Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

લાલીયો_ધોકો

દશેક વરસની એક છોકરી હતી , સોનુ એનું નામ.. નવીમા એને બહુ દુખ આપે.. ટાઢા ટુકડા ખાવા આપે.. ઘરનું બધું કામ કરાવે.. નવીમાના દિકરો દિકરી હતા , તેની સાથે રમવા પણ ના દ્યે..
એક દિવસ કપડાંનો ગાંસડો ભરીને સોનુને નદીએ કપડાં ધોવા મોકલી.. એ રોતી રોતી કપડાં ધોતી હતી , ત્યાં અવાજ સંભળાયો.. “ બચાવો.. બચાવો..”
એણે જોયું તો એક ધોકો પાણીમાં તણાતો જાય છે.. અને બુમો પાડે છે.. સોનુ એને લઈ આવી..
ધોકાએ કહ્યું ” હું પાગલ મહારાજનો લાલીયો ધોકો છું.. મહારાજ મરી ગયા , એટલે ચેલાએ મને નકામો કહીને નદીમાં ફેંકી દીધો.. જેના પેટમાં પાપ ના હોય , તેનું કહ્યું માનીને એને હું મદદ કરું..”
સોનુએ કહ્યું ” આટલા લુગડાં કેમ કરી ધોઉં.. નદીને છીપરે બેઠી બેઠી રોઉં.. લાલીયા ધોકા.. દે ધનાધન..”
ધોકો ધડાધડ કપડા પર પડવા લાગ્યો.. સોનુ કપડું સરખું રાખે.. ધોકો કરે ધનાધન.. થોડીવારમાં બધા કપડાં ધોવાઈ ગયા.. સોનુ હસી પડી..
નદીને કાંઠે એક મોટો આંબો હતો.. એની ઉંચી ડાળે પાકી કેરીઓ હતી.. સોનુએ કહ્યું..
” ભૂખ બહુ લાગી.. કેરી ખાવાનું મન.. લાલીયા ધોકા .. દે ધનાધન..”
ધોકો તો ઉડ્યો.. ધડાધડ પાકી કેરીઓ પાડી દીધી.. સોનુએ ધરાઈને ખાધી..
સોનુ ધોકાને છાનોમાનો પોતાની સાથે ઘરે લઈ ગઈ..
એક દિવસ ખોટો વાંક કાઢી નવીમાએ સોનુને માર માર્યો.. સોનુ ગાભા જેવા ગોદડામાં સુતી સુતી રોતી હતી.. લાલીયો બોલ્યો..” સોનુ , મને ખુબ જ ખીજ ચડે છે.. તું કહે એટલી જ વાર.. હમણાં એનું ઢીંઢુ ભાંગી નાખું..”
સોનુએ કહ્યું ” ના લાલીયા.. ગમે તેમ તોય એ મારી મા છે.. એનું ઢીંઢું તું ભાંગી નાખ , તો મારા નાના ભાઈ બહેનને કોણ સાચવે..? ”
એક રાતે ઘરમાં લુટારા આવ્યા.. બાપને માર મારીને બાંધી દીધો.. નવીમાના ઘરેલા લુટી લીધા.. અને એને ઢસડીને લઈ જવા લાગ્યા.. કે ‘ આ બાઈને રસોઈ કરવા ઉપાડી જઈએ..’
સોનુ બીકથી લપાઈને બેઠી હતી.. ત્યાં લાલીયો યાદ આવ્યો.. એ ધીમે ધીમે બોલી.. “ માને ચોર લઈ જશે.. મારા ભાઈબેન રોઈ મરશે.. લાલીયા ધોકા.. દે ધનાધન..”
ને લાલીયો ધોકો તો જામી પડ્યો.. લુટારાઓના વાંસા ભાંગી નાખ્યા.. એ બધો માલ મુકીને નાસી ગયા..
નવીમાએ ખુબ રોઈને પસ્તાવો કર્યો.. “ મારી દિકરી.. હવે હું તને ફુલની જેમ રાખીશ.. જરાય દુખી નહીં કરું.. ” પછીથી નવીમા સોનુને સારી રીતે રાખવા માંડી..
એક દિવસ સોનુ નાના ભાઈ બેનને લઈ દુરના મંદિરે ફરવા ગઈ.. ત્યાં એક મોટું નગારું પડ્યું હતું.. ભાઈએ કહ્યું.. “ બેન , નગારું વગાડ ને..”
સોનુએ લાલીયાને કહ્યું ” નગારું વગડશે.. ને ભાઈ મારો હસશે.. લાલીયા ધોકા.. દે ધનાધન..”
લાલીયો ઉપડી ઉપડીને નગારું વગાડવા માંડ્યો..
બન્યું એવું કે.. દુશ્મન રાજાના માણસો મુસાફરના વેશમાં મંદિર પાછળ સંતાયા હતા.. એ અહીંના રાજાને રાતે મારી નાખવા આવ્યા હતા.. અચાનક કટાણે નગારાનો અવાજ સાંભળી સૈનિકો દોડી આવ્યા.. અને દુશ્મનોને પકડી લીધા..
રાજાએ ખુશ થઈ સોનુને ઈનામ માંગવા કહ્યું.. સોનુએ માંગ્યુ..
” મારા બાપુને ઘોડો , માને આપો ગાવડી..
ભાઈ માટે ઘુઘરો , ને બેન માટે જાંજરી..”
એણે પોતાના માટે કંઈ ના માગ્યું..
આ વાત સાંભળી રાણી હરખાઈ ગઈ.. બોલી.. ” સોનુ , હું તને મારો રાજ કુંવર આપીશ..”
સોનુ મોટી થઈ , ત્યારે એના લગ્ન રાજ કુંવર સાથે થયા.. અને એ રાજ રાણી બની..
સોનુ જેવી દિકરી સૌને ગમે..
ન રાખીએ પેટમાં ખોટું પાપ .. સુખ સાંપડે આપોઆપ..

  • જયંતીલાલ ચૌહાણ ૨૫ – ૫ – ૨૧

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s