Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

🌴🌾🍀ગામડાનું સરળ જીવન🌿🌵🌳


આમ તો અમે બે ભાઈઓ ખાતરના ગાડા
ફેરવા વાળી કંપની!!!

પાંત્રીસેક વીઘા જમીન પણ ખેતી માં એવું કે એક વરહ હારુ તો ત્રણ વરહ માઠાં જાય વર્ષો વર્ષ બિયારણ જ લેવું

એટલે હું ગામની ભજન મંડળીમાં જાવ ભગવાન ની ક્રુપા થી બે ચાર ભજન કિર્તન ગાતા આવડતું એટલે આપણી ભગતી હાલી લગન તો હજી કર્યા નોતા કારણે એક તો અભણ અને પાછું હું ભજનીક એટલે કોઈ છોકરી દેખાડે નય…

બસ કોઈ રોકવા કે ટોકવા વાળું નહીં બસ દિવસે ખેતી કરી અને રાત્રે પાછાં ભજન મંડળીમાં પોચી જાવાનું હોય…

પણ થાય એવું કે રાતે ઉજાગરો થાય એટલે સવારે ઊઠા તું નય એટલે ખેતી માં ધ્યાન દેવાય નય પણ થાય શું?

આ વર્ષ ચોમાસામાં માંડવી નું વાવી તો ખરી પણ વાડીએ જાય કોણ પંદર વીસ દિ પછી જ્યારે હું વાડીએ ગ્યો ત્યાં તો હે ય ને તાજરીયો લીલકાય છે ત્યાં તો તાજરીયો પણ કેવાં મંડ્યો કહે
આવો આવો કલાકાર
મે કિધુ કે ઈ તો ઠીક પણ મે માંડવી વાવી તી ઈ ક્યાં ગઈ?

અરે ભજનીક તમે આટલાં બધા ભગતી ભાવ વાળા માણસ કેહવાવ તમારી માંડવી ને અમે કાય ન થવા દય

આ રહી મારે ઓથે મનમાં ને મનમાં હું પણ હસ્યો
એમાં ઈ વર્ષ ઠીક ઠીક ઉપજ થયું
એક સગાએ મારી સગાઈ ની વાત હાંકી હું જોવા ગયો અને હાં નાં હાં કરતા ઈ ગોઠવાય ગ્યું!!!

એ સમયે માણસોમાં બોવ ભોળપણ હતું
ગામમાં નવી વહવારુ આવેલી લાજુ કાઢવાનો રિવાજ હોય એમાં ત્યારે લાઈટુ તો હતી નહિ એટલે દીવા નાં અંજવાળે બધા રહેતા કોઈ સત્યનારાયણ ભગવાનની પ્રસાદ લય ને આવ્યું બધાં ને પ્રસાદ આપી છેલ્લે વહુને પ્રસાદ આપી
બે પડારીયુ મકાન વચ્ચે થાંભલી હતી લાજમાથી હાથ લાંબો કરીને ખોબો ધરીયો પણ થાંભલી વચારે આવી હવે કરવું શું હાથ કાઢવા જાય તો પ્રસાદ ઢોળાય જાય બધાં વીચાર કે હવે કરવું શું
કોઈ એ કહ્યું કે મોભારે ચડો અને થાંભલી કાઢો
એ થાંભલી કાઢી ત્યારે વહુએ પ્રસાદ ખાધી
કોઈ પ્રસાદ લય લધી હોત તો થાંભલી ન કાઢવી પડત પણ ભોળપણુ હતું

પછી મેં એ મંડળી છોડીને નાટક કંપની માં જોડાઈ ગયો
ખેતરમાં ઉભા ઉભા કહું કે એ બલુન જાય પણ બેહવાનો વારો આવ્યો નય
એ સમયે છોકરાવ નો બુસકટ પણ કેવો અઠવાડિયે ધોવે તો પણ એમને એમ બુસકટ ઉભો રહે કારણ કે ઈ મટીરીયલ જ એવું નાકમાં હરખમ ચાલુ જ હોય નાકમાંથી ઈર,શરદી, સરેખમ નીકળે રાખે નાકથી નીચે આવે તો જીભ ખેંચી લ્યે ઉપર નાક ખેંચી લ્યે!!!

બુસકોટનો કોલર નો આખો રંગ બદલાય જાય આજનો યુગ સારો છે કે આજની પેઢી થોડીક ભણી ગણીને નિરિક્ષક બની થોડું વિજ્ઞાન આગળ વધ્યું એટલે આ મટીરીયલ બોહુ ઓછું જોવા મળે છે

શ્રાવણ માસમાં નાટકો ખુબ રમાવા જાય
નાટક કંપનીમાં અમે પંદર વીસ જણ આજુબાજુ ના ગામડા માં જવાનું થાય એટલે એ સમયે મારી પાસે ચોવીસ્યુ સાઇકલ ભાગે ય બોવ કારણ કે ઘરાના દુધ છાસ ખાધેલા અને તાકાત પુરી હતી તણ તણ સવારી રણકાવ્યે જાય તો પણ થાક ન લાગતો!!!

જુદા-જુદા વેશ ભજવતા એમાં મારે પાત્ર ભર્તૃહરિ નું હતું પોશાક પહેરવાં માટે જુદી જુદી મંડળી માંથી માગી લાવતા એક વખત બાજુના ગામમાં બીજા મંડળીઓ વારા નું હતું એનો નાયકે અમારી મંડળી વાળાઓને આમંત્રણ આપ્યું કે તમે બધા આવો રાજા ભર્તૃહરિ નું પાત્રો કેમ ભજવાય તે જોવું હોય તો
એ મંડળી તરફથી બોવ આમંત્રણ હતું એટલે અમે બધા ગયાં જોવા માટે
એ ગામમાં જે રાજા ભર્તૃહરિ નું પાત્ર ભજવે તેનાં સાસરાનુ ગામ હતું!!!

અમારો ઉતારો એનાં સસરાના ઘરે હતો અમે બધા તો એનાં સસરાની ઘરે ખાટલે બેઠાં હતાં રાત નાં આઠ થવા આવ્યા એટલે મેં કીધું કે હાલો હવે પળમાં જાય નહીતર પછી ગામ લોકો બધા સુય જાશે!!!

એટલે પેલાં વ્યક્તિ એ એનાં સસરાને કીધું કે બાપુજી તમે પણ આવજો જોવા માટે બોવ તાણ કરી એટલે એના સસરાએ કીધુ કે રહેવા દો જમાય મારા થી બેહાય નહીં
એટલે રહેવા દો

નાના બાપુજી તમે આવો હું તમારા માટે ખુરશી ની વ્યવસ્થા કરી આપીશ હું આ મંડળી નો નાયક છું,

મે કિધુ કે આવો આવો મજા આવશે
બોવ મથામણ પછી એ આવવા રાજી થયા
અમે બધા ઉભા થયને ગામને ચોરે આવવા માટે હલતા થાય…

એ મંડળી વાળા બધા ચોરા ઉપર મેક-અપ કરવા ગ્યાં અને અમારૂં ટોળુ નીચે આગળની લાઇનમાં બેસવા માટે વ્યવસ્થા કરી હતી કારણ કે એમને અમન દેખાડવું હતું કે કેમ પાત્રો ભજવાય…

એક જણ આવ્યો ટુટેલો તેલનો ડબ્બો લય ને
કારણકે સારો ડબ્બો કોઈ આપે નહિ
એક પતરાની ખુરશી મુકી…

ઘડીક ડબ્બો વગાડ્યો એટલે ગામનાં ચોરાના પગથિયાં પરથી ટક-ટક-ટક-ટક કરતા રાજા ભર્તૃહરિ નીચે ઉતરે પળમાં આવી ને હેનટર પછાડી ને એ પતરાની ખુરશી પર બેઠા એટલામાં પ્રધાનજી ને ઈશારો કર્યો
કે ઉભા થાવ…

કઠણાઈ ઈ હતી જે પ્રધાન બને એ હાજર નહીં એટલે બીજા ને પ્રધાનનું પાત્ર આપ્યું હતું એ થોડક હાજો-માદો એટલે આવાજ બાઈ માણસ જેવો પ્રધાનજી હાથમાં માઇક લયને ઉભાં થયાં એટલે માઇકમાં કીધુ એ જુવો આપણાં આ મહારાજ રાજા ભર્તૃહરિ આપને કહે છે કે એમનાં રાજમાં છે કોઈ દુખી
હોય તો કહી દો…

આ બાજુ ફરીને કીધુ છે કોઈ દુખી
બીજી બાજુ ફરીને કીધુ કે છે કોઈ દુખી
કોણ બોલે
એટલે કોઈ ન બોલીયુ એટલે હરવેક થી કીધુ કે છેલ્લી વાર પુછો ફરી પ્રધાનજી એ કીધું કે છે કોઈ દુખી તો કોઈ ન બોલ્યું કોણ બોલે આમાં

એટલે અમને દેખાડવા માટે પ્રધાનજને કીધુ કે બેસી જાવ
પોતે માઇક હાથમાં લયને પતરાની ખુરશી પર જોરથી પગ પછાડીને હુકમ કર્યો
હું કોણ બાણું લાખ માળવાનો ધણી મારાં નગરમાં કોઈ દુખ હોય એ હું જોય ન શકું
છે કોઈ દુખી કે, છે કોઈ દુખી, છે કોઈ દુખી
એટલામાં તો એનાં સસરાનો મગજ ફાટ્યું અને હાથ ઉંચા કરીને કીધુ મહારાજ હું દુખી છું…

ત્યાં તો આને પરસેવો છૂટી ગયો અરર આ ખોટું થયું બાપુજી ક્યાં વચારે બોલ્યા હવે થાય શું
એટલે હવે થુકેલુ ગળાય નહીં ભારે કરી બાપુજીએ
એટલે મેં કીધું કે બાપુજી આ નાટક છે એટલે તમારાં જમાય બોલ્યા
જમાય હોય તો શું એક વાર બોલય બે વાર બોલય…

ઘળીએ વળીએ શું મંડાય પડ્યો છે
ત્યાં તો માઇક માંથી ફરી અવાજ આવ્યો કે બોલો નગરજનો કંઈ વાત પર શું દુખી છોવો
એટલે એના સસરાએ કહ્યું આ નગરમાં બે વ્યક્તિઓ દુખી છે
એક તો મારી વેવાણ દુખી છે
બીજું મારી દીકરી દુખી છે
પછી મેં એનાં સસરાને સમજાવ્યું કે
આ નાટક છે….

તમે એને કેવી મુંજવણમાં નાખો છો
બધાં છુટા પડ્યા
પછી મેં આ નાટકો રમવાનાં બંધ કરીને ભગવાનની કૃપા થકી બે ચાર ભજન કરતા આવળુયુ એટલે દેશ વિદેશમાં ફરવાનું થયુ અને બલુનમા બેઠાં બાકી આમ તો ખાતરના ગાડા ફેરવા વાળી કંપની

કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા ! આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે,..થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ? એમાં તે શી ખોટ ?

ઉપરવાળી બેંક બેઠી છે. આપણી માલામાલ,
આજનું ખાણું આજ આપે ને. કાલની વાતો કાલ.

ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,
સુખદુઃખોની વારતા કે’તા ..બાથમાં ભીડી બાથ.

ખુલ્લાં ખેતર અડખે પડખે…માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું…ક્યાં છે આવો લાભ ?

સોનાની તો સાંકડી ગલી,…હેતું ગણતું હેત,
દોઢિયાં માટે દોડતાં એમાં જીવતાં જોને પ્રેત !

માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ !

~ મકરંદ દવે.

ભીખાભાઈ વડાળા વાળાની મુખેથી
સાંભળેલ વાત પર થી

✍️: ટાઈપીંગ કણબી ની કટારી એથી
(જયંતિ પટેલ)

તસ્વીરો પ્રતિકારક છે

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s