ભૂલકણા પિતા અને પુત્ર
ઓફિસથી છૂટીને ઘેર આવવા નોકળ્યો, ભૂખ ખૂબ લાગેલી હતી પણ મમ્મી અને પત્ની બન્ને ઘેર નહોતા એટલે રસ્તામાં પાણીપુરી ની લારી દેખાણી એટલે પાણીપુરી ખાવા ઉભો રહ્યો.
પાણીપુરી વાળા ને ત્યાં ખૂબ ગિરદી હતી એટલે રાહ જોવા સિવાય કોઈ ઉપાય નહોતો.
પાણીપુરી વાળા ની બાજુમાં એક વડીલ(દાદા) ઉભા હતા.
સફેદ સુઘડ લેંઘો ઉપર અડધી બાયનો બુશકોટ એકદમ હસમુખો પણ નિર્વિકાર ચહેરો, ઉમર લગભગ ૬૫/૭૦.
દાદા એકદમ મસ્તીથી પાણીપુરી ની થેલી માં હાથ નાખી એક એક કરીને “કોરી પુરી” મોં માં ઠુસતા જતા હતા.
મારો નમ્બર આવ્યો. હું પડીયો હાથ માં લઇ પાણીપુરી વાળા સામે ઉભો. એક પછી એક ફટાફટ પાંચ પુરી ઝાપટી ગયો.પેટ ની આગ થોડીઘણી બુઝાણી.
પેલા દાદા નો કોરી પુરી ખાવાનો કાર્યક્રમ વ્યવસ્થિત ચાલુ જ હતો. પાણીપુરી વાળો પણ ખૂબ ગુસ્સે થતો હતો, બોલ્યો
“बाबूजी प्लेट देता हुँ। बराबरसे खाओ ना”
દાદા તો ગલોફા માં ને ગલોફામાં હસતા હસતા પુરી ખાવાનું ચાલુ જ રાખતા હતા.
એક પ્લેટ થી હજુ પેટ એટલુ ભરાણું નહોતું એટલે મેં બીજી પ્લેટ ખાવાની શરૂ કરી.
જો કે દાદા હજુ થેલી માંથી કોરી પુરી ગટકાવતા જતા હતા.
“અરે દાદા, સરખી રીતે પ્લેટ માં લઈને ખાવને..” મેં કીધું.
દાદા જેમ ના તેમ, ઉં નહીં કે ચું નહિ, લાગ્યું કંઈક ગડબડ છે.
મારી બીજી પ્લેટ પતવા આવી. દાદા હજુ ત્યાં જ ઉભા હતા.
એટલામાં પાછળથી એક માણસ સ્ફુટી પર આવ્યો.
“ચિંતા ન કરતી, દાદા મળી ગયા છે!!” કોઈકની સાથે મોબાઈલ પર બોલતો હતો. ગળા માં ઓફિસ બેગ, પગ માં સાદા ચપ્પલ,ચાલીસી નો હશે ઉંમરમાં અને તેના ચહેરા પર એના દાદા મળી ગયાની ખુશી દેખાતી હતી.!
એણે ગાડી સાઈડમાં લઈ સ્ટેન્ડ પર ચડાવી.
“શું પપ્પા, આજે પાણીપુરી કે?હજુ ખાવી છે???”
એણે દાદા ને પૂછ્યું. દાદા એ આનો કોઈ જ પ્રત્યુત્તર ન આપ્યો. એણે દાદા ને ગાડી પર બેસાડ્યા અને ખૂબ નમ્રતાથી પાણીપુરી વાળા ને પૂછ્યું કે, દાદા એ કેટલી પાણીપુરી ખાધી અને એના પુરા પૈસા આપી દીધા. આ બધું જોઈને હું નવાઈ પામ્યો.
“આ દાદા કોણ છે તમારા?” મેં પૂછ્યું.
“પપ્પા છે મારા” એનો જવાબ.
“એમને કોઈ તકલીફ છે?” મારો પ્રશ્ન.
“હા એમને “અલ્ઝાયમર” છે”.
એકદમ શાંતિથી એણે કહ્યું. એના બોલવામાં ક્યાંય પણ દુઃખ, તાણ કે ત્રાસ નહોતો.એકદમ સહજતાથી એ બોલતો હતો.
” તો આ દાદા આમ આવી રીતે ગમે ત્યાં ચાલ્યા જાય કે?”
” હા, અત્યારે જ જુઓને, પાંચ કિલોમીટર ચાલીને આવ્યા છે.”
હું તો આભો જ થઈ ગયો જાણે શૉક લાગ્યો.
“તો તમે આમને શોધો કઈ રીતે?” મેં પૂછ્યું.
“અમે દાદા ના ખીસામાં કાયમ એક મોબાઈલ રાખીએ છીએ અને એમાં એક GPS ટ્રેકર લગાવ્યું છે. એની મદદથી આમને શોધી લઉં છું.”
“આવું વારંવાર થાતું હશે”મેં આશ્ચર્ય થી પૂછ્યું.
એ એકદમ સરળ હસીને, સ્મિત સાથે બોલ્યો “મહિના માં એક બે વાર થાય આવું.
“કાળજી રાખો દાદાની ભાઈ, બાપ રે આતો કેવો ત્રાસ ભાઈ” હું બોલ્યો.તો એ ગૃહસ્થ બોલ્યો, “પપ્પા પણ મને નાનો હતો ને રમવા જતો ત્યારે મને શોધીને ઘેર લાવતા, યાત્રા માં હું ખોવાઈ ગયો તો ખોળી ખોળીને મને શોધ્યા કરતા ને લઈ આવતા. એમાં શું વળી ત્રાસ?”
એણે આટલું બોલીને દાદાને વ્યવસ્થિત ગાડી પર બેસાડયા અને નીકળી ગયો.
ખૂબ બધું શીખવા જેવું હતું આ માણસ પાસેથી. આવી ન મટી શકે એવી બીમારી પોતાના વડીલને હોવા છતાં કેટલો એ શાંત હતો એ. બિલકુલ ચીડ ચીડ નહિ કે નહીં કોઈપણ જાતનો મન:સંતાપ.
વડીલો ની જતી જિંદગીમાં નાના બાળક પ્રમાણે સંભાળ લેતા એ માણસ ને મનોમન સલામી આપીને હું નીકળ્યો…
સાચેજ, આપણને પણ આવી રીતે જીવતા આવડશે ખરું??
Month: July 2022
શબ્દની કિંમત …
ગીર નજીક આવેલા એક નાનકડા ગામનો એક વ્યક્તિ પોતાના ઘોડા પર સવાર થઈને જંગલના રસ્તે પોતાના ગામ તરફ આવી રહ્યો હતો, ઘટાદાર વૃક્ષોથી છવાઈ ગયેલા જંગલના રસ્તા પર તે વ્યક્તિ થોડો આગળ પહોંચતા તેને સાવજના કણસવાનો અવાજ આવે છે, ઘોડેસવાર પોતાના ઘોડા પરથી નિચે ઉતરી જ્યાંથી અવાજ આવતો હતો તે તરફ જુએ છે તો ઘાયલો સાવજ દેખાય છે, સાવજને પગમા કાંટો લાગ્યો જોઈ ઘોડેસવાર સાવજના પગ માથી કાંટો કાઢે છે, કાંટો નિકળતા સાવજ ને શાંતિ થાય છે, સાવજ ઉભો થઈ ધોડેસવાર સાથે તે પણ ચાલતો થઈ જાય છે, સાવજ ઘોડેસવાર સવારની પાછળ પાછળ તેમના ગામ સુધી જાય છે, ઘોડેસવાર ઘરે આવે છે સાવજ પણ તેમની પાછળ પાછળ ઘરની બહાર ઉભો રહે છે, જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ સાવજ હર રોજ ઘરધણી (ઘોડેસવાર) ના ઘરે આવે સમય જતા બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ, સાવજ ઘરધણી સાથે જ રહેવા લાગ્યો.
એક દિવસ બન્યુ એવું ઘરધણીને ત્યા મહેમાન આવે છે, મહેમાન દરવાજો ખોલતાં જોવે છે કે એક સાવજ બેઠો છે અને ઘરધણી સાવજના માથા પર હાથ ફેરવી રહ્યા છે, સાવજને ઘરમા બેઠેલો જોઈ મહેમાન ગભરાઈ જાય છે, તે બહાર દરવાજે ઉભો રહી જાય છે, મહેમાનને બહાર ઉભેલા જોય ઘરધણી તેમને અંદર આવવાનુ કહે છે, સાવજ થી ગભરાયેલા મહેમાન બોલી શકતા નથી પણ સાવજ તરફ પોતાનો હાથ કરે છે, સાવજ થી ગભરાયેલા મહેમાનને ઘરધણી કહે છે ગભરાવાની જરૂર નથી અંદર આવો, આ સાવજ તો આપણા પાડેલા કુતરા જેવો છે, ઘરધણીને સાવજને પાડેલા કુતરા જેવો કહેતા સાવજ પગથી માથા સુધી ક્રોધિત થઈ જાય છે પણ મહેમાન આવેલા જોઈને કશુ બોલતો નથી, મહેમાનને ઘરધણીને ત્યા ચા પાણી પીધા અને થોડી વાર બેસી મહેમાનને વિદાય લીધી, મહેમાને વિદાય લીધી ત્યારે સાવજ ઘરધણીને કહે છે,
ભાઈ…. તે મારા પગ માથી કાંટો કાઢ્યો તે મારા પર ઉપકાર કર્યો હતો અટલે હુ તારી પાસે આવું છુ, ભાઈ….. તારી સાથે મને પ્રેમ બંધાયો આથી તારી સાથે મને મજા આવે છે અટલે હુ તારા પાસે આવું છુ, પણ ભાઈ તે આજે મારી મિત્રતાની કિંમત એક પાડેલા કુતરા જેવી કરી? ભાઈ… તારા મહેમાન આવ્યાને તારી આબરૂ ના જાય એટલા માટે હુ બોલ્યો નહી, પણ તુ મહેમાન આવ્યા ત્યારે જે બોલ્યો તે હવે બોલ અટલે તને ખબર પાડુ કે સાવજ કોને કહેવાય ? અને કુતરો કોને કહેવાય ?
સાવજ આટલું બોલ્યો ત્યા ઘરધણી થરથર ધ્રુજવા લાગ્યો થરથર ધ્રુજતા ઘરધણીને સાવજે કહ્યુ, હવે ધ્રુજવાનુ બંધ કર અને સામે પડેલો કુહાડો ઉપાડ અને મારા માથા પર માર,
સાવજ કુહાડો મારવાનું કહેતા, ઘરધણી સાવજને કુહાડો મારવાની ના કહે છે કે હુ કેવી રીતે મારૂ, ઘરધણી કુહાડો મારવાની ના કહેતા સાવજ ઘરધણીને બોલે છે કે…મને કુહાડો માર નહિતર એક પંજો મારી તારા કટકા કરી નાખું, આટલું કહેતા ઘરધણી કુહાડો ઉપાડી સાવજના માથા પર મારે છે, કુહાડો મારતા સાવજના માથા પરથી લોહી વહેવા લાગે છે અને સાવજ ત્યાંથી ચાલ્યો જાય છે…
બે વર્ષ પછી એક દિવસ સાવજ તે ઘરધણી પાસે આવે છે, ઘરધણીને સાવજ કહે છે,
જો ભાઈ, ……..
માથા પર મારેલો કુહાડાનો ઘા તો રૂઝાઈ ગયો,
પણ…
હૈયા પર લાગેલો શબ્દનો ઘા હજુ પણ એમનો એમ છે,
અટલે તો કહ્યુ છે…..
” शब्द संभाल कर बोलिये, ”शब्दके ना हाथ और पांव,
”एक शब्द है औषधि, और ”एक शब्द है घाव…….!!!
રઘુવંશી હિત રાયચુરા
પરીક્ષા
“સુધા..ઓ સુધા..ક્યાં ગઈ..” યોગેશભાઈ એમની પત્ની સુધાબેનને બોલાવી રહ્યા હતા.
“અહીં છું..શું થયું? આવી ગયું?” પૂજાઘરમાંથી સુધાબેને પૂછ્યું..
“ના..હજી વાર છે..તું ત્યાં શું કરે છે? ચાલ..જલ્દી આવ..” ઉત્સાહપૂર્વક યોગેશભાઈ બોલ્યા.
” ના..જ્યાં સુધી પરિણામ નહીં આવે ત્યાં સુધી હું નહીં આવું..” સુધાબેન જીદ પકડીને બોલ્યાં.
“સારું..સારું..હવે..” જતા જતા યોગેશભાઈ સમર્થન આપતા ગયા.
આજે યોગેશભાઈ અને સુધાબેનના દીકરા ચિરાગનું બારમા ધોરણનું પરિણામ આવવાનું હતું. ચિરાગની બે વર્ષની સખત મહેનત, મોજશોખને દીધેલ તિલાંજલિ અને સાથે સાથે માબાપ તરીકે યોગેશભાઈ અને સુધાબેને વેઠેલ આર્થિક અને શારીરિક સંઘર્ષનું આજે પરિણામ હતું.
ચિરાગ ભણવામાં પહેલેથી જ હોંશિયાર..એના ક્લાસમાં કાયમ ફર્સ્ટ આવતો.. સાયન્સ લાઈન લઈને મેડીકલમાં જવાનું સપનું સેવતો..અને એ સપનાને આકાર આપવા માટે સતત પ્રયત્નશીલ રહેતા એના માતાપિતા..ટૂંકા પગારમાં પણ કરકસરથી ઘર ચલાવતા સુધાબેન અને ઓફીસ ટાઈમ પછી ઓવરટાઈમ કરતા યોગેશભાઈનું યોગદાન કંઈ કામ નહોતું.
પરીક્ષામાં ચિરાગના બધા પેપરો સારા ગયેલા..પણ કેમેસ્ટ્રીના પેપર વખતે એ બીમાર પડ્યો તોય સારી તૈયારી હોવાથી આત્મવિશ્વાસ તૂટ્યો નહોતો..પણ પરીક્ષામાં મેથ્સનું પેપર ટફ નીકળતા એ ડગી ગયો..એને માત્ર મેથ્સના પેપરની જ ચિંતા હતી..
આખરે પરિણામ આવી ગયું. પરિણામ જોતા જ ચિરાગ હોશકોશ ખોઈ બેઠો..એના પર જાણે આભ તૂટ્યું..એ મેથ્સના પેપરમાં નાપાસ થયો..એના માબાપને તો જાણે સર્વસ્વ લૂંટાઈ ગયું હોય એવું લાગ્યું. અચાનક લાગેલા આઘાતથી ચિરાગની તબિયત બગડી ગઈ. ઘરમાં ખુશીના બદલે દુઃખનું મોજું ફરી વળ્યું. સ્તબ્ધ બનેલા માબાપને કંઈ સૂઝી રહ્યું નહોતું.
મિત્રો, સગાંવહાલાં ને પડોશીઓની ઉત્સુકતાથી ચિરાગની હાલત વધારે બગડે એ પહેલાં યોગેશભાઈ તાત્કાલિક ચિરાગને લઈને બીજા શહેરમાં એમના મિત્રના ઘરે પહોંચ્યા.
ત્યાં રહીને એમણે મિત્રની મદદથી નાસીપાસ થઈ ગયેલા દીકરાને સતત હૂંફ અને સમજાવટથી ડીપ્રેશનમાં સરી જતા બચાવ્યો.
“પપ્પા, હવે હું શું કરું?” મૂંઝાયેલા ચિરાગે પૂછ્યું.
“તું કહે..શું કરવું છે તારે? પરીક્ષા ફરીથી આપવી છે કે પછી કોમર્સ લાઈન વિશે વિચારીએ?” યોગેશભાઈ ચિરાગનું મન જાણવા ઇચ્છતા હતા.
“પણ એમાંય ફેઈલ થઈશ તો?” ચિરાગ ચિંતાતુર થઈ બોલ્યો.
“ફેઈલ થઈશ તો નવી દિશાનું વિચારીશું..બીજું શું.. એક વાર પ્રયત્ન કરી તો જો….” યોગેશભાઈ હૈયાધારણા આપતા બોલ્યા.
સમય જતાં આત્મવિશ્વાસ કેળવીને ઉભો થયેલો ચિરાગ મન મજબૂત કરીને કોમર્સની પરીક્ષા આપવા બેઠો..સાથે સાથે એના માબાપ પણ જીવનની કઠોર પરીક્ષા આપી રહ્યા હતા..એનામાં વિશ્વાસ કેળવીને..
છેવટે પરિણામની ઘડી પણ આવી પહોંચી..ધડકતા દિલે ચિરાગે પરિણામ ચેક કર્યું તો એને વિશ્વાસ જ ન પડ્યો..પોતાનો નંબર બે-ત્રણ વાર ચેક કર્યો..ને એકદમ ઉછળી પડ્યો..દોડતો જઈને પૂજાઘરમાં બેઠેલા માબાપને પગે પડી ગયો..હર્ષાશ્રુ છલકાયા ને આખા ઘરમાં જાણે દિવાળી જેવો માહોલ થઈ ગયો. હોય જ ને..ચિરાગ પ્રથમ જો આવ્યો હતો એ પણ આખા રાજ્યમાં..
-અંકિતા સોની
એક શેઠે મોટી *શોરૂમ* ખોલ્યો….
અને શોરૂમના ઉદ્દઘાટન માં એક “બુઝુર્ગ” ને બોલાવ્યા.
બધી વિધિ પતી ગયા પછી શેઠે તેમને કહ્યું કે આ દુકાનમાં *”એકવીસ હજાર”* વસ્તુઓ મળે છે. આપને જે જરૂરી હોય તે બેજીજક લઈ લેજો.
“બુઝુર્ગ ” હસ્યા અને બોલ્યા મને આમાંથી એકપણ વસ્તુ જીવવા માટે જરૂરી નથી લાગતી..
મને એ વાતનુ આશ્ચર્ય થાય છે કે માણસો બીનજરૂરી એકવીસ હજાર વસ્તુ વાપરે છે.
એરફ્રેશનર વગર કેટલા જણાનો શ્વાસ રૂંધાઈ ગયો છે ?
હાર્પીક વગર કોની લાદીમાં ધોકડ ઉગી ગઈ છે ?
ફેશવોશ વગર કઈ બાઈને મુછુ ઉગી નીકળી છે ?
હોમ થીએટર લાવી કયો કલાકાર બની ગયો છે ?
કંડીશનરથી કોના વાળ મુલાયમ અને કાળા થયા ?
ડાઈનીંગ ટેબલ વગર જમવા બેસનારને શું ઘુટણનો વા ના થાય ?
હેન્ડવોશ વગર આપણા કયા દાદા ને કરમીયા થયાં હતા ?
ડિઓ છાંટીને નીકળ્યા પછી આપણને
કેટલા દોડી દોડી સુંઘવા આવે છે ?
કુદરતની તમામ વ્યવસ્થાઓ સામે
આપણે ચેલેન્જ કરીએ છીએ.
બાકી…
બગલો કયાં શેમ્પુથી નહાય છે ?
મોરલો પોતાનો રંગ અકબંધ રાખવા કયું વોશ કંડીશનર વાપરે છે ?
મીંદડીને કે દિ’ મોતીયા આવી ગયા ?
સસલાના વાળ કોઈ દિ’ બરડ અને બટકણાં જોયા છે ?
કઈ બકરીનાં દાંતમાં કેવીટી થઈ છે ?
ઈનહેલર કે બામ વગર પણ કુતરાનું નાક ગંધ સુગંધ પારખે જ છે.
અલાર્મ વગર કુકડો ઉઠે જ છે.
મધમાખીને હજી દવા લીધા વગર સુગર કંટ્રોલમાં જ છે.
સીસીટીવી કેમેરા વગર કઈ ટીટોડીના ઈંડા ચોરાઈ ગયા છે ?
આજકાલના માણસને દુ:ખી કરવો બહુ સહેલો છે.
માણસ પૈસા ખર્ચીને દુ:ખી થવાની ચીજો ખરીદી લાવે છે.
નેટ બંધ કરો તો દુ:ખી,
લાઈટ જાય તો દુ:ખી,
મોબાઈલનું ચાર્જર બગડે દુ:ખી,
ટીવીનો કેબલ કપાઈ તો દુ:ખી,
મચ્છર મારવાની દવા ન મળે તો દુ:ખી,
બહેનોને યોગ્ય મેકઅપ ના મળે તો દુ:ખી,
કપડાંની જોડીનું મેચીંગ ના મળે તો દુ:ખી.
આ વર્તમાનમાં માણસને દસ મીનીટમાં વીસ પ્રકારે દુ:ખી કરી શકાય.
જયારે ગોળ સાથે બે રોટલા દબાવી પીલુડીને છાંયે પાણાનું ઓશીકું કરી સુઈ જાય ત્યારે તેને દુ:ખી કરવો હોય તો ખુદ ચૌદ-ભુવનના માલીકને આવવું પડે.
જેમ સગવડતા વધે એમ દુ:ખી થવાની તકોમાં ઉમેરો થતો રહે છે.
જો તમને આ વાત સારી અને સાચી લાગે તો તમે પણ “એક વાર વિચારજો”.
*આભાર…..*
ઉધમ સિંહ
#ઇતિહાસમા_આજનો_દિવસ. – ઉદ્યમસિંહને ફાંસી
🌹 જલીયાવાલા બાગ હત્યાકાંડના જવાબદાર ડાયરને
ઉદ્યમસિંહે ગોળીઓથી વિંધી નાખીને બદલો લીધો.
” હું મારા જીવની પરવા નથી કરતો. જો મોતની રાહ જોતાં જોતાં હું ઘરડો થઇ જાઉં તો મારા જીવનનો શું ફાયદો? જો મરવાનું જ છે તો હું જવાન મોત મરવા માગીશ અને હવે હું એ જ કરી રહ્યો છું. હું મારા દેશ માટે મરી રહ્યો છું.”
આ એ શબ્દો છે કે જે અમર શહીદ ઉદ્યમસિંહે ૩૧ જુલાઇ, ૧૯૪૦ના રોજ પોતાના આખરી સમયે કહ્યા હતા. આ ક્રાંતિકારીએ જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા માટે અંગ્રેજ અધિકારી જનરલ ડાયરને લંડનમાં જઇને મારી નાખ્યો હતો. આ બાદ ઉદ્યમસિંહનું નામ ભારતીય ઇતિહાસમાં અમર થઇ ગયું છે.
૧૩ એપ્રિલ, ૧૯૧૯ના રોજ અમૃતસરના જલિયાવાલા બાગમાં દેશભક્ત ડો.સત્યપાલ અને સૈફુદ્દીન કિચલુની ધરપકડ અને રોલટ એક્ટના વિરોધમાં એક સભાનું આયોજન કરાયું હતું. આ સભામાં લગભગ ૧૦૦૦૦ લોકો હાજર હતા. આ દરમિયાન અંગ્રેજ અધિકારી જનરલ ડાયરે પોતાના સિપાહીઓ સાથે આ સભા પર અંધાધૂંધ ગોળીબાર કરતાં હજારો ભારતીયોનાં મોત થયાં હતાં.
ઉદ્યમસિંહ આ નરસંહારથી ખૂબ વિચલિત થયા હતા. તેમણે જનરલ ડાયરને ખતમ કરી દેવાના શપથ લીધા હતા. આ હત્યાકાંડના થોડા જ દિવસો બાદ ડાયર ઇંગ્લેન્ડ ચાલ્યો ગયો હતો.
પોતાના મિશનને આગળ ધપાવવા ઉદ્યમસિંહ વિવિધ નામોથી આફ્રિકા, નૈરોબી, બ્રાઝિલ અને યુ.એસ. ૧૯૩૪ માં, ઉદ્યમસિંહ લંડન પહોંચ્યા અને ત્યાં 9, એલ્ડર સ્ટ્રીટ કમર્શિયલ રોડ પર નિવાસ કર્યો. ત્યાં તેણે મુસાફરીના હેતુથી એક કાર ખરીદી અને તેના ધ્યેયને પૂર્ણ કરવા માટે છ ગોળીઓવાળી રિવોલ્વર પણ. ભારતના આ વીર ક્રાંતિકારી માઇકલ ઓ ડાયરના ઠેકાણાની સ્થાપના માટે યોગ્ય સમયની રાહ જોતા હતા.
ઉદ્યમસિંહને ૧૯૪૦ માં તેના સેંકડો ભાઈ-બહેનોના મોતનો બદલો લેવાની તક મળી.
તેમને પોતાનું આ કામ પાર પાડવામાં ૭ વર્ષ લાગી ગયાં હતાં.
દરમિયાન ૧૩ માર્ચ ૧૯૪૦ના રોજ જનરલ ડાયર લંડના કોક્સટન હોલમાં એક સભામાં સામેલ થવા ગયો હતો. જ્યાં તેની પાછળ-પાછળ પહોંચી ગયેલા ઉદ્યમસિંહે એક મોટી ચોપડીનાં પાનાં વચ્ચે રિવોલ્વર છુપાવી રાખી હતી. મોકો મળતાં જ તેમણે મંચ પર બેઠેલા ડાયર પર નિશાન તાકીને ૬ ગોળી ચલાવી હતી. જેમાં ડાયરને બે ગોળી વાગતાં જ તે ઢળી પડ્યો હતો. ડાયરને મારી નાખીને ભાગી જવાને બદલે ઉદ્યમસિંહે જાતે જ સામે ચાલીને ધરપકડ વ્હોરી લીધી હતી અને પોતાનું જીવન દેશને સમર્પિત કરી દીધું હતું.
તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ૪ જૂન ૧૯૪૦ ના રોજ ઉધમ સિંહને ખૂનનો દોષી ઠેરવવામાં આવ્યો હતો અને ૩૧ જુલાઈ ૧૯૪૦ ના રોજ તેને પેન્ટનવિલે જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
અમર કથાઓ
🙏#શહિદે_આઝમ_ઉદ્યમસિંહ ને કોટી કોટી વંદન.🙏

રાધા પટેલ
गधा
बोझा ढोने के बाद गधे का मालिक उसे घर के बगल में एक पेड़ से बांध देता था।गधा वहीं खाता,रेंकता और आराम करता।
उस पेड़ के उपर एक भूत रहता था।एक दिन भूत ने मजे लेते हुए गधे के गले की रस्सी खोल दी।
गधा जैसे ही आजाद हुआ बगल के खेत में घुस गया और सारी फ़सल चट कर डाली।
सवेरे खेत के मालिक ने जब गधे की करतूत देखी तो गुस्से में आग बबूला हो गया और गधे को गोली मार दी।
गधे के मालिक ने अपने गधे की लाश देखी तो दौड़ता हुआ गया और उसने किसान की पत्नी की हत्या कर दी।
अपनी पत्नी की लाश देखकर किसान पागल हो गया और उसने गधे के मालिक के घर में आग लगा दी और सब कुछ नष्ट कर दिया
फिर किसान ने उदास होकर रोते बिलखते हुए पेड़ पर रहने वाले भूत से पूछा …. ये तुमने क्या किया? हम सबों की जिंदगी बर्बाद कर दी?
भूत ने कहा …. मैंने क्या किया? मैंने तो बस गले की रस्सी खोली।सारा कांड तो तुम लोगों ने किया है
मीडिया वही भूत है… रोज़ शाम को डिबेट में किसी न किसी समस्या रूपी गधे की रस्सी खोल देता है।और फिर हम और आप एक दूसरे को नष्ट कर देते हैं।और मीडिया अपने आप को दूध का धुला बता कर पल्ले झाड़ लेता है।
अब तो समझिए!!!!
हरीश शर्मा
दूसरे की गलती
दूसरे की गलती
एक बार गुरु श्यामानंद ने अपने चार शिष्यों को एक पाठ पढ़ाया। पढ़ाने के बाद वह अपने शिष्यों से बोले, ‘अब तुम चारों इस पाठ का बार-बार अध्ययन कर इसे याद करो। इस बीच यह ध्यान रखना कि तुम में से कोई बोले नहीं। थोड़ी देर बाद मैं तुमसे इस पाठ के बारे में बात करूंगा।’ यह कहकर श्यामानंद वहां से चले गए। उनके जाने के बाद चारों शिष्य अलग-अलग बैठकर पाठ का अध्ययन करने लगे।
अचानक बादल घिर आए और वर्षा की संभावना बन गई। यह देखकर एक शिष्य बोला, ‘लगता है, तेज बारिश होगी।’ यह सुनकर दूसरे ने कहा, ‘तु?हें बोलना नहीं चाहिए था।’ तभी तीसरा बोला, ‘तुम लोगों ने बोलकर गुरुजी की आज्ञा भंग कर दी है।’ चौथा शिष्य चुपचाप पाठ पढ़ता रहा। इसी बीच श्यामानंद वहां आ गए। उन्हें देखकर पहला शिष्य बोला, ‘गुरुजी, यह मौन नहीं रहा और बोलने लगा।’ दूसरा शिष्य बोल पड़ा, ‘तो तुम कौन सा मौन थे। तुम भी तो बोल पड़े थे।’ तीसरे ने कहा, ‘इन दोनों ने बोलकर आपकी आज्ञा भंग कर दी है।’ यह सुनकर दोनों तपाक से बोले, ‘तुम भी तो बोल ही पड़े थे।’ मगर चौथा शिष्य अभी भी चुप था।
उसे देखकर गुरुजी बोले, ‘तुम में से केवल इसने ही मेरी आज्ञा मानी। यह निश्चय ही आगे चलकर बड़ा और महत्वपूर्ण कार्य करेगा क्योंकि इसके भीतर पर्याप्त धैर्य और एकाग्रता है। यह किसी के बहकावे में नहीं आता न ही किसी क्षणिक हलचल से विचलित होता है। तुम तीनों के भविष्य को लेकर मुझे शंका है क्योंकि तुम तीनों एक दूसरे का दोष निकालने के कारण स्वयं भी गलती कर बैठे। अधिकतर लोग ऐसा ही करते हैं। वे दूसरे को उसकी गलती बताने के चक्कर में स्वयं भी गलती कर बैठते हैं और फिर स्वयं कब गलत मार्ग पर चलने लगते हैं, इसका उन्हें आभास तक नहीं होता।’ यह सुनकर तीनों शिष्यों का सिर शर्म से झुक गया
मुनिन्द्र मिश्रा

शिव
ये: करोति महेशस्य तस्मै तुष्टो भवेच्छिव: l
प्रदक्षिणास्वशक्तोऽपि ये: स्वान्तेचिन्तयेच्छिवम्॥
(श्री शिवगीता आ-१-श्लोक-२६)
भाषांतर:-
जो मनुष्य नित्य नियम पूर्वक नमस्कार या प्रदक्षिणा शिवजी को करते हैं, उसके उपर भी शिवजी प्रसन्न होते हैं, और जो प्रदक्षिणा करने के लिए असमर्थ है वह लोग भी जो केवल मनोमन शिवजी का अंत:करण पूर्वक ध्यान करता है ,उसके उपर भी शिवजी अवश्य प्रशन्न होते हैं॥
(श्री शिवगीता आ-१-श्लोक-२६)
अतीत… ✍
🙏ॐ नमो नारायण
बेताल और विक्रम
बे-ताली
बेताल ने विक्रमादित्य के कंधे पर सवार होते ही कहा चलो आज फिर तुम्हें एक कहानी सुनाता हूँ
रमा का शादी के बाद से ही नियम ही बन गया था, घर के बाहर पीपल के पेड़ को रोज जल देना और शाम को दीपक जलाना। उम्र के तीसरे पड़ाव में भी उसका नियम नहीं टूटा। सड़क के चौड़ी करण के कारण पेड़ के काटे जाने की खबर से रमा दुखी थी। जब भी पेड़ को जल देती मन में दुख का तूफान लहराने लगता। और दो बूंद खारे पानी की भी गिरा देती। एक दिन तेज हवा चलने से पीपल का पेड़ धराशाई हो गया।
कंधे पर लदे बेताल ने प्रश्न किया ” राजन पीपल के पेड़ की जड़ें तो बहुत मजबूत होती हैं, फिर हवा से पेड़ कैसे गिर गया ?”
विक्रम ने जवाब दिया।”वैज्ञानिकों ने साबित कर दिया है, पेड़ों में भी जान होती है। तो संवेदनाएं भी होगीं। लम्बे समय से जल देने से रमा और पेड़ के बीच एक अटूट रिश्ता बन गया था। खारे पानी की बूंद गिरने पेड़ ने दुखी होकर अपनी जड़ें ढीली करना शुरू कर दिया। पेड़ जानता था जब उसे काटा जाएगा
तो उससे ज्यादा दर्द रमा को होगा। असमय मृत्यु का दर्द सामान्य मृत्यु के दर्द से अधिक होता है। उसे तो मरना है जब यह तय था। तो सामान्य मृत्यु से ही क्यों न मरे।”
“सही कहा तुमने, अब एक बात और बताओ।”बेताल बोला
“नहीं, मेरा मौन तो टूट गया है, तुम अपने पेड़ पर जाकर लटको।”विक्रम ने उकताकर कहा।
“मैं अब तुम्हारे कंधे से नहीं उतर सकता क्योंकि कभी सुंदरता के नाम पर तो कभी विकास के नाम पर पेड़ों का जो कत्लेआम हुआ है, मेरे लटकने के लिए अब पेड़ बचा ही कहाँ है ?”
मधु जैन जबलपुर
मधु जैन
रेडलाइट एरिया में एक राजा आने वाला है का समाचार सुन एक वेश्या ने 6 हजार रुपए कर्ज लेकर उस पैसे से अपने कमरे को रंग-रोगन कराकर खूब सजा लिया।
राजा आया। कमरे की खूबसूरती से मोहित हो उसी वेश्या के पास रात गुजारी और सुबह उसे मात्र एक चवन्नी देकर चला गया।
6 हजार का कर्जा लेकर तैयारी की और राजा ने चवन्नी दी ये सोच वेश्या बड़ी दुखी हुई।
लेकिन वेश्या होशियार थी।
उसने मुठ्ठी में चवन्नी दबाई और लोगों के बीच बोलने लगी कि, राजा ने मुझे एक कीमती चीज गिफ्ट की है और मैं उसे नीलाम करना चाहती हूँ। बोली लगाओ….
राजा का गिफ्ट है सोच, किसी ने 10 हजार की बोली लगाई।
बोली बढ़ते-बढ़ते 50 हजार तक पहुँची लेकिन वेश्या ने बोली और बढ़ाने को कहा।
राजा तक खबर जा पहुँची की, वह वेश्या उसकी दी गिफ्ट मुठ्ठी में बंद किए हुए है, किसी को दिखाती नहीं और नीलामी की बोली लगवा रही है।
राजा तो जानता था कि उसने तो वेश्या को रात गुजारी की चवन्नी दी है और लोगों को पता चलेगा तो बड़ी बेइज्जती होगी।
राजा भागा-भागा वेश्या के पास गया और बड़े प्यार मुहब्बत से वेश्या से बोला : ” मेरी जान, मेरी डार्लिंग, मैं तुझे सवा लाख रुपए देता हूँ मगर मुठ्ठी खोलकर चवन्नी किसी को दिखाना नहीं। “
बस तभी से ये कहावत बनी कि
खुली मुट्ठी खाक की
बँधी मुठ्ठी सवा लाख की.
😂😂😂😂
😂😂😂😂