આવી ચોરી શુ કામ કરવી પડે?સરતચૂક કે ઊઠાંતરી? ગાંધીનગરમા વિધાનસભાની ઈમારત કેન્દ્રમાં હોવાથી ત્યાંના નાગરિક લૂંટ કે ચોરી એવી એવી બાબતોને બહુ ગંભીરતાથી લેતો નથી.. જ્યા સુધી એના ઘરમા સીધી ચોરી ન થાય ત્યાં સુધી અમે ગાંધીનગર વાસીઓ ચોરી અને લૂંટને રોજિંદી ઘટમાળનો ભાગ જ સમજીએ છીએ..
એક સમયે ગાંધીનગર સાહિત્ય સભાની હાક વાગતી હતી..ખાનગીમા કહુ તો આપણા ચાલુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આ સંસ્થા સભ્ય છે.. એમાં નટવર હેડાઉ વનવિહારી પ્રમુખ પણ રહી ચુક્યા છે.. પોતાના અસાહિત્ય દિકરાને અમીત શાહની જેમ પદ આપી ગુજરાત સાહિત્ય સંગમની ગાંઘીનગર મા ફ્રેન્ચાઈઝી પણ લઈને બેઠા છે..
એમની કવિતા! મેં પહેલી વાર સાંભળી..
“કોયલડી ડોટ કોમ, મોરલા ડોટ ઓમ
ડોટ કોમ જંગલ આખ્ખું…”
બધાએ તાળીઓથી ગડગડાટથી એમનું આ મહાન! કાવ્ય વધાવી લીધું.. પણ મને તો ખબર હતી કે નીવડેલા સર્જક કૃષ્ણ દવેના વાંસલડી ડોટ કોમ કાવ્યની નબળી નકલ છે.. મને હતૂ કે તેઓ મૂળ સર્જકનું નામ લેવાની ક્ટર્સી કરશે.. પણ ના…
વાત 2005ની આસપાસની છે. એ વખતે નટવરભાઈ જંગલખાતામા કોઈ સારી પોસ્ટ ઉપર હતા..
નટવરભાઈ ઉત્તમ અને મૌલિક બે પ્રકારનું સાહિત્ય લખે છે.. પણ જેટલું ઉત્તમ હોય છે.. તેટલું પોતાનું અને મોલિક નથી હોતું.. અને મૌલિક લખે છે તે સ્વાભાવિકપણે ઉત્તમ નથી હોતું.. અકવિઓ અને નવોદિતોને ચેલી ચેલકા બનાવી સ્થાપી દેવાની સાહિત્ય અનૈતિકતા ફૂલીફાલી છે
સાહિત્ય પરિષદના મુખપત્ર પરબમા ભારતીય સાહિત્ય એવા મથાળા નીચે ડોસો કહે નામની આસામીઝ વાર્તા ફેબ્રુ-2019મા
પ્રગટ થઈ. જેના લેખિકાઅસામિઝ યુવાન મહિલા વાર્તાકાર મણિકાદેવી છે. આ અનુવાદિત(જેનું અનુવાદ હસમુખ રાવલે કર્યુ હતું) કરી મુકવામા આવી હતી એજ
વાર્તાનું “ઓછાયો” નામકરણ કરી
પરબમાં ઓક્ટોબર ૨૦૨૧ અંકમાં નટવર હેડાઉએ પોતાના નામે નફ્ફટાઈ પૂર્વક છપાવી મારી.
કેટલાક ખુબ જ વાંચતા અને સાહિત્યની ચિંતા કરતા લોકોએ આ ચોરી પકડી પાડી. અનેઆ વાર્તા આ લેખકની મૌલિક કૃતિ ના હોઇ, ઊઠાંતરી હોઇ શકે એવું તથ્ય સામે આવ્યું છે…. ચર્ચાના કેન્દ્રસ્થાને રહેલી વાર્તા “ઓછાયો” આ આસામી વાર્તાની બેઠી નકલ છે. “ઓછાયો” વાર્તા કેવળ પરબના ઓક્ટોબર ૨૦૨૧ અંકમાં જ નહીં, મમતા વાર્તામાસિકના જૂન ૨૦૨૧ અંકમાં પણ આ જ શીર્ષકથી આ જ લેખકના નટવર હેડાઉ નામે પ્રસિદ્ધ થઇ હતી. આ લેખકની અન્ય એક વાર્તા “ચિનારને કુંપળ ફૂટી રહી છે” (શબ્દસૃષ્ટિ, જૂન ૨૦૨૧) પણ શંકાના ઘેરાવામાં છે. ગાંધીનગરમાં રહેતા લેખક કાશ્મીરના એક મુસ્લિમ પરિવારની પીડા કઇ રીતે આત્મસાત કરીને આવી વાર્તા લખી શક્યા હશે? “
દરેક ચોરની મોડસ ઓપરેન્ડી હોય છે.. પન્નાલાલ કે પ્રેમચંદની વાર્તામાથી હાથ મારવા કરતા કાશ્મીર કે આસામ કે નોર્થ ઈસ્ટમા લખતા કોઈ વાર્તાકારને પકડી લેવા.. જેથી બહુ વાંઘો ન આવે.. સંપાદક હમણા નવનવા છે.. એટલે બહુ વાંધો નહિ આવે.. નટવર હેડાઉએ તો મમતાના મધુરાય જેવા વાર્તાકારને પણ આસાનીથી મુરખ બનાવ્યા..
આવી સાહિત્યક ચોરી અને લૂંટ કરનારને ખોટી પ્રસિધ્ધ એટલી ગમી જાય છે…કે સાહિત્ય વર્તુળમા કે જાહેરમાં માફી માંગવા જેટલી પણ નૈતિકતા એમની પાસે બચતી નથી..
પણ તમામ સાહિત્ય સંસ્થાઓ અને માતબર સાહિત્ય સામાયિકો નટવર હેડાઉ ને બ્લેક લિસ્ટ કરવા જોઈએ.. સાહિત્ય સંગમ અને ગાંધીનગર સાહિત્ય સભાએ નટવર હેડાઉ વિશે ગંભીરતાથી વિચારવાની જરુર છે..
આપણી હેસિયત હોય એટલું લખવું જોઈએ.. આવી ચોરી મર્યા પછી પણ પકડાતી હોય છે…
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા
સ્વપ્નિલ મહેતા