Posted in भारत का गुप्त इतिहास- Bharat Ka rahasyamay Itihaas

Good Morning… 2

માણસે સફળ થવું હોય તો કલ્પનાશીલ બનવું જરૂરી છે. ધ્યાન રાખજો, સપનાં અલગ છે અને કલ્પના અલગ છે. (ભલે એ બંને તમારી ક્લાસમેટસ્ હોય…)
મૂળ વાત, કલ્પનાશક્તિ વધારવા ભૂતકાળના અનુભવો, વાંચન, રખડવાનો ક્વોટા હોવો જરૂરી છે. સોનાના પર્વતની ડિઝાઇન વિચારવા સોનું અને પર્વત અનુભવવા જરૂરી છે…
યાદ છે પેલી પંચતંત્રની વાર્તા?
કરાલમુખ નામનો મગર અને રક્તમુખ નામનો વાંદરો પાક્કા મિત્રો હતાં, વાંદરો રોજ મગરને જાંબુ ખવડાવતો. મગર ઘરે લઇ જઇને મગરીને ખવડાવે. મગરની પત્નિ જાંબુના મીઠા સ્વાદથી પ્રભાવિત થઇને વાંદરાનું કાળજું માંગ્યું.
મગરે વાંદરાને ભોજન માટે આમંત્રણ આપ્યું, પાણીમાં પીઠ પર બેસાડીને જતો હતો. સ્વભાવગત બોલી નાખ્યું કે તારું કાળજું જોઈએ છે. વાંદરાએ હોંશિયારી કરી અને કાળજું તો ઝાડ પર મૂકીને આવ્યો છે. તારે કાળજું ખાવું હોય તો પહેલેથી કહેવું હતું ને? ચાલ આપણે લઇ આવીએ…
મગર વાંદરાને લઇને પરત લઇ જાય છે, ઝાડ પર ચડીને વાંદરો મગરને કહે છે કે કોઇને બે કાળજા હોય? મુરખ, તારી જોડે સંબંધ ન રખાય.
મગરને ભૂલ સમજાતા હું તો ગમ્મત કરતો હતો વાળી આધુનિક ટ્યુન વગાડે છે. વાંદરાએ ફરી મગરને ખખડાવ્યો….
મગરે પૂછ્યું કે તું આટલો હોંશિયાર કેમ? વાંદરાએ એક પછી એક પંદર જેટલી વાર્તાઓ કહી દીધી….
પંચતંત્રની આ વિશેષતા છે કે એક વાર્તા શરૂ થાય અને તેમાંથી વાર્તાઓનો દોર શરૂ થાય….
વાંદરાએ કહેલી વાર્તાઓ…
એક કરાલકેસર નામનો સિંહ હતો, હાથી જોડે બબાલ થતાં સારો એવો મેથીપાક પડ્યો હતો. સિંહના ચમચા એવા ધૂસરસ નામના શિયાળે સિંહ પાસે ખોરાક લાવવાનું નક્કી કર્યું.
શિયાળ લંબકર્ણ નામના એક ગધેડા પાસે ગયો.
ગધેડાને સમજાવ્યો કે તું હેન્ડસમ છે, જંગલમાં બે ગધેડીઓ સાથે તારા લગ્ન થઈ શકે તેમ છે. ગધેડો જંગલમાં ગયો, સિંહ હુમલો કર્યો પણ ગધેડો બચી ગયો.
શિયાળ પાછો ગધેડા પાસે ગયો અને સમજાવ્યો કે તને જોઇને તારી પ્રિયતમા તને ગળે લાગવા માંગતી હતી. ગધેડો પાછો જંગલમાં આવ્યો અને સિંહનો શિકાર બન્યો.
સિંહ શિકાર કરીને નદી કિનારે નહાવા ગયો તો શિયાળે ગધેડાનું દિલ અને કાનનું ભોજન કરી દીધું. સિંહે આવીને જોયું તો કાન અને દિલ ગાયબ…
શિયાળ પર ગુસ્સો થયો, શિયાળે કહ્યું કે આ મુરખ પાસે કાન અને દિલ હોત તો ફરીથી આવ્યો હોત? સિંહે શિયાળનો ભાગ પણ આપ્યો… કુછ સમજે?
બાકી વાર્તાઓ પંચતંત્રમાં વાંચી લેજો. કેટલીક વાર્તાઓ ત્યાંથી અહીં આવી તો ઘણી કહાનીઓ ભારતથી વાયા ફારસી દુનિયાભરમાં ગઇ….
બાય ધ વે, ભારતીય પંચતંત્રનો અનુવાદ ઇરાનના રાજાએ પાંચમી સદીમાં કરાવ્યો હતો. એ પણ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે…
ઈરાનમાં એક રાજા હતો, નૌશિરવાં. તેના દરબારમાં બુર્ઝો નામનો વિદ્વાન હતો. બુર્ઝો માનતો કે ભારતના કોઈ પર્વત પર અમર થઈ શકાય એવી ઔષધ છે. તે ભારત આવ્યો પણ એવી ઔષધ મળી નહીં. પોતાના રાજાને શું કહેશે એ ચિંતામાં તેણે એક વૃદ્ધ વિદ્વાનની મદદ લીધી. આ વિદ્વાને બુર્ઝોને પંચતંત્રની વાર્તાઓ કહી, જે બુર્ઝોએ લખી લીધી. આ વાર્તામાં ચિન્તા દૂર કરવાની વાતો હતી. સમસ્યાઓ ન રહે તો માણસ આપોઆપ તંદુરસ્ત રહી શકે….
બુર્ઝોએ ઇરાનની ભાષામાં ટ્રાન્સલેટ કરી અને તેમાંથી ઇબનુલ મુફ્કા નામની વ્યક્તિએ ફારસીમાં અનુવાદ કર્યો.
ફારસી ભાષામાંથી ગ્રીક અનુવાદ થયો. ગ્રીકમાંથી જર્મન અને લેટિન ભાષામાં અનુવાદ થયો, જેમાંથી પંદરમી સોળમી સદી સુધીમાં અંગ્રેજી અનુવાદ થયો….
પંચતંત્રનો પોતપોતાની શૈલીમાં દુનિયાભરની ભાષામાં ભાષાંતર થયું, વાર્તાઓમાં નાના મોટા ફેરફારો થયા, વિદેશ જ નહીં પણ ભારતીય ભાષાઓમાં પણ દરેક સંસ્કૃતિ ઉમેરાતી ગઇ.
આખું યુરોપ જેનું ગૌરવ કરે છે એ ઇશપ કથાઓ પણ પંચતંત્રનું એક સ્વરૂપ છે…. પંચતંત્રની વાર્તાઓ શા માટે લખવામાં આવી? ભૂતકાળના અનુભવ પરથી ભવિષ્યના સ્વપ્ન શણગારી શકાય…
મૂળ વાત, મનુષ્ય અન્ય પ્રાણીઓથી અલગ કેવી રીતે છે? માણસ પાસે એક કળા છે, “કલ્પના કરવાની ક્ષમતા”… ઇમેજીનેશન…
માણસ કલ્પના કેવી રીતે કરે છે? ભૂતકાળ તમે જાણ્યું છે, સમજ્યા છો એ તમારી મેમરી છે… જ્યારે માણસ મેમરીનો ઉપયોગ અજાણ્યા ભવિષ્ય માટે કરે એને કલ્પના કહી શકાય… ક્રિટિકલ કેસમાં ડોક્ટરો આવું નહિ કરતા હોય? આપણે રેફરન્સ લઇને પગલું ભરીએ છીએ એ શું છે? મિન્સ કલ્પના કરવા માટે ભૂતકાળના અનુભવો જરૂરી છે…
વાર્તાઓ તો ઇમેજીનેશન કરવા માટે પહેલું ભાથું છે….

Deval Shastri🌹

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s