Posted in भारतीय उत्सव - Bhartiya Utsav

આપણી_પરંપરાઓ….

#દેદો_કૂટવો

મિત્રો….આજે પણ ધણા ગામમાં નાની છોકરીઓના જયારે ગૌરીવ્રત આવે છે , ત્યારે બધી દિકરીઓ ગામની બહાર નદી કાંઠે જઈને, રેતીમાં દેદાનું પૂતળું બનાવી , અથવા દેદાને મારનારના ટીમા બનાવીને એને કૂટેછે.

પણ શું આપણે જાણીએ છીએ, કે આ દેદો કોણ હતો? કન્યાઓ દેદો કેમ કૂટે છે?

આની પાછળ નો ઈતિહાસ
કંઈક આવો છે….

અરઠીલા ગામની બહાર છાવણી નાંખી પડેલ મહમદ બેગડાના સૈનિકોએ આપા દેદા આહીરને એકલા હાથે કત્લેઆમ કરતો જોઈ તેને મારવા ઉમટી પડ્યા. અરઠીલા કિલ્લાની બહાર દેદા આહીર અને બાદશાહની સેના વચ્ચે જીવ સટોસટનો જંગ ખેલાયો. દેદો આહીર બંને હાથથી તલવાર વીંઝતો જેમ જુવારના કણસલા લણતો હોય તેમ દુશ્મનોના માથા વાઢતો એકલો મુસ્લિમ સેના વચ્ચે આગળ વધી રહ્યો હતો. જલ્લાલુદ્દીને તેની પીઠ પાછળથી સૈનિકોને આક્રમણ કરવા ઈશારો કર્યો. દેદાએ સેંકડો સૈનિકોને રહેંસી નાખ્યા.

દેદો બેય હાથથી લોહી નીતરતી તલવારોથી દુશ્મન સેનામાં કહેર વર્તાવી રહ્યો હતો. ત્યારે દેદાની પીઠ પાછળથી ગરદન ઉપર તલવારનો ઘા કરવામાં આવતા તેનું માથું ધડથી અલગ થઈ ગયું. દેદાનું માથું કપાતા ધડ ઝનૂને ચડ્યું, એમ કહેવાય છે, કે માથા વગરનું ધડ ઝનૂને ચડતા મહમદ બેગડાની સેનામાં હાહાકાર મચી જવા પામ્યો હતો. માથા વગરના ધડને આંખો હોઈ તેમ બાદશાહની સેના વચ્ચે જઈ અનેક સૈનિકોનો કચ્ચરઘાણ બોલાવી દેતા સેનામાં ભાગદોડ મચી ગઈ. અરઠીલાના એક યુવાને કરેલી ખુવારી જોઈ બાદશાહની સેના ભયભીત થઈ ગઈ હતી. બેગડાની સેનાને અગમચેતીનો આભાસ થતા વિચારવા લાગી, કે જો અરઠીલાનો એક યુવાન આટલા સૈનિકોની ખુંવારી કરી શકે, તો અરઠીલા ના હજારો આહીરો એક સાથે આવી ચડશે તો શું થશે ? એવું વિચારી સેનાને પરત ફરવું જ યોગ્ય લાગ્યું.

પરંપરા

આજથી આશરે સાડા પાંચસો વર્ષ પહેલા અષાઢ માસની પૂનમની અજવાળી રાત્રીએ ખેલાયેલ આ જંગમાં બેગડાની સેનાને દેદા આહીરે એકલા હાથે ભગાડી હતી અને એ સાથે ગામની દીકરીઓની લાજ બચાવતા પોતે વીરગતિ પામ્યો. દેદા આહીરની કથા-લોકકથાઓ, બારોટોના ચોપડાઓ અને દેદા ગોહિલના પાળિયારૂપે સાક્ષી પૂરે છે. આજેય સૌરાષ્ટ્રની કુંવારી કન્યાઓ દર વર્ષની અષાઢી પૂનમે દેદા આહીરની શહીદીને અશ્રુભરી શ્રદ્ધાંજલી આપવા ગામની ભાગોળે ભેગા થઈ દેદો કૂટવાની પરંપરા જાળવતી જોવા મળે છે. જેેેેમાં કુુંવારી કન્યાઓ મરશીયા ગાય છે.

ભારતીય સંસ્કૃતમાં મરણને પણ સોળ સંસ્કાર પૈકીનો એક સંસ્કાર ગણવામાં આવ્યો છે. કન્યાઓ પોતાના ભાવી જીવનમાં મરણ પ્રસંગે કૂટવાનું શીખે, મરશિયા ગાતા શીખે એ ભાવના પણ આ પરંપરા પાછળ રહી છે.

બાળપણમાં મરણ પ્રસંગે સગા વહાલા કાણ લઈને આવે અને ગામના ચોકે ચોકે કાણે આવેલી બહેનો ધડામ ધડામ છાજીયા લેતા લેતા જે મરશિયા ગાય એ મરશિયા ભલભલા મૂછાળાઓની આંખમાં આંસું લાવી દેતી એ પ્રસંગની સ્મૃતિ હજીય
માનસપટ્ટ પર એવી ને એવી હજુય
અકબંધ છે.

મરશું રણ મેદાનમાં ધરશુ લીલુડા શીશ,
આપા છીએ ગાંડી ગરનાં કરશું ઉજડા નીર.

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s