Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

બુઢાપો લાવો તો જ આવે 👍🏻
બાકી જિંદગી ની શું મિસાલ છે કે એ તમને વૃદ્ધ કે લાચાર કરે 🙏🏻
જીવન જીવવું અને માણવું એ બંને વચ્ચે ઘણો તફાવત છે…
પહેલી વાર સ્મશાને ગયો હતો તો ખુબ રોયો હતો,
પણ હવે તો સમાજે મને નનામી બાંધતા પણ શીખવાડી દીધી છે…
તેથી જીવનને માણો અને આનંદથી જીવો…
60 વર્ષ સુધી સૌ એમ કહે છે ‘સમય મળતો નથી !’
અને 60 પછી સૌ એમ કહેતા સંભળાય છે કે ‘સમય જતો નથી !’
સરવાળે સરેરાશ માનવીનું જીવન જન્મથી મૃત્યુ સુધી ‘ઈન્ડસ્ટ્રિયલ બૅલ્ટ’ પરથી જેમ વસ્તુઓ પસાર થતી હોય છે, એમ વીતી જાય છે.
ભાગ્યે જ કોઈક ‘મનુષ્ય’ બનવાની દિશામાં પ્રયાસ કરે છે.
સૌથી અઘરું કામ પોતાની ઓળખ મેળવવાનું છે !
મનોરંજન માટે ગમે તેટલા અદ્યતન ઉપકરણો શોધાય, પરંતુ માણસને માણસની જરૂરત રહેવાની જ.
ઓટલા પર આસપાસના બાળકો રમતા હોય, પડોશીઓ સૌ સાથે બેસીને તુવેરશીંગ ફોલતા હોય અને વડીલોના ખોળામાં ત્રીજી પેઢી હીંચકતી હોય – આવો આનંદ દુનિયાનું કોઈ સાધન આપી શકે નહીં.
ઘડપણમાં વડીલોને ‘વેબકૅમ’ની નહીં પરંતુ વ્હાલભર્યા સ્પર્શની જરૂરત હોય છે એટલું જો સમજીએ તો વિકાસના નામે થતી ઘણી ભાગદોડ ઓછી થઈ જાય !
જિંદગી એ કુદરતે બનાવેલો એવો પ્રોગ્રામ છે, જેમાં સમયે સમયે નવા ફીચર્સ ઉમેરાતા જ જવાના છે.
જિંદગી જેમ આગળ વધે તેમ નવા પડકારો, નવા પ્રશ્નો, નવી સમસ્યાઓ ઉમેરાતી જ જવાની છે.
દરેક વ્યક્તિને જિંદગીમાં એવો સવાલ થતો જ હોય છે કે આ બધું ક્યારે પૂરું થશે ?
ક્યારે થોડીક નિરાંત કે હાશ મળશે ?
યાદ રાખો, એવું ક્યારેય થવાનું જ નથી.
તમારા મન ને એવી જ રીતે તૈયાર કરો કે તમારે ઝઝૂમવાનું છે, સતત લડતા રહેવાનું છે, જીતવાનું છે અને ક્યારેય થાકવાનું નથી.
એક બાળક કમ્પ્યુટર પર ગેઇમ રમતો હતો.
એ જેમ જેમ આગળ વધતો જતો હતો તેમ તેમ અઘરાં સ્ટેજ આવતાં જતાં હતાં.
ગેઇમ પૂરી થાય ત્યારે એ ફરીથી ગેઇમ શરૂ કરતો.
દર વખતે તેનો એક જ ઉદ્દેશ રહેતો કે વધુમાં વધુ સ્ટેજ પૂરાં કરવાં.
બાળક વિચારતું હશે કે 10 સ્ટેજ પસાર કરો પછી તો એક સરળ સ્ટેજ આવવું જોઈએ ને ?
પણ એવું નથી થતું અને ક્યારેય નથી થવાનું.
જિંદગીનું પણ એવું જ છે.
જેમ આગળ વધતાં જશો એમ વધુ ને વધુ અઘરાં સ્ટેજ આવતાં જવાનાં છે.
મહત્ત્વની વાત એ જ છે કે તમે ગેઇમ એન્જોય કરો.
કોઈ પણ સંજોગોમાં હતાશ ન થાવ.
માણસ બધી જ વસ્તુનું વ્યવસ્થિત પ્લાનિંગ કરે છે
કરિયર, સેવિંગ્ઝ, રોકાણ, ઇન્કમ અને ખર્ચનું પ્લાનિંગ આપણે કરતા રહીએ છીએ.
નફો થાય તો ક્યાં રોકવો અને ખોટ જાય તો કેવી રીતે ભરપાઈ કરવી ?
બધું જ પરફેક્ટ પ્લાન કરનારો માણસ માત્ર જીવવાનું જ પ્લાનિંગ કરતો નથી.
ઘણી વખત તો બીજાં પ્લાનિંગ જ જીવવાના પ્લાનિંગને ખાઈ જતાં હોય છે
તમારી પાસે જીવવાનું પ્લાનિંગ છે ?
આટલો સમય હું પત્ની, સંતાન, પ્રેમી કે પરિવાર માટે ફાળવીશ અને આટલો સમય હું મારા માટે રાખીશ.
તમે વિચાર કરજો આખા દિવસના શિડયુલમાં તમે તમારા માટે કેટલો સમય ફાળવ્યો છે ? બોસને રાજી રાખવા માટે તમે જેટલો પ્રયત્ન કરો છો એનાથી અડધો પ્રયાસ પણ પરિવાર, મિત્ર, કે પ્રેમી માટે કરો છો ?
તમારા પડકારો, તમારા ધ્યેય, તમારાં શિડયુલ્સ વચ્ચે પણ તમે તમારી જિંદગી જીવો એ મહત્ત્વનું છે.
પડકારો અને પ્રોબ્લેમ્સ તો વધતાં જ જવાના છે.
આ બધામાં જ જો તમે ખોવાઈ જશો તો એક સમય એવો આવશે કે તમે જ તમને નહીં મળો. યાદ કરો….
“છેલ્લે તમે તમને પોતાને ક્યારે મળ્યા હતા ? “….

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s