Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ખીમરાઅનેલોડણનીપવિત્ર_પ્રેમગાથા

વર્ષો પહેલાની વાત છે. ઘૂમલી ભંગાણા પછી જ્યારે જેઠવા કૂળ અલગ પડયું ત્યારબાદ એમાથી આગળ જતાં એક સાંખ રાવલિયા આવી. આ રાવલિયામાં એક ફૂટડો જુવાન પાક્યો અને એનું નામ ખેમરો. દ્વારકાના સૂર્યવદર ગામમાં ખેમરાની બહાદુરીના ગીતો ગવાતાં. આ ગામ સામે કોઈ ડાકુ કે લૂંટારા આંખ પણ માંડી શકતાં નહોતા.

વિધિના લેખ કોણ જાણી શક્યું છે અને આ લેખ પતમાને સૂર્યવદરથી સેંકડો ગાઉ દૂર ખંભાતમાં રહેતાં જેરામ મહેતાના ખમતીધર સંસ્કારી અને ખાનદાની ખોરડે ઉછરેલ ફુલડું એટલે લોડણ. ભાગ્યશાળી દીકરીના પ્રતાપમાં જેરામ મહેતાના વહાણ અનેક દેશમાં હાલતાં. આવા વૈભવ વચ્ચે પણ વૈરાગીની જેમ જીવી જાણે એવો મનખા દેહ એટલે જેરામ મહેતા.

જેરામ મહેતાના આંગણે ઘણીવાર સાધુ અને સંતોનો સત્સંગ થાય, ભજન-કીર્તન થાય. એકવાર આવા જ ભજન-કિર્તનમાં મીરાબાઈનાં કૃષ્ણપ્રેમની ગાથા ગવાતી હતી. બધા માત્ર સાંભળી રહ્યાં હતાં પણ લોડણ તો જાણે મીરામાં જ ઓગળી રહી હતી. ” કાનાને પામવાના કોડ પૂરા કરવા કેવી ભક્તિ કરવી પડે, બાપજી?”, લોડણના આ સવાલનો છોકરમત ગણી સાધુએ તેને આ ભૂલવાડવા આકરી વાત કરી નાખી. સાધુએ કીધું,” બેટા એના માટે તો તારે કઠણ તપ આદરવું પડે. આજથી જ પરપુરુષનું મોઢું જોવાનું બંધ કરી અને ઉંમરલાયક થા ત્યારે સીધું પહેલું મોઢું કાનુડાનું જોવે તો જ એને પામે.”

અહીંથી જ લોડણનાં સતીત્વના મંડાણ. એણે તો જેરામબાપા અને એનાં ભાઈ સિવાય કોઈનેય ન જોવાનું આકરું પ્રણ લીધું. મનોમન કાનુડાની મુરત જોવાના કોડ સાથે જીવન વિતાવે છે. અંતે એ દિન પણ આવી પૂગ્યો. લોડણ મોટો સંઘ લઈ ખંભાતથી દ્વારકા જવા નીકળ્યાં. હાલતાં-હાલતાં સંઘ રાવલ પહોંચે છે. સંઘનું પગેરું દબાવતાં કેટલાંક ડાકુઓ દી આથમે સંઘ પર લૂંટના ઈરાદે હિચકારો હુમલો કરે છે પણ સાની નદીના કાંઠે પોતાનાં ખેતરમાં પાણી વાળતા ખેમરાને આની ભનક આવી જાય છે. સંઘની વહારે આવેલ ખેમરો જીવ સટોસટની લડાઈ કરી ડાકુઓને ભગાડે છે. હવે આ ગડમથલમાં જ રાત ત્યાં પડી જતાં સંઘને ત્યાં રાતવાસો કરવો પડે છે.

લોડણની ભક્તિની વાતું સાંભળીને ખેમરો પણ જાણે એને એની વિધાતા જાણે બોલાવી રહી હતી. ખેમરાએ કયેય નહીં ને આજે ભારે હઠ લીધી. માવડિયુંએ ઘણોય વાર્યો પણ એ તો કોઈ કાળે માને જ નહીં. ” ઈ સતીના તપ ન તોડાય ખેમરા. સતનાં પારખાં ન હોય મારા બાપ”, કહીને બધી બાઈઓએ એને સમજાવ્યો પણ એનો ઉત્તર વાળતાં કીધું, ” એનું નીમ નઈ ભાંગુ. આઘેથી મોઢું જોઈને પાસો વળી જાહય.” પણ આને લઈ કેમ જાવો એ બધાં વિચારવા મંડ્યા. છેવટે ખેમરાની ભોજાઈના કપડાં પહેરાવીને એને લઈ ગ્યા.

લોડણ સહુ શ્રધ્ધાળુ સાથે સત્સંગ કરી રહ્યાં છે ત્યારે આ ટોળું આવે છે. વિધાતાનાં લેખમાં કોણ મેખ મારી શકે? હજાર હાથવાળાની ઈચ્છા પ્રમાણે આ ટોળું આવતું હોય ત્યારે તેની આડું એક વોકળું આવે છે. પુરુષસહજ સ્વભાવથી ખેમરો એ ઠેકે છે જ્યારે બાકીની સ્ત્રીઓ એમાં પગ બોળીને ચાલે છે. લોડણનું ધ્યાન ત્યાં જ જાય છે. એને ખેમરાના પગ જુદા જણાય છે. ઈશ્વર ઈચ્છાથી જ લોડણ ખેમરાની સાડીનો ઘૂમટો ઉઠાવે છે અને એના નીમનો ભંગ થાય છે. ખેમરામાં જ તેને કૃષ્ણ દેખાય છે. હરિ ઈચ્છા બળવાન ગણી લોડણ તેની સાથે દ્વારકાની જાત્રા પુરી કરીને ચોરીના ચાર ફેરા ફરવાનો કોલ આપે છે. ખેમરો જાત્રા પુરી કરવાની રજા આપે છે.

તગડેલા ડાકુ આવીને રાતમાં દગેથી સૂતેલા ખેમરાને મારી નાખે છે.

દ્વારકાના દરિયા કિનારે પવિત્ર ગોમતીજીમાં સ્નાન કરી ૫૬ પગથિયાની સીડી ચડી અને દ્વારકાધીશની મંગળા આરતીનાં દર્શન કરી રહેલ લોડણને આ દૃશ્ય ત્યાં સ્વપ્ન સ્વરૂપે દેખાય છે. અમંગળ ભાસતા લોડણ મનોમન પ્રાર્થના કરે છે.

સંઘ ઝડપથી પાછો આવે છે પણ ખેમરો તો ખાખ થઈ ગ્યો છે. કાળજું ફાડી નાખે એવું રુદન કરી લોડણ માથું પછાડી – પછાડીને પ્રાણનો ત્યાગ કરે છે અને આ બેલડીની પ્રિત્યુંને પોખવા ચારણ લલકારે છે,

“કોઇ ચડાવે સિંદૂર , કોઈ ચડાવે તેલ
પણ લોડણ ચડાવે લોહી, તારી ખાખ માથે ખેમરા !”

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

વિનોદ ભટ્ટની બાળપણમાં વાચેલી વાર્તાઓ….

૧. ગાંધીજીએ બાળપણમા ચોરી કરી હતી. સ્વર્ગમાં સજા કરવા અંગે કમિટી બેઠી. બધાએ સર્વાનુમતે નક્કી કર્યું કે ગાધીજીને ઉકળતાં તેલમાં નાખવા કે હાથ કાપવા જેવી સજા તો ન થાય… તો શું કરવું?…લાંબા વિચારો અને મનોમંથન પછી નક્કી થયું કે, ગાંધીજીને સજાસ્વરૂપે બધી ગુજરાતી ફિલ્મો ફરજીયાત જોવી……ગાધીજી સજા સાભળી બેહોશ થઈ ગયાં. ( હાલમાં કોઇએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં, પહેરવી હોય તો ખુલાસો માગવા માટે વિનોદ ભટ્ટનો રુબરુ સંપર્ક કરવો.)

૨. એક દિવસ વિનોદ ભટ્ટને સ્વપ્નું આવ્યું કે ઇન્કમટેક્સ સર્કલ પર ગાંધીનુ પૂતળું જીવંત થાય તેમ છે. ગાધીજીના કાનમાં બાળકના દૂધ પીવાની શીશીમાંથી દૂધ રેડવું, વિનોદભાઈએ તેમના કાનમાં દૂધ રેડ્યુ, એટલે પૂતળું સહેજ હાલ્યુ. ગાધીજીના હાથમાં રહેલી લાકડી પડી ગઈ એટલે સહેજ વિનોદ ભટ્ટ નમીને લાકડી આપવા ગયાં, તો બાપુએ કહ્યું, રહેવા દે….જા બંદૂક લઈ આવ……

 1. ખાસ મિત્રો હતા છગન અને મગન. બંને ગામડામાં રહે. છગન થોડા થોડા દિવસ બહાર જાય અને પછી અલગ અલગ સેલેબ્રિટીઓ સાથે સંબંધો હોવાની વાત કરે.
  મગન આ બધું સાચું ન માને એટલે એક દિવસ છગન સાથે શરત મારી કે તું આપણા ધારાસભ્યને પણ ઓળખતો નથી. મારી હાજરીમાં તેમની સાથે વાતો કર. છગન ધારાસભ્યના ઘરે લઇ ગયો, તેમના પત્નીએ પ્રેમપૂર્વક જમાડ્યા અને છગન શરત જીતી ગયો.
  મગનને થયું કે લોકલ ઓળખાણ હશે પણ મુખ્યમંત્રી સાથે તો સંબંધ ક્યાંથી હોય? છગન તૈયાર, મગનને મુખ્યમંત્રીના ઘરે લઇ ગયો અને મુખ્યમંત્રી તો છગનને જોઇ ગળગળા થઈ ગયા…
  મગને કહ્યું કે તું અમિતાભ બચ્ચનને ઓળખે છે એવી વાતો કરે છે, આપણે મુંબઇ જઇએ. બંને મુંબઈ ગયાં. અમિતાભ છગનને લેવા દરવાજા પર આવ્યો. મગન ફરી શરત હારી ગયો.
  એ જ રીતે વડાપ્રધાનના ઘરે ગયા, તો એ પણ છગનને ઓળખે.
  મગને કહ્યું કે તું કહે છે કે અમેરિકન પ્રેસિડેન્ટ ઓળખે છે એ હું સાચું નથી માનતો. અમેરિકાના પ્રેસિડેન્ટ તને ઓળખે છે એ વાતમાં કોઈ દમ નથી. બંને અમેરિકા ગયા, પ્રેસિડેન્ટ તો છગનને જોઇને ખૂશ ખૂશ થઈ ગયા, ચા નાસ્તો કરાવ્યો…
  છેલ્લે મગને કહ્યું કે ઠીક છે, બધા તને ઓળખે પણ પોપની વાતો કરે છે એ તો નહીં જ ઓળખતા હોય.
  છગન તો રેડી. બંને રોમ પહોંચ્યા. છગને કહ્યું કે આ વખતે તને રૂબરૂ નહીં લઇ જવાય પણ તારે પોપના ચર્ચ પાસે ઉભું રહેવાનું. એ ગેલેરીમાં આવે ત્યારે એમની સાથે મને જોઇ લેજે.
  મગન નીચે ઉભો રહ્યો, થોડીવારમાં પોપ આપણા છગનના ખભે ટેકો દઇને ગેલેરીમાં આવ્યા.
  ખરી વાર્તા અહીં છે… મગનની બાજુમાં એક ધોળિયો ઉભો હતો. એણે મગનને પૂછ્યું કે પેલા છગનભાઇને તો ઓળખ્યા, પણ તેમની સાથે સફેદ કપડાવાળા ભાઇ કોણ છે?…

આપણને વિનોદ ભટ્ટે જ ચાર્લી ચેપ્લિન અને ચોખેવનો પરિચય કરાવ્યો હતો. તે સમયે અખબારોમાં પહેલાં પેજ પર ચંદ્રકાન્ત બક્ષી અને છેલ્લા પાને વિનોદ ભટ્ટ…. બંને વિરોધાભાસમાં આપણું વાચન પૂરું….
ભલે બંને નથી, પણ એ વાત તો ચોક્કસ કે સ્વર્ગના દરવાજે બક્ષી ગયાં હશે અને પુછ્યું હશે કે હજી પણ ગુજરાતીમાં નબળા કટાક્ષ લેખો ચાલે છે?…. વિનોદ ભટ્ટે પણ કહ્યું હશે કે બક્ષી બાબુ, સ્વર્ગમા મને સજા થઈ છે કે તમારી જોડે જ રુમ શૅર કરવાનો છે……..

વિનોદ ભટ્ટની પૂણ્યતિથિ
ભાવાંજલિ
Deval Shastri🌹

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

૧૯૫૪-૧૯૫૫ના સમયની આ વાત છે.ભારત આઝાદ થયું અને રજવાડાનું વિલિનીકરણ થયું એ વાતને સાતેક વર્ષના વહાણા વાઇ ગયાં છે.ભારતસંઘમાં જોડાવવા માટે સૌપ્રથમ સરદાર પટેલને હાથે માતૃભુમિને સોંપી દેનાર ગોહિલવાડ-ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હવે મદ્રાસ સ્ટેટના ગવર્નર ( રાજ્યપાલ ) હતાં.

જ્યારે ભાવનગર રજવાડું હતું ત્યારે આખા ભારતમાંથી કદાચ એકમાત્ર ભાવનગરમાં એવો કાયદો હતો કે ગોહિલવાડમાં કોઇપણ પ્રજાના ઘરે ચોરી થાય તો રાજ એ ચોરને પકડી પાડે અને ચોર ના પકડાય તો ચોરીની રકમ રાજ્યના ખજાનામાંથી એ વ્યક્તિને ભરપાઇ થાય ! આ નિયમને ભાવનગરના બધાં રાજવીઓ ચુસ્તપણે પાળતાં.

આ તો આઝાદી પહેલાંની વાત થઇ પણ હવે રજવાડાનું વિલિનીકરણ થઇ ગયેલું એટલે ભાવનગરનું રાજ પણ રહ્યું નહોતું.છેલ્લા મહારાજ કૃષ્ણકુમારસિંહજી અગાઉ જણાવ્યું તેમ મદ્રાસના ગવર્નર હતાં.

એમાં એક દિવસ ભાવનગરના કોઇ ગામડાંનો એક ખેડુત ભાવનગર દરબારમાં આવ્યો.

” મહારાજા ક્યાં ? “

” કેમ ? “

” મારા બળદ કોક ચોરી ગ્યું છે. “

” મહારાજ તો અહિં નથી.મદ્રાસ છે. “

ગામડાં ગામના આ ખેડુતને ત્યારની ઘણી પ્રજાની જેમ ખબર નહોતી કે આઝાદી મળી એને તો સાત વર્ષ થઇ ગયાં છે અને હવે ભાવનગર રજવાડું રહ્યું નથી.એ બિચારો પોતાની નાનકડી દુનિયામાં જીવતો હોય એને રાજકીય ઉથલ-પાથલો હારે શી લેવા દેવા ? અને ત્યારે ભારતના ઘણા વિસ્તારોમાં સંદેશાવ્યવહારની આધુનિકતા પણ નહોતી.

ખેડુત મદ્રાસ ગયો.મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મળ્યો.

” બાપુ ! ભાવનગરથી હાલ્યો આવું છું. “

” આવો બાપ.કેમ જાત્રા કરવા આવ્યા છો ? “

” ના બાપુ.જાત્રા તો અમારા નસીબમાં ક્યાંથી હોય ? “

” તો ? “

” બાપુ મારા બળદ કો’ક ચોરી ગ્યું…. “

” ઓહ ! કેમ કરતાં ભાઇ ? “

“બાપુ,બપોરની વેળાં ખેતરે સાંતી છોડીને ભાતું ખાઇને વડલાંની છાયામાં ઘડીક લાંબો વાંસો કીધો ને ઇ તકનો લાભ લઇ કો’ક ઝપટ બોલાવી ગ્યું.બેય બળદોને પડખેના બાવળીયાની છાંયે બાંધેલા. “

” એમ….સુતા’તા ને લઇ ગયાં ભાઇ ? “

” હા બાપુ.સુતો’તો ને લઇ ગ્યાં. “

“વાંધો નઇ ભાઇ….. તુ તો સુતો’તો ને લઇ ગયાં….આ અમે તો જાગતા’તાં ને બધું લઇ ગયાં !! લે ભાઇ આ પાંચ હજાર….નવી જોડ વસાવી લેજે ને બીજું સાંતી-લાકડું પણ લઇ લેજે.” અને એ જ ક્ષણે અત્યારના જમાનામાં દસ લાખથીય વધુ થાય એવી પાંચ હજારની રકમ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આપી દીધી.

iઆજે એમના જન્મદિવસે આ દેશભાવનાના પ્રતિક સમા પ્રજાવત્સલ રાજવીને વંદન….

હિતેશ પટેલ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક યુવકે પત્નીની ચડામણીથી પોતાની મમ્મીને વૃદ્ધાશ્રમમાં દાખલ કરી. ત્રણ ચાર મહિના પછી એક રાત્રે અચાનક મમ્મીની આંખ ખુલી ગઈ.. પોતાના એકના એક દિકરાના સુખ માટે એણે જે કંઈ વેઠ્યું હતું તે બધું એને યાદ આવી ગયું. એની આંખમાંથી આંસુ ચાલ્યાં. હીબકે હીબકે તે રડવા લાગી. એને છાનું રાખનાર કોઈ હાજર હતું નહીં એટલે પોતાની મેળે જ અડધા કલાકમાં શાંત થઈ ગઈ. કમરામાં લાઈટ કરી, પોતાનું મોઢું ધોયું, પલંગ પર બેઠી અને અચાનક એની નજર સામેની ભીંત પર લટકી રહેલા કૅલેન્ડર પર પડી. એની આંખમાં ચમક આવી ગઈ. આજથી બરાબર 30 વર્ષ પહેલા આ જ તારીખે અને રાત્રીના આ જ સમયે મેં મારા લાલા ને જન્મ આપ્યો હતો. એ પોતાની લાગણી રોકી ન શકી કારણ કે આખરે એ મા હતી, લાગણીનો મહાસાગર હતી. પલંગ પર થી ઉભી થઈને એ કમરામાં એક બાજુ ગોઠવાયેલા ટેલિફોન પાસે ગઈ. ડાયલ ઘુમાવ્યું. સામે છેડે દીકરો આવ્યો.

‘કોણ ?’

‘બેટા ! હું તારી મમ્મી !’

‘પણ આટલી મોડી રાત્રે ફોન કરવાની તારે શી જરૂર હતી ?’

‘બેટા ! જરૂર તો કાંઈ ન હતી. પણ ૩૦ વર્ષ પહેલાં આ જ તારીખે આ જ સમયે તને મેં જન્મ આપ્યો હતો એ મને યાદ આવી ગઈ એટલે સુભાશિષ પાઠવવા તને ફોન કર્યો.’

‘ એ સુભાશિષ તો સવારનાય આપી શકતી હતી. અત્યારે રાત્રે ત્રણ વાગ્યે આવું નાટક કરવાની શી જરૂર હતી ?’

‘ બેટા ! મા ની લાગણી ને નાટક કરવાનું પાપ તું કરીશ નહીં. તારા પ્રત્યેના પ્રેમના હિસાબે જ અત્યારે ફોન કર્યો છે.’

‘પણ તને ખબર છે ? અત્યારે ફોન કરીને તેં મારી ઊંઘ બગાડી નાખી છે!’

‘ બેટા ! મારા અત્યારે ફોન કરવાથી તારી ઊંઘ બગડી છે એ વાત સાચી પણ ૩૦ વર્ષ પહેલા મેં તને જન્મ આપેલો ત્યારે મારી તો આખી રાત બગડેલી એ તને યાદ છે ખરું ? આટલું કહીને મમ્મી એ રડતાં રડતાં ફોન મૂકી દીધો.

[લખી રાખો આરસની તકતી પર માંથી]

નકુમ ચંદુ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

संगत का प्रभाव

एक राजा का तोता मर गया। उन्होंने कहा– मंत्रीप्रवर! हमारा पिंजरा सूना हो गया। इसमें पालने के लिए एक तोता लाओ। तोते सदैव तो मिलते नहीं। राजा पीछे पड़ गये तो मंत्री एक संत के पास गये और कहा– भगवन्! राजा साहब एक तोता लाने की जिद कर रहे हैं। आप अपना तोता दे दें तो बड़ी कृपा होगी। संत ने कहा- ठीक है, ले जाओ।
राजा ने सोने के पिंजरे में बड़े स्नेह से तोते की सुख-सुविधा का प्रबन्ध किया। ब्रह्ममुहूर्त में तोता बोलने लगा– ॐ तत्सत्…. ॐ तत्सत् … उठो राजा! उठो महारानी! दुर्लभ मानव-तन मिला है। यह सोने के लिए नहीं, भजन करने के लिए मिला है।

चित्रकूट के घाट पर भई संतन की भीर ।
तुलसीदास चंदन घिसै तिलक देत रघुबीर ॥

कभी रामायण की चौपाई तो कभी गीता के श्लोक उसके मुँह से निकलते। पूरा राजपरिवार बड़े सवेरे उठकर उसकी बातें सुना करता था। राजा कहते थे कि सुग्गा क्या मिला, एक संत मिल गये।
हर जीव की एक निश्चित आयु होती है। एक दिन वह सुग्गा मर गया। राजा, रानी, राजपरिवार और पूरे राष्ट्र ने हफ़्तों शोक मनाया। झण्डा झुका दिया गया। किसी प्रकार राजपरिवार ने शोक संवरण किया और राजकाज में लग गये। पुनः राजा साहब ने कहा– मंत्रीवर! खाली पिंजरा सूना-सूना लगता है, एक तोते की व्यवस्था हो जाती!

मंत्री ने इधर-उधर देखा, एक कसाई के यहाँ वैसा ही तोता एक पिंजरे में टँगा था। मंत्री ने कहा कि इसे राजा साहब चाहते हैं। कसाई ने कहा कि आपके राज्य में ही तो हम रहते हैं। हम नहीं देंगे तब भी आप उठा ही ले जायेंगे। मंत्री ने कहा– नहीं, हम तो प्रार्थना करेंगे। कसाई ने बताया कि किसी बहेलिये ने एक वृक्ष से दो सुग्गे पकड़े थे। एक को उसने महात्माजी को दे दिया था और दूसरा मैंने खरीद लिया था। राजा को चाहिये तो आप ले जायँ। अब कसाईवाला तोता राजा के पिंजरे में पहुँच गया। राजपरिवार बहुत प्रसन्न हुआ। सबको लगा कि वही तोता जीवित होकर चला आया है। दोनों की नासिका, पंख, आकार, चितवन सब एक जैसे थे। लेकिन बड़े सवेरे तोता उसी प्रकार राजा को बुलाने लगा जैसे वह कसाई अपने नौकरों को उठाता था कि उठ! हरामी के बच्चे! राजा बन बैठा है। मेरे लिए ला अण्डे, नहीं तो पड़ेंगे डण्डे!

राजा को इतना क्रोध आया कि उसने तोते को पिंजरे से निकाला और गर्दन मरोड़कर किले से बाहर फेंक दिया।
दोनों सुग्गे सगे भाई थे। एक की गर्दन मरोड़ दी गयी, तो दूसरे के लिए झण्डे झुक गये, भण्डारा किया गया, शोक मनाया गया। आखिर भूल कहाँ हो गयी? अन्तर था तो संगति का! सत्संग की कमी थी।

संगत ही गुण होत है, संगत ही गुण जाय ।
बाँस फाँस अरु मीसरी, एकै भाव बिकाय ॥

सत्य क्या है और असत्य क्या है? उस सत्य की संगति कैसे करें?

पूरा सद्गुरु ना मिला, मिली न साँची सीख।
भेष जती का बनाय के, घर-घर माँगे भीख ॥

🚩

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

प्रारब्ध भोग
🔸🔸🔹🔹
एक व्यक्ति हमेशा ईश्वर के नाम का जाप किया करता था। धीरे धीरे वह काफी बुजुर्ग हो चला था इसीलिए एक कमरे मे ही पड़ा रहता था । जब भी उसे शौच; स्नान आदि के लिये जाना होता था; वह अपने बेटो को आवाज लगाता था और बेटे ले जाते थे। धीरे धीरे कुछ दिन बाद बेटे कई बार आवाज लगाने के बाद भी कभी कभी आते और देर रात तो नहीं भी आते थे।इस दौरान वे कभी-कभी गंदे बिस्तर पर ही रात बिता दिया करते थे। अब और ज्यादा बुढ़ापा होने के कारण उन्हें कम दिखाई देने लगा था एक दिन रात को निवृत्त होने के लिये जैसे ही उन्होंने आवाज लगायी, तुरन्त एक लड़का आता है और बडे ही कोमल स्पर्श के साथ उनको निवृत्त करवा कर बिस्तर पर लेटा जाता है। अब ये रोज का नियम हो गया। एक रात उनको शक हो जाता है कि, पहले तो बेटों को रात में कई बार आवाज लगाने पर भी नही आते थे। लेकिन ये तो आवाज लगाते ही दूसरे क्षण आ जाता है और बडे कोमल स्पर्श से सब निवृत्त करवा देता है। एक रात वह व्यक्ति उसका हाथ पकड लेता है और पूछता है कि सच बता तू कौन है ? मेरे बेटे तो ऐसे नही हैं। अभी अंधेरे कमरे में एक अलौकिक उजाला हुआऔर उस लड़के रूपी ईश्वर ने अपना वास्तविक रूप दिखाया। वह व्यक्ति रोते हुये कहता है : हे प्रभु आप स्वयं मेरे निवृत्ती के कार्य कर रहे है। यदि मुझसे इतने प्रसन्न हो तो मुक्ति ही दे दो ना। प्रभु कहते है कि जो आप भुगत रहे है वो आपके प्रारब्ध है। आप मेरे सच्चे साधक है; हर समय मेरा नाम जप करते है इसलिये मै आपके प्रारब्ध भी आपकी सच्ची साधना के कारण स्वयं कटवा रहा हूँ। व्यक्ति कहता है कि क्या मेरे प्रारब्ध आपकी कृपा से भी बडे है; क्या आपकी कृपा, मेरे प्रारब्ध नही काट सकती है। प्रभु कहते है कि, मेरी कृपा सर्वोपरि है; ये अवश्य आपके प्रारब्ध काट सकती है; लेकिन फिर अगले जन्म मे आपको ये प्रारब्ध भुगतने फिर से आना होगा । यही कर्म नियम है । इसलिए आपके प्रारब्ध मैं स्वयं अपने हाथो से कटवा कर इस जन्म-मरण से आपको मुक्ति देना चाहता हूँ।

ईश्वर कहते है: प्रारब्ध तीन तरह के होते है :

मन्द,
तीव्र, तथा
तीव्रतम

मन्द प्रारब्ध मेरा नाम जपने से कट जाते है। तीव्र प्रारब्ध किसी सच्चे संत का संग करके श्रद्धा और विश्वास से मेरा नाम जपने पर कट जाते है। पर तीव्रतम प्रारब्ध भुगतने ही पडते है।

लेकिन जो हर समय श्रद्धा और विश्वास से मुझे जपते हैं; उनके प्रारब्ध मैं स्वयं साथ रहकर कटवाता हूँ और तीव्रता का अहसास नहीं होने देता हूँ

प्रारब्ध पहले रचा, पीछे रचा शरीर।
तुलसी चिन्ता क्यों करे, भज ले श्री रघुबीर।।

वैशाली कुंतल गणेश

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

💐💐 एक कहानी जीवन की 💐💐

शबरी बोली: – यदि रावण का अंत नहीं करना होता, तो राम तुम यहाँ कहाँ से आते.?

राम गंभीर हुए,

कहा, भ्रम में न पड़ो, माता.?

राम क्या,
रावण का वध करने आया है.?

अरे रावण का वध तो, लक्ष्मण अपने पैर से वाण चलाकर भी कर सकता है.?

राम हजारों कोस चल कर इस गहन वन में आया है,
तो केवल, तुमसे मिलने आया माता.?

ताकि, हजारों वर्षों बाद, जब कोई पाखण्डी भारत के अस्तित्व पर प्रश्न खड़ा करे.?

तो, इतिहास चिल्ला कर उत्तर दे.?

कि इस राष्ट्र को क्षत्रिय राम और उसकी भीलनी माँ ने मिलकर गढ़ा था.?

जब कोई कपटी,
भारत की परम्पराओं पर उँगली उठाये,
तो काल उसका गला पकड़कर कहे, कि नहीं.?

यह एकमात्र ऐसी सभ्यता है, जहाँ एक राजपुत्र वन में, प्रतीक्षा करती एक दरिद्र वनवासिनी से भेंट करने के लिए, चौदह वर्ष का वनवास स्वीकार करता है.?

राम वन में बसने इसलिए आया है,
ताकि, जब युगों का इतिहास लिखा जाय, तो उसमें अंकित हो.?

कि सत्ता जब,
पैदल चल कर समाज के अंतिम व्यक्ति तक पहुँचे,
तभी, वह रामराज्य है.?

राम वन में इसलिए आया है,
ताकि भविष्य स्मरण रखे,
कि प्रतिक्षाएँ अवश्य पूरी होती हैं.?

शबरी एकटक राम को निहारती रहीं…

राम ने फिर कहा:- राम की वन यात्रा रावण युद्ध के लिए नहीं है, माता..?

राम की यात्रा प्रारंभ हुई है,
भविष्य के लिए,
आदर्श की स्थापना के लिए…?

राम आया है,
ताकि भारत को बता सके, कि अन्याय का अंत करना ही धर्म है.?

राम आया है,
ताकि युगों को सीख दे सके,
कि विदेश में बैठे शत्रु की समाप्ति के लिए,
आवश्यक है, कि पहले देश में बैठी उसकी समर्थक,
सूर्पणखाओं की नाक काटी जाय,
और खर-दूषणों का घमंड तोड़ा जाये…?

और,राम आया है,
ताकि युगों को बता सके, कि रावणों से युद्ध केवल राम की शक्ति से नहीं,
बल्कि, वन में बैठी शबरी के आशीर्वाद से जीते जाते हैं…?

शबरी की आँखों में जल भर आया था.?

उसने बात बदलकर कहा :- कन्द खाओगे राम.?

राम मुस्कुराए,
“बिना खाये जाऊंगा भी नहीं माता”…?

शबरी अपनी कुटिया से झपोली में कन्द ले कर आई,
और राम के समक्ष रख दिया…

राम खाने लगे,
तो कहा :- मीठे हैं न प्रभु.?

राम बोले, यहाँ आ कर मीठे और खट्टे का भेद भूल गया हूँ माता..?

बस इतना समझ रहा हूँ, कि यही अमृत है…

शबरी मुस्कुराईं, बोली :- “सचमुच तुम मर्यादा पुरुषोत्तम हो राम,
गुरुदेव ने ठीक कहा था !

🚩🚩🚩 🙏जय श्री राम 🚩🚩🚩

https://www.facebook.com/groups/1840099622831958/permalink/1885902564918330/

Posted in रामायण - Ramayan

आप के नाम में छुपा है राम का नाम
: अद्भुत गणित
अदभुत गणितज्ञ “श्री.तुलसीदासजी से एक भक्त ने पूछा कि महाराज आप श्रीराम के इतने गुणगान करते हैं , क्या कभी खुद श्रीराम ने आपको दर्शन दिए हैं ?..
तुलसीदास बोले :- ” हां “
भक्त :- महाराज क्या आप मुझे भी दर्शन करा देंगे ???
तुलसीदास :- ” हां अवश्य ” ….तुलसीदास जी ने ऐसा मार्ग दिखाया कि एक गणित का विद्वान भी चकित हो जाए !!!
तुलसीदास जी ने कहा , “”अरे भाई यह बहुत ही आसान है !!! तुम श्रीराम के दर्शन स्वयं अपने अंदर ही प्राप्त कर सकते हो.””
हर नाम के अंत में राम का ही नाम है.

इसे समझने के लिए तुम्हे एक “सूत्रश्लोक “ बताता हूं .
यह सूत्र किसी के भी नाम में लागू होता है !!!
भक्त :-” कौनसा सूत्र महाराज ?”

तुलसीदास :- यह सूत्र है …
||”नाम चतुर्गुण पंचतत्व मिलन तासां द्विगुण प्रमाण || || तुलसी अष्ट सोभाग्ये अंत मे शेष राम ही राम || “

इस सूत्र के अनुसार
अब हम किसी का भी नाम ले और उसके अक्षरों की गिनती करें
१)उस गिनती को (चतुर्गुण) ४ से गुणाकार करें.
२) उसमें (पंचतत्व मिलन) ५ मिला लें.
३) फिर उसे (द्विगुण प्रमाण) दुगना करें.
४)आई हुई संख्या को (अष्ट सो भागे) ८ से विभाजित करें .
*”” संख्या पूर्ण विभाजित नहीं होगी और हमेशा २ शेष रहेगा!!! …
*यह २ ही “राम” है। यह २ अंक ही ” राम ” अक्षर हैं*…

★विश्वास नहीं हों रहा है ना???
चलिए हम एक उदाहरण लेते हैं …
आप एक नाम लिखें , अक्षर कितने भी हों !!!
★ उदा. ..निरंजन… ४ अक्षर
१) ४ से गुणा करिए ४x४=१६
२)५ जोड़िए १६+५=२१
३) दुगने करिए २१×२=४२
४)८ से विभाजन करने पर ४२÷८= ५ पूर्ण अंक , शेष २ !!!
शेष हमेशा दो ही बचेंगे,यह बचे २ अर्थात् – “राम” !!!

विशेष यह है कि सूत्रश्लोक की संख्याओं को तुलसीदासजी ने विशेष महत्व दिया है!!!
★1) चतुर्गुण अर्थात् ४ पुरुषार्थ :- धर्म, अर्थ, काम,मोक्ष !!!
★2) पंचतत्व अर्थात् ५ पंचमहाभौतिक :- पृथ्वी, जल, अग्नि, वायु , आकाश!!!
★3) द्विगुण प्रमाण अर्थात् २ माया व ब्रह्म !!!
★4) अष्ट सो भागे अर्थात् ८ * आठ प्रकार की लक्ष्मी (आग्घ, विद्या, सौभाग्य, अमृत, काम, सत्य, भोग आणि योग
लक्ष्मी ) अथवा तो अष्ठधा प्रकृति.

★अब यदि हम सभी अपने नाम की जांच इस सूत्र के अनुसार करें तो आश्चर्यचकित रह जाएंगे कि हमेशा शेष २ ही प्राप्त होगा …
इसी से हमें श्री तुलसीदास जी की बुद्धिमानी और अनंत रामभक्ति का ज्ञान होता है !!!
🚩✊जय हिंदुत्व✊🚩
☀!! श्री हरि: शरणम् !! ☀
🍃🎋🍃🎋🕉️🎋🍃🎋🍃
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾