Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

બ્રહ્મ રાક્ષસ


જીવન ના પડકારો નો સામનો કેમ કરવો એ સમજાવતી આજ ની વાત

વેદવ્યાસજી એ મહાભારતમાં બહું સરસ પ્રસંગનું વર્ણન કરેલ છે. એકવાર કૃષ્ણ , બલરામ અને સાત્યકી ( સાત્યકી દ્વારકાનો બહું મોટો યોધ્ધો હતો) જંગલમાં ફરવા માટે ગયા. સાંજ પડવા આવી અને રસ્તો ભુલી ગયા. કૃષ્ણએ કહ્યુ કે આપણે જંગલમાં જ રાતવાસો કરીએ અને સવારે સૂર્યોદય થાય ત્યારે રસ્તો શોધીશું. રાત્રે આપણી સલામતી માટે આપણે એવું નક્કી કરીએ કે રાતના ત્રણ સરખા ભાગ કરીને ત્રણે વ્યક્તિ જાગવાનો વારો કાઢીએ. એક જાગે અને બાકીના બે સુતેલાની રક્ષા કરે.

પ્રથમ સાત્યકીનો જાગવાનો વારો હતો. એ સમયે બ્રહ્મરાક્ષસ આવ્યો સાત્યકીએ એની સાથે લડાઇ શરુ કરી. સાત્યકી બ્રહ્મરાક્ષસને બરોબરની ફાઇટ આપતો હતો આ લડાઇમાં જ્યારે સાત્યકીને વાગે એટલે એ દર્દની ચીસ પાડે એનું પરિણામ એ આવે કે સાત્યકીની ચીસથી બ્રહ્મરાક્ષસનું કદ મોટુ થાય અને કદ મોટું થવાથી આવનારા મુક્કાની તાકાત વધી જાય.

સાત્યકીનો જાગવાનો સમય પુરો થયો એટલે એમણે તુરંત જ બલરામને જગાડયા. હવે બલરામે આ રાક્ષસ સામેની લડાઇ ચાલું કરી પરંતું જે સાત્યકી એ કર્યુ એવું જ બલરામે કર્યુ. બલરામને પણ વાગે એટલે દર્દની ચીસ પાડે અને પેલા બ્રહ્મરાક્ષસનું કદ મોટુ થાય. એમનો સમય પુરો થયો એટલે એમણે કૃષ્ણને જગાડ્યા.

કૃષ્ણએ બ્રહ્મરાક્ષસ સાથેની આ લડાઇમાં નવી વ્યુહરચના અપનાવી પોતાને જ્યારે તક મળે ત્યારે પેલા રાક્ષસને બરોબરનો મારી લે અને રાક્ષસ મારે તો સામે જોઇને ખડખડાટ હસે. એનું પરિણામ એ આવ્યુ કે પેલા બ્રહ્મરાક્ષસનું કદ નાનુ થવા લાગ્યુ અને થોડા સમયની લડાઇમાં એનું કદ નાની પુતળી જેવું થઇ ગયું. પછી કૃષ્ણએ બહુ જ આસાનીથી પેલા પુતળી જેવા બ્રહ્મરાક્ષસની ગરદન મરડીને મારી નાખ્યો.

મહાભારતના આ પ્રસંગ દ્વારા વ્યાસજી જીવનનો બહું જ મોટો સંદેશો આપી જાય છે. આપણા બધાના જીવનમાં પ્રશ્નો , પડકારો અને સમસ્યાઓ રૂપી બ્રહ્મરાક્ષસ આવે છે. આ પ્રશ્નો , પડકારો અને સમસ્યાઓ સામે આપણે જેટલા રડયા રાખીએ એટલું જ એનું કદ વધતું જાય અને એક સમય એવો આવે કે એ આપણને મારી નાખે- ખલાસ કરી દે. પરંતું જો આ પ્રશ્નો , પડકારો અને સમસ્યાઓ સામે હસતા રહીએ તો એક સમય એવો આવે કે એનું કદ નાની પુતળી જેવું થઇ જાય અને આપણે એને મારી શકીએ

રાજે કેંઝ

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s