Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક ભાઈ તેમના ફેમિલી સાથે લદાખની અઠવાડિયાની ટ્રીપ પર ગયા હતા. ત્યાં તેમના ૨૮ વર્ષના લોકલ ડ્રાઈવર ‘જિગ્મેટ’ની આ કથા સાંભળવા જેવી છે. જિગ્મેટના ફેમિલીમાં તેની વાઈફ, બે દિકરીઓ અને તેના મા-બાપ છે.

આ વાતચીત જિગ્મેટ અને પેલા પ્રવાસી વચ્ચેની છે, જે હિમાલયની પર્વતમાળાની સફર દરમ્યાન થાય છે.

  • – * – * – * – * – * – * – *

પ્રવાસી – આ અઠવાડિયા પછી તો લદાખમાં પ્રવાસી સિઝન બંધ થાય છે. હોટલમાંથી જેમ નેપાલી કામદારો કરે છે તે રીતે તું પણ ગોવા જવાનું પ્લાનિંગ કરે છે ?

જિગ્મેટ – ના, હું તો લોકલ લદાખી છું એટલે હું ક્યાંય નથી જવાનો.

પ્રવાસી – તો પછી આ શિયાળામાં તું શું કામ કરીશ?

જિગ્મેટ હસતાં હસતાં બોલ્યો – કશું નહીં, ઘરે આરામ કરીશ.

પ્રવાસી આશ્ચર્યચકિત થઈને – ઓહ! ૬ મહિના? એપ્રિલ સુધી?

જિગ્મેટ- મારી પાસે કામ કરવા માટે એક જગ્યા છે, સિયાચીન

પ્રવાસી- સિયાચીન, ત્યાં જઈને તું વળી શું કરીશ?

જિગ્મેટ – ભારતીય સેના માટે સામાન ઉંચકનાર બનીશ.

પ્રવાસી – મતલબ, તું સેનામાં જવાન તરીકે ભરતી થઈશ?

જિગ્મેટ – ના, સેના જોઈન કરવા માટેની મારી ઉંમર જતી રહી છે. આ એક પ્રકારની કોન્ટ્રાક્ટ જોબ છે. અમે કેટલાક મિત્રો અને ડ્રાઈવરો અંદાજે ૨૬૫ કિ.મી.ની મુસાફરી કરીને સિયાચીન પહોંચીશું. ત્યાં અમારું મેડીકલ ચેકઅપ થશે. જો રીપોર્ટ નોર્મલ આવશે અને અમે બધી રીતે ફીટ છીએ તેવી બાયંધરી આપીશું પછી સેના અમને યુનિફોર્મ, શૂઝ, ગરમકપડાં, હેલ્મેટ એ બધી વસ્તું આપશે. અમારે સિયાચીન પહોંચવા માટે ૧૫ દિવસ સુધી પર્વત ચડવાનો હોય છે. સિયાચીન પહોંચવા માટે વાહનો ચાલી શકવા યોગ્ય કોઈ રસ્તો નથી. અમે સહુ ત્યાં લગભગ ત્રણેક મહિના કામ કરીશું.

પ્રવાસી – કેવું કામ વળી?

જિગ્મેટ – સામાન ઉંચકવાનું. અમારી પીઠ પર સામાન ઉંચકીને એક ચોકીથી બીજી ચોકી સુધી જવાનું હોય છે. વિમાન દ્વારા મોકલવામાં આવતો સામાન અમારે અલગઅલગ ચોકીઓ સુધી પહોંચાડવાનો હોય છે.

પ્રવાસી – પણ સેના સામાન ઉંચકવા માટે ખચ્ચર કે વાહનોનો ઉપયોગ કેમ નથી કરતી?

જિગ્મેટ- સિયાચીન એ હિમપહાડ છે. ટ્રક કે અન્ય વાહનો ત્યાં ન ચાલી શકે. આઈસ-સ્કુટર ચાલી શકે પણ તેના અવાજથી દુશ્મનનું ધ્યાન ખેંચાઈ આવે. વાહનોનો ઉપયોગ મતલબ સામેપારથી ગોળામારી. અમે અડધીરાત્રે, મોટેભાગે તો ૨ વાગે ચૂપચાપ બહાર જઈને સામાન લઈ આવીને છાવણીમાં મૂકી દેતા હોઈએ છીએ. અમે ટોર્ચલાઈટનો પણ ઉપયોગ નથી કરી શકતાં. શિયાળામાં માઇનસ પચાસની ડીગ્રીમાં 18875 ફૂટની ઉંચાઈ પર કોઈ જનાવર ન ટકી શકે એટલે ખચ્ચર કે ઘૉડાનો ઉપયોગ પણ ન કરી શકાય.

પ્રવાસી – તો પછી એટલા ઓછા ઓક્સિજીન લેવલ પર તમે પીઠ પર એટલો બધો સામાન કઈ રીતે લઈ શકો છો?

જિગ્મેટ- અમે એકસમયમાં ૧૫ કિલોનો સામાન ઉંચકતા
હોઈએ છીએ. અમે વધુમાં વધુ દિવસના ૨ કલાક કામ કરી શકીએ છીએ. બાકીનો ૪ કલાક જેટલો સમય શરીરનો થાક ઉતારવા અને પૂરતો ઓક્સિજીન લેવા માટે જરૂરી બને છે અન્યથા..

પ્રવાસી- ઓહ.. ઘણું જોખમભર્યુ.

જિગ્મેટ- મારા ઘણા મિત્રો ત્યાં માર્યા ગયા છે. કેટલાક તળિયું પણ ન દેખાય તેવી ઉંડી ખીણોમાં ફસકી ગયા તો કેટલાક દુશ્મનની ગોળીએ વીંધાઈ ગયા. સહુથી મોટો ખતરો હિમડંખનો હોય છે પણ તેનો સારો એવો બદલો, મહિને ૧૮૦૦૦/- અમને મળે છે. બધો જ ખર્ચ બાદ કરતાં પણ હું ત્રણેક મહિનામાં ૫૦૦૦૦/- જેટલા બચાવી લઉં છું જે મારા પરિવાર, મારી દિકરીના ભણતર માટે બહું જ ઉપયોગી બને છે… અને આ સિવાય દેશસેવાની જે ભાવના મળે છે તે મારે માટે બહું મોટી વાત છે. હું એ સેના માટે કામ કરું છું જે દેશની સેવા કરે છે.

  • – * – * – * – * – * – * – *

આપણી જીંદગીમાં પૈસાનું મૂલ્ય આપણે આ વાત સાંભળ્યા પછી વધારે સારી રીતે સમજી શકીએ એમ છીએ.

તમારા બાળકો સાથે આ શેર કરવાનું ન ભૂલશો. તેમને પણ કેટલીય મહેનત પછી કમાયેલા પૈસાનું મહત્વ જાણતા કરીએ.

સોર્સ :- વ્હોટસએપ
/\

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s