Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

જૂની કાચબા અને સસલા ની વાર્તા એક જુદા જ અંત સાથે આજ ના management ને વધુ સારી રીતે સમજે છે
વાંચજો જરૂર

કાચબા અને સસલા ની રેસ ની પંચતંત્ર ની વાર્તા તો કોને નહિ વાચી હોય?..
સસલા ને ખુબ ઘમંડ હતું, કાચબા એ એની સાથે શરત લગાડી અને દોડ શરુ થઇ, સસલો જીતી જ જવાનો હતો, પણ અભિમાન માં થોડાક આરામ કરવા રહ્યો અને કાચબો ધીમા પણ મક્કમ પગલે જીતી ગયો ,,, આપણ ને management નો એક પાઠ મળ્યો કે slow and steady wins the race

પણ મિત્રો વાર્તા અહી પૂરી નથી થતી,

આ દોડ પછી સસલા એ વિચાર્યું કે કાચબા અને મારી ની ક્ષમતા જોતા એનું જીતવું અશક્ય જ હતું ,, એથી એને ફરી શરત લગાડી,
આ વખતે સસલા એ એક ક્ષણ નો પણ વિરામ નો લીધી અને આરામ થી રેસ જીતી ગયો …..
આ બીજો એક પાઠ હતો કે ધીમો અને મક્કમ ક્યારેક જીતી શકે છે પણ પોતાની ક્ષમતા નો સંપૂર્ણ ઉપયોગ કરનાર હમેશા જીતે છે

પણ વાર્તા અહી પણ પૂરી નથી થતી..

હવે વિચારવા નો વારો કાચબા નો હતો ,, એને વિચાર્યું કે આ રેસ તો હું કડી પણ જીતી શકું એ શક્ય જ નથી .. તો એને પોતાની ક્ષમતા નું આકલન કર્યું અને સસલા ને ફરી એક વખત રેસ કરવા બોલાવ્યો પણ આ વખતે કાચબા એ કહ્યું કે “સસલા ભાઈ, તમે તો મારા થી ખુબ તેજ દોડો છો તો આ વખતે રેસ નો રસ્તો હું નક્કી ક્રીસ’..
સસલો તૈયાર થયો
રેસ શરુ થઇ , સસલો ખુબ આગળ નીકળી ગયો
પણ આ શું?
કાચબા એ નક્કી કરેલા રસ્તા માં તો વચ્ચે નદી હતી ,,
સસલો તો નદી કિનારે જ અટકી રહ્યો, કાચબા ધીરે ધીરે આવ્યો નદી પર કરી અને રેસ જીતી ગયો..
management નો નવો પાઠ કે આપડે આપડી ક્ષમતા મુજબ આપડા જીવન ના ધ્યેય નક્કી કરવા જોઈએ તો આપણ ને કોઈ હરાવી શકે નહિ

પણ છેલ્લો પાઠ હજી બાકી હતો
આટલી રેસ દરમિયાન બંને સારા મિત્રો બની ગયા હતા
એટલે બંને એ એક છેલ્લી વાર રેસ લગાડવા નું નકી કર્યું
રસ્તો એ જ નદી વાળો હતો
રેસ શરુ થતા જ સસલા એ કાચબા ને પોતાની પીઠ ઉપર બેસાડી નદી કિનારે લઇ આવ્યો અને ત્યાંથી કાચબા એ સસલા ને પોતાના પીઠ પર સવારી કરાવી

પરિણામ: બંને સાથે પહોચ્યા અને ખુબ જ ઝડપી પહોચ્યા

અને આજ છે management મહત્વ પૂર્ણ પાઠ કે જો બધા અલગ અલગ ક્ષમતા વાળા માણસો સાથે કામ કરે તો શ્રેષ્ઠ પરિણામ મળી શકે

Raje Kenz

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s