Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ખુબજ સરસ વાત છે. ધ્યાન થી વાંચજો અને સમજવાનો પ્રયત્ન કરજો

” ગડબડ ક્યાં થઈ ?? “

એક બહુ જ હોશિયાર છોકરો હતો… હમેશા ફર્સ્ટ જ આવતો…
આવા છોકરાવ ને બહુ જ જલ્દી સિલેકસન મળી જાતુ હોય છે એમ આ છોકરા ને પણ મળી ગયું…

IIT ચેન્નઈ માં કરી ને B.Tech કર્યું અને પછી અમેરિકા જઇ ને MBA કર્યું..

તરત જ નોકરી મળી ગઈ અને દેશ માં ખૂબ જ સુંદર કન્યા સાથે પરણી ગયો અને 3 બેડ ના ફ્લેટ માં આરામ ની જિંદગી જીવવા લાગ્યો…

સુખ અને માત્ર સુખ જ હતું છતાં એણે એક દિવસ સ-પરિવાર આત્મહત્યા કરી લીધી…

What Went Wrong ? ગડબડ ક્યાં થઈ ?

આ પગલું ભરતા પહેલા એણે કાયદેસર રીતે બધુ જ સમજી વિચારી ને પોતાની પત્ની સાથે ચર્ચા કરી ને સ્યૂસાઇડ નોટ માં લખ્યું કે અત્યાર ની પરિસ્થિતી માં આ જ પગલું શ્રેષ્ઠ છે !!!

એના આ કેસ ને અને સ્યૂસાઇડ નોટ ને

California Institute of Clinical Psychology એ ‘What went wrong ?‘ જાણવા માટે સ્ટડી કર્યું !!!
કારણો મળ્યા…

અમેરિકા ની આર્થિક મંદી ના લીધે એની નોકરી ગઈ… પછી બીજી નોકરી મળી જ નહીં… પગાર ઓછો કરવા છતાં 12 મહિના નોકરી ના મળી અને મકાન ના હપ્તા અને ઘર ખર્ચ કાઢતા રોડ પર આવી જાય એવી હાલત થઈ…

થોડા દિવસ પેટ્રોલ પંપ પર નોકરી કરી ને ઘર ચલાવ્યું એવું જાણવા મળ્યું પણ પછી થોડા જ સમય માં સ-પરિવાર આત્મહત્યા કરી લીધી !!!
આ કેસ ને સ્ટડી કરતાં એક્સપર્ટ આ તારણ પર આવ્યા કે “This man was programmed for success but he was not trained how to handle failure. ” મતલબ કે આ વ્યક્તિ ને સફળ કેમ થાવું એ તો શિખડાવવા માં આવ્યું હતું પણ અસફળતા નો સામનો કેમ કરવો એ નહોતું શિખડાવ્યું !!!

એના માં બાપે હમેશા એણે ફર્સ્ટ કેમ આવવું એ જ શીખવ્યું અને દુનિયા ના ઉતાર ચડાવ દેખાડયા જ નહીં અને બસ રૂમ માં બેસાડી ને ભણ-ભણ જ કહ્યે રાખ્યું…

મિત્રો, બાળકો ને શિક્ષણ જરૂર આપો પણ સાથે સાથે આ જંગલ રૂપી દુનિયા માં કેમ ટકવું એ સંસ્કાર અને શીખ પણ આપો…

દરેક પરિસ્થિતિ નો ધીરજ સાથે સામનો કેમ કરવો, વિવેક રાખવો અને સહનશીલતા રાખવી એ પણ શિખડાવો

જીવન માં શિક્ષણ ફક્ત પુસ્તકિયું જ ન હોવું જોઈએ. પણ જિંદગી કેમ જીવવું એનું પણ આપને શીખવવું જોઈએ.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

*મહારાજા દેપાળદે ગોહિલ-ભાવનગર*

“દિલાવરી ની વાર્તા”

ઉનાળો આવ્યો છે. ધોમ તડકો ધખે છે. આભમાંથી જાણે અગ્નિ વરસે છે. ઊની ઊની લૂ વાય છે. પારેવાં ફફડે છે.
ચૈત્ર મહિનો ગયો. વૈશાખ ગયો. જેઠ આવ્યો. નદી-સરોવરનાં પાણી સુકાણાં, ઝાડવાંનાં પાન સુકાણાં, માણસોનાં શરીર સુકાણાં, પશુ-પંખી પોકાર કરવા લાગ્યાં. રાજા દેપાળદે ગોહિલ ભગવાનના ભક્ત છે; રાતે ઉજાગરા કરે છે, પ્રભુને અરજ કરે છે : ‘હે દયાળુ ! મે’ વરસાવો ! મારાં, પશુ, પંખી અને માનવી ભૂખ્યાં-તરસ્યાં મરે છે.’

પ્રભુએ જાણે રાજાજીની અરજ સાંભળી. અષાઢ મહિનો બેઠો ને મેહુલા વરસવા લાગ્યા. ધરતી તરબોળ થઈ. ડુંગરા ઉપર ઘાસ ઉગ્યાં. દેપાળદે ઘોડે ચડ્યા. રાજ્યમાં ફરવા નીકળ્યા. ‘જોઉં તો ખરો. મારી વસ્તી સુખી છે કે દુ:ખી ? જોઉં તો ખરો , ખેડૂત ખેતર ખેડે છે કે નહિ ? દાણા વાવે છે કે નહિ ? તમામનાં ઘરમાં પૂરા બળદ ને પૂરા દાણા છે કે નહિ ?’

ઘોડે ચડીને રાજા ચાલ્યા જાય : ખેતરે ખેતરે જોતા જાય. મોરલા ટૌકે છે, પશુડાં ચરે છે, નદીઓ ખળખળ વહે છે, અને ખેડૂતો ગાતા ગાતા દાણા વાવે છે. સહુને સાંતીડે બબ્બે બળદો : બળદો પણ કેવા ! ધીંગા અને ધફડિયા.

પણ એક ઠેકાણે રાજાજીએ ઘોડો રોક્યો. જોઈ જોઈને એનું દિલ દુભાયું. કળીએ કળીએ એનો જીવ કપાયો. એક માણસ હળ હાંકે છે. પણ હળને બે બળદ નથી જોતર્યા; એક બાજુ જોતરેલ છે એક બળદ, ને બેજી બાજુ જોતરેલ છે એક બાયડી.

માણસ હળ હાકતો જાય છે, બળદનેય લાકડી મારતો જાય છે. બાયડીનેય લાકડી મારતો જાય છે. બાયડીના બરડામાં લાકડીઓના સોળ ઊઠી આવ્યા છે. બાઈ તો બિચારી રોતી રોતી હળ ખેંચે છે. ઊભી રહે તો માર ખાય છે.

રાજા દેપાળદે એની પાસે ગયા. જઈને કહ્યું : ‘‘અરે ભાઈ ! હળ તો ઊભું રાખ.’’
‘‘ઊભું તો નહી જ રાખું. મારે વાવણી મોડી થાય તો ? તો ઊગે શું, તારું કપાળ ? વાવણી ને ઘી-તાવણી ! મડું ઢાંકીનેય વાવણી કરવી પડે, ઠાકોર !’’

એટલું બોલીને ખેડૂતે હળ હાંક્યે રાખ્યું. એક લાકડી બળદને મારી અને એક લાકડી બાઈને મારી.
રાજાજી હળની સાથે સાથે ચાલ્યા. ખેડૂતેને ફરી વીનવ્યો : ‘‘અરેરે ભાઈ ! આવો નિર્દય ? બાયડીને હળમાં જોડી !’’

‘‘તારે તેની શી પંચાત ? બાયડી તો મારી છે ને ? ધરાર જોડીશ. ધરાર મારીશ.’’

‘‘અરે ભાઈ શીદ જોડી છે. ? કારણ તો કહો !’’

‘‘મારો એક ઢાંઢો મરી ગયો છે. હું તો છું ગરીબ ચારણ. ઢાંઢો લેવા પૈસા ન મળે. વાવણી ટાણે કોઈ માગ્યો ન આપે, વાવું નહિ તો આખું વરસ ખાઉં શું ? બાયડી-છોકરાંને ખવરાવું શું ? એટલા માટે આને જોડી છે !’’

‘‘સાચી વાત ! ભાઈ, સાચેસાચી વાત ! લે, હું તને બળદ લાવી આપું. પણ બાયડીને તું છોડી નાખ. મારાથી એ નથી જોવાતું.’’

‘‘પે’લાં બળદ મગાવી આપ, પછી હું એને છોડીશ; તે પહેલાં નહિ છોડું. હળને ઊભું તો જ નહિ રાખું. આ તો વાવણી છે, ખબર છે ?’’

રાજાએ નોકર દોડાવ્યો : ‘‘જા ભાઈ, સામાં ખેતરોમાં મોં-માગ્યાં મૂલ દેજે. બળદ લઈને ઘડીકમાં આવજે.’’

તોય ખેડૂત તો હાંકી જ રહ્યો છે. બાઈ હળ ખેંચી શકતી નથી. એની આંખોમાંથી આંસુ ઝરે છે. રાજા બોલ્યો : ‘‘લે ભાઈ, હવે તો છોડ. આટલી વાર તો ઊભો રહે.’’

ખેડુત બોલ્યો : ‘‘આજ તો ઊભા કેમ રહેવાય ? વાવણીનો દિવસ; ઘડીકના ખોટીપામાં આખા વરસના દાણા ઓછા થઈ જાય !’’

રાજાજી દુભાઈ ગયા : ‘‘તું પુરુષ થઈ ને આટલો બધો નિર્દય ? તું તો માનવી કે રાક્ષસ ?’’

ખેડૂતની જીભ તો કુહાડા જેવી ! તેમાંય પાછો ચારણ ખેડૂત ! બોલે ત્યારે તો જાણે લુહારની કોઢનાં ફૂલડાં ઝરે ! એવું જ બોલ્યો : ‘‘તું બહુ દયાળુ હો તો ચાલ, જૂતી જાને ! તને જોડું ને બાયડીને છોડું. ઠાલો ખોટી દયા ખાવા શા સારુ આવ્યો છો ?’’

‘‘બરાબર ! બરાબર !’’ કહીને રાજા દેપાળદે ઘોડા પરથી ઊતર્યા અને હળ ખેંચવા તૈયાર થઈ ગયા; કહ્યું : ‘‘લે, છોડ એ બાઈને અને જોડી દે મને.’’

બાઈ છૂટી. એને બદલે રાજાજી જુતાણા. માણસો જોઈ રહ્યાં.

ચારણ તો અણસમજુ હતો. રાજાને બળદ બનાવીને એ તો હળ હાંકવા લાગ્યો. મારતો મારતો હાંકયે જાય છે.

ખેતરને એક છેડેથી બીજે છેડે રાજાએ હળ ખેંચ્યું. એક ઊથલ પૂરો થયો. ત્યાં બળદ લઈને નોકર આવી પહોંચ્યો. રાજા છૂટા થયા. ચારણને બળદ આપ્યો. ચારણીની આંખમાંથી તો દડ દડ હેતનાં આંસુડાં દડ્યાં. એતો રાજાનાં વારણાં લેવા લાગી. ‘‘ખમ્મા મારા વીરા ! ખમ્મા મારા બાપ ! કોઇ દિવાળી તારાં રાજપાટ તપજો !’’

દેપાળદે રાજા ભારે હૈયે ચાલ્યા ગયા. ચોમાસુ પૂરું થયું. દિવાળી ઢૂંકડી આવી. ખેતરમાં ઊંચા ઊંચા છોડવા ઊગ્યા છે. ઊંટ ઓરાઈ જાય તેટલા બધા ઊંચા ! દરેક છોડની ઊપર અક્કેક ડૂંડું : પણ કેવડું મોટું ? વેંત વેંત જેવડું ! ડૂંડામાં ભરચક દાણા ! ધોળી ધોળી જુવાર અને લીલા લીલા બજરા !
જોઈ જોઈને ચારણ આનંદ પામ્યો.

પણ આખા ખેતરની અંદર એક ઠેકાણે આમ કેમ ? ખેતરને એક છેડેથી બીજા છેડાની હાર્યમાં એકેય છોડને ડૂંડાં નીંઘલેલાં જ ન મળે ! આ શું કૌતુક !ચારણને સાંભર્યું : ‘હા હા !તે દી હું વાવણી કરતો હતો ને ઓલ્યો દોઢડાહ્યો રાજા આવ્યો હતો. એ મારી બાયડીને બદલે હળે જૂત્યો’તો. આ તો એણે હળ ખેંચેલું તે જ જગ્યા. કોણ જાણે કેવોય પાપિયો રાજા ! એનાં પગલાં પડ્યાં એટલી ભો‘માં મારે કાંઈ ન પાકયું. વાવેલા દાણાય ફોગટ ગયા !’

ખિજાઈને ચારણ ઘેર ગયો, જઈને બાયડીને વાત કરી : ‘‘જા જઈને જોઈ આવ ખેતરમાં . એ પાપિયાના પગ પડ્યા તેટલી ભોંયમાં મારું અનાજેય ન ઊગ્યું. ! બાઈ કહે : ‘‘અરે ચારણ ! હોય નહી. એ તો હતા રામરાજા. સાચે જ તું જોતાં ભૂલ્યો.’’

‘‘ત્યારે તું જઈને જોઈ આવ. ફરી મળેતો હું એને ટીપી જ નાખું. એણે મારા દાણા ખોવરાવ્યા. કેવા મેલા પેટનો માનવી ! મળે તો એને મારી જ નાખું.’’

દોડતી દોડતી ચારણી ખેતરે ગઈ. પેટમાં થડક થડક થાય છે, સૂરજ સામે હાથ જોડે છે. સ્તુતિ કરે છે : ‘‘હે સૂરજ તમે તપો છો, તમારાં સત તપે છે; તોય સતિયાનાં સત શીદ ખોટાં થાય છે ? મારા રાજાના સતની રક્ષા કરજો, બાપ !’’

જુએ ત્યાં તો સાચોસાચ એક ઊથલ જેટલા છોડવાનાં ડૂંડાં નીંઘલ્યાં જ નહોતાં, ને બીજા છોડવા તો ડૂંડે ભાંગી પડે છે ! આ શું કૌતુક !

પણ એ ગાંડા ચારણની ચારણી તો ચતુરસુજાણ હતી.

ચારણી હળવે એ હાર્યના એક છોડવા પાસે ગઈ. હળવે હળવે છોડવો નમાવ્યો; હળવેક ડૂંડું હાથમાં લીધું. હળવે ડૂંડા પરથી લીલું પડ ખસેડ્યું.

આહાહાહા ! આ શું ? દાણા નહિ, પણ સાચાં મોતીડાં. !

ડૂંડે ડૂંડે મોતીડાં : ચમકતાં રૂપાળાં: રાતાં, પીળાં અને આસમાની મોતીડાં. મોતી ! મોતી ! મોતી !
રાજાજીને પગલે પગલે મોતી નીપજયાં. ચારણીએ દોટ દીધી, ઘેર પહોંચી. ચારણનો હાથ ઝાલ્યો : ‘‘અરે મૂરખા, ચાલ તો મારી સાથે ! તને દેખાડું રાજા પાપી કે ધર્મી હતો ?’’

પરાણે એને લઈ ગઈ; જઈને દેખાડ્યું : મોતી જોઈને ચારણ પસ્તાયો : ‘‘અહોહો ! મેં આવા પનોતા રાજાને – આવા દેવરાજાને – કેવી ગાળો દીધી !’’બધાં મોતી ઉતાર્યા. ચારણે ફાંટ બાંધી, પરભાર્યો દરબારને ગામ ગયો. કચેરી ભરીને રાજા દેપાળદે બેઠા છે. ખેડૂતોનાં સુખદુ:ખની વાતો સાંભળે છે. મુખડું તો કાંઈ તેજ કરે છે !

રાજાજીનાં ચરણમાં ચારણે મોતીની ફાંટ મૂકી દીધી. લૂગડું ઉઘાડી નાખ્યું, આખા ઓરડામાં મોતીનાં અજવાળાં છવાયાં. રાજાજી પૂછે છે : ‘‘આ શું છે, ભાઈ ?’’

ચારણ લલકારી મીઠે કંઠે બોલ્યો :

*જાણ્યો હત જડધાર, નવળંગ મોતી નીપજે;*
*(તો) વવારત વડ વાર, દી બધો દેપાળદે !*

[ હે દેપાળદે રાજા !

જો મેં પહેલેથી જ એમ જાણ્યું હોત કે તું શંકરનો અવતાર છે, જો મને પહેલેથી જ ખબર પડી હોત કે તારે પગલે પગલે તો નવલખાં મોતી નીપજે છે, તો તો હું તને તે દિવસ હળમાંથી છોડત શા માટે ? આખો દિવસ તારી પાસે જ હળ ખેંચાવત ને આખો દિવસ વાવ્યા કરત તો મારું આખું ખેતર મોતી મોતી થઈ પડત ! ] રાજાજી તો કાંઈ સમજ્યા જ નહિ.

‘‘અરે ભાઈ ! તું આ શું બોલે છે ?’’

ચારણે બધી વાત કરી. રાજાજી હસી પડ્યા : ‘‘અરે ભાઈ ! મોતી કાંઈ મારે પુણ્યે નથી ઊગ્યાં. એ તો તારી સ્ત્રીને પુણ્યે ઊગ્યાં છે; એને તેં સંતાપી હતી એમાંથી એ છૂટી. એનો જીવ રાજી થયો; એણે તને આશિષ આપી, તેથી આ મોતી પાક્યાં.’’

ચારણ રડી પડ્યો : ‘‘હે દેવરાજા ! મારી ચારણીને હું હવે કદીયે નહિ સંતાપું.’’
ચારણ ચાલવા મંડ્યો. રાજાજીએ એને ઊભો રખ્યો : ‘‘ભાઈ ! આ મોતી તારાં છે. તારા ખેતરમાં પાક્યાં છે. તું જ લઈ જા !’’

‘‘બાપા ! તમારા પુણ્યનાં મોતી ! તમે જ રાખો.’’

‘‘ના, ભાઈ ! તારી સ્ત્રીનાં પુણ્યનાં મોતી : એને પહેરાવજે. લે, હું સતીની પ્રસાદી લઈ લઉં છું.’’
રજાજીએ એ ઢગલામાંથી એક મોતી લીધું, લઈને માથા પર ચડાવ્યું, પછી પરોવીને ડોકમાં પહેર્યું. ચારણ મોતી લઈને ચાલ્યો ગયો; ઘેર જઈને ચારણીના પગમાં પડ્યો. કહ્યું : ‘‘ચારણી, મેં તને ઘણી સતાવી છે. હવે નહિ સંતાપું, હો !’’

– ઝવેરચંદ મેઘાણી
સૌરાષ્ટ્રની રસધારમાંથી સાભાર

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

बात उन दिनों की है जब साबरमती के आश्रम में गांधीजी रहते थे। वह हर काम समय से करते थे। आश्रम में रहने वाले व्यक्ति को समय की महत्ता का विशेष पाठ गांधीजी दिया करते थे। वहां दोपहर और रात के भोजन के लिए दो घंटी बजाईं जाती थीं।
उसी दौरान आकर भोजन करना अनिवार्य था। जो लोग दूसरी घंटी बजने पर भी नहीं पहुंच पाते थे, उन्हें भोजन के लिए फिर इंतजार करना होता था। एक दिन की बात है दो घंटी बजने के बाद भी
गांधीजी समय पर भोजन के लिए उपस्थित नहीं हो सके। दरअसल वो अपने लेखन कार्य में इतना तल्लीन थे कि उन्हें घंटी की आवाज का पता ही नहीं चला।
थोड़ी देर बाद जब वो आए तो आश्रम में पहली पंक्ति का भोजन शुरू हो चुका था। तब उन्हें दूसरी पंक्ति में बैठने के लिए लंबी प्रतीक्षा करनी पड़ी। गांधीजी इस बात से परेशान नहीं हुए बल्कि सहजता से पंक्ति में खड़े हो गए।
तभी लाइन में खड़ा एक व्यक्ति बोला, बापू आप तो स्वयं इस आश्रम के मुखिया हैं और आप ही पंक्ति में लग रहे हैं। तब गांधी जी बोले, बंधु नियम सभी के लिए होते हैं फिर चाहे वो नौकर हो या मालिक।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

#संस्कार

एक राजा के पास सुन्दर घोड़ी थी। कई बार युद्व में इस घोड़ी ने राजा के प्राण बचाये और वह घोड़ी राजा के लिए पूर्णतः वफादार थीI कुछ दिनों के बाद इस घोड़ी ने एक बच्चे को जन्म दिया किन्तु बच्चा काना पैदा हुआ अर्थात उसकी एक आंख जन्मजात खराब थी लेकिन उसका शरीर हृष्ट-पुष्ट व सुडौल था।

बच्चा बड़ा हुआ तो एक दिन बच्चे ने मां से प्रश्न किया- “मां मैं बहुत बलवान हूँ लेकिन मेरी एक आंख जन्म से ही खराब है।यह कैसे हो गया?”

अपने पुत्र के प्रश्न को उत्तरित करते हुए घोड़ी बोली-“बेटा, जब में गर्भवती थी तब एक दिन राजा ने मेरे ऊपर सवारी करते समय मुझे एक कोड़ा मार दिया था जिसके कारण तेरी एक आंख ज्योतिविहीन हो गई।”

सारी बात जानकर बच्चे को राजा पर गुस्सा आया और मां से बोला: “मां, अब मैं इसका बदला राजा से लूंगा।”

मां ने कहा- “राजा ने हमारा पालन-पोषण किया है बेटा, तू जो स्वस्थ है….सुन्दर है, उन्हीं के पोषण से तो है। यदि राजा को एक बार किसी बात पर गुस्सा आ गया तो इसका अर्थ यह नहीं है कि हम उसे क्षति पहुंचाएं।”

घोड़ी की यह समझदारी भरी बात उसके बच्चे की समझ में नहीं आई। उसने मन ही मन राजा से बदला लेने का दृढ़ निश्चय कर लिया।

एक दिन ऐसा भी आ गया जब घोड़े को राजा के साथ युद्व में जाने का अवसर मिल गया। युद्व लड़ते-लड़ते राजा घायल हो गया। घोड़ा उसे तुरन्त उठाकर वापस महल ले आया।

महल पर पहुंच कर घोड़े को स्वयं आश्चर्य हुआ कि वह राजा को घायल अवस्था में वापस क्यों ले आया जबकि उसने तो बदला लेने का प्रण कर रखा था?उसने अपनी दुविधा को मां से कहा- “मां, आज राजा से बदला लेने का अच्छा अवसर था था मगर मुझे युद्व के मैदान में बदला लेने का ख्याल ही नहीं आया और न ही मैं ले पाया। मन ने इसे स्वीकार ही नहीं किया।”

अपने बेटे की इस बात पर घोड़ी ने हंस कर बोली-“बेटा, तेरे खून में और तेरे संस्कार में धोखा है ही नहीं। तू जानकर तो धोखा दे ही नहीं सकता है।तुझ से नमक हरामी हो ही नहीं सकती क्योंकि तेरी नस्ल में तेरी मां का ही तो अंश है।”

घोड़े की आशंका का समाधान हो गया।

यह सत्य है कि जैसे हमारे संस्कार होते है, वैसा ही हमारे मन का व्यवहार होता है, हमारे पारिवारिक-संस्कार अवचेतन मस्तिष्क में गहरे बैठ जाते हैं, माता-पिता जिस संस्कार के होते हैं, उनके बच्चे भी उसी संस्कारों को लेकर पैदा होते हैं।

संस्कार मनुष्य को आचरणवान और चरित्रवान बनाते हैं। संस्कार मनुष्य जीवन को परिष्कार एवं शुद्धि प्रदान करते हैं तथा मनुष्य को पवित्रता प्रदान करके व्यक्तित्व को निखारते हैं। संस्कार मनुष्यों को सामाजिक एवं आध्यात्मिक नागरिक बनाने में सहयोग करते हैं। संस्कार मानव के समाजीकरण में सहयोगी होते हैं।

हमारे कर्म ही ‘संस्‍कार’ बनते हैं और संस्कार ही प्रारब्धों का रूप लेते हैं! यदि हम कर्मों को सही व बेहतर दिशा दे दें तो संस्कार अच्छे बनेगें और संस्कार अच्छे बनेंगे तो जो प्रारब्ध का फल बनेगा, वह मीठा व स्वादिष्ट होगा।

🏹💢🏹#जय_श्री_राम🏹💢🏹

रवि कांत