Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

મારા પપ્પા ના મિત્ર દવેકાકાને મેં આજે કામ થી ફોન કર્યો…

મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો..

નજીક રહેતા હોવાથી અને રવિવાર પણ હોવાથી…એ બાજુ નીકળ્યો તો મને થયું….ચલો દવેકાકા ને મળતો જાઉં…

હું દવેકાકા ના ઘરે ગયો….દવે કાકા આરામ થી છાપું વાંચતા હતા….મેં કીધું કાકા….કેમ..છો ?

આવ બેટા મજામાં…બેસ…

હું બેઠો..પછી કીધું કાકા મોબાઈલ કેમ બંધ કર્યો છે…

એટલે કાકા હસી ને બોલ્યા..
બેટા એક ફાધર ડે, મધર ડે અને તારી કાકી અને મારી બર્થ ડે ઉપર હું મોબાઈલ સ્વીચ ઓફ કરી દઉં છું….

કારણ ? મેં પૂછ્યું

બેટા આખું વર્ષ જીવીયે છીયે કે…મરી ગયા , તેની ખબર ન હોય…તેવી વ્યક્તિઓ ના ફોન આવે, વેવલું વેવલું જાહેર માધ્યમ ઉપર લખે, બોલે..મને નફરત છે અબધી વાતો થી.

બચપન માં બાળકો ને આપેલ પ્રેમ અને હૂંફ તેમનો હક્ક હતો..તો ઘડપણ માં પ્રેમ અને હૂંફ આપવી તેઓ ની ફરજ છે અને અમારો હક્ક છે..જો એ તેમની ફરજ ભૂલતા હોય તો મને એવા સંબધો સાથે કોઈ મતલબ નથી…

એ લોકો ને એવું ઘમંડ છે..
જાત નહિ ચાલે ત્યારે તો અમારી પાસે આવશે જ ને….
પણ એ લોકો તેમના બાપ.ને ઓળખવા માં ભૂલ ખાધી છે.
મેં આપણા શહેર થી 25 કિલોમીટર દૂર એક અધ્યતન ઘરડાઘર બની રહ્યું છે…અમે તેની મુલાકત પણ લીધી હતી…
મહિને વ્યક્તિ દીઠ 17000
પતિ પત્નિ હોય તો એક રૂમ માં બે વ્યક્તિ સાથે રહી શકે,

AC ,LCD TV, ઇન્ટર કોમ, સોફા બે પલગ…
બેટા એક થ્રી સ્ટાર હોટલ માં હોય એવી તમામ સવલતો,..સાથે ના રૂમ
વિશાળ પરીસર ની અંદર બાગ બગીચા..મંદિર , 24 કલાક એમ્બ્યુલન્સ, દીવસ માં બે વખત ડોક્ટર આવી મેડિકલ ચેકઅપ કરી જાય.. મહિના માં બે વખત તેમની જ બસ માં અમને ફરવા લઈ જાય…ઘરડી વ્યક્તિ ને ધ્યાન માં રાખી સવાર સાંજ નું ભોજન બે સમય ચા, કોફી દૂધ નાસ્તો….સાંજે, ભજન ,કીર્તન અને સત્સંગ

બીજું શું જોઇએ..મેં તો બેટા એક રૂમ લખાવી દીધો છે…

છોકરાઓ એ ભૂલી જાય અમે લાચાર અને મજબુર છીયે.
રૂપિયા દેતા દુનિયા માં બધું જ મળે છે….
પણ માઁ બાપ કે ખોવાયેલો પ્રેમ પરત નથી મળતો….દવે કાકા ની આંખ ભીની હતી પણ વાતો મક્કમતા થી મારી સાથે કરતા હતા

દવે કાકા ની આંગળી તેમના બાળકો સામે હતી…..
સાસરા ના લોકો એ થોડી આર્થિક મદદ કરી…એટલે ભાડે મકાન લઈ એ લોકો ધીરે ધીરે જુદા થઈ ગયા

દવે કાકાએ નાના છોકરા ભાવેશ ને જુદા થવાનું કારણ પૂછ્યું તો કહે ઘર નાનું પડે છે….
દવે કાકા એ સુંદર જવાબ આપ્યો હતો…
બેટા સજ્જન ના ઘરે સંકડાશ નહોય…તારી માઁ એ પણ તને પેટ નાનું હોવા છતાં પણ તને નવ મહિના રહેવા વ્યવસ્થા કરી આપી હતી.
સંતાનો ની આદત પેટ માં હોય ત્યાર થી લાત મારવા ની હોય છે…બહાર આવી ને પણ ઘણા આ આદત ભૂલ્યા નથી હોતા….

જા બેટા ઈશ્વર ને પ્રાથના કર મને તમારા લોકો ની જરૂર ન પડે..અને તમને મારી જરૂર ન પડે….અમારા સ્વભાવ અને આદત ને કારણે તમે જુદા થાવ છો પણ અમારી મજબૂરી છે અમારી આદત કે સ્વભાવ અમે સુધારી નહિ શકીયે

ખરેખર એવું ન હતું..અમે અમારો સ્વભાવ અને આદતો સુધારવા તૈયાર હતા પણ દુઃખ એ વાત નું હતું
આ મારાં ત્રણએ દીકરાઓ માંથી એકેય ની હિંમત પોતાની પત્નીઓ ના સ્વભાવ કે આદત સુધારવાની હતી નહિ
એટલે બધા છોકરાઓ ધુમાડા માઁ બાપ ઉપર કાઢે….અમને અમારો સ્વભાવ સુધારવા દબાણ કરે …જે મને મંજુર ન હતું….એટલે મેં તેઓ ને જુદા થતા રોક્યા નહિ…

હું મજબૂત છું, મજબુર નથી…હું પ્રેમાળ છું, પણ લાચાર નથી, હું ભોળો પણ નથી અને ભોટ પણ નથી…હજુ મારા પોતા ના અંગત નિર્ણય લેવા માટે સક્ષમ છું…..
ઘરડા ઘર માં જતા પહેલા આ મકાન પણ હું વેચી નાખવા નો છું

બોલ બેટા આ બાજુ કેમ.આવ્યો….દવે કાકા બોલ્યા

કાકા દેવાંગ તમારો નાનીયો મળ્યો હતો…તેની નોકરી ઘણા સમય થી જતી રહી છે..તકલીફ માં છે..તમારા થી મદદ કંઈ થાય તો ?

જો બેટા.. તેણેે ઘર છોડયું ત્યારે તેણે સલાહ તેના સાસરા ની.લીધી હતી…તો પહેલી મદદ કરવા નીંફરજ તેમની બને….કે નહીં ?
હું નિવૃત વ્યક્તિ હતો છતાં પપ્પા ઘર કેમ ચલાવશે એ ચિંતા બાળકો એ કદી કરી નથી…ઠીક છે.. ભગવાન ની.કૃપા થી સ્વમાન થી જીવાય તેટલું મારી પાસે છે

દવે કાકા ઉભા થયા….થોડી વારે અંદર થી આવ્યા અને ચેક મારા હાથ માં મૂકી બોલ્યા..આ દેવાંગ ને આપી દેજે અને કહેજે …લોહીના સબંધ ને ઓળખતા શીખે.
આ રકમ તેને કહેજે લગ્ન પછી ઘર ચલાવવા
તારી પાસે થી હું જે લેતો હતો એ વ્યાજ સાથે તને પરત કરું છું..
માઁ બાપ આપવા માટે જ સર્જ્યા છે લેવા માટે નહીં…
માઁ બાપ ના ઋણ ઉતરવા માટે સાત જન્મ ઓછા પડે..
તમારા સ્વભાવ અને ખરાબ આદતો અમે પણ સહન કરી છે…અમે તમને જંગલ કે અનાથ આશ્રમ માં મૂકી દીધા ન હતા

મેં ચેક સામે નજર કરી ચેક ની રકમં 5 લાખ હતી

હું દવેકાકા ના સ્વમાન થી છલકતા ચેહરા સામે જોઈ રહ્યો…..

બેટા.. બાળકો ને હેરાન થતા આપણે નથી જોઇ શકતા..
એ લોકો ને આવો વિચાર અમારા પ્રત્યે કેમ કોઈ દીવસ નહિ આવતો હોય
દવે કાકા ની આંખો ફરી ભીની થઇ..

માઁ બાપ ને રડાવી…FB ઉપર હેપી ફાધર ડે.. કહી વાણીવિલાસ કરતા નબીરાઓ સમજી લેજો…તમારા કૃત્ય થી સંસાર અજાણ છે..પણ ઈશ્વરે નોંધ જરૂર લીધી છે

HAPPY FATHER’S DAY…………………… પાનખર માં જુના પાન ખરે ત્યારે લીલી કુમળી પાનો હસતી હોય છે… ત્યારે….ખરતા પાન બોલે છે

પીપળ પાન ખરંતા,
હસતી કૂંપળિયાં; મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં.

આપણું માઁ બાપ પ્રત્યે નું વર્તન બાળકો જોતા હોય છે
ઇતિહાસ નું પુનરવર્તન ન થાય તેનું ધ્યાન રાખજો

પાર્થિવ

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s