Posted in भारत का गुप्त इतिहास- Bharat Ka rahasyamay Itihaas

મુહમ્મદ અલી જીણાની પ્રેમ કહાની પ્રતિનાયક બનવાની પ્રક્રિયા

નોંધ: આ લેખ જીણાને glorify કરવા નહીં પણ નગ્ન સત્ય ઇતિહાસ રજૂ કર્યો છે તમે જે રીતે આનું અર્થઘટન કરવા ઇચ્છો તે રીતે કરી શકો છો.

મુહમ્મદ અલી જીણાનો ઇતિહાસ તેના દાદાથી શરૂ થાય. મુહમ્મદના દાદા પુંજા ઠક્કર એ રાજકોટ પાસે આવેલા મોટી પાનેલીના હતા. તેમણે પોતાના એક મિત્ર જે ખોજા જાતિના હતા તેને પોતાની દુકાન ભાડે આપી હતી. ઘણા લોકો એવું કહે કે તેઓ માછલીનો વેપાર કરતાં તો પાનેલીમાં એવો કોઈ સમુદ્ર નથી કે ત્યાં માછલીનો વેપાર થાય. પરંતુ તેમના મિત્ર જે આવો કોઈ વેપાર તેના કરાચીના સંબંધી સાથે કરતાં હતા એવો ઉલ્લેખ છે અને આવા વ્યક્તિને દુકાન ભાડે આપવાથી અમુક ઈર્ષાળુએ આ વાતનો ફાયદો લઈ પુંજા ઠક્કર નો વિરોધ શરૂ કર્યો. વટમાં ને વટમાં પુંજા ઠક્કરે ખોજા ધર્મ અપનાવી લીધો.

હવે ખોજા અને મેમણ બંને મુસ્લિમો લોહાણામાંથી જ ગયા છે આ ઇતિહાસ પણ જગ જાહેર જ છે. અને સિંધના સામાણી મુસ્લિમ રાજપૂત પણ લોહાણા હતા તેવું ઇતિહાસકાર સી વી વૈદ્ય નોંધ કરે છે.

પરંતુ જે મૂળભૂત રીતે હિન્દુ હોય તે કેવી રીતે અન્ય સંસ્કૃતિને પચાવી શકે. મુહમ્મદ બિન કાસીમના વખતે મજબૂરીમાં ઇસ્લામ અપનાવવો તે અલગ વાત હતી જ્યારે અહી તો પોતાની મરજી થી વાત હતી અને પુંજા ઠક્કર આને મનથી અપનાવી નો શક્યા.

તેઓ હવેલીના બાવાશ્રી પાસે પહોંચ્યા કે મને પાછો હિન્દુ બનાવો અને મારુ શુદ્ધિકરણ કરો પણ બાવાશ્રી એ કહ્યું

‘આ કાંઈ બોડી બામણીનું ખેતર થોડું છે કે ગમે તે મનફાવે ત્યારે વયો જાય અને મનફાવે ત્યારે હાયલો આવે.’

આથી આઘાત પામેલા પુંજા ઠક્કર દુઃખી થઈ જાય છે અને જીવવાની ઇચ્છા છોડી દે છે અને આવી રીતે ટૂંક સમયમાં મૃત્યુ પામે છે. હવે આ ઘટના બને છે ત્યારે પુંજા ઠક્કરના દીકરા જીણાભાઈના લગ્ન થઈ ચૂક્યા હોય છે. (મતલબ જીણાભાઈની પત્ની પણ એક લોહાણી જ હોય છે) અને ત્યારે પુંજા ઠક્કરનો પેલો ખોજા મિત્ર જીણાભાઈ પાસે આવે છે અને તેને કરાંચી લઈ જાય છે. આ સમયે જીણાભાઈના પત્નીને સારા દિવસો જતાં હોય છે અને કરાંચીમાં જ તેને દીકરો આવે છે તેનું નામ મુહમ્મદ(ખોજા મિત્રની સલાહથી) રખાય છે.

પોતાનો મૂળ ઇતિહાસ જાણતો અને ધર્મથી ખોજા પણ લોહીથી પૂરો લોહાણો એવો મુહમ્મદ પોતાને મુસ્લિમ તરીકે ઓળખવતા શરમ અનુભવતો હતો. તેના બાળ લગ્ન એક ખોજા યુવતી સાથે થાય છે પરંતુ કોઈ બીમારીથી તેની પત્નીનું મૃત્યુ થાય છે. મુહમ્મદ અંગ્રેજોની જેવા કપડાં પહેરવા અને તેની જેમ પોર્ક(સુવ્વરનું માંસ પણ ખાતો હતો) હવે કાયદાનું ભણીને આઝાદીની લડાઈ માટે કોંગ્રેસમાં જોડાય છે.

આ કોંગ્રેસમાં એક બહુ મોટા પારસી વેપારી દિનશો માણેકશો પેતીત જે કોંગ્રેસના દાતા હતા તે એક વાર કોંગ્રેસના ઘણા નેતાઓને પોતાના દાર્જીલીંગના ફાર્મ હાઉસમાં આરામ કરવા બોલાવે છે. આમાં તે મુહમ્મદ અલી જીણાને પણ બોલાવે છે. હવે અહીથી જ જીણાની પ્રતિનાયક બનવાની શરૂઆત થાય છે.

આ દિનશો માણેકશો પેતીતને એક 16 વરસની દીકરી હોય છે જેનું નામ રતનબાઈ હતું અને ઘરમાં પ્યારથી તેને રોટ્ટી બોલાવતા. આ રોટ્ટી પણ અહી હાજર હોય છે અને આ રોટ્ટી જીણાની તીવ્ર બુદ્ધિ થી આકર્ષાઈ જાય છે અને જીણા પણ બાળપણમાં થયેલા લગ્નને ક્યારનો ભુલાવી ચૂક્યો છે.

પણ આ વાતની ખબર રોટ્ટીના પિતા દિનશોને ખબર પડે છે અને તે વિરોધ કરે છે. એક તો જીણા અને રોટ્ટી વચ્ચે ધર્મ અને ઉમરનો તો તફાવત છે અને જીણા એક વિધુર પણ છે અને ક્યો દીકરીનો બાપ આવું ઠેકાણું દીકરી માટે પસંદ કરે?

આ વાત આખી ગાંધીજી સુધી જાય છે અને દિનશો ગાંધીજીને આમાં દખલ કરવા કહે છે. ગાંધીજી મુહમ્મદ સાથે વાત કરે છે અને સમજાવે છે કે દિનશો એ કોંગ્રેસના એક મોટા દાતા છે અને જૂના સભ્ય છે. આઝાદીની લડાઈમાં માણસો સાથે ફંડ પણ જોઈએ જે આવા દાતાઓ તરફથી મળી રહે છે. તમારા આ પ્રકરણથી દિનશોને બહુ ખરાબ લાગ્યું છે તેની અસર આઝાદીની લડાઈ ઉપર પણ પડી શકે છે.

પણ મુહમ્મદ અલીનો જવાબ હતો કે ગાંધી તમે ધર્મના ભેદભાવનો ઢોંગ કરો છો અને મારો ધર્મ અલગ છે માટે તમે વિરોધ કરો છો જો તમે સાચે જ ધર્મના ભેદભાવ ને મિટાવવા માંગતા હોવ તો મારા લગ્ન માટે તમે જ દિનશો સરને સમજાવો.

ગાંધીજી મુહમ્મદને સમજાવવામાં નિષ્ફળ રહે છે અને દિનશો કોર્ટમાંથી ઓર્ડર લઈ આવે છે અને રોટ્ટી અને મુહમ્મદને મળવા પર પ્રતિબંધ લગાવે છે. રોટ્ટી 18 વર્ષની થતાં રોટ્ટી ખુદ ભાગીને મુહમ્મદ પાસે જાય છે અને બંને લગ્ન કરી લે છે.

આનો ગાંધીજી ખુદ વિરોધ કરે છે જેથી આ ઘટનાનો લાભ મુસ્લિમ કટ્ટરવાદીઓ દ્વારા લાભ લેવામાં આવે છે અને જીણાને ઉશ્કેરવામાં આવે છે અને પછીનો ઇતિહાસ અને પાકિસ્તાનનું સર્જન આપડે જાણીએ છીએ.

પાકિસ્તાનના સર્જન પછી કાયદે આઝમ બનેલા જીણાને ત્યાં એક દીકરીનો જન્મ થાય છે. પણ મુહમ્મદ અલી જીણા અને તેની પત્ની રોટ્ટી વચ્ચે અમુક અણબનાવ થતાં તે ભારત આવીને છૂટાછેડા લે છે પરંતુ મુહમ્મદ અલી જીણાની દીકરી ફાતિમા મોટી થઈને પારસી વાડિયા પરિવારમાં લગ્ન કરે છે. અને જીણા મરતી વખતે પોતે પાકિસ્તાનનું સર્જન કરી ભૂલ કરી હતી એવો પશ્ચાતાપ પણ મૃત્યુ સમયે વ્યક્ત કરે છે.

ભાવિન કુંડલિયા

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s