Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક ગુજરાતી ગુજરી ગયો. યમનાં દૂત પોતાના ખાસ વિમાનમાં આવીને જીવ લઇ ગયા…

જન્મનાં સાઇઠ વરસ બાદ મૃત્યુ પછી પણ હવાઇ સફરનો લાભ મેળવવામાં સફળ થયેલો ગુજરાતી ચિત્રગુપ્તની ઓફિસમાં રજૂ થયો.

ગુજરાતી : મેં સાંભળ્યું છે કે હવે ઉપર પણ બધો વહીવટ કમ્પ્યુટરાઇઝ્ડ થઇ ગયો છે અને ચિત્રગુપ્ત હવે દર દિવાળીએ ચોપડાને બદલે કમ્પ્યુટર ઉપર ચાંદલા કરે છે.

ચિત્રગુપ્તે ગુજરાતીનું ગુપ્ત ચિત્ર જોવાં માટે કમ્પ્યુટર ઓન કર્યું.

પ્રથમ ચિત્રગુપ્તે ગુજરાતીનાં પુણ્યની એન્ટ્રી તપાસીને કહ્યું : તમે તો ઘણાં પુણ્ય કર્યાં છે.

આ સાંભળી હરખાઇ ગયેલો ગુજરાતી બોલ્યો : “ચિત્રગુપ્તભાઇ, પુણ્ય તો કરવા જ પડે ને ? અમે ગુજરાતીઓ દરરોજ કરતાં વધારે જમીને ઉપવાસ કરીએ છીએ. ત્રણ ટંક જેટલું એક જ ટંકમાં આરોગીને એકટાણાં કરીએ છીએ. વ્યથાની વાર્તા કરતાં-કરતાં કથા સાંભળીએ છીએ અને વરસમાં એકાદ વખત હનીમૂન કરવા નીકળ્યાં હોય એ રીતે તીર્થયાત્રા પણ કરીએ છીએ.”

ત્યાર બાદ ચિત્રગુપ્તે ગુજરાતીનાં પાપની એન્ટ્રીઓ ચેક કરીને કહ્યું : “તમે પાપ કરવામાં પણ પાછું વળીને જોયું નથી.”

આ સાંભળીને થોથવાઇ ગયેલો ગુજરાતી બોલ્યો : “અમને જન્મથી જ ડરાવવામાં આવે છે કે જો પાપ કરશો તો નર્કમાં જશો એટલે અમે જાણીબૂઝીને ક્યારેય પાપ કરતા જ નથી. હું એમ કહેતો નથી કે તમે ખોટું બોલો છો, મારાથી જે કાંઇ પાપ થઇ ગયા છે એ ભૂલથી થયા હશે.”

એટલે ચિત્રગુપ્ત બોલ્યા : “તમે ગુજરાતીઓ ‘એક્સક્યુઝ’ શોધવામાં એક્સપર્ટ છો. મને બરાબર ખબર છે કે તમે પાણી ઉકાળીને પીઓ છો અને લોહી જેમનું તેમ પીઓ છો. આખો દિવસ અહિંસાને ધર્મ માનીને જીવો છો અને રાત્રે ઘરમાં હોય એટલા મચ્છર મારીને ઘસઘસાટ ઊંઘી જાઓ છો. ચંદ્રકાંત બક્ષી નામનાં એક લેખક અહીં આવ્યા ત્યારે મને કહેતા હતા કે ગુજરાતી એવી વેપારી પ્રજા છે કે એને નામાનાં ચોપડામાં રસ છે એટલો સાહિત્યની ચોપડીમાં રસ નથી.”

આ સાંભળી ગુજરાતી બોલ્યો : “રૂપિયા એટલે લક્ષ્મી અને લક્ષ્મી એટલે
માતાજી, લક્ષ્મીજી પ્રત્યેના અમારા અહોભાવને અમારો સદગુણ ગણવો જોઇએ. આ સદગુણના કારણે તો અમે ગુજરાતીઓ વિશ્વનાં તમામ દેશના નાનામાં નાના ગામ સુધી પહોંચી ગયા છીએ અને અક્કલ અને હોશિયારીથી સામ્રાજ્ય ઊભાં કરીને લક્ષ્મીજીની કૃપા મેળવવામાં સફળ થયા છીએ.”

એટલે ચિત્રગુપ્તે તરત જ કહ્યું : “તેં પાપથી ડરીને પુણ્ય કર્યા છે અને પુણ્ય પામવા માટે પાપ કર્યા છે.
આમ પાપ અને પુણ્ય બંને કર્યા છે, માટે થોડાં વરસ સ્વર્ગમાં રહેવા દઇશ અને થોડા વરસ નર્કમાં પણ રહેવું પડશે.”

પૃથ્વી ઉપર દરરોજ બપોરે થાળી ભરીને દાળ-ભાત ખાધાં પછી બે કલાક સુધીની દીર્ઘ વામકુક્ષી કરનાર માટલા જેવી ફાંદના માલિક એવા ગુજરાતી ભાઇએ સીધો સવાલ કર્યો : “હું મારા સ્વર્ગનો લાભ રાજીખુશીથી જતો કરવા તૈયાર છું. જો તમે નર્કની સજા માફ કરતાં હો તો.”

ગુજરાતીની શરતી વાણી સાંભળીને ચિત્રગુપ્તને પરસેવો છૂટી ગયો કારણ આવો અઘરો જીવ આ અગાઉ કોઇ આવ્યો નહોતો. ચિત્રગુપ્તે પૂછ્યું : “તમને સ્વર્ગ પણ ન આપું અને નર્ક પણ ન આપું તો હું શું આપું?”

ત્યારે ગુજરાતી ના મ્રુત્યુ પછી પણ માંહ્યલો જીવીત વેપારી જીવ બેધડક બોલ્યો : “સ્વર્ગ અને નર્કનો રસ્તો જ્યાં મળે છે, તે ચોકમાં દુકાન થાય તેટલી જગ્યા આપો !!!”
😊
ચંદ્રકાંત બક્ષી ફેન ક્લબ…

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

🌳🦚आज की कहानी🦚🌳

💐💐स्वर्ग की मुद्रा💐💐

कल रात मैंने एक “सपना” देखा.!
मेरी मृत्यु हो गई….

जीवन में कुछ अच्छे कर्म किये होंगे इसलिये यमराज मुझे स्वर्ग में ले गये…।

देवराज इंद्र ने मुस्कुराकर मेरा स्वागत किया…।

मेरे हाथ में Bag देखकर पूछने लगे
‘इसमें क्या है..?”

मैंने कहा…” इसमें मेरे जीवन भर की कमाई है, पांच करोड़ रूपये हैं ।”

इन्द्र ने
‘BRP-16011966’नम्बर के Locker की ओर इशारा करते हुए कहा-”आपकी अमानत इसमें रख
दीजिये..!”

मैंने Bag रख दिया।मुझे एक Room भी दिया…।

मैं Fresh होकर Market में निकला…

देवलोक के Shopping मॉल मे अदभूत वस्तुएं देखकर मेरा मन ललचा गया..!

मैंने कुछ चीजें पसन्द करके Basket में डाली और काउंटर पर जाकर उन्हें 2 -2 हजार के करारे नोटें देने लगा…।

मैनेजर ने नोटों को देखकर कहा,”यह करेंसी यहाँ नहीं चलती..!”

यह सुनकर मैं हैरान रह गया..!

मैंने इंद्र के पास शिकायत की इंद्र ने मुस्कुराते हुए कहा कि,”आप व्यापारी होकर इतना भी नहीं जानते..?
कि आपकी करेंसी पड़ौसी के देशों में भी नही चलती…।

और आप मृत्यूलोक की करेंसी स्वर्गलोक में चलाने की मूर्खता कर रहे हो..?”

यह सब सुनकर मुझे मानो साँप सूंघ गया..!
मैं जोर जोर से दहाड़े मारकर रोने लगा।
और परमात्मा से विनती करने लगा,
”हे भगवान्.ये…क्या हो गया.?”
”मैंने कितनी मेहनत से ये पैसा कमाया..!”
”दिन नही देखा, रात नही देखा,”
” पैसा कमाया…!”

”माँ बाप की सेवा नही की,पैसा कमाया,
बच्चों की परवरीश नही की,
पैसा कमाया….
पत्नी की सेहत की ओर ध्यान नही दिया,
पैसा कमाया…!”

”रिश्तेदार, भाईबन्धु, परिवार और
यार दोस्तों से भी किसी तरह की हमदर्दी न रखते हुए पैसा कमाया.!!”

”जीवन भर हाय पैसा हाय पैसा किया…!
ना चैन से सोया, ना चैन से खाया…
बस,
जिंदगी भर पैसा कमाया.!”

”और यह सब व्यर्थ गया..?”

”हाय राम,अब क्या होगा..!”

इंद्र ने कहा,-”रोने से कुछ हासिल होने वाला नहीं है.!! “
“जिन जिन लोगो ने यहाँ जितना भी पैसा लाया,सब रद्दी हो गया।”

“जमशेद जी टाटा के 55 हजार करोड़ रूपये,
बिरला जी के 47 हजार करोड़ रूपये,
धीरू भाई अम्बानी के 29 हजार करोड़ अमेरिकन डॉलर…!सबका पैसा यहां पड़ा है…!”

मैंने इंद्र से पूछा-“फिर यहां पर कौनसी करेंसी चलती है..?”

इंद्र ने कहा-“धरती पर अगर कुछ अच्छे कर्म किये है…!

जैसे किसी दुखियारे की मदद की,
किसी रोते हुए को हँसाया,
किसी गरीब बच्ची की शादी कर दी,
किसी अनाथ बच्चे को पढ़ा लिखा कर
काबिल बनाया…!
किसी को व्यसनमुक्त किया…!किसी अपंग स्कुल, वृद्धाश्रम या मंदिरों में दान धर्म किया…!”

“ऐसे पूण्य कर्म करने वालों को यहाँ पर एक Credit Card मिलता है…!
और उसे पाकर आप यहाँ स्वर्गीय सुख का उपभोग ले सकते है..!”

मैंने कहा,”भगवन….मुझे यह पता
नहीं था,इसलिए मैंने अपना जीवन
व्यर्थ गँवा दिया.!!”

“हे प्रभु, मुझे थोडा आयुष्य दीजिये..!”
और मैं गिड़गिड़ाने लगा.!

इंद्र को मुझ पर दया आ गई.!!

इंद्र ने तथास्तु कहा और मेरी नींद खुल गयी..!

मैं जाग गया..!

जागने के बाद मैने खुद से एक वादा किया कि अब मैं वो दौलत कमाऊँगा
जो वहाँ चलेगी..!!

💐💐प्रेषक अभिजीत चौधरी💐💐

सदैव प्रसन्न रहिये।
जो प्राप्त है, पर्याप्त है।।

🙏🙏🙏🙏🌳🌳🌳🙏🙏🙏🙏🙏

Posted in भारतीय उत्सव - Bhartiya Utsav

🚩 શ્રાદ્ધની સમજ 🚩

આ સૃષ્ટી એટલે કે પૂરા બ્રહ્માંડને ૧૨ રાશિથી બાંધ્યું છે. તેમાં મેષ રાશિને સમગ્ર વિશ્વનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે અને તેજ પ્રમાણે મીન રાશિ મોક્ષનું દ્વાર માનવામાં આવે છે.

આ મીન રાશિ બ્રહ્મલોક કે દેવલોક સાથે જોડાયેલી છે જ્યારે કન્યા રાશિ પિતૃલોક કે ચંદ્રલોક સાથે જોડાયેલી છે

હવે ખગોળ શાસ્ત્રના આધારે ૧૫ જુલાઈ પછી સૂર્યદેવતાની દક્ષિણયાત્રાની શરૂઆત થાય છે જેને આપણે દક્ષિણાયણના સૂર્ય કહીયે છીએ.

આ દક્ષિણાયનના સૂર્ય ધીમે ધીમે કન્યા રાશિ અને તુલા રાશિ તરફ જાય છે અને ત્યાં પિતૃલોકને જગાડે છે.

આ દક્ષિણાયનના સૂર્યની યાત્રા ૧૫ સપ્ટેમ્બર પછી કન્યા રાશિમાં પ્રવેશે છે ત્યારે પાતાળલોકમાં રહેલા પ્રેતયોનીને જાગ્રત કરે છે.

હવે સમજવાની વાત એ છે કે સંસારમાં મૃત આત્માની ગતિ બે રીતની હોય છે.

જેઓ સંતકક્ષાના અને પુણ્યશાળી જીવો હોય તેઓ મરણ બાદ દેવયાન તરફ ગતિ કરે છે અને અતૃપ્ત આત્મા પ્રેતયાન તરફ ગતિ કરે છે. દેવયાનનો સીધો સંબંધ સૂર્ય સાથે હોય છે અને પ્રેતયાનનો સબંધ ચંદ્ર સાથે હોય છે ચંદ્ર સૂક્ષ્મ જગતને સંભાળે છે અને તેથી ચંદ્રલોકને પિતૃલોક પણ કહેવાય છે.

શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ ચંદ્રની ૧૬ કળા છે આ ૧૬ કળા આપણા હિન્દૂ પંચાગની ૧૬ તીથી સાથે જોડાયેલી છે પુનમથી અમાસ ૧૬ તીથી હોય છે તેમ સુદ અને વદ ની તમામ તીથી રિપીટ થાય છે.

આમ મૃત્યુ પછી આત્મા જે તિથિએ મરણ પામે તે મુજબ ચંદ્રની કળામાં સ્થાન પામે છે. એકમનું મરણ થયું હોય તે પહેલી કળામાં, તે મુજબ જે પણ તિથિએ મરણ પામે તે ચંદ્રની કળા માં સ્થાન પામે છે.

જ્યારે સૂર્ય કન્યા રાશિમાં આવે છે ત્યારે ભાદરવા સુદ પૂનમ આવી જાય છે અને તે ચંદ્રલોકમાં પિતૃઓને જગાડે છે. તે સમયે ચંદ્રની ૧૫મી કળાના દ્વાર ઉઘડી જાય છે અને તેમાં રહેલા પિતૃ પૃથ્વી પરના તેમના સંબંધીને ત્યાં જઈ શકે તેવી વ્યવસ્થા છે. આમ પુનમથી પછી દરેક કળાના દ્વાર ખુલતા જાય છે અને તેમાં વસતા પિતૃઓ પોતપોતાના ઘરે આવવા શક્તિમાન બને છે.

ચંદ્રનું આધિપત્ય દૂધ અને ખીરનું રહેલું હોવાથી શ્રાદ્ધ પક્ષમાં દૂધપાક કે ખીરનું મહત્વ વિશેષ છે.

આમ દરેક પિતૃ તેમના નજીકના સ્વજન પુત્ર કે પૌત્રના ઘરે આવે છે અને શ્રાદ્ધ પામી સંતૃપ્ત થાય છે અને આશીર્વાદ આપતા જાય છે જે પરિવાર કુટુંબની ઉન્નતિ કરે છે. જે પિતૃનું શ્રાદ્ધ કરવામાં નથી આવતું તે અતૃપ્ત અવસ્થામાં પાછા જાય છે અને મનોમન ઉદાસ બની જાય છે તેનું વિપરીત પરિણામ કુટુંબને ભોગવવું પડતું હોય છે.

અતૃપ્ત પિતૃ ફરી એકવાર અમાવસયાને દિવસે અચૂક પાછા પોતાના સ્વજનના ઘરે આવે છે જેથી તેને આપણે સર્વપિતૃ અમાવાસ્યા કહીયે છીએ. આ દિવસે ભૂલ્યાચૂક્યાં દરેક પિતૃનું શ્રાદ્ધ નો મહિમા ઘણો છે અને તે અનાયાસે બાકી રહેલા પિતૃઓને સંતૃપ્ત કરવાનો મોકો મળે છે.

આથી દરેક પરિવારે શ્રાદ્ધ કરવું જ જોઈએ તે દિવસે બ્રાહ્મણ, બહેન દીકરી અને ભાણેજોને જમાડી શક્તિમુજબ દક્ષિણા આપવાથી અને કાગવાસ નાખવાથી પિતૃને પહોંચે છે .
આ હકીકત શાસ્ત્ર આધારિત છે અને સૌ જન આમાં શ્રધ્ધા રાખી કરે તે માટે તેને શ્રાદ્ધ નામ આપવામાં આવ્યું છે.

શક્ય છે કે આજ ના દિવસો માં ઉપરોક્ત જ્ઞાન જો હોય તો કદાચ શ્રાદ્ધ ની પ્રવૃત્તિ નું માહાત્મ્ય ખબર પડે….

🙏🏻 પિતૃ દેવો ભવઃ 🙏🏻