મારા મિત્ર રીન્કેસ સોમપુરા દ્વારા વ્હોટઅપ મેસેજમાં સરસ પોસ્ટ આવી. જે મને ખૂબ જ ગમી. સમજદારીનું ઉમદા ઉદાહરણ આમાં દેખાય છે. આપને પણ જરૃર ગમશે.
ઝવેરચંદ મેઘાણી એક વાર મહુવા, ભાવનગરના બજારમાંથી નિકળતા હતા અને એક ૮૦ વર્ષના માજીને મજુરી કરતા જોયા એટલે મેઘાણી એ પુછ્યું કે, "મા, તારે કોઈ દિકરો નથી.. ?" મા ની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં. એણે કહ્યું કે, "દિકરો તો હતો ભાઇ, અમે ખારવા (માછીમાર) છીએ. મારો દિકરો ભાવનગરના એક શેઠનું વહાણ ચલાવતો હતો. આજથી પંદર વર્ષ પહેલા મધદરીયે વહાણ તુટી ગયું અને મારો દિકરો દરિયામાં ક્યાંક ખોવાઈ ગયો. એનો બાપ તો નાનપણમાં જ પરલોક ચાલ્યો ગયો હતો. એટલે મારું મોત આવે ત્યાં સુધી મજુરી કરું છું...." મેઘાણી એ કીધું કે, "તો પછી તમે શેઠ પાસેથી વળતર ન માગ્યું.?"
“અરે ભાઈ, કેવી રીતે માગું.? એ શેઠે એનું લાખો રૂપિયાનું વહાણ મારા દિકરાને ભરોસે મુક્યું હતું અને મારો દિકરો એને કાંઠે ન લાવી શક્યો. ક્યાં મોઢે હું વળતર લેવા જાઉં.?”
સમજદારીનું આના કરતાં ઉંચું આસન ના હોય શકે. પૃથ્વી ગોળ છે, તમે જ્યાં ઉભા છો ત્યાં જ કેન્દ્ર છે.! જ્યાં છીએ ત્યાં અને તેજ ઊંચું સ્થાન છે. આપણા માં કેટલું ઉંડાણ છે એ મહત્વનું છે..