Posted in संस्कृत साहित्य

☀ સૂર્ય-પૂજા શા માટે જરૂરી છે ☀

પહેલા આપણા રાજાઓ હંમેશા સૂર્ય પૂજા કરતા પરતું કેમ સૂર્ય પૂજા કરતા હતા ?
કેમ સૂર્ય ઉપાસક હતા?

એના માટે પહેલા ગ્રહ મંડળ સમજવું પડશે..

આપણા શાસ્ત્રો કહે છે કે આખુંય બ્રહ્માંડ આપણા શરીર મા સમાયેલું છે.

પહેલા ઋષિ મુનિયો ને કઈ પણ જોવું જાણવું હોય તો દિવ્યદ્રષ્ટિ થી પોતાની અંદર જોઈ લેતા અને એમને બધી જ ખબર પડી જતી.

આપણા બ્રહ્માંડ મા નવ ગ્રહો છે.

એમા સૂર્ય એટલે આપણે પોતે. આપણો આત્મા એને સૂર્ય કહેવાય. મતલબ આપણે આપણી પોતાની જ પૂજા કરતા હતા.

આપણે પોતાના આત્મબળ ઉપર જીવવા વાળા હતા.

🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞

નવ ગ્રહો એ જ દર્શાવે છે.

સૂર્ય એટલે આત્મા.
ચંદ્ર એટલે આપણું મન.
મંગલ એટલે આપણી લડવાની શક્તિ,
બુધ આપણને બુદ્ધિ પ્રદાન કરે છે.
ગુરુ એટલે આપણું જ્ઞાન આધ્યાત્મિક જ્ઞાન.
શુક્ર એટલે આપણી સુખ સાહ્યબી મોજ શોખ.
શનિ એટલે આપણું કર્મ નોકર ચાકર.
રાહુ એટલે આપણી કુટ નીતી.
કેતુ મોક્ષ પ્રદાન કરે છે.

ધ્યાન થી જોશો તો આ એક રાજા નું મંત્રીમંડલ છે.

સૂર્ય એટલે રાજા પોતે .
ચંદ્ર એટલે એનું મન.
બુધ એટલે રાજા નો બુદ્ધિમાન મંત્રી.
ગુરુ એટલે રાજા નો આધ્યાત્મિક ગુરુ આચાર્ય.
શુક્ર એટલે રાજા ની રાજ નર્તકીઓ તથા રાજા ની બીજી મોજ શોખ ની વસ્તુઓ.
શનિ એટલે રાજા ના નોકર ચાકર એના સેવકો.
મંગલ એટલે રાજા નો લડાયક સેના પતિ.
રાહુ એટલે રાજા નો કુટ નીતિજ્ઞ .

બ્રહ્માંડ નું નવ ગ્રહો નું મંત્રી મંડળ એ જ રાજા નું પોતાનું મંત્રી મંડળ.

બ્રહ્માંડ ના નવે ગ્રહો ને ઉર્જા તથા પ્રકાશ કોણ પુરો પાડે?

સૂર્ય મતલબ જેના મા આત્મબળ વધારે હોય એ જ રાજા બની શકે.

જેના મા આત્મબળ હોય એના કહ્યા મા બધા રે.

એની પાસે જ સારો વહીવટ ચલાવવા ની શક્તિ હોય. અને આ આત્મબળ વધારવા માટે જ આપણે સૂર્ય ની પૂજા કરતા હતા.

સૂર્ય ને ક્યારેય કોઈ ની જરૂર પડતી નથી. એમ એક રાજા ને ક્યારેય કોઈ ની જરૂર પડતી નથી. પણ એના માટે રાજા એ પોતાનું આત્મબળ ટકાવી રાખવુ જરૂરી છે.

બધા ગ્રહો સૂર્ય ની આસપાસ પ્રદક્ષિણા કરે છે સૂર્ય જોડે થી ઉર્જા મેળવવા. પણ સૂર્ય કોઈ ની પ્રદક્ષિણા નથી કરતો. એ જ રીતે રાજા નું આખું મંત્રીમંડલ રાજા ની આસપાસ વીંટલાયેલું રહે છે રાજા ને કોઈ ની જરૂર પડતી નથી.
અને એ માટે આપણે ક્ષત્રિયો હંમેશા સૂર્ય ની પૂજા કરતા હતા.

પરંતુ ખીલજી જેવા કેટલાક આક્રમણ કારીઓ એ આપણા બધા મંદિરો નો નાશ કર્યો.

હાલ મા આપણું એક સૂર્ય મંદિર મોઢેરા મા છે જે ખંડિત છે પણ ત્યાં પૂજા થતી નથી, પરંતુ ફક્ત લોકો ને બતાડવા માટે રાખેલું છે.
અંદર ચમાચીડિયા ઉડતા હોય છે.
જે સૂર્યદેવતાનું અપમાન દર્શાવે છે.

આપણા રાજા ભીમદેવ સોલંકી એ આ મંદિર સૂર્યની પૂજા કરવા બનાવ્યું હતું. નહીં કે સરકાર એની ખંડેર જેવી સ્થિતિ મા પ્રદર્શન કરે એના માટે.

”ક્ષત્રિય સમાજે આનો સખત વિરોધ કરી અંદર સૂર્ય મૂર્તિ સ્થાપિત કરી ફરીથી સૂર્ય પૂજા શરૂ કરવી જરૂરી છે.”

જો ક્ષત્રિય સમાજે ફરીથી પતન થી ઉત્થાન તરફ વળવું હોય તો સૂર્ય પૂજા ફરીથી શરૂ કરી પોતાનું આત્મબળ વધારવું જરૂરી છે.

સૂર્ય પૂજા નો ખાલી એક જ દોષ છે કે આત્મબળ વધતાની સાથે અહંકાર આવી જાય છે અને અહંકારી નું પતન થાય છે.

આત્મવિસ્વાસ નું સ્થાન અહંકાર ના લે એ ખૂબ જરૂરી છે.

એનું સૌથી મોટું ઉદાહરણ છે હનુમાનજી.

જેમના ગુરુ ખુદ સૂર્ય પોતે હતા. ખૂબ આત્મવિશ્વાસ હતો પણ અહંકાર જરાય નહીં. જેથી કોઈ એમનું કશું બગડી શક્યું નથી આજ સુધી.

🙏 સૂર્ય પૂજા – ભલે ઊગ્યા ભાણ 🙏

🌞 ભલે ઊગ્યા ભાણ ભાણ તુંહારા ભામણા,
મરણ જીયણ લગ માણ અમારી રાખજો કાશપરાઉત…!

🌞 કાશપ જેહડો ન કોય જેને દણીઅણ જેહડા દિકરા,
લખદળ ભાંગે લોય ઉગાનુ આળસ નહીં
ચળુ ન પડે ચુક કમણે કાશપરાઉત…!

🌞 તેજ પંજર તિમ્મર ટળણ ભયા કાશપકુળ ભાણ,
અમલા વેળા આપને રંગ હો સુરજરાણ…!

🌞 સામસામા ભડ આફડે ભાંગે કે તારા ભ્રમ્મ,
તણ વેળા કાશપતણા તમે સૂરજ રાખો શરમ્મ…!

🌞 તું ઉગા ટળીયા તમ્મર ગૌ છુટા ગાળા,
તસગર ભે ટાણા દન કર કાશપદેવાઉત…!

🌞 અળ પર ઉગતા અરક ઓસડ તું અંધાર,
થે ઝાલર ઝણકાર દીઓળે કાશપદેવાઉત…!

🌞 સવારે ઉઠે કરે કરે સૂરજની આશ,
એને ગોરસ રસ ને ગ્રાસ દેશે કાશપરાઉત…!

🌞 સૂરજથી ધન સાંપડે સૂરજથી ધણ્ય હોય,
સુરજ કેરે સમરણે દોખી ન લંજે કોય…!

🌞 સૂરજ ને શેષનાગ બેય ત્રોવડ કે’વાય,
એકે ધરતી સર ધરી એકે ઉગ્યે વાણુ વાય…!

🌞 કે’દાદર કે’ડાકલા કે પુંજે પાખાણ,
રાત ન ભાંગે રાણ કમણે કાશપરાઉત…!

🌞 સૂરજ પ્રત્યક્ષ દેવ હે નર વંદે પાખાણ,
ઇસર કે ઉમૈયા સુણો એતાં લોક અજાણ…!

સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડની સંસ્કૃતિની મઝા એ છે, સૂર્યનારાયણનો ઉદય થાય. ભગવાન ભાસ્કર છે એ આદિત્ય પોતાના રથના ઘોડાને આભમાં વ્હેતા મુકે અને તેજપુંઝના પડદાનો પૃથ્વીની માથે ઘા કરે અને ઝળળળળળળળળ કરીને આખી પચાસ કરોડ પૃથ્વી છે ઈ ઝળાહળા થઈ જાય, તે દિ કોઈએ ગાયત્રીની વંદના કરી, કોઈએ સૂર્યની વંદના કરી,

॥ૐ ભાસ્કરાયવિતમહે મહદ્ જુત્તકરાય્ ધિમહી ધિયો યોનઃ પ્રચોદયાત્ ॥

કોઈએ એમ કિધુ,

॥ યમ્ મંડલમ્ બ્રહ્મોવિદો વદંતિકાયન્તિ યસ્ ચારણસિદ્ધ સંગા પુનાતુમ્ તત્સવિતુર્વરેણ્ યમ્ ॥

ભગવાન સૂરજનારાયણ ઉગે તેજપુંઝના પડદાનો ધરતીની માથે ઘા કરે. કોઈએ આયુષ્ય માંગુ, કોઈએ ધન માંગુ, કોઈએ સંતતિ માંગી, કોઈએ સંપતિ માંગી… પણ આ દેશના શુરવીર મહાપુરુષો એવા જન્મ્યા, એણે સૂરજનારાયણના ઓવારણા લઈને એમ કિધુ કે,

“એયયય, સૂરજનારાયણ સંપતિ નથી જોતી, સત્તા નથી જોતી, આયુષ્ય નથી જોતુ, પણ આ જગતના ચોકમાં જેટલા દિવસ અમારા આયુષ્યના લખાણા હોય, એટલા દિવસ, એયય સૂરજનારાયણ તને મારી ભલામણ ઈ છે કે અમારી લાજને, અમારી આબરૂને જગતના ચોકમાં ન જાવા દેતો, એયય સૂરજનારાયણ ! જગતના ચોકમાં અમારી આબરૂ નિલામ નો થાય.”

॥ લજ રખ તો જીવ રખ, લજ વિણ જીવ મ રખ, છાયા માંગુ એતરો રખ, તો દોનોય ભેરાં રખ. ॥

હે પરમાત્મા ! હે ભગવતી! હે નવલાખ લોબળીયાળી ! મારા જેટલા શ્વાસો લખાયેલા હોય એમાં મારી લાજ જો રહેતી હોય તો જ મારા પંડમાં પ્રાણને રાખજે. લાજ અને જીવતર બેય ભેળા હોય તો જીવવાની મઝા આવે.”

આપણો ક્ષત્રિય સમાજ ફરીથી આત્મવિશ્વાસ તથા આત્મબળ થી ભરપૂર બની ફરીથી ઉત્થાન પામે એવી આશા સાથે જય માતાજી.. કોઈપણ ભૂલ હોય તો જણાવવા વિનંતી.

🌞 જય સૂર્યદેવ 🌞
ⓜⓓ ⓟⓐⓡⓜⓐⓡ
🇮🇳🇮🇳🇮🇳🦁🇮🇳🇮🇳🇮🇳

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s