Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

💠 લઘુકથા 💠 🔸️ *સ્વ- માન* 🔸️

🍁 માણેકલાલ પટેલ 🍁

આત્મારામને પંચાયતમાં પટાવાળાની નોકરી તો મળી પણ એને અસંતોષ એ
બાબતે રહેતો કે એનું કામ બધાંનાં ટાંપાટૈયા કરવાનું રહેતું હતું.
એને સ્વમાનભંગ થતો હોય તેમ લાગતું હતું.એને થતું કે આવું જીવન શા કામનું ? આથી તો એ ઓફિસ જવામાં અનિયમિત પણ રહેતો.ક્યારેક તો તલાટી ખુદ એને બોલાવવા આવતો.એ ઉનાગુની કરે એટલે સવિતા, એની વહુ એને સમજાવીને મોકલતી.
ગામના કોઈ ઓફિસમાં આવે એટલે એને પાણી પાવાનું,તલાટી કહે એટલે એના માટે ચા લેવા જવાનું- આ બધું આત્મારામને ગમતું નહિ.તોયે પત્ની અને છોકરાંઓના ભરણપોષણ માટે એ આ બધું કમને કરતો.
એક દિવસ એક જીપ પંચાયત આગળ આવીને ઉભી રહી.આત્મારામ સ્ટૂલ ઉપર બેઠો હતો.પણ, તલાટી ખુરશીમાંથી ઉભા થઈ દોડીને બહાર ગયો.સાહેબને માન સાથે ઓફિસમાં લાવ્યા પછી એમને પાણી પણ એણે જ આપ્યું.
આત્મારામ આ જોઈ રહ્યો હતો.એણે
તલાટીને પૂછ્યું:-” સાહેબ, ચાનું……”
” ના. અમે ઘરે જ જઈએ છીએ.”
થોડીવારે બીજી ગાડી આવી.આ જોઈ
તલાટી અને પેલા સાહેબ- બન્ને દોડીને
બહાર ગયા અને અંદર બેઠેલા સાહેબને ઝુકીને નમન કર્યા.આત્મારામ આ જોઈ રહ્યો હતો.
થોડી ગુસપૂછ કરી એ બધા તલાટીના ઘરે જવા નીકળ્યા ત્યારે તલાટીએ કહ્યું:-” આત્મારામભાઈ ! અમે આવીએ છીએ. ઓફિસ સાચવજો, હોં !”
આત્મારામ તો વિચારમાં જ પડી ગયો.
થોડીવારે ગામની એક વ્યક્તિ ઓફિસમાં આવી અને બોલી:-” આતુભૈ સાહેબ ! મારું એક કામ ન કરી આપો ?”
આત્મારામ સહેજ ટટ્ટાર થઈ ગયો. પૂછ્યું:-” શું કામ છે ?”
” તલાટી સાહેબ તમારું તો માને જ ને ? “
આત્મારામના ચહેરાના હાવભાવ અનાયાસ બદલાઈ ગયા.
સાંજે એ ઘરે ગયો ત્યારે રોજની જેમ એ લોખંડની ખુરશીમાં બેઠો.એના કહ્યા વિના જ પહેલાં એની પત્નીએ પાણી આપ્યું.પછી ચા આપી.

  • આત્મારામને થયું કે જાણે અચાનક એનું માન વધી ગયું છે !!
  • માણેકલાલ પટેલ *

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s