આજની સામાજિક પરિસ્થિતિ એટલે છુટાછેડાને અનુસંધાનમાં વિચારવા યોગ્ય બાબત.
પરણિત યુવતી , તેના પતિને : ” ડાર્લિગ , હવે મને અહી સાસરી પક્ષમાં નથી ફાવતું,”
યુવક : ” કેમ શું થયું? “
યુવતી : “જો મને રસોઈ કરતા નથી આવડતી અને રોજ રોજ કિચનમાં જવાનો કંટાળો આવે છે , લગ્ન પહેલા જ મેં કીધું હતું , મને ચા પણ બનાવતા નથી આવડતી. “
યુવક : ” વાત તો તારી ઠીક છે પણ મીટીંગમાં તે કીધું હતું કે હું શીખી લઈશ. “
યુવક :” આ એક જ કારણ છે તને અહી ન ફાવવાનું !!!
મારી મમ્મી પણ તને શીખવાડવાનો પૂરો પ્રયાસ કરે છે. મમ્મી રોજ સવારે આપણા બન્ને ના ટીફીન રેડી કરે છે અને
આપણે ઓફીસ જતા રહીએ છીએ. સાંજે આવતા આપણને રસોઈ રેડી મળે છે. તારે તો મમ્મીને ફક્ત મદદ જ કરવાની હોય છે તે પણ તને નથી ફાવતું ? “
યુવતી: ” પણ મારાથી સવારે વહેલા ઉઠાતું જ નથી . “
યુવક : ” હું તો રોજ જોઉં છુ રાતના બાર વાગ્યા પછી પણ તું ઓનલાઈન હોય છે. ફેસબુક કે વોટ્સએપ
બનાવવી કે ઘરના કામકાજમાં મદદ કરવી એ આપણા છુટાછેડાનું કારણ હોય તો મારી પાસે એનો ઉપાય છે. “
યુવતી : ” શું ઉપાય છે ? “
યુવક : ” તું બેગ પેક ન કર હું જ બેગ પેક કરું છુ, હું તારી સાથે તારી મમ્મીના ઘરે એટલે મારી સાસરી પક્ષમાં રહેવા આવું છુ. પછી તો તને કોઈ વાંધો નહી આવે , કરવા કરતાં , થોડી વહેલી સુઈ જા , તો સવારે ઉઠવામાં તકલીફ નહી પડે.”
યુવતી , થોડી વાર ચુપ થઈ ગઈ અને અચાનક ઉભી થઈ , ” હું જાઉં છુ મારી મમ્મીના ઘરે મને અહી નહી ફાવે. આપણે અલગ થઈ જઈએ. “
યુવક વિચારમાં પડી ગયો. થોડીવારમાં બોલ્યો , ” મારી પાસે તારી સમસ્યાનો ઈલાજ છે. જો રસોઈ ફાવતું નથી એવું પણ નહી બને , કારણકે તું ત્યાં જ નાની મોટી થઈ છે એટલે કોઈ સમસ્યા નહી થાય. રસોઈ કે ઘરના કામકાજ પણ નહી કરવા પડે… તારી મમ્મીજ તને ટીફીન બનાવી આપશે.
તો ચાલ આપણે સાથે જઈએ. “
યુવતી રાજીની રેડ થઈ ગઇ …
( હવે યુવતીના માતા ના ઘરે )
પોતાની દીકરી સાથે જમાઈને
જોતા મમ્મીને અચાનક સ્વગઁ મા આવી મારી દિકરી તેવો હાશકારો અનુભવાયો. ‘ સારું થયું રોજ રોજ મારી દીકરી ને સાસરી પક્ષમાં ફાવતું ન હતું , અહીં પાછી આવી ગઈ તે જ સારું થયું. ‘
હવે રોજ દીકરીની મમ્મી સવારે વહેલી ઉઠે છે અને પોતાની દીકરી-જમાઈ માટે ટીફીન બનાવે,ઘરના કામકાજ પતાવે.
પાછા દીકરી જમાઈ સાંજે આવે તો રસોઈ રેડી રાખે.
દીકરી-જમાઈ રોજ મોડા ઉઠે અને સીધા પોતાની જોબ માટે રેડી થઈ જતા રહે.
થોડો સમય વીતી ગયો હવે દીકરીની મમ્મીની અકળામણ શરુ થઈ…..
આ તો રોજનું થયું , હવે મારી પણ ઉમર થઈ કેટલા વર્ષ સુધી મારે જ બધાના સમય સાચવવાના, ટીફીન બનાવવાના ?
દીકરી સાંજે ઘરે આવી મમ્મી એ કીધું , ” જો હવેથી મારાથી વહેલા નહી ઉઠાય. તારી સાસુ અને સાસરી પક્ષવાળા સાચા છે. જે બાબતની અગવડ મને થાય છે , સ્વાભાવિક છે તારી સાસુને પણ થાય. વહેલી તકે તું તારા સાસરે જા હવે મને તું અહી રહે તે નહી ફાવે,તારે રસોઈ અને ઘરના કામકાજમાં પાવરધા થવું પડશે. હું તને આ કારણસર અહી નહી રાખું. “
યુવતી અવાચક થઈ ગઈ.
અને
સમજી પણ ગઈ , કે તેને શું કરવાનું છે કે શું કરવું જોઈએ.
હવે એક બાબત ખાસ નોંધવા જેવી છે.
ખાસ કરીને યુવતીના વડીલોએ , ( મુખ્યત્વે માતાએ ) , કે આપણે આપણી દીકરીને ભણાવી તેને પગભર કરી સારી બાબત છે.
પણ તેને ઘરના બેઝિક કામકાજ અને બેઝિક સામાન્ય રસોઈ બનાવતા શીખવાડવું જોઈએ , જેથી આગળ જતા તેને પોતાને અને અન્ય કોઈને તકલીફ ન થાય.
આપણી દીકરીને રસોઈ નથી આવડતી , એ છુટાછેડાનું કારણ કદાપી ન હોવું જોઈએ.
હા , તમારી દીકરી ખરેખર તકલીફમાં હોય તો તેને અવશ્ય સાથ આપો …
પણ ખોટી રીતે તેનો પક્ષ ન લો.
દીકરીને રસોઈ ન આવડે એ ગોરવ લેવા જેવી બાબત નથી પણ શરમજનક બાબત છે.
ઘણીવાર એવું કારણ અપાય છે કે દીકરીનો મુખ્ય સમય ભણવામાં ગયો છે.
તો એક વાત ખાસ જણાવું કે દસમા ધોરણ બાદ માર્ચ મહિના થી જુલાઈ સુધી વેકેશન હોય છે. તેમજ કોલેજમાં પણ રજા અને વેકેશન મળતા હોય છે..
તેવા સમયે જો દીકરીની માતા દીકરીને રસોઈના કે ઘરના કામકાજ શીખવાડે તો અવશ્ય એ શક્ય છે.
આપની દીકરીને ૧૫ વર્ષથી ૨૩ વર્ષ સુધીમાં દરેક કાર્યમાં પારંગત બનાવી શકાશે અને દીકરીને પોતાની માતાનો ઠપકો ખરાબ નહી લાગે પણ સાસુનો ઠપકો કે શીખ અવશ્ય ખરાબ લાગશે
મોહિત