Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

બોબ મનરો કેનેડીયન આઇસ હોકીની નેશનલ ટીમના ખુબ સારા પ્લેયર હતા.
નેશનલ ટીમમાંથી નિવૃતિ લીધા બાદ સામાજીક સેવાઓ કરવા માટે એ યુનોમાં
જોડાયા અને આફ્રીકામાં એમની સેવાઓ આપી રહ્યા હતા.
એકદિવસ બોબ મનરો એમની કારમાં બેસીને આફ્રીકામાં આવેલી દુનિયાની
સૌથી મોટી ઝૂંપડપટ્ટી પાસેથી પસાર થઇ રહ્યા હતા. મથારે ખુબ મોટા વિસ્તારમાં
ફેલાયેલી ઝૂંપડપટ્ટી છે. બોબ મનરોએ જોયુ તો ખુબ મોટી સંખ્યામાં યુવકો
એકઠા થયેલા હતા અને બધા કંઇક પકડવા માટે મથામણ કરી રહ્યા હતા.
બોબ મનરોએ એમની ગાડી ઉભી રાખી એમણે જોયુ કે આ બધા યુવાનો
ફુટબોલ રમી રહ્યા હતા. કુટબોલ કાપડના ટુકડામાંથી બનાવેલો અને રમવાવાળાની
સંખ્યા એટલી મોટી હતી કે કોઇ
ફુટબોલને પગથી લાત માટે એ પહેલા તો
બીજો યુવક એમને લાત મારીને નીચે પાડી દે.
બોબ મનરોએ યુવાનોને પોતાની પાસે બોલાવ્યા. યુવાનો ચારે બાજુથી એમને
ઘેરી વળ્યા. બોબે પોતાની પાસેના એક પેમફલેટમાં રહેલ ફુટબોલનું ચિત્ર યુવાનોને
બતાવીને કહ્યુ, ” તમે જે બોલથી ૨મો છો એ બોલન ચાલે કુટબોલ રમવા માટે
આવો બોલ જોઇએ. હું તમારા માટે કાલે આવો બોલ વૈઇ આવીશ:
બધા યુવાનો ખુબ રાજી થયા.
બીજા દિવસે બોબ મનરો આ યુવાનો માટે થોડા કુટબોલ લઇને આવ્યા.
બોલ યુવાનોને આપતા પહેલા કહ્યુ, ” તમારે આ બોલથી રમવું હોય તો એના માટે
સારુ મેદાન જોઇએ એટલે ગંદગી સાફ કરીને મેદાન તૈયાર કરો” યુવાનોને તો
ફુટબોલથી રમવું હતું એટલે એમણે ઝૂંપડપટ્ટીની આસપાસની ગંદકી સાફ કરીને
કુટબોલ માટેના
મેદાનો બનાવ્યા.નિયમમુજબ જ કુટબોલ રમાય એ માટે
1987ની સાલમાં ‘મથારે ફુટબોલ ક્લબની સ્થાપના કરવામાં આવી.
આ ક્લબના સભ્ય બનવું હોય તો એ માટે ફરજીયાત ભણવાનું એટલે
યુવાનોએ ભણવાનું પણ શરુ કર્યું.
ધીમે ધીમે ઝૂંપડપટ્ટીની ગંદકી સાફ થવા લાગી. યુવાનોએ ભણવાનું ચાલુ કર્યું એટલે
એમના વિચારો પણ બદલાવા લાગ્યા. બોબ મનરોની નાની એવી શરુ આતથી.
ગઝલનું પરીવર્તન આવ્યું. હજારો યુવાનો મથારે ફુટબોલ ક્લબ’માં જોડાયા અને
સૌથી આશ્ચર્યની વાત એ છે કે બોબ મનરોને 1987માં આ કાર્યની શરુઆત કરી અને
4વર્ષ બાદ 1991માં કેનેડીયન ફુટબોલ ટીમના તમામ 11 ખેલાડીઓ
મથારે ઝૂંપડપટ્ટીના યુવાનો હતા.
મિત્રો, પરિવર્તન રાતો શત ન આવી જાય. પરિવર્તન તરફનું પ્રથમ પગલું
ખુબ નાનું હોય પણ સમય જતા સાચી દીશામાં ઉઠાવેલું પગલું
કલ્પના પણ ન કરી શકાય એવું મોટું પરિવર્તન લાવી દે છે.

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s