોની દુનિયા


પેટ્રોનિયસ.

રોમ ભડકે બળતું હતું ત્યારે ફીડલ નામનું વાદ્ય વગાડતો ઘેલો સમ્રાટ નીરો યાદ છે ?

એના દરબારનો જ એક ઉમરાવ હતો પેટ્રોનિયસ.

પ્રખર બુદ્ધિમાન, ઉમદા કલારસિક. યોદ્ધાનો તેજમિજાજ પણ યારીદોસ્તીમાં રંગીન શોખીન. પ્લુયર્કે એને ‘જજ ઓફ એલીગન્સ’ કહ્યો એવો એનો ઠાઠ. એ સમયે રોમનોમાં ગુલામપ્રથા તો અનિવાર્ય જેવી હતી. પણ પેટ્રોનિયસ ગુલામોને ય દોસ્તની જેમ રાખે. અપૂર્વ સુંદરી પ્રિયતમામાંથી પત્ની બની, અને અઢળક સખા-સખીઓ ય ખરા.

લેખનકાર્ય કરતો પેટ્રોનિયસ મૂળ આજના ફ્રાન્સ (ત્યારના રોમન સામ્રાજ્યનો હિસ્સો) એમાં જન્મેલો. ક્રિએટીવ બ્રેઈન. કલર્સ અને ફેશનની સૂઝબૂઝ. એટલે રાજદરબારમાં એનો ઝપાટાબંધ દબદબો વધ્યો.

ને તેજસ્વીતાથી જેમની આંખો અંજાઈ જાય, એ એની પાંખો કાપવા માટે ખટપટ કરે. એની પ્રગતિથી મનોમન બળી મરેલા ઝેરીલાઓએ જૂઠો અપપ્રચાર શરૂ કર્યો. રોમન સામ્રાજયની પડતી અને ધીરે ધીરે ક્રિશ્ચાનિટીના ઉદયનો એ કાળ હતો.

સમ્રાટો રાજકાજ બીજી બધી બાબતોમાં બહુ સમજ ધરાવતા હોય, એવું કાયમ નથી બનતું. એટલે પ્રતિભાવાન માણસોનો સહારો ય લેવો પડે, ને એમની પાસે વાતોની એપ્રુવલ પણ. એટલે નીરોની નજરમાંથી પેટ્રોનિયસને પાડવાના કાવતરાંમાં વિઘ્નસંતોષીઓ કામિયાબ થયા.

પેટ્રોનિયસ નજરદેક થયો, અને એને ‘રાજદ્રોહ’ બદલ મારવાની સજા નક્કી થઈ. પેટ્રોનિયસના ય શુભચિંતકો ને ચાહકો હતા સત્તામાં આગોતરી જાણ થઈ. એ વીરલાએ ‘આપઘાતનું આયોજન’ કર્યું.

જી હા, સેલિબ્રેશન ઓફ સ્યુસાઈડ ! પોલેન્ડના લેખક હેનરી સિન્કેવિકઝે એમની ૧૯૦૫માં નોબેલ જીતનાર નવલકથામાં પેટ્રોનિયસની અંતિમ ક્ષણોનું આલીશાન વર્ણન કર્યું છે.

દિવસે આરામથી મોડા ઉઠીને પેટ્રોનિયસે સુગંધી સ્નાન કરી શ્રેષ્ઠ ભપકાદાર વસ્ત્રો પહેર્યા. પ્રિયા એવી જીવનસંગિની ય તૈયાર થઈ. ગમતા દોસ્તોની સાંજે પાર્ટી રાખી. ખુદ સેનેટનો સભ્ય. સરસ ઘર. જીવન આનંદ છે, જલસો છે, એવું દ્રઢપણે માને. એની બેબાક કટાક્ષમય અને ફ્રેન્ક સ્પીચને લીધે ખાસ્સો પોપ્યુલર પણ ખરો. એ સમયમાં ‘ઓથોરિટી ઓફ ટેસ્ટ’ ગણાતો. એ સિલેકટ કરે, એમાં લોકોને ભરોસો હોય. સૌંદર્ય અને સુખ પર શરમ વિના ખુલીને બોલે.
એટલે મહેફીલ મજેદાર બની.

રાજદરબારનું ફરમાન હજુ પહોંચ્યું નહોતું. પેટ્રોનિયસ તો શાર્પ બ્રેઈન ધરાવતો ઈન્ટેલીજન્ટ હતો. ભાવિ ભાખી લીધેલું. પોતાને પ્રિય એવી વાનગીઓ તૈયાર કરાવી. શ્રેષ્ઠ રૂપસુંદરી નર્તકીઓનો નાચ અને મધુર ગાયનવાદનની સાંજ સજાવી.

ટેસથી સ્વાદિષ્ટ ભાવતાં ભોજન જમ્યો. નિક્ટ દોસ્તો સાથે મૃત્યુને એવી ફિલોસોફીની નહિ, પ્રકૃતિની કવિતા અને હાસ્યના ટૂચકાઓની વાતો કરી.

ત્યાં રાજા ના સિપાહીઓ ઘૂસ્યા તેને પકડવાના ઇરાદાથી, પેટ્રોનિયસ હસ્યો. ઈશારાથી એમને રોકાવા કહ્યું. વટ એવો કે ઝટ રોકી ન શકાય. પોતાના ચાકરોને બોલાવી એણે એમને ભેટસોંગાદો આપી.
એણે મદિરાનો જામ ઉઠાવ્યો. પોતાની પ્રિયતમા પત્નીને એના ખોળામાં બેસી એ પીવડાવવા કહ્યું.

પીતાં પીતાં પેલા દૂતોને કહ્યું ”સમ્રાટને કહેજો પેટ્રોનિયસ એમના હુકમનો – ગુલામ નથી. આ જામમાં ઝેર ભેળવેલું છે. મેં મનગમતું જમીને, મનગમતા દ્રશ્યો જોતાં સાંભળતા, મનગમતી વાતો સાહિત્યની અને કલાની કરતા, મારા જ ઘરના બગીચામાં મને સૌથી વહાલી એવી અપ્સરા જેવી સુંદર સંગિનીના હાથે હું મારી મરજીથી જીવન સમાપ્ત કરું છું. નીરો ભલે સમ્રાટ રહ્યો, પણ મરવાનું તો એણે ય છે. બધાએ છે. પણ એના નસીબમાં આવું ભવ્ય મોત નહિ હોય. જીવ્યો તો મારી જ મરજીથી. મરું છું ય મારી મોજથી.”

કહેવાય છે કે આટલું કહીને પેટ્રોનિયસે એના ખોળામાં બેઠેલી પત્નીને આલિંગન આપી પ્રગાઢ ચુંબન કર્યું, અને એ પૂર્ણ પરિતૃપ્ત અવસ્થામાં જ દુનિયા છોડી

@pustako_ni_duniya

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s