મહાભારતના કર્ણના અગ્નિસંસ્કાર કેમ સુરતમાં જ કરવામાં આવ્યાં હતા? જાણો તેના પાછળ છુપાયેલુ રહસ્ય
મહાભારતના કર્ણને આપણે સૌ જાણીએ છીએ. પણ શું તમે જાણો છો કે મહાભારતના કર્ણના અગ્નિસંસ્કાર કેમ સુરતમાં જ કરવામાં આવ્યા હતા. આ હકિકત તમારા માટે જાણવી ખુબ જ જરૂરી છે. મહારાણી કુંતીનો સૌથી મોટો પુત્ર એટલે કર્ણ. આપણે કર્ણની જીવનગાથા વિશે ઘણું સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય તેના મૃત્યુ વિશે જાણ્યું છે… નહીંને તો આવો જાણીએ…..
ચાલો જાણીએ કે કર્ણના મૃત્યુ પાછળની હકિકત શું છે. તમને જણાવી દયે કે જ્યારે મહભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું હતું. ત્યારે કર્ણએ અર્જુનને જણાવ્યુ કે હે અર્જુન હું રથનું પૈડું બહાર ન કાઢું ત્યાં સુધી તું મારા પર વાર નહિં કરે. જેથી
અર્જુન જ્યાં સુધી હું મારા રથનું પૈડું જમીનમાથી બહાર ન કાઢું ત્યાં સુધી મારા પર વાળ નહીં કરે.આ સાંભળી અર્જુન અટકી ગયો. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે અર્જુન તું કેમ અટકી ગયો? બાણ ચલાવ. જ્યારે અર્જુને કહ્યું તે યુદ્ધના વિરોધમાં છે. ત્યારે ભગવાન કૃષ્ણએ સ્મરણ કરાવ્યું કે અભિમન્યુ એકલો યોદ્ધા સાથે લડી રહ્યો હતો. ત્યારે યુદ્ધના નિયમોનો ખ્યાલ ન હતો. ત્યારે શું પિતામહે યુદ્ધના નિયમો બતાવ્યા ન હતા. દ્વોપદીને ભરી સભામાં અપશબ્દો કહ્યાં ત્યારે નિયમોનો ભંગ ન હતો.
આ શબ્દો સાંભળીને અર્જુનને ગુસ્સો આવ્યો હતો અને તેને પોતાનું બાણ ચલાવ્યું હતું. અર્જુને કર્ણ પર પાસુપસ્ત્ર બાણ ચલાવ્યું હતું. તમને જણાવી દયે કે ભગવાન શિવજીએ અર્જુનને પાસુપસ્ત્રનું વરદાન આપ્યું હતું. અર્જુનના આ બાણથી કર્ણ તડપી તડપીને પોતાના મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કર્ણની પરીક્ષા લેવાનું વિચાર્યું હતું.
કર્ણ જ્યારે તડપી રહ્યો હતો ત્યારે ભગવાન કૃષ્ણ બ્રાહ્મણનુ રૂપ ધારણ કરીને કહ્યું હે કર્ણ મારી પુત્રીના લગ્ન છે અને મારી પાસે તેને દાન આપવા સોનું નથી,તો મને સોનાનું દાન આપ. ત્યારે કર્ણએ જણાવ્યુ કે મારી પાસે કઈ જ નથી. હું તમને શું દાન આપવું. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે તારી પાસે સોનાનો દાંત છે. તે દાનમાં આપી દે. કર્ણએ કહ્યું કે પથ્થર મારીને મારો દાંત કાઢી લો.
ત્યારે કર્ણએ કહ્યું કે પથ્થરમાંરીને મારો દાંત લઈ લો ત્યારે બ્રાહ્મણે ના પાડી અને કહ્યું કે દાન આપવું હોય તો તમે જ આપો મારાથી ન લેવાઈ. જેથી કર્ણએ પથ્થરનો ઘા મારીને પોતાનો દાંત કાઢી આપ્યો હતો. બ્રાહ્મણે કહ્યું દાંતને પવિત્ર કરીને આપ. ત્યારે કર્ણએ પોતાનું બાણ જમીન પર ચલાવ્યું તો ત્યાંથી ગંગા નદીની જળમાળા થઈ અને દાંત પવિત્ર થઈ ગયો
આ બાદ કર્ણને સમજ આવી ગઈ કે આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી. આ કોઈ પરમાત્મા છે. જેથી તેને કહ્યું તે તમે તમારૂ સાચુ રૂપ બતાવો. જેથી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સાચા રૂપમાં દર્શન આપ્યા હતા. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે તારાથી મહાન કોઈ દાનવીર આ જગતમાં કોઈ નથી.
પાંડવોએ પૂછ્યું કે આ કુંવારી જમીન કેવી રીતે છે? ત્યારે કર્ણએ પ્રગટ થઈને કહ્યું કે તાપી મારી બહેન છે. અશ્વની કુમાર મારા ભાઈઓ છે અને હું સૂર્ય પુત્ર છું અને મારો અગ્નિદાન એક કુંવારી જમીનમાં થયો છે. ત્યારે પાંડવોએ કે આવનારી પેઢીને કેમ જાણ થશે કે અહિંયા કર્ણના અંતિમ સંસ્કાર થયા છે.
ત્યારે કૃષ્ણએ કહ્યું કે આ જમીન પર એક વડવૃક્ષ ઊગશે અને તેમાં ત્રણ પાંદડાઓ આવશે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એના ત્રણ પ્રતિક હશે. અહીંયા જે પણ સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરશે. તેની મનોકામના અવશ્ય પૂર્ણ થશે. આમ આજે પણ સુરતની તાપી નદીના કિનારે આ વડવૃક્ષ ઉભું છે અને તેમાં ત્રણ પાંદડા વાળું આ ઝાડ છે. જે સુરતમાં ત્રણ પાનનાં વડે તરીકે ઓળખાય છે.


Rekha Jadhav