Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

યોગાનુયોગ

ભારત માંથી વિદેશમાં ભણવા ગયેલો છોકરો ભણી લીધું
મોટો ઓફિસર બન્યો
અને માતૃભૂમિ ભારત પાછો આવ્યો.
ઘરે જવાની ઉતાવળ હતી.

પણ કંપનીના લોકોએ એર-પોર્ટ ઉપર તેને ઘેરી લીધો
અને ભવ્ય સત્કાર કર્યો

ફૂલોથી શણગારેલી ગાડીમાં બેસાડ્યો.
અને ભવ્ય શોભા યાત્રા કાઢી.
અને એક ફાઈવ સ્ટાર હોટેલ સામે શોભા યાત્રા પુરી થઈ..!!

સાહેબ આજનો દીવસ તમે અહીજ રોકાઈ જાવ

સર્વો ના આગ્રહ લીધે સાહેબ શણગારેલી ગાડી માંથી ઉતર્યા….

બંને બાજુથી લોકો ફૂલો ઉછાળતા હતા…..
શુ કહેવું ને શુ નહી…..

સાહેબ દરવાજા સુધી આવ્યા
દરવાજા પાસે એક વૃદ્ધ
(ઉમર લાયક)ડોર-કીપર હંમેશ મુજબ મહેમાનોને આવકારવા શિસ (માથું) ઝુકાવીને એક હાથે થી મુજરા કરતો……,

બસ તેવીજ રીતે આજે પણ
નીચે શિસ ઝુકાવીને મુજરો કર્યો

દરવાજો ખોલ્યો,સાહેબ અંદર આવ્યા……

અને અચાનક વીજળી ચમકે અને સાહેબ ચમક્યા .

અને
તેજ ક્ષણે તે પરત ફર્યા
દરવાજા પાસે આવ્યા
ડોર-કીપરે પણ ડોકું ઉંચુ કર્યુ………..,

સાહેબ અને તેની નજરો નજર થઈ……….

અને……..અને………,

બંનેના આંખો માંથી અશ્રુધારા વહેવા લાગ્યા…….જાણે ગંગા અને જમના એક સાથે વહી રહયા હોય તેમ…..,

સાહેબ રડતા-રડતા
ડોર-કીપરના પગમાં પડી

અને મુખ-માથી શબ્દ બહાર પડયા…….

પપ્પા (બાપુજી)…….પપ્પા….,

તમે અહી…….????

અને ઘણીવાર ગળામાં ગળુ નાખી, ભેટીને રડ્યા..!!

આજુ બાજુ ઉભેલા સર્વોની પણ આંખો ભીની થઇ ગઇ..!!

આપણો પુત્ર પરદેશ જઈને સારૂ ભણી-ગણી ને મોટો ઓફિસર થાય કે બિઝનેસમેન બને એના માટે આ બાપ નોકરી કરતો હતો..

ઓવર ટાઈમ કરતો હતો
પોતાનું અડધું પેટ રાખીને રૂપિયા જમા કરીને છોકરા માટે રૂપિયા મોકલતો હતો.

તે રિટાયર્ડ થયો..
રૂપિયા ઓછા પડવા લાગ્યા…
માટે આ હોટેલમાં ડોર-કીપરની
નોકરી કરવા લાગ્યો…!!

દરવાજા ઉપર ભલે કોઈ પણ આવે … શિસ ઝુકાવી મુજરો કરવાનો

અને દરવાજો ખોલવાનો આ એનો રોજનો નિયમ અને એની નોકરી…!!

અને આજ એજ મુજરો એના પુત્ર માટે હતો

જીંદગીભર બીજાને મુજરા કરનારા હાથો એ તેણે પુત્રને ઘડાવ્યો…

મને કહો આ બંને મા શ્રેષ્ઠ કોણ..???

એ સાહેબ કે પેલો ડોર-કીપર

પેલો ઓફિસર કે નોકર..?

ઇ છોકરો-(પુત્ર)…કે…બાપ

યશની શિખરો ચઢનારા દરેકોએ ધ્યાન રાખવું જોઈયે કે આપણી માટે યશ ના દરેક પગથીયાનો પથ્થર આ બાપ હોય છે…!!!

તમારી જીંદગીના અને કેરિયરની ઉભી થયેલી જે ઇમારત ના પાયા એજ બાપ હોય છે…

આ પાયા ક્યારેય દેખાતા નથી, પણ તેના શિવાય આ ઇમારત પણ ઉભી નહી રહી શકતી નથી

આ બાપ ઘરમાં હંમેશા
વેઠ-બેગારી,ઓલા કુલીની જેમ જીવતો હોય છે.
રાત-દીવસ કષ્ટ કરે
કોઈ ખેતરમાં.
કોઈ ઓફિસમાં
કોઈ રોજિંદા ઉપર
બસ ધસરડા જ કરતો

આ બધુ બાપ કરે ત્યારે…એમના જ ઉપર છોકરાઓ ભણે છે.
મોટા થાય છે….અને આગળ વધેછે…..,

અને તમે એમનેજ કહો છો કે તમારી કરતા અમે કર્તવ્યનિષ્ઠ છો…શુ કર્યું તમે અમારી માટે….??

તમારા બનીયાનમાં કાણા ન પડે માટે પોતાના બનીયાન ના કાણા ભૂલનારો એ બાપ

તમારા શરીરના પરસેવાની બદબુદાર વાસ ન આવે માટે પોતે પરસેવાથી ભીંજનારો ઇ બાપ

તમને સારા બ્રાન્ડેડ બુટ મળી રહે માટે ફાટેલા ચંપલ વાપરનારો એ બાપ..

પોતાના સ્વપ્નો …તમારી આંખોમાં જોનારો એ બાપ….!!

નાનપણ માં બીમાર પડતા ત્યારે પીઠ ઉપર લઈને રાત-અડધી રાત્રે
દવાખાનામાં લઈ જનાર ઇ પણ બાપ જ છે

તમારૂ શિક્ષણ પૂર્ણ કરનાર ઇ પણ બાપ…..

જોઈએ ત્યારે રૂપિયા દેનાર ATM મશીન એટલે બાપ
જેને-જેને હયાત પિતા છે તેને સર્વ મળી રહે છે.

બાપ અને બાપાનુ કલેજુ સમજી લેવું જોઇયે..

બાપ બોલશે…પણ….કોઈને તમારા વિષે ખોટુ બોલવા નહી દે.,
મારશે…શિક્ષા કરશે…પણ તમને બીજા કોઈ થકી મારવા નહી દે..,

બોલશે,મારશે,ઠપકો આપશે આ બધુ તમારી ભુલ સુધારવા માટેજ….!!!

મા એક વાર મમતા ની મારી તમારી ભૂલ માફ કરશે….
પણ બાપ તમારી ભૂલ સુધારવા લગાડશે

જે ઘરમા બાપ રહે છે ..તે ઘરની સામે કોઈ બુરી નજર થી જોતું પણ નથી

પણ જ્યા બાપની છાયા નહી હોય એ ઘર ઉપર કોઈ-પણ પત્થર મારતાં હોય છે..

મારા એક મિત્રના પીતા ગુજરી ગયા…

જ્યા સુધી જીવતા હતા ત્યારે બાપ-દીકરા નું જરાય પટતું ન હતુ

પણ જ્યારે થોડા દિવસો પછી હું તેને મળ્યો ત્યારે પિતાને યાદ કરીને ખુબજ રડ્યો….

રાઠોડભાઈ, જ્યારે પિતાજી હતા ત્યારે તેમની ખરી કિંમત સમજાઈ ન હતી…

હુ કાયમ તેમને નામ રાખતો હતો…. ક્યારેય તેમનુ સાંભળ્યુ ન હતુ….
પણ હવેજ્યારે દુનિયાની બજારમાં જાવ છુ..ત્યારે.
લોકોના ટોન્ટો સાંભળવા મળે છે…અને ખાવ પણ છુ…

આજે મને એમની કમી મહેસુસ લાગે છે…

આજે મારા પિતા હોત તો મને સારો માર્ગ બતાવત …!!!

પિતાજી એ કાઈ પણ ન કરે
તો પણ ચાલે …પણ ઘરનો એક આધાર સ્થંભ હતા…!!!

મને જ્યારે પણ કોઈ પૂછે

દુનિયામાં શ્રીમંત (પૈસાદાર)કોણ….???

જેને માં અને બાપ હોય.(જીવતા)

*દુનિયામા યશસ્વી કોણ..??
*જેમને મા-બાપની કીંમત સમજાય…..*

દુનિયામા મહાન કોણ…???
જેમણે મા-બાપના સ્વપ્નો પૂર્ણ કર્યા તે….!!!

અને

દુનિયામા નાલાયક કોણ.
જેમણે મા-બાપને વૃદ્ધાશ્રમ માં રાખ્યા…ત્રાસ આપ્યો…,

મર્યા પછી મા-બાપની ઠાઠડી ઉપર બધાજ જોર-શોર થી ઢોંગ કરીને રડતા હોય છે

સાચા પુત્ર મા-બાપની સેવા કરતા હોય છે…તે કદી ઢોંગ થી રડતા નથી..

સર્વો વડીલોને સમર્પિત💐
🌹જય ગોપાલ 🌹👏👏
..✍🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Via friend Vallabh Savani ji
By~ Yunus Lohia

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s