Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક યુવક પોતાના અત્યંત ઘરડા પિતાને રેસ્ટોરાંન્ટમાં જમવા લઇ જાય છે !
બંને સામસામે બેસીને જમતા હોય છે અચાનક વૃદ્ધ વ્યક્તિથી દાળની વાડકી ઢોળાય છે,તેમનું પેન્ટ અને શર્ટ દાળવાળું થઇ જાય છે !
રેસ્ટોરાંન્ટમાં બેઠેલા અન્ય ગ્રાહકોના મોઢા વંકાય છે,પણ પિતાપુત્ર શાંતિથી તેમનું જમવાનું પૂરું કરે છે !
જમ્યા પછી પુત્ર પિતાને વોશ બેઝીન પાસે લઇ જઈને હાથ ધોવડાવી,તેમના શર્ટ પેન્ટને સાફ કરીને,માથું ઓઢી આપીને,ચશ્માં કાન પર ગોઠવી આપે છે !
ગ્રાહકો ડોક તાણીને આ ક્રિયા થતી જોઈ રહ્યા હોય છે !
પુત્ર કાઉનટર પર બીલ ચૂકતે કરી,પિતાનો હાથ પકડી બહાર જવા ડગલું ભરે છે ત્યારે પિતા જરા મોટા આવાજથી બોલે છે ” બેટા,તું ભૂલમાં અહીં કશુક મુકીને જાય છે !”
પુત્રનો હાથ તરત પેન્ટના અને શર્ટના ખિસ્સા પર જાય છે,ચાવી અને ફોન સલામત હોવાની ખાતરી કરીને જવાબ આપે છે ” પપ્પા હું કશું મુકીને જતો નથી !”
વૃદ્ધ પિતા કહે છે ” બેટા તું અહી બેઠેલા દરેક યુવાન પુત્ર માટે એક પાઠ અને ઘરડા થનાર પિતા માટે એક આશા મુકીને જાય છે ! “””””
.
આ પોસ્ટ નો હક દાર હું નથી પ્રવિણભાઈ પટેલ છે ઉમર 70 વર્ષ મેતો એમના વિચારો અને વાર્તા પ્રગટ કરી સે તમારી સામે ,,,

વિશાલ સોજીત્રા

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s