🍃🍂 પીપળ પાન ખરંતા….ધીરી રે બાપુડીયા. 🍂🍃
મારા પપ્પા ના મિત્ર દવેકાકાને મેં આજે કામ થી ફોન કર્યો…
મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો..
નજીક રહેતા હોવાથી અને રવિવાર પણ હોવાથી…એ બાજુ નીકળ્યો તો મને થયું….ચલો દવેકાકા ને મળતો જાઉં…
હું દવેકાકા ના ઘરે ગયો….દવે કાકા આરામ થી છાપું વાંચતા હતા……….
મેં કીધું કાકા….કેમ..છો ?
આવ બેટા, બસ મજામાં…બેસ…….
હું બેઠો..પછી કીધું, કાકા મોબાઈલ કેમ બંધ કર્યો છે ?
એટલે કાકા હસી ને બોલ્યા……..
બેટા એક ફાધર ડે, મધર ડે અને તારી કાકી અને મારી બર્થ ડે ઉપર હું મોબાઈલ સ્વીચ ઓફ કરી દઉં છું….
કારણ ?? મેં પૂછ્યું.
બેટા, આખું વર્ષ જીવીયે છીયે કે…મરી ગયા , તેની ખબર ન હોય…
તેવી વ્યક્તિઓના ફોન આવે, વેવલું વેવલું જાહેર માધ્યમ ઉપર લખે, બોલે..
મને નફરત છે આ બધી વાતો થી.
બચપન માં બાળકો ને આપેલ પ્રેમ અને હૂંફ તેમનો હક્ક હતો, તો ઘડપણ માં પ્રેમ અને હૂંફ આપવી તેઓની ફરજ છે,
અને અમારો હક્ક છે………
જો એ તેમની ફરજ ભૂલતા હોય, તો મને એવા સંબધો સાથે કોઈ મતલબ નથી…
એ લોકોને એવું ઘમંડ છે..
જાત નહિ ચાલે ત્યારે તો અમારી પાસે આવશે જ ને ?? પણ એ લોકોએ તેમના બાપને ઓળખવામાં ભૂલ ખાધી છે.
આપણા શહેર થી ૨૫ કિલોમીટર દૂર એક અધ્યતન ઘરડાઘર બની રહ્યું છે………
અમે તેની મુલાકત પણ લીધી હતી……..
મહિને વ્યક્તિ દીઠ રૂ.૧૭૦૦૦/- ભરવાનાં.
પતિ પત્નિ હોય તો એક રૂમ માં બે વ્યક્તિ સાથે રહી શકે.
AC, LCD TV, ઈન્ટરકોમ, સોફા, બે પલંગ.
બેટા, એક થ્રી સ્ટાર હોટલ માં હોય એવી તમામ સવલતો સાથેના રૂમ વિશાળ પરીસરની અંદર બાગ બગીચા..મંદિર….
૨૪ કલાક એમ્બ્યુલન્સ, દીવસમાં બે વખત ડોક્ટર આવી મેડિકલ ચેકઅપ કરી જાય.. મહિનામાં બે વખત તેમની જ બસમાં અમને ફરવા લઈ જાય…………..
ઘરડી વ્યક્તિને ધ્યાન માં રાખી સવાર સાંજનું ભોજન, બે સમય ચા, કોફી, દૂધ નાસ્તો………..
સાંજે, ભજન , કીર્તન અને સત્સંગ.
બીજું શું જોઇએ ???
મેં તો બેટા એક રૂમ લખાવી દીધો છે…
છોકરાઓ એ ભૂલી જાય અમે લાચાર અને મજબુર છીયે.
રૂપિયા દેતા દુનિયામાં બધું જ મળે છે….
પણ માઁ બાપ કે ખોવાયેલો પ્રેમ પરત નથી મળતો….દવે કાકા ની આંખ ભીની હતી પણ વાતો મક્કમતાથી મારી સાથે કરતા હતા
દવે કાકા ની આંગળી તેમના બાળકો સામે હતી. સાસરી ના લોકોએ થોડી આર્થિક મદદ કરી, એટલે ભાડે મકાન લઈ એ લોકો ધીરે ધીરે જુદા થઈ ગયા
દવે કાકાએ નાના છોકરા ભાવેશ ને જુદા થવાનું કારણ પૂછ્યું, તો કહે ઘર નાનું પડે છે. દવે કાકા એ સુંદર જવાબ આપ્યો હતો.
બેટા સજ્જન ના ઘરે સંકડાશ ન હોય…તારી માઁ એ પણ તને પેટ નાનું હોવા છતાં પણ તને નવ મહિના રહેવા વ્યવસ્થા કરી આપી હતી. સંતાનોની આદત પેટમાં હોય ત્યાર થી લાત મારવાની હોય છે… બહાર આવી ને પણ ઘણા આ આદત ભૂલ્યા નથી હોતા….
જા બેટા, ઈશ્વરને પ્રાર્થના કર, કે મને તમારા લોકો ની જરૂર ન પડે..અને તમને મારી જરૂર ન પડે….
અમારા સ્વભાવ અને આદતને કારણે તમે જુદા થાવ છો, પણ અમારી મજબૂરી છે. અમારી આદત કે સ્વભાવ અમે સુધારી નહિ શકીયે.
ખરેખર એવું ન હતું..અમે અમારો સ્વભાવ અને આદતો સુધારવા તૈયાર હતા, પણ દુઃખ એ વાત નું હતું કે અમારાં ત્રણેય દીકરાઓ માંથી એકેય ની હિંમત પોતાની પત્નીઓ ના સ્વભાવ કે આદત સુધારવાની હતી નહિ. એટલે બધા છોકરાઓ ધુમાડા માઁ બાપ ઉપર કાઢે, અમને અમારો સ્વભાવ સુધારવા દબાણ કરે, જે મને મંજુર ન હતું….
એટલે મેં તેઓને જુદા થતાં રોક્યા નહિ…
હું મજબૂત છું, મજબુર નથી…
હું પ્રેમાળ છું, પણ લાચાર નથી,
હું ભોળો પણ નથી અને ભોટ પણ નથી… હજુ મારા પોતાના અંગત નિર્ણય લેવા માટે સક્ષમ છું…..ઘરડા ઘરમાં જતા પહેલાં આ મકાન પણ હું વેંચી નાખવાનો છું.
બોલ બેટા, આ બાજુ કેમ.આવ્યો ???
દવે કાકા બોલ્યા.
કાકા, દેવાંગ તમારો નાનીયો મળ્યો હતો… તેની નોકરી ઘણા સમયથી જતી રહી છે, તકલીફમાં છે.
તમારા થી કંઈ મદદ થાય તો ???
જો બેટા.. તેણેે ઘર છોડયું ત્યારે તેણે સલાહ તેના સાસરાની લીધી હતી…..
તો પહેલી મદદ કરવાની ફરજ તેમની બને કે નહીં ?
હું નિવૃત વ્યક્તિ હતો, છતાં પપ્પા ઘર કેમ ચલાવશે એ ચિંતા બાળકોએ કદી કરી નથી.
ઠીક છે, ભગવાનની કૃપાથી સ્વમાનથી જીવાય તેટલું મારી પાસે છે.
દવે કાકા ઉભા થયા….થોડી વારે અંદરથી આવ્યા, અને ચેક મારા હાથમાં મૂકી બોલ્યા.. આ દેવાંગ ને આપી દેજે, અને કહેજે, લોહીના સંબંધ ને ઓળખતા શીખે.
આ રકમ તેને કહેજે, લગ્ન પછી ઘર ચલાવવા તારી પાસેથી હું જે લેતો હતો, એ વ્યાજ સાથે તને પરત કરું છું..
માઁ બાપ આપવા માટે જ સર્જાયા છે,
લેવા માટે નહીં !!!
માઁ બાપ ના ઋણ ઉતારવા માટે સાત જન્મ પણ ઓછા પડે.
તમારા સ્વભાવ અને ખરાબ આદતો અમે પણ સહન કરી છે, છતાં અમે તમને જંગલ કે અનાથ આશ્રમમાં મૂકી દીધા ન હતા.
મેં ચેક સામે નજર કરી.
ચેકની રકમ રુપિયા પાંચ લાખ હતી.
હું દવેકાકા ના સ્વમાનથી છલકાતા ચહેરા સામે જોઈ રહ્યો…..
બેટા, બાળકોને હેરાન થતાં આપણે નથી જોઇ શકતા…..એ લોકોને આવો વિચાર અમારા પ્રત્યે કેમ કોઈ દીવસ નહિ આવતો હોય ????? દવે કાકાની આંખો ફરી ભીની થઈ.
માઁ બાપ ને રડાવી…FB ઉપર હેપી ફાધર ડે.. કહી વાણી વિલાસ કરતા નબીરાઓ સમજી લેજો, તમારા કૃત્યથી સંસાર અજાણ છે.
પણ ઈશ્વરે નોંધ જરૂર લીધી છે
પાનખર માં જુના પાન ખરે ત્યારે લીલી કુમળી પાનો હસતી હોય છે… ત્યારે….ખરતા પાન બોલે છે………..
પીપળ પાન ખરંતા, હસતી કૂંપળિયાં; મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં.
આપણું માઁ બાપ પ્રત્યેનું વર્તન બાળકો જોતા હોય છે.
ઈતિહાસનું પુનરવર્તન ન થાય તેનું ધ્યાન રાખજો.
🙏🍃🙏🍂🙏🍃🙏🍂🙏🍃🙏🍂🙏
અનિલ પડીયાર
Like this:
Like Loading...