Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક ગૃપમાંથી સાભાર
___
લખ્યા લલાટે લેખ.
===========
પાટી પેન સાથે છ વર્ષની ઉમરના ચમનને ખભે બેસાડીને કાનજી પ્રથમ દિવસે નિશાળે મુકવા ગયો.
રજીસ્ટરમાં નામ ચડાવતી વખતે સાહેબે કાનજીને બધી વિગતો પુછી.
બાપનું નામ કાનજી છગન સાંભળતાં જ સાહેબ આંખ ઉપર ચશ્માં સરખાં કરીને કાનજીને એકીટશે જોઈ રહ્યા.
આ શાળામાં એક થી ચાર ધોરણમાં સૌથી વધુ વર્ષ રહેનાર વિદ્યાર્થીનો રેકોર્ડ કાનજી છગનના નામે હતો. પંદર વર્ષ પહેલાંની આ ઘટના શિક્ષકો બદલાવા છતાં અમર દ્રષ્ટાંતરૂપે કાનજી છગનના નામે જ હતી.
આચાર્ય સાહેબે ચમનને પાસે બોલાવીને થોડી પ્રશ્નોતરી કરી.બેટા તારુ નામ શું?
‘ચમનભાઈ કાનજીભાઈ.’
તારા પિતાજીનું નામ?
‘કાનજીભાઈ છગનભાઈ’
તારે ભણી ગણીને શું બનવું છે?
‘ડોકટર?
ચમનના ફટાફટ જવાબો સાંભળીને સાહેબ આશ્ચર્યચકીત થઈ ચમન સામે જોઈ રહ્યા.
ત્યાં તો ચોથા ધોરણમાં ભણતો દલપત બોલી ઉઠ્યો, ‘સાયેબ! ચમનાની મા રમીકાકી ચાર ચોપડી ભણેલ છે.એ ઘરે ચમના સાથે અમનેય ઘણું શીખવાડે છે.
સાહેબે કાનજી સામે નજર કરી.પાંત્રીસનો કાનજી પહેરણની બાંહ્ય મોઢામાં ઘાલીને ચાવવા લાગ્યો.
સાહેબે હસતાં હસતાં કહ્યું,’કાનજીભાઈ ભાગ્યશાળી છો તમે કે દિકરો અને દિકરાની મા બેય હોશિયાર મળ્યાં.
આટલું સાંભળીને તો કાનજી શરમાઈને ગૂંચળું વળી ગયો.માથે બાંધેલ ફાળિયું બરાબર હોવા છતાંય ઉતારીને ફરીથી બાંધવા લાગ્યો. વળી કંઈક યાદ આવતાં એણે પહેરણ નીચે પહેરેલ બંડીમાં હાથ નાખીને દશની નોટ અને કાગળનું પડીકું કાઢીને સાહેબના હાથમાં આપતાં બોલ્યો, ‘લ્યો સાયેબ! આ દશ રૂપિયાના રામજી શેઠની દુકાનેથી ધોળા ટીકડા મંગાવીને છોકરાંને આપજો ને આ પડીકામાં ગોળ ધાણા છે.’
વળી પાછો કાનજી પહેરણની શાળ પકડીને આમળો ચડાવવા લાગ્યો.
સાહેબે ગમ્મત ખાતર જ પુછ્યું, ‘કાનજીભાઈ! આ ચમનની માનું નામ શું છે?
કાનજીના મોં પર તો રીતસરની લાલીમા છવાઈ ગઈ.
વર્ગમાં બેઠેલ નાનાં ભૂલકાંઓની શરમ આવતી હોય તેમ કાનજીનું આખું શરીર શરમથી અંગ મરોડ કરવા લાગ્યું.
એટલું વળી સારૂ હતું કે સાહેબ કડક સ્વાભાવના હતા નહીંતર બાળકો તો ક્યારનાંય હસી હસીને લોથપોથ થઈ ગયાં હોત.
લ્યો સાયેબ હું જાઉૈ? કહીને કાનજી વર્ગ બહાર નિકળ્યો .દરવાજે પહોંચીને વળી પાછો આવ્યો ને ચમન પાસે જઈને ચમનને ધીમેથી કાનમાં કહ્યું, ‘તારી માએ કહ્યું છે કે, કોઈ છોકરાં સાથે ઝઘડતો નઈ.’કહીને કાનજી સાહેબ સામે નજર કરતો કરતો બહાર નિકળી ગયો.
આમ તો કાનજી પુરા એસી વીઘા જમીનનો માલિક.ના એને બીજો કોઈ ભાઈ કે બહેન. કાનજી દશ વર્ષનો હતો ત્યારે એનો બાપ તો સ્વર્ગે સિધાવી ગયેલ.ઢીલા મગજની માએ કાનજીને મોટો કર્યો. કદાચ માના ગુણ જ કાનજીમાં ઉતર્યા હશે તે એય બુધ્ધિનો લઠ્ઠ પાક્યો.
કાનજી ઉંમરલાયક તો થયો પણ બિચ્ચારી માનું થોડું ઢીલું મગજ અને કાનજીની બાળકબુદ્ધિ જોઈને કોણ કન્યા આપે?એમાંય પિતરાઈ ભાઈઓનો પરિવાર તો એ જ વિચારીને બેસી ગયેલ કે, ‘કાનજી વાંઢો મરે તો જમીનનો દલ્લો એમના હાથમાં આવે! ક્યાંય પણ સગપણની વાત આવે તો પિતરાઈઓ એમાં ફાચર મારી દે.
સતર અઢારની ઉંમરે લગ્ન થતાં હતાં એ સમાજનો કાનજી એમ ને એમ છવ્વીસનો થઈ ગયો. એના નસીબમાં તો રમીલા જ લખાયેલી હતી.
રમીલા આમ તો સાવ ગરીબ પરિવારની દિકરી પરંતુ એનાં માબાપે એને ચાર ધોરણ સુધી ભણાવેલી. રમીલાનાં બાળપણમાં જ લગ્ન થઈ ગયેલાં પરંતુ આણા વખતે વેવાઈને વાંકું પડતાં લગ્ન તૂટી ગયાં.એક પણ દિવસ સાસરે ના ગયેલ રમીલાનું અમદાવાદ રહેતા એક બીજવર સાથે ઘઘરણું થયું પરંતુ હાય રે રમીલાનાં નસીબ! દોઢ વર્ષનો સંસાર ભોગવીને રમીલા વિધવા થઈ.એનો પતિ અકસ્માતમાં મૃત્યુ પામ્યો.
રમીલાની ત્રીજાં લગ્ન કરવાની ઈચ્છા જ મરી પરવારી પરંતુ ગામના મુખીની સમજાવટથી રમીલાનાં માબાપે કાનજી સાથે રમીલાનું ગોઠવી દીધું.
એમાંય કાનજીના પિતરાઈઓએ તો કાનજીની મા પાસે આવીને ઘણા ધમપછાડા કર્યા.કોઈએ કહ્યું આ તો કાનજીનું કુવારે નાતરૂ કહેવાય તો કોઈએ વળી કહ્યું કે, આપણા કુળમાં હજી કોઈ કુવારા છોકરાએ પરણેલું બૈરૂ લાવ્યું નથી પરંતુ થોડી ઓછી બુદ્ધિવાળી કાનજીની માને તો દિકરાનું ઘર બંધાય એમાં જ રસ હતો. વળી એકદમ સજ્જન એવા ગામના પોલીસ પટેલે આ વાતમાં રસ લીધો હતો એટલે બધાંયના હાથ હેઠા પડ્યા.
‘ત્રીજુ ઘર ત્રેખલ કહેવાય.’ – એ લોક બત્રીસીએ ચડેલ વાક્યનો તો રમીલાનેય ડર હતો કે ત્રીજું ઘર સફળ ના થાય પરંતું માબાપની ઈચ્છાને કેમ કરીને ઠેલવી? માબાપ તો આજે છે ને કાલે નહીં હોય! ભાઈ ભાભી થોડાં આખો જનમ વેંઢારશે? કરમ ને લેખ?એકદમ સમજુ રમીલાએ મનને મનાવી લીધું.
એમાંય સાસરે જતી વખતે ઘરની બહાર નિકળતાં જ ગાય આડી ઉતરી…..
ભાવિ ના ગર્ભમાં શું છુપાયેલું છે એ પામર માનવી તો શું જાણી શકે? પરંતુ ગાય આડી ઉતરી એમાં રમીલાના હ્રદયમાં નવું જોમ ઉભરાઈ આવ્યું.
સાસરીમાં પગ મુકતાં જ રમીલાએ સાસુ અને પતિની હકિકત જાણી લીધી.સાસુને પગે લાગીને આવતાં વેંત ઘરની ચીજ વસ્તુઓને વ્યવસ્થિત કરવા લાગી ગઈ રમીલા.
બે દિવસમાં તો સાસુ અને પતિના સ્વાભાવને ઉંડાણપૂર્વક જાણી લીધો. ચારે બાજુથી ‘ઉંટની કોટે બકરુ! ‘ ‘કાગડાની કોટે રતન.’ ‘ગાંડો ધણી ને રાંડીરાંડ બૈરૂ. ‘ -જેવાં કાનના પરદા ફાડી નાખે એવાં વાક્યો રમીલાના કાને પડી રહ્યાં હતાં પરંતુ ત્રીજા દિવસે કાનજી સાથે ખેતરમાં પગ મૂક્યો.માથું વાવે અેવી એક જ શેઢે એંસી વીઘા જમીન જોઈને રમીલાની આંખમાંથી અશ્રુધારા વહી પડી.
સાડલાના છેડા વડે ઝટપટ આંસું લુંછીને નીચી નમીને માભોમની મૂઠ્ઠી માટી હાથમાં લીધી. એ મુઠ્ઠી માટીને માથે અડાડીને રમીલા ભાવભીના અવાજે બોલી,’હે ધરતીમાતા! તારા ખોળે માથું નાખીને વિનવું છું કે, કણનું મણ કરીને મારા પરિવારને આબાદ કરજે મા!
સાથે સાથે રમીલાના મગજમાં ઝબકારો થયો. કાકા કુટુંબીઓના બેહુદા વર્તનનું કારણ એંસી વીઘા જમીન છે એ નક્કી.મનમાં ને મનમાં પોકારી ઉઠી,’સાવ ભોળા આદમીનું ઘર બાંધીને રહીશ તો ખરી પરંતુ એના ઘરને આબાદ ના કરૂ તો મારુ નામ રમીલા નહીં! ગાંડા જેવી સાસુનેય સગી જનેતાની જેમ ના રાખુ તો તો મારા ગરીબ માવતરની આબરૂ લાજે.’
બસ! આજની ઘડી ને કાલનો દિવસ! રમીલા અને કાનજી તનતોડ મહેનત કરવા માંડ્યાં. આમેય કાનજી મહેમનતમાં તો ક્યાં પાછો પડે એમ હતો? રમીલાનું માર્ગદર્શન તેની સાથે જ હતું.
લોકનિંદાને રમીલાએ મનમાંથી જ કાઢી નાખી હતી.ગમે તેટલી મશ્કરીઓ પણ આ કાનેથી પેલા કાને કરી લેતી હતી રમીલા.
દોઢ બે વર્ષના લગ્ન જીવનમાં તો પ્રથમ ખોળે જ ચમનનો જન્મ થયો.
સવા બે મહિને ચમનને ગામમાં આવેલ શીવજીના મંદિરે પગે લગાડવા લઈ જવામાં આવ્યો એ સમયના દ્રશ્યે તો આખા ગામને તાજ્જુબીમાં ગરકાવ કરી દીધું હતું.
વાગતા ઢોલે મંદિરે જતી વખતે કાનજીએ ધોતી, પહેરણ સાથે માથે લાલ પાઘડી ધારણ કરી હતી એ જોઈને તો કોઈ માની શકે એમ નહોતું કે આ કાનજી છે.રમીલાના નેણનો કાનજી પર જાદુ છવાયો હતો કે શું? કે પછી મક્કમ ટટ્ટાર ચાલે ચાલી રહેલી રમીલાની નકલ કરી રહ્યો હતો કાનજી! જે હોય તે પરંતુ સૌને આ કજોડું આજે ઉત્તમ જોડું લાગી રહ્યું હતું.
ઘરકામ, ખેતીની સંભાળ સાથે ચમનના શિક્ષણ પ્રત્યે સતત ધ્યાન રાખતી ચાર ચોપડી ભણેલ રમીલા ખરેખર કાનજીના પરિવારની તારણહાર બની ગઈ.
ચમન નવમા ધોરણમાં હતો ત્યારે રમીલાની સાસુનું નિધન થયું.રમીલા કાનજી સાથે છેક હરિદ્વાર જઈને મોક્ષવિધિ કરાવી આવી.
ગાંડાના પરિવારમાંથી ડોકટરી લાઈનમાં જનાર ચમન આ ગામનો પ્રથમ વિદ્યાર્થી બન્યો. એમબીબીએસ પુરૂ કરીને જ્યારે ચમન ઘેર આવ્યો ત્યારે ગામલોકોએ ભવ્ય સ્વાગત સાથે એનું સન્માન કર્યું.
ગામના સરપંચે જ્યારે કહ્યું કે, ‘ચમનને ડોક્ટર બનાવવાનું સંપૂર્ણ શ્રેય રમીલાવહુના ફાળે જાય છે એટલે આપણે એમનું પણ સન્માન કરશું.’ ત્યારે રમીલા જાહેરમાં પ્રથમ વખત કાનજીનો હાથ પકડીને એને સ્ટેજ તરફ દોરી ગઈ.
કાનજીના ચહેરાના હાવભાવ કંઈક જુદા જ લાગતા હતા આજે.કાયમની ટેવ મૂજબ એ એક હાથે પહેરણની બાંય તો જરૂર આમળતો હતો પરંતુ એની આંખોમાંથી ચોધાર આંસુ ટપકી રહ્યાં હતાં અને એટલે જ તો ચમને દોડતા આવીને કાનજીને વચ્ચેથી જ ઉંચકી લીધો અને સ્ટેજ પર લઈ ગયો.
સ્ટેજ પર રમીલાના સન્માન માટે લાવેલ હાર અને શાલ ચમને રમીલાના બદલે કાનજીને આપવાની વાત સરપંચને કરી ત્યારે સરપંચ પણ લાગણીમય બની ગયા.
જ્યારે સરપંચ કાનજીના ગળામાં હાર પહેરાવીને શાલ ઓઢાડી રહ્યા હતા ત્યારે ચમન અને રમીલા કાનજીને પગે પડીને વંદન કરી રહ્યાં હતાં.
લોકોની તાળીયોનો ગડગડાટ કાનજીની નાદાનિયતને પલાયન કરી રહ્યો હતો.
તાળીઓનો ગડગડાટ પુરો થતાં જ કાનજી ધીમે ધીમે કંઈક બોલવાની કોશિષ કરી રહ્યો હતો પરંતુ શબ્દો નિકળતા નહોતા. ચમન આ બધું જોઈ રહ્યો હતો એટલે કાનજીનો ઉત્સાહ વધારતાં એ બોલ્યો, ‘બોલો બાપુ બોલો! બે શબ્દો બોલો બાપુ!
ખરેખર કાનજીના મોંઢેથી થોડા શબ્દો નિકળીને જ રહ્યા,’ચોથા દિવસે અમારા ઘેર આખા ગામનો જમણવાર રાખવો છે.આ ગાંડા કાનજીના ઘેર આવશોને સૌ?’
પ્રથમ તાળીની શરૂઆત તો રમીલાએ કરી પરંતુ ગામલોકોની એ તાળીઓની ગૂંજ પંદર મિનિટ સુધી ગુંજતી રહી……
====================
લેખક-નટવરભાઈ રાવળદેવ થરા.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

મુંબઈથી બેંગ્લોર જઈ ટ્રેનમાં ટિકિટ ન હોવાને કારણે ૧૪ વરસની એક છોકરી સીંટની નીચે છુપાઈ ગઈ હતી… ટ્રેનમાં ટિકિટ ચેક કરવા આવેલા ટીસીની નજર અચાનક સીટ નીચે છુપાયલી એ છોકરી પર પડી. ટીસીએ છોકરીને કહ્યું ‘એ છોકરી ટિકિટ બતાવ !’
છોકરીએ ડરતા કહ્યું, ‘સાહેબ મારી પાસે ટિકિટ નથી…’
ટીસીંએ ગ્રુરસામાં કહ્યું, ‘તો પછી ઉતર ટ્રેન માંથી.’

‘આ છોકરીની ટિકિટ હું… આપું છું… પાછળથી એ જ / ડબ્બામાં મુસાફરી કરી રહેલી સ્ત્રીએ ટીસીને કહ્યું છોકરીની ટિકિંટના પૈસા હું આપી દઈશ.’ એ રત્રીનું નામ ઉષા ભટ્ટચાર્ય હતું. જે પોતે એક પ્રોફેસર હતા.
ઉષાજીએ ખૂબ જ શાંતિથી પેલી છોકરીને પૂછ્યું
‘દીકરા, તારે કયાં જવું છે ?’
છોકરીએ કહ્યું, ‘મેડમ, મને જ ખબર નથી મારે કયાં જવું છે.’ …ઉષાજીએ છોકરીને કહ્યું, ‘એક કામ કર. …તુ મારી સાથે બેંગ્લોર ચાલ.’ ઉષાજીએ ટીસીને કહ્યુ, ‘આ છોકરીની બેંગ્લોર સુધીની ટિકિટ આપી દો.

ટીસી પાસેથી ટિકિટ લીધાં પછી ઉષાજીએ પેલી છોકરીને પૂછ્યું, ‘તારું નામ શું છે ?’
છોકરીએ કહ્યું, ‘ચિત્રા.’
બેંગ્લોર પહોંચ્યા… પછી ઉષાજીએ ચિત્રાને એક… સ્વયંસેવી સંસ્થાને સોંપી અને એ છોકરીનું એડમિશન એક સારી સ્કૂલમાં કરાવી દીધુ. થોડા સમય પછી ઉષાજીની ટ્રાન્સફર દિલ્હી થઈ ગઈ. …જેના કારણે ઉષાજી અને ચિત્રાનો સંપર તૂટી ગયો… કયારેક કયારેક
બન્ને વચ્ચે ફોન પર વાત થઈ ’ જતી…

લગભગ વીસ વરસ પછી ઉષાજીને લેકચર આપવા માટે ’ અમેરિકાના
સાન ફ્રન્સિસ્કો શહેરમાં બોલાવવામાં આવ્યા.
લેકચર પતી ગયા પછી ઉષાજી સાનફ્રપ્ન્સિસ્કો શહેરમાં હોટલનું બિલ આપવા રિસેપ્શન પર પહોચ્યાં તો એમને ખબર પડી કે પાછળ ઊભેલા ખૂબસૂરત દંપતિએ …પતિએ બિલ ચૂકવી દીધું છે. ઉષાજીએ નવાઈ સાથે દંપતિને પૂછ્યું, ‘આપે મારું બિલ કેમ ચકાવ્યું?’

દંપતિમાં પતિ સાથે ઊભેલી સ્ત્રીએ કહ્યું, ‘મેડમ, મુંબઈથી બેંગ્લોર સુધીની રેલવે ટિકિટ સામે આ તો કંઈ પણ નથી.’
‘ અરે ચિત્રા’ !
ઉષાજીના મોઢેથી નીકળી ગયું, ‘

ચિત્રા એ બીજુ… કોઈ નહિ
પણ ઈન્ફૉસિસ ફાઉન્ડેશનની
ચેરમેન સુધા મૂર્તિ હતા, જે ઇન્ફોસિસસના સરથાપક નારાયણ રૈમૂર્તિના પત્ની છે.

આ નાનકડી વાર્તા એમણે લખેલા પુસ્તક *‘ધ ડે આઈ સ્ટોપડ ડ્રિન્કિંગ મિલ્ક’* માંથી લેવામાં આવી છે.…

_*ક્યારેક તમે કોઈકને કરેલી મદદ એનું જીવન બદલી શકે છે. જો જીવનમાં કંઈ કમાવવા માગો છો, તો મદદ કરતા રહો, પુણ્ય કમાતા રહો. કારણ કે આ એ જ માર્ગ, જેનો એન્ડ સ્વર્ગમાં થાય છે.!!

અશોકભાઈ હિંડોચા

Posted in संस्कृत साहित्य

ब्राह्मण में ऐसा क्या है कि सारी
दुनिया ब्राह्मण के पीछे पड़ी है।
इसका उत्तर इस प्रकार है।

रामचरितमानस में गोस्वामी तुलसीदासजी
ने लिखा है कि भगवान श्री राम जी ने श्री
परशुराम जी से कहा कि →
“देव एक गुन धनुष हमारे।
नौ गुन परम पुनीत तुम्हारे।।”

हे प्रभु हम क्षत्रिय हैं हमारे पास एक ही गुण
अर्थात धनुष ही है आप ब्राह्मण हैं आप में
परम पवित्र 9 गुण है-
ब्राह्मण_के_नौ_गुण :-
रिजुः तपस्वी सन्तोषी क्षमाशीलो जितेन्द्रियः।
दाता शूरो दयालुश्च ब्राह्मणो नवभिर्गुणैः।।

● रिजुः = सरल हो,
● तपस्वी = तप करनेवाला हो,
● संतोषी= मेहनत की कमाई पर सन्तुष्ट,
रहनेवाला हो,
● क्षमाशीलो = क्षमा करनेवाला हो,
● जितेन्द्रियः = इन्द्रियों को वश में
रखनेवाला हो,
● दाता= दान करनेवाला हो,
● शूर = बहादुर हो,
● दयालुश्च= सब पर दया करनेवाला हो,
● ब्रह्मज्ञानी,


श्रीमद् भगवत गीता के 18वें अध्याय
के 42श्लोक में भी ब्राह्मण के 9 गुण
इस प्रकार बताए गये हैं-

” शमो दमस्तप: शौचं क्षान्तिरार्जवमेव च।
ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्म कर्म स्वभावजम्।।”

अर्थात-मन का निग्रह करना ,इंद्रियों को वश
में करना,तप( धर्म पालन के लिए कष्ट सहना),
शौच(बाहर भीतर से शुद्ध रहना),क्षमा(दूसरों के
अपराध को क्षमा करना),आर्जवम्( शरीर,मन
आदि में सरलता रखना,वेद शास्त्र आदि का
ज्ञान होना,यज्ञ विधि को अनुभव में लाना
और परमात्मा वेद आदि में आस्तिक भाव
रखना यह सब ब्राह्मणों के स्वभाविक कर्म हैं।

पूर्व श्लोक में “स्वभावप्रभवैर्गुणै:
“कहा इसलिएस्वभावत कर्म बताया है।

स्वभाव बनने में जन्म मुख्य है।फिर जन्म के
बाद संग मुख्य है।संग स्वाध्याय,अभ्यास आदि
के कारण स्वभाव में कर्म गुण बन जाता है।

दैवाधीनं जगत सर्वं , मन्त्रा धीनाश्च देवता:।
ते मंत्रा: ब्राह्मणा धीना: , तस्माद् ब्राह्मण देवता:।।

धिग्बलं क्षत्रिय बलं,ब्रह्म तेजो बलम बलम्।
एकेन ब्रह्म दण्डेन,सर्व शस्त्राणि हतानि च।।

इस श्लोक में भी गुण से हारे हैं त्याग तपस्या
गायत्री सन्ध्या के बल से और आज लोग उसी
को त्यागते जा रहे हैं,और पुजवाने का भाव
जबरजस्ती रखे हुए हैं।

*विप्रो वृक्षस्तस्य मूलं च सन्ध्या।
*वेदा: शाखा धर्मकर्माणि पत्रम् l।*
*तस्मान्मूलं यत्नतो रक्षणीयं।
*छिन्ने मूले नैव शाखा न पत्रम् ll*

भावार्थ — वेदों का ज्ञाता और विद्वान ब्राह्मण
एक ऐसे वृक्ष के समान हैं जिसका मूल(जड़)
दिन के तीन विभागों प्रातः,मध्याह्न और सायं
सन्ध्याकाल के समय यह तीन सन्ध्या(गायत्री
मन्त्र का जप) करना है,चारों वेद उसकी
शाखायें हैं,तथा वैदिक धर्म के आचार
विचार का पालन करना उसके पत्तों के
समान हैं।

अतः प्रत्येक ब्राह्मण का यह कर्तव्य है कि,,
इस सन्ध्या रूपी मूल की यत्नपूर्वक रक्षा करें,
क्योंकि यदि मूल ही नष्ट हो जायेगा तो न तो
शाखायें बचेंगी और न पत्ते ही बचेंगे।।

पुराणों में कहा गया है —
विप्राणां यत्र पूज्यंते रमन्ते तत्र देवता।

जिस स्थान पर ब्राह्मणों का पूजन हो वहाँ
देवता भी निवास करते हैं।
अन्यथा ब्राह्मणों के सम्मान के बिना देवालय
भी शून्य हो जाते हैं।
इसलिए …….
ब्राह्मणातिक्रमो नास्ति विप्रा वेद विवर्जिताः।।

श्री कृष्ण ने कहा-ब्राह्मण यदि वेद से हीन भी हो,
तब पर भी उसका अपमान नही करना चाहिए।
क्योंकि तुलसी का पत्ता क्या छोटा क्या बड़ा
वह हर अवस्था में कल्याण ही करता है।

ब्राह्मणोस्य मुखमासिद्……

वेदों ने कहा है की ब्राह्मण विराट पुरुष भगवान
के मुख में निवास करते हैं।
इनके मुख से निकले हर शब्द भगवान का ही
शब्द है, जैसा की स्वयं भगवान् ने कहा है कि,

विप्र प्रसादात् धरणी धरोहमम्।
विप्र प्रसादात् कमला वरोहम।
विप्र प्रसादात् अजिता जितोहम्।
विप्र प्रसादात् मम् राम नामम् ।।

ब्राह्मणों के आशीर्वाद से ही मैंने
धरती को धारण कर रखा है।
अन्यथा इतना भार कोई अन्य पुरुष
कैसे उठा सकता है,इन्ही के आशीर्वाद
से नारायण हो कर मैंने लक्ष्मी को वरदान
में प्राप्त किया है,इन्ही के आशीर्वाद से मैं
हर युद्ध भी जीत गया और ब्राह्मणों के
आशीर्वाद से ही मेरा नाम राम अमर हुआ है,
अतः ब्राह्मण सर्व पूज्यनीय है।

और ब्राह्मणों काअपमान ही कलियुग
में पाप की वृद्धि का मुख्य कारण है।

प्रश्न नहीं स्वाध्याय करें।।
हर हर महादेव शिव शंभू 🔱

#जय_सनातन⛳.
#जय_ब्रह्मण_देव🚩🙏🏻

कौशल पांडे

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

હું અને મારી માં


હું અને મારી માં. ઘરમાં અમે બન્ને જ હતા. મારી માને ખાલી એક આંખ હતી. મને તેને જોઇ ખુબ ક્ષોભ થતો. હું તેને ધિક્કારતો હતો. અમે મધ્યમ વર્ગના હતા. તે લોકોનુ ઘરકામ કરીને એના અને મારા નિર્વાહમાં મદદ કરતી. .. હું જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારે મારી મા એક દિવસે એમજ મને મળવા આવી હતી. મને એમ થયુ કે ધરતી માર્ગ આપે તો તેમાં સમાઇ જાઉં. હું ગમે તેમ કરી ત્યાંથી ભાગી ગયો. બિજે દિવસે શાળાએ ગયો તો મારા વર્ગનો એક વિદ્યાર્થી મને ચીઢવતો હતો, “એઇઇઇ….. તારી માને તો એક જ આંખ છે! તારી માંતો કાણી.. તારી માંતો કાણી!” હું ભોઠો પડ્યો. ઘરે જઇને મેં માને સંભળાવ્યું,”તારે હવેથી મારી શાળામાં નઇ આવવાનું. લોકો માર પર હસે છે… તને કંઇ ખબર પડે છે?” .. માં કઇ ના બોલી. હું એટલો બધો ગુસ્સામાં હતો કે મેં પણ આ ઉદગારો કાઢતા પહેલાં વિચાર ન કર્યો. માંને શું લાગણી થતી હશે તેનાથી હું તદ્દન અજાણ હતો. .. મારે મારી માંથી દુર જવુ હતું. તેથી હું ખુબ ભણ્યો. મને સારી નોકરી પણ મળી. મેં લગ્ન કર્યા. અમને બાળકો થયા. મે સુંદર એવું મારું પોતાનું ઘર ખરીદ્યુ અને મારી માથી દુર રહેવા ચાલ્યો ગયો. હું મારા કુટુંબ સાથે અમારા આરામદાયક જીવનથી ખુબ ખુશ હતો. .. એક દિવસે મારી માં ઓચિંતી મારા ઘરે મને મળવા આવી. મારાં બાળકો પણ પહેલાં તેના દેખાવથી ડર્યા; પછી તેના પર હસ્યાં. મને ખુબ ગુસ્સો આવ્યો. મે રાડ પાડીને એને કહ્યુ, “મારા બોલાવ્યા વગર મારા ઘરે આવવાની તેં હિંમત કેવી રીતે કરી? મારા બાળકો ડરી જાય છે, તને ભાન નથી પડતુ? તું હમણાં ને હમણાં અહીંથી ચાલી જા” .. મારી માંએ શાંતિથી મને કહ્યું, “મને માફ કર, બેટા. અહીં આવીને મેં ભુલ કરી…” ને પાછી ચાલી ગઇ. .. થોડા વર્ષો પછી મારી માં ખુબ બિમાર છે તેવા સમાચાર મળ્યા. વ્યાવસાયીક કારણ સર હું જઇ ના શક્યો. થોડા દિવસો પછી યાદ આવતા હું માંના ઠેકાણ્ર ગયો. પડોશીઓ દ્વારા મને જાણવા મળ્યુ કે મારી માંનુ મૃત્યુ થોડ દિવસો પહેલા થઇ ગયુ છે. તેમ છતા મારી આંખમાંથી એક આંસુ ન પડ્યું. .. પડોશીએ મારી માંએ એના અંત સમયે લખેલ પત્ર મારા હાથમાં મુક્યો. પત્ર :- “મારા વહાલા દિકરા. હું તને હંમેશા ખુબ યાદ કરું છું. તારા ઘરે આવીને તારાં બાળકોને ડરાવવા બદલ હું ખુબ દિલગીર છું. હું તારા માટે સતત ભોંઠપનો વિષય વનવા બદલ પણ તારી માફી માંગુ છું. હવે કદાચ આપણે મળી નહી શકીયે તેથી હું તને આ વાત કરી રહી છું. જ્યારે તું ખુબ નાનો હતો ત્યારે એક અકસ્માતમાં તારી એક આંખ ચાલી ગઇ હતી. તારી માં તરીકે હું તને એક આંખ વાળો જોઇ શકતી નહોતી. તેથી છેવટે મેં મારી એક આંખ તને આપી દિધી. મારો દિકરો હવે વિશ્વને બરાબર જોઇ શકતો હતો તે બદલ હું ખુબ ખુશ હતી. તારી આંખો દ્વારા જાણે હું જ તારી જગ્યા એ વિશ્વને જોતી – અનુભવતી. ખુબ વહાલપુર્વક. – તારી માં…!!!

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

પુસ્તકોની દુનિયા


પેટ્રોનિયસ.

રોમ ભડકે બળતું હતું ત્યારે ફીડલ નામનું વાદ્ય વગાડતો ઘેલો સમ્રાટ નીરો યાદ છે ?

એના દરબારનો જ એક ઉમરાવ હતો પેટ્રોનિયસ.

પ્રખર બુદ્ધિમાન, ઉમદા કલારસિક. યોદ્ધાનો તેજમિજાજ પણ યારીદોસ્તીમાં રંગીન શોખીન. પ્લુયર્કે એને ‘જજ ઓફ એલીગન્સ’ કહ્યો એવો એનો ઠાઠ. એ સમયે રોમનોમાં ગુલામપ્રથા તો અનિવાર્ય જેવી હતી. પણ પેટ્રોનિયસ ગુલામોને ય દોસ્તની જેમ રાખે. અપૂર્વ સુંદરી પ્રિયતમામાંથી પત્ની બની, અને અઢળક સખા-સખીઓ ય ખરા.

લેખનકાર્ય કરતો પેટ્રોનિયસ મૂળ આજના ફ્રાન્સ (ત્યારના રોમન સામ્રાજ્યનો હિસ્સો) એમાં જન્મેલો. ક્રિએટીવ બ્રેઈન. કલર્સ અને ફેશનની સૂઝબૂઝ. એટલે રાજદરબારમાં એનો ઝપાટાબંધ દબદબો વધ્યો.

ને તેજસ્વીતાથી જેમની આંખો અંજાઈ જાય, એ એની પાંખો કાપવા માટે ખટપટ કરે. એની પ્રગતિથી મનોમન બળી મરેલા ઝેરીલાઓએ જૂઠો અપપ્રચાર શરૂ કર્યો. રોમન સામ્રાજયની પડતી અને ધીરે ધીરે ક્રિશ્ચાનિટીના ઉદયનો એ કાળ હતો.

સમ્રાટો રાજકાજ બીજી બધી બાબતોમાં બહુ સમજ ધરાવતા હોય, એવું કાયમ નથી બનતું. એટલે પ્રતિભાવાન માણસોનો સહારો ય લેવો પડે, ને એમની પાસે વાતોની એપ્રુવલ પણ. એટલે નીરોની નજરમાંથી પેટ્રોનિયસને પાડવાના કાવતરાંમાં વિઘ્નસંતોષીઓ કામિયાબ થયા.

પેટ્રોનિયસ નજરદેક થયો, અને એને ‘રાજદ્રોહ’ બદલ મારવાની સજા નક્કી થઈ. પેટ્રોનિયસના ય શુભચિંતકો ને ચાહકો હતા સત્તામાં આગોતરી જાણ થઈ. એ વીરલાએ ‘આપઘાતનું આયોજન’ કર્યું.

જી હા, સેલિબ્રેશન ઓફ સ્યુસાઈડ ! પોલેન્ડના લેખક હેનરી સિન્કેવિકઝે એમની ૧૯૦૫માં નોબેલ જીતનાર નવલકથામાં પેટ્રોનિયસની અંતિમ ક્ષણોનું આલીશાન વર્ણન કર્યું છે.

દિવસે આરામથી મોડા ઉઠીને પેટ્રોનિયસે સુગંધી સ્નાન કરી શ્રેષ્ઠ ભપકાદાર વસ્ત્રો પહેર્યા. પ્રિયા એવી જીવનસંગિની ય તૈયાર થઈ. ગમતા દોસ્તોની સાંજે પાર્ટી રાખી. ખુદ સેનેટનો સભ્ય. સરસ ઘર. જીવન આનંદ છે, જલસો છે, એવું દ્રઢપણે માને. એની બેબાક કટાક્ષમય અને ફ્રેન્ક સ્પીચને લીધે ખાસ્સો પોપ્યુલર પણ ખરો. એ સમયમાં ‘ઓથોરિટી ઓફ ટેસ્ટ’ ગણાતો. એ સિલેકટ કરે, એમાં લોકોને ભરોસો હોય. સૌંદર્ય અને સુખ પર શરમ વિના ખુલીને બોલે.
એટલે મહેફીલ મજેદાર બની.

રાજદરબારનું ફરમાન હજુ પહોંચ્યું નહોતું. પેટ્રોનિયસ તો શાર્પ બ્રેઈન ધરાવતો ઈન્ટેલીજન્ટ હતો. ભાવિ ભાખી લીધેલું. પોતાને પ્રિય એવી વાનગીઓ તૈયાર કરાવી. શ્રેષ્ઠ રૂપસુંદરી નર્તકીઓનો નાચ અને મધુર ગાયનવાદનની સાંજ સજાવી.

ટેસથી સ્વાદિષ્ટ ભાવતાં ભોજન જમ્યો. નિક્ટ દોસ્તો સાથે મૃત્યુને એવી ફિલોસોફીની નહિ, પ્રકૃતિની કવિતા અને હાસ્યના ટૂચકાઓની વાતો કરી.

ત્યાં રાજા ના સિપાહીઓ ઘૂસ્યા તેને પકડવાના ઇરાદાથી, પેટ્રોનિયસ હસ્યો. ઈશારાથી એમને રોકાવા કહ્યું. વટ એવો કે ઝટ રોકી ન શકાય. પોતાના ચાકરોને બોલાવી એણે એમને ભેટસોંગાદો આપી.
એણે મદિરાનો જામ ઉઠાવ્યો. પોતાની પ્રિયતમા પત્નીને એના ખોળામાં બેસી એ પીવડાવવા કહ્યું.

પીતાં પીતાં પેલા દૂતોને કહ્યું ”સમ્રાટને કહેજો પેટ્રોનિયસ એમના હુકમનો – ગુલામ નથી. આ જામમાં ઝેર ભેળવેલું છે. મેં મનગમતું જમીને, મનગમતા દ્રશ્યો જોતાં સાંભળતા, મનગમતી વાતો સાહિત્યની અને કલાની કરતા, મારા જ ઘરના બગીચામાં મને સૌથી વહાલી એવી અપ્સરા જેવી સુંદર સંગિનીના હાથે હું મારી મરજીથી જીવન સમાપ્ત કરું છું. નીરો ભલે સમ્રાટ રહ્યો, પણ મરવાનું તો એણે ય છે. બધાએ છે. પણ એના નસીબમાં આવું ભવ્ય મોત નહિ હોય. જીવ્યો તો મારી જ મરજીથી. મરું છું ય મારી મોજથી.”

કહેવાય છે કે આટલું કહીને પેટ્રોનિયસે એના ખોળામાં બેઠેલી પત્નીને આલિંગન આપી પ્રગાઢ ચુંબન કર્યું, અને એ પૂર્ણ પરિતૃપ્ત અવસ્થામાં જ દુનિયા છોડી

@pustako_ni_duniya

Posted in भारतीय मंदिर - Bharatiya Mandir

|| સૂર્ય પુત્રી માં તાપી ||

સૂર્ય પુત્રી અને સૂર્યપુર એટલે કે આપણા સુરતની જનની એવી તાપી નદી નો આજે જન્મદિવસ. સુરતના ઉદ્દભવ થી લઈને આજ સુધી અહિ વસતા દરેકે દરેક વ્યક્તિનું તાપી માતાના જળે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સિંચન કર્યું. જેમ એક માતા પોતાના બાળકો ના ભવિષ્ય ઘડતર માટે પોતાને પણ ન્યોછાવર કરી દેવા તૈયાર હોય છે તેમ તાપી માતા એ જાતપાત, ધર્મ, પ્રાંત, કલર, ગરીબ તવંગર, જેવા કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર આપણા સૌનું સિંચન કર્યું. તાપી વગર આપણા સુરતની પરિકલ્પના પણ અસંભવ છે તાપી માતા છે તો આપણે છીએ. આજ ના તાપી જન્મદિવસ નિમીતે સુરતીઓ તરફથી હું તાપી માતાને એમના કરોડો કરોડ ઉપકારો બદલ વંદન કર છું અને યાચના કરુ છું કે “ હે! તાપી માતા અમારા શહેર પર તમારા હેતના નીરમાં કોઈ કમી ના આવવા દેતા” જય માઁ તાપી..

૪૩૬ માઇલ લાંબી તાપી નદીમાં નાની મોટી નવ નદીઓ ભળે છે ૧૦૦૦ વર્ષ પહેલાં મધ્યપ્રદેશના સાતપૂડા પર્વતમાં બૈનુલના મુલતાઇ માલપ્રદેશમાં મા તાપી પ્રગટ થયાં હતા.તાપી કિનારે ૧૦૮ જેટલા તીર્થસ્થાનો મતિ ન ભાષા । યદા ન વિશ્વ ન ચ વિશ્વકર્મા, તદા પ્રયાસ કિલ સૂર્ય દેહા ।” ગંગામાં સ્નાન કરવાથી, રેવાનાં દર્શનથી, સરસ્વતીનું આચમન કરવાથી પવિત્ર થવાય છે. જ્યારે તાપી માતાનું નિત્ય સ્મરણ કરવાથી સઘળાં પાપોનો નાશ થઇ માનવી પવિત્ર બને છે. અષાઢ સુદ સાતમ એટલે તાપી માતાનો પ્રાગટય દિવસ. ભારતીય ગ્રંથો અને મહાપુરાણોમાં તાપી નદીનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ૧૦૦૦ વર્ષ પહેલાં સૂર્ય પુત્રી તાપી માતા પ્રગટ થયાં હતાં અને ત્યાર પછી ગંગા, સરયુ, નર્મદા, ભાષા, સાબરમતી નદીઓ અસ્તિત્વમાં આવી.

મધ્યપ્રદેશના સાતપૂડા પર્વતમાં બૈનુલના મુલતાઇ માલપ્રદેશમાં અષાઢ સુદ સાતમે તાપી માતા પ્રગટ થયાં હતાં. તાપી નદીનાં મૂળ પાસે ધાર, નસીરાબાદ, મેળઘાટ, અમલનેર, બુરહાનપુર, જૈનાબાદ, નાચનખેડા અને ભુસાવળ વગેરે ગામો આવેલાં છે. તાપી નદીનાં મૂળ આગળ ડાબી બાજુ પર દીવાળ, ખોખરી, મોટી ઉતાવળી, મોહના તથા જમણી બાજુએ નાની ઉતાવળી, બોરી, પાંઝરા, ગિરણા અને પૂર્ણા નદીઓ મળેલી છે. જ્યારે તાપી નદી સુરત નજીક સચીનના ડુમસ ગામ આગળ અરબી સમુદ્રને મળે છે. તાપી નદીની લંબાઇ ૪૩૬ માઇલની છે. તાપી નદીના બંને કિનારે ૧૦૮ જેટલા તીર્થો આવેલાં છે. તાપી મહાત્મ્યના ૪૧મા અધ્યાય અનુસાર મહર્ષિ નારદજીએ ભગવાન શંકરની આજ્ઞાાથી તાપીનું માહાત્મ્ય હરી લીધું હતું ત્યાર પછી તાપી અસ્તવ્યસ્ત દશામાં જ રહી છે. જંગલ-ડુંગરો ખડક પરથી ૭૦ કિ.મી. ગુજરાતના અન્ય પ્રદેશમાં વહી રાજપીપળાના ડુંગરા પસાર કરી સુરત જિલ્લાના પીપરિયા ગામથી આગળ થઇ સુરત શહેર નજીક મહાપુરુષ દુર્વાસા મુનિશ્વરની તપોભૂમિ ડુમસના અરબી સમુદ્રમાં તાપીનું સંગમ સ્થાન છે.(સંકલન:SARAS:આપણું ગામ)

તાપી માતાનાં ૨૧ નામ
(૧) સત્યા (૨) સત્યોદ્ભવા (૩) શ્યામા (૪) કપિલા (૫) તાપી (૬) નાસત્યા (૭) સાવિત્રી (૮) કપિલાંબિકા (૯) તપનહ્દા (૧૦) નાસિકોદ્ભવા (૧૧) સહસ્ત્રધારા (૧૨) સનકા (૧૩) અમૃતાસ્યનંદિની (૧૪) સૂક્ષ્‍મતરમાણી (૧૫) સૂક્ષ્‍મા (૧૬) સર્પા (૧૭) સર્પ વિહાપહા(૧૮) તિગ્મા (૧૯) તિગ્મસ્યા (૨૦) તારા (૨૧) તામ્રા.
તાપી માતાના ૨૧ કલ્પો
(૧) પદ્ય (૨) પુષ્કર (૩) શૌર (૪) સાંભવ (૫) ચાંદ્ર (૬) કાશ્યપેચ (૭) ઉપેન્દ્ર (૮) ઐંદ્ર (૯) વારુણ (૧૦) મહાબળ (૧૧) મહેશાન (૧૨) ઉત્કલ (૧૩) કુનાલક (૧૪) પ્રાકૃત (૧૫) મત્સ્ય (૧૬) ઐલાખ્ય (૧૭) કુર્મ (૧૮) વારાહ (૧૯) આદિવરાહ (૨૦) કૃષ્ણવરાહ (૨૧) શ્વેતવરાહ.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

😀कतर के बादशाह ने अपने यहां “रफूगर ” रखा हुआ था!

रफूगर का काम सिलाई करना नहीं था बल्कि बादशाह की बातों को रफू करना था!

दरअसल वह रफूगर बादशाह की हर बात की मरम्मत इस तरह करता कि जनता वाह वाह करती और तालियां बजाती…!

एक दिन बादशाह दरबार लगाकर जनता
को अपने जवानी की शिकार का किस्सा सुना रहे थे…?

जोश में आकर कहने लगे…

एक बार तो ऐसा हुआ कि मैंने आधे किलोमीटर दूर से एक हिरन पर निशाना लगाया…! तीर सनसनाता हुआ गया और… हिरन की बायीं आंख में लगकर दायें कान से होता हुआ पिछले पैर की दायीं टांग के खुर में लगा…
बादशाह को उम्मीद थी कि जनता वाह वाह करेगी!

परन्तु ये क्या !?
चारों तरफ शांति…

बादशाह भी समझ गया कि मैंने ज्यादा लम्बी छोड़ दी…!

बादशाह ने तुरंत रफूगर की ओर देखा…!

रफूगर उठा और बोला:- हजरात में इस वाकए का चश्मदीद गवाह हूं!… दरअसल महाराज एक पहाड़ी के ऊपर खड़े
थे! हिरन काफी नीचे था…😄 हवा भी माफिक चल रही थी वरना आधे किलोमीटर तीर कहां जाता है! जहां तक ताल्लुक है आंख कान और खुर का… तो अरज कर दूं कि जिस वक्त तीर लगा था हिरन दांये खुर से दांया कान खुजला रहा था!

इतना सुनते ही जनता ने तालियां बजाना शुरू कर दिया!…

अगले दिन
बोरिया बिस्तर बांधकर रफूगर जाने लगा…!

बादशाह ने परेशान होकर पूछा:- कहां चले…?

रफूगर बोला:- हूजूर, मैं छोटी-मोटी “तुरुपाई” कर लेता हूं!…

शामियाना सिलवाना हो तो… कांग्रेस के रणदीप सुरजेवाला को रखिए… जो पप्पू की हर बात में “ज्ञान” खोज लेते है !!
🤣😄😅😝

#साभार