Posted in हास्यमेव जयते

એક મહિલા પોતાની પરેશાની માટે એક સાધુબાબાને મળવા આશ્રમ ગઈ

બાવાજીએ સારી વાત ધ્યાનથી સાંભળીને કહ્યુ કે બેટા બધુ બરાબર થઈ જશે પરંતુ એના માટે વિધી કરવામા થોડો ખર્ચ થશે

એટલે મહિલા એ પુછ્યુ કે કેટલો થશે ?

બેટા તારી પાસે થી વધુ નહી લઈ શકુ પણ પુરાણોમા ૩૩ કરોડ દેવી દેવતાઓ છે તો બસ એક દેવતા દિઠ એક પૈસો જ દાન કરજે

( મહિલાએ મનોમન ગણત્રી કરી કે આ બાવો ૩૦ લાખ માંગી રહ્યો છે )

એ હોંશિયાર હતી એટલે એણે કહ્યુ કે બરાબર છે
તમે એક પછી એક નામ બોલતા જાઓ અને હુ તમને પૈસા આપતી જઈશ
બાવો ચક્કર ખાઈ ગયો

સ્ત્રીઓને કમજોર ના સમજશો કેમ કે કદાચ ઘણા તો એમના કારણે જ બાવા બન્યા હશે

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ઓશોની એક દૃષ્ટાંત કથા પ્રેરક છે.
એક માણસ થાક્યો પાક્યો કામ પરથી ઘેર આવે છે અને પોતાની પત્નીને પાણી લાવવા માટે કહે છે. પત્ની પાણી લઈને આવે તે પહેલા તેને ઊંઘ આવી જાય છે. વહેલી સવારે જ્યારે આંખ ખૂલે છે તો પત્ની પાણીનો ગ્લાસ લઈને ઊભી છે.
પતિએ કહ્યું તું અહીં અત્યારે પાણીનો ગ્લાસ લઈને કેમ ઉભી છો ? પત્નીને કહ્યું: તમે ઑફિસેથી આવીને પાણી મગાવ્યું અને હું પાણી લઈને આવી ત્યાં તમે ઊંઘી ગયા. તમને ખલેલ પાડવાનું મને ઉચિત લાગ્યું નહીં, પરંતુ મને થયું કે તમારી આંખો ખૂલશે અને તમને પાણીની જરૂર પડશે તો એટલે હું ઊંઘી નહીં અને પાણીનો ગ્લાસ લઈને ઊભી છું.
પતિએ કહ્યું; તું કેવી ગાંડી છે. આમ આખી રાત ઊભા રહેવાની શું જરૂર હતી? પત્નીએ કહ્યું; મને ઊંઘ આવી જાય તો તમને પાણી કોણ આપે?
આ વાત આખા ગામમાં પ્રસરી ગઇ. રાજાના કાન સુધી આ વાત પહોંચી. રાજા ખુદ પતિવ્રતા નારીના દર્શન માટે આવ્યા. તો ગામલોકો પણ એકઠા થઇ ગયા. કોઈએ ફૂલ ચઢાવ્યાં, કોઈએ ભેટ આપી તો કોઈએ પ્રશંસાના પુષ્પો વેર્યા. રાજાએ સોનાના હારની ભેટ આપીને કહ્યું; આવો અદ્ભુત પ્રેમ મેં કદી જોયો નથી.
આ બધું જોઈને પાડોશમાં રહેતી સ્ત્રીને આગ લાગી ગઈ. તે ઈર્ષ્યાથી જલી ઊઠી. તેણે કહ્યું, આમાં કઈ મોટી વાત છે. તેણે ક્યો મોટો મીર માર્યો છે. તેણે પોતાના પતિને કહ્યું, એક રાત તો શું હું દશ રાત આમ ઊભી રહી શકું છું.
તેણે પોતાના પતિને કહ્યું; આજે થાક્યા પાક્યા તમે મોડા આવજો. આવીને પથારીમાં આડા પડી જજો અને મારી પાસે પાણી મગાવજો. હું પાણી લઈને આવું ત્યાં સુધીમાં તમે ઊંઘી જજો અને હું પાણીનો ગ્લાસ પકડીને ઊભી રહી જઈશ.
પતિએ તેના કહ્યાં મુજબ થાકેલો નહોતો પણ થાકેલો હોવાનો દેખાવ કર્યો. તરસ લાગી નહોતી છતાં પાણી માગ્યું અને ઊંઘ આવતી ન હોવા છતાં પત્નીને ખાતર પથારીમાં આંખો મીંચીને પડી રહ્યો અને છેવટે ઊંઘ આવી ગઈ. પત્ની થોડીવાર ગ્લાસ પકડીને ઊભી રહી પછી તેને થયું કે અહીં આખી રાત જોવાવાળું કોણ છે. નિરાંતે ઊંઘી લઉં. સવારે પ્યાલો લઈને પાછી ઊભી રહી જઈશ.
સવારે પતિની આંખો ખૂલી પણ પત્ની તો પથારીમાં નીરાતે ઊંઘતી હતી. પતિએ પાછી આંખો બંધ કરી દીધી. અંજવાળું થઈ ગયું પણ પત્ની જાગી નહીં. પતિએ ઊંઘમાં હોવાનો ડોળ કર્યો.
થોડીવાર પછી પત્ની જાગી અને પાણીનો ગ્લાસ પકડીને ઊભી રહી ગઈ. અને પતિને ઉઠાડીને આ વાત આજુબાજુ ફેલાવી દીધી, પણ રાજા આવ્યા નહીં અને ગામ લોકો પણ આવ્યા નહીં.
આ સ્ત્રીને ખૂબ ગુસ્સો આવ્યો અને તે રાજાનાં દરબારમાં પહોંચી અને કહ્યું; આ તે કેવો ન્યાય છે એક એવું કરે તો તેનું સન્માન થાય અને અમે એવું કરીએ તો અમારો ભાવ પણ ન પૂછાય. એક એવું કરે તો સોનાનો હાર મળે અને બીજાની સામે પણ ન જોવાય. તમે કેવા રાજા છો ? તમારો ન્યાય કેવો છે ?
રાજાએ કહ્યું; તું એકદમ પાગલ છો. તેણે સન્માન મેળવવા માટે આમ કર્યું નહોતું. થઈ ગયું હતું. તે સન્માન મેળવવા માટે આમ કર્યું એટલે બધું જૂઠું થઈ ગયું. તે મારા દરવાજા પર આવી નહોતી. અને તું મારા દરવાજા સુધી પહોંચી ગઇ. જે સ્વાભાવિક હોય છે તે કરવું પડતું નથી, એની મેળે થઈ જાય છે.
સારા હોવું, નૈતિક હોવું, ધાર્મિક હોવું સારું છ, પરંતુ તેમાં દંભદિખાવટ હોવી જોઈએ નહીં. માણસ જે બહારથી થોભે છે તે લાંબો સમય ટકતું નથી. આપણું પોતાનું સત્ય આપણને તારે છે, બીજાનું નહીં. કંઈક પ્રાપ્ત કરવા માટે કસોટીમાંથી પસાર થવું પડે છે.